Loader
Loader

રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
 • ક્લેઇમ સહાયતા નંબરો

 • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

 • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

 • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

 • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

 • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

 • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

 • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર

એકલ પ્રવાસમાં અમે તમારી સપોર્ટ સિસ્ટમ છીએ
Determine travel insurance premium with online calculator

ચાલો શરૂઆત કરીએ

કૃપા કરીને નામ દાખલ કરો
/travel-insurance-online/buy-online.html ક્વોટેશન મેળવો
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

તમારા માટે તેમાં શું છે?

ફ્લાઇટમાં વિલંબ અને કૅન્સલેશન કવર

તબીબી ખર્ચાઓનું કવર

આકર્ષક પ્રીમિયમ પર વ્યાપક કવર

બજાજ આલિયાન્ઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરના લાભો

તમે શા માટે પ્રવાસ કરવાની ઈચ્છા ધરાવો છો તેના પુષ્કળ કારણો હોઈ શકે છે. ભલે તેનું કારણ પ્રવાસથી તમને મળતો આરામ અને ઉત્સાહ છે, અથવા તો સાહસિક મુસાફરી પર જવું અથવા સ્વયંની જાતને શોધવાનું છે, જો તે તમારી ખુશીનો અગત્યનો ભાગ હોય, તો અમે સમજીએ છીએ.

 

એક અનુભવી મુસાફર હોવાથી, પ્રવાસના આનંદ ઉપરાંત, તમારે તમારા ઘરથી દૂર હોવાને કારણે જે પણ ખોટું થઈ શકે તે તમામ બાબતો વિશે જાગરુક હોવું જોઈએ. અમે એ હકીકતનો આદર કરીએ છીએ અને પ્રશંસા કરીએ છીએ કે આવા જોખમો અને અનિશ્ચિતતાઓ પ્રવાસ માટેના તમારા જુસ્સા અથવા પ્રેમને દબાવી શકતી નથી. તેથી જ અમે ખાસ કરીને તમારા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીની રેન્જ ડિઝાઇન કરી છે! 

 

સામાનનું ગુમ થવું, તબીબી કટોકટી અને ફ્લાઇટના વિલંબ અથવા કૅન્સલ થવા જેવી પ્રવાસની દુર્ઘટનાઓ તમે વિદેશમાં હોવ ત્યારે તમારા ખિસ્સાને ખાલી કરી શકે છે. અમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ તમને આવા નુકસાન સામે ફાઇનાન્શિયલ કવર પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

 

જોકે, જો પ્રીમિયમ વિશેની અનિશ્ચિતતાને કારણે તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીની સુરક્ષા મેળવવાથી અચકાઓ છો, તો અમારું ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર મદદ કરવા માટે તત્પર છે.

 

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર તમને દુનિયાના કોઈપણ સ્થળે તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રીમિયમનો અંદાજ આપે છે. હવે તમે વિવિધ ઇન્શ્યોરન્સ વિકલ્પો માટે પ્રીમિયમની ગણતરી કરી શકો છો અને તમને શ્રેષ્ઠ રીતે અનુકૂળ હોય તે પસંદ કરી શકો છો.

તે કેવી રીતે ઉપયોગી હશે?

આ એક ઉચિત પ્રશ્ન છે. નીચે જણાવેલ કેટલીક પરિસ્થિતિઓમાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે

 • તમને માહિતીપૂર્ણ નિર્ણય લેવામાં મદદ કરે છે

  જ્યારે તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વિશે વિચારો છો, ત્યારે પ્રીમિયમ વિશે તમારા મનમાં સૌથી પહેલો વિચાર કયો આવે છે? સારું, તે દેખીતું જ છે કે ખરીદીનો નિર્ણય લેવા માટે કોઈ વસ્તુની કિંમત કેટલી છે તે ખૂબ જ અગત્યનું છે.

  અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરની મદદથી, તમારે અનેક લોકો સાથે વાત કરવાની જરૂર નથી અથવા ઇન્ટરનેટ પર શોધખોળ કરવાની જરૂર નથી, જેનાથી માત્ર અનિશ્ચિતતા વધી શકે છે અથવા તે ગેરમાર્ગે દોરી શકે છે. તમારા ઘરે બેઠા આરામથી તમે માત્ર થોડી મિનિટોની અંદર સચોટ માહિતી શોધી શકો છો અને માહિતગાર નિર્ણય લઈ શકો છો. 

 • ઝડપી અને ઝંઝટમુક્ત

  અમે જાણીએ છીએ કે તમારા પ્રવાસની યોજના બનાવતી વખતે તમારે તૈયારી કરવા જેવી તેવી ઘણી વસ્તુઓ હોઈ શકે છે. તમારી બધી જરૂરિયાતોને પેક કરવાથી લઈને મજબૂત પ્રવાસની માર્ગદર્શિકા ત્યાર કરવા સુધી, તેમજ તમારે કોઈપણ અપ્રિય પરિસ્થિતિઓને ટાળવા માટે તમારા પ્રવાસના દરેક સંભવિત પાસાની કાળજી લેવાની જરૂર છે.

  તેથી અમે અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરને ખુબ જ ઝડપ માટે બનાવ્યું છે જેથી તે તમારા કિંમતી સમયને વેડફી ન નાખે. જ્યારે તમે તે તમામ પ્રવાસ પ્લાનિંગમાંથી ઝડપી કૉફી માટે બ્રેક લો છો તે સમયમાં જ તમે વિવિધ પૉલિસી વિકલ્પો માટે પ્રીમિયમ રકમ શોધી શકો છો.

  વધુમાં, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર તમારી જાતે બધી ગણતરીઓ કરવાની મુશ્કેલીને દૂર કરે છે અને તે પણ આનો એક લાભ છે, બરાબર ને?

 • તમને તમારા ટ્રાવેલ બજેટને પ્લાન કરવાની મંજૂરી આપે છે

  ધ્યાન દો, આપણને ફ્લાઇટની ટિકિટ અને નિવાસ સિવાય પણ એવું બીજું ઘણું બધું હોય છે, જે હેતુ વેકેશન દરમિયાન ખર્ચ કરવાની જરૂર પડે છે. પ્રવાસ માટેની ખરીદી થી લઈને પ્રવાસથી પાછા ફરતા તમારા બધા પરિવાર અને મિત્રો માટે યાદગીરી લેવા સુધી દરમિયાન વચ્ચેની બધી બાબતો માટે પ્રવાસ ખરેખર ઝડપથી એક મોંઘી ઘટના બની શકે છે. તે જ કારણે બજેટમાં હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

  અમારું ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર તમને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા પોતાને સુરક્ષિત કરવા માટે જરૂરી રકમ જાણવામાં મદદ કરે છે. આ તમને તમારા ટ્રાવેલ બજેટને સફળતાપૂર્વક પ્લાન કરવામાં મદદ કરશે.

 

કઈ માહિતીની જરૂર છે?

તમે જે શોધી રહ્યાં છો તેના વિશે અમને વિચાર મેળવવામાં મદદ કરવા માટે થોડીક મૂળભૂત વિગતો જણાવો, તેથી અમે તે સમાન દૃષ્ટિકોણ મેળવી શકીએ અને તમને જરૂરી કવર પ્રદાન કરી શકીએ.

 

● મુસાફરીનો પ્રકાર - સોલો અથવા સમૂહ

● પ્રવાસનો હેતુ - કાર્ય, અવકાશ અથવા શિક્ષણ

● ઉંમર

● જાતિ

● યાત્રા ગંતવ્ય

● દિવસોની સંખ્યા

● વીમાકૃત રકમની પસંદગી 

મારું પ્રીમિયમ કેવી રીતે નક્કી કરવામાં આવે છે

તમારી મુસાફરીના ગંતવ્યને નક્કી કરતા પહેલાં તમે વિચારણામાં લો તેવા ઘણા અલગ પરિબળો હોય છે, બરાબર? છેવટે આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે. તમારે જે પ્રીમિયમની રકમ ચૂકવવી પડશે તે નક્કી કરવા માટે અમે પણ કેટલાક અલગ પરિબળો પર વિચાર કરીએ છીએ.

 • ઉંમર

  અમારું માનવું છે કે ઉંમર માત્ર એક સંખ્યા છે અને દરેક ઉંમરના લોકોને મુસાફરીના આનંદનો અનુભવ થવો જોઈએ, અમારી પાસે તમારી ઉંમરને ધ્યાનમાં લીધા વિના તમારી જરૂરિયાતોને પૂર્ણ કરનાર ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનની એક શ્રેણી છે. જો કે, તમારી ઉંમર પ્રીમિયમ રકમ નિર્ધારિત કરવામાં એક ભૂમિકા ભજવે છે.

  ઉદાહરણ તરીકે, વરિષ્ઠ નાગરિકો માટેનું પ્રીમિયમ વધુ હોઈ શકે છે કારણ કે તેઓ અકસ્માત અને તબીબી કટોકટી માટેની વધુ સંભાવના ધરાવે છે.

 • મુસાફરીનું ગંતવ્ય

  જેમકે વિવિધ દેશો માટેની ફ્લાઇટ ટિકિટના ખર્ચ જુદાજુદા હોઈ શકે છે, અમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીનું પ્રીમિયમ પણ તમારા મુસાફરીના ગંતવ્યના આધારે અલગ હોય છે. તમે નીચેનામાંથી કોઈ એકને પસંદ કરી શકો છો:

  ● યુએસએ અને કૅનેડા સહિત દુનિયાભરમાં

  ● યુએસએ અને કૅનેડા સિવાય દુનિયાભરમાં

  આ તફાવત એ હકીકત માટે છે કે હેલ્થ કેરનો ખર્ચ, અન્ય બાબતોની સાથે, વિવિધ દેશોમાં અલગ અલગ હોય છે. 

 • દિવસોની સંખ્યા

  તમે કદાચ 7 દિવસની ટૂંકી યાત્રા પર જવા માંગો છો અથવા 3 મહિના સુધીનો લાંબો વિશ્રામ લેવા માંગો છો. તમારી જે પણ પસંદગી હોય, અમે તમને કવર કરવા માટે અહીં જ છીએ. તમારા સપનાના ગંતવ્ય સ્થાન પર તમે જેટલા દિવસો વિતાવવા માંગો છો તે પ્રીમિયમને નક્કી કરવામાં મદદ કરશે. 

 • વીમાકૃત રકમ

  તમારી પ્રીમિયમ રકમ નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા અન્ય પરિબળ વીમાકૃત રકમ છે. સામાન્ય રીતે, પ્લાનમાં તબીબી કવરેજ જેટલું વધુ હશે, પ્રીમિયમ એટલું જ વધુ થશે.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

 • પસંદ કરો
  કૃપા કરીને પસંદ કરો
 • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે