Loader
Loader

રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
 • ક્લેઇમ સહાયતા નંબરો

 • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

 • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

 • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

 • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

 • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

 • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

 • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

કમર્શિયલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ પ્રક્રિયા

તમે કમર્શિયલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટથી માત્ર એક જ ક્લિક દૂર છો

અમે સમજીએ છીએ કે અણધારી ઘટનાઓ અને અકસ્માતો તમને મોટા નુકસાન સાથે તમારા માટે વિક્ષેપ ઊભા કરી શકે છે, અમે તમને કાર્યક્ષમ અને વિશ્વસનીય ક્લેઇમ હેન્ડલિંગ પ્રદાન કરવા માટે તત્પર છીએ. અમારી અનુભવી ઇન્શ્યોરન્સ પ્રોફેશનલની ટીમ ક્લેઇમની પ્રક્રિયા દરમિયાન તમને માર્ગદર્શન આપવા માટે હાજર છે, જે તમારા માટે સરળ અને ઝંઝટ મુક્ત ક્લેઇમનો અનુભવ સુનિશ્ચિત કરે છે. અમારું લક્ષ્ય તમારા પર થયેલ આર્થિક પ્રભાવને ઓછો કરીને બને તેટલા જલ્દી તમને પાછા ટ્રૅક પર લાવવાનું છે.

એડવાઇઝરી જોવા માટે ક્લિક કરો

કમર્શિયલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ પ્રક્રિયા

તમારા કમર્શિયલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ રજિસ્ટર કરો

WhatsApp ચૅટબોટ માટે

QR કોડ સ્કૅન કરો

કેરિંગલી યોર્સ એપ દ્વારા ક્લેઇમ રજિસ્ટર કરો

એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો

અમારો ટોલ ફ્રી નંબર ડાયલ કરો

1800-209-5858

અમને અહીં ઇમેઇલ કરો

bagichelp@bajajallianz.co.in

કમર્શિયલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ પ્રક્રિયા

 • 1

  ક્લેઇમ ઇન્ટિમેશન

 • 2

  સર્વેક્ષકની નિમણૂક

 • 3

  નુકસાનનું સર્વેક્ષણ

 • 4

  ડૉક્યૂમેન્ટ સબમિટ કરવા

 • 5

  સર્વેક્ષક દ્વારા અંતિમ રિપોર્ટ સબમિશન

 • 6

  ક્લેઇમની ચકાસણી

 • 7

  ક્લેઇમ સેટલમેન્ટ અને ચુકવણી રિલીઝ

તમારા સેફ કમર્શિયલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટના 7 સરળ પગલાં
 • તમારી વ્યવસાયિક સંસ્થા/સંપત્તિને થયેલ ચોરી, ઘરફોડી અથવા નુકસાનના કિસ્સામાં, અમારી ટોલ ફ્રી હેલ્પલાઇન 1800-209-5858 પર અમારો સંપર્ક કરો. અમે તમારી સમસ્યાઓને સાંભળી તમને પ્રાથમિકતાના ધોરણે મદદ કરવા માટે ઉત્સુક છીએ
 • થોડો સમય આપીને અમને ઑનલાઇન અથવા ટોલ ફ્રી નંબર પર ક્લેઇમ વિશે જાણ કરો. અમે ક્લેઇમની પ્રક્રિયા રાબેતા મુજબ શરૂ કરીશું અને તેને તરત જ સંબંધિત વિભાગમાં આગળ વધારીશું. અમે સમજીએ છીએ કે આવી પરિસ્થિતિઓમાં સમય ઘણો કિંમતી હોઈ શકે છે.
 • પ્રક્રિયાના આગળના ભાગ રૂપે અમે એક સર્વેક્ષક (જો જરૂર હોય તો) ની નિમણૂક કરીશું જે 24 કલાકની અંદર નુકશાન સ્થળની મુલાકાત લે તેવી શક્યતા છે. અમે આને વધુ ઝડપી બનાવવાનો પ્રયત્ન કરીશું!
 • તમારે ફક્ત સર્વેક્ષક/એસેસરને સંબંધિત દસ્તાવેજો આપવાના રહેશે, તે ત્યાર બાદ મહત્તમ 2 અઠવાડિયામાં અમને અંતિમ અહેવાલ રજૂ કરશે (સંજોગો અનુસાર આ સમય ઓછો પણ હોઈ શકે છે)
 • અહીંથી આગળ તમારે કોઈ વસ્તુ વિશે ચિંતા કરવાની જરૂર નથી. અમારો ક્લેઇમ વિભાગ ડૉક્યૂમેન્ટની ચકાસણી કરશે, અંતિમ સર્વેક્ષણ રિપોર્ટની તપાસ કરશે અને ત્યારબાદ તમારી જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા શરૂ કરશે.
 • તમને (X) કાર્યકારી દિવસોમાં ચુકવણી કરવામાં આવશે

ભલે તે તમારી બિઝનેસ સંપત્તિને નુકસાન પહોંચાડે, તમારી સંસ્થામાં ચોરી અથવા કર્મચારીની ઈજા હોય, જાણો કે અમે તમારી જરૂરી તમામ મદદ સાથે સંબંધિત છીએ અને તૈયાર છીએ.

યાદ રાખો, યાદ રાખો!
 • તમને થયેલ નુકસાન વિશે અમને જલ્દી જાણ કરો. યાદ રાખો, જેટલી ઝડપથી અમને જાણ કરશો, તેટલી ઝડપી તમને મદદ મળી શકશે
 • જો કોર્સ શક્ય હોય તો, નુકસાનના કેટલાક ચિત્રો/વિડિયો ક્લિક કરો
 • નુકસાનના સ્થળે કોઈ દખલ ન કરશો. જ્યાં સુધી અમે સર્વેક્ષકની નિમણૂક ન કરીએ ત્યાં સુધી તેને તેમ જ રહેવા દો
 • શક્ય હોય તેટલી તમામ સંબંધિત માહિતી અમને આપો. આ અમને પરિસ્થિતિને વધુ સારી રીતે સમજવામાં અને તમારા ક્લેઇમની પ્રક્રિયા ઝડપથી કરવામાં મદદરૂપ થશે. તમારા નુકસાનની અમને ચિંતા છે
 • નુકસાનના પ્રમાણનું તમે જેટલી સારી રીતે મૂલ્યાંકન કરી શકો તેટલું કરો
 • તમારી મદદ માટે તમે હંમેશા અમારી પર વિશ્વાસ કરી શકો છો, પણ તે માટે અમારી રાહ ન જુઓ. નુકસાનનું પ્રમાણ ઓછું કરવા માટે તમારાથી શક્ય તેટલા તમામ પ્રયત્નો કરો
 • અમને અને સર્વેક્ષકને છેલ્લામાં છેલ્લી તમામ માહિતી જણાવો
કમર્શિયલ ઇન્શ્યોરન્સ રજિસ્ટર ક્લેઇમ

હવે, તમે કલેઇમ રજિસ્ટર કરી શકો છો, ક્લેઇમનું સ્ટેટસ તપાસી શકો છો, ડૉક્યૂમેન્ટ ઑનલાઇન જોઈ અને અપલોડ કરી શકો છો અહીં ક્લિક કરો

 • ક્લેઇમ ઇન્ટિમેશન
 • સર્વેક્ષકની નિમણૂંક (જો જરૂરી હોય તો)
 • સર્વે લૉસ વેરિફિકેશન
 • જરૂરિયાતોની સામાન્ય લિસ્ટ (ડૉક્યૂમેન્ટ)
 • ડૉક્યૂમેન્ટ સબમિશન
 • સર્વેક્ષક દ્વારા અંતિમ રિપોર્ટનું સબમિશન
 • અંતિમ ક્લેઇમની ચકાસણી અને ક્લેઇમનું આખરી મૂલ્યાંકન
 • ક્લેઇમ સેટલમેન્ટ અને ચુકવણી
 • ઑનલાઇન સુવિધાનો ઉપયોગ કરીને બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને નુકસાનની જાણ તાત્કાલિક કરો
 • જો શક્ય હોય તો પુરાવા રૂપે ફોટોગ્રાફ્સ અથવા વિડિયો લો
 • સર્વેક્ષક ઍડજસ્ટર આવે ત્યાં સુધી અકસ્માતના સ્થળે કોઈ ફેરફાર કરશો નહીં
 • અકસ્માતના કારણોની તપાસ કરવા માટે તેમને તેમની પોતાની તપાસ કરવા દો (AOG જોખમ સિવાય)
 • ઇન્શ્યોરરને આવશ્યક બધી માહિતી અને દસ્તાવેજી પ્રમાણ પૂરા પાડો
 • વ્યવહારિક રીતે શક્ય હોય તેટલું નુકસાનનું પ્રમાણ નક્કી કરો
 • નુકસાનનું પ્રમાણ ઓછું કરવા માટે શક્ય હોય તેટલા તમામ પગલાં લો
 • નુકસાનની સ્થિતિમાંથી બહાર નીકળવા માટે વ્યાપક ઍક્શન પ્લાન તૈયાર કરો અને શક્ય તેટલી વહેલી તકે તેનો અમલ કરો
 • તમારા સર્વેક્ષક / ઍડજસ્ટર અને વીમાદાતાઓને તમામ માહિતી આપતા રહો
 • ચોરી અથવા ઘરફોડીને કારણે નુકસાનના કિસ્સામાં - કારણ કે ભારતના પોલીસ અધિકારીઓને જાણ કરવું જરૂરી છે - ક્લેઇમ સૂચનામાં સ્થાનિક પોલીસ અધિકારી દ્વારા જારી કરવામાં આવેલી FIR (પ્રથમ માહિતી અહેવાલ) ની નકલ શામેલ કરવાની રહે, FIR ની નકલ બાદમાં પણ સબમિટ કરી શકાય છે
LET’S SIMPLIFY

ચાલો આને સરળ બનાવીએ

કવર નોટ શું છે?

આ એક અસ્થાયી ઇન્શ્યોરન્સ સર્ટિફિકેટ છે જે પૉલિસી જારી કરતા પહેલાં તમારા ઇન્શ્યોરર તમને આપશે. આ પ્રપોઝલ ફોર્મને યોગ્ય રીતે ભર્યા અને હસ્તાક્ષર કર્યા અને પૂર્ણ રીતે પ્રીમિયમની ચુકવણી કર્યા પછી આપવામાં આવે છે.

તે 60 દિવસના સમયગાળા માટે માન્ય છે (તેને જારી કરવાની તારીખથી) અને કવર નોટની સમાપ્તિ પહેલાં ઇન્શ્યોરન્સ સર્ટિફિકેટ પ્રસ્તુત કરવા માટે ઇન્શ્યોરન્સ કંપનીને વૉરંટ આપે છે.

જો હું પૉલિસીમાં કેટલાક ફેરફારો કરવા માંગુ છું તો શું થશે?

તમે જે ટર્મ શોધી રહ્યાં છો તે કદાચ એન્ડોર્સમેન્ટ છે, જે તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ફેરફારો સંબંધિત લેખિતમાં એક એગ્રીમેન્ટ છે. એડ-ઑન્સ અને વધુ વ્યાપક કવરેજ રજૂ કરવા અથવા ચોક્કસ પ્રતિબંધો લાગુ કરવા માટે પૉલિસી જારી કરતી વખતે એન્ડોર્સમેન્ટને અમલમાં મૂકી શકાય છે.

નો ક્લેઇમ બોનસ શું છે?

જો તમે તમારી પૉલિસીના કોર્સ દરમિયાન એકપણ ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરતા નથી તો તમે નો ક્લેઇમ બોનસ (NCB) માટે પાત્ર બનશો. તે તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી પર પ્રીમિયમ ઘટાડે છે અને તમારા એક સારા ડ્રાઇવર બનવા માટે ટોકન રૂપે આપવામાં આવે છે.

NCB ને સમાન ક્લાસના નવા વાહન પર ટ્રાન્સફર કરી શકાય છે અને તમારી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીની સમાપ્તિથી 90 દિવસના સમયગાળા માટે માન્ય છે. જોકે, જો નવું મશીન વધુ મોંઘું હોય, તો તમારી પાસેથી ઉચ્ચ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ઉપરાંત અતિરિક્ત વહીવટી ફી લેવામાં આવશે.

જ્યારે મારી પૉલિસી સમાપ્ત થાય ત્યારે શું કરવું?

જો તમારી પૉલિસીની સમયસીમા સમાપ્ત થઈ જાય તો બજાજ આલિયાન્ઝને તમારા સ્પીડ ડાયલ પર રાખો અને અમારા ટોલ ફ્રી નંબર 1800-209-5858 પર અમારો સંપર્ક કરો. તમને ઝંઝટ-મુક્ત ઇન્શ્યોરન્સ અનુભવ પ્રદાન કરવા માટે, અમે 24 કલાક કામ કરી રહ્યાં છીએ!

 

શું હું મારા દાવાને ઑનલાઇન રજિસ્ટર કરી શકું છું?

બિલકુલ! જો અમારા ટોલ ફ્રી નંબર પર કૉલ કરવાથી તમારું કામ થતું નથી, તો તમે તમારો દાવો ઑનલાઇન રજિસ્ટર કરી જ શકો છો.

 

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

 • પસંદ કરો
  કૃપા કરીને પસંદ કરો
 • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો