રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Documents Required for Passport
30 મે, 2021

ભારતમાં પાસપોર્ટ માટે કયા ડૉક્યૂમેન્ટ જરૂરી છે?

સેનેકા, જે એક રોમન સ્ટોઇક તત્વવેત્તા, રાજનેતા અને નાટ્યકાર હતા, તેમણે કહ્યું હતું કે, “મુસાફરી અને સ્થળમાં ફેરફાર મનને નવા ઉત્સાહથી ભરી દે છે."પાસપોર્ટ એ એક સત્તાવાર ડૉક્યૂમેન્ટ છે, જે દેશની સરકાર દ્વારા તેના નાગરિકોને જારી કરવામાં આવે છે, જે તમને વિદેશમાં મુસાફરી કરવા માટે પાત્ર બનાવે છે. આ ઓળખ માટેનો એક મહત્વપૂર્ણ પુરાવો છે જે તમારી નાગરિકતાને પ્રમાણિત કરે છે. તમે યાદગીરી માટે, તમારા પરિવાર/મિત્રો સાથે ગુણવત્તાસભર સમય વિતાવવા માટે, બિઝનેસ માટે અથવા કોઈને મળવા માટે તમારા પોતાના દેશમાં અથવા વિદેશમાં મુસાફરી કરો છો. જો તમે વિદેશ પ્રવાસે જઈ રહ્યા છો, તો તમારે તમારો પાસપોર્ટ તમારી સાથે રાખવો આવશ્યક છે, જોકે તમે પોતાના જ દેશમાં મુસાફરી કરી રહ્યા હોવ તો તમારા પાસપોર્ટની જરૂર પડશે નહીં. જો તમારે વિદેશ પ્રવાસે જવાનું હોય તો તમારે અગાઉથી પાસપોર્ટ માટે અપ્લાઇ કરવું જોઈએ. સામાન્ય રીતે પાસપોર્ટ બન્યા બાદ તે 10 વર્ષ માટે માન્ય હોય છે, જેના પછી તમારે તેના માટે ફરીથી અપ્લાઇ કરવાનું હોય છે. પાસપોર્ટ મેળવવા માટે તમારે એડ્રેસ અને ઉંમરના પુરાવા તરીકે ચોક્કસ પ્રકારના ડૉક્યૂમેન્ટ સબમિટ કરવાના રહે છે. આવશ્યક ડૉક્યૂમેન્ટ તમે નીચેના માન્ય ડૉક્યૂમેન્ટના લિસ્ટમાંથી કોઈપણ અધિકૃત રેકોર્ડ સબમિટ કરી શકો છો:
  • વર્તમાન ઍડ્રેસનો પુરાવો
    • આધાર કાર્ડ
    • ભાડાનો કરાર
    • વીજળીનું બિલ
    • ટેલિફોન (લેન્ડલાઇન અથવા પોસ્ટપેઇડ મોબાઇલ બિલ)
    • ઇલેક્શન કમિશન ફોટો ID કાર્ડ
    • પ્રતિષ્ઠિત કંપનીઓના એમ્પ્લોયર તરફથી લેટરહેડ પર સર્ટિફિકેટ
    • ઇન્કમ ટૅક્સ એસેસમેન્ટ ઑર્ડર
    • ચાલુ હોય તેવા બેંક એકાઉન્ટની પાસબુકનો ફોટો (માત્ર શેડ્યૂલ્ડ જાહેર ક્ષેત્રની બેંકો, શેડ્યૂલ્ડ ખાનગી ક્ષેત્રની ભારતીય બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો)
    • ગૅસ કનેક્શનનો પુરાવો
    • જીવનસાથીના પાસપોર્ટની કૉપી (પાસપોર્ટ ધારકના પરિવારની વિગતો સહિત જીવનસાથી તરીકે અરજદારનું નામ દર્શાવતું પ્રથમ અને અંતિમ પાનું), (જો અરજદારનું વર્તમાન ઍડ્રેસ અને જીવનસાથીના પાસપોર્ટમાં ઉલ્લેખિત ઍડ્રેસ સમાન હોય)
    • જો સગીર હોય તો માતાપિતાના પાસપોર્ટની કૉપી (પહેલું અને છેલ્લું પાનું)
    • પાણીનું બિલ
  • જન્મ તારીખનો પુરાવો
    • જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રાર અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા અન્ય કોઈપણ નિર્ધારિત અધિકારી, જે ભારતમાં જન્મેલા બાળકના જન્મની નોંધણી કરવા માટે જન્મ અને મૃત્યુ અધિનિયમ, 1969 હેઠળ સત્તા ધરાવતા હોય, તેમના દ્વારા જારી કરવામાં આવેલ જન્મનું પ્રમાણપત્ર
    • આધાર કાર્ડ/ઇ-આધાર
    • ઇન્કમ ટૅક્સ વિભાગ દ્વારા જારી કરાયેલ પાન કાર્ડ
    • સંબંધિત રાજ્ય સરકારના પરિવહન વિભાગ દ્વારા જારી કરાયેલ ડ્રાઇવિંગ લાઇસન્સ
    • છેલ્લે ભણ્યા હોવ તે શાળા અથવા માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક બોર્ડ દ્વારા જારી કરાયેલ ટ્રાન્સફર/સ્કૂલ છોડયાનું સર્ટિફિકેટ/મૅટ્રિક્યુલેશન સર્ટિફિકેટ
    • ઇન્શ્યોરન્સ પૉલિસી ધારકની જન્મતારીખ ધરાવતી પબ્લિક લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન/કંપનીઓ દ્વારા જારી કરાયેલ પૉલિસી બોન્ડ
    • અરજદારના સંબંધિત મંત્રાલય/વિભાગના વહીવટી અધિકારી/ઇન્ચાર્જ દ્વારા યોગ્ય રીતે પ્રમાણિત કરવામાં આવેલ, અરજદારના સર્વિસ રેકોર્ડના ઉતારાની નકલ (ફક્ત સરકારી કર્મચારીઓ માટે) અથવા પે પેન્શન ઓર્ડર (નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે)
    • ભારતીય ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલ ઇલેક્શન ફોટો ઓળખ કાર્ડ (ઇપીઆઇસી)
    • અનાથાશ્રમ/ચાઇલ્ડ કેર હોમના પ્રમુખ દ્વારા તેમના સત્તાવાર લેટરહેડ પર અરજદારની જન્મતારીખ કન્ફર્મ કરતું જાહેરનામું
આ ડૉક્યૂમેન્ટ પુખ્ત વયની વ્યક્તિઓ, વરિષ્ઠ નાગરિકો તેમજ સગીરો (18 વર્ષથી ઓછી ઉંમરના) માટે સમાન છે. સગીરના કિસ્સામાં એકમાત્ર અપવાદ એ છે કે, તમારે પરિશિષ્ટ ડી મુજબ અરજીમાં માઇનર વિશે આપવામાં આવેલી વિગતો કન્ફર્મ કરતું જાહેરનામું સબમિટ કરવાનું રહેશે. ઉપરાંત, પુખ્ત વયના લોકોએ (18 વર્ષથી વધુ વયના અને 65 વર્ષથી ઓછી વયના) તેઓ નોન-ઇસીઆર (ઇમિગ્રેશન ચેક જરૂરી) કેટેગરીમાં આવે છે કે નહીં તે જાહેર કરવાનું રહેશે, જેના માટે તમારે થોડા વધુ ડૉક્યૂમેન્ટ સબમિટ કરવાના રહેશે. તમે આની સંપૂર્ણ યાદી મેળવી શકો છો પાસપોર્ટ માટે જરૂરી દસ્તાવેજો પાસપોર્ટ સેવા પોર્ટલ પર. ઉપરોક્ત રેકોર્ડ્સ ઉપરાંત, કોઈ વિશેષ કિસ્સાઓમાં તમારે કેટલાક વધારાના ડૉક્યૂમેન્ટ સબમિટ કરવાની જરૂર પડી શકે છે જેમ કે:
  • જો તમે સગીર છો અને સરોગસી દ્વારા જન્મેલા છો, તો ઉપર જણાવેલ ડૉક્યૂમેન્ટ ઉપરાંત તમારે પરિશિષ્ટ આઇ મુજબ સગીરની અરજીમાં આપેલી વિગતો કન્ફર્મ કરતું એક જાહેરનામું સબમિટ કરવાનું રહેશે.
  • જો તમે પુખ્ત વયના છો અને કોઈ સરકારી/પીએસયુ/વૈધાનિક સંસ્થાના કર્મચારી છો, તો તમારે પરિશિષ્ટ એ મુજબ ઓરિજિનલ ઓળખ પ્રમાણપત્ર આપવાનું રહેશે.
  • જો તમે વરિષ્ઠ નાગરિક છો અને નિવૃત્ત સરકારી અધિકારી છો, તો તમારે ઍડ્રેસ પ્રૂફ અને ઉંમરના પુરાવા સાથે પેન્શન પેમેન્ટ ઑર્ડર સબમિટ કરવાનો રહેશે.
તમે પાસપોર્ટની અરજી માટે જરૂરી ડૉક્યૂમેન્ટની સંપૂર્ણ વિગતો મેળવવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા બનાવાયેલ એક ઑનલાઇન પોર્ટલ પાસપોર્ટ સેવાને તપાસવાની ભલામણ કરીએ છીએ. આ મુદ્દાઓની સાથે સાથે, તમને એ પણ સલાહ આપવામાં આવે છે કે તમે તમારો ટ્રાવેલ પ્લાન કરતી વખતે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી પણ ખરીદો, કારણ કે તે તમારી ફાઇનાન્શિયલ જરૂરિયાતોની કાળજી લઈ શકે છે અને જો કોઈ અજાણ્યા દેશમાં તમારો પાસપોર્ટ ખોવાઈ જાય/નુકસાન થાય, તો તે તમને કવર કરી શકે છે. ચેકઆઉટ વરિષ્ઠ નાગરિકો માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ સાથે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

  • ઇમરાન કર્દમે - 30 જુલાઈ 2019 સવારે 10:54 કલાકે

    સમજવા માટે ખૂબ જ સરળ. આભાર

  • સંજય મુખર્જી - 30 જુલાઈ 2019, સવારે 7:53 કલાકે

    તમારા દ્વારા પરફેક્ટ માહિતી બદલ આભાર

  • પી પી દાસ - 29 જુલાઈ 2019 સવારે 9:52 કલાકે

    સરસ માહિતી

  • મનોરંજન અસિર્વાતમ - 27 જુલાઈ 2019, સવારે 6:17 કલાકે

    આભાર, તમે યોગ્ય માહિતી આપી છે.

    આ પાસપોર્ટ માટે અરજી કરતી પ્રત્યેક વ્યક્તિ માટે ઉપયોગી બનશે.

  • પલાનિઅપ્પન - 27 જુલાઈ 2019, સવારે 6:00 કલાકે

    સમજવા માટે ખૂબ જ સરળ. આભાર

  • એમ ફ્રાન્સિસ ઝેવિયર - 25 જુલાઈ 2019, બપોરે 12:57 કલાકે

    ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે આ મૂલ્યવાન માહિતી બદલ આભાર.

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે