રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
ગંભીર બીમારીઓ વ્યક્તિના જીવન અને આસપાસની સ્થિતિ પર નોંધપાત્ર અસર કરે છે. તે વ્યક્તિના જીવનમાં માનસિક તણાવ અને ભાવનાત્મક આઘાત સર્જી શકે છે. તેને પરિણામે ઉદ્ભવતો આર્થિક બોજ ખૂબ મોટો હોય છે, જેને કારણે તે વ્યક્તિ તેમજ તેમના પરિવારને જીવનની મૂળભૂત જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે.
આવી સ્થિતિમાં મદદ કરવા માટે બજાજ આલિયાન્ઝ ક્રિટિ કેર પૉલિસી લાવ્યું હતું જેથી કોઈ વ્યક્તિ જીવન દરમિયાન થઈ શકે તેવી ગંભીર બિમારીઓને કવર કરી શકે. આ ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પ્લાન ચોક્કસ જીવલેણ રોગોની સારવાર સાથે સંકળાયેલા ભારે ખર્ચ સામે સુરક્ષા પૂરી પાડશે.
પૉલિસી હેઠળ ઉપલબ્ધ બેઝ કવરેજ
વિશાળ શ્રેણીની ગંભીર બીમારીઓ કવર કરવામાં આવે છે (કુલ 43 બીમારી) જે 5 વ્યાપક શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવી છે, જેમ કે. કેન્સર કેર, કાર્ડિયોવાસ્ક્યુલર કેર, કિડની કેર, ન્યુરો કેર, ટ્રાન્સપ્લાન્ટ કેર અને સેન્સરી ઓર્ગન કેર.
કેટલીક ગંભીર બીમારીઓ, જેવી કે-
પૉલીસીનો પ્રકાર
ક્રિટી કેર હેલ્થ ઇન્શ્યોરન્સ વ્યક્તિગત વીમાકૃત રકમના આધારે ઉપલબ્ધ છે, જેમાં પરિવારના પ્રત્યેક સભ્યની પોતાની અલગ વીમાકૃત રકમ રકમ હોય છે. તેમાંથી વ્યક્તિ વીમાકૃત રકમની વિશાળ શ્રેણીમાંથી પસંદગી કરી શકે છે.
બહુ-વર્ષીય પૉલિસી
પૉલિસી 1/2/3 વર્ષ માટે લઈ શકાય છે.
સામાન્ય પરિસ્થિતિઓમાં, પૉલિસી હેઠળ ઉપલબ્ધ તમામ લાભો સાથે પૉલિસીને રિન્યૂ કરી શકાય છે. ઉપરાંત, પૉલિસી દ્વારા સમાપ્તિની તારીખથી 30 દિવસનો ગ્રેસ પીરિયડ પ્રદાન કરવામાં આવે છે.
હપ્તામાં પ્રીમિયમની ચુકવણી
પૉલિસી કેટલાક નિયમો અને શરતો હેઠળ હપ્તાઓમાં ચૂકવી શકાય છે. ઉપરાંત, જો વ્યક્તિ નિર્દિષ્ટ દેય તારીખે હપ્તાની ચુકવણી ન કરે તો શૂન્ય વ્યાજ લેવામાં આવશે. પૉલિસીના પ્રીમિયમના ચૂકવવાપાત્ર હપ્તાની ચુકવણી કરવા માટે વ્યક્તિને 15 દિવસની છૂટ આપવામાં આવશે. પરંતુ છૂટની અવધિની અંદર પ્રીમિયમ ચૂકવવામાં ન આવે તો પૉલિસી રદ કરવામાં આવે છે.
વીમાકૃત રકમ
ઇન્શ્યોર્ડ વ્યક્તિને તેમના પ્લાન મુજબ પ્રદાન કરવામાં આવતી રકમ વીમાકૃત રકમ છે. આ અશ્યોર્ડ રકમ પસંદ કરેલ સેકશન અને વ્યક્તિની ઉંમર મુજબ અલગ હોય છે.
તમામ પાંચ સેકશન હેઠળ
નોંધ:
a. સભ્ય દીઠ વીમાકૃત રકમ મહત્તમ 2 કરોડ રહેશે
b. પૉલિસીમાં 5 સેક્શન છે. આમાંના પ્રત્યેક પાંચ સેકશનમાં બે કેટેગરીઓ શામેલ છે, કેટેગરી A જે રોગના નાના/પ્રારંભિક તબક્કાઓને આવરી લે છે અને કેટેગરી B જે રોગના મેજર/એડવાન્સ્ડ તબક્કાઓને આવરી લે છે.
અકસ્માત સામે વ્યાપક કવરેજ
જો સેક્શન I (કેન્સર કેર) ની કેટેગરી B હેઠળ તમારો ક્લેઇમ મંજૂર કરવામાં આવે છે, તો બજાજ આલિયાન્ઝ દ્વારા ચૂકવવામાં આવશે વધુ વાંચો
જો સેક્શન I (કેન્સર કેર) ની કેટેગરી B હેઠળ તમારો ક્લેઇમ મંજૂર કરવામાં આવે છે, તો બજાજ આલિયાન્ઝ દ્વારા સમ ઇન્શ્યોર્ડના અતિરિક્ત 10% ની ચૂકવણી કરવામાં આવશે. ઇન્શ્યોર્ડ વ્યક્તિ માટે કેન્સર રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી (જેમ કે સ્તન, માથા અથવા ગળા) માટે એકસામટી લાભની રકમ ચૂકવવામાં આવે છે.
જો સેક્શન II (કાર્ડિયોવેસ્ક્યુલર કેર) ની કેટેગરી B હેઠળ તમારો ક્લેઇમ મંજૂર કરવામાં આવે છે, તો બજાજ આલિયાન્ઝ દ્વારા ક્લેઇમ ચૂકવવામાં આવશે વધુ વાંચો
જો સેક્શન II (કાર્ડિયોવેસ્ક્યુલર કેર) ની કેટેગરી B હેઠળ તમારો ક્લેઇમ મંજૂર કરવામાં આવે છે, તો બજાજ આલિયાન્ઝ દ્વારા વીમાકૃત રકમના અતિરિક્ત 5% ની ચૂકવણી કરવામાં આવશે. વીમાકૃત વ્યક્તિ માટે કાર્ડિયાક નર્સિંગ માટે એકસામટી રકમ લાભની રકમ નિર્દેશિત કરવામાં આવે છે.
જો સેક્શન III (કિડની કેર) ની કેટેગરી B હેઠળ તમારો ક્લેઇમ મંજૂર કરવામાં આવે છે, તો બજાજ આલિયાન્ઝ દ્વારા ચૂકવવામાં આવશેવધુ વાંચો
જો સેક્શન III (કિડની કેર) ની કેટેગરી B હેઠળ તમારો ક્લેઇમ મંજૂર કરવામાં આવે છે, તો બજાજ આલિયાન્ઝ દ્વારા સમ ઇન્શ્યોર્ડના અતિરિક્ત 10% ની ચૂકવણી કરવામાં આવશે. ઇન્શ્યોર્ડ વ્યક્તિને ડાયાલિસિસ કેર માટે એકસામટી રકમ ચૂકવવામાં આવે છે.
જો સેક્શન IV (ન્યૂરો કેર) ની કેટેગરી B હેઠળ તમારો ક્લેઇમ મંજૂર કરવામાં આવે છે, તો બજાજ આલિયાન્ઝ દ્વારા ચૂકવવામાં આવશે વધુ વાંચો
જો સેક્શન IV (ન્યૂરો કેર) ની કેટેગરી B હેઠળ તમારો ક્લેઇમ મંજૂર કરવામાં આવે છે, તો બજાજ આલિયાન્ઝ દ્વારા સમ ઇન્શ્યોર્ડના અતિરિક્ત 5% ની ચુકવણી કરવામાં આવશે. ઇન્શ્યોર્ડ વ્યક્તિને ફિઝિયોથેરેપી કેર માટે એકસામટી રકમની ચુકવણી કરવામાં આવે છે.
જો સેક્શન V (ટ્રાન્સપ્લાન્ટ કેર અને સેન્સરી ઓર્ગન કેર) ની કેટેગરી B હેઠળ તમારો ક્લેઇમ મંજૂર કરવામાં આવે છે, તો વધુ વાંચો
જો સેક્શન V (ટ્રાન્સપ્લાન્ટ કેર અને સેન્સરી ઓર્ગન કેર) ની કેટેગરી B હેઠળ તમારો ક્લેઇમ મંજૂર કરવામાં આવે છે, તો બજાજ આલિયાન્ઝ દ્વારા સમ ઇન્શ્યોર્ડના અતિરિક્ત 5% ની રકમ ચૂકવવામાં આવશે. સ્પીચ થેરેપી, કૉકલિયર ઇમ્પ્લાન્ટ જેવી હિયરિંગ લૉસની સારવાર લઈ રહેલ ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિને એકસામટી રકમની ચુકવણી કરવામાં આવે છે.
બજાજ આલિયાન્ઝ ક્રિટી કેર હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ ઇન્શ્યોર્ડ કોઈપણ વ્યક્તિ 5% ની છૂટ માટે પાત્ર છે વધુ વાંચો
બજાજ આલિયાન્ઝ ક્રિટી કેર હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ ઇન્શ્યોર્ડ કોઈપણ વ્યક્તિ પ્રત્યેક રિન્યુઅલ સમયે 5% ની છૂટ મેળવી શકે છે. જો કે, વ્યક્તિએ નિયમિતપણે શારીરિક પ્રવૃત્તિઓનો દ્વારા યોગ્ય અને સ્વસ્થ જીવનશૈલી જાળવવાની રહેશે. દર અઠવાડિયે ઓછામાં ઓછા 15,000 પગલાં અથવા દર મહિને 60,000 પગલાં ચાલવાને શારીરિક પ્રવૃત્તિ ગણવામાં આવે છે.
જો ઇન્શ્યોરન્સ લેનાર દ્વારા વિકસિત લેબોરેટરીમાં કરવામાં આવેલા ટેસ્ટ રિપોર્ટ્સ સબમિટ કરવામાં આવે, તો આ વેલનેસ ડિસ્કાઉન્ટ વર્ષમાં એકવાર રિડીમ કરી શકાય છે.
જો પૉલિસીની મુદત બે વર્ષની હોય, તો 4% ની છૂટ આપવામાં આવે છે. વધુ વાંચો
નોંધ: જો ઇન્શ્યોર્ડ વ્યક્તિએ ઇન્સ્ટૉલમેન્ટ પ્રીમિયમ વિકલ્પ પસંદ કર્યો હોય તો આ ડિસ્કાઉન્ટ લાગુ પડતું નથી
વેબસાઇટ દ્વારા ઑનલાઇન બુક કરેલી તમામ પૉલિસીઓ માટે, ડાયરેક્ટ ગ્રાહકોને 5% ની છૂટનો લાભ પ્રાપ્ત થશે.
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
(3,912 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)
વિક્રમ અનિલ કુમાર
મારી હેલ્થ કેર સુપ્રીમ પૉલિસીના નવીકરણની સુવિધામાં તમે મને જે સહયોગ આપ્યો છે તેનાથી હું ખરેખર આનંદ અનુભવું છું. ખૂબ ખૂબ આભાર.
પૃથ્વી સિંહ મિયાન
લૉકડાઉન દરમિયાન પણ ક્લેઇમ સેટલમેન્ટની સારી સેવા હતી. જેથી હું મહત્તમ ગ્રાહકને બજાજ આલિયાન્ઝ હેલ્થ પૉલિસી વેચી શક્યો
આમાગોંડ વિત્તપ્પા આરાકેરી
બજાજ આલિયાન્ઝ દ્વારા ઉત્કૃષ્ટ સેવા, તકલીફ વિનાની સેવા, ગ્રાહકો માટે મૈત્રીપૂર્ણ સાઇટ, જે સમજવા અને વાપરવા માટે આસાન અને સરળ. ગ્રાહકોને આનંદપૂર્વક સેવા આપવા બદલ ટીમનો આભાર...
તેનો અર્થ. આ પૉલિસીના નિયમો અને શરતોમાં ઉલ્લેખિત બીમારી, માંદગી અથવા રોગ અથવા તેના માટે કરવામાં આવતી સારવાર.
ફિક્સ્ડ બેનિફિટ હેલ્થ ઇન્શ્યોરન્સ એક હેલ્થ ઇન્શ્યોરન્સનો પ્રકાર છે જેમાં ચૂકવવાપાત્ર વીમાકૃત રકમ નિર્ધારિત હોય છે.
પહેલેથી હોય તેવી બીમારીનો અર્થ એ છે કે કોઈપણ સ્થિતિ, બીમારી અથવા ઈજા અથવા રોગ. જેનું ઇન્શ્યોરર દ્વારા જારી કરવામાં આવેલી પૉલિસીની અસરકારક તારીખથી 48 મહિનાની અંદર ડૉક્ટર દ્વારા નિદાન કરવામાં આવે છે. જેના માટે ઇન્શ્યોરર દ્વારા જારી કરવામાં આવેલી પૉલિસીની અસરકારક તારીખથી 48 મહિનાની અંદર ડૉક્ટર દ્વારા તબીબી સલાહ અથવા સારવારની ભલામણ કરવામાં આવી હતી અથવા સારવાર પ્રાપ્ત કરવામાં આવી હતી.
લિખિત: બજાજ આલિયાન્ઝ - અપડેટેડ: 10th જાન્યુઆરી 2024
બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો