રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શું છે?

Travel Insurance For Schengen Countries

ટ્રાવેલ ઇન્શ્યોરન્સના ક્વોટની વિગતો શેર કરો

કૃપા કરીને નામ દાખલ કરો
કૃપા કરીને મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય ઇમેઇલ આઇડી દાખલ કરો

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

શું તમે આ વર્ષે કોઈ શેન્ગન દેશની મુલાકાત લેવા માંગો છો? તમે તમારી ટ્રિપ પર જાવ તે પહેલાં, યુરોપ માટે શેન્ગન વિઝા ઇન્શ્યોરન્સ અને શેન્ગન વિઝા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદો!

મુસાફરોએ શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવો આવશ્યક છે, જે તેમના વેકેશનની મજા ખરાબ કરી શકે તેવી અણધારી પરિસ્થિતિઓ દરમિયાન નાણાંકીય મદદ પ્રદાન કરીને તેમને સુરક્ષા પ્રદાન કરે છે.

 

તમારે ભારતથી શેન્ગન માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શા માટે જરૂરી છે?

કોઈપણ સૂચિબદ્ધ શેન્ગન દેશોમાં મુસાફરી કરવા માટે શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અને શેન્ગન વિઝા જરૂરી છે. આ પ્રદેશમાં મુસાફરી કરનાર મોટાભાગના ભારતીય નાગરિકો માટે શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવું ફરજિયાત છે.

તમારે શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ નીચેના કારણોસર જરૂરી છે:

  • ઇમરજન્સી મેડિકલ જરૂરિયાતો માટે ચુકવણી કરવા માટે. કલ્પના કરો કે તમે યુરોપની તમારી આગામી ટ્રિપ વિશે અંત્યત ઉત્સાહી છો. તમે કલ્પના કરી હોય કે તમે અલગ-અલગ કૅફેમાં જશો, પ્રાચીન શેરીઓમાં રખડશો અને વિવિધ પ્રકારનું ભોજન ચાખશો. પરંતુ અચાનક તમે બીમાર પડી જાઓ અને ડૉક્ટરને બતાવવાની જરૂર પડે.

  • શેન્ગન વિઝા માટેનો તમારો મેડિકલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને આ મુસીબતમાંથી બચાવી લેશે. હૉસ્પિટલાઇઝેશન, અકસ્માત અને અચાનક ઉપડેલા દાંતના દુખાવામાં રાહત પણ તેના દ્વારા કવર કરવામાં આવે છે.

  • મુસાફરી કરતી વખતે ઉદ્ભવતી સંભવિત સમસ્યાઓનું સમાધાન કરવા. આપણે જે ટ્રિપ વિશે અત્યંત ઉત્સાહિત હોઈએ અને તે કોઈ અણધારી ઘટનાને લીધે સંપૂર્ણપણે ઠપ થઈ જાય તેના જેવું ખરાબ કંઈ નથી. જોકે શું થશે તેના પર આપણું કોઈ નિયંત્રણ હોતું નથી, છતાં આપણે તે પરિસ્થિતિને સંભાળી લેવા માંગીએ છીએ.

  • ભારતમાંથી શેન્ગન વિઝા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને ફ્લાઇટમાં વિલંબ, ટ્રિપ કૅન્સલેશન, ફ્લાઇટ ચૂકી જવી, પાસપોર્ટ ખોવાઈ જવો અને રિઝર્વેશનમાં નકાર સહિતની કોઈપણ બાબતમાં ગમે તે ભોગે સુરક્ષિત કરશે. તે ઇન્શ્યોરન્સ પૉલિસી ડૉક્યૂમેન્ટમાં ઉલ્લેખિત મર્યાદાઓ માટે તમને વળતર આપશે.

  • તમારા દેશમાં તમારા માટે જેનું મૂલ્ય હોય તેને સુરક્ષિત કરવા. ધારો કે તમે તમારી મુસાફરી શરૂ કરી દીધી છે અને અચાનક તમારા પરિવારના કોઈ સભ્ય બીમાર પડે છે. તે સમયે તમે આગળ વેકેશનની મજા માણી શકતા નથી. વધુમાં, તમારે નિઃશંકપણે તે સંજોગોમાં નાણાંકીય મદદની જરૂર પડશે. ભારતથી શેન્ગન વિઝા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમારા હવાઈ ભાડા અને લૉજિંગ ખર્ચની ભરપાઈ કરે છે અને સંપત્તિના કોઈપણ નુકસાન માટે પણ ચુકવણી કરે છે.

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સની શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવાના લાભો

બજાજ આલિયાન્ઝ શેન્ગન વિસ્તારમાં મુસાફરી કરનાર વ્યક્તિઓને શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી પ્રદાન કરે છે. શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવાના લાભો નીચે મુજબ છે:

  • પ્રીમિયમ રકમ

    બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીના પ્રીમિયમ આ પૉલિસીને ઓછા બજેટ ધરાવતા મુસાફરો માટે પણ વાજબી વિકલ્પ છે..

  • ક્લેઇમની પ્રક્રિયા

    બજાજ આલિયાન્ઝની શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી પેપરલેસ સ્માર્ટફોન-સક્ષમ ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા પ્રદાન કરે છે, જેના કારણે તે ક્લેઇમ ફાઇલ કરવાની ઝંઝટ-મુક્ત અને સુવિધાજનક રીત બની છે.

  • ક્લેઇમ સેટલમેન્ટ

    બજાજ આલિયાન્ઝની શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી 24x7 ક્લેઇમ સેટલમેન્ટ સર્વિસ પ્રદાન કરે છે, જેનો અર્થ એ છે કે પૉલિસીધારકો દિવસના કોઈપણ સમયે ક્લેઇમ ફાઇલ કરી શકે છે. કંપની +91-124-6174720 પર મિસ્ડ કૉલ સર્વિસ પણ ઑફર કરે છે, જે પૉલિસીધારકોને ક્લેઇમની પ્રક્રિયા શરૂ કરવા માટે કૉલબૅકની વિનંતી કરવાની સુવિધા આપે છે.

  • કવર કરેલા દેશોની સંખ્યા

    બજાજ આલિયાન્ઝની શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી 27 દેશોને કવર કરીને મુસાફરોને વ્યાપક કવરેજ પ્રદાન કરે છે.

  • કપાતપાત્ર સમાવેશ

    બજાજ આલિયાન્ઝની શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં અમુક કપાતપાત્ર છે, જેની ચુકવણી પૉલિસીધારકે પૉલિસીની શરતોમાં ઉલ્લેખ કર્યા મુજબ દરેક કવર થયેલા ખર્ચ માટે કરવી આવશ્યક છે.

  • ઍડ-ઑનના લાભો

    બજાજ આલિયાન્ઝની શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી વિવિધ ઍડ-ઑન લાભો પ્રદાન કરે છે, જેમાં સમાવિષ્ટ છે એડવેન્ચર સ્પોર્ટ્સ કવરેજ, હૉસ્પિટલાઇઝેશન, સામાનમાં વિલંબ, પાસપોર્ટ ખોવાઈ જવો, ઇમરજન્સી કૅશ ઍડવાન્સ, ટ્રિપ કૅન્સલેશન, અને અન્ય ઘણા બધા. આ લાભો મુસાફરોને અતિરિક્ત સુરક્ષા અને મનની શાંતિ પ્રદાન કરે છે.

 

શેન્ગન વિઝાના પ્રકારો

 

ભારતમાં શેન્ગન વિઝા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં શેન્ગન વિઝાની કઈ કેટેગરી તમારી ટ્રિપને સૌથી વધુ અનુકૂળ છે તે સમજવું મહત્વપૂર્ણ છે:

 

યુનિફોર્મ શેન્ગન વિઝા

– તેમાં બે પ્રકારના વિઝા શામેલ છે:

  • શેન્ગન દેશમાંથી ઉડાન ભરતી અથવા જેના માર્ગમાં શેન્ગન દેશ આવતો હોય તેવી દરેક વ્યક્તિ માટે 'ટાઇપ એ' શેન્ગન વિઝા જરૂરી છે.
  • 'ટાઇપ સી' શેન્ગન વિઝા એ વિઝાના આધારે શેન્ગન દેશમાં રહેવા માટે માન્ય છે. પ્રવાસના હેતુના આધારે 'ટાઇપ સી' શેન્ગન વિઝાને સિંગલ-, ડબલ- અને મલ્ટિપલ-એન્ટ્રી વિઝામાં વર્ગીકૃત કરવામાં આવે છે.

    1. ✓ સિંગલ-એન્ટ્રી વિઝા: સિંગલ-એન્ટ્રી વિઝા ધરાવનાર વ્યક્તિ વિઝામાં ઉલ્લેખિત મુજબ માત્ર એક જ વખત શેન્ગન ક્ષેત્રમાં પ્રવેશ કરી શકે છે. શેન્ગન પ્રદેશમાંથી બહાર નીકળ્યા બાદ, તે વ્યક્તિ શેન્ગન પ્રદેશમાં ફરીથી પ્રવેશ કરી શકતા નથી, ભલે પછી તેમણે જારી થયેલ વિઝામાં અનુમતિ પ્રાપ્ત દિવસોનું રોકાણ ના કર્યું હોય.

    2. ✓ ડબલ-એન્ટ્રી વિઝા: ડબલ-એન્ટ્રી વિઝા એ સિંગલ-એન્ટ્રી વિઝાની જેમ જ કામ કરે છે, ફરક માત્ર એટલો છે કે તમે શેન્ગન પ્રદેશમાંથી બહાર નીકળ્યા પછી, ફરીથી એકવાર શેન્ગન પ્રદેશમાં પાછા આવી શકો છો.

    3. ✓ મલ્ટિપલ-એન્ટ્રી વિઝા: જેમ નામ સૂચવે છે તેમ, મલ્ટિપલ-એન્ટ્રી વિઝા એ ધારકને વિઝાની મુદત દરમિયાન, જ્યાં સુધી તેઓ 90/180 નિયમનું ઉલ્લંઘન ન કરે ત્યાં સુધી અનેક વખત શેન્ગન પ્રદેશની મુલાકાત લેવાની મંજૂરી આપે છે. તમારી મુલાકાતની ફ્રીક્વન્સીના આધારે, તમે 1-વર્ષ, 3-વર્ષ અથવા 5-વર્ષના મલ્ટિપલ-એન્ટ્રી વિઝા પસંદ કરી શકો છો.

 

નેશનલ શેન્ગન વિઝા અથવા 'ટાઇપ ડી' વિઝા -

- જે મુસાફરો શૈક્ષણિક કાર્યક્રમ, સંશોધન અથવા શૈક્ષણિક હેતુઓ માટે શેન્ગન દેશમાં રહેવા માંગતા હોય, પ્રોફેશનલ લોકો, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને મેડિકલ ઇમરજન્સી અને અન્ય સંબંધિત સંજોગોને કારણે શેન્ગન દેશમાં અટવાયેલા લોકો આ તમામ નેશનલ શેન્ગન વિઝા માટે પાત્ર છે. તે 90 દિવસથી લઈને 1 વર્ષ સુધી માન્ય હોઈ શકે છે.

 

સુનિશ્ચિત કરો કે તમે તમારી ટ્રિપ પહેલાં શેન્ગન વિઝા માટે તમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવી લો.

શેન્ગન વિઝા પ્રક્રિયા - સમજૂતી


તમે ઑફલાઇન અથવા ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદ્યા પછી તમે શેન્ગન વિઝા માટે અપ્લાઇ કરી શકો છો. શેન્ગન વિઝા માટે અપ્લાઇ કરવાની સમયસીમા ટ્રિપના 15 દિવસ પહેલાંની હોય, તો પણ તમારે ટ્રિપ શરૂ થવાના ઓછામાં ઓછા 30 થી 60 દિવસ પહેલાં જ શેન્ગન વિઝા માટે અપ્લાઇ કરવું ઉત્તમ રહેશે. આનું કારણ એ છે કે તમે જ્યાં અપ્લાઇ કર્યું હોય તે દૂતાવાસ અથવા કોન્સ્યુલેટમાં તમારી એપ્લિકેશન પર પ્રક્રિયા કરવામાં બે અઠવાડિયાથી લઈને બે મહિના સુધીનો સમય લાગી શકે છે.


કેવી રીતે અપ્લાઇ કરવું તે અહીં આપેલ છે:


પગલું 1

તમે શેન્ગન દેશમાં શા માટે મુસાફરી કરી રહ્યા છો અને શેન્ગન વિઝાનો યોગ્ય પ્રકાર પસંદ કરો. નિમ્નલિખિત પ્રકારના વિઝા શામેલ છે:

  • ટ્રાન્ઝિટ વિઝા
  • ટૂરિસ્ટ વિઝા
  • બિઝનેસ વિઝા
  • પરિવાર અને મિત્રોની મુલાકાતના વિઝા
  • અધિકૃત મુલાકાતો માટે વિઝા
  • સ્ટડી વિઝા
  • સાંસ્કૃતિક અને રમતગમત પ્રવૃત્તિઓ માટે વિઝા
  • મેડિકલ વિઝા

પગલું 2

તમે જે શેન્ગન દેશમાં મુલાકાત લેવા માંગતા હોવ તે શેન્ગન દેશના દૂતાવાસમાં એક એપ્લિકેશન સબમિટ કરો. જો તમે એકથી વધુ શેન્ગન દેશમાં મુસાફરી કરવા માંગતા હોવ તો તમારા પ્રાથમિક ડેસ્ટિનેશન દેશના કોન્સ્યુલેટ અથવા દૂતાવાસમાં અપ્લાઇ કરો.


પગલું 3

એક યોગ્ય એપ્લિકેશન વિન્ડો પસંદ કરો, જેમાં અપ્લાઇ કરવાની તારીખ વહેલામાં વહેલી ટ્રિપના છ મહિના પહેલાંની અને મોડામાં મોડી તમારી ટ્રિપના પંદર દિવસ પહેલાંની હોવી જોઈએ.


પગલું 4

શેન્ગન દેશના કોન્સ્યુલેટ, દૂતાવાસ અથવા વિઝા કેન્દ્રમાં અપૉઇન્ટમેન્ટ શેડ્યૂલ કરો. મોટાભાગની એપ્લિકેશન ઑનલાઇન સબમિટ કરવામાં આવે છે, પરંતુ જો તમારી પસંદગીના શેન્ગન દેશમાં વ્યક્તિગત બુકિંગની જરૂર હોય, તો તમારે તે જરૂરિયાતનું પાલન કરવું આવશ્યક છે.


પગલું 5

તમને શેન્ગન વિઝા એપ્લિકેશન ફોર્મ પ્રાપ્ત થશે, જેમાં તમારે તમારા વિશેની માહિતી, તમારું બેકગ્રાઉન્ડ, મુસાફરી માટે તમારો હેતુ અને અન્ય સંબંધિત માહિતી ભરવી આવશ્યક છે. આ ફોર્મ ભરવાનું શરૂ કરતા પહેલાં દરેક સૂચનાઓને વાંચો.


પગલું 6

એપ્લિકેશન ફોર્મ પૂર્ણ કર્યા પછી, જરૂરી પેપરવર્ક (ઉપર ઉલ્લેખિત મુજબ) એકત્રિત કરો અને તેને તમારા સબમિશનમાં જોડો. તમને શેન્ગન વિઝા ઇન્ટરવ્યૂ માટે તમારી અપૉઇન્ટમેન્ટ વિશે સૂચિત કરવામાં આવશે.


પગલું 7

શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વિઝાનો ખર્ચ દરેક ઇન્શ્યોરર પાસે અલગ અલગ હોય છે.

 

ભારતથી શેન્ગનની મુસાફરી કરતી વખતે કયા ટ્રાવેલ ડૉક્યૂમેન્ટ જરૂરી છે?

શેન્ગન વિઝા માટે જરૂરી તમામ પેપરવર્ક નીચે સૂચિબદ્ધ છે:

  • યોગ્ય રીતે ભરેલ અને હસ્તાક્ષર કરેલ વિઝા એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટેડ કૉપી

  • આછા કલરની પૃષ્ઠભૂમિ ધરાવતા તાજેતરના બે પાસપોર્ટ-સાઇઝ ફોટા. .

  • માન્ય ભારતીય પાસપોર્ટ કે જે દસ વર્ષ કરતાં વધુ જૂનો ના હોય અને તમારા શેન્ગન દેશ છોડ્યાની તારીખ પછી ઓછામાં ઓછા ત્રણ મહિના માટે માન્ય હોય

  • તમે પસંદ કરેલ શેન્ગન દેશ અને પ્રદેશમાં તમારા રોકાણ દરમિયાન રહેઠાણના પુરાવા.

  • શેન્ગન પ્રદેશ માટે ઓછામાં ઓછું €30,000 નું કવરેજ ધરાવતો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ. આવા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજમાં અકસ્માત, અનપેક્ષિત મેડિકલ સમસ્યાઓ અને ઇવેક્યુએશન અને રિપેટ્રિએશન સામે પણ સુરક્ષા હોવી જોઈએ.

  • શેન્ગન વિસ્તારમાં આવવાની અને જવાની ફ્લાઇટના શેડ્યૂલ અને ટ્રાવેલ ટિકિટ.

  • તમે પસંદ કરેલા શેન્ગન દેશની મુલાકાત શા માટે લઈ રહ્યા છો તેની રૂપરેખા આપતો એક કવર પત્ર.

  • તમારી નાગરિક સ્થિતિના પુરાવાઓમાં નિમ્નલિખિત શામેલ હોઈ શકે છે પરંતુ માત્ર આટલું જ મર્યાદિત નથી:
    1. તમારા લગ્નનું સર્ટિફિકેટ
    2. છેલ્લા ત્રણ વર્ષના ટૅક્સ રિટર્ન ફાઇલ કર્યાના પુરાવા
    3. તાજેતરનું છ-મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
    4. બાળકનું બર્થ સર્ટિફિકેટ
    5. પસંદગીના શેન્ગન દેશમાં તમારા રોકાણ માટે જાતે ચુકવણી કરી શકવાની તમારી ક્ષમતા દર્શાવતું રાશન કાર્ડ ડૉક્યૂમેન્ટેશન
    6. જો તમે વિદેશી વિદ્યાર્થી તરીકે મુસાફરી કરી રહ્યા હોવ, તો એડમિશનનો પુરાવો ; જો તમે બિઝનેસ માટે મુસાફરી કરી રહ્યા હોવ, તો એમ્પ્લોયમેન્ટ લેટર
  • વિઝિટર વિઝા માટે:
    1. ગેરંટી ફોર્મ
    2. તમારા યજમાનના પાસપોર્ટની એક કૉપી
    3. તમારા યજમાનના રહેઠાણનો પુરાવો

  • ટૂરિસ્ટ વિઝા માટે:
    1. હોટલમાં રોકાણ સહિતની તમારી વિગતવાર મુસાફરીનો કાર્યક્રમ અથવા ઔપચારિક આમંત્રણ પત્ર.

  • મેડિકલ વિઝા માટે:
    1. મેડિકલ સર્ટિફિકેટની એક કૉપી.
    2. સારવાર વિશેના કન્ફર્મેશનની એક કૉપી
    3. નાણાંકીય સાધનોનો પુરાવો

  • બિઝનેસ વિઝા માટે:
    1. યજમાન અથવા કંપની તરફથી એક આમંત્રણ પત્ર કે જેમાં તમે તેમની સાથે કામ કરવાના છો અને તમારી બિઝનેસ મુલાકાતના હેતુ વિશે અન્ય જરૂરી વિગતોનો ઉલ્લેખ હોય.

  • પત્રકાર વિઝા માટે:
    1. પત્રકારિતા સંબંધિત મુસાફરી માટે એમ્પ્લોયર અથવા ક્લાયન્ટ તરફથી કન્ફર્મેશન લેટર
    2. જો લાગુ પડે તો આમંત્રણ પત્ર
    3. પત્રકાર તરીકે તમારી ઓળખનો પુરાવો

જો તમે શેન્ગન પ્રદેશમાં સાંસ્કૃતિક આદાન-પ્રદાનના કારણોસર મુસાફરી કરી રહ્યા હોવ, તો તમારી મુલાકાતના હેતુ પર આધારિત અતિરિક્ત ડૉક્યૂમેન્ટ જરૂરી છે. કૃપા કરીને તેના વિશે વધુ માહિતી માટે તમારા ટ્રાવેલ એજન્ટ, તમે જે દેશની મુલાકાત લઈ રહ્યા છો તેના દૂતાવાસ અથવા કોન્સ્યુલેટનો સંપર્ક કરો.


નોંધ: જો તમે શેન્ગન વિઝા માટે અપ્લાઇ કરી રહ્યા હોવ, તો ઇન્શ્યોરન્સ ફરજિયાત છે અને તમે શા માટે શેન્ગન વિસ્તારમાં મુસાફરી કરી રહ્યા છો તેનું વર્ણન એપ્લિકેશન ફોર્મ પર અને દૂતાવાસના ઇન્ટરવ્યૂમાં કરવું આવશ્યક છે.

 

કયા દેશો શેન્ગન દેશો છે?


યુરોપ માટે મેડિકલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવતા પહેલાં, શેન્ગન દેશો વિશે જાણવું મહત્વપૂર્ણ છે. આ દેશોમાં શામેલ છે: 

ઑસ્ટ્રિયા

લીચેસ્ટાઈન

બૅલ્જિયમ

લિથુઆનિયા

ક્રોએશિયા

લક્ઝેમબર્ગ 

ચેક રિપબ્લિક

માલ્ટા 

ડેન્માર્ક

નૅધરલૅન્ડ્સ

ઇસ્ટોનિયા

નૉર્વે

ફિન્લૅન્ડ 

પોલૅન્ડ

ફ્રાંસ

પોર્તુગલ 

જર્મની

સ્લોવાકિયા

ગ્રીસ

સ્લોવિનિયા

હંગેરી

સ્પેન 

આઇસલૅન્ડ 

સ્વીડન

ઈટાલી 

સ્વિટ્ઝર્લૅન્ડ

લાત્વિયા

 

શેન્ગન દેશોમાં કરવા લાયક બાબતો


શેન્ગન દેશો વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ પ્રદાન કરે છે. સુનિશ્ચિત કરો કે તમે હંમેશા સુરક્ષિત રહેવા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજ ખરીદો. તમે ફ્રાન્સ જેવા જાણીતા સ્થાન પર મુસાફરી કરીને સમીસાંજે એફિલ ટાવર જોવા જઈ શકો છો. તમે ગ્રીસ અને વિયેના જેવા સ્થળોની મુસાફરી કરી શકો છો, દર બીજી શેરી ઈતિહાસમાં તરબોળ કરે છે.


તમે ચેક રિપબ્લિક, હંગેરી અને ઑસ્ટ્રિયા જેવા દેશોમાં મુસાફરી કરી શકો છો, જ્યાં સ્થાપત્ય ઈતિહાસ ખૂબ જ સમૃદ્ધ છે. જર્મની અને બેલ્જિયમમાં ખરીદી કરીને, તમે ઇટલી અને સ્પેનની વિવિધ વાનગીઓનો સ્વાદ માણી શકો છો. તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો અને તે એકદમ સરળ અને ઝંઝટ-મુક્ત રીતે મળે છે.

શેન્ગન દેશોની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય


શેન્ગન દેશોમાં મહત્તમ તાપમાન ક્યારેય 23 થી 25 ડિગ્રી સેલ્સિયસ કરતા વધારે હોતું નથી, જેથી તમે આખા વર્ષમાં ગમે ત્યારે ત્યાં મુસાફરી કરી શકો છો. 24-ડિગ્રી હવામાન પણ બહેતર લાગે છે કારણ કે શેન્ગન દેશોની તુલનામાં મોટાભાગના ભારતમાં વધારે તાપમાન હોય છે. સુનિશ્ચિત કરો કે તમે મુસાફરી કરતા પહેલાં તમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવી લો. શેન્ગન દેશોમાં ચાર ઋતુઓ હોય છે:

  • ઉનાળા દરમિયાન તાપમાન 14 થી 24 ડિગ્રી સેલ્સિયસ હોય છે (ડિસેમ્બર - ફેબ્રુઆરી
  • પાનખર, 7 થી 14 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન (સપ્ટેમ્બર – નવેમ્બર).
  • વસંત, જ્યારે તાપમાન 2 થી 18 ડિગ્રી સેલ્સિયસ સુધીનું હોય છે (જૂન – ઑગસ્ટ). .
  • શિયાળામાં તાપમાન લગભગ -10 ડિગ્રી સેલ્સિયસ હોય છે (માર્ચ-મે).

તમે તમારા શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સને ઑનલાઇન મેળવીને સુરક્ષિત રહી શકો છો.

GOT A QUESTION? HERE ARE SOME ANSWERS

કોઈ પ્રશ્ન છે? અહીં કેટલાક જવાબો છે

શેન્ગન વિસ્તાર માટે મારે ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર શા માટે છે?

જો તમે શેન્ગન વિસ્તારનો ભાગ હોય એવા 26 દેશોમાંથી કોઈપણ દેશમાં જવા માંગતા હોવ, તો તમારી પાસે શેન્ગન વિઝા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવો આવશ્યક છે. આ ઉપરાંત, સામાન્ય રીતે તમારા સંસાધનો પર કાપ મૂકતી કોઈપણ ઇમરજન્સીમાં નાણાંકીય સુરક્ષા હોવી બહેતર છે

શેન્ગન વિઝા મેળવવામાં કેટલો સમય લાગે છે?

જો તમારી એપ્લિકેશનમાં ભરેલી તમામ માહિતી સંપૂર્ણ, સાચી અને યોગ્ય હોય, તો શેન્ગન વિઝાની પ્રક્રિયામાં સામાન્ય રીતે બે અઠવાડિયાનો સમય લાગે છે. કેટલીક અનન્ય પરિસ્થિતિઓમાં, શેન્ગન વિઝા પર પ્રક્રિયા કરવા માટે દૂતાવાસ અથવા કોન્સ્યુલેટને 30 દિવસ સુધીનો સમય લાગી શકે છે. કેટલીક અસાધારણ પરિસ્થિતિઓને કારણે વિઝાની પ્રક્રિયામાં 60 દિવસ સુધીનો સમય લાગી શકે છે.    

શું બિઝનેસ મુસાફરો શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવા માટે પાત્ર છે?

હા, બિઝનેસ સંબંધિત મુસાફરોએ શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી જરૂરી છે. બિઝનેસ વિઝા એ સૌથી સામાન્ય શેન્ગન વિઝા છે.

 

અને કોઈપણ ઝંઝટથી બચવા માટે, કોઈપણ બિઝનેસ અથવા પ્રોફેશનલ કારણોસર મુસાફરી કરનારે શેન્ગન વિઝા ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી આવશ્યક છે.

લોકપ્રિય દેશો માટે વિઝા ગાઇડ


ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો