રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

કૉલ બૅક માટે વિનંતી કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય વિકલ્પ પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો
કૃપા કરીને ચેકબૉક્સ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ

કૅશલેસ સારવાર 8,000 + નેટવર્ક હૉસ્પિટલમાં

ઇન-હાઉસ હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ

કવર માટે 09 પ્લાન/વિકલ્પ હેલ્થ પ્રાઇમ રાઇડર સહિત

*ઇન્શ્યોરર દ્વારા તમામ બચત IRDAI દ્વારા માન્ય ઇન્શ્યોરન્સ પ્લાન મુજબ પ્રદાન કરવામાં આવે છે. સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

 

What is Health Insurance

હેલ્થ ઇન્શ્યોરન્સ શું છે?

હેલ્થ ઇન્શ્યોરન્સ અથવા મેડિકલ ઇન્શ્યોરન્સ એક ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ છે જે બીમારી અથવા ઈજાની સ્થિતિમાં થતાં ખર્ચ માટે કવરેજ પ્રદાન કરે છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન એ તમારા મહેનતથી કમાયેલા ફંડને હૉસ્પિટલાઇઝેશન, દવાઓ, કન્સલ્ટેશન અને અન્ય સંબંધિત ખર્ચાઓથી બચાવે છે. એક હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને તમારા અને તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની વચ્ચેના એગ્રીમેન્ટ તરીકે પણ જોઈ શકાય છે, જે કોઈપણ મેડિકલ ઇમરજન્સીના કિસ્સામાં ફાઇનાન્શિયલ રીતે તમને કવર કરી લેવા માટે કંપનીને બાધ્ય કરે છે.

ભારતમાં ઘણા પ્રકારની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ છે. તમારા અને તમારા પરિવાર માટે યોગ્ય પૉલિસી પસંદ કરવી જરૂરી છે જેથી જ્યારે ભારે મેડિકલ બિલ ચૂકવવાની વાત આવે ત્યારે તમે રાહત મેળવી શકો. તમે તમારા પ્લાન સાથે માત્ર મેડિકલ ખર્ચ માટે જ કવર થતા નથી, પરંતુ પ્રતિષ્ઠિત નેટવર્ક હૉસ્પિટલમાં કૅશલેસ સારવાર અને ક્વોલિટી હેલ્થ કેર સુવિધાઓ પણ મેળવો છો.

 

ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સની જરૂરિયાત શું છે?

એક અસરકારક મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી આવશ્યક છે કારણ કે દવાઓ અને હૉસ્પિટલની સારવારની કિંમતો દરરોજ વધી રહી છે. જો તમે કોઈ અકસ્માત અથવા ગંભીર બીમારીનો ભોગ બનો, તો તે તમારા અને તમારા આશ્રિતો માટે મોટો ફાઇનાન્શિયલ બોજ બની શકે છે. એક કડવું સત્ય એ છે કે હૉસ્પિટલાઇઝેશન પ્લાન કરેલ હોય કે ના હોય, તે એક અણગમતી ઘટના બનીને આવે છે, અને તે સુનિશ્ચિત કરે છે કે તમને મોટો ખર્ચો થાય. તેથી, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની સુરક્ષા હોવી એ બહેતર છે, જે તમને તમારા ફાઇનાન્સને મેનેજ કરવામાં મદદ કરવા ઉપરાંત, તમને ખૂબ જ વ્યાજબી પ્રીમિયમ દરો પર અન્ય ઘણા લાભો પણ પ્રદાન કરે છે. તમે વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્વોટ ઑનલાઇન પણ તપાસી શકો છો અને તમારા બજેટ અનુસાર સૌથી અનુકૂળ ક્વોટ જાણી શકો છો.

 

પ્રસ્તુત છે 5 કારણો, જે તમને યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હોવાના મહત્વને સમજાવશે:

  • ફાઇનાન્શિયલ મદદ : હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા ખિસ્સા પરથી મોટા મેડિકલ બિલની ચુકવણીનો બોજ હળવો કરશે. તમે મેડિકલ કેર પાછળ મોટા ખર્ચા કરવાને બદલે, તમારા જીવનમાં મોજથી જીવવા માટે તમારી મહેનતની કમાણીને બચાવી શકો છો. જો તમે પ્રીમિયમના દરો વિશે ચિંતિત હોવ, તો કૃપા કરીને નિશ્ચિંત રહો કે તમે ખૂબ જ વ્યાજબી કિંમત પર પર્યાપ્ત ઇન્શ્યોરન્સ કવર મેળવી શકો છો. તમને ફેમિલી ડિસ્કાઉન્ટ જેવી છૂટ પણ મળે છે, જે તુલનાત્મક રીતે ઓછા પ્રીમિયમની ચુકવણી પર તમારા મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાનને ખરીદવાની સુવિધા આપશે.

  • ક્વૉલિટી મેડિકલ કેર: જો તમે નેટવર્ક હૉસ્પિટલમાં સારવાર કરાવો છો, તો તમે કૅશલેસ ક્લેઇમ અને ક્વૉલિટી મેડિકલ કેરનો લાભ મેળવી શકો છો. નેટવર્ક હૉસ્પિટલ એ એક હૉસ્પિટલ છે જે હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની સાથે એગ્રીમેન્ટ ધરાવે છે, જેમાં તમે તમારા ખિસ્સામાંથી મોટી રકમ ચૂકવ્યા વિના શ્રેષ્ઠ સારવાર મેળવી શકો છો.

  • ટૅક્સમાં બચત: ભારતમાં, તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે તમે કરેલી ચુકવણીઓ ઇન્કમ ટૅક્સ એક્ટના સેક્શન 80D હેઠળ ટૅક્સ કપાત માટે પાત્ર છે. જો તમે તમારા અને તમારા પ્રિયજનો માટે પૉલિસી ખરીદતા હોવ, અને જો તમે અને તમારા માતાપિતા વરિષ્ઠ નાગરિક હોવ, તો તમે મહત્તમ ₹1 લાખની કપાત મેળવી શકો છો.

  • વ્યાપક કવરેજ: હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માત્ર હૉસ્પિટલાઇઝેશનના ખર્ચ સામે જ નહીં, પરંતુ ગંભીર બીમારીઓ, આકસ્મિક ઈજા, પ્રસૂતિ સંબંધિત ખર્ચ, કન્સલ્ટેશન, સ્વાસ્થ્ય-તપાસ અને અન્ય માટે પણ કવર પ્રદાન કરે છે. આ વ્યાપક કવરેજ વિવિધ પ્રકારની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓની વિશાળ શ્રેણી દ્વારા ઑફર કરવામાં આવે છે.

  • મનની શાંતિ: જો તમે નાણાંકીય દૃષ્ટિએ સુરક્ષિત હોવ, તો હૉસ્પિટલની યાત્રા પણ ઓછી તાણ આપે છે. મેડિકલ ઇન્શ્યોરન્સ હોવાથી તમને મનની શાંતિ મળે છે, જે તમને તાણદાયક પરિસ્થિતિમાં રાહત આપી શકે છે.

દેશમાં વિવિધ કંપનીઓ દ્વારા ઑફર કરવામાં આવતો હેલ્થ ઇન્શ્યોરન્સ અનેક વિશેષતાઓ અને લાભ ધરાવે છે. તમારે આ પૉલિસીઓનું મૂલ્યાંકન કરવું જોઈએ અને તેમાંથી શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવી જોઈએ.

 

હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રકારો

હેલ્થ ઇન્શ્યોરન્સ કવર ખરીદવું મહત્વપૂર્ણ છે. તેમ છતાં, એવા સમય આવે છે જ્યારે લોકો યોગ્ય કવર ખરીદવા માટે આનાકાની કરે છે. ઘણીવાર, લોકો ઉપલબ્ધ વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રકારો વચ્ચે મૂંઝવણમાં મૂકાય છે.

પૉલિસી ખરીદતી વખતે, તમારી જરૂરિયાતોને પૂર્ણ કરતું હેલ્થ કવર પસંદ કરવું મહત્વપૂર્ણ છે. ચાલો વ્યક્તિગત અને ફેમિલી ફ્લોટર પૉલિસીઓ વચ્ચેના મુખ્ય તફાવતોને સમજીને શરૂ કરીએ:

તફાવતનો મુદ્દો

વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી

ફેમિલી ફ્લોટર હેલ્થ ઇન્શ્યોરન્સ

વ્યાખ્યા

વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ એ પૉલિસીનો એવો પ્રકાર છે જેમાં પ્રસ્તાવકર્તા અને પરિવારના મેમ્બરને એ જ પ્લાનમાં કવર કરી શકાય છે. જો કે, પૉલિસીમાં દરેક વીમાકૃત મેમ્બર માટે વીમાકૃત રકમ અલગ-અલગ હોય છે (એટલે કે, શેર કરેલ નથી).

ફેમિલી ફ્લોટર પૉલિસી એ એક એવા પ્રકારની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી છે જેમાં પરિવારના ઘણા મેમ્બરને એક પ્લાન હેઠળ કવર કરી શકાય છે. અહીં, વીમાકૃત રકમને એક જ પ્લાનમાં પરિવારના તમામ મેમ્બર વચ્ચે શેર કરવામાં આવે છે.

વીમાકૃત રકમ

વીમાકૃત રકમ દરેક વીમાકૃત સભ્ય માટે અલગ રહેશે.

સંપૂર્ણ પરિવારને એક વીમાકૃત રકમ હેઠળ કવર કરવામાં આવે છે

કવરેજ

ઇન્શ્યોરન્સનો લાભ પ્રાથમિક ઇન્શ્યોર્ડ સભ્ય અને આશ્રિત પરિવારના સભ્યોને આપવામાં આવે છે, જેમાં સ્વયં, જીવનસાથી, બાળકો, માતા-પિતા, સાસુ-સસરા, બહેન, ભાઈ, પૌત્ર-પૌત્રી, કાકી અને કાકા શામેલ છે. જો કે, દરેક ઇન્શ્યોર્ડ સભ્ય પાસે તેમની પોતાની સમ ઇન્શ્યોર્ડ રકમ હશે.

પૉલિસીનો લાભ પ્રાથમિક ઇન્શ્યોર્ડ સભ્ય અને આશ્રિત પરિવારના સભ્યો સુધી વધારવામાં આવેલ છે જેમાં જીવનસાથી અને આશ્રિત બાળકો, આશ્રિત માતાપિતા શામેલ છે.

પ્રીમિયમ

વ્યક્તિગત પૉલિસીમાં સમ ઇન્શ્યોર્ડ પરિવારના દરેક સભ્ય માટે અલગ હોય છે અને આમ, પ્રીમિયમ એ સમ ઇન્શ્યોર્ડ, પસંદ કરેલ કવરેજ અને દરેક સભ્યની ઉંમરને આધાર નિર્ધારિત કરવામાં આવે છે.

આ પ્રકારનો પ્લાન વાજબી હોય છે કારણ કે તેમાં પરિવારના તમામ સભ્યો માટે એક પ્રીમિયમ ચૂકવવામાં આવે છે. પ્લાન હેઠળ કવર કરવામાં આવતા સૌથી મોટા સભ્યની ઉંમર મુજબ પ્રીમિયમ નક્કી કરવામાં આવે છે.

 

  • Individual Health Insurance

    વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ

    વ્યક્તિગત હેલ્થ પૉલિસી હેઠળ, પ્રસ્તાવકર્તા અને પરિવારના આશ્રિત સભ્યોને અલગ વીમાકૃત રકમ સાથે પ્લાનમાં કવર કરી શકાય છે. તેથી, જો તમે તમારા પરિવારના સભ્યો સાથે પોતાને સુરક્ષિત કરવા માંગો છો જ્યાં તમારે તમારી સમ ઇન્શ્યોર્ડ શેર કરવાની જરૂર નથી, તો વ્યક્તિગત ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવાનું વિચારો. તમે અમારા ઇન્શ્યોરન્સ પ્લાન સાથે 8000+ થી વધુ નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સારવારનો લાભ લઈ શકો છો.

    અમુક મુખ્ય વિશેષતાઓ વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ

     

    • વીમાકૃત રકમના અનેક વિકલ્પો
    • હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના ખર્ચ માટે કવર
    • ડે-કેર પ્રક્રિયાઓ, પરિવારને કવર કરે છે
    • આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવારને આવરી લે છે
    • રોડ એમ્બ્યુલન્સ કવર
    • દૈનિક રોકડ લાભ

     

  • Family Health Insurance

    ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ

    મેડિકલ ખર્ચ કોઈપણ ચેતવણી સાથે આવતા નથી. તેથી, તમારા પોર્ટફોલિયોના ભાગ રૂપે એક મજબૂત હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી મહત્વપૂર્ણ છે. ફેમિલી ફ્લોટર પૉલિસી તમને એક જ પ્રીમિયમની ચુકવણીમાં સમાન ઇન્શ્યોરન્સ પ્લાનમાં પરિવારના અનેક સભ્યોને શામેલ કરવાની સુવિધા આપે છે. આ પ્રકારની પૉલિસી હેઠળ, પ્લાનમાં કવર થતા તમામ સભ્યો દ્વારા સમ ઇન્શ્યોર્ડ શેર કરવામાં આવે છે, જેથી પરિવારને વ્યાજબી ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર સુરક્ષિત કરવામાં આવે છે.

    અમુક મુખ્ય વિશેષતાઓ ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ

    • આશ્રિત પરિવારના મેમ્બર માટે કવર
    • ડે-કેર પ્રક્રિયાઓ કવર
    • હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછી
    • સ્વાસ્થ્યપ્રાપ્તિનો લાભ
    • બેરિયાટ્રિક સર્જરી કવર
    • વીમાકૃત રકમનું પુનઃસ્થાપન
  • Health Insurance for Senior Citizens

    વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ

    વ્યક્તિની ઉંમર વધવા સાથે શરીર વિવિધ ચિહ્નો દર્શાવવાનું શરૂ કરે છે, જે ઉંમરને લગતી સમસ્યાઓને કારણે થઈ શકે તેવી બીમારીઓને સૂચવે છે. તેથી, આ સોનેરી દિવસો માટે સુસજ્જ રહેવું એ મહત્વપૂર્ણ બની જાય છે. વરિષ્ઠ નાગરિકો માટેનો હેલ્થ ઇન્શ્યોરન્સ વૃદ્ધાવસ્થા દરમિયાન આવી કોઈપણ તબીબી પરિસ્થિતિના કિસ્સામાં કવચ તરીકે કાર્ય કરે છે અને તેમને નાણાંકીય તકલીફમાં નાખતું નથી.

    અમુક મુખ્ય વિશેષતાઓ વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ

    • પહેલેથી હોય તેવી બિમારીઓ માટે ટૂંકી પ્રતીક્ષા અવધિ
    • સહ-ચુકવણીની માફી
    • મોટી ઉંમરની વ્યક્તિઓ માટે પ્રવેશ
    • સંચિત બોનસ
    • નિઃશુલ્ક હેલ્થ ચેક-અપ
  •  Critical Illness Insurance

    ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ

    નિયમિત હેલ્થ પ્લાન કદાચ દરેક ગંભીર બીમારી સંબંધિત ખર્ચને કવર કરી શકે નહીં. ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પ્લાન અત્યંત ઉપયોગી છે, કારણ કે તે જીવલેણ બીમારીઓ સામે મોંઘી સારવાર માટે કવર પ્રદાન કરે છે. ક્રિટિકલ ઇલનેસ પૉલિસીનો મુખ્ય લાભ એ છે કે એકસામટી રકમનો લાભ માત્ર સૂચિબદ્ધ ગંભીર બીમારીના નિદાન પર જ ચૂકવવાપાત્ર બને છે, હૉસ્પિટલાઇઝેશન ફરજિયાત નથી

    અમારો ક્રિટિકલ ઇલનેસ પ્લાન, ક્રિટિ કેર, નીચેની બાબતો સહિત 43 જીવલેણ બીમારીઓ સામે રક્ષણ આપે છે:

    • એઓર્ટાની મુખ્ય સર્જરી
    • કેન્સર
    • ઓપન ચેસ્ટ સીએબીજી
    • નિર્દિષ્ટ ગંભીરતાનું પ્રથમ હાર્ટ અટૅક
    • કિડની ફેલ્યોર
    • મુખ્ય અંગ પ્રત્યારોપણ
    • સતત લક્ષણો સાથે મલ્ટિપલ સ્ક્લેરોસિસ
    • અંગોનો કાયમી લકવો
    • સ્ટ્રોકના પરિણામે કાયમી લક્ષણો વગેરે. 

    અમુક મુખ્ય વિશેષતાઓ ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ

    • તમને અને તમારા પરિવારના સભ્યને કવર કરે છે.
    • સૂચિબદ્ધ ગંભીર બીમારીઓના નિદાન પર 100% ચુકવણી પ્રાપ્ત કરો.
    • વીમાકૃત રકમના અનેક વિકલ્પો

     

  • Critical Illness Insurance for Women

    મહિલાઓ માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ

    મહિલાઓ માટેનો ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ ખાસ કરીને મહિલાને પ્રતિકૂળ રીતે અસર કરતી 8 જીવલેણ પરિસ્થિતિઓના જોખમ સામે સુરક્ષિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. જીવન-જોખમી બિમારીનું નિદાન કરવામાં આવે ત્યારે ગેરંટીડ કૅશ રકમના રૂપમાં લાભ મેળવી શકાય છે.

    મહિલાઓ માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવતી 08 જીવલેણ બીમારીઓ નીચે સૂચિબદ્ધ છે:

    • બ્રેસ્ટ કેન્સર 
    • ફેલોપિયન ટ્યૂબનું કેન્સર 
    • સર્વાઇકલ/યુટરાઇન કેન્સર 
    • ઓવેરિયન કેન્સર 
    • યોનિમાર્ગનું કેન્સર 
    • અંગોનો કાયમી લકવો
    • મલ્ટી-ટ્રૉમા
    • બર્ન્સ

    મહિલાઓ માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સની કેટલીક અતિરિક્ત વિશેષતાઓ

    • નોકરી ગુમાવવા સામે કવર
    • જન્મજાત અપંગતાના લાભ
    • બાળકોના શિક્ષણ માટે બોનસ
  •  Top Up Health Insurance

    ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ

    ટૉપ-અપ હેલ્થ પૉલિસી સુનિશ્ચિત કરે છે કે જો બેઝ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાનની વીમાકૃત રકમ સમાપ્ત થઈ ગઈ હોય, તો પણ તમને કવર કરવામાં આવે છે. ટૉપ-અપ પૉલિસી હાલની ઇન્શ્યોરન્સ પૉલિસીને અતિરિક્ત અથવા "ટૉપ-અપ" કવર પ્રદાન કરે છે.

    અમુક મુખ્ય વિશેષતાઓ ટૉપ અપ હેલ્થ ઇન્શ્યોરન્સ

    • મેટરનિટી કવર
    • હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચ
    • સંપૂર્ણ પરિવાર માટે ફ્લોટર કવર
    • પહેલેથી હોય તેવી બિમારીઓ માટે ટૂંકી પ્રતીક્ષા અવધિ
    • ડે-કેર પ્રક્રિયાઓ

     

  • Personal Accident Insurance

    પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ

    વ્યક્તિગત અકસ્માત પૉલિસી કોઈપણ પ્રતિકૂળ સ્થિતિમાં તમારી અને પરિવારના સભ્યોની કાળજી લે છે. તે અકસ્માતના સમયે વ્યાપક કવર પ્રદાન કરે છે અને કટોકટીના સમયમાં મદદરૂપ થાય છે. તમે કોઈપણ અણધાર્યા અકસ્માતના ખર્ચ સામે પોતાને સુરક્ષિત કરી શકો છો. તે દુર્ઘટનાને કારણે થતી કોઈપણ શારીરિક ઈજા, મૃત્યુ કે અપંગતા સામે તમને અને પરિવારને આવરી લે છે

    અમુક મુખ્ય વિશેષતાઓ પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ

    • ₹ 25 કરોડ સુધીની વીમાકૃત રકમ
    • ફેમિલી કવર
    • બાળકોના શિક્ષણ માટે બોનસ
    • એડવેન્ચર સ્પોર્ટ્સ બેનિફિટ, આકસ્મિક હૉસ્પિટલાઇઝેશન, કોમા કેર, ફ્રેક્ચર કેર વગેરે જેવા ઍડ-ઑન લાભો.
  • Group Health Insurance

    ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ

    વધતા મેડિકલ ખર્ચના આ મુશ્કેલ સમયમાં, ગ્રુપ ઇન્શ્યોરન્સ પૉલિસી એ કર્મચારીઓ અને તેમના પરિવારો માટે સંપૂર્ણ સુરક્ષા છે. અકસ્માત અથવા બીમારીના પરિણામે હૉસ્પિટલાઇઝેશન દરમિયાન થયેલ મેડિકલ સારવારના ખર્ચને સંભાળી લે છે.

    ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સની કેટલીક મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:

    • હૉસ્પિટલાઇઝેશન ખર્ચ
    • નર્સિંગ ખર્ચ
    • પેસમેકર અને તેના જેવા સાધનોના ખર્ચા

     

  • Health Insurance for Vector-borne Diseases

    રોગવાહક દ્વારા થતા રોગો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ

    રોગવાહક દ્વારા થતા રોગો માટેનો હેલ્થ ઇન્શ્યોરન્સ એ એક વિશિષ્ટ પ્રકારનો પ્લાન છે જે રોગવાહક દ્વારા થતી બીમારીઓને કારણે થતાં હૉસ્પિટલાઇઝેશન પર થતાં ખર્ચને આવરી લે છે. સરળ શબ્દોમાં કહીએ તો, તમારી ચિંતાઓ અમારા પર છોડી દો, કારણ કે પરિવારો માટેની આ પૉલિસી ખાસ કરીને રોગવાહકો દ્વારા ફેલાતા ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા, ઝિકા વાઇરસ વગેરે જેવા રોગોને કવર કરે છે.

    રોગવાહક દ્વારા થતાં રોગો માટે હેલ્થ ઇન્શ્યોરન્સની કેટલીક મુખ્ય વિશેષતાઓ:

    • જીવનસાથી, આશ્રિત બાળકો અને માતાપિતા માટે કવર
    • કૅશલેસ સુવિધા
    • વીમાકૃત રકમના વિવિધ વિકલ્પો
    • લાઇફટાઇમ રિન્યુઅલનો વિકલ્પ

 

બજાજ આલિયાન્ઝ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ

નીચેના ટેબલમાં બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીના તમામ ઑનલાઇન મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાનને દર્શાવવામાં આવ્યા છે, જેમાં તેમની મુખ્ય વિશેષતાઓ અને મહત્વપૂર્ણ પાસાઓને હાઇલાઇટ કરવામાં આવ્યા છે:

પ્લાનના પ્રકાર અને યોગ્યતા

પ્લાનનું નામ

વીમાકૃત રકમ

મુખ્ય સુવિધાઓ

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

મૂલ્ય-વર્ધિત લાભ

વ્યક્તિગત અને ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ (બીમારી/ઈજા સંબંધિત મોટા ખર્ચ માટે વ્યાપક શ્રેણીના લાભો અને કવર)

હેલ્થ ગાર્ડ

(વ્યક્તિગત તેમજ ફ્લોટર પૉલિસી)

સિલ્વર પ્લાન: ₹ 1.5/2 લાખ

ગોલ્ડ પ્લાન: ₹ 3/4/5/7.5/10/15/20/25/30/35/40/45/50 લાખ

પ્લેટિનમ પ્લાન: ₹ 5/7.5/10/15/20/25/30/35/40/45/50/75 લાખ/1 કરોડ

ઇનપેશન્ટ હૉસ્પિટલાઇઝેશન સારવાર

હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછી

રોડ એમ્બ્યુલન્સ

ડે-કેર પ્રક્રિયાઓ

અંગદાતા સંબંધી ખર્ચ

સ્વાસ્થ્યપ્રાપ્તિનો લાભ

દૈનિક રોકડ લાભ

વીમાકૃત રકમ પુન:સ્થાપના લાભ

પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ

બેરિયાટ્રિક સર્જરી કવર

આયુર્વેદિક/હોમિયોપેથિક

માત્ર ગોલ્ડ અને પ્લેટિનમ પ્લાન માટે હૉસ્પિટલાઇઝેશન ખર્ચ

માત્ર ગોલ્ડ અને પ્લેટિનમ પ્લાન માટે પ્રસૂતિ ખર્ચ

માત્ર ગોલ્ડ અને પ્લેટિનમ પ્લાન માટે નવજાત બાળકનું કવર

માત્ર પ્લેટિનમ પ્લાન માટે સુપર ક્યુમ્યુલેટિવ બોનસ

માત્ર પ્લેટિનમ પ્લાન માટે રિચાર્જ લાભ

પહેલેથી હોય તેવી બિમારીઓની પ્રતીક્ષા અવધિ: 36 મહિના

વિશિષ્ટ પ્રતીક્ષા અવધિ:24 મહિના

પ્રારંભિક પ્રતીક્ષા અવધિ: 30 દિવસ

પ્રસૂતિ પ્રતીક્ષા અવધિ: 72 મહિના

હેલ્થ પ્રાઇમ રાઇડર

નૉન-મેડિકલ ખર્ચ રાઇડર

વેલનેસ લાભો

તબીબી ખર્ચને કવર કરવા માટે સ્પર્ધાત્મક દરના પ્રીમિયમ પર વ્યાપક લાભો, અમર્યાદિત વીમાકૃત રકમ

હેલ્થ ઇન્ફિનિટી (વ્યક્તિગત પૉલિસી)

વીમાકૃત રકમ પર કોઈ લિમિટ નથી

ઇન-પેશન્ટ હૉસ્પિટલાઇઝેશન સારવાર

હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછી 

રોડ એમ્બ્યુલન્સ

ડે-કેર પ્રક્રિયાઓ

પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ

પ્રારંભિક પ્રતીક્ષા અવધિ: 30 દિવસ

પહેલેથી હોય તેવા રોગ: 36 મહિના

વિશિષ્ટ પ્રતીક્ષા અવધિ: 24 મહિના

ચુકવણીઓ ક્ષતિપૂર્તિ ચુકવણીના આધારે છે

એકવાર ચૂકવવાપાત્ર ક્લેઇમની રકમ પસંદ કરેલ રૂમ ભાડાની લિમિટથી 100 ગણી વધી જાય તે પછી તમારા દ્વારા પસંદ કરેલ કૉ-પેમેન્ટ ટ્રિગર કરવામાં આવશે

કૉ-પેમેન્ટ રૂમના ભાડાની લિમિટના 100 ગણા ક્લેઇમની રકમ પર લાગુ પડશે, સંપૂર્ણ ક્લેઇમ પર નહીં

આરોગ્ય સંજીવની પૉલિસી (એક એવો પ્લાન જે તમને હૉસ્પિટલાઇઝેશન દરમિયાન આર્થિક સુરક્ષા પૂરી પાડે છે)

આરોગ્ય સંજીવની

(વ્યક્તિગત અને ફ્લોટર પૉલિસી)

હૉસ્પિટલાઇઝેશન: ₹ 1 લાખથી ₹ 25 લાખ સુધી

આયુષ સારવાર: ₹ 1 લાખથી ₹ 25 લાખ સુધી

મોતિયાની સારવાર, વીમાકૃત રકમના 25% સુધી અથવા ₹ 40,000, જે ઓછી હોય, દરેક આંખ માટે કવર કરવામાં આવે છે

આધુનિક સારવાર પદ્ધતિ: હૉસ્પિટલાઇઝેશનની વીમાકૃત રકમના 50%

હૉસ્પિટલાઇઝેશન ખર્ચ

હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના ખર્ચ

ડે-કેર પ્રક્રિયા

આયુષ કવરેજ

મોતિયાની સારવાર પરના ખર્ચ

એમ્બ્યુલન્સ ખર્ચ

પ્રારંભિક પ્રતીક્ષા અવધિ: 30 દિવસ

પહેલેથી હોય તેવી બીમારી: 48 મહિના

વિશિષ્ટ પ્રતીક્ષા અવધિ:24/48 મહિના

તમામ ક્લેઇમ માટે 5% સહ-ચુકવણી

સંચિત બોનસ

ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ (એક બેનિફિટ પૉલિસી જે જીવલેણ બીમારીઓને કવર કરે છે. સૂચિબદ્ધ ગંભીર બીમારીના નિદાન પર એકસામટી રકમ ચૂકવવામાં આવશે)

ક્રિટિકલ ઇલનેસ

06 વર્ષથી 60 વર્ષ સુધીના વય જૂથ માટે: ₹1 લાખથી ₹ 50 લાખ સુધી

61 વર્ષથી 65 વર્ષ સુધીના વય જૂથ માટે: ₹1 લાખથી ₹ 10 લાખ સુધી

આ ગંભીર બીમારીઓ માટે કવર કરવામાં આવે છે:

પ્રથમ હાર્ટ અટૅક (માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન)

ચોક્કસ સ્ટેજનું કેન્સર

ઓપન ચેસ્ટ સીએબીજી (કોરોનરી આર્ટરી સંબંધિત રોગ જેમાં સર્જરીની જરૂર છે)

સ્ટ્રોકના કારણે કાયમી લક્ષણો

સતત લક્ષણો સાથે મલ્ટિપલ સ્ક્લેરોસિસ

એઓર્ટાની શસ્ત્રક્રિયા

પ્રાઇમરી પલ્મોનરી આર્ટીરિયલ હાઇપરટેન્શન

અંગોનો કાયમી લકવો

નિયમિત ડાયાલિસિસની જરૂર પડે તેવી કિડની ફેલ્યોરની સ્થિતિ

મુખ્ય અંગ પ્રત્યારોપણ

પ્રતીક્ષા અવધિ: પૉલિસી શરૂ થવાના પ્રથમ 90 દિવસની અંદર નિદાન થયેલ ગંભીર બીમારીઓ

 

ક્રિટી કેર

(વ્યક્તિગત આધારે વીમાકૃત રકમ)

18 વર્ષથી 65 વર્ષની વચ્ચેની પ્રવેશ ઉંમર માટે: ₹1 લાખ

60 વર્ષ સુધીની પ્રવેશ ઉંમર માટે: ₹ 50 લાખ/સેક્શન

દરેક સભ્ય દીઠ ₹ 2 કરોડ સુધી

61 વર્ષથી 65 વર્ષની વચ્ચેની પ્રવેશ ઉંમર માટે: ₹10 લાખ/સેક્શન

43 ગંભીર બીમારીઓ કવર કરેલ છે

લાઇફટાઇમ રિન્યુઅલ

કેન્સર કેર

કાર્ડિયોવાસ્ક્યુલર કેર

કિડની કેર

ન્યૂરો કેર

ટ્રાન્સપ્લાન્ટ કેર

સંવેદનાત્મક અંગોની સંભાળ

 

ડાયાલિસિસ કેર

કેન્સર રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી

કાર્ડિયાક નર્સિંગ

ફિઝિયોથેરેપી કેર

સેન્સરી કેર

વેલનેસ ડિસ્કાઉન્ટ

પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ (એક એવો પ્લાન જે અકસ્માતને કારણે શારીરિક ઈજા/મૃત્યુ/અપંગતા સામે ઇન્શ્યોર્ડને કવર કરે છે અને ઊંચી સમ ઇન્શ્યોર્ડ પ્રદાન કરે છે)

ગ્લોબલ પર્સનલ ગાર્ડ

₹ 50,000 થી ₹ 25 કરોડ

બાળકોના શિક્ષણનો લાભ

હૉસ્પિટલ કન્ફાઇનમેન્ટ ભથ્થું

આકસ્મિક હૉસ્પિટલાઇઝેશન ખર્ચ

હૉસ્પિટલ કૅશ લાભ

એર એમ્બ્યુલન્સ કવર

બાળકોના શિક્ષણનો લાભ

કોમા કવર

ઇએમઆઇ ચુકવણી કવર

ફ્રેક્ચર કેર

   

ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ (હાલની હૉસ્પિટલાઇઝેશન મેડિકલ એક્સપેન્સ પૉલિસીના ઍડ-ઑન કવર તરીકે આ પૉલિસીને લઈ શકાય છે)

 

એક્સ્ટ્રા કેર

(ફ્લોટર પૉલિસી)

વીમાકૃત રકમ (કપાતપાત્ર સિવાય)

દરેક હૉસ્પિટલાઇઝેશન દીઠ કપાતપાત્ર

₹ 10 લાખ

₹ 3 લાખ

₹ 12 લાખ

₹ 4 લાખ

₹ 15 લાખ

₹ 5 લાખ

હૉસ્પિટલાઇઝેશન ખર્ચ

હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના ખર્ચ

એમ્બ્યુલન્સ ખર્ચ

આધુનિક સારવાર પદ્ધતિઓ અને ટેક્નોલોજીની પ્રગતિ

પ્રારંભિક પ્રતીક્ષા અવધિ: 30 દિવસ

વિશિષ્ટ પ્રતીક્ષા અવધિ: 48 મહિના

પહેલેથી હોય તેવા રોગ: 48 મહિના

 

એક્સ્ટ્રા કેર પ્લસ

(ફ્લોટર પૉલિસી)

વીમાકૃત રકમ

કુલ કપાતપાત્ર વિકલ્પો

₹ 3 લાખ

₹ 2 લાખ

     

₹ 5 લાખ

₹ 2 લાખ

₹ 3 લાખ

   

₹ 10 લાખ

₹ 2 લાખ

₹ 3 લાખ

₹ 5 લાખ

 

₹ 15 લાખ

 

₹ 3 લાખ

₹ 5 લાખ

 

₹ 20 લાખ

 

₹ 3 લાખ

₹ 5 લાખ

₹ 10 લાખ

₹ 25 લાખ

 

₹ 3 લાખ

₹ 5 લાખ

₹ 10 લાખ

₹ 50 લાખ

 

₹ 3 લાખ

₹ 5 લાખ

₹ 10 લાખ

ઇન-પેશન્ટ હૉસ્પિટલાઇઝેશન ખર્ચ

હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના ખર્ચ

ડે-કેર સારવાર

આધુનિક સારવાર પદ્ધતિઓ

પ્રસૂતિ ખર્ચ

એમ્બ્યુલન્સ ખર્ચ

અંગદાતા સંબંધી ખર્ચ

મફત મેડિકલ ચેક-અપ

પ્રારંભિક પ્રતીક્ષા અવધિ: 30 દિવસ

વિશિષ્ટ પ્રતીક્ષા અવધિ: 12 મહિના

પહેલેથી હોય તેવા રોગ: 12 મહિના

પ્રસૂતિ પ્રતીક્ષા અવધિ: 12 મહિના

વૈકલ્પિક એર એમ્બ્યુલન્સ કવર

સામાન્ય રોગવાહક દ્વારા ફેલાતી બીમારીઓ માટે વન-સ્ટૉપ સોલ્યુશન

એમ-કેર

(વ્યક્તિગત તેમજ ફ્લોટર પૉલિસી)

₹ 25000

₹ 50000

₹ 75000

આ માટે લમ્પસમ લાભ:

ડેન્ગ્યુ ફીવર

મલેરિયા

ફાઇલેરિયાસિસ

કાલા અઝર

ચિકનગુનિયા

જાપાનીઝ એન્સેફલાઇટિસ

ઝિકા વાઇરસ

પૉલિસી શરૂ થવાની તારીખના પ્રથમ 15 દિવસની અંદર નિદાન થયેલ કોઈપણ સૂચિબદ્ધ રોગવાહક દ્વારા થતા રોગોને બાકાત રાખવામાં આવે છે.

જો સૂચિબદ્ધ રોગવાહક દ્વારા થતા કોઈપણ રોગ થયા પછી પૉલિસી પસંદ કરવામાં આવે છે, તો અગાઉના પ્રવેશની તારીખથી ચોક્કસ બીમારી માટે 60-દિવસની પ્રતીક્ષા અવધિ લાગુ પડશે

જો કે, પૉલિસીના સમયગાળા દરમિયાન પૉલિસી શેડ્યૂલ હેઠળ એકવાર લાભ ચૂકવવામાં આવે અને નામિત ઇન્શ્યોર્ડ વ્યક્તિ પૉલિસીને રિન્યુ કરે, આવા પૉલિસી રિન્યુઅલના સંજોગોમાં, જેના માટે ક્લેઇમની ચુકવણી કરવામાં આવી હોય તે ચોક્કસ બીમારી માટે અગાઉના પ્રવેશની તારીખથી 60-દિવસની પ્રતીક્ષા અવધિ લાગુ પડશે.

ઑનલાઇન ખરીદવા પર 20% ડિસ્કાઉન્ટ લાગુ

 

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના લાભો

મેડિકલ કેર સાથે સંકળાયેલ વધતી કિંમત એ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાના સૌથી મોટા કારણોમાંથી એક છે. અને, પર્યાપ્ત હેલ્થ કવરમાં ઇન્વેસ્ટ કરવાનો લાભ એ છે કે તે તમને તમારા હૉસ્પિટલના બિલની ચુકવણીના સંદર્ભમાં સ્થિરતા આપે છે, ભલે તે સરળ ડે-કેર પ્રક્રિયાઓ અથવા પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ માટે હોય.

નીચે કેટલાક મુખ્ય લાભો છે:

  • Cashless Treatment

    કૅશલેસ સારવાર:

    જો તમે સારવાર માટે નેટવર્ક હૉસ્પિટલની મુલાકાત લો, તો તમે કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનનો લાભ મેળવી શકો છો. આનો અર્થ એ છે કે તમારે બહેતર ક્વૉલિટીની હેલ્થ કેર મેળવતી વખતે તમારા ખિસ્સામાંથી ફંડની વ્યવસ્થા કરવાની જરૂર નથી. તમારે માત્ર આટલું કરવાનું છે કે તમારે તમારા પૉલિસી નંબર વિશે નેટવર્ક હૉસ્પિટલમાં ઇન્શ્યોરન્સ ડેસ્કને જાણ કરવાની રહેશે. તેઓ તમારી ઇન્શ્યોરન્સ કંપની પાસેથી પૂર્વ-અધિકૃતતા પત્રની વ્યવસ્થા કરશે, અને હૉસ્પિટલનું બિલ સેટલમેન્ટ હૉસ્પિટલ અને તમારા ઇન્શ્યોરર દ્વારા સરળતાથી કરવામાં આવશે.

     

  • Tax Benefits

    ટૅક્સ લાભો:

    તમે તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી માટે પ્રીમિયમ ચૂકવીને ટૅક્સ લાભ મેળવી શકો છો. તમે તમારા માટે અથવા તમારા પરિવાર માટે પૉલિસી ખરીદો છો, તો તમે ઇન્કમ ટૅક્સ એક્ટના સેક્શન 80D મુજબ ટૅક્સમાં છૂટ મેળવી શકો છો. જો તમારી ઉંમર 60 વર્ષથી ઓછી હોય, તો તમે તમારા માટે ચૂકવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર દર વર્ષે ₹ 25,000 સુધીની ટૅક્સ કપાત ક્લેઇમ કરી શકો છો, અને જો તમે વરિષ્ઠ નાગરિક હોવ, તો ₹50,000 સુધીની ટૅક્સ કપાત ક્લેઇમ કરી શકો છો.

  • Daily Hospital Cash

    દૈનિક હૉસ્પિટલ કૅશ*:

    જો તમારી પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હોય, તો તમે મેળવી શકો છો દૈનિક હૉસ્પિટલ કૅશ. એટલે કે તમારી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા તમને દરરોજ એક ચોક્કસ નિશ્ચિત રકમની ચુકવણી કરવામાં આવશે (મર્યાદિત દિવસો સુધી), જેનો ઉપયોગ તમે તમારા પરિવારના સભ્ય/કૅરટેકર માટે જરૂરી રહેવાની સગવડ કરવા માટે કરી શકો છો.

    *આ સુવિધા વ્યક્તિગત હેલ્થ ગાર્ડ, ફેમિલી ફ્લોટર હેલ્થ ગાર્ડ અને હેલ્થ કેર સુપ્રીમમાં ઉપલબ્ધ છે.

  • Cumulative Bonus

    સંચિત બોનસ

    જો તમે કોઈપણ બ્રેક વગર તમારી પૉલિસીને રિન્યુ કરો છો અને પાછલા વર્ષમાં કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો નથી, તો તમારી સમ ઇન્શ્યોર્ડ (એસઆઇ)માં પ્રથમ વર્ષે 5% અને દરેક ક્લેઇમ વિનાના પૉલિસી રિન્યુઅલ માટે 10% સુધી વધારો કરવામાં આવે છે. સમ ઇન્શ્યોર્ડમાં આ વધારો મહત્તમ 50% સુધી કરવામાં આવે છે.

    આ સુવિધા તમામ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ માટે ઉપલબ્ધ છે.

  • Free Health Check-Ups

    મફત હેલ્થ ચૅક-અપ

    ઈલાજ કરતાં રોકથામ ભલી. તમારી પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હોય, તો તમે પ્રિવેન્ટિવ કેરનો લાભ મેળવી શકો છો. તમે મેડિકલ બિલની ચુકવણી કરવાની ચિંતા કર્યા વિના નિયમિતપણે હેલ્થ ચેક-અપ કરાવી શકો છો.

  • Life Long Renewability

    આજીવન રિન્યુએબિલિટી

    એકવાર તમે તમારી વાર્ષિક પૉલિસી ખરીદો પછી, તમારે તેની સમાપ્તિ પહેલાં દર વર્ષે તેને રિન્યુ કરવાની રહેશે અને લાંબા સમય સુધી હેલ્થ ઇન્શ્યોરન્સના લાભો મેળવો. તમે તમારા પરિવારની સાઇઝ અને રિન્યુઅલના સમયે કવરેજની જરૂરિયાતો મુજબ થોડી જરૂરિયાતોમાં ઉમેરો કરી શકો છો.

 

હેલ્થ પ્રાઇમ રાઇડર

હેલ્થ પ્રાઇમ રાઇડર શું છે?

હેલ્થ પ્રાઇમ એ પસંદગીના રિટેલ અને ગ્રુપ હેલ્થ/પીએ પ્રૉડક્ટ માટેનું રાઇડર છે. હેલ્થ પ્રાઇમ એ રાઇડર છે જેમાં અન્યથા આવરી લેવામાં ન આવતા હોય તેવા તબીબી સારવાર સંલગ્ન ખર્ચની કાળજી લેવામાં આવશે.

 

હેલ્થ પ્રાઇમ રાઇડર કોણ પસંદ કરી શકે છે?

બજાજ આલિયાન્ઝ રિટેલ ઇન્શ્યોરન્સ પૉલિસી અથવા પીએ પૉલિસી ધરાવતા કોઈપણ વ્યક્તિ પોતાના અથવા પોતાના પરિવારના સભ્યો માટે હેલ્થ પ્રાઇમ રાઇડર ખરીદી શકે છે. આ રાઇડરમાં કુલ 9 પ્લાન/વિકલ્પો છે.

 

હેલ્થ પ્રાઇમ રાઇડર પસંદ કરવા માટે પાત્રતાના માપદંડ

 

પ્રવેશની ઉંમર પસંદ કરેલ બેઝ પૉલિસી મુજબ
પૉલિસીનો સમયગાળો

બેઝ પ્લાનની મુદત મુજબ 1 વર્ષ, 2 વર્ષ અથવા 3 વર્ષ

ગ્રુપ પ્રૉડક્ટ માટે, પૉલિસીની મુદત બેઝ પૉલિસીની મુદત અનુસાર મહત્તમ 5 વર્ષ સુધીની હોઈ શકે છે

પ્રીમિયમ

બેઝ પૉલિસીનો હપ્તામાં પ્રીમિયમનો વિકલ્પ એ હપ્તાના પ્રીમિયમ પર ઉચિત ફેરફાર સાથે લાગુ પડશે

ડિસ્ક્લેમર: કૃપા કરીને સંપૂર્ણ નિયમો અને શરતો માટે પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો

 

 

હેલ્થ પ્રાઇમ રાઇડરના લાભો

અમારા હેલ્થ પ્રાઇમ રાઇડર સમગ્ર હેલ્થ સર્વિસ સોલ્યુશન ઑફર કરે છે. અમારા હેલ્થ પ્રાઇમ રાઇડરના લાભો વિશે જાણવા માટે આગળ વાંચો.

 

ટેલિ-કન્સલ્ટેશન કવર

જો ઇન્શ્યોર્ડ સભ્ય કોઈપણ બીમારી અથવા ઈજાથી પીડિત હોય, તો તેઓ સરળતાથી વિડિયો, ઑડિયો અથવા ચૅટ ચૅનલ દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર/ફિઝિશિયન/ડૉક્ટરની સલાહ લઈ શકે છે. 

 

ડૉક્ટર કન્સલ્ટેશન કવર

કોઈપણ બીમારી અથવા ઈજાથી પીડિત ઇન્શ્યોર્ડ વ્યક્તિ સરળતાથી નિર્ધારિત નેટવર્ક સેન્ટરના મેડિકલ પ્રેક્ટિશનર/ફિઝિશિયન/ડૉક્ટરની સલાહ લઈ શકે છે. જો જરૂરી હોય, તો નિયમો અને શરતોમાં ઉલ્લેખિત મર્યાદા સુધી કોઈપણ વ્યક્તિ નિર્ધારિત નેટવર્ક સેન્ટર સિવાય પણ બહારથી સલાહ લઈ શકે છે.

 

તપાસ માટેનું કવર - પેથોલોજી અને રેડિયોલોજી ખર્ચ

કોઈપણ બીમારી અથવા ઈજાથી પીડિત ઇન્શ્યોર્ડ વ્યક્તિ નિર્ધારિત નેટવર્ક કેન્દ્રો પર અથવા અન્યત્ર પેથોલોજી અથવા રેડિયોલોજી તપાસ કરાવી શકે છે. આ નિયમો અને શરતોમાં ઉલ્લેખિત મર્યાદા સુધી રહેશે. 

 

વાર્ષિક પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ કવર

ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ દરેક પૉલિસી વર્ષમાં એકવાર મફત પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપનો લાભ નીચે જણાવેલ બાબતો માટે લઈ શકે છે: 

  • ✓ બ્લડ શુગર - ભૂખ્યા પેટે
  • ✓ બ્લડ યુરિયા
  • ✓ ઇસીજી
  • ✓    HbA1C
  • ✓ હિમોગ્રામ અને ઇએસઆર
  • ✓ લિપિડ પ્રોફાઇલ
  • ✓ લિવર ફંક્શન ટેસ્ટ
  • ✓ સીરમ ક્રિએટિનીન
  • ✓    T3/T4/TSH
  • ✓ પેશાબની નિયમિત તપાસ

હૉસ્પિટલ અથવા નિદાન કેન્દ્રોની કોઈપણ સૂચિત સૂચિમાંથી હેલ્થ ચેક-અપનો લાભ સરળતાથી કૅશલેસ રીતે લઈ શકાય છે. તેનો લાભ માત્ર રાઇડર સમયગાળામાં જ લેવો જોઈએ. રાઇડર સમયગાળો સમાપ્ત થયા પછી આ કવરને વધારી શકાતું નથી. 

 

હેલ્થ પ્રાઇમ રાઇડરમાં ઉપલબ્ધ વિકલ્પો

રાઇડર સમયગાળા હેઠળ દરેક પૉલિસી વર્ષમાં, ઇન્શ્યોરન્સ લેનાર સભ્ય નીચે આપેલ ટેબલમાંથી પસંદ કરેલ પ્લાન મુજબ કવરેજ માટે હકદાર છે. રાઇડર હેઠળ કવર કરવામાં આવતા દરેક વીમાધારક સભ્ય માટે પ્લાન અલગથી પસંદ કરવો જોઈએ. આ માટે બેઝ પોલિસી વ્યક્તિગત સમ ઇન્શ્યોર્ડ પ્લાન હોય કે ફ્લોટર પ્લાન, તે ધ્યાનમાં લેવામાં આવતું નથી. રાઇડર માટે દર વર્ષે એકથી વધુ વર્ષના રાઇડર સમયગાળા સાથે કવર લાગુ કરવામાં આવશે. 

 

વ્યક્તિગત પૉલિસી :

લાભ વિકલ્પ 1 (₹ માં) વિકલ્પ 2 (₹ માં) વિકલ્પ 3 (₹ માં) વિકલ્પ 4 (₹ માં) વિકલ્પ 5 (₹ માં) વિકલ્પ 6 (₹ માં)
ટેલિ-કન્સલ્ટેશન કવર અમર્યાદિત અમર્યાદિત અમર્યાદિત અમર્યાદિત અમર્યાદિત અમર્યાદિત
(જીપીએસ) (તમામ વિશેષતાઓ) (તમામ વિશેષતાઓ) (તમામ વિશેષતાઓ) (તમામ વિશેષતાઓ) (તમામ વિશેષતાઓ)
ડૉક્ટર કન્સલ્ટેશન કવર લાગુ નથી 1500 3000 5000 7000 15000
તપાસ માટેનું કવર - પેથોલોજી અને રેડિયોલોજી ખર્ચ લાગુ નથી લાગુ નથી 1000 2000 3000
વાર્ષિક પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ કવર હા હા હા હા હા હા
(1 વાઉચર) (1 વાઉચર) (1 વાઉચર) (1 વાઉચર) (1 વાઉચર) (1 વાઉચર)

 

ફેમિલી ફ્લોટર :

લાભ વિકલ્પ 1 (₹ માં) વિકલ્પ 2 (₹ માં) વિકલ્પ 3 (₹ માં)
ટેલિ-કન્સલ્ટેશન કવર અમર્યાદિત અમર્યાદિત અમર્યાદિત
(તમામ વિશેષતાઓ) (તમામ વિશેષતાઓ) (તમામ વિશેષતાઓ)
ડૉક્ટર કન્સલ્ટેશન કવર   10,000 20,000 25,000
તપાસ માટેનું કવર - પેથોલોજી અને રેડિયોલોજી ખર્ચ  
વાર્ષિક પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ કવર હા હા હા
(2 વાઉચર) (2 વાઉચર) (2 વાઉચર)

 

હેલ્થ પ્રાઇમ રાઇડર હેઠળ બાકાત બાબતો

સૌ પ્રથમ હેલ્થ પ્રાઇમ રાઇડર હેઠળ સામાન્ય રીતે શું બાકાત હોય છે તે સમજીએ

  • ✓ 30-દિવસની પ્રતીક્ષા અવધિ માત્ર રાઇડર અવધિના પ્રથમ વર્ષમાં લાગુ પડે છે. તેમ છતાં, સળંગ (કોઈપણ બ્રેક વગરના) રિન્યુઅલ માટે બાકાત લાગુ પડતું નથી.
  • ✓ જો રાઇડર સમયગાળા દરમિયાન પૉલિસી વર્ષમાં કોઈ કવરેજનો ઉપયોગ કરવામાં આવતો નથી, તો રાઇડર સમયગાળા દરમિયાન લાભ આગામી પૉલિસી વર્ષમાં લઈ જઈ શકાતા નથી.

આગળ વધતા, ચાલો હેલ્થ પ્રાઇમ રાઇડર હેઠળ વિશિષ્ટ બાકાત બાબતોને સમજીએ.

 

ટેલિ-કન્સલ્ટેશન કવર માટે

ડિજિટલ પ્લેટફોર્મની બહાર રાઇડર દ્વારા ટેલિ-કન્સલ્ટેશન કવર કરવામાં આવતું નથી. જો સભ્ય બેઝ પૉલિસી હેઠળ આવરી લેવામાં આવેલ હોય અને આ રાઇડર પસંદ કરેલ હોય, તો જ ટેલિકન્સલ્ટેશન લાભ તે સભ્યને ટ્રાન્સફર કરવામાં આવશે. 

 

ડૉક્ટર કન્સલ્ટેશન કવર માટે

તપાસ, દવાઓ, પ્રક્રિયાઓ અથવા કોઈપણ તબીબી/બિન-તબીબી વસ્તુઓના અન્ય ખર્ચને કવર કરવામાં આવતા નથી.

 

તપાસ માટેના કવર માટે - પેથોલોજી અને રેડિયોલોજી ખર્ચ

જો સંબંધિત પૉલિસી વર્ષમાં તપાસ કવરનો લાભ લેવામાં આવ્યો નથી, તો રિન્યુઅલ પછી તનો આગામી પૉલિસી વર્ષમાં લાભ લઈ જઈ શકાતો નથી. ઉપરાંત, પ્રથમ 30-દિવસની પ્રતીક્ષા અવધિ માત્ર પ્રથમ રાઇડર વર્ષમાં બીમારી સંબંધિત તપાસ કવર પેથોલોજી અને રેડિયોલોજી ખર્ચ માટે લાગુ છે. સળંગ રિન્યુઅલ માટે આ વેઇટિંગ પિરિયડ લાગુ પડતો નથી.

 

વાર્ષિક પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ કવર માટે

પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપનો લાભ નિર્ધારિત હૉસ્પિટલો અથવા નિદાન કેન્દ્રો સિવાય બહાર મેળવી શકાતો નથી. પસંદગીના સ્થળોએ હોમ કલેક્શન સુવિધાનો લાભ લઈ શકાય છે. જ્યાં હોમ સેમ્પલ કલેક્શનની સેવા અનુપલબ્ધ હોય ત્યાં ગ્રાહકોએ ટેસ્ટ કરાવવા માટે જાતે જવાનું રહેશે. ઉપર ઉલ્લેખિત તમામ ટેસ્ટ એક જ અપૉઇન્ટમેન્ટમાં પૂર્ણ કરવાના રહેશે. 

 

હેલ્થ ઇન્શ્યોરન્સ રાઇડર

રાઇડર એ અતિરિક્ત કવરેજ છે, જેને લાભો મેળવવા અને પ્લાનને વધુ વ્યાપક બનાવવા માટે ખરીદી શકાય છે. તેની કિંમત ઉંમર, કવરેજના પ્રકાર, વીમાકૃત રકમ વગેરે જેવા અન્ય પરિબળો પર આધારિત છે.

ચાલો પૉલિસી ખરીદતી વખતે ધ્યાનમાં લેવા જોઈએ તેવા કેટલાક મહત્વપૂર્ણ રાઇડર વિશે જાણીએ:

 

નૉન-મેડિકલ ખર્ચ રાઇડર

જો પૉલિસીની મુદત દરમિયાન બીમારી અથવા આકસ્મિક ઈજાને કારણે ઇન્શ્યોરન્સ લેનારને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો નૉન-મેડિકલ ખર્ચ રાઇડર ઉપયોગી છે. કંપની ઇન્શ્યોરન્સ ધારકને નિર્દિષ્ટ વાજબી અને રાબેતા મુજબના નૉન-મેડિકલ ખર્ચ માટે ચુકવણી કરશે. નૉન-મેડિકલ ખર્ચ રાઇડરનો લાભ હેલ્થ ઇન્ડેમ્નિટી પ્રૉડક્ટ હેઠળ પસંદ કરેલ ₹5 લાખ અને તેનાથી વધુની વીમા રકમના વિકલ્પો સાથે લઈ શકાય છે. નોંધ લેવી મહત્વપૂર્ણ છે કે આ રાઇડર પૉલિસીના સમયગાળા દરમિયાન પસંદ કરી શકતા નથી. તમામ રિન્યુઅલ માટે રાઇડર ચાલુ રાખવાનો રહેશે..

આ રાઇડરને પસંદ કરતી વખતે ચૂકવવાપાત્ર કેટલીક નૉન-મેડિકલ વસ્તુઓ નીચે સૂચિબદ્ધ કરેલ છે:

· બેલ્ટ/બ્રેસ

· કોલ્ડ/હૉટ પૅક

· નેબ્યુલાઇઝર કિટ

· સ્ટીમ ઇન્હેલર

· સ્પેસર

· થર્મોમીટર, વગેરે.

રિસ્પેક્ટ - સિનિયર કેર રાઇડર

રિસ્પેક્ટ - સિનિયર કેર રાઇડર માટે મિસ્ડ કૉલ નંબર : 9152007550

 

જેમ જેમ આપણે આપણા અંગત અને પ્રોફેશનલ લક્ષ્યોને પરિપૂર્ણ કરવાની નજીક જઈએ છીએ, તેમ તેમ આપણે સફળતામાં એટલા ડૂબી જઈએ છીએ કે આપણી પાસે અન્ય કોઈ બાબત માટે ભાગ્યે જ સમય રહે છે. આ પ્રક્રિયા દરમિયાન તમે તમારા માતાપિતાની વિવિધ હેલ્થકેર જરૂરિયાતોની સમયસર કાળજી લેવામાં અસમર્થ રહેવાની શક્યતા છે.

તમે તેમની સાથે રહો કે કોઈ અલગ રાજ્ય/દેશમાં રહો, તમે તમારા વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે વરિષ્ઠ નાગરિકોના સાતત્યપૂર્ણ સંભાળ લેનાર સાથી બની શકો છો. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સના પ્રત્યેક કામમાં તમારી કાળજી મુખ્ય સ્થાને છે, અને તેથી અમે રજૂ કર્યું છે રિસ્પેક્ટ- સિનિયર કેર રાઇડર. માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ રાઇડર કે જે સંભાળને વધુ સ્માર્ટ અને સરળ બનાવે છે.

રિસ્પેક્ટ- સિનિયર કેર રાઇડર શું છે?

રિસ્પેક્ટ- સિનિયર કેર રાઇડર એ વરિષ્ઠ નાગરિકોની સંભાળની તમામ જરૂરિયાતો માટે એક જ સ્થળે પ્રાપ્ત થતો ઉકેલ છે. તે વરિષ્ઠ નાગરિકોને સમયસર સંભાળ અને સહાય પ્રદાન કરતા હેલ્થ ઇન્શ્યોરન્સ રાઇડર છે. 

અમે સમજીએ છીએ કે માતાપિતાની સંભાળ રાખવી એ કહેવા જેટલી સરળ વાત નથી. દુન્યવી પ્રવૃત્તિઓમાં મદદ કરવા માટે જરૂરિયાતના સમયે તેમના પડખે ના હોવાનો અપરાધબોધ સારી બાબત નથી. રિસ્પેક્ટ- સિનિયર કેર રાઇડર સાથે હવે તમે ચોવીસે કલાક સતત સલામતીનો અનુભવ કરી શકો છો

 

રિસ્પેક્ટ- સિનિયર કેર રાઇડર પસંદ કરવા માટે જરૂરી પાત્રતા

નીચે આપેલ ટેબલ રિસ્પેક્ટ- સિનિયર કેર રાઇડર માટે જરૂરી યોગ્યતા દર્શાવે છે:

 

માપદંડ

વિગતો

પ્રવેશની ઉંમર

50 વર્ષ અને વધુ

પૉલિસી ટર્મ

બેઝ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની મુદત મુજબ. ઉપરાંત, રાઇડરને બેઝ પૉલિસીની મુદતમાં અધવચ્ચેથી પસંદ કરી શકાય નહીં

પ્રીમિયમ

પસંદ કરેલ પ્લાન મુજબ

 

નોંધ: વધુ માહિતી માટે, કૃપા કરીને પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

 

રિસ્પેક્ટ- સિનિયર કેર રાઇડર હેઠળ કયા પ્લાન ઉપલબ્ધ છે

જો તમે બજાજ આલિયાન્ઝ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારે તમારા માતાપિતાની ઉત્તમ સુરક્ષા માટે રિસ્પેક્ટ- સિનિયર કેર રાઇડર ઉમેરવાનો વિચાર કરવો જોઈએ. જો તમે વર્તમાન ગ્રાહક છો, તો રિન્યુઅલના સમયે આ રાઇડરને ઉમેરી શકો છો.

રિસ્પેક્ટ- સિનિયર કેર રાઇડર અલગ અલગ સુવિધાઓ ધરાવતા ત્રણ પ્લાન ઑફર કરે છે. વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતો મુજબનો પ્લાન પસંદ કરો. નીચેના ટેબલમાં રિસ્પેક્ટ- સિનિયર કેર રાઇડરના દરેક પ્લાનના લાભો દર્શાવવામાં આવેલ છે: 

 

કવરેજ

પ્લાન 1

પ્લાન 2

પ્લાન 3

ઇમરજન્સી રોડ એમ્બ્યુલન્સ સર્વિસ

✓  

પ્લાન કરેલ રોડ એમ્બ્યુલન્સ સર્વિસ

સ્માર્ટ વૉચ દ્વારા ફૉલ ડિટેક્શન ટેક્નોલોજી

ના

ના

✓  

ઘરેબેઠાં ફિઝિયોથેરેપી સર્વિસ

ના

નર્સિંગ કેર એટ હોમ

ના

મનોવૈજ્ઞાનિક સર્વિસ માટે ટેલિ-કન્સલ્ટેશન સર્વિસ

ના

કન્સિઅર્જ આસિસ્ટન્સ સર્વિસ

✓  

✓  

પ્રીમિયમ (જીએસટી સિવાય)

₹710

₹2088

₹7497

વૈકલ્પિક કવર માટે વધારાનું પ્રીમિયમ (જીએસટી. અલગથી) અમર્યાદિત મેડિકલ ટેલિ-કન્સલ્ટેશન સર્વિસીસ

₹197

₹197

₹217

 

 

નોંધ: વધુ માહિતી માટે, કૃપા કરીને પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

 

રિસ્પેક્ટ- સિનિયર કેર રાઇડરના લાભો

અમારી સાથે, તમે વરિષ્ઠ નાગરિકો માટે વધુ સ્માર્ટ સંભાળ મેળવી શકો છો. ચાલો હવે આપણે રિસ્પેક્ટ- સિનિયર કેર રાઇડર હેઠળ મળતા લાભો વિશે સંક્ષિપ્તમાં સમજીએ:

· એમ્બ્યુલન્સ સેવા

✓ ઇમરજન્સી રોડ એમ્બ્યુલન્સ સર્વિસ (પ્રત્યેક ઇન્શ્યોર્ડ વ્યક્તિને વર્ષ દરમિયાન મહત્તમ 2 એમ્બ્યુલન્સ સર્વિસ)

✓ પૂર્વાયોજિત રોડ એમ્બ્યુલન્સ સર્વિસ (પ્રત્યેક ઇન્શ્યોર્ડ વ્યક્તિને વર્ષ દરમિયાન મહત્તમ 2 એમ્બ્યુલન્સ સર્વિસ)

· સ્માર્ટ વૉચ દ્વારા ફૉલ ડિટેક્શન ટેક્નોલોજી

· ઘરે ફિઝિયોથેરેપીની સારવાર (પ્રતિ દિન મહત્તમ 1-કલાકનું સત્ર, વર્ષમાં વધુમાં વધુ 5 દિવસ)

· ઘરે નર્સિંગ કેર (વર્ષમાં 5 દિવસ, પ્રતિ દિન 12 કલાક)

· અમર્યાદિત મેડિકલ ટેલિ-કન્સલ્ટેશન સર્વિસ

· મનોવૈજ્ઞાનિક તકલીફ માટે ટેલિ-કન્સલ્ટેશન સેવાઓ (વર્ષ દરમિયાન મહત્તમ 2 કન્સલ્ટેશન)

· કન્સિઅર્જ આસિસ્ટન્સ સર્વિસ

✓ ડેઇલી કેર / હોમ આસિસ્ટન્સ 

-  ઘરે ફિઝિયોથેરેપીની વ્યવસ્થા કરવામાં સહાય

-  ઘરે નર્સિંગની વ્યવસ્થા કરવા માટે સહાય

-  હૉસ્પિટલ/લેબોરેટરી પર અપૉઇન્ટમેન્ટ બુકિંગમાં સહાય

-  એર કન્ડિશનિંગ/વૉટર પ્યુરીફાયર/વૉશિંગ મશીન રિપેર અને મેઇન્ટેનન્સ સર્વિસને બુક કરવા માટે સહાય

-  ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર અને કાર્પેન્ટર સર્વિસ બુક કરવા માટે સહાય

-  પેસ્ટ કંટ્રોલ સર્વિસના બુકિંગ માટે સહાય

-  કાર વૉશ/સેનિટાઇઝેશન સર્વિસ બુક કરવા માટે સહાય

✓ સાઇબર સહાયતા

-  ડેબિટ/ક્રેડિટ કાર્ડને કેવી રીતે બ્લૉક કરવું તે સંબંધિત સહાય

-  મોબાઇલ ફોન અને તેના ઉપયોગને સમજવામાં સહાય

-  ઓટીટી (ઓવર ધ ટૉપ) મીડિયા ડાઉનલોડ, ચુકવણી કરવી વગેરે જેવી સહાય.

-  જરૂરિયાત મુજબ ગેજેટ/એપના ઉપયોગ માટે સહાય, દા.ત. લૅબ અને દવાના ઑર્ડર, ઇ-કૉમર્સ પ્લેટફોર્મમાંથી વરિષ્ઠ સંભાળ સંબંધિત પ્રૉડક્ટ વગેરે 

✓ મુસાફરી સહાયતા

-  ટ્રાવેલ બુકિંગના સંદર્ભમાં સહાય આવશ્યક હોય છે

✓ કાનૂની સહાયતા

-  વસિયત, પ્રોપર્ટીના કોન્ટ્રાક્ટનું મૂલ્યાંકન વગેરે માટે કાનૂની સલાહ મેળવવા માટે સહાય.

*આ સંપૂર્ણ લિસ્ટ નથી.

નોંધ: *માનક નિયમો અને શરતો લાગુ. વધુ માહિતી માટે, કૃપા કરીને પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

 

તમારા માતાપિતાને એ જ કાળજી, અનુકંપા અને પ્રેમ આપો જે તેમણે તમને આપ્યા હતા. અમારી સંભાળના જુસ્સા સાથે વરિષ્ઠ નાગરિકો માટે ઇકોસિસ્ટમ બનાવવાની દિશામાં એકસાથે. 

 

તમારે બજાજ આલિયાન્ઝ તરફથી મેડિક્લેમ પૉલિસી શા માટે ખરીદવી જોઈએ?

જ્યારે હેલ્થ ઇન્શ્યોરન્સની વાત આવે છે, ત્યારે બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ખરેખર તેની વિવિધ શ્રેણીની વ્યાજબી શ્રેણી સાથે દેશમાં આગળ છે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન. હવે, તમે તમારી જરૂરિયાતો મુજબ આ પ્લાનને કસ્ટમાઇઝ કરી શકો છો.

અમે સમય અને તમારા મહેનતથી કમાયેલા પૈસાના મહત્વને સમજીએ છીએ. તેથી, તેને સુરક્ષિત કરવું મહત્વપૂર્ણ બની જાય છે. કોઈપણ સમયે દુર્ઘટના થઈ શકે છે. અમે તમને અમારી તમામ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે નીચેની વિશેષતાઓ પ્રદાન કરીએ છીએ:

કૅશલેસ હોસ્પિટલો

દેશભરમાં 8,000+

ક્લેઇમ સેટલમેન્ટનો સમય

કૅશલેસ ક્લેઇમ માટે 60 મિનિટની અંદર

ક્લેઇમની પ્રક્રિયા

કૅશલેસ અને રિઇમ્બર્સમેન્ટ પ્રોસેસ

 

ઝડપી ક્લેઇમ પ્રોસેસિંગ માટે ઇન-હાઉસ હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ

સંચિત બોનસ

જો પાછલા વર્ષમાં કોઈ ક્લેઇમ વગર કોઈ બ્રેક વગર પૉલિસીને રિન્યુ કરવામાં આવે છે, તો પ્રથમ 2 વર્ષ માટે વીમાકૃત રકમમાં 50% નો વધારો કરવામાં આવે છે

અને આગામી 5 વર્ષ માટે વાર્ષિક 10% નો વધારો. મહત્તમ વીમાકૃત રકમના 150% સુધી 

તમામ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ માટે સુવિધા ઉપલબ્ધ છે.

હેલ્થ સીડીસી

ડાયરેક્ટ ક્લિક પર હેલ્થ ક્લેઇમ એક એપ-આધારિત સુવિધા છે જે પૉલિસીધારકોને સરળતાથી ક્લેઇમ કરવા અને તેને ટ્રૅક કરવાની સુવિધા આપે છે. પૉલિસીધારકો ₹20,000 સુધીના તબીબી ખર્ચ માટે ક્લેઇમ કરી શકે છે

વીમાકૃત રકમ

વીમાકૃત રકમના અનેક વિકલ્પો

અમારી પાસેથી હેલ્થ ઇન્શ્યોરન્સ શા માટે ખરીદવું?

 

Why Buy Health Insurance With Us

 

 

અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ઓમિક્રોન અને કોવિડ-19 વેરિઅન્ટને કવર કરે છે

આપણે એવા સમયમાં રહીએ છીએ, જ્યાં મેડિકલ ઇન્શ્યોરન્સ હોવું એ લક્ઝરી નથી પરંતુ જરૂરિયાત છે. મહામારીને કારણે પ્રિવેન્ટિવ ઇન્શ્યોરન્સ કવરેજના મહત્વ વિશે જાણકારી અને સભાનતામાં વધારો થયો છે. 

કોવિડ-19 એ સમજવા માટેનું ઉત્તમ ઉદાહરણ છે કે ઇમરજન્સી પૂર્વ સૂચના સાથે આવતી નથી. તદુપરાંત, નાણાંકીય રીતે સુરક્ષિત હોવું ગમે તેટલું મહત્વનું હોય, પરંતુ જો સંપૂર્ણપણે તૈયાર ન હોવ તો આવી મેડિકલ ઇમરજન્સી સરળતાથી ફાઇનાન્શિયલ તાણમાં પરિણમી શકે છે. બજાજ આલિયાન્ઝની પૉલિસી સાથે, તમે સુનિશ્ચિત રહી શકો છો કે તમારી પાસે યોગ્ય ઇન્શ્યોરન્સ કવરેજ છે. 

બજાજ આલિયાન્ઝ જીઆઈસીમાં અમે તમારી જરૂરિયાતોનું ખૂબ જ ધ્યાન રાખીએ છીએ અને તમને કોઈ તણાવમાંથી પસાર થતા જોવા માંગતા નથી. અમારા ઇન્શ્યોરન્સ પ્લાન કોરોનાવાઇરસને કારણે કરવી પડતી સારવાર અને ખર્ચને વ્યાજબી પ્રીમિયમ દરો પર કવર કરે છે.

કોરોનાવાઇરસને કવર કરતા બજાજ આલિયાન્ઝ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સૂચિબદ્ધ છે:

  • બજાજ આલિયાન્ઝ વ્યક્તિગત હેલ્થ ગાર્ડ
  • બજાજ આલિયાન્ઝ ફેમિલી ફ્લોટર હેલ્થ ગાર્ડ
  • બજાજ આલિયાન્ઝ સિલ્વર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન
  • બજાજ આલિયાન્ઝ આરોગ્ય સંજીવની પ્લાન
  • બજાજ આલિયાન્ઝ કોરોના કવચ પૉલિસી

*કૃપા કરીને નોંધ કરો કે આ વિસ્તૃત લિસ્ટ નથી. કોવિડ-સંબંધિત સારવાર તમામ બજાજ આલિયાન્ઝ હેલ્થ ઇન્ડેમ્નિટી પૉલિસીઓમાં કવર કરવામાં આવે છે

તમે બેઝ પ્લાનમાં હેલ્થ પ્રાઇમ રાઇડર ઉમેરવાનું પણ વિચારી શકો છો. ટેલિકન્સલ્ટેશન કવરનો લાભ મેળવો. અહીં ઇન્શ્યોરન્સ ધારક સભ્ય માંદગીના સમયે વિડિયો, ઑડિયો અથવા ચૅટ ચૅનલ દ્વારા સૂચિબદ્ધ ડૉક્ટરની સલાહ લઈ શકે છે.

કોરોના કવચ પૉલિસી એ તમારા માટે એક ખાસ કોવિડ-19 માટેનો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે. તે નોવેલ કોરોનાવાઇરસ સામે લડવા માટે સંપૂર્ણપણે તૈયાર રહેવા માંગતા દરેક વ્યક્તિ માટે લાભદાયી છે. આ પ્લાન કોવિડ-19 સાથે સંકળાયેલ તમામ મુખ્ય મેડિકલ જરૂરિયાતોને કવર કરે છે, જે સામાન્ય રીતે નિયમિત હેલ્થ પૉલિસીમાં કવર થતી નથી.

જ્યાં સુધી કોવિડ-19 ની સારવારનો સંબંધ છે, સંક્રમિત વ્યક્તિને ઘરે અથવા હૉસ્પિટલમાં સારવાર આપી શકાય છે. તમને બંને પ્રકારની સારવાર માટે કવર કરવામાં આવે છે. આ પ્લાન કોવિડ-19 હૉસ્પિટલાઇઝેશન, હોમ-કેર સારવારના ખર્ચ, આયુષ સારવાર અને હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના ખર્ચ માટે કવરેજ પ્રદાન કરે છે. તે કોવિડની સારવાર સાથે કોઈપણ કોમોર્બિડિટીની સારવાર પર થયેલા ખર્ચને પણ વીમાકૃત રકમ સુધી કવર કરે છે.

જ્યારે કોવિડ હૉસ્પિટલાઇઝેશન ખર્ચ હેઠળ ક્લેઇમ સ્વીકાર્ય હોય ત્યારે કોરોના કવચ પૉલિસી પીપીઇ કિટ, ઑક્સિજન અને ગ્લવ્સના ખર્ચને કવર કરે છે. ચાલો, કોરોના કવચ પૉલિસી હેઠળ ઑફર કરવામાં આવતી વિશેષતાઓ તપાસીએ:

પ્રવેશની ઉંમર (મહત્તમ)

65 વર્ષો

પૉલિસી ટર્મ

3.5/6.5/9.5 મહિના

વેટિંગ પીરિયડ

15 દિવસ

પ્રીમિયમની ચુકવણી

એક વખત

પ્રી-પૉલિસી મેડિકલ

લાગુ નથી

અનાવરણ સુરક્ષા: તમારા માટે યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ શોધવા માટેના 7 પ્રશ્નો

1. કયા પ્રકારની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી મારી જરૂરિયાતો મુજબ સૌથી વધુ અનુકૂળ છે?

તમે પૉલિસી નક્કી કરો તે પહેલાં, જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવું મહત્વપૂર્ણ છે. તમારી તમામ તબીબી જરૂરિયાતોને પૂર્ણ કરતી યોગ્ય પ્રકારની પૉલિસી પસંદ કરો.

 

2. શું મારી તબીબી જરૂરિયાતોને પહોંચી વળવા માટે મારી પાસે પર્યાપ્ત કવરેજ છે?

જ્યારે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની વાત આવે છે, ત્યારે મેડિકલ મોંઘવારીને ધ્યાનમાં રાખો. તમારા ખિસ્સાને અનુકૂળ હોય અને તમામ પૂર્વજરૂરિયાતોને પૂર્ણ કરે તેવી વીમાકૃત રકમ પસંદ કરો.

 

3. શું આ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન મારા ખિસ્સા માટે વ્યાજબી હશે?

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવાનો મુખ્ય લાભ ક્યારેય આંકી શકાતો નથી. ઇન્શ્યોરન્સ કવર હોવાથી તમને તમારી મહેનતથી કમાયેલી બચતનો ઉપયોગ કર્યા વિના જરૂરિયાતના સમયે શ્રેષ્ઠ મેડિકલ કેર પ્રાપ્ત કરવામાં મદદ મળશે. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી, હૉસ્પિટલાઇઝેશન ખર્ચ કરતાં વધુ રકમ માટે કવરેજ ઑફર કરે છે.

 

4. શું ઇન્શ્યોરન્સ કંપની નેટવર્ક હૉસ્પિટલોની વિશાળ શ્રેણી અને ઝડપી ક્લેઇમ પ્રક્રિયાઓ ઑફર કરે છે?

નેટવર્ક હૉસ્પિટલો એક મહત્વપૂર્ણ પાસું છે જેનું મૂલ્યાંકન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે કરવું જ જોઈએ. મુખ્ય કારણ એ છે કે નેટવર્ક હૉસ્પિટલો કૅશલેસ સુવિધાઓ પ્રદાન કરે છે અને ગુણવત્તાસભર સારવારનો લાભ લેવામાં મદદ કરે છે. તમારે કૅશલેસ સારવાર માટે નોંધપાત્ર રકમ ચૂકવવી પડતી નથી, તેથી કપાતપાત્રને બાદ કરતાં, તમારી આસપાસ નેટવર્ક હૉસ્પિટલ હોવી જરૂરી બની જાય છે.

અમારી પાસે બજાજ આલિયાન્ઝ GIC ની સમગ્ર ભારતમાં 8000+ નેટવર્ક હૉસ્પિટલની શ્રેણી છે. અમે તમને અને તમારા મહેનતથી કમાયેલા પૈસાને સુરક્ષિત કરવામાં વિશ્વાસ રાખીએ છીએ. અમારો સરેરાશ ક્લેઇમ સેટલમેન્ટનો સમય લગભગ 1 કલાકનો છે. તે ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીના સૌથી ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ સમયગાળામાંથી એક છે.

 

5. શું આ પ્લાન વૈકલ્પિક ઉપચારો સાથેની સારવારને પણ કવર કરે છે?

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સમાં, અમે આયુર્વેદિક અને હોમિયોપેથિક હૉસ્પિટલાઇઝેશન માટે કવરેજ પ્રદાન કરીએ છીએ. જો કે, નેચરોપેથી, એક્યુપંક્ચર, મૅગ્નેટિક થેરેપી વગેરે જેવી અન્ય સારવારોને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં કવર કરવામાં આવતું નથી. જો કે, આ દરેક ઇન્શ્યોરર અને પ્લાન પ્રમાણે અલગ હોઈ શકે છે. તેથી, પ્લાનને કાળજીપૂર્વક વાંચવાની, જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવાની ભલામણ કરવામાં આવે છે, અને ત્યારબાદ જ, ખરીદીનો નિર્ણય લેવાની ભલામણ કરવામાં આવે છે.

 

6. જો મારી જરૂરિયાતો બદલાશે તો શું આ મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી યોગ્ય રહેશે?

તમે પૉલિસી શેડ્યૂલમાં ઉલ્લેખિત નિયમો અને શરતો મુજબ તમારા હાલના હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજમાં ફેરફારો કરી શકો છો. 

 

7. શું પૉલિસી સાથે કોઈપણ મૂલ્ય-વર્ધિત સેવાઓ ઑફર કરવામાં આવે છે?

મૂલ્ય-વર્ધિત સેવાઓ દરેક પ્લાન મુજબ અલગ હોય છે. તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો તે પહેલાં, મહત્તમ લાભ મેળવવા માટે પૉલિસી, તેમાં સમાવેશ અને બાકાત બાબતને સમજવું વધુ સારું છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ

  • In Patient Hospitalization

    ઇન-પેશન્ટ હૉસ્પિટલાઇઝેશન

    અમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ તમને કોઈપણ બીમારી, અકસ્માત અને ઈજા માટે હૉસ્પિટલમાં પ્રાપ્ત થતા કોઈપણ તબીબી સારવાર સંબંધિત ખર્ચ માટે કવરેજ પ્રદાન કરે છે.

  • Pre & Post Hospitalization expenses

    હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના ખર્ચ

    તમે જે સારવાર પ્રાપ્ત કરી રહ્યાં છો તેનાથી સંબંધિત હોય, તો તમને 60 દિવસ અને 90 દિવસ સુધીના હૉસ્પિટલાઇઝેશનના પહેલાં અને પછીના ખર્ચાઓ માટે કવર કરી લેવામાં આવે છે.

  • Organ donor expenses

    અંગદાતા સંબંધી ખર્ચ

    કોઈના જીવનને બચાવવા માટે અંગ દાન કરવું એ એક ઉમદા કાર્ય છે, અને બજાજ આલિયાન્ઝ ખાતે અમે આ ઉમદા કાર્ય માટે તમને શક્ય તેટલી સહાયતા પ્રદાન કરીશું. અમારા મોટાભાગના પ્લાન તમને અંગ દાન સંબંધિત સર્જરી/તબીબી પ્રક્રિયાઓ માટે આર્થિક રીતે કવર કરે છે.

  • Day care procedures

    ડે-કેર પ્રક્રિયાઓ

    ટેક્નોલોજીમાં પ્રગતિ સાથે, તમારે નાની-મોટી તબીબી પ્રક્રિયાઓ માટે 24 કલાકથી વધુ સમય માટે હૉસ્પિટલમાં રહેવાની જરૂર નથી, આ પ્રક્રિયાઓને કહેવાય છે ડે-કેર પ્રક્રિયાઓ. અને, અમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ તમને આ સારવાર માટે પણ કવર કરે છે.

  • Ambulance Charges

    એમ્બ્યુલન્સ ખર્ચ

    બજાજ આલિયાન્ઝમાં, અમે તમને એમ્બ્યુલન્સ શુલ્ક માટે કવર કરીએ છીએ જે તમે હોસ્પિટલમાં જતા હોવ અથવા હૉસ્પિટલમાંથી પરત આવતા હોવ ત્યારે થઈ શકે છે.

  • Convalescence Benefit

    સ્વાસ્થ્યપ્રાપ્તિનો લાભ

    બજાજ આલિયાન્ઝની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, તમે 10 દિવસ અથવા તેનાથી વધુ સમયગાળા માટેના સતત હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં વાર્ષિક ₹ 5,000 ની ચુકવણી માટે પાત્ર રહેશો.

  • Ayurvedic / Homeopathic expenses

    આયુર્વેદિક અને હોમિયોપેથિકને લગતા ખર્ચા

    અમે તમને આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર સંબંધિત ખર્ચ માટે કવર કરીએ છીએ જે તમે વૈકલ્પિક ઉપચાર તરીકે લેવા માંગો છો.

  • Maternity expenses and new born baby cover

    પ્રસૂતિ ખર્ચ અને નવજાત બાળકનું કવર

    અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તમને નવજાત બાળકની સારવાર માટેના પ્રસૂતિ ખર્ચ અને તબીબી ખર્ચ માટે કવર કરે છે, જે કેટલાક નિયમો અને શરતોને આધિન છે.

  • Daily Cash Benefit

    દૈનિક રોકડ લાભ

    તમે અમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે દૈનિક કૅશનો લાભ મેળવી શકો છો, જેનો ઉપયોગ તમે હૉસ્પિટલમાં તમારી સાથે રહેલા વ્યક્તિના રહેવાના ખર્ચ માટે કરી શકો છો.

જો કે આ તમને હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજનો ખ્યાલ આપી શકે છે, તમારે હંમેશા ઑફર થતા વિવિધ અતિરિક્ત લાભો વિશે વધુ જાણકારી મેળવવા હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓમાં તપાસ કરવી જોઈએ. ઉપરાંત, તેમાં સમાવેશ અને બાકાતની વિગતવાર લિસ્ટને મેળવવા માટે, આનો સંદર્ભ લો હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી નિયમાવલી

 

હેલ્થ ઇન્શ્યોરન્સ એક્સક્લુઝન નક્કી કરવું: શું કવર કરવામાં આવતું નથી?

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની સામાન્ય બાકાત બાબતો આ છે:

  • યુદ્ધ:

    અમારી હેલ્થ પૉલિસીઓ યુદ્ધને કારણે થતા સારવારના ખર્ચ માટે કરેલા કોઈપણ ક્લેઇમ માટે તમને કવર કરતી નથી.

  • દાંતની સારવાર:

    અમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ તમને ઍક્યુટ ટ્રૉમેટીક ઇન્જરીને કારણે અથવા કૅન્સરને કારણે જરૂરી હોય તે સિવાયની દાંતની સારવાર માટે કવર કરતી નથી.

  • બાહ્ય ઉપકરણો/ઉપકરણો:

    હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા પ્રદાન કરેલા કવરેજમાંથી પણ ચશ્માં, કૉન્ટૅક્ટ લેન્સ, હિયરિંગ એડ્સ, ક્રચ, કૃત્રિમ અંગો, ડેન્ચર્સ, કૃત્રિમ દાંત વગેરેનો ખર્ચ બાકાત રાખવામાં આવે છે.

  • પોતાને પહોંચાડેલી ઈજાઓ:

    તમારી સંભાળ લેવી એ અમારી સૌથી વધુ પ્રાથમિકતા છે અને અમે તમને ખાસ કરીને આત્મ-પ્રભાવશાળી ઇજા દ્વારા નુકસાન પહોંચાડવા માંગતા નથી. આમ, અમારી પૉલિસીઓ ઇરાદાપૂર્વકની પોતાને પહોંચાડેલી ઈજા માટે કવરેજ ઑફર કરતી નથી.

  • પ્લાસ્ટિક સર્જરી:

    અમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના કવરેજમાંથી કેન્સર, દાઝવું (બર્ન) અથવા આકસ્મિક શારીરિક ઈજાની સારવાર માટે જરૂરી હોય તે સિવાયની કોઈપણ પ્રકારની કોસ્મેટિક સર્જરીને બાકાત રાખવામાં આવે છે.

  • ભારતની બહાર સારવાર:

    અમારી ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ભારતની બહાર તમારા દ્વારા લેવામાં આવતી કોઈપણ સારવારને કવર કરતી નથી.

મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે આ ભૂલોને ટાળો

શક્ય છે કે તમને એવો વિચાર આવે કે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી બહુ મહત્વપૂર્ણ બાબત નથી. પ્રસ્તુત છે કેટલાક સામાન્ય કારણોની સૂચિ, જેના વિશે આપણે વિચારતા હોઈએ છીએ:

  • તમારી કોર્પોરેટ પૉલિસીને કારણે કોમ્પ્રિહેન્સિવ હેલ્થ કવરને છોડવું

    જો તમને લાગે છે કે માત્ર કોર્પોરેટ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી જ મેડિકલ ખર્ચાઓ માટે પર્યાપ્ત છે, તો તમારી ભૂલ થાય છે. કોર્પોરેટ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને માત્ર જોબ ટર્મ માટે કવર કરશે. તેથી, જ્યારે તમે નોકરી છોડો અથવા કંપની બદલો, ત્યારે તમે હેલ્થ ઇન્શ્યોરન્સના લાભ ગુમાવો છો. કેટલીક કંપનીઓ પ્રોબેશન દરમિયાન ઇન્શ્યોરન્સ કવરેજ ઑફર કરતી નથી. કોર્પોરેટ મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ સામાન્ય રીતે ઓછી વીમાકૃત રકમ પ્રદાન કરે છે અને કોમ્પ્રિહેન્સિવ કવરેજ પ્રદાન કરતી નથી. તેથી, કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવાની ભલામણ કરવામાં આવે છે.

  • ઓછી વીમાકૃત રકમ પસંદ કરવી

    જો તમે મેટ્રો શહેરમાં રહો છો, તો આવા શહેરોમાં મેડિકલ સારવારને ધ્યાનમાં રાખીને ઉચ્ચ વીમાકૃત રકમ પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે. આમ, અપર્યાપ્ત કવરેજ સાથે માત્ર પૉલિસી ખરીદવાનો લાંબા ગાળે કોઈ ફાયદો નથી. આવશ્યકતાઓ અનુસાર, મેડિકલ ખર્ચને કવર કરી લે તેટલી વીમાકૃત રકમ પસંદ કરો. જો તમારી પર નિર્ભર વ્યક્તિઓ હોય, તો તેમની જરૂરિયાતો, મેડિકલ ફુગાવા, અને યોગ્ય વીમાકૃત રકમનું મૂલ્યાંકન કરીને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરો.

  • કવરેજનું મૂલ્યાંકન કર્યા વિના ઓછી કિંમતનો પ્લાન પસંદ કરવો

    પૉલિસી માત્ર એટલા માટે ન ખરીદો કે તે ઓછા પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. પૉલિસી દ્વારા ઑફર કરવામાં આવતા કવરેજ અને લાભો જોવું મહત્વપૂર્ણ છે. આ પાસાની કોઈપણ ભોગે ઉપેક્ષા ન કરવી જોઈએ. જો તમે ઓછું પ્રીમિયમ ધરાવતો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો છો, તો શક્ય છે કે તમે મહત્વપૂર્ણ કવરેજ ચૂકી જશો. એક એવો પ્લાન પસંદ કરો, જે પૈસાનું પૂરેપૂરું વળતર આપે અને આપણી લાઇફસ્ટાઇલને ધ્યાનમાં રાખીને વધતી મેડિકલ જરૂરિયાતોની કાળજી રાખે.

  • માત્ર ટૅક્સના હેતુસર હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવો

    યાદ રાખો, કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી એ ટૅક્સ બચાવવા કરતાં વધુ મહત્વનું છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ચોક્કસપણે તમને ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80D હેઠળ ટૅક્સ લાભ મેળવવાની સુવિધા આપે છે. જો કે, તમારી પાસે મેડિકલ ઇન્શ્યોરન્સ એટલા માટે હોવો જોઈએ કે જેથી તમે કટોકટીના સમયમાં ઓછામાં ઓછા ફાઇનાન્શિયલ ચિંતાઓથી મુક્ત રહી શકો. જો તમારા પરિવારની કાળજી લેવાની હોય, તો ફેમિલી ફ્લોટર હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરો.

શું તમે મેડિકલ ઇન્શ્યોરન્સ માટે પાત્ર છો?

કોઈ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની વાત હોય, ત્યારે કેટલાક પરિબળોનું ધ્યાન રાખવું જરૂરી છે. નીચે આપેલ ટેબલમાં યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ કવર પસંદ કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવતા સામાન્ય પાત્રતાના માપદંડ દર્શાવવામાં આવ્યા છે: 

 

ઉંમરના માપદંડ

ઉંમર એ એક મહત્વપૂર્ણ પાસું છે જેને મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે ધ્યાનમાં લેવું જોઈએ. બાળકો, પુખ્ત અને વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદી શકાય છે.

વ્યક્તિની ઉંમર મુજબ સમર્પિત પ્લાન ઉપલબ્ધ છે. સામાન્ય રીતે, સ્ટાન્ડર્ડ પ્લાન 18 થી 65 વર્ષની વચ્ચેના વ્યક્તિઓને કવર કરે છે.

વધુમાં, તમારી પાસે 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરનાર સિનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે.

અગાઉથી હોય તેવા રોગ

પહેલેથી હોય તેવી બીમારીને પ્રતીક્ષા અવધિ પૂર્ણ થયા પછી જ કવર કરવામાં આવે છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે, ઇન્શ્યોરર અરજદારને વર્તમાન મેડિકલ સમસ્યાઓ જેમ કે કિડનીની સમસ્યા, બ્લડ પ્રેશર અને અન્ય સમસ્યાઓ વિશે પૂછે છે. 

ધૂમ્રપાનની આદતો

વ્યક્તિની જીવનશૈલીની પણ ખરીદીની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા છે. ઉદાહરણ તરીકે, ધૂમ્રપાન કરનારની તુલનામાં ધૂમ્રપાન ન કરનાર માટેનું પ્રીમિયમ પ્રમાણમાં ઓછું છે.

મેડિકલ ચેક-અપ

મેડિકલ ચેક-અપ એ પૉલિસીનો એક ભાગ છે, ખાસ કરીને, જો તમારી ઉંમર 45 વર્ષ અથવા તેનાથી વધુ છે. તેથી, મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી જારી કરતા પહેલાં, આ વ્યક્તિઓને મેડિકલ સ્ક્રીનિંગ કરાવવી પડી શકે છે.

 

તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા પરિબળો

નીચેના પરિબળો તમારી પૉલિસીનું પ્રીમિયમ નિર્ધારિત કરે છે:

  • પસંદ કરેલ વીમા રકમ: તમારું ઇન્શ્યોરન્સ પ્રીમિયમ તમે પસંદ કરેલ કવરેજ અને તમારા દ્વારા પસંદ કરેલી વીમા રકમ પર પણ આધારિત હોય છે.

  • કવર કરેલા સભ્યોની સંખ્યા: તમારું પૉલિસી પ્રીમિયમ બદલાય છે કેમ કે તમે કવર કરવા માટે વધુ સંખ્યામાં સભ્યોને શામેલ કરો છો જેમ કે ફેમિલી ફ્લોટર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન.

  • ઉંમર: યુવાનો વૃદ્ધ લોકો કરતાં સ્વસ્થ હોય છે અને તેમની સાથે સંકળાયેલ જોખમ ઓછું હોય છે. તેથી, જો તમે યુવાન હોવ ત્યારે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો છો તો પ્રીમિયમ ઓછું હોય છે.

  • બૉડી માસ ઇન્ડેક્સ (બીએમઆઇ): બીએમઆઇ તમારી ઊંચાઈ અને વજનનો રેશિયો છે. જો તમારું બીએમઆઇ સામાન્ય મર્યાદાથી વધુ હોય, તો તમારે વધારે ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે.

  • મેડિકલ હિસ્ટ્રી : જો તમારા પરિવારમાં કોઈ ચોક્કસ બીમારી ચાલતી હોય અથવા જો તમારી પાસે કોઈ જટિલ મેડિકલ હિસ્ટ્રી હોય તો તમારે વધુ પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે.

  • તમાકુનું સેવન: જો તમે ધૂમ્રપાન કરો છો અથવા તમાકુ અને તમાકુ ધરાવતી પ્રૉડક્ટનું સેવન કરો છો તો પ્રીમિયમ વધુ હોઈ શકે છે.

  • લિંગ: મહિલાઓને પુરુષો કરતાં વધુ પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે, કારણ કે તેઓ હૉસ્પિટલની મુલાકાત વધુ લેતી હોય છે.

તમારી મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રીમિયમ પર સૌથી મોટી અસર, તે હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજની છે જે તેની સાથે આપવામાં આવે છે. કવરેજ જેટલું વ્યાપક હશે, તમારા હેલ્થ ઇન્શ્યોરન્સના ક્વોટની રકમ એટલી જ વધુ હશે.

 

તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ઑનલાઇન ગણતરી કરવાના પગલાં

 

તમે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે તમારે ચૂકવવાના હોય તે પ્રીમિયમની અંદાજિત રકમ જાણવા માટે, બજાજ આલિયાન્ઝના મફત હેલ્થ ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરી શકો છો. તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ઑનલાઇન ગણતરી કરવા માટેના ઝડપી અને સરળ પગલાં આ છે:

  • પગલું 2: તમારી વ્યક્તિગત વિગતો જેમ કે તમારું નામ, તમારી જન્મ તારીખ, તમે જે ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવા માંગો છો તે દાખલ કરો અને એવા સભ્યોની વિગતો કે જે ને તમે પસંદ કરેલ પ્લાન હેઠળ કવર કરવા માંગો છો અને તમારો પિન કોડ અને સંપર્ક નંબર દાખલ કરો.

  • પગલું 3: 'મારું ક્વોટ મેળવો' બટન પર ક્લિક કરો.

  • પગલું 4: તમારી પ્રીમિયમની વિગતો પ્રદર્શિત કરવામાં આવશે જ્યાં તમે તમારી સુવિધા મુજબ સહ-ચુકવણી પસંદ કરી શકો છો, અને પછી ઑનલાઇન યોગ્ય પૉલિસી ખરીદવા માટે 'પ્લાન કન્ફર્મ કરો' બટન પર ક્લિક કરો.

એકવાર તમને ઇન્શ્યોરન્સ ક્વોટેશન પ્રાપ્ત થયા પછી અને તમારા પ્રીમિયમની ઑનલાઇન ચુકવણી કર્યા પછી, તમને તરત જ તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી (સોફ્ટ કૉપી) મળશે.

 

તમારે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની ઑનલાઇન તુલના શા માટે કરવી જોઈએ?

મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓની તુલના કરવાથી હેલ્થકેરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ પૉલિસી પસંદ કરવામાં મદદ મળે છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવી ઘણીવાર એક કાર્ય તરીકે માનવામાં આવે છે. અમે સમજીએ છીએ, કે ઉપલબ્ધ વિકલ્પોના ઘણા વિકલ્પો સાથે, તમે ભ્રમિત થઈ શકો છો. 

 તેથી, ચાલો ઑનલાઇન પૉલિસીઓની તુલના કરવાના કેટલાક મુખ્ય ફાયદાઓને સમજીએ:

 

  • સુગમ અને સમય-બચાવનાર:

    તમારી પૉલિસી સંબંધિત દરેક મહત્વપૂર્ણ માહિતી માત્ર થોડા ક્લિકમાં ઉપલબ્ધ છે. તે તમારા સમયને બચાવવામાં પણ મદદ કરે છે, જેમાં તમારે એક છત્ર હેઠળ સચોટ અને વિશ્વસનીય માહિતી સાથે ઇન્શ્યોરન્સ એજન્ટ સાથે વાત કરવાની જરૂર છે.

 
  • મફત ક્વોટેશન/વિના મૂલ્ય:

    તમે ઑનલાઇન કૅલ્ક્યૂલેટરથી હેલ્થ ઇન્શ્યોરન્સ ક્વોટની તુલના કરી શકો છો અને તમારા ખિસ્સા અને જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે અનુકૂળ હોય તેવો પ્લાન પસંદ કરી શકો છો. તેના માટે કોઈ બ્રોકરેજ અથવા એજન્ટ ફી નથી. વધુમાં, ઑનલાઇન પ્રીમિયમ ચુકવણી વ્યાજબી દરે પૉલિસી મેળવવામાં મદદ કરશે.

 
  • સરળતાથી અનેક પ્લાનની તુલના કરો:

    હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની ઑનલાઇન તુલના કરવાની સુવિધા અનુકૂળ અને ઝંઝટ-મુક્ત છે. તમે પ્લાન જોઈ શકો છો, અને તેમની વિશેષતાઓ, લાભો અને પ્રીમિયમની બાજુમાં રાખીને તુલના કરી શકો છો. વધુમાં, તમારી પૉલિસી ખરીદવા અથવા રિન્યુ કરવાની વાત આવે, ત્યારે તે કોઈપણ પેપરવર્કની ઝંઝટમાં પડ્યા વિના ડિજિટલ રીતે કરી શકાય છે.

 
  • ગ્રાહકના રિવ્યૂ તપાસો:

    માર્કેટમાં મોટા પ્રમાણમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની ઉપલબ્ધતા સાથે, ઑનલાઇન રિવ્યૂ ઇન્શ્યોરરને પસંદ કરવામાં મદદ કરે છે, અને તેમજ, તે કંપનીના ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો પર નજર નાખવાનું ભૂલશો નહીં. માર્કેટમાં સારી પ્રતિષ્ઠા ધરાવતા ઇન્શ્યોરરને પસંદ કરવાથી ક્લેઇમ સેટલમેન્ટ ઝડપી બને છે.

 

હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા

હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ કૅશલેસ અથવા રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ દ્વારા સેટલ કરી શકાય છે. તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સેટલ કરવાની બંને રીતો સરળ, ઝડપી અને સુવિધાજનક છે.

  • કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટ

    તમે તમારા ખિસ્સામાંથી કોઈપણ ચુકવણી કર્યા વિના, કૅશલેસ ક્લેઇમ હેઠળ તમારી બીમારી સંબંધિત સારવાર મેળવી શકો છો. જો કે, આ લાભ જો તમે નેટવર્ક હૉસ્પિટલમાં દાખલ થયા હોવ તો જ લઈ શકાય છે.

    તમારી પૉલિસીમાં ઉલ્લેખિત નિયમો અને શરતો અનુસાર, મેડિકલ બિલ નેટવર્ક હૉસ્પિટલ દ્વારા સીધા તમારા ઇન્શ્યોરર સાથે સેટલ કરવામાં આવશે. ભારતની મોટાભાગની હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ એક હેલ્થ કાર્ડ પ્રદાન કરે છે, જેનો ઉપયોગ નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સારવાર મેળવવા માટે કરી શકાય છે.

  • રિઇમ્બર્સમેન્ટ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટ

    જો તમે તમારી બીમારી માટે નૉન-નેટવર્ક હૉસ્પિટલમાં સારવાર મેળવવાનું પસંદ કરો અથવા જો તમારી પસંદગીની હૉસ્પિટલ નેટવર્ક હૉસ્પિટલ ના હોય, તો તમે રિઇમ્બર્સમેન્ટ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ દાખલ કરી શકો છો. ક્લેઇમ રજિસ્ટર કરવા માટે, તમારે તમારી ઇન્શ્યોરન્સ કંપનીને સંબંધિત હૉસ્પિટલ બિલ અને મેડિકલ રેકોર્ડ સબમિટ કરવાના રહેશે. એકવાર આ ડૉક્યૂમેન્ટ વેરિફાઇ થયા પછી, ક્લેઇમની રકમ તમારા રજિસ્ટર્ડ બેંક એકાઉન્ટમાં સેટલ કરવામાં આવશે.

  • પૂર્વ-નિર્ધારિત હૉસ્પિટલાઇઝેશન

    જો તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી મોતિયાની સર્જરી જેવી મેડિકલ પ્રક્રિયાઓને કવર કરે છે, તો તમે સર્જરી કરાવવા માટે કોઈપણ ચુકવણી કર્યા વિના કૅશલેસ ક્લેઇમ સુવિધાનો ઉપયોગ કરી શકો છો. તમારે માત્ર નેટવર્ક હૉસ્પિટલમાં પ્રી-ઑથોરાઇઝેશન ફોર્મ ભરવાનું રહેશે અને તેઓ આ ફોર્મ તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાને મોકલશે, જે જરૂરી વિગતોની ચકાસણી કરશે અને કૅશલેસ સારવાર માટે મંજૂરી આપશે.

  • ઇમરજન્સી હૉસ્પિટલાઇઝેશન

    ઇમરજન્સીના કિસ્સામાં, અકસ્માતની જેમ, તમે તમારી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પ્રદાન કરેલ હેલ્થ કાર્ડનો ઉપયોગ કરી શકો છો અને તેને પ્રી-ઑથોરાઇઝેશન લેટર સાથે સબમિટ કરી શકો છો. જો મંજૂરી આપવામાં આવે છે, તો તમે કૅશલેસ ક્લેઇમના લાભ મેળવી શકો છો. જો તેમ ના હોય, તો તમે રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા પસંદ કરી શકો છો.

  • હેલ્થ સીડીસી

    હેલ્થ સીડીસી (ક્લેઇમ બાય ડાયરેક્ટ સેટલમેન્ટ) એ બજાજ આલિયાન્ઝ દ્વારા અમારી મોબાઇલ એપ - કેરિંગલી યોર્સનો ઉપયોગ કરીને ₹ 20,000 સુધીના તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમને તરત સેટલ કરવા માટે પ્રદાન કરવામાં આવેલ એક સુવિધા છે.

હેલ્થ ઇન્શ્યોરન્સમાં નેટવર્ક હૉસ્પિટલો એટલે શું?

નેટવર્ક હૉસ્પિટલ એ એવી હૉસ્પિટલ છે કે જેની સાથે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીનો એગ્રીમેન્ટ થયેલ હોય. હૉસ્પિટલ અને તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતા વચ્ચેના આ ટાઇ-અપને લીધે તમે કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમના લાભ મેળવી શકો છો. તમે બજાજ આલિયાન્ઝની નેટવર્ક હૉસ્પિટલોની સૂચિ ઑનલાઇન તપાસી શકો છો.

તમે જ્યાં તબીબી સારવાર મેળવવા માંગો છો ત્યાં હોસ્પિટલ અથવા શહેરનું નામ દાખલ કરીને અમારી વેબસાઇટ પર નેટવર્ક હૉસ્પિટલ શોધી શકો છો. એકવાર તમે તમારા શોધ માપદંડ દાખલ કર્યા પછી, તમારે હૉસ્પિટલ શોધો બટન પર ક્લિક કરવાની જરૂર છે. તમને તમારા શોધ માપદંડ દ્વારા વ્યાખ્યાયિત નેટવર્ક હૉસ્પિટલોની લિસ્ટ પ્રદર્શિત કરવામાં આવશે.

 

તમારી અથવા તમારા પરિવારના મેમ્બરની સારવાર માટે એક નેટવર્ક હૉસ્પિટલ પસંદ કરવાના લાભો છે:

 

  • તમને કૅશલેસ ક્લેઇમનો લાભ મળે છે, જેથી તમારે સારવાર માટે અગાઉથી ચુકવણી કરવાની જરૂર રહેતી નથી.

  • તમને બહેતર પ્રશિક્ષિત ડૉક્ટરો, લેટેસ્ટ મેડિકલ ઉપકરણો અને સર્વોત્તમ અનુભવ સાથે બહેતર ક્વૉલિટીની સારવાર મળે છે.

  • જ્યારે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા તમારા મેડિકલ બિલની ચુકવણી કરવામાં આવે, ત્યારે તમે રાહત મેળવી શકો છો.

  • તમને હૉસ્પિટલાઇઝેશન દરમિયાન તેમજ હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછી સારવાર માટે જરૂરી સંભાળ મળે છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પર ટૅક્સ લાભો

ઇન્કમ ટૅક્સ ઍક્ટ, 1961 ની સેક્શન 80D કરદાતાને હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે ચૂકવેલ પ્રીમિયમ પર કપાતનો લાભ લેવાની સુવિધા આપે છે. આનો લાભ નિયમિત ઇન્શ્યોરન્સ પ્રીમિયમ સાથે ટૉપ-અપ તેમજ ક્રિટિકલ ઇલનેસ પ્લાન માટે ચૂકવેલ પ્રીમિયમ પર લઈ શકાય છે.

તમે સેક્શન 80 D હેઠળ પોતાના માટે, આશ્રિત બાળકો, જીવનસાથી અને માતાપિતા માટે પૉલિસી ખરીદવા માટે ચૂકવવામાં આવેલ પ્રીમિયમ પર કપાતનો લાભ લઈ શકો છો.

સેક્શન 80D હેઠળ, દરેક નાણાંકીય વર્ષમાં ચૂકવેલ પ્રીમિયમ પર ₹ 25,000 ની રકમ કપાત માટે પાત્ર છે. જો તમારા માતાપિતા અથવા તેમાંથી કોઈ એક વરિષ્ઠ નાગરિક હોય, તો એક નાણાંકીય વર્ષમાં કપાતની રકમ વધીને ₹ 50,000 સુધીની થઈ જાય છે.

2021-22 દરમિયાન ઇન્કમ ટૅક્સ ઍક્ટની સેક્શન 80D હેઠળ કોઈ વ્યક્તિને ઉપલબ્ધ ટૅક્સ કપાતને સમજવા માટે નીચે આપેલ ટેબલ પર એક નજર કરો:

કવર થયેલ વ્યક્તિઓ

ચૂકવેલ પ્રીમિયમ

ટૅક્સમાં છૂટ

 

સ્વયં, બાળકો અને પરિવાર

માતા/પિતા

 

કોઈ વ્યક્તિ અને 60 વર્ષથી ઓછી ઉંમરના માતાપિતા

₹ 25,000

₹ 25,000

₹ 50,000

કોઈ વ્યક્તિ અને 60 વર્ષથી ઓછી ઉંમરના પરિવારના સભ્યો, પરંતુ 60 વર્ષથી વધુ ઉંમરના માતાપિતા

₹ 25,000

₹ 50,000

₹ 75,000

વ્યક્તિ, માતાપિતા અને પરિવારના સભ્યો 60 વર્ષથી વધુ ઉંમરના

₹ 50,000

₹ 50,000

₹ 1,00,000

એચયુએફના સભ્યો અને અનિવાસી વ્યક્તિ

₹ 25,000

₹ 25,000

₹ 25,000

ડિસ્ક્લેમર: પ્રવર્તમાન કાયદા મુજબ ટૅક્સ લાભો ફેરફારને આધિન છે.

મેડિક્લેમ પૉલિસી શું છે?

મેડિકલ ઇમરજન્સી પૂર્વ-સૂચના આપીને આવતી નથી. જો તમારી પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ ન હોય તો તમારે ભારે મેડિકલ બિલ ચૂકવવા પડે છે. હેલ્થ કેર ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાં, મોટેભાગે લોકો પોતાને અથવા પોતાના પરિવારને યોગ્ય મેડિક્લેમ પૉલિસી સાથે કવર કરતા નથી.

મેડિક્લેમ પૉલિસી એ ઇન્શ્યોરન્સ કવર છે, જે હૉસ્પિટલાઇઝેશનને કારણે થતા વધતા મેડિકલ ખર્ચ સામે રક્ષણ આપે છે. મેડિક્લેમ પૉલિસી બીમારી/અકસ્માતને કારણે થતા હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં નાણાંકીય રીતે સુરક્ષા પ્રદાન કરે છે. તમે સમયસર પ્રીમિયમ ચૂકવીને તેના લાભો મેળવી શકો છો.

સામાન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ શરતો જેની તમને જાણ હોવી જોઈએ

✓ વીમાકૃત રકમ (એસઆઇ): વીમાકૃત રકમ એ મહત્તમ રકમ છે જે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની ચૂકવવા માટે જવાબદાર છે. જો તમારી મેડિકલ સારવારના ખર્ચ તમારા દ્વારા પસંદ કરેલી વીમાકૃત રકમ કરતા વધુ થાય, તો આ વીમાકૃત રકમની ઉપરની રકમ તમારે પોતે ચૂકવવાની રહેશે. આમ, તમારે ઉચ્ચ વીમાકૃત રકમ ધરાવતા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવો જોઈએ.

 

✓ પહેલાંથી હાજર બિમારીઓ: જો તમે ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતા પહેલાં કોઈ બીમારીથી પીડિત હોવ, તો તે બીમારીને વર્ગીકૃત કરીને કહેવાય છે પહેલેથી હોય તેવી બીમારી.

 

✓ વેટિંગ પિરિયડ: આ સમયગાળો છે જે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે કેટલીક અથવા બધી કવરેજ શરૂ થાય તે પહેલાં તમારે રાહ જોવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, ઘણી પૉલિસીઓ પહેલેથી હોય તેવી બિમારીઓ માટે કવરેજ પ્રદાન કરતા પહેલાં નિશ્ચિત વેટિંગ પિરિયડ ધરાવે છે.

 

✓ સબ-લિમિટ: સબ-લિમિટ એ મર્યાદા છે કે જે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ કોઈ ચોક્કસ બીમારી માટે ચૂકવવાના ખર્ચને સીમિત કરવા માટે મૂકે છે. આમ મુખ્યત્વે છેતરપિંડીભર્યા ક્લેઇમના કિસ્સાઓને ઘટાડવા માટે કરવામાં આવે છે. મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓ રૂમના ભાડાં, સામાન્ય બીમારીઓ, પહેલેથી પ્લાન કરેલ સર્જરીઓ, એમ્બ્યુલન્સ ખર્ચ અને ડૉક્ટરની ફી પર સબ-લિમિટ ધરાવે છે. સબ-લિમિટ તમારા દ્વારા પસંદ કરેલ વીમાકૃત રકમની નિશ્ચિત ટકાવારી અથવા ઇન્શ્યોરર સાથે સંમત થયા મુજબની નિશ્ચિત રકમ હોઈ શકે છે.

 

✓ કો-પેમેન્ટ: સહ-ચુકવણી અથવા કો-પે એ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ચુકવણી કરવામાં આવે તે પહેલાં તમારે ચૂકવવી પડતી ક્લેઇમની રકમની એક નિશ્ચિત ટકાવારી દર્શાવે છે. તમે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતા સમયે અથવા રિન્યુ કરાવતા સમયે કો-પેમેન્ટનો વિકલ્પ પસંદ કરી શકો છો. આ એ રકમ છે જે તમારે પોતે ચૂકવવાની રહે છે, તેથી તે પ્રીમિયમની રકમ ઓછી કરવામાં મદદ કરે છે.

 

✓ કપાતપાત્ર: તમારા હેલ્થ કેર ખર્ચની ચુકવણી કરવા માટે તમારી અને તમારી ઇન્શ્યોરન્સ કંપની વચ્ચે ખર્ચ-શેર કરવાની કલ્પના છે. આ એક નિશ્ચિત રકમ છે જે તમે, પૉલિસીધારકને જ્યારે પણ તમે ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરો ત્યારે ચુકવણી કરવી પડશે. જો તમારી ડૉક્ટર/હૉસ્પિટલની મુલાકાત ઓછી હોય તો વધારે કપાતપાત્ર સાથેનો પ્લાન લાભદાયક હોઈ શકે છે. ઉપરાંત, વધારે કપાતપાત્ર એકંદર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને ઘટાડવામાં પણ મદદ કરે છે.

 

✓ રૂમ ભાડાની લિમિટ: રૂમ ભાડાની લિમિટ એ મહત્તમ કવરેજ છે જે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો રૂમના પ્રત્યેક દિવસ માટે રૂમનો શુલ્ક પ્રદાન કરે છે.

 

✓ કોઇન્શ્યોરન્સ: જો તમારી પાસે એકથી વધુ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી છે, તો તમે તે બધી માટે ક્લેઇમ કરી શકો છો. તમારા દ્વારા નક્કી કરવામાં આવેલ નિશ્ચિત ટકાવારી મુજબ આવી તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા ક્લેઇમની રકમની ભરપાઈ કરવામાં આવશે. આ ખ્યાલને કોઇન્શ્યોરન્સ કહેવામાં આવે છે.

તેથી, જો તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના નિયમો અને શરતો મુજબ બે ઇન્શ્યોરન્સ કંપનીઓ, A અને B વચ્ચેના કોઇન્શ્યોરન્સને 40% અને 60% તરીકે નક્કી કરો છો, તો ₹ 1 લાખના ક્લેઇમ પર, કંપની A તમને ₹ 40,000 ની ભરપાઈ કરશે અને કંપની B તમને ₹ 60,000 ની ભરપાઈ કરશે.

 

✓ ફ્રી-લુક પીરિયડ: હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ ફ્રી-લુક પીરિયડ ઑફર કરે છે. આ સમયગાળો સામાન્ય રીતે ઑફલાઇન ખરીદેલી પૉલિસીઓ માટે 15 દિવસનો અને ઑનલાઇન ખરીદેલી પૉલિસીઓ માટે 30 દિવસનો છે. આ સમયગાળા દરમિયાન તમે તમારી પૉલિસી તપાસીને તે તમારા માટે યોગ્ય છે કે નહીં તે નક્કી કરી શકો છો.

જો તમને તે તમારા માટે યોગ્ય જણાતી નથી, તો ઉક્ત સમયગાળામાં તમે આ પૉલિસીને કૅન્સલ કરી શકો છો. તે માટે કોઈ કૅન્સલેશન શુલ્ક લાગુ થશે નહીં, જ્યારે ચાલુ હોય ફ્રી લુક પીરિયડ. જો કે, જેટલા દિવસો માટે કવરેજ ઉપલબ્ધ હતું તેટલા દિવસો માટે પ્રો-રેટા આધારે પ્રીમિયમ વસૂલવામાં આવશે.

 

✓ ગ્રેસ પીરિયડ: તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની સમાપ્તિ પછી તમે તેને 30 દિવસની અંદર રિન્યુ કરાવી શકો છો. આ 30 દિવસનો સમયગાળો એટલે ગ્રેસ પીરિયડ.

જો તમે આ 30 દિવસની અંદર તમારી પૉલિસી રિન્યુ કરાવો છો, તો તમને તમારી મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસીના લાભો, જેમ કે પ્રતીક્ષા અવધિ, પહેલાંથી હાજર રોગો માટે કવરેજ વગેરે પ્રાપ્ત થશે અને તે ફરીથી લાગુ કરી આપવામાં આવશે. ગ્રેસ પીરિયડ દરમિયાન કરેલા કોઈપણ ક્લેઇમની ચુકવણી ઇન્શ્યોરર દ્વારા કરવામાં આવશે નહીં.

હેલ્થ ઇન્શ્યોરન્સ વિરુદ્ધ મેડિક્લેમ ઇન્શ્યોરન્સ: તેમને શું અલગ રાખે છે?

મોટેભાગે લોકો મેડિક્લેમ અને હેલ્થ ઇન્શ્યોરન્સને સમાન માનવાની ભૂલ કરતા હોય છે. જો કે, તે એકસમાન નથી. ચાલો હેલ્થ ઇન્શ્યોરન્સ અને મેડિક્લેમ ઇન્શ્યોરન્સ વચ્ચેના તફાવતોને સમજીએ.

 

માપદંડ હેલ્થ ઇન્શ્યોરન્સ મેડિક્લેમ પૉલિસી
કવરેજ

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હૉસ્પિટલાઇઝેશન, સારવાર પહેલાં અને પછીના ખર્ચ, એમ્બ્યુલન્સ ખર્ચ વગેરે માટે કવરેજ પ્રદાન કરે છે.

હૉસ્પિટલાઇઝેશન, અકસ્માત સંબંધિત સારવાર અને પૂર્વ-નિર્ધારિત મર્યાદા સુધી પહેલાંથી હાજર બીમારીઓ માટે કવર પ્રદાન કરે છે.

સુગમતા

તે નજીવા પ્રીમિયમની ચુકવણી દ્વારા પ્લાનને વધુ સારો બનાવવાની સુવિધા પ્રદાન કરે છે.

કવરેજના સંદર્ભમાં, મેડિક્લેમ પૉલિસીમાં ફ્લેક્સિબિલિટી હોતી નથી.

ઍડ-ઑન કવર

અનેક ઍડ-ઑન ઑફર કરે છે.

કોઈ ઍડ-ઑન કવર ઉપલબ્ધ નથી.

ક્રિટિકલ ઇલનેસ કવર

તે 10 થી વધુ જીવલેણ રોગો માટે કવરેજ પ્રદાન કરે છે.

ગંભીર બીમારી માટે કવર ઉપલબ્ધ નથી. 

તમારે યુવાવસ્થામાં મેડિકલ ઇન્શ્યોરન્સ ખરીદવાનું શા માટે વિચારવું જોઈએ?

નાની ઉંમરે મેડિકલ ઇન્શ્યોરન્સ ખરીદવું લાભદાયક છે કારણ કે તમે તે હોવાથી તમારે કોઈપણ મેડિકલ બિલની ચુકવણી કરવા વિશે બહુ ચિંતા કરવી જરૂરી રહેતી નથી. જ્યારે તમે નાની ઉંમરમાં કમાવવાની શરૂઆત કરો છો, ત્યારે ભવિષ્ય માટે બચત કરવી મહત્વપૂર્ણ હોય છે. 

 

નાની ઉંમરે મેડિકલ ઇન્શ્યોરન્સ ખરીદવાના લાભો વિશે અહીં જણાવેલ છે:

  • કોઈપણ એવી હેલ્થ ઇમરજન્સી માટે કોમ્પ્રિહેન્સિવ કવરેજ પ્રદાન કરે છે, જે તમને ફાઇનાન્શિયલ તકલીફમાં મૂકી શકે છે.

  • પહેલેથી હોય તેવી કોઈપણ બીમારીના કિસ્સામાં, તમારો વેટિંગ પિરિયડ વહેલો સમાપ્ત થઈ જશે જેથી તમે સારવારના સમયે તમારા સ્વાસ્થ્યની બાબત સાથે સમાધાન કરશો નહીં.

  • નાની ઉંમરમાં, તમારી બીમાર પડવાની સંભાવના ઓછી હોય છે અથવા રોગો થવાની સંભાવના ઓછી હોય છે. આમ, આ સમયે, ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વાજબી હોય છે.

  • કલમ 80D હેઠળના ટૅક્સમાં લાભોથી આવક પર બચત થાય છે અને તે બચતના તમારા પૈસાને સુરક્ષિત ભવિષ્યના આયોજન માટે લગાવી શકાય છે.

  • હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સંચિત બોનસ પ્રદાન કરે છે જે દરેક ક્લેઇમ-મુક્ત વર્ષ માટે વીમા રકમ વધારવામાં મદદ કરે છે. કારણ કે તમે જીવનમાં નાની ઉંમરે મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો છો, તેથી ક્લેઇમ ફાઇલ કરવાની સંભાવનાઓ ઓછી હોઈ શકે છે. આ તમને લાંબા ગાળે ઉચ્ચ વીમા રકમ મેળવવામાં મદદ કરી શકે છે.

  • તમે ઍડ-ઑન રાઇડરનો ઉપયોગ કરીને ઇન્શ્યોરન્સ કવરેજ વધારી શકો છો. આ રાઇડર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનને વધુ વ્યાપક બનાવે છે.

જ્યારે તમે યુવાન હોવ, ત્યારે તમને કોઈપણ ગંભીર બીમારી અથવા રોગો થવાની સંભાવના ઓછી છે. આથી એવું કહેવાય છે કે, જ્યારે તમે યુવાન અને તંદુરસ્ત હોવ ત્યારે ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ કરવું સમજદારીભર્યું છે. તેનો નોંધપાત્ર લાભ તમે જીવનભર માણી શકો છો.

સ્વાસ્થ્ય ખરેખર, સૌથી મોટી સંપત્તિ છે. બેઠાડું જીવન, વધતું પ્રદૂષણ અને અન્ય આવા પરિબળો સ્વાસ્થ્ય માટે મોટી ચિંતાની બાબત છે. કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ તમને ઇમરજન્સી દરમિયાન થતાં તબીબી સારવારના ખર્ચને સંભાળી લેવામાં મદદરૂપ થાય છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવા માટે જરૂરી ડૉક્યૂમેન્ટ

1. પાસપોર્ટ-સાઇઝ ફોટા

2. પૉલિસી પ્રપોઝલ ફોર્મ

3. નિવાસી પુરાવો: તમે નીચેનામાંથી કોઈપણ ડૉક્યૂમેન્ટ તમારા રહેઠાણના પુરાવા તરીકે સબમિટ કરી શકો છો:

✓ વોટર આઇડી

✓ આધાર કાર્ડ

✓ પાસપોર્ટ

✓ વીજળીનું બિલ

✓ ડ્રાઇવિંગ લાઇસન્સ

✓ રાશન કાર્ડ

 

4. ઉંમરનો પુરાવો: તમારી ઉંમરના પુરાવા તરીકે નીચેનામાંથી કોઈપણ ડૉક્યૂમેન્ટ પૂરતા છે:

✓ પાસપોર્ટ

✓ આધાર કાર્ડ

✓ જન્મનું સર્ટિફિકેટ

✓ પાન કાર્ડ

✓ 10th અને 12th ક્લાસની માર્ક શીટ

✓ વોટર આઇડી

✓ ડ્રાઇવિંગ લાઇસન્સ

 

5. ઓળખનો પુરાવો: નીચે ઉલ્લેખિત કોઈપણ ડૉક્યૂમેન્ટનો ઉપયોગ તમારી ઓળખના પુરાવા તરીકે કરી શકાય છે:

✓ આધાર કાર્ડ

✓ ડ્રાઇવિંગ લાઇસન્સ

✓ પાસપોર્ટ

✓ પાન કાર્ડ

✓ વોટર આઇડી

તમારા દ્વારા પસંદ કરેલ કવરેજ, તમારી ઉંમર, તબીબી ઇતિહાસ, વર્તમાન જીવનશૈલીની પસંદગીઓ અને તમારા રહેઠાણના ઍડ્રેસના આધારે, તમને થોડા વધુ ડૉક્યૂમેન્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવી શકે છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવા માટેના 5 ઝડપી પગલાં

 

જો તમે મેડિકલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવા માંગો છો, તો આગળ શોધવાની જરૂર નથી. તમે નીચેના પગલાંઓની મદદથી તરત જ અને સુવિધાજનક રીતે બજાજ આલિયાન્ઝની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન ખરીદી શકો છો:

  • પગલું 1

    પેજની ઉપર-જમણી બાજુ ખૂણામાં રહેલ 'હું ખરીદવા માંગુ છું' પર ક્લિક કરો.

  • પગલું 2

    તમે જે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવા માંગો છો તે પસંદ કરો.

  • પગલું 3

    તમારું નામ, તમારી જન્મ તારીખ, તમારો પિન કોડ અને તમારો સંપર્ક નંબર તથા તમે જે મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવા માંગો છો તે અને તેમાં તમે પરિવારના જે સભ્યોને કવર કરવા માંગો છો તેની વિગતો દાખલ કરો.

  • પગલું 4

    'મારો ક્વોટ મેળવો' બટન પર ક્લિક કરો.

  • પગલું 5

    તમારા હેલ્થ ઇન્શ્યોરન્સના ક્વોટ અને પ્રીમિયમની વિગતો સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવશે. અહીં તમે તમારી સુવિધા અનુસાર સહ-ચુકવણીનો વિકલ્પ પસંદ કરી શકો છો. ત્યારબાદ, ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવા માટે 'પ્લાન કન્ફર્મ કરો' બટન પર ક્લિક કરો.

એકવાર તમે પ્રીમિયમની ઑનલાઇન ચુકવણી કરો પછી, તમને તરત જ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની સોફ્ટ કૉપી મળશે.

ભારતની મોટાભાગની હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ પાસે એક વેબસાઇટ છે જે તેમની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓની સુવિધા આપે છે. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ સહિતની કેટલીક કંપનીઓ પાસે તમારી ઑનલાઇન ઇન્શ્યોરન્સ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે એપ પણ છે.

તમે અમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી આ રીતે પણ ખરીદી શકો: અમારી મોબાઇલ એપ - કેરિંગલી યોર્સ ડાઉનલોડ કરીને, અમારા Whatsapp નંબર: +91 75072 45858 પર ‘Hi’ લખીને અથવા +91 80809 45060 પર મિસ્ડ કૉલ આપીને.

તમારે હેલ્થ ઇન્શ્યોરન્સ રિન્યુઅલમાં ક્યારેય વિલંબ થવો જોઈએ નહીં?

તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા પ્રદાન કરેલ કવરેજની નિરંતરતા જાળવવા માટે ઇન્શ્યોરન્સ રિન્યુઅલ આવશ્યક છે. આમ, તમારા ઇન્શ્યોરન્સ પ્લાનની સમયસીમા સમાપ્ત થાય તે પહેલાં રિન્યુઅલ કરવું આવશ્યક છે. જો તમે સમાપ્ત થયા પછી પણ તમારી પૉલિસીને રિન્યુ કરવામાં નિષ્ફળ થશો, તો ઇન્શ્યોરર તમને 30 દિવસનો ગ્રેસ પીરિયડ પ્રદાન કરશે, જ્યારે તમે કરશો હેલ્થ ઇન્શ્યોરન્સ રિન્યુઅલ . જો કે, 30 દિવસના આ સમયગાળા દરમિયાન, તમને કોઈપણ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે કવર કરવામાં આવશે નહીં. છેલ્લે, જો તમે ગ્રેસ પીરિયડ દરમિયાન પણ પૉલિસીને રિન્યુ કરવાનું ચૂકી જાઓ, તો એનસીબી (નો-ક્લેઇમ બોનસ), પ્રતીક્ષા અવધિ વગેરે જેવા કોઈપણ સંચિત લાભો મળશે નહીં.

તમારી બજાજ આલિયાન્ઝની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરવા માટે, તમે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અથવા અમારી મોબાઇલ એપ - કેરિંગલી યોર્સને ડાઉનલોડ કરી શકો છો. તમે અમને અમારા WhatsApp નંબર (+91 75072 45858) પર 'Hi' લખીને પણ મોકલી શકો છો અને અમારી ગ્રાહક સહાય ટીમ તમારી જરૂરિયાતમાં મદદ કરી શકે છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી

હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી તમને તમારી હાલની ઇન્શ્યોરન્સ પૉલિસીના લાભો ગુમાવ્યા વિના તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાને સ્વિચ કરવા (બદલવા)ની સુવિધા આપે છે. તેથી, જો તમે તમારા વર્તમાન મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાનથી સંતુષ્ટ નથી, અથવા તમે તમારી પૉલિસીમાં વધુ કંઈક શોધી રહ્યા છો, તો તમે તમારા ઇન્શ્યોરરને બદલી શકો છો, અથવા તમારી વર્તમાન પૉલિસીમાં તમે મેળવેલા તમામ ક્રેડિટ સાથે સમાન ઇન્શ્યોરન્સ કંપની પાસેથી અલગ પૉલિસીનો લાભ લઈ શકો છો.

 

જ્યારે તમે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને સ્વિચ (બદલવા) કરવાનું નક્કી કરો છો ત્યારે તમારી પાસે નીચેના વિકલ્પો છે:

  • તમે એક ઇન્શ્યોરન્સ પ્રદાતામાંથી બીજામાં સ્વિચ કરી શકો છો.
  • તમે સમાન હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીમાં એક પ્લાનથી અન્ય પ્લાનમાં સ્વિચ કરી શકો છો.
  • તમે કોઈ વ્યક્તિગતથી ફ્લોટર પૉલિસીમાં તેમજ ફ્લોટરમાંથી વ્યક્તિગત પૉલિસીમાં સ્થળાંતર કરી શકો છો.
  • તમે નવા ઇન્શ્યોરર સાથે સુધારેલી વીમાકૃત રકમ (એસઆઇ) માટે અપ્લાઇ કરી શકો છો.
  • તમે તમારી હાલની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે પ્રદાન કરેલ કવરેજને વધારી શકો છો. જો કે, તમારે કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવાની જરૂર પડી શકે છે અને આ નવા કવરેજ માટે નવો વેટિંગ પિરિયડ હોઈ શકે છે.

 

હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટીના માપદંડ:

  • તમે ફક્ત રિન્યુઅલના સમયે જ તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી બદલી શકો છો.
  • તમારી હાલની પૉલિસીની સમાપ્તિના ઓછામાં ઓછા 45 દિવસ પહેલાં તમારા નવા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતાનો સંપર્ક કરો.
  • ખાતરી કરો કે ઇન્શ્યોરન્સ રિન્યુઅલ પ્રક્રિયામાં કોઈ બ્રેક નથી.
  • મેડિકલ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી માટે નીચેના ડૉક્યૂમેન્ટ સબમિટ કરો:

      ✓ અગાઉની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ

      ✓ ક્લેઇમનો અનુભવ વિગતવાર

      ✓ પ્રપોઝલ ફોર્મ

      ✓ ઉંમરનો પુરાવો

      ✓ કોઈપણ સકારાત્મક ઘોષણાઓ - ડિસ્ચાર્જ કાર્ડ, તપાસ અહેવાલો, લેટેસ્ટ પ્રિસ્ક્રિપ્શન અને ક્લિનિકલ સ્થિતિ

      ✓ ઇન્શ્યોરર દ્વારા વિનંતી કરેલ કોઈપણ અન્ય ડૉક્યૂમેન્ટ

લિખિત: બજાજ આલિયાન્ઝ - અપડેટેડ તારીખ: 24th ઑગસ્ટ 2023

 

ગ્રાહકોના મંતવ્ય

 

સરેરાશ રેટિંગ:

 4.75

(3,912 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)

 

આશીષ ઝુનઝુનવાલા

મારું ક્લેઇમ સેટલમેન્ટ, જે 2 દિવસની અંદર મંજૂર થયેલ, તે અંગે હું ખુશ અને સંતુષ્ટ છું ...

સુનીતા એમ આહુજા

લૉકડાઉનના સમયમાં ઇન્શ્યોરન્સની કૉપી ખૂબ જ ઝડપથી ડિલિવર કરવામાં આવી. બજાજ આલિયાન્ઝ ટીમનો આભાર.

રેની જૉર્જ

હું બજાજ આલિયાન્ઝ વડોદરાની ટીમનો આભાર માનું છું, ખાસ કરીને શ્રી હાર્દિક મકવાણા અને શ્રી આશીષ ગુપ્તા...

સતીશ ચંદ કટોચ

વેબ દ્વારા ઝંઝટમુક્ત પૉલિસી લેતી વખતે અમે બધા વિકલ્પ સાથે રિવ્યૂ કરી શકીએ છીએ.

આશીષ મુખર્જી

દરેક માટે સૌથી સરળ, કોઈ ઝંઝટ નહીં, કોઈ મૂંઝવણ નહીં. સરસ કામ. સૌભાગ્ય.

જયકુમાર રાવ

ખૂબ જ યૂઝર ફ્રેન્ડલી. મને 10 મિનિટથી ઓછા સમયમાં મારી પૉલિસી મળી છે.

 

હેલ્થ ઇન્શ્યોરન્સના વારંવાર પૂછાતા પ્રશ્નો

 

 

 

   શું ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવું જરૂરી છે?

ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવું ફરજિયાત નથી. પરંતુ કોઈપણ પ્રકારની મેડિકલ ઇમરજન્સીને સંભાળવા માટે દરેક પાસે ફાઇનાન્શિયલ સુરક્ષા હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

    મને બજાજ આલિયાન્ઝ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે શું મળશે?

અમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ તમને હૉસ્પિટલાઇઝેશનના અનુક્રમે 60 દિવસ પહેલા સુધીના અને પછીના 90 દિવસના ખર્ચ માટે કવરેજ પ્રાપ્ત થાય છે. આ પૉલિસીમાં હૉસ્પિટલમાં ખર્ચ, એમ્બ્યુલન્સ ખર્ચ, રૂમનું ભાડું અને બોર્ડિંગ ખર્ચ પણ આવરી લેવામાં આવે છે (પસંદ કરેલ પ્રૉડક્ટના આધારે કવરેજ અલગ હોઇ શકે છે). તમે સમગ્ર ભારતમાં 8,000+ થી વધુ હૉસ્પિટલો પર કૅશલેસ સારવારનો લાભ લઈ શકો છો. અમે તબીબી પરીક્ષાઓ, ફિઝિશિયન ફી/ડૉક્ટરની કન્સલ્ટેશન ફી અને એમ્બ્યુલન્સ ખર્ચને પણ કવર કરીએ છીએ, જે તમને સંપૂર્ણપણે તણાવ-મુક્ત બનાવે છે!

   શું મારે ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવું જોઈએ?

જો તમે ઝડપી અને ઝંઝટ મુક્ત ખરીદી ઈચ્છો છો, તો ઑનલાઇન ખરીદી એ જ એક વિકલ્પ છે. અમે તમને હેલ્થ ઇન્શ્યોરન્સને સરળતાથી અને કાર્યક્ષમ રીતે ખરીદવામાં મદદ કરવા માટે અહીં છીએ. ચુકવણી માટેના અમારા વિવિધ વિકલ્પો, તમને ચુકવણીમાં પડતી તકલીફોને વધુ આસાન બનાવશે.

તમારી તબીબી ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન જારી કરવામાં આવી છે, જે તમને હંમેશા હાર્ડ કૉપી સાથે રાખવાની ઝંઝટમાંથી બચાવે છે. પ્રો-ઍક્ટિવ ગ્રાહક સપોર્ટ સાથે, આ તમામ પરિબળો, પૉલિસીની ઑનલાઇન ખરીદીને એક બહેતર વિકલ્પ બનાવે છે.

   હું હેલ્થ ઇન્શ્યોરન્સ સાથે કેવી રીતે ટૅક્સ બચાવી શકું?


બજાજ આલિયાન્ઝની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને તમે ચૂકવેલ પ્રીમિયમ સામે સેક્શન 80D હેઠળ ₹ 1 લાખ સુધીનો ટૅક્સ બચાવવામાં મદદ કરે છે. તમે આ રીતે ટૅક્સ બચાવી શકો છો:

પોતાના માટે, જીવનસાથી, બાળકો તથા તમારા માતાપિતા માટે ચૂકવેલ પ્રીમિયમ પર, તમે તમારી કરપાત્ર આવક પર વાર્ષિક રુ. 25,000 ની કપાત મેળવી શકો છો (જો તમારી ઉંમર 60 વર્ષથી ઓછી છે તો). 

જો તમે વરિષ્ઠ નાગરિક (ઉંમર 60 અથવા તેનાથી વધુ) હોય તેવા માતાપિતા માટે પ્રીમિયમ ચૂકવો છો, તો કરમાં હેલ્થ ઇન્શ્યોરન્સનો મહત્તમ રુ. 50,000 લાભ મળે છે.

તેથી, જો તમારી ઉંમર 60 વર્ષથી ઓછી હોય અને તમારા માતાપિતા વરિષ્ઠ નાગરિક હોય તો, તમે એક કરદાતા તરીકે સેક્શન 80D હેઠળ કુલ ₹75,000 સુધીનો મહત્તમ ટૅક્સ લાભ લઈ શકો છો. 

પરંતુ, જો તમે 60 વર્ષથી વધુની ઉંમરના છો અને તમારા માતાપિતા માટે મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવી રહ્યાં છો, તો સેક્શન 80D હેઠળ મહત્તમ ટૅક્સ લાભ ₹1 લાખ છે.

   હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવા માટે કોણ પાત્ર છે?

જો તમે ભારતીય નાગરિક છો અને 18 વર્ષથી વધુની ઉંમરના છો તો તમે ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી શકો છો. જો તમે સગીર (18 વર્ષથી ઓછી ઉંમરના) છો, તો તમારા માતાપિતા તેમની ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ તમને કવર કરી શકે છે.

   હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા શું કવર કરવામાં આવે છે?

હેલ્થ ઇન્શ્યોરન્સ તમને હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચ, ડૉક્ટરની કન્સલ્ટેશન ફી અને ઇન-પેશન્ટ ખર્ચ સહિતના હૉસ્પિટલાઇઝેશન ખર્ચ માટે કવરેજ પ્રદાન કરે છે.

   હું પહેલેથી જ લાઇફ ઇન્શ્યોરન્સમાં રોકાણ કર્યું છે. શું મને હજુ પણ હેલ્થ ઇન્શ્યોરન્સની જરૂર છે?

લાઇફ ઇન્શ્યોરન્સ એ ઇન્વેસ્ટમેન્ટ અને મૃત્યુના કવર માટે શ્રેષ્ઠ વિકલ્પ છે, પરંતુ વધતા મેડિકલ ખર્ચની ચુકવણી માટે તે ઉપયોગી થશે નહીં. હેલ્થ ઇન્શ્યોરન્સ એ હૉસ્પિટલાઇઝેશનની સંભાળ લેવા અને ભારે મેડિકલ ખર્ચ, જો થાય તો, તેની ચુકવણી કરવા માટેનો ઉકેલ છે. તેથી, હેલ્થ પૉલિસીઓ સ્વાસ્થ્ય સંબંધિત અણધાર્યા ખર્ચ, જે તમારી બચત ખલાસ કરી શકે છે, તેની સામે તમને કવર કરે છે.

   પ્રવેશની ઉંમર અને બહાર નીકળવાની ઉંમર એટલે શું?

પ્રવેશની ઉંમર દર્શાવે છે કે તમે ઓછામાં ઓછા કેટલી વયના હોવા જોઈએ, જેથી તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવરેજ મેળવી શકો. 

બીજી બાજુએ, બહાર નીકળવાની ઉંમરનો અર્થ એ છે કે એક ચોક્કસ ઉંમર પાર કર્યા પછી તમને હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવશે નહીં. 

પ્રવેશની ઉંમર અને બહાર નીકળવાની ઉંમર એ અલગ પૉલિસીઓ માટે અલગ હોય છે.

   'ફ્રી-લુક પીરિયડ' શું છે?

ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ તમને એક ફ્રી લુક પીરિયડ આપે છે, જે દરમિયાન તમે જે પૉલિસી ખરીદી હોય તેનું વિશ્લેષણ કરી શકો છો. જો તમને લાગે કે આ પ્લાન તમારા માટે યોગ્ય નથી, તો તમે આ સમયગાળા દરમિયાન તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીને કોઈ કૅન્સલેશન ફી વગર કૅન્સલ કરી શકો છો.

   કોને 'આશ્રિત' માનવામાં આવે છે?

તમારા બાળકો, જીવનસાથી, માતાપિતા અને માતાપિતાને તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં આશ્રિત તરીકે ઉમેરી શકાય છે.

   'સહ-ચુકવણી' શું છે? 'કપાતપાત્ર' શું છે?

કો-પેમેન્ટ એ દાવાની રકમનું નિશ્ચિત ટકાવારી છે જે તમારે દરેક ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે ચૂકવવાની જરૂર છે. 

બીજી બાજુએ, કપાતપાત્ર એ તમે હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરો ત્યારે તમારે ચુકવણી કરવાની એક નિશ્ચિત રકમ છે.

   વીમાકૃત રકમના રિસ્ટોરેશન અથવા રિઇન્સ્ટેટમેન્ટનો અર્થ શું છે?

વીમાકૃત રકમનું રિસ્ટોરેશન અથવા રિઇન્સ્ટેટમેન્ટનો અર્થ એ છે કે જો તમે તમારી વર્તમાન એસઆઇનો સંપૂર્ણપણે ઉપયોગ કરી નાખો, તો એ જ પૉલિસી વર્ષમાં આગામી હૉસ્પિટલાઇઝેશન ખર્ચ માટે તમને કવર કરવા માટે તેને આપોઆપ ફરીથી ભરવામાં આવશે. જો કે, તમે રિસ્ટોરેશન લાભને લઈ શકતા નથી, અને તેનો ઉપયોગ સમાન બીમારી/ઈજા માટે કરી શકાતો નથી, જેના માટે તમે તમારા આ પૉલિસી વર્ષમાં એકવાર ક્લેઇમ કર્યો હોય.

   ડે કેર હેલ્થ ઇન્શ્યોરન્સનો ફાયદો શું છે?

તકનીકી પ્રગતિ સાથે, તમારે સેપ્ટોપ્લાસ્ટી અથવા લિથોટ્રિપ્સી જેવી પ્રક્રિયાઓ માટે હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. પરંતુ આ પ્રક્રિયાઓ સંબંધિત મેડિકલ ખર્ચ ઘણો વધારે છે. ડે-કેર કવરેજ સાથે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હોવો લાભદાયક છે, જેથી તમને આ પ્રકારની સર્જરી અથવા મેડિકલ પ્રક્રિયાઓ માટે કવર કરવામાં આવે, જેમાં હૉસ્પિટલાઇઝેશન 24 કલાકથી વધુ સમય માટે નથી હોતું.

   'કોઈ એક બીમારી' શું છે?

કોઈપણ એક બીમારી એ તે બીમારીના સતત સમયગાળાને દર્શાવે છે, જેમાં તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના નિયમો અને શરતો અનુસાર અમુક ચોક્કસ દિવસોની અંદર તે બીમારી ઉથલો મારે તે શામેલ છે.

   ઇન્શ્યોરન્સ હેલ્થ ચેક-અપ સુવિધામાં કેવી રીતે મદદ કરે છે?

જો તમે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને કોઈપણ ઇન્શ્યોરન્સ ક્લેઇમ કર્યા વગર સતત 4 વર્ષ સુધી રિન્યુ કરો છો, તો તમે મફત હેલ્થ ચેક-અપ માટે પાત્ર છો. આ હેલ્થ ચેક-અપ સંબંધિત ખર્ચ તમારા ઇન્શ્યોરર દ્વારા ઉઠાવવામાં આવે છે.

   ન્યૂનતમ અને મહત્તમ પૉલિસીના સમયગાળો શું છે?

તમે 1, 2, અથવા 3 વર્ષ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી શકો છો. જો તમે લાંબા ગાળાના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન (1 વર્ષથી વધુ) ખરીદો છો, તો તમે ઘણું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

   હેલ્થ ઇન્શ્યોરન્સ વિશે કેટલીક ટોચની ભ્રમણાઓ શું છે?

હેલ્થ ઇન્શ્યોરન્સ સાથે સંકળાયેલા કેટલાક પુરાવાઓ છે:

✓ જ્યારે તમે કોઈપણ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો ત્યારે જ તમારે એમ્પેનલ કરેલ હૉસ્પિટલો તપાસ કરવાની જરૂર છે.

✓ નિયોક્તા દ્વારા પ્રદાન કરેલ હેલ્થ ઇન્શ્યોરન્સ તમને કવર કરવા માટે પર્યાપ્ત છે.

✓ જો તમારી પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ છે, તો તમારા તમામ તબીબી ખર્ચને કવર કરી લેવામાં આવે છે.

✓ તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનો લાભ મેળવવા માટે, તમારે ઓછામાં ઓછા 3 કલાક માટે હૉસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે.

✓ જો તમે ફિટ હોવ, તો તમારે હેલ્થ ઇન્શ્યોરન્સની જરૂર નથી.

✓ ધૂમ્રપાન કરનાર હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદી શકતા નથી.

 

    પહેલાંથી હાજર બિમારીઓ અને પ્રતીક્ષા અવધિ વિશે મારે શું જાણવું જોઈએ?

પહેલાંથી હાજર હોય તેવી બિમારીઓ એ બીમારીઓ છે જેનાથી તમે મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતા પહેલાં પીડિત હોઈ શકો છો. તેથી, તમારે ખરીદીના સમયે કોઈપણ પહેલાંથી હાજર બીમારી/સમસ્યા જાહેર કરવી આવશ્યક છે.

ધ્યાનમાં રાખવાના મુખ્ય પરિબળોમાંથી એક એ છે કે પહેલેથી હાજર બીમારીઓ માટે પ્રતીક્ષા અવધિ હોય છે, અને તે દરેક ઇન્શ્યોરન્સ કંપનીઓમાં અલગ-અલગ હોય છે. તેથી, એક યુવા ઉંમરમાં પૉલિસી લેવાથી તમે માત્ર આશા રાખી શકો છો કે જે સમય સુધીમાં, અને જો તમને પહેલેથી હાજર કેટેગરી હેઠળ આવતી કોઈ બીમારીનું નિદાન કરવામાં આવે છે, ત્યાર સુધી તમારી પ્રતીક્ષા અવધિ પૂર્ણ થઈ ગઈ હશે. ઉપરાંત, તમે સુનિશ્ચિત કરી શકો છો કે તમે તમારી મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસીના સંપૂર્ણ લાભો મેળવવા માટે પાત્ર છો.

   ઉપ-મર્યાદાની રકમમાં કયા ખર્ચ શામેલ છે?

સબ-લિમિટ એ મહત્તમ રકમ છે જે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા તબીબી ખર્ચ માટે ચૂકવશે. સબ-લિમિટ સામાન્ય રીતે રૂમનું ભાડું, હૉસ્પિટલાઇઝેશન પછી, એમ્બ્યુલન્સ શુલ્ક, ઑક્સિજન સપ્લાય, ડૉક્ટરની ફી, નિદાન કરવા માટેના ટેસ્ટ અને તેના જેવા શુલ્કો પર લગાવવામાં આવે છે.

   હેલ્થ ઇન્શ્યોરન્સ અને પર્સનલ એક્સિડેન્ટ ઇન્શ્યોરન્સ વચ્ચેના તફાવતો શું છે?

હેલ્થ ઇન્શ્યોરન્સ એ છે કે જ્યાં તમે ક્લેઇમ ફાઇલ કરી શકો છો અને તમારા ઇન્શ્યોરર તમને વીમા રકમ સુધીની ક્લેઇમ રકમની ભરપાઈ કરશે. બીજી તરફ, વ્યક્તિગત અકસ્માત ઇન્શ્યોરન્સ પ્લાન ક્લેઇમ કર્યા પછી તમને સંપૂર્ણ વીમા રકમની ચુકવણી કરે છે.

    ફેમિલી ફ્લોટર અને વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી વચ્ચે શું તફાવત છે?

વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ તે પૉલિસી હેઠળ કવર થતા તમામ સભ્યો માટે અલગ વીમાકૃત રકમ ધરાવે છે, જ્યારે ફેમિલી ફ્લોટર હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ તમામ ઇન્શ્યોરન્સ ધરાવતા સભ્યો એક સહિયારી વીમાકૃત રકમ શેર કરે છે.

   મહિલાઓ માટે કયા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ ઉપલબ્ધ છે?

બજાજ આલિયાન્ઝ વિશેષ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પ્રદાન કરે છે, જે મહિલાઓની સ્વાસ્થ્ય સમસ્યાઓ સંબંધિત મેડિકલ ખર્ચની કાળજી લે છે. અમારો મહિલાઓ માટે ક્રિટિકલ ઇલનેસ પ્લાન એ મહિલાઓ માટે એક વિશેષ પૉલિસી છે. તે દાઝવા, સ્તન કેન્સર અને યોનિના કેન્સર જેવી 8 ગંભીર બીમારીઓના જોખમ સામે કવર પ્રદાન કરે છે.

   ભારતમાં મેટરનિટી ઇન્શ્યોરન્સ પ્લાન માટે પ્રતીક્ષા અવધિ અને વીમા રકમ શું છે?

પ્રસૂતિ ખર્ચના કવરેજ માટે 72 મહિનાની પ્રતીક્ષા અવધિ લાગુ પડે છે. જો તમે ₹ 3 લાખથી ₹ 7.5 લાખની શ્રેણીમાં સમ ઇન્શ્યોર્ડ પસંદ કરો છો, તો તેમાં કવરેજ સામાન્ય ડિલિવરી માટે ₹ 15,000 અને સિઝેરિયન ડિલિવરી માટે ₹ 25,000 સુધી સીમિત હોય છે, અને જો તમે ₹ 10 લાખથી ₹ 50 લાખની શ્રેણીમાં સમ ઇન્શ્યોર્ડ પસંદ કરો છો, તો તેમાં કવરેજ સામાન્ય ડિલિવરી માટે ₹ 25,000 અને C-સેક્શન ડિલિવરી માટે ₹ 35,000 સુધી સીમિત હોય છે. દરેક પ્રૉડક્ટ માટે પ્રસૂતિ કવરેજ માટેની પ્રતીક્ષા અવધિ પ્રૉડક્ટના નિયમો અને શરતોના આધારે અલગ હશે.

   હું મારા વર્તમાન ફેમિલી ફ્લોટર હેલ્થ ઇન્શ્યોરન્સમાં નવા મેમ્બરને કેવી રીતે ઉમેરી શકું?

તમે કોઈપણ હાલની ફેમિલી ફ્લોટર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં નવા સભ્યને કવર કરવા માટે અતિરિક્ત પ્રીમિયમ સાથે હેલ્થ ડિક્લેરેશન અને એન્ડોર્સમેન્ટ ફોર્મ ભરી શકો છો.

    પૉલિસીના ડૉક્યૂમેન્ટ પ્રાપ્ત કર્યા પછી હું મારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની વિગતોમાં કેવી રીતે ફેરફારો કરી શકું?

તમે અમારી વેબસાઇટની મુલાકાત લઈને તમારી વિગતો ઑનલાઇન બદલી શકો છો અથવા અમારા ગ્રાહક સેવા પ્રતિનિધિનો સંપર્ક કરી શકો છો, જે તમને જરૂરી ફેરફારો કરવામાં મદદ કરશે.

   હું મારી પૉલિસીની સ્થિતિ કેવી રીતે ચેક કરી શકું?

તમે તમારી પૉલિસીની સ્થિતિ ઑનલાઇન તપાસી શકો છો. તમારા યૂઝર આઇડી અને પાસવર્ડ વડે અમારી વેબસાઇટ પર લૉગ ઑન કરો અને તમારી પૉલિસીની સ્થિતિ તપાસવા માટે તેની વિગતો - (પૉલિસી નંબર) દાખલ કરો. વૈકલ્પિક રીતે, તમે અમારી 'ગ્રાહક પોર્ટલ' એપ ડાઉનલોડ કરી શકો છો અને તમારી પૉલિસીની સ્થિતિ તપાસી શકો છો.

    શું હું એકથી વધુ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી શકું છું?

હા, તમે એકથી વધુ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી શકો છો. જો કે, તેમને સંભાળવું સામાન્ય રીતે જટિલ બની જાય છે. અમે તમને ઓછા સમ ઇન્શ્યોર્ડ સાથે અનેક પૉલિસીઓ ખરીદવાના બદલે વધુ સમ ઇન્શ્યોર્ડ સાથે એક જ પૉલિસી ખરીદવાની ભલામણ કરીએ છીએ.

   જો હું એક વર્ષ પછી મારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરવા માંગુ છું તો શું થશે?

તમે એક વર્ષ પછી તમારી પૉલિસીને રિન્યુ કરી શકો છો. પરંતુ, જો તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ રિન્યુઅલમાં કોઈ બ્રેક હોય, તો તમારે ગ્રાહક સહાય ટીમનો સંપર્ક કરવાની જરૂર પડી શકે છે, જે તમને વધુ જરૂરી પગલાં લેવા માટે માર્ગદર્શન આપી શકશે.

   જ્યારે હું મારી પૉલિસીને રિન્યુ કરું ત્યારે મને મેડિકલ ચેકઅપ કરવાની જરૂર પડશે?

ના. જ્યારે તમે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરો ત્યારે તમારે દર વખતે મેડિકલ ચૅક-અપ કરાવવાની જરૂર નથી. પરંતુ, જો હેલ્થ ઇન્શ્યોરન્સ રિન્યુઅલમાં કોઈ બ્રેક થયો હોય અથવા જો તમે પૉલિસીને રિન્યુ કરતી વખતે તમારા મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાનના કવરેજને અપગ્રેડ કર્યા હોય, તો તમારે કેટલાક મેડિકલ ચૅક-અપ કરાવવાની જરૂર પડી શકે છે.

   હું પહેલેથી જ હેલ્થ ઇન્શ્યોરન્સ ધરાવી રહ્યો છું અને વીમાકૃત રકમ વધારવા માંગુ છું, મારે શું કરવું જોઈએ?

તમે અમારી ગ્રાહક સપોર્ટ ટીમનો સંપર્ક કરી શકો છો અને વીમાની રકમ વધારવા માટે તમારે જે પગલાંઓ લેવાની જરૂર છે તેની સંપૂર્ણ વિગતો મેળવી શકો છો.

   જો મારી પૉલિસી સમાપ્તિની તારીખથી પહેલાં રિન્યૂ થઈ નથી, તો શું મને રિન્યૂઅલ માટે નકારવામાં આવશે?

તમે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને 30 દિવસના ગ્રેસ સમયગાળા દરમિયાન તેની સમાપ્તિ પછી પણ રિન્યુ કરી શકો છો અને બધા લાભો પુનઃસ્થાપિત કરવામાં આવે છે. જો કે, જો તમે ગ્રેસ સમયગાળા દરમિયાન તમારી પૉલિસીને રિન્યૂ કરતા નથી, તો તમારે પોતાને કવર કરવા માટે ફરી શરૂઆતથી પ્રોસેસ કરવી પડી શકે છે.

   શું એક ઇન્શ્યોરન્સ કંપની પાસેથી અન્ય પૉલિસીને રિન્યુઅલ લાભો ગુમાવ્યા વગર ટ્રાન્સફર કરવું શક્ય છે?

હા, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં પોર્ટેબિલિટીની સુવિધા તમને તમારી ઇન્શ્યોરન્સ કંપનીને બદલવાની મંજૂરી આપે છે.

   શું દરેક માટે મેડિકલ ટેસ્ટ ફરજિયાત છે?

ના. સામાન્ય રીતે, 45 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે મેડિકલ ટેસ્ટ ફરજિયાત નથી. જો કે, તમારી ઇન્શ્યોરન્સ કંપની તમને સબમિટ કરેલ મેડિકલ હિસ્ટ્રી અને પસંદ કરેલ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના આધારે કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવાનું કહી શકે છે.

   મેડિકલ પરીક્ષા માટે કોણ ચુકવણી કરે છે?

તમારે, પૉલિસીધારકે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતા પહેલાં તબીબી પરીક્ષણોના ખર્યા વહન કરવા પડશે. પૉલિસીના નિયમો અને શરતોના આધારે તેની ભરપાઈ ઇન્શ્યોરર દ્વારા પણ કરી શકાય છે.

   શું મારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી સંપૂર્ણ ભારતમાં માન્ય છે?

હા, તમને તમારી પૉલિસીના નિયમો અને શરતોને આધિન દેશભરમાં તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતા સાથે તમારી તમામ સ્વાસ્થ્ય સંબંધિત ઇમર્જન્સીઓ માટે કવર કરવામાં આવે છે.

   હેલ્થ પૉલિસી ખરીદતા પહેલાં મારે એવી કઈ મુખ્ય બાબતો (ફાઇન પ્રિન્ટ) છે જે મારે જાણવી જોઈએ?

તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતા પહેલાં, તમારે નીચેની બાબતોની કાળજી લેવી જોઈએ:

✓ તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા પ્રદાન કરેલ ચોક્કસ કવરેજ જુઓ.

✓ પ્રતીક્ષા અવધિ અને બાકાત બાબતોની નોંધ લો.

✓ તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાથી કંઈપણ છુપાવશો નહીં, જેમ કે પહેલાંથી હાજર બીમારીઓ.

✓ ઇન્શ્યોરન્સ કંપનીની ઑનલાઇન પ્રક્રિયાઓ તપાસો.

✓ તમારા ઇન્શ્યોરર સાથે પૉલિસી કૅન્સલેશન, પૉલિસી લેપ્સ અને પૉલિસી રિન્યુઅલ જેવા વિષયો વિશે વિગતે પૂછપરછ કરો.

✓ તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમના બ્રેક-અપને સારી રીતે જાણો અને ચુકવણી કરતા પહેલાં તમારી તમામ શંકાઓનું સમાધાન કરો.

 

   હેલ્થ કાર્ડ એટલે શું?

ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ તમને તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે એક હેલ્થ કાર્ડ પ્રદાન કરે છે, જેનો ઉપયોગ કૅશલેસ સારવારનો લાભ મેળવવા માટે નેટવર્ક હૉસ્પિટલોમાં કરી શકો છો.

   જો મૂળ પૉલિસી ગુમાવવામાં આવે તો શું ડુપ્લિકેટ પૉલિસી જારી કરવામાં આવશે?

હા, જો તમે મૂળ પૉલિસી ગુમાવો છો તો તમે ડુપ્લિકેટ મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસીની વિનંતી કરી શકો છો. જો કે, તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની ડુપ્લિકેટ કૉપી મેળવવા માટે તમારે એક નિશ્ચિત રકમ ચૂકવવી પડી શકે છે.

   હું મારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી કેવી રીતે કૅન્સલ કરી શકું?

જો તમે હમણાં જ તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી છે, તો તમે કોઈપણ કૅન્સલેશન ફી ચૂકવ્યા વિના ફ્રી-લુક સમયગાળા દરમિયાન તેને કૅન્સલ કરી શકો છો. પરંતુ પૉલિસી સક્રિય હોય તેવા દિવસોની સંખ્યા માટે તમારે પ્રો-રેટાના આધારે પ્રીમિયમ ચૂકવવું પડશે.

તમે તેને રિન્યૂ કરવાના બદલે તેની સમાપ્તિ પહેલાં તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પણ કૅન્સલ કરી શકો છો.

જો તમે ચોક્કસ વર્ષો માટે કોઈપણ બ્રેક વગર પૉલિસીને રિન્યૂ કર્યા પછી સરન્ડર કરો છો તો તમે કેટલાક લાભો માટે પાત્ર પણ બની શકો છો. તમે તમારા મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાનને કૅન્સલ કરવા માટે તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાનો સંપર્ક કરી શકો છો અને સંપૂર્ણ વિગતો જાણી શકો છો.

 

 

   મને કેટલા કવરેજની જરૂર છે?

તમારી કવરેજની રકમ તમારી જીવનશૈલી, તબીબી બૅકગ્રાઉન્ડ, પહેલાંથી હાજર બીમારીઓ, તમારા પરિવારના સભ્યો, વાર્ષિક આવક, રહેઠાણનું ઍડ્રેસ અને ઉંમર પર આધારિત છે.

   મને તમારા દ્વારા કવર થતા હૉસ્પિટલાઇઝેશન પહેલાના અને પછીના મેડિકલ ખર્ચ વિશે જણાવો.

હૉસ્પિટલાઇઝેશન પહેલાંનો ખર્ચ ટેસ્ટ, દવાઓ જે સારવાર માટે હૉસ્પિટલાઇઝેશન પહેલાં લેવામાં આવી હોય તેના આધારિત હોય છે. તેવી જ રીતે, હૉસ્પિટલાઇઝેશન પછીના ખર્ચમાં રિકવરી અને તે દવાઓ માટે હોઈ શકે છે જે હૉસ્પિટલમાં સારવાર પછી લેવાની જરૂર પડે છે. પૉલિસીના નિયમો અને શરતોને આધિન, હૉસ્પિટલમાં દાખલ થયા પહેલાના અને પછીના અનુક્રમે 60 દિવસ અને 90 દિવસ સુધીના ખર્ચને કવર કરવામાં આવે છે.

જ્યારે તમે બીમાર પડો, ત્યારે તમે સામાન્ય રીતે તમારા ફેમિલી ડૉક્ટરની સલાહ લો અને સંબંધિત તપાસ કરાવો છો. જો જરૂર લાગે તો તમે તમારા ફિઝિશિયનની સલાહ પર વધુ સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ થાઓ છો. હૉસ્પિટલાઇઝેશન પહેલાં થયેલા આ ખર્ચને પ્રી-હૉસ્પિટલાઇઝેશન ખર્ચ કહેવામાં આવે છે. હૉસ્પિટલાઇઝેશન પછીના ખર્ચમાં ડિસ્ચાર્જ થયા પછી અથવા હૉસ્પિટલાઇઝેશન સારવાર પૂર્ણ થયા પછી તમારા દ્વારા કરવામાં આવેલા તમામ ખર્ચ અથવા શુલ્કનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, સર્જરી પછી તમારી પ્રગતિ અથવા રિકવરીને સુનિશ્ચિત કરવા માટે કન્સલ્ટિંગ ફિઝિશિયન કેટલાક ટેસ્ટ સૂચિત કરી શકે છે.

   ડૉમિસિલ્યરી હૉસ્પિટલાઇઝેશન એટલે શું?? તે શું કવર કરે છે?

ઘરેલું હૉસ્પિટલાઇઝેશન એવી પરિસ્થિતિને દર્શાવે છે જ્યાં તમે હોસ્પિટલની બદલે ઘરે સારવાર મેળવી રહ્યા છો અથવા મેડિકલ કેર હેઠળ છો અને તો પણ તમને ઇન્શ્યોરન્સ કંપની દ્વારા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ તરીકે ગણવામાં આવે છે. હૉસ્પિટલમાં હૉસ્પિટલ બેડ/રૂમની ઉપલબ્ધતા ન હોવાને કારણે અથવા સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડી શકાયની તેવી સ્થિતિમાં ન હોય ત્યારે તમે ઘરે સારવાર લઈ શકો છો.

ડોમિસિલિયરી હૉસ્પિટલાઇઝેશન તમને હૉસ્પિટલના બદલે ઘરે બીમારી/રોગ/ઈજા માટે પ્રાપ્ત થયેલ સારવાર સંબંધિત ખર્ચ માટે કવર કરે છે.

   તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ ચૂકવવાપાત્ર વસ્તુઓ શું છે?

નોન-મેડિકલ વસ્તુઓ જેમ કે હેર રિમૂવલ ક્રીમ, હેન્ડ વૉશ, કોઝી ટુવાલ, બેબી બોટલ, બ્રશ, પેસ્ટ, મૉઇસ્ચરાઇઝર, કેપ, આઇ પેડ, દાંતિયો, ક્રેડલ બડ વગેરે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ ચૂકવવાપાત્ર નથી. બિન-ચૂકવવાપાત્ર વસ્તુઓની વિગતવાર લિસ્ટ માટે, કૃપા કરીને પૉલિસી નિયમાવલી કાળજીપૂર્વક વાંચો.

   શું હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ડાયાબિટીસના દર્દીઓને કવરેજ પ્રદાન કરે છે?

હા, ડાયાબિટીસના દર્દીઓને હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવે છે. જોકે, કવરેજ પ્રાપ્ત કરતા પહેલાં તમારે કેટલાક તબીબી ટેસ્ટ કરવાની જરૂર પડી શકે છે. ઉપરાંત, તમારા તબીબી ટેસ્ટ રિપોર્ટ્સ મુજબ કેટલીક પ્રતીક્ષા અવધિ લાગુ પડી શકે છે. *યૂડબલ્યુ સ્વીકૃતિને પણ આધિન છે

   શું એમઆરઆઇ, એક્સ-રે અથવા કોઈપણ અન્ય બૉડી સ્કૅન જેવા નિદાન શુલ્ક હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવે છે?

હા, ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સ ઇન-પેશન્ટ હૉસ્પિટલાઇઝેશન માટે તમારી પૉલિસીમાં ઉલ્લેખિત નિયમો અને શરતો મુજબ કેટલાક મેડિકલ ટેસ્ટ અને સ્કૅનને કવર કરે છે.

   શું હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પ્રસૂતિને આવરી લે છે?

હા, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પ્રસૂતિ અને નવજાત બાળકને કવરેજ પ્રદાન કરે છે. જોકે, તેની કવરેજ શરૂ થાય તે પહેલાં પ્રતીક્ષા અવધિ રહેશે. જો તમે ખાસ કરીને પ્રસૂતિ ખર્ચને કવર કરવા માટે પૉલિસી ખરીદી રહ્યા છો તો તમારી ઇન્શ્યોરન્સ કંપનીની કવરેજ તથા પ્રતીક્ષા અવધિ તપાસો.

   શું ઇન્શ્યોરન્સ પૉલિસીઓ આઉટપેશન્ટ ખર્ચને પણ કવર કરે છે?

હા, આઉટપેશન્ટ ખર્ચ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ કવર કરવામાં આવે છે, પછી ભલે તે 24 કલાકના ફરજિયાત હૉસ્પિટલાઇઝેશન અથવા ઓપીડી કવરના રૂપમાં ટૉપ-અપ તરીકે.

   ભારતમાં ડે કેર હેલ્થ ઇન્શ્યોરન્સમાં શું સારવાર આવરી લેવામાં આવે છે?

ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવતી કેટલીક ડે-કેર પ્રક્રિયાઓ આ મુજબ છે:

✓ હાડકામાં ચીરો, સેપ્ટિક અને એસેપ્ટિક

✓ ડાઇજેસ્ટિવ ટ્રેક્ટ સ્ટ્રિક્ચર્સનું ડાઇલેટેશન

✓ હેમોરોઇડ્સની સર્જિકલ સારવાર

✓ લિગામેન્ટ ટિયર માટે સર્જરી

✓ મોતિયાની સર્જરી

✓ ગ્લુકોમા સર્જરી

✓ નાકમાંથી ફોરેન બોડી દૂર કરવા

✓ ધાતુના વાયરને કાઢી નાંખવું

✓ ફ્રેક્ચર પિન/નેલ્સ કાઢી નાંખવું

✓ આંખના લેન્સમાંથી ફોરેન બોડી દૂર કરવા

તમે ડે કેર પ્રક્રિયાઓની વિગતવાર લિસ્ટ માટે, તમારા પૉલિસી ડૉક્યૂમેન્ટનો સંદર્ભ લઈ શકો છો.

    શું ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ દાંતની સારવાર આવરી લેવામાં આવે છે?

દાંતની સારવારમાં દાંત અથવા દાંતને ટેકો આપતા માળખાની તપાસ, ફિલિંગ (જ્યાં જરૂરી હોય ત્યાં), ક્રાઉન, દાંત કાઢવો અને સર્જરીનો સમાવેશ થાય છે.

આકસ્મિક શારીરિક ઈજાના પરિણામે કુદરતી દાંતને ઇજા અને હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે તે સિવાય કોઈપણ દાંતની સારવાર જેમાં કોસ્મેટિક સર્જરી, ડેન્ચર્સ, ડેન્ટલ પ્રોસ્થેસિસ, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ, ઑર્થોડોન્ટિક્સ, કોઈપણ પ્રકારની સર્જરીને બાકાત રાખવામાં આવે છે.

   શું હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ હોમિયોપેથી સારવારને કવર કરે છે?

આયુષ સારવારને કવર કરતી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ હોમિયોપેથિક સારવારને પણ કવર કરે છે. તેના વિશે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતાને પૂછો, અથવા તમારી પૉલિસીમાં કવરેજ શામેલ છે કે નહીં તે જાણવા માટે પૉલિસી નિયમાવલી વાંચો.

   ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ હેઠળ કઈ બીમારીઓ કવર થાય છે?

બજાજ આલિયાન્ઝની ગંભીર બીમારી પૉલિસી સાથે, તમને 10 મુખ્ય ગંભીર બીમારીઓ માટે આવરી લેવામાં આવે છે:

✓ એઓર્ટા ગ્રાફ્ટ સર્જરી

✓ કેન્સર

✓ કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી

✓ પ્રથમ હાર્ટ અટૅક (માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન)

✓ કિડની ખરાબ થવી

✓ મુખ્ય અંગ પ્રત્યારોપણ

✓ ચાલુ લક્ષણો સાથે એકથી વધુ સ્ક્લેરોસિસ

✓ અંગોનો કાયમી લકવો

✓ પ્રાથમિક પલ્મોનરી આર્ટીરિયલ હાઇપરટેન્શન

✓ સ્ટ્રોક

   જો મારા નિયોક્તા પાસેથી પહેલેથી જ મને ઇન્શ્યોરન્સ પ્રાપ્ત છે, અથવા જો મારો પરિવાર અને હું પહેલેથી જ મારા કોર્પોરેટ પૉલિસી દ્વારા કવર કરવામાં આવ્યો છું તો મને શા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી લેવી જોઈએ?

તમારા નોકરીદાતા પાસેથી મળતી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કેટલાક લાભો હોઈ શકે છે, પરંતુ કોર્પોરેટ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાનમાં કેટલીક મર્યાદાઓ પણ સંકળાયેલી હોય છે:

✓ તમે તમારી ઇન્શ્યોરન્સની જરૂરિયાતો અને સ્વાસ્થ્ય સમસ્યાઓ મુજબ કોર્પોરેટ પ્લાનને કસ્ટમાઇઝ કરી શકશો નહીં.

✓ તમે કંપનીમાંથી રાજીનામું આપ્યા પછી, તરત જ કવરેજ સમાપ્ત થઈ જશે.

✓ તમારા નિયોક્તા તરફથી કોર્પોરેટ પ્લાન તમારા નિવૃત્ત થયા પછી કવરેજ પ્રદાન કરશે નહીં.

✓ કોર્પોરેટ પ્લાનમાં તમારા ભવિષ્યના પ્લાનિંગ માટે જૂજ સંભાવનાઓ હોય છે.

✓ તમને પ્રાઇવેટ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની તુલનામાં ઓછી વીમાકૃત રકમ માટે કવર કરવામાં આવે છે.

આમ, તમારે એક વ્યક્તિગત મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન પણ ખરીદવો જોઈએ જે તમારા બજેટ તેમજ તમારી હેલ્થ ઇન્શ્યોરન્સની જરૂરિયાતોને અનુકૂળ છે.

   શું હું પૉલિસીના રિન્યુઅલ દરમિયાન ઇન્શ્યોરન્સ કવરેજને વધારી શકું છું?

હા, તમે તેના રિન્યૂઅલ તબક્કા દરમિયાન તમારી મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસીનું કવરેજ વધારી શકો છો. આ સમયે, તમારે થોડા ડૉક્યૂમેન્ટ સબમિટ કરવાની અને તમારી પૉલિસીના કવરેજને વધારવા માટે અતિરિક્ત પ્રીમિયમ ચૂકવવાની જરૂર પડી શકે છે.

   શું હું મારી મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં મારા વૃદ્ધ માતાપિતાને ઉમેરી શકું છું?

ના, અમારા પ્લાન તમારા હાલના કવરેજમાં વૃદ્ધ માતાપિતાને ઉમેરવાની મંજૂરી આપતા નથી. જો કે, તમે અમારો સિલ્વર હેલ્થ પ્લાન ખરીદી શકો છો, જે વરિષ્ઠ નાગરિકો માટે ડિઝાઇન કરેલ વિશેષ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ છે.

 

 

   મારી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની રકમ કેટલા પરિબળો નિર્ધારિત કરે છે?

પ્રીમિયમની રકમ મુખ્યત્વે વીમાકૃત રકમ અને પૉલિસી હેઠળ કવર કરેલા સભ્યોની સંખ્યા પર આધારિત છે. અહીં કેટલાક અન્ય પરિબળો છે જે તમારા પ્રીમિયમને નિર્ધારિત કરે છે:

✓ તમારી ઉંમર

✓ પહેલાંથી હાજર બિમારીઓ

✓ ઍડ-ઑન કવર (વૈકલ્પિક)

   હું ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સના ખર્ચનો અંદાજ કેવી રીતે કરી શકું?

હેલ્થ ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર એક અસરકારક ટૂલ છે જે તમને તમારી પૉલિસીના પ્રીમિયમનો અંદાજ લગાવવામાં મદદ કરી શકે છે. આ હેલ્થ ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર બજાજ આલિયાન્ઝની વેબસાઇટ પર મફતમાં ઉપલબ્ધ છે અને તેમાંથી બનાવેલ ક્વોટનો ઉપયોગ ભવિષ્યના સંદર્ભ માટે કરી શકાય છે.

   પ્રીમિયમની ચુકવણી માટે કઈ પદ્ધતિઓ ઉપલબ્ધ છે?

તમે નીચેની પદ્ધતિઓનો ઉપયોગ કરીને પ્રીમિયમ ચુકવણી કરી શકો છો:

✓ અમારી શાખા પર ચેક અથવા રોકડ ચુકવણી

✓ ઇસીએસ

✓ ડેબિટ/ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ સુવિધાનો ઉપયોગ કરીને ઑનલાઇન ચુકવણી

   રિન્યુઅલ પર મારી પૉલિસી પ્રીમિયમ કઈ શરતોમાં વધારો કરવાની સંભાવના છે?

નીચેની પરિસ્થિતિઓમાં રિન્યુઅલ દરમિયાન તમારું હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વધી શકે છે:

✓ વયજૂથમાં ફેરફાર.

✓ રેગ્યુલેટર દ્વારા પ્રીમિયમમાં ફેરફાર (ઇન્શ્યોરન્સ કંપની દ્વારા તમને તમારી પૉલિસી રિન્યુઅલના ઘણાં સમય પહેલા આ વિશે જાણ કરવામાં આવશે).

✓ સરકારી કાયદા મુજબ ટૅક્સ, ડ્યુટી અને સેસમાં ફેરફાર.

   ધૂમ્રપાન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમને કેવી રીતે અસર કરે છે?

જો તમે ધૂમ્રપાન કરતા હોવ, તો તમારે તમારી પૉલિસી માટે વધુ પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે. વધુમાં, તમારી પૉલિસીનું કવરેજ શરૂ થાય તે પહેલાં તમારે કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવાની જરૂર પડી શકે છે.

   જો હું મારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી કરવાનું ભૂલી ગયો તો શું થશે?

પૉલિસીની નિયત તારીખ પહેલાં તમારે પ્રીમિયમ ચૂકવવું જોઈએ, જેથી હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજની નિરંતરતા બની રહે. જો કે, જો તમે પૉલિસીની સમાપ્તિ પહેલાં ચુકવણી કરવામાં અસમર્થ છો, તો તમે તમારી મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરવા માટે ઇન્શ્યોરર દ્વારા પ્રદાન કરેલ ગ્રેસ સમયગાળાનો ઉપયોગ કરી શકો છો. પરંતુ, જો તમે ગ્રેસ સમયગાળા દરમિયાન પણ તમારી પૉલિસીને રિન્યૂ કરતા નથી, તો તમારો ઇન્શ્યોરન્સ પ્લાન સમાપ્ત થઈ જશે, અને તમને કોઈપણ મેડિકલ ઇમરજન્સી માટે કવર કરવામાં આવશે નહીં.

   જીએસટી શું છે અને તે હેલ્થ ઇન્શ્યોરન્સને કેવી રીતે અસર કરે છે?

જીએસટી માલ અને સર્વિસ ટૅક્સ છે. તે સૌપ્રથમ 2017 માં લૉન્ચ કરવામાં આવેલો અને તેણે અગાઉના સર્વિસ ટૅક્સ, વેટ અને કસ્ટમ્સ જેવા તમામ અપ્રત્યક્ષ ટૅક્સનું સ્થાન લીધું. જીએસટી હેઠળ ચાર ટૅક્સ સ્લેબ છે – 0%, 5%, 12% અને 28% – અને જીએસટીના બે પ્રકાર છે – સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટી.

જીએસટી પહેલાં, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પર લાગુ ટૅક્સ દર 15% હતો અને હવે તે 18% છે.

   શું હું દર મહિના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી કરી શકું?

તમામ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ તમારા પ્રીમિયમની ચુકવણી હપ્તાના આધારે સ્વીકાર કરતી નથી. જો કે, આરોગ્ય સંજીવની જેવી પૉલિસીઓ સાથે, તમે તમારી સુવિધા મુજબ વાર્ષિક, અર્ધ-વાર્ષિક, ત્રિમાસિક અને માસિક હપ્તાના આધારે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી કરી શકો છો.

 

 

   ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો શું છે?

ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો એ આપેલ સમયસીમામાં ક્લેઇમની કુલ સંખ્યામાં હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા સેટલ કરવામાં આવેલા ક્લેઇમની સંખ્યાનો અનુપાત છે. ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો જેટલો વધુ, એટલું ઇન્શ્યોરન્સ કંપનીનું પે-આઉટ વધુ સારું હોય છે.

   મારા હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમની સ્થિતિ કેવી રીતે તપાસવી?

તમે અમારી મોબાઇલ એપ, "કેરિંગલી યોર્સ" નો ઉપયોગ કરીને, અમારા ઑનલાઇન ક્લેઇમ સેટલમેન્ટ પોર્ટલનો ઉપયોગ કરીને અથવા અમારા ગ્રાહક સેવા કેન્દ્રને કૉલ કરીને તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમની સ્થિતિને ટ્રૅક કરી શકો છો.

   હેલ્થ ઇન્શ્યોરન્સ માટે ક્લેઇમ કરવાની પ્રક્રિયા શું છે?

તમે કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ અથવા રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ ફાઇલ કરી શકો છો. બજાજ આલિયાન્ઝમાં, અમારી પાસે અમારી ઇન-હાઉસ હેલ્થ અને ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ (એચએટી) છે, તેથી ક્લેઇમ પ્રોસેસિંગ ઝડપી અને સરળ છે.

કૅશલેસ ક્લેઇમ માટે, તમારે નેટવર્ક હૉસ્પિટલમાંથી પૂર્વ-અધિકૃતતા પત્ર મેળવવાની જરૂર છે. ત્યારબાદ બજાજ આલિયાન્ઝ પ્રી-ઑથોરાઇઝેશન ફોર્મ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના સફળ વેરિફિકેશન પછી ક્લેઇમ મંજૂર કરશે. નેટવર્ક હૉસ્પિટલને મંજૂરી આપવામાં આવે તે પછી તમે કૅશલેસ ક્લેઇમનો લાભ મેળવી શકો છો.

વળતરના ક્લેઇમ માટે, તમારે નૉન-નેટવર્ક હૉસ્પિટલ દ્વારા પ્રદાન કરેલ પૉલિસીની વિગતો તથા ડિસ્ચાર્જ સમરી સાથે બજાજ આલિયાન્ઝને મેડિકલ બિલ મોકલવા પડશે. આ ડૉક્યૂમેન્ટની ચકાસણી પછી, ક્લેઇમની રકમ સેટલ કરવામાં આવશે અને સીધી તમારા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.

   હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ પર પ્રક્રિયા કરવામાં કેટલો સમય લાગે છે?

બજાજ આલિયાન્ઝ તેની પોતાની ઝડપથી ક્લેઇમ પ્રોસેસ કરતી ઇન-હાઉસ હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ (એચએટી) ની મદદથી 60 મિનિટની અંદર તમારા કૅશલેસ ક્લેઇમને સેટલ કરે છે.

અમારી "કેરિંગલી યોર્સ" મોબાઇલ એપની હેલ્થ સીડીસી (ક્લેઇમ બાય ડાયરેક્ટ ક્લિક) સુવિધા વડે તમારા રુ. 20,000 સુધીના તમારા ક્લેઇમને 20 મિનિટમાં સેટલ કરવામાં આવે છે.

અમે તમારા દ્વારા સબમિટ કરેલા તમામ ડૉક્યૂમેન્ટ પ્રાપ્ત કર્યા અને મૂલ્યાંકન કર્યા પછી 10 દિવસની અંદર તમારા વળતર ક્લેઇમને સેટલ કરીએ છીએ.

   મારે ક્લેઇમ કયારે કરવો જોઈએ?

જો તમને તબીબી ખર્ચ મોટો જણાય અને તેની ચુકવણી તમે પોતે કરી શકો તેમ ન હોય, તો જ તમારે હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવો જોઈએ. આમ કરવાથી, તમે તમારી મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરાવો છો ત્યારે તમને મળેલ એનસીબી (નો-ક્લેઇમ બોનસ) નો લાભ જાળવી શકો છો.

   હું એક વર્ષ દરમિયાન મહત્તમ કેટલા ક્લેઇમ કરી શકું છું?

તમે પૉલિસીના સમયગાળા (સામાન્ય રીતે, એક વર્ષ) દરમિયાન ઈચ્છો તેટલા માન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરી શકો છો. જો કે, તમે ક્લેઇમ ફાઇલ કરો છો તેની સંખ્યા તમારી વીમાકૃત રકમની સમાપ્તિ પર આધારિત છે.

   કૅશલેસ મેડિક્લેમ શું છે?

જ્યારે તમે નેટવર્ક હૉસ્પિટલમાં તમારી બીમારી/ઈજા માટે સારવાર મેળવો છો, ત્યારે તમે કૅશલેસ મેડિક્લેમ માટે પાત્ર છો. કૅશલેસ મેડિક્લેમમાં તમારું મેડિકલ બિલ સીધા તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા નેટવર્ક હૉસ્પિટલને ચૂકવવામાં આવશે. જો કે, તમારી પૉલિસીની શરતો અનુસાર બિન-તબીબી વસ્તુઓ અને અન્ય બિન-ચૂકવવાપાત્ર વસ્તુઓનો ખર્ચ તમારે ભોગવવો પડશે.

   જો હું કૅશલેસ સારવાર માટે ક્લેઇમ કરવા માંગુ છું, તો હું કેવી રીતે સંપર્ક કરી શકીશ?

કૅશલેસ ક્લેઇમનો લાભ મેળવવા માટે, તમારે માત્ર નેટવર્ક હૉસ્પિટલનો સંપર્ક કરવાની જરૂર છે અને તમારું હેલ્થ કાર્ડ બતાવવાની જરૂર છે. આ હેલ્થ કાર્ડમાં તમારો પૉલિસી નંબર, ઇન્શ્યોરન્સ કંપનીનું નામ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનો પ્રકાર શામેલ છે. તમારે એક પૂર્વ-અધિકૃતતા ફોર્મ પણ ભરવું પડશે જે નેટવર્ક હૉસ્પિટલ દ્વારા ઇન્શ્યોરન્સ કંપનીને મોકલવામાં આવશે. આ ડૉક્યૂમેન્ટની ચકાસણી થવા પર, તમારી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ક્લેઇમ સીધો જ હૉસ્પિટલ સાથે સેટલ કરવામાં આવશે.

   જો હું કૅશલેસ સુવિધાનો લાભ લઉં, તો શું તમે સંપૂર્ણ રકમ ચૂકવશો, અથવા શું મારે હૉસ્પિટલના બિલનો ખર્ચ ભોગવવો પડશે?

હા, શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને તમામ તબીબી ખર્ચ માટે કવર કરશે.. જો કે, તમારે તમારી પૉલિસીની શરતોમાં ઉલ્લેખિત બિન-તબીબી વસ્તુઓ અને બિન-ચૂકવવાપાત્ર વસ્તુઓ માટે ચુકવણી કરવી પડશે.

   ક્લેઇમ કર્યા પછી અને સેટલ કર્યા પછી મારી પૉલિસીનું શું થાય છે?

તમારો ક્લેઇમ દાખલ અને સેટલ થયા પછી, તમારા ઇન્શ્યોરન્સ કવરમાં તમને ચૂકવવામાં આવેલી રકમ સુધી ઘટાડો થશે.

ઉદાહરણ તરીકે, જો તમારી પૉલિસી જાન્યુઆરીમાં ₹5 લાખના કવરેજ સાથે જારી કરવામાં આવી હતી અને જો તમે જુલાઈમાં ₹3 લાખનો ક્લેઇમ કર્યો હોય, તો ઑગસ્ટ-ડિસેમ્બર વચ્ચે તમારા માટે ₹2 લાખનું બૅલેન્સ ઉપલબ્ધ છે.

   જો હું પૉલિસીના સમયગાળામાં ક્લેઇમ ન કરું, તો શું મને મારા પૈસાનું રિફંડ મળી શકે છે?

જો પૉલિસી વર્ષ દરમિયાન ક્લેઇમ કરવામાં આવતા નથી તો પણ તમને તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમનું રિફંડ આપવામાં આવશે નહીં. પરંતુ તમને એનસીબી (નો-ક્લેઇમ બોનસ) નો લાભ મળશે, જેના વડે તમારી પૉલિસીના રિન્યુઅલ સમયે પ્રીમિયમની રકમમાં ઘટાડો થશે. ઉપરાંત, તમને સંચિત બોનસનો પણ લાભ મળશે, જે હેઠળ તમે પાછલા પૉલિસી વર્ષ જેટલું જ પ્રીમિયમ ચૂકવીને વધુ સમ ઇન્શ્યોર્ડનો લાભ મેળવો છો.

   ટીપીએ શું છે?

ટીપીએ એટલે થર્ડ પાર્ટી ઍડ્મિનિસ્ટ્રેટર થાય છે. આ એક સંસ્થા છે, જે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની તરફથી ક્લેઇમ પ્રોસેસ કરે છે. તે તમારા ક્લેઇમને પ્રોસેસ અને સેટલ કરવા માટે તમારી અને ઇન્શ્યોરન્સ કંપની વચ્ચે મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે.

   શું હું સારવારના સમયગાળા દરમિયાન હૉસ્પિટલ બદલી શકું છું?

હા, તમે સારવારના સમયગાળા દરમિયાન તમારી હૉસ્પિટલ બદલી શકો છો. પરંતુ, તમારે તે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતાને જાણ કરવાની રહેશે અને તેમને સંબંધિત ડૉક્યૂમેન્ટ સબમિટ કરવાના રહેશે.

   હું કેટલી વખત કૉન્વલેસન્સ લાભોનો ક્લેઇમ કરી શકું છું?

કોઈ પૉલિસી વર્ષ દરમિયાન માત્ર એકવાર કૉન્વલેસન્સ લાભોનો ક્લેઇમ કરી શકાય છે.

   શું મારી પૉલિસી મે પસંદ કરેલ કોઈપણ હૉસ્પિટલમાં મેડિકલ સારવારને કવર કરશે?

હા, તમારી મેડિકલ પૉલિસી તમે પસંદ કરેલા કોઈપણ હૉસ્પિટલમાં (નેટવર્ક અથવા નૉન-નેટવર્ક હૉસ્પિટલ) મેડિકલ સારવારને કવર કરશે. જો કે, તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા કેટલીક હૉસ્પિટલો ડિલિસ્ટ કરવામાં આવી શકે છે અને જો તમે જરૂરી તબીબી સારવાર તે હૉસ્પિટલોમાંથી કોઈ એકમાં મેળવો છો, તો તમને કવર કરવામાં આવશે નહીં.

   શું નૉન-નેટવર્ક હૉસ્પિટલોમાં સારવારના કિસ્સામાં મને ભરપાઈ મળી શકે છે?

હા, જો તમને નૉન-નેટવર્ક હૉસ્પિટલમાં સારવાર મેળવો છો તો તમે ભરપાઈનું ક્લેઇમ કરવા માટે અન્ય ડૉક્યૂમેન્ટ સાથે તમારા મેડિકલ બિલો સબમિટ કરી શકો છો.

   જો વાસ્તવિક ખર્ચ કવરેજ કરતાં વધુ હોય તો શું મારે તફાવતની રકમ ચૂકવવી પડશે?

હા, જો વાસ્તવિક ખર્ચ તમારા દ્વારા પસંદ કરેલા કવરેજથી વધુ હોય, તો તમારે તફાવતની રકમ ચૂકવવી પડશે.

   હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ શું છે?

હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ (એચએટી) માં ડૉક્ટરો અને પેરામેડિક્સ શામેલ છે જે હેલ્થ અન્ડરરાઇટિંગ અને ક્લેઇમ સેટલમેન્ટ માટે જવાબદાર છે. તે હેલ્થકેર સંબંધિત સેવાઓ માટે સિંગલ-વિન્ડો સહાય છે. આ ઇન-હાઉસ ટીમ પૉલિસીધારકોની હેલ્થ ઇન્શ્યોરન્સ સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કરે છે. સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ તરીકે ટીમ દ્વારા ક્લેઇમ સેટલમેન્ટ ઝડપથી કરવામાં આવે છે. તે હેલ્થ ઇન્શ્યોરન્સ નિષ્ણાતો દ્વારા કસ્ટમરના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે અસરકારક છે. તે ક્લેઇમ સેટલમેન્ટ અને ગ્રાહક સેવાને પણ નિયંત્રિત કરે છે, જે તેની ઇન-હાઉસ ક્ષમતાઓ આપે છે.

   હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ ક્લેઇમને નકારવાના કારણો શું છે?

નીચેના પરિસ્થિતિઓના કિસ્સામાં તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની તમારા ક્લેઇમ સેટલમેન્ટને નકારી શકે છે:

✓ પોતાને પહોંચાડેલી ઈજા માટે ક્લેઇમ કરવામાં આવ્યો છે.

✓ ખોટા પ્રતિનિધિત્વ, છેતરપિંડી, સામગ્રીની વાસ્તવિકતા અથવા વીમાધારકના તરફથી બિન-સહકારના કિસ્સામાં.

✓ પ્રતીક્ષા અવધિ સમાપ્ત થતા પહેલાં પહેલાંથી હાજર બિમારીઓના કવરેજ માટે દાખલ કરેલ ક્લેઇમ.

✓ પૉલિસી ડૉક્યૂમેન્ટમાં ઉલ્લેખિત કોઈપણ બાકાત માટે ક્લેઇમ કરવામાં આવેલ કિસ્સામાં.

 

 

   શું મારી હાલની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી કોવિડ-19 ના કારણે થતાં હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને કવર કરશે?

હા, ઉલ્લેખિત નિયમો અને શરતો મુજબ ઇન-પેશન્ટ હૉસ્પિટલાઇઝેશન હેઠળ તમારી હાલની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કોવિડ-19 ના કારણે થયેલ હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને કવર કરી લેવામાં આવશે.

   શું કોવિડ-19 ના કારણે થતા ખર્ચ માટે મારા પરિવારના સભ્યોને કવર કરવામાં આવશે?

જો તમારા પરિવારના સભ્યોને તમારી હાલની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કવર કરવામાં આવે છે, તો તેઓને કોવિડ-19 સંબંધિત પૉલિસીના નિયમો અને શરતો મુજબ હૉસ્પિટલાઇઝેશન ખર્ચ (ઇન-પેશન્ટ હૉસ્પિટલાઇઝેશન હેઠળ) માટે કવર કરવામાં આવશે.

   કોવિડ-19 માટે થયેલ કયા ખર્ચ મારી પૉલિસી હેઠળ કવર કરવામાં આવશે નહીં?

તમારા પૉલિસી ડૉક્યૂમેન્ટમાં ઉલ્લેખિત તમામ બિન-ચૂકવવાપાત્ર વસ્તુઓની સાથે IRDAI દ્વારા જારી કરાયેલ બિન-ચૂકવવાપાત્ર વસ્તુઓના લિસ્ટને કોવિડ-19 કવરેજમાંથી બાકાત કરવામાં આવશે.

   શું મેડિકલ પ્રેક્ટિશનર સાથે કન્સલ્ટેશન અને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ મારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવેલ કોવિડ-19 સંબંધિત છે?

જો તમારી પૉલિસી આઉટ-પેશન્ટ હૉસ્પિટલાઇઝેશન માટે કવરેજ પ્રદાન કરે છે તો આ ખર્ચ કવર કરવામાં આવે છે. કૃપા કરીને તમારા ઇન્શ્યોરરનો સંપર્ક કરો અને તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ આ કવરેજ અંગે સ્પષ્ટતા મેળવો.

   શું વિદેશમાં મારી મુસાફરીનો ઇતિહાસ પૉલિસી હેઠળ ક્લેઇમની સ્વીકાર્યતાને અસર કરશે?

ના, જો તમે ભારતમાં હૉસ્પિટલમાં દાખલ થયેલા હો, તો વિદેશમાં તમારી મુસાફરીનો ઇતિહાસ તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ ક્લેઇમની સ્વીકાર્યતાને અસર કરશે નહીં.

   હૉસ્પિટલમાં દાખલ થયા પછી હું મારા ક્લેઇમને કેવી રીતે સૂચિત કરી શકું?

બજાજ આલિયાન્ઝની સરળ ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા સાથે, લૉકડાઉન દરમિયાન તમે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે રજિસ્ટર અને સેટલ કરી શકો છો, તે અહીં આપેલ છે:

✓ અમારી "કેરિંગલી યોર્સ" એપ વડે, તમે અમારી "કેરિંગલી યોર્સ" એપ પર ઉપલબ્ધ પેપર-લેસ પ્રક્રિયા - હેલ્થ સીડીસી (ક્લેઇમ બાય ડાયરેક્ટ ક્લિક) દ્વારા ₹20,000 સુધીના હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ નોંધાવી શકો છો.

✓ તમે અમને +91 80809 45060 પર મિસ્ડ કૉલ આપી શકો છો, અને અમે તમને પ્રક્રિયામાંથી લઈ જવા માટે કૉલ કરીશું.

✓ તમે 575758 પર 'WORRY' લખીને એસએમએસ પણ કરી શકો છો.

✓ તમે તમારા ક્લેઇમને રજિસ્ટર કરવા માટે અમને bagichelp@bajajallianz.co.in પર એક મેઇલ મોકલવનું પસંદ કરી શકો છો.

✓ તમારા ક્લેઇમને રજિસ્ટર અને ટ્રૅક કરવાની અન્ય એક રીત અમારા ઑનલાઇન ક્લેઇમ પોર્ટલની મુલાકાત લઈને છે, જ્યાં તમે તમારી પૉલિસી નંબર જેવી કેટલીક મૂળભૂત વિગતો દાખલ કરી શકો છો અને ઝડપી ક્લેઇમ કરી શકો છો.

   શું કોવિડ-19 હેઠળ ક્લેઇમ માટે કોઈ પ્રતીક્ષા અવધિ લાગુ છે?

હા, કોવિડ-19 માટે હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ ક્લેઇમ પર 30 દિવસની માનક પ્રતીક્ષા અવધિ લાગુ પડે છે.

   શું મને મારી વીમાકૃત રકમને વધારવાની પરવાનગી આપવામાં આવશે?

તમે અન્ડરરાઇટિંગના નિયમો અને શરતો અનુસાર તમારી પૉલિસીના રિન્યુઅલ પ્રક્રિયા દરમિયાન તમારી વીમાકૃત રકમને વધારી શકશો.

 

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો