Loader
Loader

રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
 • ક્લેઇમ સહાયતા નંબરો

 • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

 • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

 • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

 • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

 • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

 • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

 • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન

એકલ પ્રવાસમાં અમે તમારી સપોર્ટ સિસ્ટમ છીએ
Individual Travel Insurance Plan

ચાલો શરૂઆત કરીએ

કૃપા કરીને નામ દાખલ કરો
/travel-insurance-online/buy-online.html ક્વોટેશન મેળવો
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો
સબમિટ કરો

તમારા માટે તેમાં શું છે?

સર્વશ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ આઉટલુક ટ્રાવેલરનો પુરસ્કાર આપવામાં આવ્યો છે

ફ્લાઇટમાં વિલંબ અને કૅન્સલેશન કવર

તબીબી ખર્ચાઓનું કવર

આકર્ષક પ્રીમિયમ પર વ્યાપક કવર

મારે ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર શા માટે છે?

1960 ના હિટ ગીતની જેમ ‘જેટ પ્લેન પર સવાર થવા’ વિષે ઉત્સાહિત છો? તમારી યંત્રવત્ દિનચર્યાની પકડમાંથી મુક્ત થવું એ સારું છે પરંતુ પ્રવાસની ઇમરજન્સી માટેના પ્લાન પાછળ વધારે સમય જરૂરી હોય છે

કરવા માટેની પ્રવૃત્તિઓ અને જોવાનાં સ્થાનોની સૂચિ તૈયાર કર્યા બાદ, તમે હોટલના રોકાણો અથવા ટૂર પેકેજ પરના શ્રેષ્ઠ વિકલ્પો માટે સમય આપો. અને હા, સ્વિમિંગ ટ્રન્ક્સ અથવા સૂટ પણ (જો ડેસ્ટિનેશન પર તેની સગવડ હોય તો)!

એકવાર તે કાર્ય પૂરું થયા બાદ, અન્ય કેટલીક જરૂરિયાતો વિશે વિચારવાનો સમય છે. તમે પૂછશો કે કઈ? તો, ચોક્કસપણે ઇમરજન્સીની પરિસ્થિતિઓને સંભાળવા માટેનો પ્લાન! વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીને આ પ્લાન બનાવતી વખતે ધ્યાનમાં લેવી જોઈએ.

આંતરરાષ્ટ્રીય પ્રવાસની સાથે જોખમો પણ જોડાયેલા છે. પાસપોર્ટ ખોવાઈ જવાથી લઈને, સામાનના આગમનમાં વિલંબ થવો કે તબીબી કટોકટીઓ ઉદ્ભવવી, એવી ઘણી વસ્તુઓ છે, જે ધાર્યા મુજબ નથી બનતી. પ્રવાસ માટે નીકળતા પહેલા, તમારે જરૂર પડી શકે તેવી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સુરક્ષાનું મૂલ્યાંકન કરવા માટે વિવિધ જોખમો, પ્રવાસનો સમયગાળો અથવા અવધિ અને વ્યક્તિગત જવાબદારીઓનું મૂલ્યાંકન કરો.

આ વિષે વિચારો: તમારા ગંતવ્ય સ્થાન પર પહોંચ્યા પછી તરત જ તમારો સામાન ખોવાઈ જાય અથવા તમારે કોઈ તબીબી કટોકટી આવી પડે અને હૉસ્પિટલમાં તાત્કાલિક દાખલ થવાની જરૂર પડે. અજાણ્યા લોકોની વચ્ચે, વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમારી આદર્શ રજાઓને દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિમાં પરિવર્તિત થવાથી રોકવામાં મદદ કરી શકે છે. સંકટ ટળી ગયું!!

વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને નાણાંકીય સુરક્ષા પ્રદાન કરે છે અને તમને માનસિક શાંતિની ખાતરી આપે છે. જો તમને વિદેશમાં સહાયની જરૂર હોય, તો તમારે માત્ર અમારી ટોલ-ફ્રી હેલ્પલાઇન પર કૉલ કરવાનો રહેશે. તમે જ્યાં પણ હો ત્યાં અમારું વૈશ્વિક નેટવર્ક તમને ઝડપી કલેઇમ પ્રક્રિયા અને સેટલમેન્ટ સર્વિસ પ્રદાન કરશે.

જો વૈશ્વિક રોગચાળો કે કુદરતી દુર્ઘટનાઓ જેવા જોખમોને ધ્યાનમાં લઈએ તો અનિવાર્ય વસ્તુઓની યાદીમાં વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી સૌથી ઉપર આવે છે, કારણ કે તે આવી પરિસ્થિતિઓમાં ખૂબ જ મોટા તબીબી ખર્ચાઓમાં મદદરૂપ થાય છે. તે જ રીતે, જ્યારે તમને ઇમરજન્સીમાં તાત્કાલિક કૅશની જરૂર હોય, ત્યારે અમારા વ્યક્તિગત પ્રવાસ પ્લાન તમને પર્યાપ્ત કૅશ આપે છે.

એક પ્રોફેશનલ તરીકે કે પ્રવાસી તરીકે, વિશ્વના વિવિધ ભાગમાં પ્રવાસ કરવાનો અનુભવ આકર્ષક હોઈ શકે છે! બજાજ આલિયાન્ઝના વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે, તમે ખાતરી રાખો કે તમે જેટ પ્લેન પર તો સવાર છો જ, સાથે તમે તમારી તમામ પ્રવાસ સંબંધી ચિંતા પણ છોડીને જઈ રહ્યા છો!

એમ વિચારો છો કે સૌથી વ્યાજબી વ્યક્તિગત ટ્રાવેલ પ્લાન કેવી રીતે મેળવવો? લેટેસ્ટ ક્વોટ્સ મેળવવા, પ્રવાસના વિવિધ પ્લાન્સની તુલના કરવા અને અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર વડે ચૂકવવાપાત્ર પ્રીમિયમનો અંદાજ મેળવવા માટે અમારી વેબસાઇટની મુલાકાત લો. તે ખરેખર એકદમ સરળ છે!

વિશેષ સુવિધાઓ

અમે તેને ઝીણવટભર્યું રાખવું પસંદ કરીએ છીએ! ઇમરજન્સીની પરિસ્થિતિમાં બજાજ આલિયાન્ઝ પડદા પાછળથી તમને ટેકો આપે છે.

જો તમે તકલીફમાં હોવ, તો વિશ્વના કોઈપણ સ્થળેથી તમારે +91-124-6174720 પર માત્ર એક મિસ્ડ કૉલ આપવાનો રહેશે. તમે વિશ્વભરમાં કોઈપણ સ્થળે હોવ, અમારા ગ્રાહક સેવા નિષ્ણાતો પરિસ્થિતિનો ઉકેલ લાવવામાં તમારી સહાયતા માટે 24 કલાક ઉપલબ્ધ છે!

વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ન માત્ર તકલીફમાં તમને મદદ કરે છે, પરંતુ જો તમે દૂર હોવ ત્યારે તમારા ઘરમાં ચોરી થાય અથવા તમારો પ્રવાસ કૅન્સલ થાય કે ટૂંકાવવામાં આવે તો તેને પણ કવર કરે છે.

 • Quick Settlement Of Claims ક્લેઇમનું ઝડપી સેટલમેન્ટ

  બજાજ આલિયાન્ઝમાં કલેઇમ ઝડપથી અને અસરકારક રીતે સેટલ કરી શકાય, તે માટે અમે અમારી પ્રક્રિયાઓ તૈયાર કરી છે. વિશ્વ-સ્તરીય ટેક્નોલોજી અને સિસ્ટમ્સના ઉપયોગ વડે, આ ક્ષેત્રમાં સૌથી ઓછા સમયમાં સેટલમેન્ટ કરવાનો અમને ગર્વ છે.

 • Travel Trip Delay Delight for Automatic Claim Settlement ઑટોમેટિક ક્લેઇમ સેટલમેન્ટ માટે ટ્રાવેલ ટ્રિપ ડીલે ડિલાઇટ

  ટ્રાવેલ ટ્રિપ ડીલે ડિલાઇટ, અમારી મોબાઇલ એપને તમારી જરૂરિયાતોની સુગમતાપૂર્વક અને સરળતાથી કાળજી લેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ એપને ક્લેઇમની સ્થિતિને ટ્રૅક કરવા અને ઑટોમેટિક રીતે ચુકવણી શરૂ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શા માટે?

સરળ, ઝંઝટ-મુક્ત અને ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ

અમે તમારો પ્રવાસ સુખદ રહે તેવી શુભેચ્છા આપીએ છીએ, પણ જો તમારે ક્લેઇમ કરવા માટે અમને કૉલ કરવાની જરૂર પડે તો, તમને શાંતિથી સાંભળવા અને ઝડપી સેવા આપવા માટે અમે હાજર છીએ. તમે અમારા ટોલ ફ્રી નંબર 1800 209 5858 દ્વારા અમારો સંપર્ક કરી શકો છો અથવા અમને +91 124 6174720 પર મિસ્ડ કૉલ કરીને અમારી ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇનનો ઉપયોગ પણ કરી શકો છો. એકવાર તમે અમને ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન નંબર પર મિસ્ડ કૉલ આપો પછી અમે તમને કૉલબૅક કરીશું અને અમારા પ્રતિનિધિ તમને બાકીની પ્રક્રિયામાં સહાય કરશે.

 

તમે કૅશલેસ કવરેજ પસંદ કર્યું છે કે ક્લેઇમ સેટલમેન્ટ, તે પ્રમાણે તમારા ટ્રાવેલ ક્લેઇમની પ્રક્રિયા કરવામાં આવશે. 

જો કૅશલેસ પદ્ધતિ દ્વારા ક્લેઇમ કરવામાં આવ્યો હોય, તો તેની પ્રક્રિયા આ પ્રમાણે રહેશે

✓ જો તમારે ક્લેઇમ કરવાની જરૂર પડે, તો તમારે માત્ર ફોન અથવા ઇ-મેઇલ દ્વારા સંપર્ક કરવાનો રહેશે. અમારા સલાહકાર તમને ક્લેઇમની પ્રક્રિયા વિશે સહાય કરશે અને તમારા દરેક પ્રશ્નોનો જવાબ આપશે.

✓ તમારા ક્લેઇમની ઝડપથી પ્રક્રિયા કરવા માટે, તમારે અમને નિર્ધારિત ડૉક્યૂમેન્ટ જેમ કે યોગ્ય રીતે ભરેલ ક્લેઇમ ફોર્મ અને સહાયક ડૉક્યૂમેન્ટ આપવાની જરૂર પડશે. આ વધુ વિગતે નીચેના સેક્શનમાં જણાવવામાં આવ્યા છે.

✓ તમારા ક્લેઇમની ચકાસણી કર્યા બાદ અમે તમને શક્ય તેટલું જલ્દી, તમારો ક્લેઇમ મંજૂર કરવામાં આવ્યો છે કે નકારવામાં આવ્યો છે, તે જણાવીશું.

✓ જો અતિરિક્ત માહિતીની જરૂર પડશે તો, અમે સ્પષ્ટતા માટે તમારા હેલ્થ કેર પ્રદાતાનો સંપર્ક કરી શકીએ છીએ. બજાજ આલિયાન્ઝ દ્વારા તેમનો સંપર્ક ક્વેરી લેટર દ્વારા કરવામાં આવે છે.

✓ જો મંજૂર થાય, તો અમે તમારા હેલ્થ કેર પ્રદાતાનો સંપર્ક કરીશું અને તેમને ચુકવણીનો ગેરંટી લેટર મોકલીશું. એનો અર્થ છે કે તમે બિલની ચિંતા અમારા પર છોડીને સારી ક્વૉલિટીની સારવાર મેળવી શકો છો.

✓ જો ક્લેઇમ નકારવામાં આવે છે, તો અમે તે અનુસાર પ્રદાતાને અસ્વીકાર પત્ર દ્વારા સૂચિત કરીએ છીએ. આ કિસ્સામાં, સારવારની વ્યવસ્થા તમારે પોતાના ખર્ચે કરવાની રહેશે.

અહીં ક્લિક કરો તમારા ક્લેઇમને ઑનલાઇન રજિસ્ટર કરવા માટે. 

ચાલો, ટ્રાવેલ ઇન્શ્યોરન્સને સરળ બનાવીએ, શરૂ કરીએ?

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શું છે?

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ એ ઇન્શ્યોરન્સનો એક પ્રકાર છે જે પ્રવાસ દરમિયાન તબીબી ખર્ચ, પ્રવાસ કૅન્સલ થવો, ખોવાયેલ સામાન, ફ્લાઇટ અકસ્માત અને અન્ય નુકસાનને કવર કરે છે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ આંતરરાષ્ટ્રીય અને ઘરેલું પ્રવાસ માટે લઈ શકાય છે.

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કેવી રીતે લંબાવી શકાય?

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ બે રીતે લંબાવી શકાય છે: પૉલિસી સમાપ્તિ પહેલા અને પૉલિસી સમાપ્તિ પછી. બંને રીતોની પ્રક્રિયા નીચે જણાવ્યા મુજબ છે.

 • પૉલિસી સમાપ્તિ પહેલા: આ કિસ્સામાં, ગ્રાહકે બજાજ આલિયાન્ઝને તેમની ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લંબાવવાની જરૂરિયાત વિશે જાણ કરવાની રહેશે. વિનંતી મળ્યા બાદ, ગ્રાહકે સારા સ્વાસ્થ્ય વિષે એક ફોર્મ ભરીને બજાજ આલિયાન્ઝ પ્રતિનિધિને સબમિટ કરવાનું રહેશે. ત્યાર બાદ તે વિનંતીનું અન્ડરરાઇટર્સ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે અને આગળની જરૂરી પ્રક્રિયા કરવામાં આવશે.
 • પૉલિસી સમાપ્તિ પછી: આ કિસ્સામાં, ગ્રાહકે વિનંતીમાં વિલંબ થવાના કારણ સાથે, તેમની પૉલિસી લંબાવવાની જરૂરિયાત વિશે બજાજ આલિયાન્ઝને જાણ કરવાની રહેશે. વિનંતી મળ્યા બાદ અન્ડરરાઇટર્સ તેનું મૂલ્યાંકન કરે છે અને સબમિટ કરેલી વિગતોના આધારે નિર્ણય કરે છે.

ઑનલાઇન અરજી પૂર્ણ કરવા માટે મારે કઈ માહિતીની જરૂર પડશે?

અરજી પૂર્ણ કરવા માટે જરૂરી તમામ માહિતી અરજદારોના પાસપોર્ટમાં ઉપલબ્ધ હોય છે. મુખ્ય માહિતીમાં અરજદારોનું સંપૂર્ણ નામ, પાસપોર્ટ નંબર, જન્મ તારીખ, ભારતમાં પત્રવ્યવહારનું ઍડ્રેસ અને ટેલિફોન નંબર, પ્રતિનિધિ (પ્રવાસીના મૃત્યુ અથવા અંગવિચ્છેદની સ્થિતિમાં પૉલિસીના લાભાર્થી) અને પ્રવાસની સાચી તારીખો

BA ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માટે વીમાકૃત રકમના વિકલ્પની મર્યાદા કેટલી છે?

બીએના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનમાં 50હજાર યુએસડીથી 5 લાખ યુએસડી સુધીના પ્લાન છે

પર્સનલ લાયબિલિટી કવરનો અર્થ શું છે?

પર્સનલ લાયબિલિટી એ વિદેશ પ્રવાસ દરમિયાન શારીરિક ઈજા અથવા સંપત્તિના આકસ્મિક નુકસાનથી ઉદ્ભવતા થર્ડ પાર્ટી સિવિલ ક્લેઇમ્સના નુકસાનની ચુકવણીને કવર કરે છે.

 

કઈ પરિસ્થિતિઓ હેઠળ સામાન ગુમ થવા/આગમનમાં વિલંબ થવા પર લાભ મેળવી શકાય છે?

સામાન ગુમ થવા/આગમનમાં વિલંબ માત્ર ચેક-ઇન સામાનના કિસ્સામાં જ લાગુ પડે છે અને તે પણ જ્યારે કોઈ વ્યક્તિ ભારતથી વિદેશમાં પ્રવાસ કરી રહ્યા હોય ત્યારે જ.

જો વિદેશમાં પ્રવાસ કરતી વખતે મારે કૅશની જરૂર પડે તો શું?

ઇમરજન્સી કૅશ ઍડવાન્સ એ આ પૉલિસીની એક મહત્વપૂર્ણ સુવિધા છે. એ એક સહાયક સેવા છે, જેમાં કંપની ઇન્શ્યોર્ડને સામાન/પૈસાની ચોરી/ઘરફોડી કે ક્યાંય અટવાઈ પડવાના કિસ્સામાં, તેમના ભારતમાં રહેતા સંબંધીઓનો સંપર્ક કરીને તેમને તેમની જરૂર મુજબ, પૉલિસી શેડ્યૂલમાં નિર્ધારિત લિમિટ સુધીની ઇમરજન્સી કૅશ સહાય પૂરી પાડવાની સગવડ કરી આપે છે

વ્યક્તિગત કે ફેમિલી ફ્લોટરમાંથી કઈ પૉલિસી વધુ સારી છે?

તે સંપૂર્ણપણે તમારી જરૂરિયાત પર આધારિત છે. એકલા, મિત્રો સાથે કે સહકાર્યકરો સાથે પ્રવાસના કિસ્સામાં વ્યક્તિગત ટ્રાવેલ પ્લાન યોગ્ય છે. જો તમે જીવનસાથી અને બાળકો સાથે પ્રવાસ કરી રહ્યા હોવ અને તમે સંપૂર્ણ પરિવારને કવર કરવા માટે એક જ પૉલિસી ઈચ્છો, તો તે કિસ્સામાં ફેમિલી ફ્લોટર સારી પસંદગી છે.

જો પ્રવાસ કરતી વખતે મારો પાસપોર્ટ ગુમ થઈ જાય તો શું થશે?

બજાજ આલિયાન્ઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં પાસપોર્ટ ગુમ થવાના કારણે થતું નુકસાન સમાવિષ્ટ છે જેના હેઠળ જો વિદેશમાં તમારો પાસપોર્ટ ગુમ થઈ જાય તો તમને એક ચોક્કસ રકમનો લાભ મળે છે

હાઇજેક કવરનો અર્થ શું છે?

જો ઇન્શ્યોર્ડ જે વિમાનમાં પ્રવાસ કરી રહ્યા હોય તે વિમાનના અપહરણના કિસ્સામાં ઇન્શ્યોર્ડ અપહરણકારોની અટકાયતમાં હોય તો કંપની શેડ્યૂલમાં ઉલ્લેખિત મહત્તમ રકમ ચૂકવશે.

શું એમ્બ્યુલન્સ શુલ્ક કવર કરેલ છે?

હા, એમ્બ્યુલન્સ શુલ્ક કવર કરેલ છે

જો હું મારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સને ભૂલી જાઉં તો શું થશે?

જો તમે તમારી ટ્રાવેલ પૉલિસી લઈ જવાનું ભૂલી જાઓ, તો તમારી પાસે પૉલિસી નંબર અથવા ગ્રાહક ID નંબર જેવી પૉલિસીની વિગતો હોવી જરૂરી છે. પૉલિસીની સૉફ્ટ કૉપી પણ માન્ય ડૉક્યૂમેન્ટ તરીકે સાથે રાખી શકાય છે

અમારી સેવાઓ દ્વારા સ્મિત ફેલાવી રહ્યા છીએ

સોનલ ગોપુજ્કર

શ્રેષ્ઠ પ્રક્રિયા! ઉપયોગમાં ખૂબ જ સરળ અને ત્વરિત પરિણામ

ઉષાબેન પિપલિઆ

ખૂબ જ ઝડપી અને પ્રોફેશનલ સર્વિસ. બજાજ આલિયાન્ઝની ગ્રાહક સર્વિસ ટીમથી ખુશ.

કે.વી.રંગારેડ્ડી

સારી અને કસ્ટમાઇઝ કરેલ વેબસાઇટ. બજાજ આલિયાન્ઝની વેબસાઇટ પરનો અનુભવ ગમ્યો.

બજાજ આલિયાન્ઝ સાથે ચિંતા-મુક્ત રાઇડ કરો!

ક્વોટેશન મેળવો

વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવર અને વિશેષતાઓ

 

અમે જાણીએ છીએ કે જયારે ફરવાના સ્થળો કે કરવાલાયક પ્રવૃતિઓની વાત આવે, ત્યારે તમને વિકલ્પો હોવા ગમે છે. વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સનું પણ તેમ જ છે. બજાજ આલિયાન્ઝમાં, વ્યક્તિગત જવાબદારીની સુરક્ષા અને ઇમરજન્સી કૅશ ઍડવાન્સ સહિતનું વ્યાપક કવરેજ ધરાવતા પૈસા વસૂલ વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન તૈયાર કર્યા છે.. અહીં વિગતો છે:

 

 

વ્યક્તિગત ટ્રાવેલ કમ્પેનિયન પ્લાન

 

 

આ એક મૂળભૂત ટ્રાવેલ કવર છે જે તમને આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરતી વખતે સંપૂર્ણ તબીબી અને સ્વાસ્થ્ય કવર પ્રદાન કરે છે. તે અન્ય વિકલ્પોની સાથે વ્યક્તિગત અકસ્માત કવરેજ, તબીબી અને સામાન ગુમ થવા પર કવરેજ પ્રદાન કરે છે.

ભલે તમે ઓછા સામાન કે વધારે સામાન સાથે પ્રવાસ કરો, ટ્રાવેલ કમ્પેનિયન તમને સંભવિત મેડિકલ ઇમરજન્સી સામે કવર કરે છે. આ એક દેવદૂત સમાન છે જે હંમેશા તમારી સાથે રહે છે! અહીં વિગતો છે.

 

 

  ટ્રાવેલ કેર ટ્રાવેલ સિક્યોર ટ્રાવેલ વેલ્યૂ
કવરેજ યુએસ $ માં લાભ યુએસ $ માં લાભ યુએસ $ માં લાભ
તબીબી ખર્ચ,ઇવેક્યુએશન
અને રિપેટ્રિએશન
50,000 2,00,000 5,00,000
ઇમરજન્સી ડેન્ટલ પેન રિલીફ
ઉપર (I) માં સામેલ છે
500 500 500
ચેક-ઇન કરેલ સામાન ખોવાઈ જવો
પ્રતિ સામાન મહત્તમ 50% અને સામાનની વસ્તુ દીઠ 10%
250** 1,000** 1,000**
સામાન આવવામાં વિલંબ 100 100 100
પર્સનલ એક્સિડન્ટ
18 વર્ષથી ઓછી વયના ઇન્શ્યોર્ડ વ્યક્તિના મૃત્યુ પર વીમાકૃત રકમના માત્ર 50%
10,000*** 25,000*** 30,000***
પાસપોર્ટ ખોવાઈ જવો 250 250 250
વ્યક્તિગત જવાબદારી 1,00,000 2,00,000 2,00,000
હાઇજેક પ્રતિ દિવસ $ 50 થી
મહત્તમ $ 300
પ્રતિ દિવસ $ 50 થી
મહત્તમ $ 300
પ્રતિ દિવસ $ 50 થી
મહત્તમ $ 300
ટ્રિપમાં વિલંબ - $ 20 પ્રતિ 12 કલાક. 12 કલાક. મહત્તમ $120 $ 20 પ્રતિ 12 કલાક. 12 કલાક. મહત્તમ $120
ઇમરજન્સી કૅશ ઍડવાન્સ****
કૅશ ઍડવાન્સમાં ડિલિવરી શુલ્ક શામેલ હશે
500 1000 1,500
ગોલ્ફર હોલ-ઇન-વન - 250 500
**પ્રતિ સામાન મહત્તમ 50 % અને સામાનમાં વસ્તુ દીઠ 10 %. *** 18 વર્ષથી ઓછી વયના ઇન્શ્યોર્ડ વ્યક્તિના મૃત્યુ પર વીમાકૃત રકમના માત્ર 50% **** કૅશ ઍડવાન્સમાં ડિલિવરી શુલ્ક શામેલ હશે.

વ્યક્તિગત ટ્રાવેલ ઇલાઇટ પ્લાન

 

 

શું તમને વધુ જોઈએ છે? અમારા ટ્રાવેલ ઇલાઇટ પ્લાન તમને અપગ્રેડ કરેલ સુરક્ષા આપે છે, જેમ કે બિઝનેસ ક્લાસ ફ્લાઇટનો અનુભવ. તમે અમારા સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ પ્લાન્સમાંથી પસંદ કરી શકો છો જે ફ્લેક્સિબલ વીમાકૃત રકમના વિકલ્પો, પ્રવાસમાં વિલંબ સામે સુરક્ષા અને વ્યક્તિગત જવાબદારીને કવર કરે છે.

વધુમાં, ટ્રાવેલ ઇલાઇટ એ ચેક-ઇન કરેલ સામાન ખોવાઈ જવા અને ટ્રિપના કૅન્સલ થવા વગેરેને પણ આવરી લે છે. ટ્રાવેલ ઇલાઇટ હાઇજેક કવરેજ પણ ઑફર કરે છે.

આ રીતે અમારા ટ્રાવેલ ઇલાઇટ પ્લાન વડે તમે તમારી પ્રવાસ સંબંધી ચિંતાઓને દૂર કરી શકો છો!

 

 

  સિલ્વર ગોલ્ડ પ્લેટિનમ
કવરેજ યુએસ $ માં લાભ યુએસ $ માં લાભ યુએસ $ માં લાભ
તબીબી ખર્ચ,ઇવેક્યુએશન
અને રિપેટ્રિએશન
50,000 2,00,000 5,00,000
ઇમરજન્સી ડેન્ટલ પેન રિલીફ
ઉપર (I) માં સામેલ છે
500 500 500
પર્સનલ એક્સિડન્ટ
18 વર્ષથી ઓછી ઉંમરના ઇન્શ્યોર્ડ વ્યક્તિની મૃત્યુના સંદર્ભમાં વીમાકૃત રકમના માત્ર 50%
વર્ષ
15,000*** 25,000*** 25,000***
AD & D સામાન્ય વાહક 2,500 5,000 5000
સામાન આવવામાં વિલંબ 100 100 100
ચેક-ઇન કરેલ સામાન ખોવાઈ જવો
પ્રતિ સામાન મહત્તમ 50 % અને સામાનમાં વસ્તુ દીઠ 10 %.
500** 1,000** 1,000**
હાઇજેક પ્રતિ દિવસ $50 થી મહત્તમ $ 300 પ્રતિ દિવસ $60 થી મહત્તમ $ 360 પ્રતિ દિવસ $60 થી મહત્તમ $ 360
ટ્રિપમાં વિલંબ પ્રતિ 12 કલાક $ 20 થી મહત્તમ
$ 120
પ્રતિ 12 કલાક $ 30 થી મહત્તમ
$ 180
પ્રતિ 12 કલાક $ 30 થી મહત્તમ
$ 180
વ્યક્તિગત જવાબદારી 1,00,000 2,00,000 2,00,000
ઇમરજન્સી કૅશ ઍડવાન્સ****
કૅશ ઍડવાન્સમાં ડિલિવરી શુલ્ક શામેલ હશે.
500 1,000 1,000
ગોલ્ફર હોલ-ઇન-વન 250 500 500
ટ્રિપ કૅન્સલેશન 500 1,000 1,000
હોમ બર્ગલરી ઇન્શ્યોરન્સ ₹ 1,00,000 ₹ 2,00,000 ₹ 3,00,000
ટ્રિપ કર્ટેલમેન્ટ 200 300 500
હૉસ્પિટલાઇઝેશન દૈનિક ભથ્થું પ્રતિ દિવસ $25 થી મહત્તમ $100 પ્રતિ દિવસ $25 થી મહત્તમ $125 પ્રતિ દિવસ $25 થી મહત્તમ $150
પાસપોર્ટ ખોવાઈ જવો 250 250 250
**પ્રતિ સામાન મહત્તમ 50 % અને સામાનમાં વસ્તુ દીઠ 10 %. *** 18 વર્ષથી ઓછી વયના ઇન્શ્યોર્ડ વ્યક્તિના મૃત્યુ પર વીમાકૃત રકમના માત્ર 50% **** કૅશ ઍડવાન્સમાં ડિલિવરી શુલ્ક શામેલ હશે.

વ્યક્તિગત પ્રવાસ પ્રાઇમ પ્લાન

 

 

જો તમે વારંવાર પ્રવાસ કરતા હોવ, તો અમે અમારા ટ્રાવેલ પ્રાઇમ પ્લાનની ભલામણ કરીએ છીએ. તે ખાસ તમારા આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન મોટાભાગના સંભવિત જોખમો સામે તમને વ્યાપક કવરેજ આપવા માટે બનાવવામાં આવ્યો છે.

હૉસ્પિટલમાં દાખલ થવા પર થતા ખર્ચ અને સંબંધિત ખર્ચ સહિતની તમામ તબીબી ઘટનાઓ આ પ્લાન હેઠળ આવરી લેવામાં આવી છે. જો તમે એવા વધુ જોખમ ધરાવતાં દેશમાં જઈ રહ્યા છો કે જ્યાં વાયરસને કારણે રોગચાળો ફેલાયેલો છે, તો ટ્રાવેલ પ્રાઇમ તમને થતા તબીબી ખર્ચ સામે સુરક્ષા પૂરી પાડી શકે છે.

ટ્રાવેલ પ્રાઇમ હેઠળ મળતા વિકલ્પો તમારા આંતરરાષ્ટ્રીય પ્રવાસના સંભવિત જોખમો જેટલા જ વ્યાપક છે. હૉસ્પિટલમાં દાખલ થવા પર દૈનિક ભથ્થું, આકસ્મિક મૃત્યુ અને વિકલાંગતા તેમજ ઇમરજન્સી ઇવેક્યુએશન કવરેજ સહિત ટ્રાવેલ પ્રાઇમ તમને તમારી ઇચ્છા મુજબ વેકેશનનો આનંદ માણી શકો તે રીતે શ્રેષ્ઠ સુરક્ષા પ્રદાન કરે છે!

જો તમે પેરાસેલિંગ કરવાનું કે આલ્પ્સમાં સ્કીઇંગ કરવાનું વિચારી રહ્યા હોવ, તો અમારું સૂચન છે કે તમે તમારા પ્રશિક્ષકના નિર્દેશોને ખૂબ કાળજીપૂર્વક અનુસરો. જ્યારે ટ્રાવેલ ઇન્શ્યોરન્સની વાત આવે છે, ત્યારે બજાજ આલિયાન્ઝ ટ્રાવેલ પ્રાઇમ તમને સુરક્ષા આપે છે. તેમ છતાં, ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય હોવાથી, અમારી સલાહ છે કે તમે નિયમો અને શરતો બરાબર ધ્યાનપૂર્વક વાંચો.  

 

 

  સિલ્વર ગોલ્ડ પ્લેટિનમ સુપર પ્લેટિનમ મેક્સિમમ કપાતપાત્ર
કવરેજ 50,000 યુએસડી 2 લાખ યુએસડી 5 લાખ યુએસડી 7.5 લાખ યુએસડી 10 લાખ યુએસડી -
પર્સનલ એક્સિડન્ટ* 15,000 યુએસડી 25,000 યુએસડી 25,000 યુએસડી 25,000 યુએસડી 25,000 યુએસડી કંઈ નહીં
તબીબી ખર્ચ અને ઇવેક્યુએશન 50,000 યુએસડી 200,000 યુએસડી 500,000 યુએસડી 750,000 યુએસડી 1,000,000 યુએસડી 100 યુએસડી
ઉપરોક્ત મર્યાદામાં ઇમર્જન્સી ડેન્ટલ પેન રાહત શામેલ છે 500 યુએસડી 500 યુએસડી 500 યુએસડી 500 યુએસડી 500 યુએસડી 100 યુએસડી
રિપેટ્રિએશન 5,000 યુએસડી 5,000 યુએસડી 5,000 યુએસડી 6,000 યુએસડી 6,500 યુએસડી કંઈ નહીં
ચેક-ઇન કરેલ સામાન ખોવાઈ જવો** 500 યુએસડી 1,000 યુએસડી 1,000 યુએસડી 1,000 યુએસડી 1,000 યુએસડી કંઈ નહીં
આકસ્મિક મૃત્યુ અને અપંગતા
(કૉમન કેરિયર)
2,500 યુએસડી 5,000 યુએસડી 5,000 યુએસડી 5,000 યુએસડી 5,000 યુએસડી કંઈ નહીં
પાસપોર્ટ ખોવાઈ જવો 250 યુએસડી 250 યુએસડી 250 યુએસડી 300 યુએસડી 300 યુએસડી 25 યુએસડી
વ્યક્તિગત જવાબદારી 100,000 યુએસડી 200,000 યુએસડી 200,000 યુએસડી 250,000 યુએસડી 250,000 યુએસડી 100 યુએસડી
હાઇજેક કવર પ્રતિ દિવસ 50 યુએસડી
મહત્તમ 300 યુએસડી સુધી
પ્રતિ દિવસ 60 યુએસડી
મહત્તમ 360 યુએસડી સુધી
પ્રતિ દિવસ 60 યુએસડી
મહત્તમ 360 યુએસડી સુધી
પ્રતિ દિવસ 60 યુએસડી
મહત્તમ 360 યુએસડી સુધી
પ્રતિ દિવસ 60 યુએસડી
મહત્તમ 360 યુએસડી સુધી
કંઈ નહીં
ટ્રિપમાં વિલંબ પ્રતિ 12 કલાક 25 યુએસડી
મહત્તમ 120 યુએસડી સુધી
પ્રતિ 12 કલાક 30 યુએસડી
મહત્તમ 180 યુએસડી સુધી
પ્રતિ 12 કલાક 30 યુએસડી
મહત્તમ 180 યુએસડી સુધી
પ્રતિ 12 કલાક 30 યુએસડી
મહત્તમ 180 યુએસડી સુધી
પ્રતિ 12 કલાક 30 યુએસડી
મહત્તમ 180 યુએસડી સુધી
12 કલાક
હૉસ્પિટલાઇઝેશન દૈનિક ભથ્થું પ્રતિ દિવસ 20 યુએસડી
મહત્તમ 100 યુએસડી સુધી
પ્રતિ દિવસ 25 યુએસડી
મહત્તમ 125 યુએસડી સુધી
પ્રતિ દિવસ 25 યુએસડી
મહત્તમ 125 યુએસડી સુધી
પ્રતિ દિવસ 25 યુએસડી
મહત્તમ 125 યુએસડી સુધી
પ્રતિ દિવસ 25 યુએસડી
મહત્તમ 125 યુએસડી સુધી
કંઈ નહીં
ગોલ્ફર્સ હોલ-ઇન-વન 250 યુએસડી 500 યુએસડી 500 યુએસડી 500 યુએસડી 500 યુએસડી કંઈ નહીં
ટ્રિપ કૅન્સલેશન 500 યુએસડી 1,000 યુએસડી 1,000 યુએસડી 1,000 યુએસડી 1,000 યુએસડી કંઈ નહીં
ટ્રિપ કર્ટેલમેન્ટ 200 યુએસડી 300 યુએસડી 500 યુએસડી 500 યુએસડી 500 યુએસડી કંઈ નહીં
ચેક-ઇન કરેલ સામાન આવવામાં વિલંબ 100 યુએસડી 100 યુએસડી 100 યુએસડી 100 યુએસડી 100 યુએસડી 12 કલાક
હોમ બર્ગલરી ઇન્શ્યોરન્સ ₹100,000 ₹200,000 ₹300,000 ₹300,000 ₹300,000 કંઈ નહીં
ઇમરજન્સી કૅશ લાભ*** 500 યુએસડી 1,000 યુએસડી 1,000 યુએસડી 1,500 યુએસડી 1,500 યુએસડી કંઈ નહીં
મિસ્ડ કનેક્શન 100 યુએસડી 100 યુએસડી 100 યુએસડી 100 યુએસડી 100 યુએસડી 12 કલાક
પાછા ફરવામાં મોડું કે વહેલું થવાને કારણે વિમાન ભાડામાં તફાવત 500 યુએસડી 500 યુએસડી 500 યુએસડી 500 યુએસડી 500 યુએસડી કંઈ નહીં
બાઉન્સ્ડ હોટેલ 500 યુએસડી 500 યુએસડી 500 યુએસડી 500 યુએસડી 500 યુએસડી કંઈ નહીં
ભારતમાં PA કવર ₹50,000 ₹50,000 ₹50,000 ₹50,000 ₹50,000 કંઈ નહીં

 • ₹ નું સિમ્બલ એ ભારતીય રૂપિયાનું સૂચન કરે છે
 • સંક્ષેપ-ચિન્હ * એ 18 વર્ષથી ઓછી વયના ઇન્શ્યોર્ડ વ્યક્તિના મૃત્યુ પર વીમાકૃત રકમના માત્ર 50% સૂચવે છે, દા. ત. 18 વર્ષથી ઓછી વયના ઇન્શ્યોર્ડ વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં વ્યક્તિગત અકસ્માત માટે કુલ જવાબદારી એ કુલ વીમાકૃત રકમના 50% થશે, એટલે કે 50%*10000 યુએસડી= 5000 યુએસડી
 • સંક્ષેપ-ચિન્હ ** પ્રતિ સામાન મહત્તમ 50% અને સામાનની વસ્તુ દીઠ 10%
 • સંક્ષેપ-ચિન્હ *** કૅશ ઍડવાન્સમાં ડિલિવરી શુલ્ક શામેલ હશે

જો મારે વિદેશમાં કૅશની તાત્કાલિક જરૂરિયાત પડે તો શું?

પરદેશમાં ફસાઇ જવું એ દુનિયાના લોકો દ્વારા અનુભવાયેલા પ્રવાસના 10 સૌથી ખરાબ અનુભવોમાંનો એક છે! જો તમારે વાસ્તવિકતામાં આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે, દા. ત., પરદેશમાં તમને લૂંટી લેવામાં આવે, તો તમારે વિચારીને નિર્ણાયક પગલા લેવા પડશે. તમે દૂતાવાસના કર્મચારીઓ, પોલીસ અથવા ઇમિગ્રેશન અધિકારીઓની મદદ લઈ શકો છો, ત્યાં સુધી તાત્કાલિક કરવામાં આવેલા ખર્ચનું શું?

સદભાગ્યે, વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા તમે ઇમરજન્સી કૅશ મેળવી શકો છો, જેના વડે જરૂરી સામાન અને રાતવાસો કરવા માટેના સ્થળની વ્યવસ્થા કરી શકો છો.

અમારી ઇમરજન્સી કૅશ ઍડવાન્સ સુવિધા દ્વારા તમે ચોરી અથવા સામાન ખોવાઈ જવા જવી દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિનો સારી રીતે સામનો કરી શકો છો. તમારો સામાન મળી જાય તેની રાહ જોવા દરમિયાન, ઇમરજન્સી કૅશ ઍડવાન્સ તમને જરૂરી ઇમરજન્સી સેવાઓનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે અને ભારતમાં તમારા પરિવારને કૉલ કરવા માટે પણ મદદ કરે છે.

તમને ઇમરજન્સી કૅશ ઉપલબ્ધ કરાવવા માટે તમારા કોઈ સંબંધી સાથે સંકલન કરીને સહાય આપવામાં આવે છે. પૉલિસી શેડ્યૂલમાં સહાયની લિમિટ જણાવવામાં આવેલ છે.   

કઈ પરિસ્થિતિઓમાં હું કવર કરાયેલ છું અથવા હું કવર કરાયેલ નથી?

 • પૉલિસીમાં આ સામેલ છે

 • પૉલિસીમાં આ સામેલ નથી

મેડિકલ અને હૉસ્પિટલાઇઝેશન

ઇવેક્યુએશન અને રિપેટ્રિએશન

સામાન ગુમ થવો/ તેના આગમનમાં વિલંબ

પાસપોર્ટ ખોવાઈ જવો

ઇમરજન્સી કૅશ ઍડવાન્સ

1 of 1

જો તમે પૉલિસી શરૂ થાય તે પહેલાંથી કોઈ તબીબી સ્થિતિ ધરાવતા હતા અથવા તેને પરિણામે ઉદ્ભવેલી જટિલતાથી પીડિત હતા. 

જો તમે આરોગ્યની કોઈ પ્રતિકૂળ સ્થિતિના સંકેત વિના સામાન્ય સ્વાસ્થ્ય તપાસ કરાવવા માંગતા હોવ

પૉલિસીની મુદત સમાપ્ત થયા પછી થયેલા તબીબી ખર્ચ

આત્મહત્યા અથવા પોતાને જ પહોંચાડેલી ઇજાને કારણે તબીબી જટિલતાઓ.

અસ્વસ્થતા/ગભરાટ/તાણ જેવા મનોવૈજ્ઞાનિક વિકારો જેને કારણે કોઈ શારીરિક તકલીફ નથી.

કામેચ્છા સંબંધી રોગો, ડ્રગનો દુરુપયોગ અને આલ્કોહોલ સંબંધિત સારવાર. 

જો તમે જોખમી હોય તેવી શારિરીક પ્રવૃત્તિમાં સામેલ છો અથવા ગેરકાયદેસર અથવા ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છો.

કોઈ વ્યક્તિનો જીવ બચાવવા સિવાય કોઈપણ પ્રકારે પોતાની જાતને બિનજરૂરી જોખમમાં મૂકવી.

જો તબીબી રીતે માન્ય નથી તેવી વૈકલ્પિક અથવા પ્રાયોગિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને સારવાર લઈ રહ્યા હોવ.

આધુનિક પધ્ધતિ કે એલોપથી સિવાયની અન્ય કેટલીક દવાઓનો ઉપયોગ સારવાર માટે કરવામાં આવતો હોય.

નિદાન અથવા સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણોનો ખર્ચ જેમ કે સાંભળવાનું મશીન, ચશ્માં વગેરે.

બાળજન્મ, ગર્ભપાત વગેરે જેવી, સગર્ભાવસ્થાને કારણે થતી તકલીફોને લીધે થતા તબીબી ખર્ચ.

ભારત પાછા ફરતી વખતે સામાનના આગમનમાં થતો વિલંબ કવર કરેલ નથી.

પોલીસ, કસ્ટમ, સૈન્ય અથવા અન્ય કોઈ સરકારી અધિકારી દ્વારા પાસપોર્ટ જપ્ત કરવાને કારણે અથવા અટકાયત કરવાને કારણે તમારો પાસપોર્ટ ખોવાઈ જવો અથવા નુકસાન થવું.

જો પાસપોર્ટ ખોવાઇ જવાની જાણ થયાના 24કલાકની અંદર પાસપોર્ટ ખોવાયાનો રિપોર્ટ નોંધાવવામાં આવ્યો નથી અને આ સંદર્ભમાં અધિકૃત રિપોર્ટ પ્રાપ્ત કરવામાં આવ્યો નથી.

જો તમે તમારો સરસામાન તેની સંભાળ લેવામાં બેદરકારીને કારણે ગુમાવો છો.

1 of 1

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ ડાઉનલોડ કરો

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

હું મારું ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કેવી રીતે કૅન્સલ કરી શકું?

અમે તમારી સાથે મૂલ્યવાન સંબંધો જાળવી રાખવા માંગીએ છીએ, છતાં બજાજ આલિયાન્ઝ તમારા પૉલિસી કૅન્સલ કરવાના નિર્ણયનો આદર કરે છે અને તમને કોઈપણ સમયે તેમ કરવાની મંજૂરી આપે છે!

 • તમારી પૉલિસી શરૂ થતા પહેલાં

  જો તમે પૉલિસીની મુદત શરૂ થાય તે પહેલાં તમારી વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીને કૅન્સલ કરવા માંગો છો, તો તમારે:

   

  · પૉલિસી કૅન્સલ કરવા માટે તમારા નિર્ણયની બજાજ આલિયાન્ઝને જાણ કરવાની રહેશે.

  · વધુમાં, તમારે પૉલીસી કૅન્સલેશનની વિનંતી ઇમેઇલ દ્વારા મોકલવાની રહેશે.

  · ઇ-મેઇલમાં તમારા પૉલિસી નંબર અથવા શેડ્યૂલ નંબરનો ઉલ્લેખ કરો.

  કૃપા કરીને નોંધ કરો કે કૅન્સલેશન શુલ્ક લાગુ થશે.    

 • તમારી પૉલિસી શરૂ થયા પછી (જો તમે પ્રવાસ ના કર્યો હોય)

  તમે પ્રવાસ કર્યા ન હોવાને કારણે પૉલિસી શરૂ થયા પછી તેને કૅન્સલ કરવા માંગો છો. આવા કિસ્સામાં, તમારે ઇન્શ્યોરન્સ કંપનીને નીચેના ડૉક્યૂમેન્ટ મોકલવાના રહેશે-

   

  · તમે ઉક્ત સમયગાળા દરમિયાન પ્રવાસ કર્યો નથી તેનો પુરાવો.

  · પાસપોર્ટના ખાલી પાના સહિત તમામ પાનાની ફોટોકૉપી અથવા સ્કૅન કરેલ નકલ.

  · પૉલિસી કૅન્સલ કરવા પાછળનું કારણ.

  · જો વિઝા ન મળવાને કારણે પ્રવાસ કૅન્સલ થયો હોય, તો વિઝા અસ્વીકાર પત્રની એક કૉપી.

  પ્રદાન કરેલ માહિતીના આધારે, તમામ ડૉક્યૂમેન્ટ મળ્યા બાદ, પૉલિસીને એક કાર્યકારી દિવસમાં કૅન્સલ કરવામાં આવશે.

 • તમારી પૉલિસી શરૂ થયા પછી (જો ઇન્શ્યોરન્સ લેનારે પ્રવાસ કર્યો હોય)

  જો તમારો પ્રવાસ ટૂંકાવવામાં આવ્યો હોય તો નિરાશ થશો નહીં! અમે પૉલિસીના બાકી દિવસો માટે વળતર આપીશું!

  જો તમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીની સમાપ્તિ પહેલાં તમારો પ્રવાસ સમાપ્ત થઈ ગયો હોય, તો તમને બાકી દિવસો માટે રિફંડ આપવામાં આવશે. આ રિફંડ, જો પૉલિસી સમયગાળા દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ના હોય તો, અને નીચેના ટેબલમાં આપેલ દરો અનુસાર આપવામાં આવશે-

   

  કંપની દ્વારા જાળવવામાં આવતા પ્રીમિયમ

  જોખમનો સમયગાળો
  પ્રીમિયમની ટકાવારી
  પૉલિસી અવધિના 50% થી વધુ
  100%
  પૉલિસી અવધિના 40-50% વચ્ચે
  80%
  પૉલિસી અવધિના 30-40% વચ્ચે
  75%
  પૉલિસી અવધિના 20-30% વચ્ચે
  60%
  policy inception-20% of policy period
  50%

ગ્રાહકના રિવ્યૂ અને રેટિંગ

સરેરાશ રેટિંગ:

 4.62

(5,340 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)

મદનમોહન ગોવિંદરાજુલુ

સ્ટ્રેટ ફૉર્વર્ડ ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્વોટ અને કિંમત. ચુકવણી કરવામાં અને ખરીદવામાં સરળ

પાયલ નાયક

ખૂબ જ યૂઝર ફ્રેન્ડલી અને સુવિધાજનક. બજાજ આલિયાન્ઝ ટીમનો ઘણો આભાર.

કિંજલ બોઘરા

ટ્રાવેલ ઇન્શ્યોરન્સના વ્યાજબી પ્રીમિયમ સાથે ખૂબ જ સારી સર્વિસ

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

કૉલ બૅક માટે વિનંતી કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય વિકલ્પ પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો
કૃપા કરીને ચેકબૉક્સ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

લિખિત: બજાજ આલિયાન્ઝ - અપડેટેડ: 16 મે 2022

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

 • પસંદ કરો
  કૃપા કરીને પસંદ કરો
 • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો