રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
 • ક્લેઇમ સહાયતા નંબરો

 • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

 • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

 • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

 • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

 • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

 • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

 • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

હોમ ઇન્શ્યોરન્સ રિન્યુઅલ

હોમ ઇન્શ્યોરન્સ રિન્યુઅલનું વિચારી રહ્યા છો? હવે, પૈસા બચાવો અને કવર વડે સુરક્ષિત રહો

અભિનંદન! તમે હમણાં જ એક નવું ઘર અને તેને સુરક્ષિત રાખવા માટે હોમ ઇન્શ્યોરન્સ કવર ખરીદ્યું છે. આ શેમ્પેન સાથે ઉજવણી કરવાનો સમય છે! ઘણાં મકાન માલિકો હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાનું પાછું ઠેલતા હોય છે અથવા સંપૂર્ણપણે ટાળે છે.

એવા લોકોના વિશિષ્ટ ક્લબમાં આપનું સ્વાગત છે જેમણે સમજદારીપૂર્વક નિર્ણય લીધો છે. હોમ ઇન્શ્યોરન્સ રિન્યુઅલ કરાવીને તમે સઘળું સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરી શકો છો!

હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીને કારણે મકાનના બાંધકામનો કુલ ખર્ચ અથવા ઘર ખરીદવાનો ખર્ચ વધી જાય છે તેમ માનવું તર્કસંગત નથી. જો હોમ ઇન્શ્યોરન્સ કવરના લાભોને ધ્યાનમાં લેવામાં આવે, તો તે ચોક્કસપણે એક યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ છે. મિલકતનો ઇન્શ્યોરન્સ એ મનની શાંતિ સુનિશ્ચિત કરે છે!

હવે આ ધ્યાનમાં લો: તમે પ્લાન મુજબ રોજના ₹5 જેટલી ઓછી કિંમતે ₹9 લાખની વીમાકૃત રકમ મેળવી શકો છો. આ રકમ તમારા નેટફ્લિક્સના વાર્ષિક સબસ્ક્રિપ્શન કરતાં ઓછી છે!

હોમ ઇન્શ્યોરન્સ રિન્યુઅલ દ્વારા તમારા ઘર, ઘરનો સામાન અને તેમાં રહેતા લોકોની સુરક્ષામાં વૃદ્ધિ થાય છે. તમારા ઘરને ફરતે આવેલી સુરક્ષા માટેની દીવાલથી લઈને તમારી તિજોરીમાં રહેલ, પરિવારની વારસાગત વસ્તુઓ માટે બજાજ આલિયાન્ઝ હોમ ઇન્શ્યોરન્સ પ્લાન તમને એક વિશિષ્ટ લાભ આપે છે. તમે પૂછશો કે, કેવી રીતે? ચાલો જોખમો વિશે વાત કરીએ.

ચોરી:

ધ સેફટી ટ્રેન્ડ્સ એન્ડ રિપોર્ટિંગ ઑફ ક્રાઇમ (સતર્ક) સર્વેક્ષણ 2018 અનુસાર છેલ્લા 12 મહિનામાં મુંબઈમાં કાયદાનો અમલ કરાવનાર એજન્સીઓને માત્ર 34% ચોરીના કિસ્સાઓની ઔપચારિક રીતે જાણ કરવામાં આવી હતી. આ દર્શાવે છે કે મોટાભાગના કિસ્સાઓની તપાસ પણ કરવામાં આવતી નથી અને લૂંટફાટનું મોટું જોખમ રહેલું છે.

તમે તમારા પરિવારના સભ્યોની સુરક્ષા અને સુખાકારી વિશે કોઈપણ જોખમ લેવા માંગતા નથી. હાઉસ ઇન્શ્યોરન્સ રિન્યુઅલથી તમે તમારી ચિંતાને દૂર રાખી શકો છો અને નિશ્ચિંત રહી શકો છો!

મકાન પડી જવું:

ભૂકંપ, પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ ખૂબ જ સામાન્ય બની ગઈ છે! ઉત્તરાખંડના પૂર દરમિયાન ધોવાઈ જતાં ઘરોના દ્રશ્યો હજુ પણ લોકોના મનમાં છે.

ઉપરાંત, સંરચનાત્મક ખામીઓ અથવા અપર્યાપ્ત જાળવણી પણ મકાન પડી જવા પાછળના મુખ્ય કારણો માનવામાં આવે છે. હોમ ઇન્શ્યોરન્સ રિન્યુઅલ તમને તમારા ઘરને ફરીથી બનાવવામાં અને જરૂરિયાતના કિસ્સામાં કોઈપણ નુકસાન અથવા ખોટ ભરપાઈમાં મદદ કરે છે.

બજાજ આલિયાન્ઝ હોમ ઇન્શ્યોરન્સ સાથે આગળ રહો

ક્રિકેટની જેમ, અમારું માનવું છે કે ઑલ-રાઉન્ડર્સ મૅચ જીતાડવાની ક્ષમતા ધરાવે છે. તેઓ રમતનું ભાગ્ય નક્કી કરે છે, ખાસ કરીને તેની અંતિમ ક્ષણોમાં. તમારી હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરવાથી તમને જીવનમાં આવી શકે તેવા વળાંક સામે લાભદાયક સ્થિતિમાં રહી શકો છો!

બજાજ આલિયાન્ઝ પોતાના ગ્રાહકોને, પછી તે કોઈ પણ સ્થળે હોય, તેમના ઘર અને ઘરવખરીને આવરી લે તે પ્રકારની વ્યાપક સુરક્ષા પ્રદાન કરવાનો પ્રયત્ન કરે છે!

સંપત્તિને નુકસાન થવાથી આઘાતજનક પરિસ્થિતિ સર્જાઇ શકે છે, ખાસ કરીને જ્યારે કોઈ વસ્તુ સાથે ભાવનાત્મક જોડાણ હોય. હોમ ઇન્શ્યોરન્સ પ્લાન વડે તમે આર્થિક નુકસાનની અસર ઓછી કરી શકો છો અને તમે ઝડપથી તેમાંથી બહાર આવી શકો છો.

જો તમે તમારા ઘરના નવનિર્માણનું વિચારી રહ્યા છો, અને કોઈપણ નવા ફર્નિચર, ફિક્સચર અથવા ફિટિંગ્સ ઉમેરવા માંગો છો, તો અમે તેને આવરી લઈએ છીએ. તમારી હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારા લિવિંગ રૂમને સુશોભિત કરતી નવી, મોંઘી હોમ એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમને ઉમેરવાનું ભૂલશો નહીં!!

જ્યારે તમારું હોમ ઇન્શ્યોરન્સ કવર પૂરું થઈ જાય છે, ત્યારે તમારા હોમ ઇન્શ્યોરન્સ કવરના લાભો મળતા બંધ થઈ જાય છે. માટે જ તેને સમયાંતરે રિન્યુ કરાવવું જરુરી છે. એમ કરવાનો ફાયદો તમને એક દિવસ જણાશે!

આપણામાંથી મોટા ભાગના લોકો માટે ઘર ખરીદવું એ વર્ષોના પ્રયત્નોનું પરિણામ હોય છે. તેમાં કરેલ રોકાણ પણ નોંધપાત્ર હોય છે! તમારી ચોખ્ખી આવકના 20% થી 30% તમારી હોમ લોનના ઇએમઆઇ ચૂકવવામાં ખર્ચાઈ જાય છે. હોમ ઇન્શ્યોરન્સ તમને બહુવિધ જોખમો સામે સુરક્ષિત કરે છે અને આપત્તિની સ્થિતિમાં તમારું જીવન અટક્યા વિના ચાલતું રહે તે સુનિશ્ચિત કરે છે. 

બજાજ આલિયાન્ઝ હોમ ઇન્શ્યોરન્સ તમને ફક્ત ટકી રહેવામાં જ નહીં, તમને સમૃદ્ધ થવામાં પણ મદદ કરે છે

2001 થી, બજાજ આલિયાન્ઝ લાખો ભારતીય મકાન માલિકોને તેમની હોમ ઇન્શ્યોરન્સની જરૂરિયાતો માટે વ્યાપક સૉલ્યુશન આપતું આવ્યું છે. 1000 કરતાં વધુ નાના અને મોટા શહેરોમાં અમારું વ્યાપક નેટવર્ક તમને વ્યક્તિગત સેવાઓ આપવામાં અમારી મદદ કરે છે. વર્ચ્યુઅલ ઑફિસ - અમારી ડિજિટલ પહેલ, તેના વડે અમે એક મકાન વિનાની ઑફિસ દ્વારા દેશભરના ગ્રાહકો સાથે સંપર્કમાં રહીને તેમના જીવનમાં નોંધપાત્ર રીતે હાજર રહીએ છીએ. અમારું ધ્યેય હોમ ઇન્શ્યોરન્સને અમારા ગ્રાહકો માટે સરળ, અવરોધ વગરનો અને વ્યાજબી બનાવવાનું છે

તમારા સતત સમર્થન અને સાથને કારણે, મની ટુડે દ્વારા અમને વર્ષના શ્રેષ્ઠ જનરલ ઇન્શ્યોરન્સ પ્રદાતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

બજાજ આલિયાન્ઝ હોમ ઇન્શ્યોરન્સ નીચેના લાભો પ્રદાન કરે છે:

 

 • ✓ એક, વ્યાપક પૉલિસી હેઠળ તમારા ઘરની મિલકત અને ઘરવખરીની સંપૂર્ણ સુરક્ષા:

  તમારા ઘર અને અન્ય સામાન માટે વિવિધ પૉલિસીઓ ખરીદવાના બદલે, બંનેને સમાવતો એક જ પ્લાન પસંદ કરો. બજાજ આલિયાન્ઝ તમારી જરૂરિયાત અનુસાર અને સરળ રીતે ઇન્શ્યોરન્સ સૉલ્યુશન પ્રદાન કરે છે. આ રીતે તમને અને તમારા પરિવારના સભ્યોને ઇન્ટીગ્રેટેડ ઇન્શ્યોરન્સ કવર મળે છે એટલું જ નહીં, પરંતુ તે સસ્તું પણ છે. તમારી રિસ્ક પ્રોફાઇલ અને બજેટના આધારે, અમે તમને કુદરતી આપત્તિઓ અને માનવસર્જિત આપત્તિઓને કારણે નુકસાન અથવા ખોટ થાય તો તેની સામે સંપૂર્ણ સુરક્ષા મેળવવામાં મદદ કરીએ છીએ.

 • ✓ ઘરફોડ અને ચોરી સામે સુરક્ષા:

  લેટેસ્ટ ટેક્નોલોજી- વિડિયો ડોર ફોન, સીસીટીવી સર્વેલન્સ કેમેરા અને ઑટોમેટિક લૉક- એ તમારા ઘરની સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી શકતા નથી. બજાજ આલિયાન્ઝ હોમ ઇન્શ્યોરન્સ તમને ભૌતિક સિક્યોરિટી સિસ્ટમ અને ઘરફોડ ચોરી અથવા ચોરોથી રહેલું જોખમ, એ બેની વચ્ચે ખૂટતી સુરક્ષાની કડી તરીકે કામ કરે છે. બજાજ આલિયાન્ઝ માય હોમ ઇન્શ્યોરન્સ કવર, આત્મવિશ્વાસ સાથે જીવન જીવી શકો તે માટે તમારા ઘરની સામગ્રી માટે સુરક્ષા પ્રદાન કરે છે.

 • ✓ વિશ્વના કોઈપણ ઠેકાણે પોર્ટેબલ ઉપકરણો સહિત તમારા સામાન માટે કવરેજ:

  જો તમે ફરવાના શોખીન છો, તો વિશ્વની મુસાફરી કરવા સિવાય અન્ય કોઈ આરો નથી. જો તમે કેટલાક સમયથી ઇજિપ્તના પિરામિડ કે ચીનની દીવાલની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તેને માટે તૈયાર થાઓ અને તેની મુલાકાત લો! તમારી વસ્તુઓ બજાજ આલિયાન્ઝ હોમ ઇન્શ્યોરન્સના સુરક્ષિત હાથમાં છે. અમે ઊંચી કિંમત ધરાવતા પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેમ કે લૅપટૉપ, કેમેરા વગેરે, કે જેની પ્રવાસમાં જરુર પડતી હોય છે, તેના નુકસાનને કવર કરીએ છીએ. તમે ઘરે હોવ કે પ્રકૃતિના ખોળે, તે તમારા મૂલ્યવાન વસ્તુઓની આસપાસ સુરક્ષાનો અનુભવ કરવા સમાન છે.

 • ✓ તમારા ઘરમાં રહેલ ઝવેરાત અને અન્ય મૂલ્યવાન વસ્તુઓને સુરક્ષિત કરે છે:

  શું તમે કલાના સમર્થક છો? અમારા હોમ ઇન્શ્યોરન્સ પ્લાન માત્ર તમારા અદ્ભુત કલા સંગ્રહને જ નહીં પરંતુ ઝવેરાત અને અન્ય મૂલ્યવાન વસ્તુઓને પણ આવરી લે છે. લલિત કલા આવનારી પેઢીઓ માટે મહત્વાકાંક્ષા જન્માવવાનું કાર્ય કરે છે. બજાજ આલિયાન્ઝ હોમ ઇન્શ્યોરન્સ તેને સુરક્ષિત અને સંરક્ષિત કરવામાં મદદ કરે છે.

માત્ર થોડી ક્લિકમાં તમારા હોમ ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યુ કરો!

બસ કેટલાક ક્લિક્સની જરૂર છે! જો તમે ખૂબ વ્યસ્ત પ્રોફેશનલ કે ખૂબ દરકાર કરતાં વાલી છો, તો તમે આખો દિવસ વ્યસ્ત હોઇ શકો છો. સદનસીબે, તમે થોડી જ ક્ષણોમાં તમારા હોમ ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યુ કરીને લાભોનો આનંદ માણવાનું ચાલુ રાખી શકો છો.

શરૂઆત કરતા પહેલાં, તમારી પાસે તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ ઉપલબ્ધ છે તેની ખાતરી કરી લેશો. આમાં તમારો વર્તમાન પૉલિસી નંબર, પિન કોડ અને સંપર્કની વિગતો શામેલ છે. અને, હા, જો ઇચ્છા હોય તો, એક કપ કૉફી!

એકવાર તમે તમારી પૉલિસીની માહિતી ઉપલબ્ધ થયા બાદ તમે ઍડ્રેસ અથવા ફોન નંબરમાં જરૂરી ફેરફાર કરીને માહિતીને અપડેટ કરી શકો છો. જો તમારી જરૂરિયાતો બદલાઈ ગઈ હોય, તો તમે વીમાકૃત રકમમાં સુધારો કરી શકો છો અથવા ઍડ-ઑન કવર પસંદ કરી શકો છો.

પાછળથી કોઈ અણગમતી પરિસ્થિતિથી બચવા માટે નિયમો અને શરતોને ધ્યાનથી જાણી લો! જો તમારે કોઈ મદદની જરૂર હોય, તો અમને માત્ર કૉલ કરો. અમે તમને મદદ કરવા માટે તૈયાર છીએ.

છેલ્લે, ઉપલબ્ધ વિકલ્પો તપાસ્યા બાદ તમારો પસંદગીનો ક્વોટ પસંદ કરો. જો તમે ઘરમાં કોઈપણ નવા સુધારાઓ કરાવેલ હોય, કે નવી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ જે તમારી યાદીમાં હોય તેને, અને પસંદગી કરતી વખતે તમારા ઇન્શ્યોરન્સ કવરમાં ઉમેરવા માંગતા હોય તેવા કોઈપણ ઍડ-ઑન હોય, તે ધ્યાનમાં રાખો.

તમારી ચુકવણી કરો અને બસ થઈ ગયું!

તમારી હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીના રિન્યુઅલ માટે તમારે શું જાણવું જરુરી છે

તમારી હોમ ઇન્શ્યોરન્સ પૉલીસીનો લાભ મેળવવાનું ચાલુ રાખવા માટે તેની અવધિ સમાપ્ત થાય તે પહેલાં રિન્યુ કરાવો. રિન્યુ કરતાં પહેલાં આટલું યાદ રાખો. કવરેજ: એક વર્ષમાં ઘણું બધું બની શકે છે. જ્યારે હોમ ઇન્શ્યોરન્સ પ્લાનની વાત આવે છે, ત્યારે તમારી પાસે જે વસ્તુઓ છે તેના માટે પૂરતું કવર છે કે નહીં તે ચોક્કસપણે વિચારવું જોઈએ. તમારા ઘરમાં નિરીક્ષણ કરીને તમે જેના માટે તમે કવરેજ મેળવવા માંગો છો તેવા કોઈપણ નવા કન્ઝ્યુમર ઉપકરણો, કલાકૃતિઓ, ફિક્સચર અથવા ફર્નિચર વગેરેની સૂચિ બનાવો. પેઇન્ટિંગ, શિલ્પ અને સુશોભનની વસ્તુઓ એવી મૂલ્યવાન વસ્તુઓના ઉદાહરણો છે જેને માટે યોગ્ય ઇન્શ્યોરન્સ કવરેજ જરુરી છે.

તમને પ્રાપ્ત આશીર્વાદ સમાન વસ્તુઓની ગણતરી કરો પરંતુ તેઓ પર્યાપ્ત ઇન્શ્યોરન્સ કવર ધરાવે છે તેની પણ ખાતરી કરો! ખર્ચ: તમે તમારી ઇન્શ્યોરન્સની જરૂરિયાતોનું મૂલ્યાંકન કર્યા પછી, તમે તમારા પ્લાનની કિંમતની સમીક્ષા કરવા માંગતા હશો. તમારા પ્લાનનો સૌથી વધુ લાભ મેળવવા માટે, ઉપલબ્ધ કોઈપણ લાંબા ગાળાની છૂટ તપાસો. ઇન્શ્યોરન્સના એ જ લાભો માટે, તમે કેટલી બચત કરી શકો છો તે જાણીને તમને આશ્ચર્ય થઈ શકે છે. સહાયતા માટે અમારા ગ્રાહક સેવા નિષ્ણાતો સાથે વાત કરો.

નવીનીકરણ: જો હાલમાં જ તમારા ઘરનું નવીનીકરણ થયું છે, તો કરવામાં આવેલ નવા ફેરફારો તમારા હોમ ઇન્શ્યોરન્સ પ્લાનમાં આવરી લેવામાં આવે છે કે નહીં તેની તપાસ કરો. જો આવરી લેવામાં આવતા નથી, તો આવરી લેવા માટે વધારાના કેટલા ઇન્શ્યોરન્સની જરૂર પડશે તેનું જાતે જ મૂલ્યાંકન કરો. કોઈપણ નુકસાન આવરી લઇને વ્યાપક હોમ ઇન્શ્યોરન્સ કવર તમારા ઘરની સુંદરતાને સુરક્ષિત રાખશે.

જો તમે ઇટાલિયન ફ્લોરિંગ, સ્ટેટ-ઑફ-ધ-આર્ટ મોડ્યુલર કિચન અને અત્યાધુનિક હોમ એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમ વસાવવા માંગો છો, તો તમે તેમને બજાજ આલિયાન્ઝ માય હોમ ઇન્શ્યોરન્સ જેવા વ્યાપક પ્લાન સાથે સુરક્ષિત પણ કરવા ઇચ્છશો. તમારા ઇન્શ્યોરન્સ કવરને અપગ્રેડ કરો અને તમારા સુંદર ઘરને વધુ એક સુરક્ષા કવચ પૂરું પાડો!

પ્રશ્નો છે? અહીં કેટલાક જવાબો છે

શું એકથી વધુ પૉલિસીઓને ઑનલાઇન રિન્યુ કરી શકાય છે?

હા, એકથી વધુ ઇન્શ્યોરન્સ પૉલિસીઓને ઑનલાઇન રિન્યુ કરી શકાય છે. તે માટે તમે રિન્યુ કરવા માંગો છો તે સંબંધિત પૉલિસીઓનો પૉલિસી નંબર, પિન કોડ અને તમે જે ઘણી માહિતી અપડેટ કરવા માંગો છો જેમ કે બિલનું સરનામું અથવા સંપર્કની વિગતો, વગેરે જરૂરી છે. તમારી પૉલિસીની વિગતોની સમીક્ષા કરો, જેમ કે વીમાકૃત રકમ, ચૂકવવાપાત્ર પ્રીમિયમ વગેરે.

ઑનલાઇન રિન્યુઅલ ફોર્મ ભર્યા પછી, તમે તેને સબમિટ કરી શકો છો અને પછી ચુકવણી કરી શકો છો.

મારા ઘરના પહેલા માળ પર આવેલા ગેસ્ટ રૂમમાં એક ભાડૂઆત રહે છે. શું મારે મારા અને ભાડૂઆત બંને માટે મારા નામે ઇન્શ્યોરન્સ કવર લેવાનો રહેશે?

જો આ ઘર (માલિક અને ભાડૂઆત) માં બે અલગ પરિવારો રહેતા હોય, તો બે અલગ પૉલિસી આપી શકાય છે. તેવી જ રીતે, જો તમારી માલિકીના પરિસરમાં તમારા ભાડૂઆતે વૈકલ્પિક આવાસ લીધેલ છે, તો તમે બે અલગ પૉલિસીઓ પણ મેળવી શકો છો.

તમે તમારા ઘરના સ્ટ્રક્ચર તેમજ વસ્તુઓ, બંને માટે ઑલ-ઇન્ક્લુઝિવ પૉલિસી પસંદ કરી શકો છો. ઉપરાંત, તમારા ભાડૂઆત ઘરના જેટલા ભાગમાં પોતાના સામાન સાથે રહે છે, તે ભાગ માટે પણ પૉલીસી લઈ શકે છે.

શું હું રિન્યુઅલ દરમિયાન મારી હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીને અપગ્રેડ કરી શકું છું? જો હું મારું કવર ઘટાડવા માંગુ છું તો શું થશે?

તમારી પૉલિસીને રિન્યુ કરવાનો અર્થ એ છે કે તે મૂળભૂત રીતે એક નવી જ પૉલીસી બને છે અને પાછલા વર્ષની પૉલિસી સાથે કોઈ સંબંધ નથી. તેથી, તમે ચોક્કસપણે તમારી જરૂરિયાતોને અનુરૂપ તમારા ઇન્શ્યોરન્સ કવરને અપગ્રેડ અથવા ડાઉનગ્રેડ કરી શકો છો.

મારી હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી સમાપ્ત થઈ ગઈ છે હવે મારે શું કરવું જોઈએ?

ચિંતા કરશો નહીં. તમારે તમારી હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીની સમાપ્તિના 30 દિવસ પછી માત્ર અમારી મુલાકાત લેવાની રહેશે. અમે તમને નવું સેટઅપ કરી આપીશું!

હું મારી હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી કઈ કઈ રીતે રિન્યુ કરાવી શકું છું?

અમારી વેબસાઇટ પર તમે માત્ર થોડી જ ક્લિકમાં તમારી હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરાવી શકો છો!

વૈકલ્પિક રીતે, માત્ર અમને કૉલ કરો અને કૉલબૅક શેડ્યૂલ કરો. અમે તમારી સાથે ફૉલો-અપ કરીશું અને ઑનલાઇન ચુકવણીની પ્રક્રિયા કરીશું.

સહાયતા માટે તમે અમારી શાખાની મુલાકાત પણ લઈ શકો છો. અમારા ગ્રાહકોને મળીને અમને હંમેશા ખુશી થાય છે!

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

 • પસંદ કરો
  કૃપા કરીને પસંદ કરો
 • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો