Loader
Loader

રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
 • ક્લેઇમ સહાયતા નંબરો

 • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

 • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

 • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

 • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

 • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

 • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

 • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

યુરોપ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

Travel Insurance for Europe

ટ્રાવેલ ઇન્શ્યોરન્સના ક્વોટની વિગતો શેર કરો

કૃપા કરીને નામ દાખલ કરો
કૃપા કરીને મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય ઇમેઇલ આઇડી દાખલ કરો

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

યુરોપ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

શું તમારો હમણાં નજીકના ભવિષ્યમાં યુરોપની મુલાકાત લેવાનો કોઈ પ્લાન છે?? તમારી યાત્રાને સુરક્ષિત કરવા માટે, તમારે યોગ્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી મેળવવી આવશ્યક છે. યુરોપ માટેના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વિશે જાણવા માટે, આગળ વાંચો!

સૌ પ્રથમ, જો તમે યુરોપની મુસાફરી પ્લાન કરતા હોવ તો તમારે પૂરતા કવરેજ સાથેનો આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવો આવશ્યક છે. અમારી વેબસાઇટ પર, તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓની તુલના કરી શકો છો અને તમારી જરૂરિયાતોને સૌથી અનુરૂપ પૉલિસી પસંદ કરી શકો છો.

તમારા યુરોપ માટેના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ ક્લેઇમ સબમિટ કરવો અને તમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા સુરક્ષિત યુરોપની મુસાફરી દરમિયાન થયેલા કોઈપણ ખર્ચ માટે રિઇમ્બર્સમેન્ટ પ્રાપ્ત કરવું એ સરળ અને ઝડપી છે.

તમારે ભારતથી યુરોપ જતા ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર શા માટે છે?

કોઈપણ આંતરરાષ્ટ્રીય લોકેશનની ટ્રિપની પસંદગી કરવામાં ખૂબ જ પ્લાનિંગ અને તૈયારીઓ લાગતી હોય છે. શું તમે કોઈ બીજા દેશમાં મુશ્કેલીના સંજોગોમાં ફસાયા હોવ, ત્યારે પર્યાપ્ત સુરક્ષાના ભરોસે નિશ્ચિંત રહેવા નથી માંગતા?? તો, તમારી યુરોપની મુસાફરી શરૂ કરતા પહેલાં, કાળજીપૂર્વક પ્લાન કરવું, સંશોધન કરવું અને આંતરરાષ્ટ્રીય ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવો મહત્વપૂર્ણ છે.

તમારે ઓછી કિંમતનો યુરોપ માટેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવા માટેની સલાહ ના સ્વીકારવી જોઈએ. તમારે ભારતથી યુરોપ માટે, અમે પ્રદાન કરીએ છીએ એવો એક વાજબી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવો જોઈએ, જે તમને પર્યાપ્ત કવરેજ પ્રદાન કરે.

યુરોપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવાના લાભો

મુસાફરી કરવી એ તમારી ક્ષિતિજોને વિસ્તૃત કરવા અને તમારા આત્મામાં શક્તિનો સંચાર કરવાની એક શ્રેષ્ઠ રીત છે, પરંતુ તમારી મુસાફરીઓમાંથી સર્વાધિક લાભ લેવા માટે તણાવ-મુક્ત રહેવું જરૂરી છે. એક સારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી મનની શાંતિ પ્રદાન કરે છે કે અણધારી ઘટનાઓના કિસ્સામાં તમારી કાળજી રાખવામાં આવશે. બજાજ આલિયાન્ઝનો યુરોપ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમારી મુસાફરીઓ તણાવ-મુક્ત રહે એ સુનિશ્ચિત કરવા માટે ઘણા લાભો પ્રદાન કરે છે:

 

1. કાર્યક્ષમ ક્લેઇમ સેટલમેન્ટ : 

બજાજ આલિયાન્ઝ જીઆઇસી પોતાના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનના ક્લેઇમ તરત જ સેટલ કરવાની પ્રતિષ્ઠા ધરાવે છે.

 

2. ત્વરિત સહાયતા : 

યુરોપમાં કોઈપણ સ્થળેથી માત્ર એક મિસ્ડ કૉલ સાથે, તમે અમારી મૈત્રીપૂર્ણ ગ્રાહક સર્વિસ ટીમની ત્વરિત કૉલ-બૅક સહાયતા પ્રાપ્ત કરી શકો છો.

 

3. અનુકૂળ પૉલિસીઓ : 

યુરોપિયન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરો, જે તમારી ચોક્કસ જરૂરિયાતોને અનુકૂળ હોય, પછી ભલે તમે દંપત્તિમાં, પરિવાર સાથે અથવા એકલા મુસાફરી કરી રહ્યા હોવ.

 

4. વિશેષ કવરેજ :  

વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકો સ્પેશલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરી શકે છે, જે તેમની અનન્ય જરૂરિયાતોની પૂર્તિ કરે.

 

5. વ્યાપક કવરેજ :  

અમારી પૉલિસી બીમારી, હૉસ્પિટલાઇઝેશન, ટ્રિપ કૅન્સલેશન, ખોવાયેલ પાસપોર્ટ અને સામાનની ચોરી જેવી વિવિધ ઘટનાઓ સામે કવરેજ પ્રદાન કરે છે.

 

યુરોપ માટે વિઝા અને પ્રવેશની માહિતી

મોટાભાગના યુરોપિયન દેશો શેન્ગન વિસ્તારનો ભાગ છે, આ મહાદ્વીપનું એવું ક્ષેત્ર છે જેમાં વિના રોકટોક મુસાફરી કરી શકાય છે.

 

યુનિફોર્મ શેન્ગન વિઝા

 

જો તમે 90 દિવસ કરતા ઓછા દિવસની યુરોપની ટ્રિપ પ્લાન કરી હોય, તો તમે યુનિફોર્મ શેન્ગન વિઝા માટે અપ્લાઇ કરી શકો છો. આ વિઝામાં નીચેની પેટા શ્રેણીઓ છે, જેમ કે: 

 • ટાઇપ એ શેન્ગન વિઝા - શેન્ગન વિસ્તારમાં કોઈપણ એરપોર્ટ મારફતે અવરજવર કરવા (24 કલાકથી ઓછા સમય માટે માન્ય) 
 •  ટાઇપ સી શેન્ગન વિઝા - કોઈ શેન્ગન દેશની સંક્ષિપ્ત મુલાકાત માટે (90/180 નિયમના અનુપાલન માટે - તે શેન્ગન વિસ્તારમાં 90 દિવસના રોકાણ અને આ વિસ્તારમાં પ્રથમ આગમનના સમયથી છ મહિના માટે માન્ય હોય છે). આ વિઝા સિંગલ-એન્ટ્રી, ડબલ-એન્ટ્રી અને મલ્ટિપલ-એન્ટ્રી વર્ઝનમાં ઉપલબ્ધ છે.
 • ટાઇપ ડી શેન્ગન વિઝા, નેશનલ શેન્ગન વિઝા અથવા બંને - જો તમે શૈક્ષણિક અભ્યાસ પૂર્ણ કરવા, કારકિર્દીની તકનો લાભ લેવા અથવા ત્યાંના કોઈ દેશમાં કાયમી ધોરણે વસવાટ કરવાના હેતુસર યુરોપમાં લાંબા સમયગાળા માટે મુસાફરી કરી રહ્યા હોવ. તમે સિંગલ-એન્ટ્રી અથવા મલ્ટિપલ-એન્ટ્રી નેશનલ શેન્ગન વિઝા માટે અપ્લાઇ કરી શકો છો.

 

તમે શેન્ગન વિસ્તારમાં કોઈ દેશની મુલાકાત શા માટે લેવા માંગો છો તેના આધારે, વિવિધ શેન્ગન વિઝા ઉપલબ્ધ છે. આ વિઝાની સૂચિ નીચે મુજબ છે: 

 • બિઝનેસ શેન્ગન વિઝા
 • શેન્ગન વિઝિટર વિઝા
 • અધિકૃત મુલાકાતો માટે શેન્ગન વિઝા
 • સ્ટુડન્ટ શેન્ગન વિઝા
 • શેન્ગન મેડિકલ વિઝા
 • ટ્રાન્ઝિટ શેન્ગન વિઝા
 • ટૂરિસ્ટ શેન્ગન વિઝા
 • સાંસ્કૃતિક, રમતગમત અને ધાર્મિક કાર્યક્રમો અને ફિલ્મ ક્રૂ માટે શેન્ગન વિઝા

સુનિશ્ચિત કરો કે મુસાફરી કરતી વખતે તમારી પાસે યુરોપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી હોય.

 

યુરોપ વિઝા માટે એપ્લિકેશન પ્રક્રિયા

જો તમે ભારતીય નાગરિક હોવ અને યુરોપની મુલાકાત લેવા માંગતા હોવ, તો શેન્ગન વિઝા માટે અપ્લાઇ કરવા માટે નીચે સૂચિબદ્ધ પગલાંને અગાઉથી અનુસરો: 

 • તમે જે પ્રકારના શેન્ગન વિઝા માટે અપ્લાઇ કરવા માંગતા હોવ તે પસંદ કરો - કેટેગરી એ, સી, અથવા ડી.
 • તમે જે શેન્ગન દેશમાંથી યુરોપમાં દાખલ થવા અને બહાર નીકળવા માંગતા હોવ અને તે વિઝા સાથે તમે જે શેન્ગન દેશોની મુલાકાતે જવા માંગતા હોવ તેના આધારે તમારે સિંગલ-એન્ટ્રી વિઝા કે મલ્ટિપલ-એન્ટ્રી વિઝા જોઈએ છે તે નક્કી કરો.
 • તમારી પસંદગીની કેટેગરીના વિઝા અપ્લાઇ કરવા માટેની એમ્બેસી અથવા વાણિજ્ય દૂતાવાસની માહિતી શોધો.
 • તમારી ઈચ્છિત યુરોપિયન ટ્રિપના ઓછામાં ઓછા પંદર દિવસ પહેલાં અને પહેલાંના છ મહિનાની અંદર શેન્ગન વિઝા માટે અપ્લાઇ કરો.
 • શેન્ગન વિઝા માટે સંબંધિત એમ્બેસી અથવા દૂતાવાસમાં તમારા ઇન્ટરવ્યૂ માટે અપૉઇન્ટમેન્ટ લો. તમે કોઈ શેન્ગન દેશ અથવા તમે જે દેશોની મુલાકાત લેવા માંગતા હોવ તેના વિઝા માટે ઑનલાઇન અપ્લાઇ કરી શકો છો તેની ચકાસણી કરો.
 • તમામ જરૂરી પેપરવર્ક સાથે અપૉઇન્ટમેન્ટના સમયે પસંદ કરેલ એમ્બેસી અથવા દૂતાવાસની મુલાકાત લો.
 • શેન્ગન વિઝા ફીની ચુકવણી કરો અને તમારા વિઝા ઇન્ટરવ્યૂના પરિણામની રાહ જુઓ, જેની જાણ એક મહિનાની અંદર કરવામાં આવશે.
 • નાણાંકીય રીતે સુરક્ષિત વેકેશન સુનિશ્ચિત કરવા માટે, તમારા શેન્ગન વિઝા ઉપરાંત શ્રેષ્ઠ યુરોપિયન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજ ખરીદો

 

ભારતથી યુરોપમાં મુસાફરી કરતી વખતે કયા ટ્રાવેલ ડૉક્યૂમેન્ટ જરૂરી છે?

ભારતીય નાગરિકો દ્વારા શેન્ગન વિઝા માટે અપ્લાઇ કરવા આ પેપરવર્ક જરૂરી છે:

 • યોગ્ય રીતે ભરેલ અને હસ્તાક્ષરિત વિઝા એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટેડ કૉપી
 • આછા કલરની પૃષ્ઠભૂમિ ધરાવતા તાજેતરના બે પાસપોર્ટ-સાઇઝ ફોટા
 • ભારતમાં જારી કરેલ પાસપોર્ટ કે જે 10 વર્ષ કરતાં જૂનો ના હોય અને તમારા યુરોપમાં આગમનની તારીખ પછી ઓછામાં ઓછા ત્રણ મહિના માટે માન્ય હોય
 • શેન્ગન વિઝા માટે અપ્લાઇ કરતા ભારતીય નાગરિકો માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન, જેમાં €30,000 કરતાં વધુનું મેડિકલ કવરેજ અને મેડિકલ ઇવેક્યુએશન અને રિપેટ્રિએશન માટે કવરેજ શામેલ છે
 • યુરોપ આવવા અને જવાની તમારી ફ્લાઇટની વિગતો દર્શાવતા ડૉક્યૂમેન્ટ
 • તમારી યુરોપની મુસાફરી દરમિયાન તમે જે રહેઠાણ બુક કરવા માંગતા હોવ તેના પ્રમાણ
 • યુરોપમાં તમારા રોકાણને કવર કરવા માટે તમારી પાસે જરૂરી પૈસા છે તેના પ્રમાણ
 • તમે યુરોપમાં શા માટે મુસાફરી કરવા માંગો છો તે જણાવતો એક કવર લેટર
 • તમારી નાગરિક સ્થિતિનો પુરાવો, જેમ કે તમારું મેરેજ સર્ટિફિકેટ, અને જો લાગુ હોય તો, તમારા બાળકોના બર્થ સર્ટિફિકેટ

યુરોપ વિઝા માટે એપ્લિકેશન પ્રક્રિયા

જો તમે ભારતીય નાગરિક હોવ અને યુરોપની મુલાકાત લેવા માંગતા હોવ, તો શેન્ગન વિઝા માટે અપ્લાઇ કરવા માટે નીચે સૂચિબદ્ધ પગલાંને અગાઉથી અનુસરો: 

 • તમે જે પ્રકારના શેન્ગન વિઝા માટે અપ્લાઇ કરવા માંગતા હોવ તે પસંદ કરો - કેટેગરી એ, સી, અથવા ડી.
 • તમે જે શેન્ગન દેશમાંથી યુરોપમાં દાખલ થવા અને બહાર નીકળવા માંગતા હોવ અને તે વિઝા સાથે તમે જે શેન્ગન દેશોની મુલાકાતે જવા માંગતા હોવ તેના આધારે તમારે સિંગલ-એન્ટ્રી વિઝા કે મલ્ટિપલ-એન્ટ્રી વિઝા જોઈએ છે તે નક્કી કરો.
 • તમારી પસંદગીની કેટેગરીના વિઝા અપ્લાઇ કરવા માટેની એમ્બેસી અથવા વાણિજ્ય દૂતાવાસની માહિતી શોધો.
 • તમારી ઈચ્છિત યુરોપિયન ટ્રિપના ઓછામાં ઓછા પંદર દિવસ પહેલાં અને પહેલાંના છ મહિનાની અંદર શેન્ગન વિઝા માટે અપ્લાઇ કરો.
 • શેન્ગન વિઝા માટે સંબંધિત એમ્બેસી અથવા દૂતાવાસમાં તમારા ઇન્ટરવ્યૂ માટે અપૉઇન્ટમેન્ટ લો. તમે કોઈ શેન્ગન દેશ અથવા તમે જે દેશોની મુલાકાત લેવા માંગતા હોવ તેના વિઝા માટે ઑનલાઇન અપ્લાઇ કરી શકો છો તેની ચકાસણી કરો.
 • તમામ જરૂરી પેપરવર્ક સાથે અપૉઇન્ટમેન્ટના સમયે પસંદ કરેલ એમ્બેસી અથવા દૂતાવાસની મુલાકાત લો.
 • શેન્ગન વિઝા ફીની ચુકવણી કરો અને તમારા વિઝા ઇન્ટરવ્યૂના પરિણામની રાહ જુઓ, જેની જાણ એક મહિનાની અંદર કરવામાં આવશે.
 • નાણાંકીય રીતે સુરક્ષિત વેકેશન સુનિશ્ચિત કરવા માટે, તમારા શેન્ગન વિઝા ઉપરાંત શ્રેષ્ઠ યુરોપિયન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજ ખરીદો

 

યુરોપમાં મુસાફરી કરતી વખતે હાથ ધરવામાં આવતા સુરક્ષા અને સાવચેતીપૂર્વકના પગલાં

યુરોપમાં મુસાફરી કરતી વખતે તમારે હંમેશા કેટલીક સુરક્ષા અને નિવારક સાવચેતીઓ, જે નીચે સૂચિબદ્ધ છે, તેનું પાલન કરવું જોઈએ:

● તમારો પાસપોર્ટ હંમેશા તમારી સાથે રાખો

● સુનિશ્ચિત કરો કે તમારી વસ્તુઓ સુરક્ષિત હોય, ખાસ કરીને ભીડવાળા વિસ્તારોમાં અને લોકપ્રિય પ્રવાસી સ્થળોએ

● સુનિશ્ચિત કરો કે તમે યુરોપમાં તમારા વિઝાની અવધિ કરતાં વધુ સમય રોકાતા નથી

● સૂમસામ અથવા અજાણી જગ્યાઓ પર, ખાસ કરીને રાત્રે જવાનું ટાળો

● જાહેરમાં અયોગ્ય ભાષા અથવા અમૌખિક સંકેતોનો ઉપયોગ કરશો નહીં અથવા ગેરકાયદેસર કાર્યોમાં સામેલ થશો નહીં

● વિવિધ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓ સામે તમારી ટ્રિપને પર્યાપ્ત રીતે કવર કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા યુરોપ માટે શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પસંદ કરો

 

કોવિડ-19 માટે વિશિષ્ટ સુરક્ષા માટેની માર્ગદર્શિકા

● તમારા મોઢા અને નાક પર માસ્ક પહેરો, ખાસ કરીને જાહેર પરિવહનમાં સવારી કરતી વખતે

● સોશિયલ આઇસોલેશનનું પાલન કરો

● કોવિડ-19 ને સંબંધિત માપદંડનું પાલન કરીને, સ્થાનિક સરકાર અને નિયુક્ત અધિકારીઓને સહાય કરો

● જો તમને કોવિડ-19 ના કોઈપણ લક્ષણો જણાય, તો પોતાને આઇસોલેટ કરો, ટેસ્ટ કરાવો અને પછી આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો

● છેલ્લે, નાણાંકીય અને શારીરિક રીતે સુરક્ષિત ટ્રિપ માટે યુરોપ માટેનો શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવો.

 

જાણવા માટેની મહત્વપૂર્ણ માહિતી : યુરોપના દરેક નોંધપાત્ર દેશનું ભારતમાં દૂતાવાસ છે. તમે જે યુરોપિયન દેશ અથવા દેશોની મુલાકાત લેવા માંગતા હોવ, તો ત્યાં જતા પહેલાં તેના વિશે ભારતીય દૂતાવાસની માહિતી તપાસો. મદદની જરૂરિયાતના સમયે તમારા દેશના દૂતાવાસનો તમારે સૌપ્રથમ સંપર્ક કરવો જોઈએ, ખાસ કરીને જ્યારે તમે મુસાફરી કરતા હોવ અથવા તમારી પાસે હોય આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન.

 

 

યુરોપમાં કયા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે?

● હીથ્રો એરપોર્ટ, લંડન, યુનાઇટેડ કિંગડમ

● ચાર્લ્સ ડે ગોલ એરપોર્ટ, પેરિસ, ફ્રાન્સ

● એમસ્ટરડેમ એરપોર્ટ શિફોલ, એમસ્ટરડેમ, નેધરલૅન્ડ્સ

● બર્લિન ટેગલ એરપોર્ટ, બર્લિન, જર્મની

● ઇસ્તાનબુલ એરપોર્ટ, ઇસ્તાનબુલ, તુર્કી

યુરોપમાં મુસાફરી કરતી વખતે સાથે રાખવાની કરન્સી અને વિદેશી મુદ્રા

યુરો (€) મોટાભાગના યુરોપિયન દેશોની અધિકૃત કરન્સી છે. યુરોપિયન યુનિયનના 27 દેશોમાંથી 19 દેશ પોતાની અધિકૃત કરન્સી તરીકે તેનો ઉપયોગ કરે છે. યુરો (€) અને ભારતીય રૂપિયા (₹) વચ્ચેનો એક્સચેન્જ રેટ દરરોજ બદલાય છે, જે યાદ રાખવું જોઈએ. તેથી, તમારે યુરોપની મુસાફરી પહેલાં વર્તમાન કરન્સી રેટ તપાસવો આવશ્યક છે.

યુરોપમાં મુલાકાત લેવા જેવા પ્રવાસી સ્થળો

તમે યુરોપમાં મુસાફરી કરતા હોવ, ત્યારે સુનિશ્ચિત કરો કે તમે તમારી સુરક્ષા માટે ભારતથી યુરોપ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રાપ્ત કરો. તમારા યુરોપિયન વેકેશન દરમિયાન તમે નીચેના સ્થળોએ ફરવા જવાનો કાર્યક્રમ બનાવી શકો છો:

 

1. રોમ :

રોમનું જીવંત શહેર એ વિવિધ સામ્રાજ્યોના ઉદય અને પતન સાથે ઘણા હિંસક યુગનું સાક્ષી બન્યું છે. રોમ વિશ્વના કેટલાક સૌથી જાણીતા લેન્ડમાર્કનું ઘર છે, જેમાં પ્રાચીન કોલોસિયમ, રોમન ફોરમ, ધ પેન્થિયન અને પાડોશના વેટિકન સિટીનો સમાવેશ થાય છે. રોમ તેના ફુવારાઓ, વિશાળ જગ્યાઓ, પરંપરાગત ઇટાલિયન વાનગીઓ અને આકર્ષક કૅફે માટે પ્રસિદ્ધ છે.

 

2. પેરિસ :

પેરિસ વિશ્વના સૌથી સુંદર શહેરોમાંથી એક છે, જે સીન નદીના મનોહર કિનારે સ્થિત છે. વર્સેલ્સનો મહેલ, એફિલ ટાવર અને બિબ્લિયોથેક નેશનાલ એ પ્રકાશના શહેરના લોકપ્રિય પ્રવાસી આકર્ષણો છે, જે પોતાના મૈત્રીપૂર્ણ આતિથ્ય અને આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિ માટે જાણીતા છે.

યુરોપની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય કયો છે?

જૂનથી લઈને સપ્ટેમ્બર સુધીના ઉનાળાના મહિનાઓ યુરોપની મુસાફરી માટે આદર્શ છે. મહાદ્વીપના દરિયા કિનારાઓ અને પર્વતોમાં મુસાફરી કરવા માટે આ મહિનાઓ સર્વોત્તમ છે કારણ કે મોટાભાગના યુરોપિયન શહેરોમાં તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસથી નીચે હોય છે. યુરોપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કર્યા પછી, તમે તરત જ યુરોપ માટે તમારા વેકેશનનું આયોજન શરૂ કરી શકો છો.

તમે યુરોપ માટે શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પસંદ કરી શકો છો, જેમાં તમે અમારા ઉત્કૃષ્ટ ભારતથી યુરોપ માટેના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે હંમેશા સુરક્ષિત રહેશો.

*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

વારંવાર પૂછાતા પ્રશ્નો

હું યુરોપ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ક્યાં મેળવી શકું?

અમારી વેબસાઇટની મુલાકાત લઈને અને પ્રૉડક્ટ સેક્શન હેઠળ ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ યુરોપ પસંદ કરીને, તમે યુરોપ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવી શકો છો. આગલા પેજ પર, જરૂરી વ્યક્તિગત માહિતી ભરો અને તમે જે કવરેજ ઈચ્છો છો તે પસંદ કરો.

તમારી યુરોપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં નીચેના અતિરિક્ત કવરેજ વિકલ્પો છે, જે તમે પસંદ કરી શકો છો:

 • મેડિકલ ઇન્શ્યોરન્સ
 • સામાન ઇન્શ્યોરન્સ

મારે યુરોપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી પર કેટલો ખર્ચ કરવો જોઈએ?

તમારી પસંદગીની વીમાકૃત રકમ અને તમે જે દેશ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજ ખરીદો છો તેના આધારે તમારા યુરોપ માટેના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનની કિંમત રહેશે. જો યુરોપના પ્રવાસે તમારો પરિવાર તમારી સાથે હોય, તો દરેક માટે પર્યાપ્ત ઇન્શ્યોરન્સ કવરેજ મેળવવા ઉચ્ચ વીમાકૃત રકમની પસંદગી કરવી શ્રેષ્ઠ છે. 

શું મેડિકલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ યુરોપ પૉલિસી ખરીદવાની જરૂર છે?

હા, શેન્ગન વિઝા મેળવવા અને યુરોપમાં મુસાફરી કરવા યુરોપ માટેનો મેડિકલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાનો રહેશે. તેથી, તમારા યુરોપના વેકેશનને સંભવિત અણધારી પરિસ્થિતિઓ સામે આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે, તમારે યુરોપ માટેનો સર્વોત્તમ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પસંદ કરવો આવશ્યક છે. 

લોકપ્રિય દેશો માટે વિઝા ગાઇડ


ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

 • પસંદ કરો
  કૃપા કરીને પસંદ કરો
 • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે