Loader
Loader

રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
 • ક્લેઇમ સહાયતા નંબરો

 • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

 • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

 • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

 • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

 • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

 • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

 • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

ઑસ્ટ્રેલિયા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

Travel Insurance for Australia

ટ્રાવેલ ઇન્શ્યોરન્સના ક્વોટની વિગતો શેર કરો

કૃપા કરીને નામ દાખલ કરો
કૃપા કરીને મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય ઇમેઇલ આઇડી દાખલ કરો

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

ઑસ્ટ્રેલિયા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

ઑસ્ટ્રેલિયામાં વિપુલ પ્રમાણમાં થતી પ્રવૃત્તિઓને કારણે તે પ્રવાસીઓ માટે એક ઉત્તમ સ્થળ બને છે. આ દેશમાં તમારે બંજી જમ્પ કરવી હોય, શાર્ક સાથે સ્વિમ કરવું હોય, પર્વતારોહણ કરવું હોય અથવા ઝાડીઓમાં કેમ્પ કરવું હોય, તે તમામ ઉત્તેજક પ્રવૃત્તિઓ કરવા મળશે. જો કે, તમે ટિકિટ ખરીદો અને બુકિંગ કરો તે પહેલાં ઑસ્ટ્રેલિયાની મુલાકાત લેવા માટે શું જરૂરી છે, જેમ કે આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અને આ દેશના વિઝાની જરૂરિયાતો વિશે જાણવું મહત્વપૂર્ણ છે.

ઑસ્ટ્રેલિયા માટેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને તમારી ટ્રિપ પર અનિશ્ચિત ઘટનાઓથી સુરક્ષિત કરે છે.

ઑસ્ટ્રેલિયા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વિશે જાણવા લાયક તમામ માહિતી અહીં છે!

 

તમારે ભારતથી ઑસ્ટ્રેલિયા સુધી ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર શા માટે છે?

વિદેશમાં મુસાફરી કરતી વખતે અકસ્માત થવાની સંભાવના ઘણી વધારે હોય છે. તેમાં ઘણી બધી બાબતો ખોટી થઈ શકે છે.

ઑસ્ટ્રેલિયન વન્યજીવન રસપ્રદ છે, પરંતુ તે જીવલેણ પણ બની શકે છે. ઝેરી સાપ અને ટેરેન્ટુલા અવારનવાર બાથરૂમમાં છુપાયેલા અથવા ઝાડીમાં ફરતા જોવા મળે છે. આ ઉપરાંત, ઑસ્ટ્રેલિયન ગાયો અને ઘોડાઓ પણ કંઈ એકદમ શાંત નથી હોતા.

 

તમે ભારતથી ઑસ્ટ્રેલિયાની મુસાફરી કરી રહ્યા હોવ, ત્યારે જો તમારી ઉપર કોઈ પ્રાણી હુમલો કરે તે કિસ્સામાં, તમને મેડિકલના ખર્ચાઓમાંથી બચાવવા માટે ઑસ્ટ્રેલિયા માટેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે. જો કોઈ ચોક્કસ પ્રદેશનું પર્યાવરણ તમને અનુકૂળ ના હોય, તો તમને વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે, જેના માટે તમને મેડિકલ કેરની જરૂર પડી શકે છે. પરંતુ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ, સાથે, તમારે આવી અણધારી ઘટનાઓના નાણાંકીય પ્રભાવો વિશે ચિંતા કરવાની જરૂર નથી.

 

ઑનલાઇન આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માં, જો તમે કોઈ અપરાધનો શિકાર બનો અને તમારો પાસપોર્ટ ખોવાઈ જાય, તો ઇમરજન્સી પાસપોર્ટ અથવા વિઝા જારી કરવાની ફી માટેનું કવરેજ પણ સમાવિષ્ટ હોવું જોઈએ.

ઑસ્ટ્રેલિયા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવાના લાભો:

 • ટ્રાવેલ કૅન્સલેશન 

 • સ્થાનિક સહાયતા 

 • ખોવાયેલ અથવા વિલંબિત સામાન માટે કવરેજ 

 • (જો પાસપોર્ટ ખોવાઈ ગયો હોય તો) તેના માટે રિપ્લેસમેન્ટ અથવા નવો પાસપોર્ટ જારી કરવો

 • વિલંબિત ફ્લાઇટ માટે વળતર 

 • રિઝર્વેશન કૅન્સલ થવાના કિસ્સામાં હોટલ અને એરલાઇન્સ માટે વળતર 

 • 7-દિવસ માટે ઑટોમેટિક પૉલિસી એક્સટેન્શન

 • તાત્કાલિક જરૂરી હૉસ્પિટલ પરિવહન, મેડિકલ કેર અને સપ્લાય માટે વળતર

 

તમારે જાણવા લાયક બાબતો: ઑસ્ટ્રેલિયાના વિઝા અને તેમાં પ્રવેશ અંગેની માહિતી

 

ભારતીય નાગરિકોએ, મોટાભાગના વિદેશી મુસાફરોની જેમ, ભારતીયો માટેના ઑસ્ટ્રેલિયા વિઝા માટે અપ્લાઇ કરવું આવશ્યક છે. તમે તમારી યાત્રાના હેતુના આધારે વિઝા માટે અપ્લાઇ કરી શકો છો. વિઝાના વિવિધ પ્રકારોની સૂચિ નીચે મુજબ છે:

 • સ્કિલ વિઝા
 • મુસાફરો માટે વર્ક વિઝા
 • ફેમિલી વિઝા
 • ઑસ્ટ્રેલિયન રેસિડેન્ટ રિટર્ન વિઝા
 • ઑસ્ટ્રેલિયન ટ્રાવેલ વિઝા

ઑસ્ટ્રેલિયન વિઝા માટે અપ્લાઇ કરવાની એપ્લિકેશન પ્રક્રિયા


તમારે ઑસ્ટ્રેલિયામાં મુસાફરી કરવા માટે ટૂરિસ્ટ વિઝા (સબ-ક્લાસ 600) માટે અપ્લાઇ કરવું આવશ્યક છે. આ વિઝા બિઝનેસ અંગેની મુસાફરી માટે અને પરિવાર અથવા મિત્રોને મળવા માટે પણ (જેમ કે પરિષદમાં અથવા વાટાઘાટો અથવા લગ્નમાં સહભાગી થવું) માન્ય છે. તમારે વિઝા એપ્લિકેશન પ્રક્રિયાના ભાગરૂપે તમારો માન્ય પાસપોર્ટ (જેની સમાપ્તિની સમયસીમા તમારા આગમનના છ મહિના બાદની હોય), બે ફોટા, અને તમારો પ્રવાસ કાર્યક્રમ (તમે જે સ્થળોની મુલાકાત લેવા અને જ્યાં રહેવા માંગતા હોવ તે સહિત) સબમિટ કરવો આવશ્યક છે.


વિઝા એપ્લિકેશન પ્રક્રિયાના ભાગ રૂપે, તમારે તમારા રોજગાર અને નાણાંકીય માહિતી પણ પ્રદાન કરવાની રહેશે. આમાં તમારા બેંકના છેલ્લા છ મહિના અથવા વર્ષના સ્ટેટમેન્ટની કૉપી, તમારા છેલ્લા ત્રણ વર્ષના આઇટી રિટર્ન અને રોજગારનો પુરાવો (જો તમે પગારદાર હોવ તો તમારા નોકરીદાતા પાસેથી, અથવા જો તમે સ્વ-રોજગાર ધરાવતા હોવ તો તમારી કંપનીનું રજિસ્ટ્રેશન) શામેલ છે. તમે જે દેશમાંથી આવ્યા હોવ તે દેશમાં જાહેર સ્વાસ્થ્ય જોખમ હોય, તો વિઝા એપ્લિકેશન પ્રક્રિયાના ભાગ રૂપે તમારે વધારામાં તમારી નાણાંકીય સંપત્તિઓની વિગતો પ્રદાન કરવી પડી શકે છે અને ચોક્કસ મેડિકલ સમસ્યાઓ માટે ટેસ્ટિંગ કરાવવી પડી શકે છે. ઑસ્ટ્રેલિયા વિઝા ભારતીયો માટે જોખમો સામે જરૂરી સુરક્ષા પણ પ્રદાન કરશે.

ભારતથી ઑસ્ટ્રેલિયામાં મુસાફરી કરતી વખતે કયા ટ્રાવેલ ડૉક્યૂમેન્ટ જરૂરી છે?

દેશમાં પ્રવેશ કરતી વખતે નીચેના ડૉક્યૂમેન્ટ તમારી પાસે હોવા જોઈએ:

 • ફોર્મ 1419 વિઝિટર વિઝા માટે એપ્લિકેશન - ટૂરિસ્ટ વિઝિટર સ્ટ્રીમ

 • વર્તમાન પાસપોર્ટના તમામ પેજ, જેમાં નોટરી કરેલ બાયો-ડેટા પેજ, ફેરફારોના પેજ અને પાછલા પેજનો સમાવેશ થાય છે

 • જો તમે પર્યટન માટે મુસાફરી કરતા હોવ, તો રિઝર્વેશનની વિગતો

 • ઑસ્ટ્રેલિયામાં પ્રવૃત્તિઓ, રહેઠાણ અને મુસાફરીની માહિતીનું શેડ્યૂલ

 • વ્યક્તિગત અને કંપનીના બેંક સ્ટેટમેન્ટની કૉપી, જેમાં સમય સાથે સાતત્યપૂર્ણ બચતની પેટર્ન હોય

 • કોઈપણ અતિરિક્ત ફંડ અથવા સંપત્તિઓને દર્શાવતા કોઈપણ પેપરવર્કની કૉપી

 • પાછલા ત્રણ વર્ષનું ટૅક્સ રિટર્ન

 • જો ઑસ્ટ્રેલિયામાં રહેતા તમારા કોઈ મિત્ર અથવા સંબંધી તમારી મુલાકાતનો ખર્ચ ઉઠાવી રહ્યા હોય, તો તમારે તેમની સહાય દર્શાવતી વૈધાનિક ઘોષણા સબમિટ કરવાની રહેશે અને તેમની નાણાંકીય ક્ષમતાનો પુરાવો જેમ કે આમંત્રણ પત્ર, બેંક સ્ટેટમેન્ટ અને ટૅક્સ રિટર્ન પ્રદાન કરવાનો રહેશે

 • તમારા કોઈ મિત્ર અથવા સંબંધી તમારી મુસાફરી માટે ચુકવણી કરી રહ્યા હોય, તો પણ તમારી આર્થિક સ્થિતિનો પુરાવો રજૂ કરવો મહત્વપૂર્ણ છે. તમારી પરિસ્થિતિઓ તમને તમારા દેશમાં પરત ફરવા માટે પ્રેરિત કરી શકે છે કે નહીં તે નક્કી કરતી વખતે, તમારી આર્થિક પરિસ્થિતિને જોઈ શકાય છે

 • જો તમે નોકરી કરતા હોવ: તમારા એમ્પ્લોયર તરફથી તમારી રજા કન્ફર્મ કરતો પત્ર, જેમાં તમારી પોઝિશન અને આવક, નોકરીમાં કેટલા સમયથી કાર્યરત છો અને પત્ર લખનાર વ્યક્તિનું નામ અને સંપર્ક માહિતી આપેલ હોય

 • જો તમારું પોતાનું કામકાજ હોય: બિઝનેસ રજિસ્ટ્રેશન

 • જો તમે નિવૃત્ત હોવ: તમારી નિવૃત્તિ સાબિત કરવા માટે તમારી કંપની તરફથી એક પત્ર (ઉદાહરણ તરીકે)

 • જો તમે સ્કૂલમાં હોવ: તમારી શૈક્ષણિક સંસ્થાનો પત્ર અથવા નોંધણીનો અન્ય પુરાવો

 • દરેક અરજદારે ચોક્કસ નૈતિક ધોરણોનું પાલન કરવું આવશ્યક છે

 • તમારે શારીરિક તપાસ અને એક્સ-રે કરાવવો પડી શકે છે 

 • જો તમે 75 વર્ષથી વધુ ઉંમરના અરજદાર હોવ અને 12-મહિના માટે રોકાવા માંગતા હોવ, તો તમારે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદીને તેનો પુરાવો રજૂ કરવાનો રહેશે

ઑસ્ટ્રેલિયાની મુસાફરી દરમિયાન લેવા જરૂરી હોય તેવા સુરક્ષા અને સાવચેતીના પગલાં


જોકે ઑસ્ટ્રેલિયા મુલાકાતીઓ માટે ખૂબ સુરક્ષિત સ્થાન છે, પરંતુ જો તમે ત્યાં કોઈ મુશ્કેલીમાં મૂકાઈ જાઓ, તો ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી શકો છો. જો તમને કોઈ સમસ્યા જેમ કે ડૉક્યૂમેન્ટ ખોવાઈ જવા, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા અથવા અન્ય સમસ્યા હોય તો દૂતાવાસ સહાયતા પ્રદાન કરી શકે છે. તેથી, ખાતરી કરો કે તમે ઑસ્ટ્રેલિયામાં કોઈપણ જગ્યાએ મુલાકાતે જાઓ ત્યારે તમારી પાસે ભારતીય દૂતાવાસનો ફોન નંબર હાથવગો હોય.


વેકેશન પર જતા પહેલાં ઑસ્ટ્રેલિયા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવું એ તમારી ટોચની પ્રાથમિકતા હોવી જોઈએ કારણ કે તે ફ્લાઇટમાં વિલંબ અથવા પ્લાનમાં ફેરફાર થવા જેવી પરિસ્થિતિઓમાં ઉદ્ભવતી નાણાંકીય અને ભાવનાત્મક તાણને ઘટાડી શકે છે. ઉદાહરણ તરીકે, ઑસ્ટ્રેલિયામાં તાજેતરમાં લાગેલા દાવાનળને કારણે હજારો લોકોના ટ્રાવેલ પ્લાનમાં વિક્ષેપ પડ્યો હતો. આ ઉપરાંત, મુસાફરી દરમિયાન જો તમે બીમાર પડો અથવા તમને ઈજા પહોંચે, તો તમારો ઑસ્ટ્રેલિયા માટેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમારી મેડિકલ કેરના ખર્ચને કવર કરશે. અમારી વેબસાઇટ પર ટ્રાવેલ ઇન્શ્યોરન્સની તુલના કરો અને તમારી જરૂરિયાતો મુજબ સૌથી અનુકૂળ પૉલિસી પસંદ કરો.


ઑસ્ટ્રેલિયા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે તમારી ટ્રિપને સુરક્ષિત કરો, જે ઇમરજન્સીને કારણે તમારી ફ્લાઇટ કૅન્સલ થાય અથવા વિલંબિત થાય તેવા કિસ્સામાં તમને ભરપાઈ કરશે અને મનની શાંતિ પ્રદાન કરશે.

 

જાણવા લાયક મહત્વપૂર્ણ માહિતી: ઑસ્ટ્રેલિયામાં ભારતીય દૂતાવાસ

 

જો તમે આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન અથવા અન્ય તાકીદની બાબતોમાં ગંભીર સ્થિતિમાં ફસાઈ જાઓ, તો તમે ઑસ્ટ્રેલિયામાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી શકો છો. કાર્યકારી કલાકો દરમિયાન નીચેના અધિકારીઓનો સંપર્ક કરી શકાય છે:

 

દૂતાવાસ

સંપર્ક

કોન્સ્યુલેટ જનરલ ઑફ ઇન્ડિયા (પર્થ)

www[.]cgiperth.org/index[.]html
+61-8-92214205

કોન્સ્યુલેટ જનરલ ઑફ ઇન્ડિયા (મેલબોર્ન)

www[.]cgimelb.org/contact us
+61-3-96827836, 96825800

કોન્સ્યુલેટ જનરલ ઑફ ઇન્ડિયા (સિડની)

www[.]cgisydney[.]org
+61-2-9223-2702

 

ઑસ્ટ્રેલિયામાં કયા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે?

 

હવાઈમથક

શહેર

ડાર્વિન ઇન્ટરનેશનલ એરપોર્ટ

ડાર્વિન

કિંગ્સફોર્ડ સ્મિથ / સિડની એરપોર્ટ

સિડની

બ્રિસ્બેન એરપોર્ટ

બ્રિસ્બેન

પર્થ એરપોર્ટ

પર્થ

એડિલેડ એરપોર્ટ

એડિલેડ

મેલબોર્ન એરપોર્ટ

મેલબોર્ન

પોર્ટ હેડલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ

પોર્ટ હેડલેન્ડ

કૅનબેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ

કૅનબેરા

ગોલ્ડ કોસ્ટ એરપોર્ટ

ગોલ્ડ કોસ્ટ

બ્રૂમ ઇન્ટરનેશનલ એરપોર્ટ

બ્રૂમ

ઑસ્ટ્રેલિયામાં મુસાફરી માટેની કરન્સી અને વિદેશી મુદ્રા


ઑસ્ટ્રેલિયાની અધિકૃત કરન્સી ઑસ્ટ્રેલિયન ડૉલર અથવા એયુડી છે. તમારે કેટલા પૈસા સાથે રાખવા/કન્વર્ટ કરવા જોઈએ તે વિશે વિચાર મેળવવા માટે, ભારતીય રિઝર્વ બેંકની અધિકૃત વેબસાઇટ પર સૌથી તાજેતરના એક્સચેન્જ રેટ જુઓ.

 

ઑસ્ટ્રેલિયામાં ફરવા લાયક સ્થળો

જો તમારી ઈચ્છાઓની સૂચિ તૈયાર હોય, તો ઑસ્ટ્રેલિયામાં જીવનભરના સંભારણા જેવા અનેક સ્થળોનો ખજાનો છે. કેટલાક શ્રેષ્ઠ સ્થળો નીચે સૂચિબદ્ધ કરેલ છે:

 • રૉયલ બોટાનિક ગાર્ડન
 • ફ્રેસિનેટ નેશનલ પાર્ક
 • મોન્ટેગ આઇલેન્ડ (બારાંગુબા)
 • કાકડૂ નેશનલ પાર્ક
 • પેંગ્વિન પરેડ
 • સિડની હાર્બર બ્રિજ
 • મોનામાં મ્યુઝિયમ
 • મેનલીમાં નોર્થ હેડ નેશનલ પાર્ક
 • સલામન્કા પ્લેસ
 • ક્રેડલ માઉન્ટેન-લેક સેંટ ક્લેર નેશનલ પાર્ક

 

ભારતથી ઑસ્ટ્રેલિયા જતી વખતે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લઈ જવાનું ભૂલશો નહીં, પછી ભલે તમે ગમે ત્યાં જાઓ અથવા તમે કંઈપણ કરો. તે તમને હંમેશા સુરક્ષિત રાખશે.

ઑસ્ટ્રેલિયાની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય કયો છે


ડિસેમ્બર અને ફેબ્રુઆરી દરમિયાન સિડનીના દરિયા કિનારા પૃથ્વી પર અનેરો આનંદ પ્રદાન કરે છે. દરિયા કિનારાની મુલાકાત લેવા અથવા ટાસ્માનિયામાં ઓવરલેન્ડ ટ્રેક કરવા માટે ઉનાળાનો સમય જબરદસ્ત છે. તમે તમારી ટ્રિપ પહેલાં ઑસ્ટ્રેલિયા માટેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવી લો એની ખાતરી કરો.


મોટાભાગના પ્રવાસીઓ માને છે કે વસંત ઋતુ, જે સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન હોય, અથવા પાનખર ઋતુ, જે માર્ચથી મે દરમિયાન હોય, તે ઑસ્ટ્રેલિયાની મુલાકાત લેવા માટેના શ્રેષ્ઠ સમય છે. આ ઋતુઓમાં તાપમાન મધ્યમ હોય છે, જે અતિશય ગરમ અથવા અતિશય ઠંડું હોતું નથી. ખાસ કરીને ઉનાળા અને શિયાળાની રજાઓમાં ફ્લાઇટ મોંઘી છે. રજાઓમાં તમારી સુરક્ષા અને તમારી આર્થિક સુરક્ષા માટે ઑસ્ટ્રેલિયા માટેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ આવશ્યક છે.

GOT A QUESTION? HERE ARE SOME ANSWERS

કોઈ પ્રશ્ન છે? અહીં કેટલાક જવાબો છે

ઑસ્ટ્રેલિયા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવા શું જરૂરી હોય છે?

ઑસ્ટ્રેલિયામાં મુસાફરી કરનાર કોઈપણ વ્યક્તિ ઑસ્ટ્રેલિયા માટેના શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સનું કવરેજ ખરીદી શકે છે, જેના માટે તેમણે ઇન્શ્યોરરને તેમની ફ્લાઇટ ટિકિટ, પ્રવાસનો કાર્યક્રમ અને ઓળખ સહિતના જરૂરી પેપરવર્ક આપવાના રહેશે.

શું બિઝનેસ મુસાફરો ઑસ્ટ્રેલિયા માટેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદી શકે છે?

તમામ બિઝનેસ મુસાફરો ઑસ્ટ્રેલિયન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી મેળવી શકે છે. જો તમે વારંવાર મુસાફરી કરતા હોવ, તો તમે મલ્ટી-ટ્રિપ ઑસ્ટ્રેલિયા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી મેળવી શકો છો.

ભારતમાં, હું ઑસ્ટ્રેલિયા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કેવી રીતે ખરીદી શકું?

ભારતમાં ઑફર કરવામાં આવતા વિવિધ પ્લાનનું વિશ્લેષણ કર્યા પછી, તમે સરળતાથી ઑસ્ટ્રેલિયા માટે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન મેળવી શકો છો. તમે તમારી જરૂરિયાતો અને આર્થિક પરિસ્થિતિના આધારે અમને સૌથી વધુ અનુકૂળ પ્લાન પસંદ કરી શકો છો. ઑનલાઇન ચુકવણી કરવી સરળ છે. વધુ જાણવા અમારી વેબસાઇટ જુઓ.

લોકપ્રિય દેશો માટે વિઝા ગાઇડ


ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

 • પસંદ કરો
  કૃપા કરીને પસંદ કરો
 • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો