Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ

તમારા સ્વાસ્થ્યમાં રોકાણ કરો અને સુરક્ષિત રહો

વ્યાપક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન
Individual health insurance policy

તમારા માટે વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ

કૃપા કરીને નામ દાખલ કરો
/health-insurance-plans/individual-health-insurance-plans/buy-online.html ક્વોટેશન મેળવો
ક્વોટ પુન:પ્રાપ્ત કરો
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો
સબમિટ કરો

તમારા માટે તેમાં શું છે?

નવીન વિશેષતાઓ સાથે વરિષ્ઠ નાગરિકોની સંભાળ સ્માર્ટ અને સરળ બની

રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર માટે મિસ્ડ કૉલ નંબર : 9152007550

 હેલ્થ પ્રાઇમ રાઇડર સાથે 09 પ્લાન/વિકલ્પોનું કવર

 ઈએમઆઇના વિકલ્પો ઉપલબ્ધ છે

1 કરોડ સુધીના ઉચ્ચ વીમાકૃત રકમના વિકલ્પો

હૉસ્પિટલાઇઝેશન પહેલાના અને પછીના ખર્ચને આવરી લે છે

વીમાકૃત રકમના અનેક વિકલ્પો

માતાપિતા, સાસુ-સસરા અને ભાઈ-બહેન સહિત વિસ્તૃત પરિવારને આવરી લે છે

વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ શું છે?

ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ, જે પર્સનલ હેલ્થ ઇન્શ્યોરન્સ તરીકે પણ ઓળખાય છે, તે એક એવું કવરેજ છે કે જેને કોઈ વ્યક્તિ નિયોક્તા દ્વારા કે સરકારી કાર્યક્રમ હેઠળ નહીં પરંતુ સ્વતંત્ર રીતે ખરીદે છે.

નિયોક્તાઓ અથવા સરકારી યોજનાઓ દ્વારા ઑફર કરવામાં આવતા ગ્રુપ પ્લાનથી વિપરીત, વ્યક્તિગત પ્લાન તમારી ચોક્કસ જરૂરિયાતોની પૂર્તિ કરે છે અને હૉસ્પિટલાઇઝેશન, બીમારી અથવા અકસ્માતોના કિસ્સામાં આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે. તમે તમારી અને તમારા પરિવારની સ્વાસ્થ્ય આવશ્યકતાઓ અને બજેટને શ્રેષ્ઠ રીતે અનુકૂળ હોય તેવા કવરેજ લેવલ, વીમાકૃત રકમ અને રાઇડર પસંદ કરી શકો છો.

વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સમાં અમે ઘણું બધું ઑફર કરીએ છીએ

મુખ્ય સુવિધાઓ

અમારી વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની સુવિધાઓ એક સમગ્ર હેલ્થ ઇન્શ્યોરન્સ સોલ્યુશન પ્રદાન કરે છે. અમારી વ્યક્તિગત મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી અને તેની મુખ્ય સુવિધાઓ વિશે વધુ જાણવા માટે વાંચો:

  • પ્લેટિનમ પ્લાન   નવું

    ક્લેઇમ મુક્ત વર્ષ દીઠ 50% નું સુપર કયુમ્યુલેટિવ બોનસ

  • રિચાર્જનો લાભ   નવું

    કોઈ ક્લેઇમની રકમ વીમાકૃત રકમ કરતાં વધી જાય ત્યારે તે ક્લેઇમને સંભાળવા

  • એકથી વધુ વીમાકૃત રકમ

    1.5 લાખથી લઇને 1 કરોડ સુધીના વીમાકૃત રકમના વિકલ્પો સાથે 3 પ્લાન વેરિયન્ટમાંથી પસંદગી કરવાની સુગમતા મેળવો.

  • વિસ્તૃત પરિવારને કવર કરે છે

    આ પૉલિસીમાં માતાપિતા, સાસુ-સસરા અને ભાઈ-બહેનો સહિતના વિસ્તૃત પરિવારના સભ્યોને વ્યક્તિગત ધોરણે આવરી લેવામાં આવે છે.

  • આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવારને આવરી લે છે

    પૉલિસીના ગોલ્ડ અને પ્લેટિનમ પ્લાન મુજબ, જો 24 કલાકથી ઓછા સમય માટે દાખલ કરવામાં આવેલ ન હોય તો માન્ય આયુર્વેદિક/હોમિયોપેથિક હોસ્પિટલમાં રુ. 20,000 સુધીના ઇન-પેશન્ટ હૉસ્પિટલાઇઝેશન ખર્ચ આવરી લેવામાં આવે છે.

  • ડે-કેરની પ્રક્રિયાઓને આવરી લે છે

    આ પૉલિસીમાં યાદીમાં જણાવેલ દિવસ દરમિયાનની સંભાળની પ્રક્રિયાઓ અથવા શસ્ત્રક્રિયાઓ ના સારવાર દરમિયાન થયેલા તબીબી ખર્ચને આવરી લેવામાં આવે છે.

  • સ્વાસ્થ્યપ્રાપ્તિનો લાભ

    જો તમારો હોસ્પિટલમાં દાખલ થયાનો દાવો સ્વીકાર્ય હશે અને સળંગ 10 દિવસ કે તેથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હશે તો તમે વાર્ષિક રુ. 7500 સુધીના લાભની ચૂકવણીને પાત્ર બનશો.

  • બેરિયાટ્રિક સર્જરી કવર

    કેટલાક નિયમો અને શરતોને આધિન, તબીબી સલાહ હેઠળ બેરિયાટ્રિક સર્જરી આવરી લેવામાં આવે છે.

  • વીમાકૃત રકમનું પુનઃસ્થાપન

    જો પૉલિસી વર્ષ દરમિયાન સંચિત બોનસ (જો કોઈ હોય તો) સાથે તમારી વીમાકૃત રકમ સંપૂર્ણપણે વપરાઇ જાય છે, તો તમને તે ફરીથી આપવામાં આવશે.

  • હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચને કવર કરે છે

    આ પૉલિસીમાં હૉસ્પિટલમાં દાખલ થયા પહેલાના અને પછીના અનુક્રમે 60 દિવસ અને 90 દિવસ સુધીના ખર્ચને આવરી લેવામાં આવે છે.

  • રોડ એમ્બ્યુલન્સના ખર્ચને આવરી લે છે

    આ પૉલિસીમાં પૉલિસીના સમયગાળા દરમિયાન ₹20,000 સુધીના એમ્બ્યુલન્સના ખર્ચને આવરી લેવામાં આવે છે

  • અંગ દાતાના ખર્ચને આવરી લે છે

    આ પૉલિસી દાન કરેલ અંગની જાળવણી માટે અંગ દાતાના સારવાર માટેના ખર્ચને આવરી લે છે.

  • દૈનિક રોકડ લાભ

    સ્વીકાર્ય દાવા માટે દર પૉલીસી વર્ષ દરમિયાન, પૉલીસી ધરાવતા સગીર વીમાધારક સાથે રહેવા માટે માતા કે પિતામાંથી કોઈ એક/એક કાનૂની વાલીને દૈનિક રુ. 500 નો રોકડ લાભ, મહત્તમ 10 દિવસ માટે, આવાસ ખર્ચ તરીકે આપવામાં આવે છે.

  • પ્રસૂતિ/નવજાત બાળકનું કવર

    ગોલ્ડ અને પ્લેટિનમ પ્લાન હેઠળ, માતૃત્વ ખર્ચ અને નવજાત બાળકની સારવાર માટેના ખર્ચ અને કેટલાક નિયમો અને શરતોને આધિન કવર કરવામાં આવે છે.

લાભોની શ્રેણી સાથે વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ. વધુ જાણવા માટે વિડિયો જુઓ.

Video

સરળ, ઝંઝટ-મુક્ત અને ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ

ક્લેઇમ બાય ડાયરેક્ટ ક્લિક (CDC)

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સે ડાયરેક્ટ ક્લિક દ્વારા હેલ્થ ક્લેઇમ તરીકે ઓળખાતી એપ આધારિત ક્લેઇમ સબમિશન પ્રક્રિયા શરૂ કરી છે.

આ સુવિધા તમને રુ. 20,000 સુધીના દાવાઓ માટે એપ દ્વારા જ દાવા દસ્તાવેજો નોંધાવવાની અને સબમિટ કરવાની સગવડ આપે છે.

તમારે શું કરવાનું રહેશે?:

  • ઇન્શ્યોરન્સ વૉલેટ એપમાં તમારી પૉલિસી અને કાર્ડ નંબર રજિસ્ટર કરો.
  • એપમાં તમારી પૉલિસી અને હેલ્થ કાર્ડ નંબર રજિસ્ટર કરો.
  • ક્લેઇમ રજિસ્ટર કરો.
  • ક્લેઇમ ફોર્મ ભરો અને હૉસ્પિટલ સંબંધિત ડૉક્યૂમેન્ટની વ્યવસ્થા કરો.
  • એપ મેનુનો ઉપયોગ કરીને ડૉક્યૂમેન્ટ અપલોડ કરો.
  • આગળની પ્રક્રિયા માટે ક્લેઇમ સબમિટ કરો.
  • થોડા કલાકોની અંદર કન્ફર્મેશન મેળવો.

     

કૅશલેસ ક્લેઇમની પ્રક્રિયા (માત્ર નેટવર્ક હૉસ્પિટલમાં સારવાર પર લાગુ)

નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સુવિધા વર્ષભર, સેવામાં કોઈપણ દખલગીરી વિના 24x7 ઉપલબ્ધ છે. હોસ્પિટલનું લિસ્ટ જ્યાં કૅશલેસ સેટલમેન્ટનો લાભ લઈ શકાય છે તે ગતિશીલ અને કોઈપણ સૂચના વગર બદલવા માટે જવાબદાર છે. તમારે દાખલ થતા પહેલાં હૉસ્પિટલનું લિસ્ટ તપાસવું જોઈએ. અપડેટ કરેલ લિસ્ટ અમારી વેબસાઇટ પર અને અમારા કૉલ સેન્ટર સાથે ઉપલબ્ધ છે. કૅશલેસ સુવિધા મેળવતી વખતે ઓળખના સરકારી પુરાવા સાથે બજાજ આલિયાન્ઝ હેલ્થ કાર્ડ ફરજિયાત છે.

કૅશલેસ ક્લેઇમ પસંદ કરતી વખતે, નીચે આપેલા પગલાંઓને અનુસરો:

  • હૉસ્પિટલના ઇન્શ્યોરન્સ ડેસ્ક પરથી સારવાર કરનાર ડૉક્ટર/હૉસ્પિટલ દ્વારા ભરેલ અને સહી કરેલ તેમજ તમારી સહી સાથેનું પ્રી-ઑથોરાઇઝેશન વિનંતી ફોર્મ મેળવો.
  • નેટવર્ક હૉસ્પિટલ હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ (એચએટી) ને વિનંતી ફેક્સ કરશે.
  • HAT ડૉક્ટરો પ્રી-ઑથોરાઇઝેશન વિનંતી ફોર્મની ચકાસણી કરશે અને પૉલિસીની માર્ગદર્શિકા મુજબ કૅશલેસ ઉપલબ્ધતા નક્કી કરશે.
  • યોજના અને તેના લાભો અનુસાર 3 કલાકની અંદર અધિકૃતતા પત્ર (એએલ)/નામંજૂરીનો પત્ર/વધારાની જરૂરિયાત અંગેનો પત્ર જારી કરવામાં આવે છે.
  • હૉસ્પિટલમાંથી રજા આપવાના સમયે હૉસ્પિટલ છેલ્લું બિલ અને રજા આપ્યાની વિગતો એચએટીને જણાવશે અને તેમના મૂલ્યાંકનના આધારે, અંતિમ સેટલમેન્ટની પ્રક્રિયા કરવામાં આવશે.

નોંધ કરવાના મહત્વપૂર્ણ બિંદુઓ:

  • પૂર્વનિર્ધારિત હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં, દાખલ થવા માટે નેટવર્ક હૉસ્પિટલની પ્રક્રિયા મુજબ તમારો પ્રવેશ અગાઉથી નોંધાવો/રિઝર્વ કરો.
  • નેટવર્ક હૉસ્પિટલમાં બેડની ઉપલબ્ધતાને આધારે દાખલ કરવામાં આવશે.
  • કૅશલેસ સુવિધા હંમેશા તમારી પૉલિસીના નિયમો અને શરતોને આધિન રહેશે.
  • પૉલિસીમાં નીચેની બાબતોને આવરી લેવામાં આવી નથી : ટેલિફોન સંબંધીઓ માટે ખાદ્ય અને પીણાં પ્રસાધન-વસ્તુઓ ઉપરોક્ત સેવાઓના ખર્ચની જવાબદારી તમારી રહેશે અને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા પહેલા સીધા હૉસ્પિટલને ચુકવણી કરવાની રહેશે.

ઉપરોક્ત સેવાઓના ખર્ચની જવાબદારી તમારી રહેશે અને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા પહેલા સીધા હૉસ્પિટલને ચુકવણી કરવાની રહેશે.

  • ઇન-રૂમ રેન્ટ નર્સિંગ શુલ્ક સામેલ છે. જો કે, જો તેથી વધુ ભાડાની રૂમનો ઉપયોગ કરવામાં આવે તો થતા વધારાના ખર્ચની જવાબદારી તમારી રહેશે.
  • જો પૉલિસીના નિયમો અને શરતો અનુસાર સારવારને આવરી લેવામાં આવતી નથી, તો તમારો દાવો, પછી તે કૅશલેસ હોય કે વળતર, તેને નકારવામાં આવશે.
  • અપર્યાપ્ત તબીબી માહિતીના કિસ્સામાં, કૅશલેસ દાવા માટે પૂર્વ-અધિકૃતિને નકારવામાં આવી શકે છે.
  • કૅશલેસ સુવિધા નકારવાનો અર્થ એ સારવારનો ઇન્કાર કરવો એમ નથી અને તમને જરૂરી તબીબી સારવાર મેળવવાથી અથવા હૉસ્પિટલાઇઝેશન થી કોઈપણ રીતે અટકાવતું નથી.

હૉસ્પિટલાઇઝેશન પહેલાના / પછીના ખર્ચનું વળતર:

હૉસ્પિટલમાં દાખલ થતાં પહેલાનો અને હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદનો સુસંગત તબીબી ખર્ચ પૉલીસી અનુસાર ભરપાઈ કરી આપવામાં આવશે. આવી સેવાઓના પ્રિસ્ક્રિપ્શન અને બીલ/રસીદો બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સને યોગ્ય રીતે સહી કરેલ દાવા ફોર્મ સાથે સબમિટ કરવાની રહેશે.

 

વળતર માટે દાવાની પ્રક્રિયા (નૉન-નેટવર્ક હૉસ્પિટલના કિસ્સામાં)

  • બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સના HAT ને હૉસ્પિટલાઇઝેશન અંગે જાણ કરો. તમારા ક્લેઇમને ઑનલાઇન રજિસ્ટર કરવા માટે અહીં ક્લિક કરો તમારો દાવો ઑફલાઇન નોંધવા માટે કૃપા કરીને અમારા ટોલ-ફ્રી નંબર પર અમને કૉલ કરો: 1800-209-5858.
  • હૉસ્પિટલમાંથી રજા મળ્યાના 30 દિવસમાં તમારે નીચે જણાવેલા દસ્તાવેજ HAT ને સબમિટ કરવાના રહેશે: મોબાઇલ નંબર અને ઈ-મેઇલ આઈડી સહિતનું યોગ્ય રીતે ભરેલ અને સહી કરેલ દાવા ફોર્મ. હૉસ્પિટલનું અસલ બિલ અને ચૂકવણીની રસીદ. તપાસ અહેવાલ ડિસ્ચાર્જ કાર્ડ પ્રિસ્ક્રિપ્શનો દવાઓ અને તબીબી સાધનોના બિલ હૉસ્પિટલાઈઝેશન પહેલાના ખર્ચની વિગતો (જો હોય તો) ઇન-પેશન્ટ દસ્તાવેજો, જો જરૂર પડે તો.
  • આગળની પ્રક્રિયા બધાં દસ્તાવેજો HAT ને મોકલવાના રહેશે, અને ચકાસણીના આધારે, અંતિમ સેટલમેન્ટ 10 કાર્યકારી દિવસોમાં કરવામાં આવશે.
  • હૉસ્પિટલમાં દાખલ થયા પછીના દાવાના દસ્તાવેજો હૉસ્પિટલમાંથી રજા મળ્યા તારીખથી 90 દિવસની અંદર મોકલવાના રહેશે.

વળતરના દાવા માટે જરૂરી દસ્તાવેજો

  • હૉસ્પિટલની ચુકવણીની યોગ્ય રીતે સહી-સિક્કા કરેલ પ્રી-નંબર્ડ અસલ રસીદ.
  • મૂળ પ્રિસ્ક્રિપ્શન અને દવાઓનું બિલ.
  • ડૉક્ટરની મુલાકાતના મૂળ પેપર (જો કોઈ હોય તો).
  • તપાસ અને નિદાનના અસલ અહેવાલો સાથે હોસ્પિટલની અંદર અને બહારની તપાસના અસલ બિલ અને ચુકવણીની રસીદ.
  • જો તમે કૅશલેસ ક્લેઇમની સુવિધા લીધી હોય પરંતુ તેનો ઉપયોગ કર્યો ના હોય, તો તેમ જણાવતો હૉસ્પિટલમાં દ્વારા આપવામાં આવેલ પત્ર.
  • ઘટનાની વિગતોના ઉલ્લેખ સાથેનો સારવાર કરનાર ડૉક્ટરનો પત્ર (અકસ્માતના કિસ્સામાં).
  • લેટરહેડ પર હૉસ્પિટલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને હૉસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર.
  • IFSC કોડ અને ઇન્શ્યોરન્સ ધારકનું નામ ધરાવતો કૅન્સલ કરેલ ચેક.
  • હૉસ્પિટલમાં દાખલ કર્યા તારીખ થી રજા આપ્યાની તારીખ સુધીના, વિસ્તૃત તબીબી ઇતિહાસ અને તાપમાન, નાડી અને શ્વસન ચાર્ટ સહિતની ડૉકટરની નોંધ સાથેના હૉસ્પિટલ દ્વારા ખરાઈ કરેલ ઇન્ડોર કેસ પેપર.
  • એક્સ-રે ફિલ્મ (ફ્રેક્ચરના કિસ્સામાં).
  • સારવાર કરતાં ડૉક્ટર દ્વારા પ્રસૂતિનો લગતો ઇતિહાસ (માતૃત્વના કિસ્સામાં).
  • એફઆઇઆરની કૉપી (અકસ્માતના કિસ્સામાં).
  • કેટલાક વિશેષ કિસ્સાઓમાં બીજી અન્ય જરૂરિયાતો: મોતિયાના ઑપરેશન ના કિસ્સામાં બિલની નકલ સાથે લેન્સ સ્ટિકર. સર્જરીના કિસ્સામાં, બિલની નકલ સાથે ઇમ્પ્લાન્ટ સ્ટિકર. હૃદય સંબંધિત સારવારના કિસ્સામાં બિલની નકલ સાથે સ્ટેન્ટ સ્ટિકર.

તમામ અસલ દસ્તાવેજો નીચેના સરનામા પર સબમિટ કરવાના રહેશે:

બજાજ આલિયાન્ઝ હાઉસ, એરપોર્ટ રોડ, યેરવડા, પુણે-411006.

પરબીડિયા પર તમારો પૉલિસી નંબર, હેલ્થ કાર્ડ નંબર અને મોબાઇલ નંબર સ્પષ્ટપણે લખો.

નોંધ: તમારા રેકોર્ડ્સ માટે દસ્તાવેજો અને કુરિયર રેફરન્સ નંબરની ફોટોકૉપી રાખો.

 

પર્સનલ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન ખરીદવાના લાભો

પર્સનલ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન ખરીદવાથી ઘણા ફાયદાઓ મળે છે:

  • સુવિધા: તમારી પોતાની ગતિએ, ગમે ત્યારે, ગમે ત્યાંથી વિવિધ ઇન્શ્યોરન્સ કંપનીઓના પ્લાનની તુલના કરો અને ખરીદી કરો.
  • તુલના કરવાના સાધનો: કવરેજના વિકલ્પો, વિશેષતાઓ અને પ્રીમિયમનું ઝડપથી મૂલ્યાંકન કરવા માટે તુલના કરવાના ઑનલાઇન સાધનોનો ઉપયોગ કરો.
  • સમયની બચત: એજન્ટની લાંબી મુલાકાતો ટાળો અને એપ્લિકેશનની પ્રક્રિયાને કાર્યક્ષમ રીતે પૂર્ણ કરો.
  • સંભવિત રીતે ઓછું પ્રીમિયમ: ઑનલાઇન ખરીદીઓને લીધે ઘણીવાર ઇન્શ્યોરન્સ કંપનીઓના ઘટેલા વહીવટી ખર્ચને કારણે પ્રીમિયમમાં ઘટાડો થઈ શકે છે.
  • પેપરલેસ પ્રક્રિયા: ડિજિટલ એપ્લિકેશન અને પૉલિસી ડૉક્યૂમેન્ટ સાથે ઝડપી, વધુ પર્યાવરણ સ્નેહી અનુભૂતિનો આનંદ માણો.

મેડિકલ ઇમરજન્સી તમારે દરવાજે આવીને ઊભી રહે ત્યાં સુધી રાહ ના જુઓ!

ક્વોટેશન મેળવો
individual-better-covers

વળી તમે તમારા વિસ્તૃત પરિવારને પણ કવર કરી શકો છો જેમ કે તમારા પિતરાઈઓ, ઇન-લૉઝ.

તમારા ઈન્ડિવિજ્યુઅલ પ્રાઇવેટ હેલ્થ ઇન્શ્યોરન્સ સાથે અતિરિક્ત લાભો

અમારો વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન બહુવિધ લાભો સાથે વ્યાપક કવરેજ પ્રદાન કરે છે:
Wellness benefit

વેલનેસ લાભ

વેલનેસ લાભ : સારું સ્વાસ્થ્ય જાળવો અને પૉલીસી નવીકરણ પર 12.5% સુધી વેલનેસ લાભ ડિસ્કાઉન્ટનું વળતર મેળવો

individual benefits lifetime renewal

રિન્યુએબિલિટી

તમે તમારા સંપૂર્ણ જીવનકાળ માટે તમારી વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરાવી શકો છો.

individual benefits tax benefit

ટૅક્સની બચત

ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80D હેઠળ ઇન્કમ ટૅક્સના લાભ મેળવો.* વધુ વાંચો

ટૅક્સની બચત

ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80D હેઠળ ઇન્કમ ટૅક્સના લાભ મેળવો.*

*તમારા માટે વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવા પર, તમારા જીવનસાથી, બાળકો અને માતાપિતા માટે, તમે તમારા કર સામે કપાત તરીકે વાર્ષિક ₹ 25,000 મેળવી શકો છો (જો તમે 60 વર્ષથી વધુની ઉંમરના નથી). જો તમે તમારા માતાપિતા કે જેઓ વરિષ્ઠ નાગરિક (ઉંમર 60 અથવા તેનાથી વધુ) હોય, તેમના માટે પ્રીમિયમ ચૂકવો, તો ટૅક્સ હેતુ હેલ્થ ઇન્શ્યોરન્સનો મહત્તમ લાભ ₹50,000 છે. જો તમારી ઉંમર 60 વર્ષથી ઓછી હોય અને તમારા માતાપિતા વરિષ્ઠ નાગરિક હોય તો, એક કરદાતા તરીકે તમે સેક્શન 80D હેઠળ કુલ ₹75,000 સુધીનો મહત્તમ ટૅક્સ લાભ મેળવી શકો છો. જો તમારી ઉંમર 60 વર્ષથી વધુ હોય અને તમે તમારા માતાપિતા માટે મેડિકલ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ચૂકવો, તો સેક્શન 80D હેઠળ મહત્તમ ટૅક્સ લાભ ₹1 લાખ છે.

individual benefits claim settlement

ઝંઝટ-મુક્ત ક્લેઇમ સેટલમેન્ટ

અમારી ઇન-હાઉસ ક્લેઇમ સેટલમેન્ટ ટીમ ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયાને ઝડપી, સરળ અને આસાન બનાવે છે... વધુ વાંચો

ઝંઝટ-મુક્ત ક્લેઇમ સેટલમેન્ટ

Our in-house claim settlement team ensures a quick, smooth and easy claim settlement process. Also, we offer cashless claim settlement at more than 18,400+ network hospitals* across India. This comes in handy in case of hospitalisation or treatment wherein we take care of paying the bills directly to the network hospital and you can focus on recovering and getting back on your feet. 

individual benefits health check up

પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ

કવરેજમાં ઉલ્લેખિત પ્રત્યેક સળંગ સમયગાળો, જે દરમિયાન તમે અમારી હેલ્થ ગાર્ડ પૉલિસી ધરાવો છો, તેના અંતે તમે મફત પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ મેળવો છો.

individual benefits portability

પોર્ટેબિલિટીનો લાભ

જો તમે કોઈ અન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ વીમો લીધેલ છે, તો તમે આ પૉલિસી પર તમામ સંચિત સાથે આ પૉલિસી પર સ્વિચ કરી શકો છો... વધુ વાંચો

પોર્ટેબિલિટીનો લાભ

જો તમે કોઈ અન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ધરાવો છો, તો તમે પૉલિસીના તમામ લાભોનો આનંદ માણવા માટે તમામ પ્રાપ્ત લાભો (પ્રતીક્ષા અવધિ બાદ) સાથે આ પૉલિસી પર સ્વિચ કરી શકો છો.

individual benefits long term

લાંબા ગાળાની પૉલિસી

આ પૉલિસી 1, 2 અથવા 3 વર્ષના સમયગાળા માટે ખરીદી શકાય છે.

individual benefits discount

પૉલિસી પર ડિસ્કાઉન્ટ

ડિસ્કાઉન્ટ મેળવવા માટે એક વર્ષથી વધુ સમય માટે અમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરો. પરિવાર.. જેવી વિવિધ છૂટ મેળવો... વધુ વાંચો

પૉલિસી પર ડિસ્કાઉન્ટ

ડિસ્કાઉન્ટ મેળવવા માટે એક વર્ષથી વધુ સમય માટે અમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરો. 15% સુધીનું ફેમિલી ડિસ્કાઉન્ટ, 8% સુધીનું લોંગ-ટર્મ પૉલિસી ડિસ્કાઉન્ટ, કૉ-પેમેન્ટ ડિસ્કાઉન્ટ અને અન્ય વિવિધ ડિસ્કાઉન્ટ મેળવો.

ઈન્ડિવિજ્યુઅલ મેડિકલ હેલ્થ ઇન્શ્યોરન્સ માટે પાત્રતાના માપદંડ

પર્સનલ હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ માટે પાત્રતાના માપદંડ દરેક ઇન્શ્યોરર માટે અલગ હોઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે તેમાં શામેલ હોય છે:

  • ઉંમર: મોટાભાગના પ્લાન 18 થી 65 વર્ષની વચ્ચેના વ્યક્તિઓને કવર કરે છે, જ્યારે 65 થી વધુ ઉંમરનાઓ માટે સિનિયર સિટીઝન પ્લાન ઉપલબ્ધ છે.
  • સ્થાન: તમારું નિવાસ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા સેવા અપાતા ભૌગોલિક વિસ્તારની અંદર હોવું આવશ્યક છે.
  • મેડિકલ હિસ્ટ્રી: પહેલાંથી હાજર બીમારીઓ માટે વેટિંગ પીરિયડ અથવા બાકાત બાબતો રાખવાની જરૂર પડી શકે છે. સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી ચોક્કસપણે જાહેર કરો.
  • વ્યવસાય: કેટલાક ઉચ્ચ-જોખમ ધરાવતા વ્યવસાયો માટે મર્યાદિત કવરેજ વિકલ્પો અથવા વધુ પ્રીમિયમ હોઈ શકે છે.

તમારી પાસે કેટલું વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ હોવું જોઈએ?

પર્સનલ હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજનું યોગ્ય પ્રમાણ ઘણા પરિબળો પર આધારિત છે:

  • મેડિકલ હિસ્ટ્રી: કોઈપણ પહેલાંથી હાજર બીમારીઓ અને ભવિષ્યની સંભવિત હેલ્થ કેર આવશ્યકતાઓને ધ્યાનમાં લો.
  • હૉસ્પિટલાઇઝેશન ખર્ચ: તમારા વિસ્તારમાં હૉસ્પિટલ રૂમના સરેરાશ દરો અને સર્જિકલ ખર્ચ વિશે સંશોધન કરો.
  • જીવનશૈલી: સ્વસ્થ જીવનશૈલીની પસંદગી દ્વારા હેલ્થ ઇન્શ્યોરન્સના ખર્ચને ઘટાડી શકાય છે અને કવરેજ વિકલ્પોમાં સુધારો થઈ શકે છે.
  • નાણાંકીય લક્ષ્યો: પર્યાપ્ત સુરક્ષા સાથે વાજબીપણુંનું સંતુલન જાળવો. તમને પ્રીમિયમ તરીકે કેટલી રકમ પરવડે એમ છે તે ધ્યાનમાં લો.

ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન કેવી રીતે ખરીદવી?

ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન ખરીદવી એ એક સરળ પ્રક્રિયા છે:
 

1. પ્લાનની તુલના કરો: કવરેજ, વીમાકૃત રકમ અને પ્રીમિયમના આધારે પ્લાનની તુલના કરવા માટે ઑનલાઇન ટૂલનો ઉપયોગ કરો.
 

2. કોઈ પ્લાન પસંદ કરો: તમારી જરૂરિયાતો અને બજેટને શ્રેષ્ઠ રીતે અનુકૂળ હોય તેવો એક પ્લાન પસંદ કરો.
 

3. એપ્લિકેશન ભરો: તમારા સ્વાસ્થ્ય અને જીવનશૈલી વિશે સચોટ માહિતી પ્રદાન કરો.
 

4. પ્રીમિયમ ચૂકવો: તમારી પસંદગીની ચુકવણીની પદ્ધતિ પસંદ કરો અને ખરીદી પૂર્ણ કરો.
 

5. તમારી પૉલિસી પ્રાપ્ત કરો: તમારા પૉલિસીના ડૉક્યૂમેન્ટ ઇલેક્ટ્રોનિક રીતે અથવા મેઇલ દ્વારા મોકલવામાં આવશે.

ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમના પ્રકારો

ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન બે મુખ્ય પ્રકારના ક્લેઇમને કવર કરે છે:

  • કૅશલેસ ક્લેઇમ: આ તમને અગાઉથી ચુકવણી કર્યા વિના નેટવર્ક હૉસ્પિટલોમાં તબીબી સારવારનો લાભ લેવાની સુવિધા આપે છે. ઇન્શ્યોરર સીધા હૉસ્પિટલ સાથે બિલની ચુકવણી કરે છે.

  • રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ: જો તમે નેટવર્ક હૉસ્પિટલની ઉપલબ્ધતા ન હોવાને કારણે અથવા કોઈ અન્ય કારણસર કૅશલેસ સુવિધાનો લાભ લીધો ના હોય, તો તમે તમારા ઇન્શ્યોરરને ક્લેઇમ ડૉક્યૂમેન્ટ સબમિટ કરી શકો છો. ઇન્શ્યોરર તમારા ક્લેઇમ પર પ્રક્રિયા કરશે અને તમને ક્લેઇમ સેટલ કરશે.

ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ કેવી રીતે ફાઇલ કરવો?

એક જ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માટે ક્લેઇમની પ્રક્રિયા ઇન્શ્યોરન્સ કંપની દીઠ અલગ હોઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે તેમાં શામેલ હોય છે:
 

1. સૂચના: નિર્ધારિત સમયસીમાની અંદર હૉસ્પિટલાઇઝેશન વિશે તમારા ઇન્શ્યોરરને જાણ કરો.
 

2. ડૉક્યૂમેન્ટ સબમિટ કરો: તમારા ક્લેઇમ પર પ્રક્રિયા કરવા માટે ક્લેઇમ ફોર્મ, મેડિકલ બિલ, મેડિકલ રિપોર્ટ અને ડિસ્ચાર્જ સમરી જેવા જરૂરી ડૉક્યૂમેન્ટ પ્રદાન કરો

ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર

ઘણા ઇન્શ્યોરર ઑનલાઇન પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર ઑફર કરે છે, જે તમને તમારી ઉંમર, સ્થાન, ઈચ્છિત કવરેજ અને વીમાકૃત રકમના આધારે ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની કિંમતનો અંદાજ લગાવવામાં મદદ કરે છે. આ તમને કોઈ પૉલિસી ખરીદતા પહેલાં તમારા બજેટનું આયોજન કરવા અને પૉલિસીઓની તુલના કરવાની સુવિધા આપે છે.

ગ્રુપ અને ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ વચ્ચેનો તફાવત

સુવિધા

ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ

વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ

પૉલિસી ધારક

નિયોક્તાઓ, નાણાંકીય સંસ્થાઓ અથવા સરકારી યોજનાઓ દ્વારા પ્રદાન કરવામાં આવે છે.

મુખ્ય પૉલિસી એ એક કંપની, એક નાણાંકીય સંસ્થાના નામે હોય છે. સરકારી યોજના

વ્યક્તિગત રીતે ખરીદવામાં આવે છે; તમે પ્લાન અને કવરેજ પસંદ કરો છો

આ પૉલિસી પ્રીમિયમની ચુકવણી કરનાર વ્યક્તિના નામ પર હોય છે

પાત્રતા

કોઈ પૂર્વ-નિર્ધારિત ગ્રુપને ઑફર કરવામાં આવે છે, જે માત્ર ઇન્શ્યોરન્સ ખરીદવાના હેતુથી બનાવવામાં આવ્યું ના હોય

એકલ વ્યક્તિઓ અને તેમના પરિવારોને ઑફર કરવામાં આવે છે

કવરેજ

પ્લાનની પસંદગીના આધારે, દરેક ગ્રુપ માટે કવરેજમાં વધ-ઘટ થઈ શકે છે, જો કે, ઇન્શ્યોર્ડના લેવલે કવરની પસંદગી પ્રતિબંધિત છે

વ્યક્તિગત અને પારિવારિક જરૂરિયાતો મુજબ તમારા પ્લાનમાં વધ-ઘટ કરવા માટે સુવિધાજનક કવરેજ વિકલ્પો.



ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરતી વખતની આવશ્યક વિચારણાઓ

એક યોગ્ય ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવા માટે કાળજીપૂર્વક વિચાર કરવાની જરૂર હોય છે. આ પરિબળોને ધ્યાનમાં લો:

  • કવરેજની જરૂરિયાતો: તમારી મેડિકલ હિસ્ટ્રી, જીવનશૈલી અને ભવિષ્યમાં હેલ્થ કેરની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરો.

  • વીમાકૃત રકમ: હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને કવર કરવા માટે પર્યાપ્ત વીમાકૃત રકમ પસંદ કરો.

  • નેટવર્ક હૉસ્પિટલો: કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન સુવિધા માટે હૉસ્પિટલોના વિશાળ નેટવર્ક સાથેનો પ્લાન પસંદ કરો.

બજાજ આલિયાન્ઝ વ્યક્તિગત મેડિકલ હેલ્થ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવો?

ખુશી એ સારું સ્વાસ્થ્ય છે જે આ દ્વારા સુરક્ષિત છે કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી. તમને અને તમારા પ્રિયજનોને ઉચ્ચ તબીબી બિલ ખર્ચથી સુરક્ષિત કરવા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હોવો જરૂરી છે.
અમારો ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સુનિશ્ચિત કરે છે કે તમને મેડિકલ ઇમરજન્સીના કિસ્સામાં કવર કરવામાં આવે અને તમારા નાણાં ખર્ચ કર્યા વિના તમારા માટે યોગ્ય કેર ઉપલબ્ધ હોય. તમે આનો લાભ પણ લઈ શકો છો અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા પરિવારના પ્રત્યેક સભ્ય માટે. અમે હૉસ્પિટલાઇઝેશનને કારણે થયેલા તમારા મેડિકલ ખર્ચને કવર કરીએ છીએ. આ ઉપરાંત પણ, તમે મેળવી શકો છો કૅશલેસ સારવાર જે તમે બજાજ આલિયાન્ઝ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે 18,400 થી વધુ નેટવર્ક હૉસ્પિટલો* પર મેળવી શકો છો.

નોંધ: આ વર્તમાન કન્ટેન્ટ છે, જેમાં કોઈપણ ફેરફારો કરવામાં આવ્યા નથી, અમે માત્ર કન્ટેન્ટની જગ્યા બદલી રહ્યા છીએ. આ કન્ટેન્ટને "ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરતી વખતની આવશ્યક વિચારણાઓ" પછી અને "ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં નોંધ કરવા યોગ્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ" પહેલાં ઉમેરો"

 

વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં નોંધ કરવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ

  • પૉલિસીમાં આ સામેલ છે

  • પૉલિસીમાં આ સામેલ નથી

પ્રિવેન્ટિવ હેલ્થ ચેક અપ

કવરેજમાં ઉલ્લેખિત પ્રત્યેક સળંગ સમયગાળો, જે દરમિયાન તમે અમારી હેલ્થ ગાર્ડ પૉલિસી ધરાવો છો, તેના અંતે તમે મફત પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ મેળવો છો.

આયુર્વેદિક / હોમિયોપેથિક હૉસ્પિટલાઇઝેશન ખર્ચ

(માત્ર ગોલ્ડ અને પ્લેટિનમ પ્લાન માટે લાગુ) : જો તમને ઓછામાં ઓછા 24 કલાક માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે, 

વધુ વાંચો

આયુર્વેદિક / હોમિયોપેથિક હૉસ્પિટલાઇઝેશન ખર્ચ (માત્ર ગોલ્ડ અને પ્લેટિનમ પ્લાન માટે લાગુ) : જો તમને ઓછામાં ઓછા 24 કલાક માટે કોઈ સરકારી આયુર્વેદિક / હોમિયોપેથિક હૉસ્પિટલમાં અથવા સરકાર દ્વારા અને/અથવા ક્વૉલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા / નેશનલ એક્રેડિશન બોર્ડ ઓન હેલ્થ દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સંસ્થામાં મેડિકલ ચિકિત્સકની સલાહ પર બીમારી કે કોઈ આકસ્મિક શારીરિક ઇજા કે સંક્રમણને લીધે પૉલિસીની અવધિ દરમ્યાન દાખલ કરવામાં આવે, તો અમે તમને ચુકવણી કરીશું:

1 ઇન-પેશન્ટ સારવાર- આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર માટે તબીબી ખર્ચ:

2 રૂમનું ભાડું, બોર્ડિંગ ખર્ચ

3 નર્સિંગ કેર

4 કન્સલ્ટેશન ફી

5 ઔષધો, દવાઓ અને તબીબી વપરાશની વસ્તુઓ,

6 આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવારની પ્રક્રિયાઓ

માનસિક બીમારીને કવર કરી લે છે

2 વર્ષના વેટિંગ પીરિયડ સાથે નીચેની માનસિક બીમારી ઇન્શ્યોરન્સમાં સમાવિષ્ટ છે

વધુ વાંચો

માનસિક બીમારીને કવર કરી લે છે : 

2 વર્ષના વેટિંગ પીરિયડ સાથે નીચેની માનસિક બીમારી ઇન્શ્યોરન્સમાં સમાવિષ્ટ છે

1 અલ્ઝાઇમર રોગમાં ડિમેન્શિયા

2 પરસિસ્ટન્ટ ડીલ્યુઝનલ ડિસઑર્ડર્સ

3 અન્યત્ર વર્ગીકૃત અન્ય રોગોમાં ડિમેન્શિયા

4 તીવ્ર અને ક્ષણિક માનસિક તકલીફો

5 અનિર્દિષ્ટ ડિમેન્શિયા

6 ઇનડયુસ્ડ ડીલ્યુઝનલ ડિસઑર્ડર્સ

7 ચિત્તભ્રમ, કે જે આલ્કોહૉલ અને અન્ય સાઇકોએક્ટિવ પદાર્થોની અસરને કારણે નથી

8 સ્કિઝોએફેક્ટિવ ડિસઓર્ડર

9 મગજની બિમારી, નુકસાન અને તકલીફને લીધે વ્યક્તિત્વ અને વર્તન સંબંધી તકલીફો

10 બાયપોલર અફેક્ટિવ ડિસઓર્ડર

11 અનિર્દિષ્ટ ઓર્ગેનિક અથવા સિમ્પ્ટમૅટિક માનસિક વિકાર

12 ડિપ્રેસિવ એપિસોડ

13 સ્કિઝોફ્રેનિઆ

14 રિકરન્ટ ડિપ્રેસિવ ડિસઑર્ડર

15 સ્કિઝોટિપલ ડિસઓર્ડર

16 ફોબિક ઍંગ્ઝાયટિ ડિસઓર્ડર

હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીનું કવર

હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચને અનુક્રમે 60 અને 90 દિવસ સુધી આવરી લે છે.

ફેમિલી કવર

તમારા માતાપિતા, સાસુ-સસરા, પૌત્ર-પૌત્રીઓ અને આશ્રિત ભાઈ-બહેન સહિતના તમારા સંપૂર્ણ પરિવારને કવર કરે છે.

એમ્બ્યુલન્સ કવર

પૉલિસીમાં વાર્ષિક રુ. 20,000 ની મર્યાદા હેઠળ એમ્બ્યુલન્સ ખર્ચને આવરી લે છે.

ડે-કેર ટ્રીટમેન્ટ કવર

સૂચિબદ્ધ તમામ ડે-કેર સારવારના ખર્ચને આવરી લે છે.

1 of 1

પહેલેથી હોય તેવી બીમારીઓના કિસ્સામાં 3 વર્ષનો વેટિંગ પીરિયડ લાગુ પડશે
હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી શરુ થયાના 30 દિવસની અંદર લાગુ પડતી, અકસ્માતને કારણે થયેલ ઈજા સિવાયની કોઈ બીમારી આવરી લેવામાં આવશે નહીં.
સારણગાંઠ, હરસ, મોતિયો અને સાઇનસાઇટિસ જેવી બીમારીઓ માટે 2 વર્ષનો વેટિંગ પીરિયડ લાગુ પડે છે.
બેરિયાટ્રિક સર્જરી, જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી અને પ્રોલેપ્સ્ડ ઇન્ટરવર્ટેબ્રલ ડિસ્કના કિસ્સામાં 3 વર્ષનો પ્રતીક્ષા અવધિ લાગુ પડે છે.
માદક દ્રવ્યોના ઉપયોગના ઉપચાર અને/અથવા વ્યસનકારક પદાર્થો જેવા કે આલ્કોહૉલ, ડ્રગ્સ વગેરેના ઉપયોગ માટેની સારવારને આવરી લેવામાં આવશે નહીં.
માતૃત્વ અને નવજાત બાળકના ખર્ચ માટે 6 વર્ષનો પ્રતીક્ષા અવધિ.

1 of 1

FAQs

વારંવાર પૂછાતા પ્રશ્નો

ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સમાં પહેલાંથી હાજર બીમારીઓ શું છે?

પહેલાંથી હાજર બીમારીઓ એ તમારો ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતા પહેલાં તમને હોય એવી મેડિકલ સમસ્યાઓ છે. આના કવરેજ માટે વેટિંગ પીરિયડ અથવા બાકાત બાબતોની જરૂર પડી શકે છે. તમારી હેલ્થ હિસ્ટ્રી વિશે પારદર્શક રહો.

ઇન્શ્યોરન્સ કંપની મારા હૉસ્પિટલના બિલની ચુકવણી કેવી રીતે કરશે?

ઇન્શ્યોરન્સ કંપનીઓ રિઇમ્બર્સમેન્ટ (તમે અગાઉથી ચુકવણી કરો અને પછીથી વળતર મેળવો) અથવા કૅશલેસ હૉસ્પિટલાઇઝેશનના (ઇન્શ્યોરન્સ કંપનીઓ નેટવર્ક હૉસ્પિટલ સાથે સીધું બિલ સેટલ કરે) માધ્યમથી હૉસ્પિટલના બિલને કવર કરે છે.

શું ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાથી ટૅક્સમાં કોઈ લાભ છે?

ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ઘણીવાર ઇન્કમ ટૅક્સ ઍક્ટ (ભારત) ના સેક્શન 80D હેઠળ ટૅક્સ કપાત માટે પાત્ર બને છે.
*ટૅક્સના લાભો ટૅક્સ કાયદામાં ફેરફારોને આધિન છે.

મારે પર્સનલ મેડિકલ ઇન્શ્યોરન્સની જરૂર શા માટે છે?

પર્સનલ મેડિકલ ઇન્શ્યોરન્સ બીમારી, અકસ્માત અથવા હૉસ્પિટલાઇઝેશનને કારણે થતા અનપેક્ષિત મેડિકલ ખર્ચ સામે આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે. તે મનની શાંતિ પ્રદાન કરે છે અને તમારી બચતને સુરક્ષિત કરે છે.

ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાની શ્રેષ્ઠ ઉંમર શું છે?

તેના માટે કોઈ એક "શ્રેષ્ઠ" ઉંમર નથી. આદર્શ રીતે, જ્યારે તમે યુવાન અને તંદુરસ્ત હોવ ત્યારે તેને ખરીદો, જેથી તે તમને ઓછા પ્રીમિયમમાં મળે અને પહેલાંથી હાજર બીમારીઓને કારણે ભવિષ્યમાં થતા સંભવિત અસ્વીકારને ટાળી શકાય.

શું મારી ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી બજાજ આલિયાન્ઝ નૉન-નેટવર્ક હૉસ્પિટલોમાં કામ કરશે?

સામાન્ય રીતે તમારો પ્લાન તમારી ઇન્શ્યોરન્સ કંપનીના નેટવર્કમાં રહેલ હૉસ્પિટલોમાં કૅશલેસ હૉસ્પિટલાઇઝેશનને કવર કરતો હોય છે. નેટવર્ક હૉસ્પિટલોની વિગતો માટે તમારી ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટ તપાસો.

પર્સનલ મેડિકલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાના ફાયદાઓ શું છે?

પર્સનલ મેડિકલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવું એ સુવિધાજનક, ઝડપી તુલના કરી શકાય, સંભવિત ઓછું પ્રીમિયમ અને પેપરલેસ અનુભૂતિ પ્રદાન કરે છે.

હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના ખર્ચ શું છે?

હૉસ્પિટલાઇઝેશન પહેલાંના ખર્ચ એટલે હૉસ્પિટલમાં દાખલ થતા પહેલાં કરવામાં આવેલ ખર્ચ, જેમ કે ડૉક્ટરનું કન્સલ્ટેશન અને ટેસ્ટ માટે થયેલ ખર્ચ છે. હૉસ્પિટલાઇઝેશન પછીના ખર્ચમાં ફૉલો-અપ કન્સલ્ટેશન, દવાઓ વગેરેનો સમાવેશ થાય છે.

"ડોમિસિલરી હૉસ્પિટલાઇઝેશન" શું છે?

ડોમિસિલરી હૉસ્પિટલાઇઝેશન એટલે વિશિષ્ટ પ્લાનની શરતો હેઠળ કવર કરેલ, હૉસ્પિટલના બદલે તમારા ઘરે પ્રદાન કરવામાં આવતી તબીબી રીતે જરૂરી સારવાર.

કયા મુખ્ય તત્વો ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવા માટે મારી પાત્રતા નિર્ધારિત કરે છે?

મુખ્ય પાત્રતા નિર્ધારિત કરતા પરિબળોમાં ઉંમર, સ્થાન, મેડિકલ હિસ્ટ્રી અને વ્યવસાય શામેલ છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ ડાઉનલોડ કરો

તમારી પાછલી પૉલિસીની સમયસીમા હજી સુધી સમાપ્ત થઈ નથી?

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

ગ્રાહકના રિવ્યૂ અને રેટિંગ

સરેરાશ રેટિંગ:

4.75

(3,912 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)

વિક્રમ અનિલ કુમાર

મારી હેલ્થ કેર સુપ્રીમ પૉલિસીના નવીકરણની સુવિધામાં તમે મને જે સહયોગ આપ્યો છે તેનાથી હું ખરેખર આનંદ અનુભવું છું. ખૂબ ખૂબ આભાર. 

પૃથ્વી સિંહ મિયાન

લૉકડાઉન દરમિયાન પણ ક્લેઇમ સેટલમેન્ટની સારી સેવા હતી. જેથી હું મહત્તમ ગ્રાહકને બજાજ આલિયાન્ઝ હેલ્થ પૉલિસી વેચી શક્યો

આમાગોંડ વિત્તપ્પા આરાકેરી

બજાજ આલિયાન્ઝ દ્વારા ઉત્કૃષ્ટ સેવા, તકલીફ વિનાની સેવા, ગ્રાહકો માટે મૈત્રીપૂર્ણ સાઇટ, જે સમજવા અને વાપરવા માટે આસાન અને સરળ. ગ્રાહકોને આનંદપૂર્વક સેવા આપવા બદલ ટીમનો આભાર...

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

કૉલ બૅક માટે વિનંતી કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય વિકલ્પ પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો
કૃપા કરીને ચેકબૉક્સ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો