રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
હંમેશા ઉભરતા બિઝનેસના જોખમો સાથે, તમારો બિઝનેસ શાર્કના સમુદ્રના મધ્યમાં ફસાયેલ એક જખમી વ્યક્તિની જેમ છે. તેઓ રક્તની ગંધ પારખી લે છે અને તેઓ દયાની ભાવનાને સમજતા નથી.
તમારા બિઝનેસનું માળખું ગમે તેટલું મજબૂત હોય, ગતિશીલ બિઝનેસ વાતાવરણમાં, તે વિવિધ જોખમો સામે ભેદ્ય છે. ગ્રાહકથી કર્મચારી સુધી તમારા બિઝનેસ સામે ઘણા દાવાઓ કરી શકાય છે.
આવા દાવાઓ તમારા બિઝનેસને વિનાશક નુકસાન પહોંચાડી શકે છે, તમારા રોકડ પ્રવાહને પ્રતિબંધિત કરી શકે છે અને તમારા બિઝનેસની દૈનિક કામગીરીઓને અવરોધિત કરી શકે છે. પરંતુ અલબત્ત, જ્યારે તમે શરૂ કર્યું ત્યારે જોખમો વિશે તમે જાણતા હતા અને તેણે તમને રોક્યા નથી, તો હવે શા માટે રોકાવું?
તમારે વૈશ્વિક પહોંચ અને કુશળતા ધરાવતા એક વિશ્વસનીય લાંબા ગાળાના ભાગીદારની જરૂર છે, જે અનપેક્ષિત અકસ્માતની પરિસ્થિતિમાં તમારી સાથે રહે અને બજાજ આલિયાન્ઝ ખાતે અમે, અમારી લાયેબિલિટી ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે કહીએ છીએ, 'પડકાર સ્વીકાર છે!’
અમે આ પડકારની જવાબદારી અને માંગણીઓ સમજીએ છીએ અને નીચેનાની મદદથી તેને પૂર્ણ કરીએ છીએ:
અમારી પાસે અન્ડરરાઇટર્સ અને દાવાઓ અને જોખમ પરામર્શ વ્યાવસાયિકોની નિષ્ણાત ટીમની સુલભતા છે જેમાં વકીલો, એન્જિનિયર્સ, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગના નિષ્ણાતો સામેલ છે, અને સૌથી મોટા બિઝનેસ લાયબિલિટી ઇન્શ્યોરન્સ પડકારોને પહોંચી વળવા માટે સમર્થિત છે.
અમારી ટીમો પાસે ફાર્માસ્યુટિકલ ઉત્પાદકો અને બાંધકામ કંપનીઓથી લઈને પાવર અને યુટિલિટી કંપનીઓ અને ઓટોમોટિવ ઉત્પાદકો સુધીના તમામ ઉદ્યોગોમાં વર્ષોનો અનુભવ છે.
અમે તમારી જરૂરિયાતો અને તમારા બિઝનેસની ભેદ્યતા મુજબ કવરેજને કસ્ટમાઇઝ કરીએ છીએ.
અમારા બિઝનેસ લાયબિલિટી ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ્સ સામાન્ય રીતે વ્યક્તિગત અથવા શારીરિક ઇજા અને મિલકતના નુકસાનને આવરી લે છે અને તેને અતિરિક્ત સ્તરો અને અમ્બ્રેલા પૉલિસીઓ દ્વારા અથવા બહુવિધ સ્થાનો પર બહુવિધ જોખમો માટે આંતરરાષ્ટ્રીય ઇન્શ્યોરન્સ પ્રોગ્રામ દ્વારા ઑફર કરી શકાય છે.
અમે નીચેના પ્રકારના લાયબિલિટી ઇન્શ્યોરન્સ પ્રદાન કરીએ છીએ:
પબ્લિક લાયબિલિટી ઇન્શ્યોરન્સ એ થર્ડ પાર્ટી દ્વારા તમારા બિઝનેસ સામે કરેલા વળતર દાવાઓને આવરી લે છે. થર્ડ પાર્ટી, ગ્રાહકથી લઈને સપ્લાયર, કોઈપણ હોઈ શકે છે.
ઉદાહરણ તરીકે, જો કોઈ સપ્લાયર તમારી ફેક્ટરીમાં કેબલને ફસાઈ જાય અથવા તમારા કોઈ કર્મચારીથી મીટિંગ દરમિયાન કોઈ ગ્રાહકના લૅપટૉપ પર અકસ્માતે રસ ઢોળાઈ જાય, તો તમને સપ્લાયરને થયેલ ઇજા અને ગ્રાહકના લૅપટૉપને થયેલ નુકસાન માટે જવાબદાર ગણવામાં આવશે.
આવી પરિસ્થિતિઓ અણધારી અને મોટાભાગે અનિવાર્ય હોય છે, તેથી અમારી પબ્લિક લાયેબિલિટી ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા, અમે તમારા બિઝનેસ માટે આવા વળતર દાવાઓને આવરી લેવાની ઑફર કરીએ છીએ.
અમે ઇન્શ્યોરન્સ સમયગાળા દરમિયાન તમારા પરિસરમાં અને બિઝનેસ કરતી વખતે અકસ્માતથી થયેલ શારીરિક ઈજા અથવા મિલકતના નુકસાનથી ઉદ્ભવેલા થર્ડ પાર્ટીના દાવાઓને નુકસાનીની રકમ ચૂકવવાની તમારી કાનૂની જવાબદારી માટે ક્ષતિપૂર્તિ કરીશું.
જ્યારે લાયેબિલિટી ઇન્શ્યોરન્સના પ્રકારોની વાત આવે છે, ત્યારે પ્રૉડક્ટ લાયેબિલિટી ઇન્શ્યોરન્સ સૌથી વધુ આવશ્યક છે. તે તમારા દ્વારા વેચાયેલ પ્રૉડક્ટને કારણે થયેલ ઈજા અને નુકસાન માટે તમારા બિઝનેસ સામેના દાવાઓને આવરી લે છે.
તમારી પ્રક્રિયાઓ ગમે તેટલી મજબૂત હોય, ખામીઓ થવાની અને કેટલીક વખત દેખરેખમાં ચૂક થવાની સંભાવના હોય જ છે. આ ગ્રાહકને ગંભીર ઈજા અથવા તેમની મિલકતને નોંધપાત્ર નુકસાનનું કારણ બની શકે છે.
ઉદાહરણ તરીકે, જો તમે ફર્નીચરનું ઉત્પાદન અને વેચાણ કરો છો અને તમારા દ્વારા વેચાયેલ ખુરશી તૂટી જાય અને ગ્રાહકને ઇજા થાય, તો તમારે નાણાંકીય અને કાનૂની પરિણામોનો સામનો કરવો પડે. અમારા પ્રૉડક્ટ લાયબિલિટી ઇન્શ્યોરન્સ દ્વારા તેનું ધ્યાન રાખી શકાય છે.
અમે ઇન્શ્યોરન્સ સમયગાળા દરમિયાન બિઝનેસ કરતી વખતે તમારી કંપનીની પ્રૉડક્ટના વેચાણ કે સપ્લાયથી થયેલ કોઈ આકસ્મિક શારીરિક ઈજા અથવા મિલકતના નુકસાનથી ઉદ્ભવેલા થર્ડ પાર્ટીના દાવાઓ માટે ક્ષતિપૂર્તિ કરીશું.
એક પ્રૉડક્ટનું રિકૉલ, સ્વૈચ્છિક હોય કે અનૈચ્છિક, તમારા બિઝનેસ પર ભારે નાણાંકીય તાણ લાવી શકે છે. પ્રૉડક્ટ રિકૉલ એ ઑટોમોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગોમાં સામાન્ય છે.
સપ્લાય ચેઇન્સના વૈશ્વિક ફેલાવાને લીધે અને વિવિધ દેશોમાં અલગ ઉત્પાદન પ્રોટોકોલને લીધે, પ્રૉડક્ટ રિકૉલનું જોખમ માત્ર નાટકીય રીતે જ વધ્યું નથી પરંતુ તેની કિંમત પણ વધી ગઈ છે.
પરંતુ તેઓ ઘણીવાર જરૂરી હોય છે કારણ કે તમે તમારા ગ્રાહકોને ખામીયુક્ત માલ આપવા માંગતા નથી, જે માત્ર બહુવિધ કાનૂની દાવાઓ તરફ જ દોરી જતું નથી પરંતુ કાયમ માટે બ્રાન્ડના નામને પણ નુકસાન કરી શકે છે.
પરંતુ પ્રૉડક્ટ રિકૉલ ઇન્શ્યોરન્સ સાથે, તમારે આ વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમે ખર્ચની કાળજી લઈશું, જેથી તમે આગળ વધી શકો અને નાણાકીય બોજ વગર જે આવશ્યક હોય તે કરી શકો.
ક્લિનિકલ ટ્રાયલ્સનું આયોજન વિવિધ જીવલેણ રોગો માટે સારવાર શોધવા તેમજ આવા રોગોના જોખમને શોધવા, નિદાન કરવા અને તેને ઘટાડવા માટે નવા માર્ગો વિકસિત કરવા માટે કેન્દ્રિત હોય છે. જો કે, ક્લિનિકલ ટ્રાયલ્સ જોખમી બાબત બની શકે છે અને ક્યારેક પરિસ્થિતિઓ ખૂબ જ વિપરીત બની શકે છે.
અમારી ક્લિનિકલ ટ્રાયલ ઇન્શ્યોરન્સ પૉલિસીની મદદથી, અમે ક્લિનિકલ ટ્રાયલ્સ અને તપાસનું આયોજન કરતી ખાદ્ય, કૉસ્મેટિક અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ તેમજ યુનિવર્સિટીઓ અને હોસ્પિટલોને પરીક્ષણ સહભાગીઓ દ્વારા કરેલા દાવાઓ સામે સુરક્ષિત કરીએ છીએ.
કર્મચારીઓ અને તેમની સખત મહેનત તમારી કંપનીના અસ્તિત્વના કેન્દ્રમાં છે અને અમે જાણીએ છીએ કે તેમની સુરક્ષા અને સુખાકારી તમારી પ્રાથમિકતા છે. તેથી, કામદારોના વળતરના ઇન્શ્યોરન્સની પૉલિસી એ નાના બિઝનેસ તેમજ મોટી કંપનીઓ માટે જરૂરી લાયબિલિટી ઇન્સ્યોરન્સ છે.
તે રોજગારથી અથવા રોજગાર દરમિયાન ઉદ્ભવતા અકસ્માત અથવા વ્યવસાયિક રોગોને કારણે થતી શારીરિક ઈજા અથવા મૃત્યુ માટે તમારા કર્મચારીઓને ચૂકવવાપાત્ર તમામ વળતરને આવરી લેશે.
આ તમને માત્ર વૈધાનિક જરૂરિયાતોને પૂર્ણ કરવામાં જ મદદ કરશે નહીં, પરંતુ તમારા કર્મચારી અથવા તેમના પરિવારને નાણાંકીય રીતે પણ મદદ કરશે.
જો તમારી કંપની પ્રોફેશનલ સલાહ અથવા આવી અન્ય સર્વિસ પ્રદાન કરે છે, તો તમારે તેને વિના વિલંબે પ્રોફેશનલ લાયબિલિટી ઇન્શ્યોરન્સની મદદથી સુરક્ષિત કરવાની જરૂર છે.
વ્યક્તિગત અથવા પ્રોફેશનલ નિર્ણયો લેવા, હંમેશા એક મુશ્કેલ કાર્ય છે કારણ કે તેમાં વિશ્લેષણ અથવા વિચારણા કરવામાં આવે, તો પણ પરિણામો અનપેક્ષિત હોઈ શકે છે.
પ્રોફેશનલ લાયબિલિટી ઇન્શ્યોરન્સ તમારા બિઝનેસને તમારાથી થયેલ ભૂલ અથવા અવગણનાને કારણે ગ્રાહકને થયેલ નુકસાનથી ઉદ્ભવતા તેમના દાવાઓ સામે સુરક્ષિત કરવામાં મદદ કરશે.
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો