Loader
Loader

રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

મલેશિયા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

Travel Insurance for Malaysia

ટ્રાવેલ ઇન્શ્યોરન્સના ક્વોટની વિગતો શેર કરો

કૃપા કરીને નામ દાખલ કરો
કૃપા કરીને મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય ઇમેઇલ આઇડી દાખલ કરો

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

મલેશિયા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

મુસાફરી કરવાનું અથવા વિદેશ પ્રવાસે જવાનું આયોજન કરવાનું વિચારી રહેલા કોઈપણ વ્યક્તિ માટે મલેશિયા આકર્ષક વિકલ્પ બની શકે છે. મલેશિયામાં કેટલાક સૌથી સુંદર રમણીય સ્થળો આવેલા છે, અને ખાવાના શોખીનો માટે સ્વર્ગ સમાન છે!

મલેશિયાના આકર્ષક બીચ, ટાપુઓ, જંગલો, અદ્ભૂત આર્કિટેક્ચર, ઊંચી ઈમારતો અને અન્ય આકર્ષણો તમારા વેકેશન પ્રવાસની યાદીમાં શામેલ હોવા જોઈએ. તેની સાથે, તમારે યોગ્ય એવું મલેશિયા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૅકેજ પણ ખરીદવું જોઈએ.

જો તમે કોઈપણ ટ્રિપ સંબંધિત સમસ્યાઓને રોકવા માંગો છો તો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવું જરૂરી છે. યોગ્ય ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજ વડે, તમે તમારા પૈસાને પણ સુરક્ષિત રાખી શકો છો

જો તમારી પાસે મલેશિયા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ છે તો તમે તમારી ફાઇનાન્શિયલ સમસ્યાઓને દૂર રાખી શકો છો અને વિવિધ પ્રવાસ સંબંધિત આપત્તિઓ સામે ફાઇનાન્શિયલ રીતે સુરક્ષિત રહી શકો છો. જેમ કે, તમે અચાનક બીમાર થઈ શકો છો, કોવિડ-19 થઈ શકે છે, અથવા હૉસ્પિટલાઇઝેશનની જરૂર પડે તેવો અકસ્માત થઈ શકે છે. તો બીજી બાજુ, તમારો કેટલોક સામાન ખોવાઈ શકે છે, તમારું હોટલનું બુકિંગ રદ કરાવવું પડે છે, અથવા તમારી ફ્લાઇટ ચૂકી જાઓ છો. આવી આપત્તિઓ દરમિયાન મલેશિયામાં ઇન્શ્યોરન્સ તમને મોટી આર્થિક તકલીફોને ટાળવામાં તમારી સહાય કરી શકે છે. 

 

તમારે ભારતથી મલેશિયા સુધી ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર શા માટે છે?

 

જો તમે ચિંતા-મુક્ત વેકેશન પર જવા માંગો છો તો તમારી પાસે ભારતમાંથી શ્રેષ્ઠ મલેશિયા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવો આવશ્યક છે. તમારા વેકેશન દરમિયાન ઉદ્ભવતી કોઈપણ પરિસ્થિતિ માટે તમે સારી રીતે તૈયાર રહી શકશો. ભારતથી મલેશિયા માટે યોગ્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વડે તમે તમારા પૈસાને સુરક્ષિત રાખી શકો છો અને તમારી ચિંતાઓને દૂર રાખી શકો છો.

બજાજ આલિયાન્ઝ મલેશિયા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવાના લાભો

મલેશિયાની મુલાકાત લેતી વખતે, તમે વિવિધ મુશ્કેલીઓનો અનુભવ કરી શકો છો. ચોરી, બીમારી અને અકસ્માત કોઈપણ સમયે થઈ શકે છે. આવી પરિસ્થિતિઓમાં ફાઇનાન્શિયલ સુરક્ષા હોવી મહત્વપૂર્ણ છે. અહીં કેટલાક લાભો જણાવેલ છે:

  • ત્વરિત સપોર્ટ

    બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સની ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી વડે તરત અને ઝડપી સપોર્ટ માત્ર એક કૉલ દૂર છે. જો તમારે કોઈપણ સમયે સહાયની જરૂર પડે છે અથવા કોઈ વસ્તુ ખોવાઈ જાય છે, તો તેના માટે તાત્કાલિક સહાય મેળવવા માટે ગ્રાહક હેલ્પલાઇન નંબર પર કૉલ કરો. 

  • અનુકૂળ પૉલિસીઓ

    મલેશિયા માટે યોગ્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે અનેક વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ખાતે, તમે ઉપલબ્ધ વિકલ્પોમાંથી તમારે માટે યોગ્ય હોય તેવા પ્લાન પસંદ કરી શકો છો. 

  • ઝડપી સેટલમેન્ટ

    બજાજ આલિયાન્ઝનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવાથી, તમે ઇન્શ્યોરર સાથે કોઈપણ ઝંઝટ વગર ઝડપથી સેટલમેન્ટ કરી શકો છો. 

  • વ્યાપક કવરેજ

    મલેશિયા માટે બજાજ આલિયાન્ઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી તમારી મુસાફરી દરમિયાન વિવિધ પરિસ્થિતિઓ માટે કવરેજ પ્રદાન કરે છે - જેમાં મૂલ્યવાન વસ્તુઓ ખોવાઈ જવી, અચાનક આવી પડેલ બીમારી હોય કે ટ્રાવેલ પ્લાનનું અચાનક કૅન્સલેશન હોય.

મલેશિયા વિઝા અને પ્રવેશની માહિતી


2016 માં, મલેશિયન સરકારે મુલાકાતીઓ માટે ઇ-વિઝા ઉપલબ્ધ કરાવેલ છે. તમારા વિઝા અનુસાર ચુકવણી કરીને ઑનલાઇન વિઝા એપ્લિકેશન પૂર્ણ કરવી અને સબમિટ કરવી આવશ્યક છે. ભારતીયો માટે મલેશિયા વિઝા મંજૂરી પછી તમારા રજિસ્ટર્ડ ઇમેઇલ ID પર ડિલિવર કરવામાં આવશે.


  • eNTRI વિઝા: eNTRI ઇ-વિઝા હેઠળ મલેશિયાની માત્ર એક જ ટ્રિપ કરી શકાય છે, અને તમે માત્ર 15 દિવસનું રોકાણ કરી શકો છો.

  • મલેશિયામાં ભારતીય નાગરિકો માટે વિઝા ઓન અરાઇવલ અથવા ટુરિસ્ટ વિઝા (30 દિવસના ઇ-વિઝા): તમે આ ઇ-વિઝા વડે મલેશિયામાં 30-દિવસનું રોકાણ કરી શકો છો. તથા તે ત્રણ મહિના માટે માન્ય હોય છે.

  • 30 દિવસ માટેના મલ્ટિપલ એન્ટ્રી ઇ-વિઝા: જો તમે બિઝનેસ અથવા તમારા કાર્ય માટે, અથવા પરિવાર અથવા મિત્રોને મળવા માટે મલેશિયાની મુલાકાત લઈ રહ્યા છો, તો તમારે આ લાંબા ગાળાના વિઝા માટે અરજી કરવી આવશ્યક છે. તમારા પાસપોર્ટમાં આ વિશિષ્ટ મલેશિયા ઇ-વિઝા સ્ટેમ્પ કરવામાં આવશે.

મલેશિયાના વિઝા માટે અરજી પ્રક્રિયા

ભારતીયો માટે માન્ય મલેશિયા વિઝા મેળવવા માટે તમારે નીચે જણાવ્યા અનુસાર કરવું જરૂરી છે:

  • અધિકૃત વેબસાઇટ પરથી ઇ-વિઝા એપ્લિકેશન ડાઉનલોડ કરો. 

  • જરૂરી તમામ માહિતી પૂરી પાડીને યોગ્ય રીતે અરજી ફોર્મ ભરો તથા વેબસાઇટ પર ફોટા માટે આપેલ સૂચના અનુસાર તમારો સૌથી તાજેતરનો ફોટો જોડો.

  • ચેકલિસ્ટ અનુસાર, ઇ-વિઝાની પ્રક્રિયા માટે જરૂરી દરેક સહાયક ડૉક્યુમેન્ટ જોડો. 

  •  અધૂરી એપ્લિકેશનો નકારવામાં આવશે. તેથી, ફોર્મ સાવચેતીપૂર્વક ભરો.

  •  તમે અધિકૃત વિઝા એપ્લિકેશન સેન્ટર પર તમારી ઇ-વિઝા એપ્લિકેશન અને વિઝાને લગતો કોઈપણ ખર્ચ કૅશ અથવા ડિમાન્ડ ડ્રાફ્ટથી સબમિટ કરી શકો છો.

  •  તમારો પાસપોર્ટ તૈયાર થયા બાદ, તેને મેળવવાના પગલાં સાથે તમને જાણ કરવામાં આવશે.

 

ભારતથી મલેશિયાની મુસાફરી દરમિયાન કયા ટ્રાવેલ ડૉક્યુમેન્ટની જરૂર પડે છે?

 

દરેક અરજદારે મલેશિયાની મુસાફરી માટે ઇ-વિઝા મેળવવા માટે આપવા જરૂરી એવા દરેક ડૉક્યુમેન્ટની સૂચિ અહીં આપેલ છે:

 

  • મલેશિયાથી ભારતની તમારી રિટર્ન ટિકિટની એક કૉપી

  • ત્રણ વર્તમાન પાસપોર્ટ-સાઇઝ ફોટા

  • તમે બિઝનેસ માટે મુસાફરી કરી રહ્યા છો તેની પુષ્ટિ કરતો તમારી કંપનીનો કવર લેટર

  • માતાપિતાએ યુવાનો માટે તેમના પાસપોર્ટની કૉપી અને એનઓસી સબમિટ કરવા જરૂરી છે.

  • મલેશિયામાં તમારી આર્થિક સગવડની ક્ષમતાના પુરાવા તરીકે ઓછામાં ઓછા $1000

  • મલેશિયામાં હોટલ આવાસનો પુરાવો

 

જો તમે મલેશિયાથી ઇન્ડોનેશિયા, સિંગાપુર અથવા થાઇલેન્ડની મુસાફરી કરો છો, તો વર્તમાન ટુરિસ્ટ વિઝાની કૉપી પણ આપવાની રહેશે. ખાતરી કરો કે તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદો મલેશિયામાં તમારી મુસાફરી કરતા પહેલાં.

મલેશિયામાં મુસાફરી કરતી વખતે સુરક્ષા અને સાવચેતીના પગલાં


મલેશિયામાં પહોંચીને તરત જ, કોઈપણ જરૂરી બિનજરૂરી પરિસ્થિતિને રોકવા માટે આ સ્થાનિક સુરક્ષા નિયમોનું પાલન કરો અને મલેશિયા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવો. મલેશિયાની મુલાકાત લેનાર મુસાફરોની સુરક્ષા માટે સાવચેતીરૂપ કેટલાંક સામાન્ય સૂચનો નીચે મુજબ છે:

  • પાસપોર્ટ્સ અને અન્ય જરૂરી દસ્તાવેજો હંમેશા સુરક્ષિત અને હાથવગા રાખો

  • સ્વૈચ્છિક રીતે કોઈપણ સ્થાનિક વિરોધોમાં ભાગ લેશો નહીં

  • જો તમારી આસપાસ કોઈ મોટા સંમેલન અથવા વિરોધ પ્રદર્શનો થતા હોય, તો જલ્દી નજીકના કોઈ સુરક્ષિત સ્થળે શરણ મેળવો

  • સ્થાનિક સમાચારો પર નજર રાખો અને જો જરૂરી હોય તો તમારા પ્રવાસમાં ફેરફાર કરો

  • મલેશિયન અધિકારીઓ દ્વારા નક્કી કરવામાં આવેલ સ્થાનિક નિયમો અને કાયદાનું પાલન કરો

  • કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં શામેલ થશો નહીં અથવા જાહેર જગ્યાઓની પવિત્રતાનો અનાદર કરશો નહીં

  • જરૂરી માહિતી વિના કોઈપણ રિમોટ લોકેશનની મુલાકાત લેશો નહીં. હંમેશા સ્થાનિક અધિકારીઓની સહાયતા મેળવો

  • તમારી મુલાકાત માન્ય વિઝા સમયગાળાની અંદર છે તે સુનિશ્ચિત કરવા માટે તમારા મલેશિયન વિઝાની માન્યતાને ટ્રૅક કરો

  • મલેશિયા માટે યોગ્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પસંદ કરો. આ અદ્ભુત દેશ મલેશિયાની મુલાકાત લેતી વખતે, પૂરતી આર્થિક વ્યવસ્થાની ખાતરી કરો

દુબઈ માટેનો શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને દુર્ઘટનાઓ અને અનપેક્ષિત તબીબી ખર્ચથી ફાઇનાન્શિયલ રીતે સુરક્ષિત કરશે.

જાણવા માટેની મહત્વપૂર્ણ માહિતી: મલેશિયામાં ભારતીય દૂતાવાસ


મદદની જરૂરિયાતના સમયે તમારા દેશના દૂતાવાસનો તમારે સૌપ્રથમ સંપર્ક કરવો જોઈએ, ખાસ કરીને જ્યારે તમે મુસાફરી કરતા હોવ અથવા તમારી પાસે હોય ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન.

 

દૂતાવાસનું સરનામું

સંપર્ક વિગતો

કાર્યકારી કલાકો

ભારતનું હાઇ કમિશન

+ 60 3-6205 2350

સોમવાર થી શુક્રવાર – 9:00 am થી 5.30 pm

 

મલેશિયામાં કયા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો આવેલા છે?

 

  • પેનાન્ગ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ
  • કુઆલાલમ્પુર ઇંટરનેશનલ એરપોર્ટ
  • સેનાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ
  • મલક્કા ઈન્ટરનેશનલ એરપોર્ટ
  • કુચિંગ ઈન્ટરનેશનલ એરપોર્ટ
  • લાંગકાવી ઈન્ટરનેશનલ એરપોર્ટ
  • કોટા કિનબલુ ઈન્ટરનેશનલ એરપોર્ટ

મલેશિયામાં મુસાફરી સમયે લઈ જવા માટેનું ચલણ અને ફોરેન એક્સચેન્જ


મલેશિયન રિંગિટ મલેશિયાનું અધિકૃત ચલણ છે. તમારે કેટલા પૈસા લઈ જવાની/રૂપાંતરિત કરવાની જરૂર છે તે જાણવા માટે, ભારતીય રિઝર્વ બેંકની અધિકૃત વેબસાઇટ પર સૌથી તાજેતરની એક્સચેન્જ રેટ જુઓ..

મલેશિયામાં મુલાકાત લેવા યોગ્ય પર્યટન સ્થળો


મલેશિયા એક અદ્ભુત દેશ છે, જ્યાં પહોંચીને તમે અનેક વસ્તુઓ જોઈ અને કરી શકો છો. જો કે, તમારી ટ્રિપની યોજના બનાવવામાં તમારી મદદ કરવા માટે અમે મલેશિયામાં કરવા જેવી બાબતોની ટૂંકી યાદી બનાવી છે. પરંતુ સૌ પ્રથમ, ખાતરી કરો કે આ સ્થળોની મુલાકાત લેતી વખતે તમારી પાસે મલેશિયા માટેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ છે. વધુ જાણવા માટે આગળ વાંચો:


  • પેટ્રોનાસ ટાવર મલેશિયામાં એક અદ્ભુત સ્થળ છે. તેની ટોચ ઉપરથી જોવા મળતામનમોહક આકર્ષક દૃશ્ય માટે પ્રખ્યાત છે. પેટ્રોનાસ ટાવર્સના 41st ફ્લોર પર સ્કાય બ્રિજ આવેલ છે, જ્યાંથી શરેનો અદ્ભૂત નજારો જોઈ શકાય છે. પરંતુ, જો તમે રાત્રે અથવા સમગ્ર સાંજ દરમિયાન 86th-ફ્લોર પરના ઑબ્ઝર્વેશન ડેકની મુલાકાત લો છો, તો તે સમયે જોવા મળતું દ્રશ્ય તમને મંત્રમુગ્ધ કરનારું હશે!

  • જો તમને રોમાંચ પસંદ છે, તો કુઆલાલમ્પુરમાં ટેન્ડેમ સ્કાયડાઇવિંગ તમારા માટે ઍક્ટિવિટી બની શકે છે. જો તમે વધુ રોમાંચ અનુભવવા માંગો છો, તો ઇન્સ્ટ્રક્ટરની સાથે રહીને, સુરક્ષિત રીતે ઍઝ્યોર સી પરથી પસાર થવાની અને હવામાં તરવાની આ તક ગુમાવવી જોઈએ નહીં.

  • મલેશિયામાં વેકેશન દરમિયાન કુઆલાલમ્પુર શહેરની હેલિકોપ્ટર ટૂર કરવા જેવી હોય છે. અડધા કલાકની મુસાફરી દરમિયાન તમે જમીનથી સૌથી વધુ ઉપર 1500 ફૂટના અંતરેથી શહેરના સુંદર દૃશ્યો માણી શકશો.

મલેશિયાની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય કયો છે?


મલેશિયામાં મુસાફરી કરવા માટે નવેમ્બર ફેબ્રુઆરી આદર્શ મહિનાઓ છે. તે સમયે વરસાદ ઓછો હોય છે, અને આ સમયગાળા દરમિયાન ભેજનું પ્રમાણ ઓછું હોય છે. પરંતુ, જો તમને વરસાદ પસંદ છે, તો તમે દેશની ચોમાસા દરમિયાન પણ મુસાફરી કરી શકો છો.


મલેશિયામાં વર્ષભર તાપમાન સામાન્ય રીતે ત્રીસ ડિગ્રીની આસપાસ રહે છે. તમારી મુલાકાત દરમિયાન મલેશિયા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવો હંમેશા સમજદારીભર્યું છે. ભારતથી મલેશિયા માટેનો આવો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઝંઝટ મુક્ત રીતે ઝડપથી મેળવી શકાય છે.

Frequently Asked Questions

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું મલેશિયા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે?

જોકે મલેશિયામાં ટ્રાવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાની જરૂર નથી, પરંતુ બીમારી અથવા ઇમરજન્સી પરિસ્થિતિની સંભાવનાને ધ્યાનમાં લેવાની સલાહ આપવામાં આવે છે. મલેશિયા માટે શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પસંદ કરવાથી તમને ફ્લાઇટમાં વિલંબ જેવી વિવિધ અણધારી ઘટનાઓ માટે કવર પ્રાપ્ત થાય છે, ટ્રિપ કૅન્સલેશન, પાસપોર્ટ્સ ખોવાઈ જવો, મેડિકલ બેનિફિટ અને અન્ય વધુ. 

શું મારા બાળકોને મલેશિયા માટેના આ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા કવર કરવામાં આવશે?

જે ઇન્શ્યોરર હોય તે અનુસાર, તમે પસંદ કરી શકો છો ફેમિલી ફ્લોટર પ્લાન જે ઇન્શ્યોર્ડના જીવનસાથી અને આશ્રિત બાળકોને કવર કરે છે. જો તમારા બાળકો ઉંમરની ન્યૂનતમ મર્યાદા 21 વર્ષ કરતાં વધુ હશે, તો તેમને કવર કરવામાં આવશે નહીં.

જો મારો સામાન ચોરાઈ જાય, તો શું મલેશિયા માટેના મારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં તે કવર કરવામાં આવશે?

હા, ચોક્કસ. મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓ ચોરાયેલ અથવા ખોવાયેલ સામાન માટે કવરેજ પ્રદાન કરે છે. મલેશિયા માટે તમારી ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીની શરતો મુજબ, તમને ખોવાયેલ પ્રૉડક્ટ્સ અને જરૂરિયાતો માટે પણ વળતર આપવામાં આવશે.

લોકપ્રિય દેશો માટે વિઝા ગાઇડ


ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે