• search-icon
  • hamburger-icon

Mobile App

બજાજ આલિયાન્ઝ - ફાર્મિત્ર મોબાઇલ એપ

HealthGuard

Farming at your fingertips

Download this one-stop-shop for all your farming queries!

પરિચય

ફાર્મિત્ર એપ એક પહેલ છે જેની મદદથી ખેડૂતો તેમની દૈનિક પ્રવૃત્તિઓમાં મદદ કરવા માટે ટેક્નોલોજીનો લાભ લઈ શકે છે. આ એપ ખેડૂતોના સાચા મિત્ર તરીકે કાર્ય કરે છે, જે ભારતભરમાં હવામાનની આગાહી, બજારની કિંમત અને અન્ય બાબત વિશે વિગતો પ્રદાન કરે છે. આ એપ ખેડૂતોને ખેતી વિશેના જરૂરી તમામ જ્ઞાન વડે સશક્ત બનાવવાની એક પહેલ છે.

તે સક્રિય બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ક્રોપ ઇન્શ્યોરન્સ યૂઝર માટે સિંગલ વ્યૂ પૉઇન્ટ તરીકે પણ કાર્ય કરે છે, અને ક્લેઇમ સપોર્ટમાં પણ મદદ કરે છે.

મુખ્ય સુવિધાઓ

અહીં ફાર્મિત્રની કેટલીક વિશેષતાઓ છે જે તેને અત્યંત ઉપયોગી એપ બનાવે છે

હવામાનની આગાહીઓ

હવામાન ખેતીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને કૃષિ પ્રવૃત્તિઓને અસર કરે છે. આ એપ હવામાનની અપડેટ પ્રદાન કરે છે, જેમાં વરસાદ, તાપમાનમાં ફેરફારો, ભેજનું લેવલ, તાલુકા લેવલ પર સાત દિવસ સુધીની પવનની ગતિની ઝડપ શામેલ છે. એપમાં નીચેની માહિતી શેર કરવામાં આવશે:

  • ● Hourly updates of temperature and rainfall for 24 hours
  • ● Next 7 days forecast to plan farming activity

ક્રૉપ એડવાઇઝરી અને ક્રૉપ ડૉક્યુમેન્ટ

પાકનું સ્વાસ્થ્ય ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ એપ એવી વિશેષતાઓથી ભરપૂર છે જે તેમને ઘણી રીતે મદદ કરશે, જેમ કે:

  • ● Automated location or block specific advisory with recommendations in regional languages, personalized at farmer level with respect to sowing date of crop.
  • ● Advisories based on season, weather and soil conditions
  • ● Pest and diseases diagnostic tool for selected crops

માર્કેટ કિંમત

ખેડૂતો માટે કમોડીટીની દૈનિક માર્કેટ કિંમતો જાણવી મહત્વપૂર્ણ હોય છે. આ એપ ખેડૂતોને શું વેચવું તેનો યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે.

  • ● All India level markets (Local, State and National Level Markets) price for selected commodity
  • ● The digi-mandi tool for spatial visualizations across the country

સમાચાર

ખેડૂતોને કૃષિ ક્ષેત્રમાં થયેલા તાજેતરના વિકાસ, ખેતીની સુધારેલી પદ્ધતિઓ વિશે અપડેટ, સફળ ખેડૂતની વાર્તાઓ, સારી કૃષિ પદ્ધતિઓ, સરકારી યોજનાઓ, કૃષિ-ઇન્શ્યોરન્સ અને પ્રાદેશિક ભાષામાં લોન સંબંધિત અપડેટ વિશે જાણવાની જરૂર હોય છે. આ એપ તેમને માર્ગદર્શન આપશે અને સક્ષમ પણ કરશે:

  • ● Real time information from most trusted information services
  • ● State specific articles for encouraging awareness about crop insurance among the farmers

ઇન્શ્યોરન્સ બ્રીફકેસ

આ સર્વિસ ખેડૂતોને તેમની પૉલિસી અને ક્લેઇમની માહિતીને એક જ જગ્યાએ જોવાની સુવિધા આપે છે. આ સર્વિસથી ખેડૂત નીચે મુજબના કામ કરી શકશે:

  • ● View policy details vis-à-vis Application ID
  • ● Intimate Claim along with self-survey option
  • ● Check Claim status and raise any grievances/queries

Avilable in regional langauges 

ફાર્મિત્ર એપ પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે, જેથી ખેડૂતોને એપને વધુ સારી રીતે સમજવા અને વાપરવામાં મદદ મળી શકે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું હું મારી પ્રાદેશિક ભાષામાં યોગ્ય પ્રાદેશિક કૃષિ સલાહ મેળવી શકું છું?

એડવાઇઝરી માટી, હવામાન, વિવિધ પસંદગી, આંતર પાક સિસ્ટમ જેવા તમામ પ્રાદેશિક પરિબળોને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક સંશોધન પર આધારિત હોય છે. તે પ્રાદેશિક ભાષામાં આપવામાં આવે છે અને પાકના જીવન ચક્ર અને વાવણીની તારીખના આધારે સમયાંતરે અપડેટ કરવામાં આવે છે.

Can I get precise regional Agro advisories in my regional language? I cannot afford paying for Advisories, can these be provided for free?

હા, પસંદગીના ભૌગોલિક ક્ષેત્રોમાં ખેડૂતો માટે મફત સલાહ ઉપલબ્ધ છે. 

શું ફાર્મિત્ર એપમાં હવામાનની આગાહી સચોટ હોય છે?

ફાર્મિત્ર પર ઉપલબ્ધ હવામાનની આગાહી અક્ષાંશ અને રેખાંશની વિગતોના આધારે અમારા એડવાઇઝરી પાર્ટનર દ્વારા પ્રદાન કરવામાં આવે છે. આ રીતે, અમે તાલુકા લેવલ પર સૌથી વધુ માન્ય હવામાનની આગાહી પ્રદાન કરી શકીએ છીએ.

હું કેવી રીતે જાણી શકું કે આજે વરસાદ થશે કે નહીં?

આ એપને સમયસર હવામાનની આગાહી સાથે એકીકૃત કરવામાં આવી છે, જે તાલુકા લેવલ પર દર કલાકે વરસાદની માહિતી પ્રદર્શિત કરે છે. આ દર કલાકે આપવામાં આવતી હવામાનની આગાહી તમને સિંચાઈ અને છંટકાવ જેવી પ્રવૃત્તિઓને મેનેજ કરવામાં મદદ કરશે. 

ભવિષ્યના હવામાનની આગાહીના આધારે મારે મારી પાક વ્યવસ્થાપન પદ્ધતિઓનું આયોજન કેવી રીતે કરવું જોઈએ? (વાવણી, છંટકાવ, સિંચાઈ, લણણી, લણણી પછીની કામગીરીઓ)

વિશ્વસનીય હવામાન આગાહી એજન્સીઓની હવામાનની ચેતવણી અને અપડેટ આગળનું આયોજન કરવામાં મદદ કરશે. વાવણી/રોપણીની તારીખના આધારે તમે કામગીરીનું સંપૂર્ણ પાક કેલેન્ડર જોઈ શકો છો. આ વિવિધ ખેતીની પદ્ધતિઓના સંચાલનમાં મદદ કરશે.

શું હું મારી આસપાસની જમીન અને બીજ પરીક્ષણ પ્રયોગશાળા શોધી શકું?

સમગ્ર ભારતમાં આવેલી માટી અને બીજ પરીક્ષણ પ્રયોગશાળા શોધવા માટે લોકેટરની માહિતી તમારા માટે ઉપલબ્ધ છે. તમારી પાસે લોકેશન પસંદ કરવાનો અને પ્રયોગશાળાનું ઍડ્રેસ જોવાનો વિકલ્પ છે. 

મારી ઉપજ લણણી માટે તૈયાર થઈ જશે અને તેને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત કરવાની જરૂર પડશે જેથી તેનો બગાડ અથવા ગંદકી ન થાય. હું મારા વિસ્તારમાં કોલ્ડ સ્ટોરેજ કેવી રીતે શોધી શકું?

લોકેટરમાં સમગ્ર ભારતની માહિતી ઉપલબ્ધ છે. તમારો વિસ્તાર પસંદ કરો અને ડ્રૉપ ડાઉનમાંથી લોકેટર પસંદ કરવા માટે વિકલ્પ પસંદ કરો. તમને તમારા વિસ્તારમાં આવેલ નજીકના કોલ્ડ સ્ટોરેજનું લોકેશન મળશે.

સારી ઉપજની ખાતરી કરવા માટે, શું અમે કીટનાશકના અણુના યોગ્ય સંયોજન વિશેની માહિતી મેળવી શકીએ છીએ?

હા! જંતુનાશકના અણુના યોગ્ય સંયોજન અંગે ઘણી માહિતી ઉપલબ્ધ છે. તમે ફાર્મિત્ર એપ શોધી શકો છો અને જરૂરી વિગતો મેળવી શકો છો.

હું મારા ક્રોપ ઇન્શ્યોરન્સની વિગતો જેમ કે વીમાકૃત રકમ, વિસ્તાર અને કવર કરેલા પાક, પૉલિસીની વિગતો વગેરેની માહિતી ક્યાંથી મેળવી શકું?

તમે તમારા, પાક અને એકાઉન્ટની વિગતો દાખલ કરીને એપ્લિકેશન અને પૉલિસીની માહિતી શોધી શકો છો. વીમાકૃત રકમ, વિસ્તાર અને કવર કરેલ પાક જેવી તમામ વિગતો એપ પર ઉપલબ્ધ હશે.

હું સ્થાનિક નુકસાન અને લણણી પછીના નુકસાન માટે ઇન્શ્યોરન્સ કંપનીને ક્લેઇમ કેવી રીતે કરું અને તેના માટે ક્યાં જાણ કરી શકું?

ફાર્મિત્ર એપના ઇન્શ્યોરન્સ બ્રીફકેસ મૉડ્યૂલમાં ક્લેઇમ ફંક્શન સક્ષમ કરવામાં આવ્યું છે જ્યાં તમે તમારા ઇન્શ્યોર્ડ પાકના નુકસાન બદલ સ્થાનિક ક્લેઇમની જાણ કરી શકો છો. 

'ફાર્મિત્ર' દ્વારા કયા પ્રકારના પાકના નુકસાનની જાણ કરવામાં આવે છે?

માત્ર પીએમએફબીવાય સ્કીમ સંબંધિત સ્થાનિક પાકના નુકસાનને 'ફાર્મિત્ર' મોબાઇલ એપ્લિકેશન દ્વારા સૂચિત કરી શકાય છે.

મિશ્ર અથવા આંતર પાક માટે ક્લેઇમની જાણ કેવી રીતે કરવી?

જો આંતર પાક અથવા મિશ્રિત પાક સિસ્ટમમાં 2 અથવા 2 કરતાં વધુ પાક હોય તો દરેક પાકના ક્લેઇમ માટે તેમના સંબંધિત અસરકારક વિસ્તાર સાથે અલગથી સૂચિત કરવાની જરૂર પડશે.

હું આ એપમાં ઑફર કરવામાં આવતા ઇન્શ્યોરન્સ અને સર્વિસ સંબંધિત પ્રશ્નો કેવી રીતે નોંધાવી શકું?

તમે ફાર્મિત્ર એપના 'મદદ' સેક્શન હેઠળ તમારા પ્રશ્નો નોંધાવી શકો છો.

ક્લેઇમ સૂચના પછી એકાઉન્ટમાં ક્લેઇમની રકમ ડિપોઝિટ કરવા માટે કોઈ સમયસીમા છે?

એકાઉન્ટ નંબરમાં કોઈપણ ભૂલ, સરકારી સબસિડીમાં વિલંબ, સર્વેક્ષણમાં વિલંબ, ખોટી સૂચનાઓથી ક્લેઇમની ચુકવણીના સેટલમેન્ટમાં વિલંબ થઈ શકે છે.

24/7 આસિસ્ટન્સ

Get the assistance you need for all your insurance queries. We're here to help!