રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

ભારતીયો માટે વિઝાની જરૂરિયાત

Visa Requirement for Indians

ટ્રાવેલ ઇન્શ્યોરન્સના ક્વોટની વિગતો શેર કરો

કૃપા કરીને નામ દાખલ કરો
કૃપા કરીને મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય ઇમેઇલ આઇડી દાખલ કરો

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.



શૂન્ય કપાતપાત્ર

24/7 મિસ્ડ કૉલ
સુવિધા

98% ક્લેઇમ સેટલમેન્ટ
રેશિયો



ભારતીય નાગરિકો માટે વિઝાની જરૂરિયાતો વિશે વિગતવાર માર્ગદર્શિકા

વિઝા એ એક અધિકૃત ડૉક્યૂમેન્ટ છે, જે તેના ધારકને કાનૂની રીતે વિદેશમાં પ્રવેશ મેળવવા માટે હક પ્રદાન કરે છે. સામાન્ય રીતે ધારકના પાસપોર્ટ પર વિઝાનો સ્ટેમ્પ મારવામાં આવે છે અથવા ગુંદર વડે ચોંટાડવામાં છે. વિઝાના અનેક વિશિષ્ટ પ્રકારો છે, તે દરેક પ્રકાર હેઠળ ધારકને યજમાન દેશમાં અનન્ય વિશેષાધિકારો પ્રાપ્ત થાય છે.

વિઝામાં તેની માન્યતા, મર્યાદાઓ અને અન્ય દેશમાં વિતાવી શકાય તે સમય જેવી વિગતોનો સમાવેશ થાય છે. મોટાભાગના દેશો અન્ય દેશોના મુલાકાતીઓ પાસેથી પોતાના પ્રદેશમાં પ્રવેશ કરતા પહેલાં વિઝાની માંગણી કરે છે. આ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે તમે નિશ્ચિંત થઈ શકો છો અને વિવિધ દેશોમાં મુસાફરીનો આનંદ માણી શકો છો. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાની પ્રક્રિયા સરળ અને ઝંઝટ-મુક્ત છે.

વિવિધ દેશોમાં વિઝા અંગેના અલગ અલગ પ્રતિબંધો હોય છે, જેનાથી દેશની અંદર-બહાર અવરજવર કરતા મુલાકાતીઓના પ્રવાહને તપાસી અને નિયંત્રિત કરી શકાય તેમજ ગેરકાયદેસર ઇમિગ્રેશન અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવી શકાય. મુસાફરોને વિઝા માટે અપ્લાઇ કરવાનું કહેવાથી, અધિકારીઓ સંભવિત મુલાકાતીઓની તપાસ કરી શકે છે.

કેટલાક દેશોના લોકો અગાઉથી વિઝા એપ્લિકેશન કર્યા વગર અન્ય દેશોમાં પ્રવેશ કરી શકે છે, જે વિઝા માફી અંગેના એગ્રીમેન્ટને આભારી છે. આ દેશો વચ્ચેની ડીલ હોય છે, તેથી કોઈ વ્યક્તિ તે દેશનું ના હોય તો તેમણે અન્ય લોકોની જેમ જ અપ્લાઇ કરવાનું રહેશે.

ઉદાહરણ તરીકે, ન્યૂઝીલેન્ડના નાગરિકોને જાપાનના વિઝા માટે અપ્લાઇ કરવામાંથી મુક્તિ મળે છે અને તેઓ 90-દિવસના ટૂરિસ્ટ વિઝા માટે છૂટ મેળવે છે, જ્યારે રશિયાના અને ફિલિપાઇન્સના નાગરિકોને જાપાનમાં આગમન પર વિઝા માટે અપ્લાઇ કરવું આવશ્યક છે.

આના ઘણા કારણોમાં, આ દેશો વિદેશીઓના નિયત સમય કરતા વધુ રોકાઈ જવા અને કામ માટે તેમના ધસારા વિશે ચિંતિત હોય છે. તે દેશની ચિંતા એ હોય છે કે મુલાકાતીઓને પોતાના ભરણપોષણ માટે મદદની જરૂર પડી શકે છે અને તેઓ તેમના રોકાણના અંતે દેશમાંથી પાછા જશે નહીં. વિઝા સુનિશ્ચિત કરે છે કે તમે ગેરકાયદેસર અથવા ખોટી જગ્યાએ પ્રવેશ કરવાનો પ્રયત્ન કરશો નહીં.

ભારતીયો માટે વિઝાની જરૂર હોય તેવા દેશોનું લિસ્ટ

ભારતીય નાગરિકો માટે વિઝાની જરૂર હોય એવા દેશો નીચે મુજબ છે:

 

અફઘાનિસ્તાન

અલ્જીરિયા

અલ્બેનિયા

ઍંડોરે

ઍંગોલા

અર્મેનિયા

આર્જેન્ટીના

ઑસ્ટ્રિયા

ઑસ્ટ્રેલિયા

બહામાઝ

બાંગ્લાદેશ

બેલારૂસ

બાર્બેડોસ

બેલીઝ

બૅલ્જિયમ

બોત્સવાના

બલ્ગેરિયા

બ્યુર્કિના ફાસો

બ્રાઝીલ

બોસ્નિયા અને હર્જેગોવિના

બેનિન

બ્યુરુંડી

બ્રુનેઈ

કેનેડા

ચિલી

કોસ્ટા રિકા

કૅમેરૂન

ચાઇના

ચાડ

ક્યૂબા

કોલંબિયા

સાઇપ્રસ

ક્રોએશિયા

ચેક રિપબ્લિક

રિપબ્લિક ઑફ ધ કોંગો

ધ સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક

ધ ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગો

જિબૂતી

ડૉમિનિકા રીપબ્લિક

ડેન્માર્ક

ઈક્વેટૉરિયલ ગિની

ઇજિપ્ટ

ઇસ્ટોનિયા

ઇરિટ્રિયા

ફિન્લૅન્ડ

ફ્રાંસ

ગૅમ્બિયા

જર્મની

ગ્રીસ

ગ્વાતેમાલા

ગિની

ઘાના

હોન્ડુરાસ

હંગેરી

ઇન્ડોનેશિયા

આઇસલૅન્ડ

ઇરાક

આયર્લૅન્ડ

ઇઝરાયેલ

ઈરાન

ઈટાલી

જાપાન

કુવૈત

કિરીબૅટી

કઝાકિસ્તાન

લાત્વિયા

લીબ્યા

લિથુઆનિયા

લક્ઝેમબર્ગ

લીચેસ્ટાઈન

લૅબનૉન

લાઇબેરિયા

મલાવી

માળી

મૅકેડૉનિયા

મૅક્સિકો

મોરૉક્કો

મંગોલિયા

મોન્ટેનેગ્રો

મોલ્દોવા

માલ્ટા

મોનૅકો

નઉરૂ

ન્યૂઝીલેન્ડ

નાઇજર

નિકરાગુઆ

નાઇજીરિયા

નૉર્થ કોરિયા

નૉર્વે

નૅધરલૅન્ડ્સ

નમીબિયા

ઓમાન

પપુઆ ન્યુ ગીની

પૅરાગ્વે

પાકિસ્તાન

ફિલીપીંસ

પેરુ

પોર્તુગલ

પોલૅન્ડ

પૅનેમા

રશિયા

રોમેનિયા

સાઉદી અરેબિયા

સૅન મરિનો

સિએરા લિયોની

 

વિઝા ઉપરાંત, તમારે ભારતમાંથી આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાનું વિચારવું જોઈએ. તમે આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવો છો ત્યારે તમે અણધારી મેડિકલ અથવા નૉન-મેડિકલ પરિસ્થિતિઓ વિશે ચિંતા કર્યા વગર તમારી ટ્રિપનો આનંદ માણી શકો છો.

ભારતીયો માટે વિઝાની જરૂર ના હોય તેવા દેશોનું લિસ્ટ

ભારતીય નાગરિકો માટે વિઝાની જરૂર ના હોય તેવા તમામ વિઝા-મુક્ત દેશો નીચે મુજબ છે:

ભૂતાન

ડૉમિનિકા

ઈક્વાડોર

એલ સાલ્વાડોર

ફીજી

ગ્રેનેડા

ગ્રેનેડા

હૅતી

ઇન્ડોનેશિયા

ઇન્ડોનેશિયા

માલદીવ્ઝ

મૉરિશસ

માઇક્રોનેશ્યા

માઇક્રોનેશ્યા

નેપાલ

સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડિન્સ

સર્બિયા

સૅનેગલ

સેન્ટ કિટ્સ અને નેવિસ

તમે ભારતમાંથી યોગ્ય આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે, વિઝા-મુક્ત દેશોમાં તમારા વેકેશન દરમિયાન મુસાફરી સંબંધિત તમામ પરિસ્થિતિઓ માટે કવરેજ મેળવી શકો છો. વિઝા-મુક્ત દેશો માટે આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવો ફરજિયાત નથી, પરંતુ તમારે મેડિકલ અને નૉન-મેડિકલ પરિસ્થિતિઓ માટે કવરેજ મેળવવું જોઈએ.

ઑન-અરાઇવલ વિઝા ઉપલબ્ધ છે તે દેશોનું લિસ્ટ

મુસાફરો કે જેઓ વિઝા એપ્લિકેશન સેન્ટર (વીએસી) અથવા દૂતાવાસ/કોન્સ્યુલેટ પર પરંપરાગત વિઝા માટે અપ્લાઇ કરવાની ઝંઝટ વગર વિદેશી ધરતી ખૂંદવા માંગતા હોય, તેમના માટે વિઝા-ઑન-અરાઇવલ એક યોગ્ય વિકલ્પ છે. જો તમે નીચેના દેશોમાં મુસાફરી કરી રહ્યા હોવ, તો તમારી મુસાફરી શરૂ કરતા પહેલાં ભારતમાંથી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવો મહત્વપૂર્ણ છે:

બોલિવ્યા

કેપ વર્દ

કોમોરોસ

ઈસ્ટ તિમોર

ગયાના

જૉર્ડન

લાઓસ

મૅડાગાસ્કર

મૉરિટેનિયા

માર્શલ આઈલૅન્ડ

મોઝૅમ્બિક

પલાઉ

થાઇલૅન્ડ

સેન્ટ લુસિયા

ભારતીયો માટે ઇ-વિઝા આવશ્યક હોય તેવા દેશોનું લિસ્ટ

વિદેશમાં મુસાફરી દરમિયાન કોઈ ઇમરજન્સીને કારણે ઉદ્ભવતી નાણાંકીય તકલીફોને ટાળવા માટે ભારતમાંથી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવો મહત્વપૂર્ણ છે. કોવિડ-19 મહામારી પછીથી, ઘણા દેશોએ પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે વિદેશી મુલાકાતીઓને ઇ-વિઝા સર્વિસ પ્રદાન કરવાનું શરૂ કર્યું છે. ભારતીય નાગરિકો હવે કોઈપણ વિઝા કેન્દ્રો પર ગયા વગર, ઘણા દેશોના ટૂરિસ્ટ વિઝા (ઇ-વિઝા) માટે ડિજિટલ રીતે અપ્લાઇ કરી શકે છે.

ભારતીય નાગરિકો માટે ઇ-વિઝા આવશ્યક હોય તેવા તમામ દેશો નીચે મુજબ છે:

 

એન્ટિગુઆ અને બરબુડા

અઝરબાઇજાન

બાહરેઇન

જૉર્જિયા

આઇવરી કોસ્ટ

આઇવરી કોસ્ટ

કિર્ગિસ્તાન

લિઝોથો

મલેશિયા

મ્યાનમાર

ર્વાંડા

સિંગાપુર

સાઓ ટોમ અને પ્રિન્સિપે

ભારતીયો માટે અન્ય દેશોની મુલાકાત લેવા માટે કયા ડૉક્યૂમેન્ટ અને અતિરિક્ત પ્રક્રિયાઓ હોય છે?

તમારી ટ્રિપને સુરક્ષિત કરવા અને વિદેશમાં નાણાંકીય સહાય પ્રદાન કરવા માટે પર્યાપ્ત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી આવશ્યક છે. ભારતની બહાર મુસાફરી કરવા માટે, ભારતીય પાસપોર્ટ ધારકોએ જરૂરી ડૉક્યૂમેન્ટેશન પ્રદાન કરવું, વિઝા મેળવવા અને નીચેના લિસ્ટ મુજબ કેટલીક ઔપચારિકતાઓમાંથી પસાર થવું આવશ્યક છે:

 

1. વિઝા એપ્લિકેશન ફોર્મ

કોઈપણ જરૂરી સહાયક ડૉક્યૂમેન્ટેશન અને પાસપોર્ટ-સાઇઝ ફોટા સાથે યોગ્ય રીતે પૂર્ણ કરેલ વિઝા એપ્લિકેશન ફોર્મ સબમિટ કરીને, અરજદારો તેમના વિઝા મેળવી શકે છે.

 

2. પાસપોર્ટ

ભારતીય નાગરિકો માટે આવશ્યક છે કે તેઓ પ્રસ્તુત કરે તેમનો પાસપોર્ટ કે સંબંધિત અધિકૃત ટ્રાવેલ ડૉક્યૂમેન્ટ. મોટાભાગના દેશો મુસાફરીની તારીખ પછી ઓછામાં ઓછા છ મહિના માટે પાસપોર્ટ માન્ય હોય એવી માંગ કરે છે. પાસપોર્ટમાં ઇમિગ્રેશન સ્ટેમ્પ માટે પર્યાપ્ત ખાલી પેજ પણ હોવા જોઈએ.

 

3. આમંત્રણ પત્ર

કેટલાક દેશોમાં ભારતીય નાગરિકોને વિઝા માટે અપ્લાઇ કરતી વખતે આમંત્રણ પત્ર સબમિટ કરવાની જરૂર પડી શકે છે.

 

4. બાયોમેટ્રિક્સ  

કેટલાક દેશોમાં ભારતીય નાગરિકોને બાયોમેટ્રિક ડેટા, જેમ કે ફિંગરપ્રિન્ટ પ્રદાન કરવા જરૂરી છે. સંબંધિત દેશની મુસાફરી કરતા પહેલાં અથવા ઇમિગ્રેશનમાંથી પસાર થતા પહેલાં આની જરૂર હોય છે.

 

5. ઇન્ટરવ્યૂ  

વિનંતી કરેલ વિઝાના પ્રકારના આધારે, ભારતીય ઉમેદવારોએ ઇન્ટરવ્યૂમાં હાજરી આપવી આવશ્યક છે. માત્ર કેટલાક દેશોમાં જ આ માપદંડ લાગુ છે.

 

6. ફી  

ભારતીય નાગરિકોએ વિઝા માટે અપ્લાઇ કરતી વખતે પ્રોસેસિંગ ફીની ચોક્કસ રકમ ચૂકવવી આવશ્યક છે. આ ફી પ્રવેશ અંગેની નીતિ, રોકાણનો સમયગાળો અને અન્ય પરિબળોના આધારે નિર્ધારિત કરવામાં આવે છે. 

ભારતીય નાગરિકો માટેના મહત્વપૂર્ણ તથ્યો અને વિઝાની જરૂરિયાતો વિશે જાગૃત હોવાથી, ઉમેદવારો વિદેશમાં મુસાફરી કરતી વખતે કોઈપણ પ્રકારની અસુવિધાને ટાળી શકે છે.

વધુમાં, વિદેશની ટ્રિપના પ્લાનિંગ દરમિયાન, તમને કેવા અનુભવ થઈ શકે એ તમે ક્યારેય જાણી શકતા નથી. તમે બીમાર પડી શકો છો, તમારો સામાન ખોવાઈ શકે છે અથવા ઇમરજન્સીમાં નાણાંકીય સહાયની જરૂર પડી શકે છે. તેથી જ સામાન્ય રીતે કોઈ ટ્રિપ પર જતા પહેલાં એક વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ઇન્વેસ્ટ કરવું એ બહેતર અને સુરક્ષિત માનવામાં આવે છે.

 

GOT A QUESTION? HERE ARE SOME ANSWERS

કોઈ પ્રશ્ન છે? અહીં કેટલાક જવાબો છે

કયા દેશોમાં ભારતીય નાગરિકો માટે ટ્રાન્ઝિટ વિઝાની જરૂર છે?

યુરોપિયન યુનિયનના સભ્ય એવા ચાર શેન્ગન દેશોમાં મુસાફરી કરવા માટે ભારતીય નાગરિકો પાસે ટ્રાન્ઝિટ શેન્ગન વિઝા હોવા આવશ્યક છે. આ દેશો ફ્રાન્સ, જર્મની, સ્પેન અને ચેક રિપબ્લિક છે.

 

આ દેશોમાંથી મુસાફરી કરતી વખતે તમે ટ્રાન્ઝિટ વિઝા માટે અપ્લાઇ કરો ત્યારે તમે અણધાર્યા સંજોગોથી આર્થિક રીતે સુરક્ષિત હોવ તે સુનિશ્ચિત કરવા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાનું ભૂલશો નહીં.

ભારતીય પાસપોર્ટ ધારકો વિઝા વગર કેટલા દેશોની મુલાકાત લઈ શકે છે?

ભારતીયોને તેમના પાસપોર્ટ સાથે વિશ્વભરમાં 59 દેશોમાં પ્રવેશ કરવા માટે વિઝા માટે અપ્લાઇ કરવાની જરૂર નથી. તેમ છતાં, વિદેશી જમીન પર આફતો સામે પોતાને સુરક્ષિત કરવા માટે, સલાહ આપવામાં આવે છે કે તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સનું ઑનલાઇન કવરેજ મેળવો, ભલે તમારે આ વિઝા-મુક્ત દેશો માટે વિઝાની જરૂર ન હોય.

શું ભારતીયો માટે વિઝા-ઑન-અરાઇવલ ઉપલબ્ધ છે?

ભારતીય નાગરિકો માટે વિઝા-ઑન-અરાઇવલ ઉપલબ્ધ હોય તેવા દેશોનું લિસ્ટ ઉપર આપવામાં આવ્યું છે. આ દેશોમાં તમારા વેકેશન પર જતા પહેલાં આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવો એ તમારી ટોચની પ્રાથમિકતાઓમાંથી એક હોવી જોઈએ, કારણ કે તે ફ્લાઇટમાં વિલંબ અથવા બદલાયેલ પ્લાનના પરિણામે ઉદ્ભવતા નાણાંકીય અને ભાવનાત્મક તાણને ઘટાડી શકે છે.

લોકપ્રિય દેશો માટે વિઝા ગાઇડ


ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો