Loader
Loader

રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

વિયેતનામ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

Travel Insurance For Vietnam

ટ્રાવેલ ઇન્શ્યોરન્સના ક્વોટની વિગતો શેર કરો

કૃપા કરીને નામ દાખલ કરો
કૃપા કરીને મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય ઇમેઇલ આઇડી દાખલ કરો

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

વિદેશની મુસાફરી, ભલે તે બિઝનેસ હેતુથી હોય કે આનંદ-પ્રમોદ માટે હોય, તેના માટે વ્યાપક આયોજનની જરૂર હોય છે. તમે હંમેશા કોઈપણ દખલગીરી વિના ઝંઝટ મુક્ત પ્રવાસ ઈચ્છતા હોવ છો, પછી એકલા પ્રવાસ કરતા હોવ કે મિત્રો સાથે કે પરિવાર સાથે મુસાફરી કરતા હોવ.

અને કોવિડ-19 મહામારી સાથે, ઘણા પરિબળો અમારા નિયંત્રણની બહાર છે. તમારી સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે તમે જે સૌથી મોટી બાબત કરી શકો છો તે છે કે તમામ યોગ્ય સાવચેતીનો ઉપયોગ કરવો અને ભારતથી વિયેતનામ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવો, જે તમને અપેક્ષિત મેડિકલ ઇમરજન્સીમાં મદદ કરી શકે છે. તેથી, તમારે કોમ્પ્રિહેન્સિવ ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમે છોડતા પહેલાં જેથી તે આ તમામ પરિસ્થિતિઓને કવર કરી શકે.

તમે વિયેતનામ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદીને મનની શાંતિ અને સુરક્ષા સાથે વિયેતનામની મુસાફરી કરી શકો છો, જે તમને વિવિધ અનપેક્ષિત ઘટનાઓથી સુરક્ષિત રાખશે.

તમારે ભારતથી વિયેતનામ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર શા માટે છે?

વિયેતનામમાં જોવા અને શોધવા માટે એટલું બધું છે કે તમે નિશ્ચિતપણે તમારી મુસાફરી દરમિયાન આ દેશના ઘણા સ્થળોએ ફરવામાં અને આ પ્રદેશના કુદરતી સૌંદર્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસામાં વ્યસ્ત રહેશો. એક સંપૂર્ણ ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી વિયેતનામના તમારા વેકેશન દરમિયાન તમને અને તમારા પ્રિયજનોને તમામ સંભવિત આપત્તિઓથી સુરક્ષિત રાખશે.

કોઈપણ અસુવિધાઓ તમારા કાળજીપૂર્વકના આયોજનને ધ્વસ્ત કરી શકે છે, પછી ભલે તમે વિદેશની મુસાફરી પહેલીવાર કરતા હોવ કે વારંવાર કરતા હોવ. આ જ કારણસર, વિયેતનામ માટે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન હોવો મહત્વપૂર્ણ છે. વિયેતનામ માટેનો તમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમારા નાણાંકીય સુરક્ષા કવચ તરીકે કાર્ય કરશે, જે ઇમરજન્સીને કવર કરીને તમારા મહેનતથી કમાયેલા પૈસાની સુરક્ષા કરશે.

વિયેતનામ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૅકેજો, કોવિડ-19 મહામારીની અસરો કેટલી ગંભીર હોય છે તે જોતાં, કોવિડ-19 સામે વ્યાપક કવરેજ પ્રદાન કરે છે, જેમાં આકસ્મિક બીમારીના મેડિકલ ખર્ચ, ટ્રિપ કૅન્સલેશન, ટ્રિપ કર્ટેલમેન્ટ અને ઑટોમેટિક પૉલિસી વિસ્તરણ શામેલ છે.

વિયેતનામ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવાના લાભો

વિયેતનામ એ વૈવિધ્યસભર સાંસ્કૃતિક, કુદરતી અને ઐતિહાસિક આકર્ષણો ધરાવતું એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. વિયેતનામની મુસાફરી કરતી વખતે, અણધારી પરિસ્થિતિઓથી પોતાને સુરક્ષિત કરવા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવાનું વિચારવું મહત્વપૂર્ણ છે. વિયેતનામ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી અસંખ્ય લાભો પ્રદાન કરે છે, જેમાંથી કેટલાક નીચે જણાવેલ છે:

 

ક્લેઇમની પ્રક્રિયા

વિયેતનામ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં સ્માર્ટફોન-સક્ષમ ક્લેઇમ સેટલમેન્ટ સુવિધા છે, જે પૉલિસીધારકો માટે તેમના ક્લેઇમને ઑનલાઇન ફાઇલ કરવાનું સરળ બનાવે છે. આ પેપરલેસ પ્રક્રિયા સમયની બચત કરે છે અને ડૉક્યૂમેન્ટેશનની ઝંઝટને ઘટાડે છે.

 

ક્લેઇમ સેટલમેન્ટ

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની પોતાના પૉલિસીધારકોને 24x7 સપોર્ટ પ્રદાન કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે જરૂરિયાતના સમયે સહાયતા ઉપલબ્ધ હોય. આ ઉપરાંત, કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓ પૉલિસીધારકોને ક્લેઇમ રજિસ્ટર કરવા માટે મિસ્ડ કૉલ સર્વિસ પ્રદાન કરે છે, જે પ્રક્રિયાને વધુ સુવિધાજનક બનાવે છે.

 

કવર કરેલા દેશોની સંખ્યા

બજાજ આલિયાન્ઝની વિયેતનામ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી વિશ્વભરમાં 216 દેશો અને ટાપુઓમાં કવરેજ પ્રદાન કરે છે. આનો અર્થ એ છે કે જો પૉલિસીધારક પોતાની મુસાફરી દરમિયાન એક કરતા વધુ ગંતવ્ય સ્થાનોની મુસાફરી કરે તો પણ તેમને સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે.

 

ફ્લાઇટ વિલંબ કવરેજ

ફ્લાઇટમાં વિલંબ અસુવિધાનું કારણ બની શકે છે અને તેના કારણે અતિરિક્ત ખર્ચ પણ થઈ શકે છે. વિયેતનામ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, પૉલિસીધારકો પૉલિસીના નિયમો અને શરતોને આધિન, ફ્લાઇટમાં ચાર કલાક અથવા તેનાથી વધુ સમયના વિલંબ માટે ₹500 થી ₹1,000 સુધીનું વળતર મેળવવા માટે પાત્ર છે.

 

કપાતપાત્ર સમાવેશ

કપાતપાત્ર એ પૉલિસીધારકે ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ક્લેઇમની ચુકવણી પહેલાં ચૂકવવાની રકમ હોય છે. બજાજ આલિયાન્ઝની વિયેતનામ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કોઈ કપાતપાત્ર નથી, એટલે કે પૉલિસીધારકને કોઈ અતિરિક્ત ખર્ચ વહન કરવાની જરૂર નથી.

નિષ્કર્ષમાં, વિયેતનામ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી કોઈપણ મુસાફર માટે એક આવશ્યક ઇન્વેસ્ટમેન્ટ છે. તે વિવિધ અણધારી ઘટનાઓ સામે નાણાંકીય સુરક્ષા પ્રદાન કરે છે, જેમ કે મેડિકલ ઇમરજન્સી, ટ્રિપ કૅન્સલેશન , અને સામાન ખોવાઈ જવો. ઉપરોક્ત લાભો સાથે, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી મનની શાંતિ પ્રદાન કરે છે અને તણાવ-મુક્ત ટ્રિપ સુનિશ્ચિત કરે છે.

તમારે જાણવા લાયક બાબત: વિયેતનામ માટે વિઝા અને પ્રવેશની માહિતી

જો તમે ભારતીય નાગરિક હોવ અને વિયેતનામની મુસાફરીની યોજના બનાવી રહ્યા હોવ, તો તમે નીચે આપેલ પ્રકારના વિઝા માટે અપ્લાઇ કરી શકો છો:

 

વિયેતનામ ટૂરિસ્ટ વિઝા (ડીએલ)

વિદેશીઓ અને પર્યટકો કે જેઓ હરવાફરવા, પર્યટન અથવા મનોરંજનના હેતુ માટે વિયેતનામમાં પ્રવેશ કરવાનો ઈરાદો ધરાવતા હોય, તેમને વિયેતનામ ટૂરિસ્ટ વિઝા આપવામાં આવે છે. આ વિઝામાં કોઈ બિઝનેસ અથવા શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવાની પરવાનગી નથી.

 

વિયેતનામ બિઝનેસ વિઝા ( ડીએન )

ધારો કે તમે કોઈ પરિષદ કે મીટિંગમાં હાજરી આપવા, અધિકૃત કરાર પર હસ્તાક્ષર કરવા અથવા ઇન્વેસ્ટરોને મળવા જેવા બિઝનેસ સંબંધિત કારણોસર વિયેતનામની મુસાફરી કરતા હોવ, તો તમે આ ટૂંકા ગાળાના વિઝા માટે અપ્લાઇ કરી શકો છો. આ વિઝા સાથે તમને ફૂલ-ટાઇમ કામ કરવાની પરવાનગી નથી.

 

વિયેતનામ વર્ક વિઝા (ડીએન/એલડી)

જો તમે વિદેશી નાગરિક થઈને વિયેતનામમાં બિઝનેસ કરવા માંગતા હોવ, વિયેતનામની કોઈ કંપની માટે કાર્ય કરવા માંગતા હોવ અથવા બંને માટે તમે આ વિઝા માટે અપ્લાઇ કરી શકો છો.

 

વિયેતનામ સ્ટૂડન્ટ અથવા ઇન્ટર્નશિપ વિઝા (ડીએચ)

જો તમે વિયેતનામની યુનિવર્સિટી કે સંસ્થામાં નોંધણી કરવા ઈચ્છતા વિદ્યાર્થી હોવ અથવા ત્યાં ઇન્ટર્નશિપ કરવા માંગતા હોવ, તો તમારે આ વિઝા માટે અપ્લાઇ કરવું જોઈએ.

 

વિયેતનામ ડિપ્લોમેટિક વિઝા (NG1NG4)

વિયેતનામના મુલાકાતીઓ તરીકે માત્ર વિદેશી ડિપ્લોમેટ અને સરકારી કર્મચારીઓને જ આ વિઝા મળી શકે છે. આ વિઝા તેમની મુલાકાતે આવતા અથવા સાથે આવતા પરિવારના સભ્યોને પણ આપવામાં આવશે.

 

વિયેતનામ ઇન્વેસ્ટર વિઝા ( ડીટી )

વિયેતનામમાં બિઝનેસ કરવા માંગતા ઇન્વેસ્ટરોએ, બિઝનેસ વિઝાથી અલગ એવા, આ પ્રકારના વિઝા માટે અપ્લાઇ કરવાનું રહેશે.

 

વિયેતનામ ટ્રાન્ઝિટ વિઝા

જો તમારે વિયેતનામના એરપોર્ટ પર સુવિધાઓનો ઉપયોગ કરવો હોય અથવા ફ્લાઇટ બદલવી હોય, તો તમારે આ વિઝા માટે અપ્લાઇ કરવું જોઈએ.

સુનિશ્ચિત કરો કે વિયેતનામમાં પ્રવેશ કરતા પહેલાં તમારી પાસે વિયતનામ માટેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોય.

વિયેતનામ વિઝા માટે અપ્લાઇ કરતી વખતે એપ્લિકેશન પ્રક્રિયા

વિઝા માટે ઑનલાઇન કેવી રીતે અપ્લાઇ કરવું?

પગલાંબદ્ધ સૂચનોનો ઉપયોગ કરીને ઑનલાઇન ઇ-વિઝા માટે કેવી રીતે અપ્લાઇ કરવું તે અહીં આપેલ છે.

 

પગલું 1:

અધિકૃત વિયેતનામ ઇ-વિઝા એપ્લિકેશન વેબસાઇટ પર 'અપ્લાઇ કરો' પર ક્લિક કરો.

 

પગલું 2:

તમારા પાસપોર્ટનો ફોટો અને માહિતી પેજ સ્કૅન કરો. આ વિગતો વેબસાઇટ પર જેપીઇજી (JPEG) ફોર્મેટમાં અપલોડ કરો.

 

પગલું 3:

તમારી વ્યક્તિગત અને મુસાફરી સંબંધિત વિગતો દાખલ કરીને એપ્લિકેશન ફોર્મ પૂર્ણ કરો.

 

પગલું 4:

કોઈ સ્વીકૃત ડિજિટલ ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરીને ઇ-વિઝા ખર્ચની ઑનલાઇન ચુકવણી કરો.

 

પગલું 5:

ફોર્મ સબમિશન થયા પછી, તમને એક વિશેષ રજિસ્ટ્રેશન કોડ આપવામાં આવશે.

ઑનલાઇન વિયેતનામ વિઝા એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, તમારો મંજૂરી પત્ર પ્રાપ્ત કરવામાં ત્રણ કાર્યકારી દિવસોનો સમય લગી શકે છે.

 

પગલું 6:

વિયેતનામ ઇ-વિઝા માટે અધિકૃત વેબસાઇટ પર તમારો સ્વીકૃતિ પત્ર તપાસો. તેને ઍક્સેસ કરવા માટે તમારો રજિસ્ટ્રેશન કોડ, જન્મતારીખ અને ઇમેઇલ ઍડ્રેસ દાખલ કરો.

મુસાફરી કરતી વખતે તે પત્રના પ્રિન્ટઆઉટ સાથે રાખો અને તેમને પીડીએફ ફાઇલ તરીકે સેવ કરો. વિયેતનામમાં આવ્યા પછી તમારે આ મંજૂરી પત્ર સબમિટ કરવાનું રહેશે અને નિયુક્ત સ્થાનેથી તમારા વિઝા મેળવવાના રહેશે.

 

વિઝા માટે ઑફલાઇન કેવી રીતે અપ્લાઇ કરવું?

જો તમે ઑફલાઇન વિઝા એપ્લિકેશન પ્રક્રિયા પસંદ કરો છો, તો આ પ્રક્રિયા નીચે સૂચિબદ્ધ છે:

 

પગલું 1:

તમારો પાસપોર્ટ અને વિઝા એપ્લિકેશન ફોર્મને નજીકના વિઝા એપ્લિકેશન સેન્ટર પર લાવો.

 

પગલું 2:

વિઝા એપ્લિકેશન સેન્ટર પરથી તમારું ટોકન મેળવો અને લાઇનમાં રાહ જુઓ.

 

પગલું 3:

તમારા ટોકનનો વારો આવે પછી, તમારા ડૉક્યૂમેન્ટ સબમિટ કરવા માટે નિર્દિષ્ટ કાઉન્ટર પર જાઓ.

 

પગલું 4:

તમારી વિઝા એપ્લિકેશનને વીએફએસ ઑફિસરને પાસપોર્ટ સાઇઝના ફોટા, તમારી યાત્રાના હેતુની રૂપરેખા જણાવતા કવર પત્ર અને તમારા હોટલ રિઝર્વેશનની કૉપી અને કન્ફર્મ કરેલ રિટર્ન ટિકિટ સહિતની જરૂરી સામગ્રી સાથે સબમિટ કરો. ઉપરાંત, છેલ્લા ત્રણ મહિનાના તમારા બેંક સ્ટેટમેન્ટને સબમિટ કરો. નિયુક્ત વીએફએસ અધિકારીને તમારી એપ્લિકેશન સબમિટ કરતા પહેલાં, તમારી વિઝા એપ્લિકેશનને ધ્યાનથી બે વખત તપાસી લો.

 

પગલું 5:

સર્વિસ શુલ્ક અને વિઝા ફી ચૂકવવા માટે આગળ વધો. ધ્યાનમાં રાખો કે તમારે સર્વિસ ફી રોકડમાં ચૂકવવાની રહેશે.

 

પગલું 6:

વિઝા મંજૂર થયા પછી, તમે કુરિયર દ્વારા તેને મોકલવા માટે ફી ચૂકવી શકો છો.

એકવાર તમને તમારો વિઝા પ્રાપ્ત થયા પછી, તમારું આગામી શ્રેષ્ઠ પગલું વિયેતનામ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાનું છે.

ભારતથી વિયેતનામની મુસાફરી કરતી વખતે કયા ટ્રાવેલ ડૉક્યૂમેન્ટ આવશ્યક છે?

વિયેતનામની મુલાકાત લેતી વખતે અસંખ્ય પ્રવૃત્તિઓ માટે તમારે ધ્યાન અને સમય ફાળવવો પડશે. જો કે, હંમેશા આ વિવિધ મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટને સાથે રાખો અને સુરક્ષિત રીતે સેવ કરો:

  • જો તમારી પાસે ભારતીય પાસપોર્ટ હોય, તો તમારા આગમનની તારીખ પછી ઓછામાં ઓછા છ મહિનાની માન્યતા ધરાવતા પાસપોર્ટ સાથે મુસાફરી કરો.
  • નવા સ્ટેમ્પ મેળવવા માટે હંમેશા તમારા પાસપોર્ટમાં બે ખાલી પેજ જાળવી રાખો.
  • વિઝા-ઑન-અરાઇવલ (વીઓએ) વિકલ્પ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરતા ભારતીય પાસપોર્ટ ધારકો માટે જ ઉપલબ્ધ છે. તેથી, તમારે જરૂરિયાત મુજબ થોડા અતિરિક્ત ડૉક્યૂમેન્ટ સાથે રાખવા જોઈએ.
  • કૃપા કરીને તમારા વિયેતનામ વિઝા લેતી વખતે બે પાસપોર્ટ-સાઇઝના ફોટા અને સંપૂર્ણ રીતે ભરેલું વિઝા એપ્લિકેશન ફોર્મ તૈયાર રાખો.
  • જ્યારે તમે વિયેતનામમાં પ્રવેશ કરો ત્યારે તમારી પાસે પ્રવાસની રૂપરેખા અને તમારી રિટર્ન ટિકિટ હોવી જોઈએ.
  • હાથમાં પૂરતા પૈસા રાખો, અને જો જરૂરી હોય તો તેનો પુરાવો બતાવવા માટે તૈયાર રહો.

તમારી યાત્રાના કારણોના આધારે, તેમાં અતિરિક્ત શરતોની પૂર્તિ કરવાની અને અન્ય પગલાં લેવાના હોઈ શકે છે. ઉપરાંત, જ્યારે તમે વિયેતનામમાં પ્રવેશ કરો ત્યારે તમારા સામાનના નુકસાન કે વિલંબ સામે કવરેજને સુનિશ્ચિત કરવા માટે હંમેશા વિયેતનામ માટે તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સને સાથે રાખો.

વિયેતનામની મુસાફરી કરતી વખતે હાથ ધરવાના સુરક્ષા અને સાવચેતી પગલાં

વિયેતનામમાં મોજમજા કરતી વખતે અન્ય મુસાફરો અને પોતાની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે તમારે નીચેની માર્ગદર્શિકાઓ અથવા સુરક્ષા પગલાંઓ વિશે જાગરૂક હોવું આવશ્યક છે:

  • વિયેતનામની મુસાફરી કરતા પહેલાં, તે દેશના કાયદા અને રીતભાતને સારી રીતે જાણો.
  • મુસાફરી કરતી વખતે હંમેશા તમારા પાસપોર્ટ અને અન્ય મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટની કૉપી સાથે રાખો.
  • જો તમારો વિઝા સમાપ્ત થવાનો હોય, તો શક્ય હોય એટલી વહેલી તકે પાછા ફરવાની યોજના બનાવો અને તમારા વિઝાની સમાપ્તિ બાદ ત્યાં વધુ રોકાશો નહીં
  • અધિકારીઓ દ્વારા સ્થાપિત તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરો, અને જો તમને મદદની જરૂર હોય, તો કહો.
  • જાહેર સ્થળોએ તમારી વસ્તુઓને સાચવો અને તેને એકલી છોડશો નહીં.
  • સૌજન્યશીલ બનો, તેમની સંસ્કૃતિનો આદર કરો અને અસંવેદનશીલ ટિપ્પણીઓ કરશો નહીં.
  • આ દેશમાં અવૈધ પ્રવૃત્તિમાં સહભાગી થશો નહીં અને કોઈપણ ગેરકાયદેસર વેપાર અથવા કાર્યમાં શામેલ થશો નહીં.
  • પ્રતિબંધિત સ્થળો પર જવાનું ટાળો અને ખાસ કરીને અંધકાર પછી એકલા ફરશો નહીં.
  • હંમેશા તમારા પરિચિત લોકો, પરિવાર અથવા મિત્રોને જણાવો કે તમે ક્યાં છો અને તમે તમારી હોટલ અથવા લૉજમાં ક્યારે પાછા ફરશો. 

ઉપરોક્ત સાવચેતીઓ લેવા ઉપરાંત, કોઈપણ અતિરિક્ત ઇમરજન્સીને કવર કરવા માટે શ્રેષ્ઠ સંભવિત પૉલિસી મેળવવા મેડિકલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વિકલ્પોની તપાસ કરો.

જાણવા યોગ્ય મહત્વપૂર્ણ માહિતી: વિયેતનામમાં ભારતીય દૂતાવાસ

જો મુસાફરી કરતી વખતે અથવા ઑનલાઇન આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અંગે મદદની જરૂર હોય, તો સૌ પ્રથમ તમારે તમારા દેશના દૂતાવાસનો સંપર્ક કરવો જોઈએ.

 

ઍડ્રેસ:

ધ એમ્બેસી ઑફ ઇન્ડિયા, 58-60 ટ્રાન હંગ ડાઓ સ્ટ્રીટ, હોન કીમ ડિસ્ટ્રિક્ટ, હનોઈ

 

વર્તમાન એમ્બેસેડર:

શ્રી પ્રણય વર્મા સોશિયલિસ્ટ રિપબ્લિક ઑફ વિયેતનામમાં ભારતના વર્તમાન રાજદૂત છે.

 

વેબસાઇટ:

ભારતીય દૂતાવાસ

 

ઇમેઇલ:

cons.hanoi@mea.gov.in / pptvisa.hanoi@mea.gov.in

 

ઇમરજન્સી ટેલિફોન નંબર:

+84-913089165 / +84-915989065

 

કાર્યકારી કલાકો:

સોમવાર થી શુક્રવાર - 0900 કલાકથી 1730 કલાક

 

કોન્સ્યુલર સર્વિસના કાર્યકારી કલાકો:

સોમવાર થી શુક્રવાર - 0930 થી 1230 કલાક. દૂતાવાસ શનિવાર અને રવિવાર અને જાહેર રજાઓ પર બંધ હોય છે

વિયેતનામમાં કયા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે?

  • કાન થો ઇન્ટરનેશનલ એરપોર્ટ
  • કમ રાન ઇન્ટરનેશનલ એરપોર્ટ
  • દા નાન્ગ ઇન્ટરનેશનલ એરપોર્ટ
  • ફૂ બાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ
  • નોઈ બાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ

વિયેતનામની મુલાકાત સમયે લઈ જવા માટેની કરન્સી અને ફોરેન એક્સચેન્જ

વિયેતનામની અધિકૃત કરન્સી, વિયેતનામીઝ ડોંગને ધ સ્ટેટ બેંક ઑફ વિયેતનામ મેનેજ કરે છે. વિયેતનામની મુસાફરી કરતી વખતે, યાદ રાખો કે સૌથી મહત્વપૂર્ણ ટ્રાન્ઝૅક્શન અધિકૃત કરન્સી દ્વારા કરવાના રહેશે ; તેથી, પર્યાપ્ત નાણાં સાથે રાખો. વિયેતનામીઝ ડોંગ (વીએનડી) અને ભારતીય રૂપિયા (₹) વચ્ચેના કરન્સી દરમાં વારંવાર બદલાવ પરિણમે છે.

વિયેતનામમાં મુલાકાત લેવા જેવા પ્રવાસી સ્થળો

વિયેતનામમાં જોવા અને કરવા માટે ઘણું બધું છે, તેથી તમારી પાસે પર્યાપ્ત સમય અને દેશના વૈભવને માણવાની યોજના હોવી જોઈએ. તમામ જોવાલાયક સ્થળોની મુસાફરી કરતા પહેલાં, સુનિશ્ચિત કરો કે ઑથોરિટી તરફથી તમામ જરૂરી પેપરવર્ક અને મંજૂરીઓ મેળવી લો અને ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદો.

અને તમારી ટ્રિપ દરમિયાન ઇમરજન્સી ધરાવતી પરિસ્થિતિઓથી પોતાને સુરક્ષિત કરવા માટે, ભૂલ્યા વગર ખરીદો એક પર્યાપ્ત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજ !

 

હોઇ એન

તમારે અદ્ભુત શહેર હોઇ એનની મુલાકાત લેવી જ જોઈએ, જ્યાં તમે 15 મી સદીના વેપારી ઘરોમાં પ્રાચીન સ્થાપત્યના ઉદાહરણો જોઈ શકો છો, જે ચીની અને જાપાનના રેશમના વેપારીઓ માટે વાણિજ્યના કેન્દ્ર હતા.

 

સાપા કન્ટ્રીસાઇડ

જો તમને પગપાળા પ્રવાસ અને હરિયાળી ગમતી હોય, તો તમારે હોઆંગ લિયન પર્વતોથી ઘેરાયેલા સાપા કન્ટ્રીસાઇડની મુસાફરીને તમારા બકેટ લિસ્ટમાં સમાવિષ્ટ કરવી જોઈએ. વિયેતનામની ઘણી પરંપરાગત લઘુમતીઓ, જેમાં ગિયા, હમોંગ અને રેડ ડ્ઝાઓનો સમાવેશ થાય છે, તેઓ દેશના સૌથી ઊંચા શિખર ફંસીપાન પર્વતથી ઘેરાયેલી ખીણમાં પર્વતીય ડાંગરના ખેતરોને અડીને રહે છે.

 

હનોઈ

દેશની રાજધાની ગમે તેટલી વ્યસ્ત હોવા છતાં, સ્થાનિકો અને મુલાકાતીઓ એ શહેરના આકર્ષણમાંથી છૂટી શકતા નથી, જ્યાં તમે ઉત્તમ શહેરી જીવનનો આનંદ માણી શકો છો. જો તમે કલાના પ્રશંસક હોવ, તો વિયેતનામ મ્યુઝિયમ ઑફ એથ્નોલોજી અને વિયેતનામ ફાઇન આર્ટ મ્યુઝિયમ દેશની સમૃદ્ધ અને વૈવિધ્યસભર કલાકૃતિઓની ઝલક આપે છે.

વિયેતનામની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય કયો છે?

તમે હૂંફાળા પરંતુ મજેદાર વસંત ઋતુ (માર્ચથી એપ્રિલ) અથવા પાનખર (સપ્ટેમ્બરથી નવેમ્બર) દરમિયાન જવા માટે તમારા વેકેશનનું સાનુકૂળ આયોજન કરી શકો છો. મધ્ય વિયેતનામ, જેમાં હ્યુ અને હોઇ એન જેવી જગ્યાઓ શામેલ છે, તેની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ સમય ફેબ્રુઆરી અને ઑગસ્ટ છે, જ્યારે જુલાઈ અને ઑગસ્ટ સામાન્ય હૂંફાળા હશે.

દક્ષિણ વિયેતનામ આખું વર્ષ હૂંફાળું અને મજેદાર રહે છે, સિવાય કે ચોમાસાની ઋતુ જે જૂનથી નવેમ્બર દરમિયાન હોય છે. જોકે પૂરની ઘટનાઓ ભાગ્યે જ થાય છે, આ મહિનાઓ દરમિયાન વરસાદ મુસાફરીને મોટેભાગે અસર કરતો નથી.

તમે વિયેતનામની મુલાકાત ગમે ત્યારે લો, પણ ત્યારે તમારી પાસે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે.

તમે વિયેતનામમાં તમારા વેકેશન દરમિયાન ચિંતા-મુક્ત રહો તે સુનિશ્ચિત કરવા માટે, તમે તમારી ટિકિટ બુક કરો ત્યારે જ વિયેતનામ માટે યોગ્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પસંદ કરો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું વિયેતનામની ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ખોવાયેલ સામાન માટે કવરેજ મળે છે?

તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે તમારા સામાનના વિલંબ અથવા ખોવાઈ જવાને કવર કરી શકો છો. જો વિયેતનામમાં તમને તમારો સામાન મળવામાં વિલંબ થાય, તો વિયેતનામ પ્લાનનો તમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમારા સામાનના પહોંચવા સુધી તમને તમારી જરૂરિયાતની વસ્તુઓ માટે ચુકવણી કરશે. 

શું વિયેતનામમાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવો એક જરૂરિયાત છે?

ના, ભારતથી વિયેતનામ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવું જરૂરી નથી. જો કે, તેને ખરીદવો એક ઉત્તમ માર્ગ છે, જેથી તમારે અજાણી જગ્યાએ કોઈપણ મુસાફરી અથવા મેડિકલ સંબંધિત આપત્તિઓનો સામનો કરવો ના પડે.

ભારતથી વિયેતનામ માટે કયો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શ્રેષ્ઠ છે?

હંમેશા ખાતરી રાખો કે તમે જે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો છો, તે વિદેશમાં કોઈપણ સંકટ અથવા અણધારી ઘટનાઓ સામે તમને નાણાંકીય રીતે સુરક્ષિત કરશે. તમારા માટે સર્વશ્રેષ્ઠ ડીલ શોધવા માટે, તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સની તુલના કરી શકો છો.

લોકપ્રિય દેશો માટે વિઝા ગાઇડ


ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે