Loader
Loader

રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા

તમે વ્યાપક જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમના સેટલમેન્ટથી માત્ર એક જ ક્લિક દૂર છો

અન્ય વેલ્યૂ એડેડ સર્વિસ દ્વારા તમને શ્રેષ્ઠ કવરેજ આપવાના અમારા પ્રયાસમાં, અમારી ઑનલાઇન જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ સિસ્ટમ તમારી સરળતાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. સુવિધાજનક ઇન્શ્યોરન્સ ક્લેઇમ પ્રક્રિયા સાથે, હવે તમે તમારા ક્લેઇમને રજિસ્ટર કરી શકો છો, જરૂરી ડૉક્યૂમેન્ટ અપલોડ કરી શકો છો અને તમારા મોટર ઇન્શ્યોરન્સની સ્થિતિ ઑનલાઇન જાણી શકો છો!

એડવાઇઝરી જોવા માટે ક્લિક કરો

મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા

તમારા મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમને રજિસ્ટર કરો

મોટર ક્લેઇમ આસિસ્ટન્સ નંબર

1800-209-5858

મોટર ઑન ધ સ્પૉટ
1800-266-6416

એપ દ્વારા ક્લેઇમ રજિસ્ટર કરો અને અમે તેને 20 મિનિટ* ની અંદર એપની મોટર ઑન ધ સ્પોટ (OTS) સુવિધા વડે સેટલ કરીશું.
કેરિંગલી યોર્સ એપ ડાઉનલોડ કરો

મોટર ઑન-ધ-સ્પૉટ વિશે તમામ માહિતી મેળવો
અહીં ક્લિક કરો

અમને અહીં ઇમેઇલ કરો

bagichelp@bajajallianz.co.in

થર્ડ પાર્ટી ક્લેઇમ


અકસ્માતની જાણકારી, ડૉક્યૂમેન્ટ અને રિપોર્ટ્સ મોકલવા માટે પોલીસ માટે ઇમેઇલ કરો:

air@bajajallianz.co.in

સમન્સ/નોટિસ, ક્લેઇમની અરજી અને અવૉર્ડ કૉપી મોકલવા માટે MACT માટે ઇમેઇલ કરો:

claimslegal@bajajallianz.co.in

નોડલ અધિકારીની સૂચિ

  • 1

    તમારો ક્લેઇમ રજિસ્ટર કરો.

  • 2

    તમારા વાહનને રિપેર માટે મોકલો.

  • 3

    સર્વેક્ષણ અને ક્લેઇમ સેટલમેન્ટ.

મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમ રજિસ્ટર કરો:

શું તમે તમારી કારને નુકસાન પહોચાડ્યું છે? ચિંતા કરવાની કોઈ જરૂર નથી, અમે તમારી સાથે છીએ!

જો તમે તમારા કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ સાથે આગળ વધી રહ્યાં છો, તો અમે આ પ્રક્રિયાને સંપૂર્ણપણે ઝંઝટ-મુક્ત કરી દીધી છે. જો તમે ઑનલાઇન ક્લેઇમ પસંદ કરો છો, તો અહીં ક્લિક કરો. અન્યથા, અમારા ટોલ ફ્રી નંબર 1800-209-5858 પર કૉલ કરવાથી તમને હંમેશા ત્વરિત સંપર્ક કરવામાં મદદ મળશે. અમને તમારી મદદ કરવામાં ખુશીનો અનુભવ થાય છે, ભલે પછી તે દિવસનો કોઈપણ સમય હોય!

તમારે શું પ્રદાન કરવાની જરૂર પડશે:

જ્યારે અમે ઝંઝટ મુક્ત કહીએ છીએ, ત્યારે અમે તેનું અક્ષરશઃ પાલન કરીશું એ ભરોસો રાખો. અમે જાણીએ છીએ કે તમારો સમય કિંમતી છે, ખાસ કરીને ઇમરજન્સી દરમિયાન. તેથી તમારે જે પ્રદાન કરવાનું છે તે ન્યૂનતમ છે.

  • સંપર્ક નંબર
  • એન્જિન અને ચેસિસ નંબર
  • અકસ્માતની તારીખ અને સમય
  • અકસ્માતનું વર્ણન અને લોકેશન
  • વાહન નિરીક્ષણ માટેનું ઍડ્રેસ
  • કિલોમીટર રીડિંગ

એકવાર તમે તમારો મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમ રજિસ્ટર કર્યા પછી, તમને અમારા ગ્રાહક સપોર્ટ પ્રતિનિધિ પાસેથી ક્લેઇમ રેફરન્સ નંબર પ્રાપ્ત થશે. તમને તમારા ક્લેઇમની ચોક્કસ સ્થિતિ વિશે SMS દ્વારા સૂચિત કરવામાં આવશે. તમે અમારા ટોલ ફ્રી નંબર પર પણ કૉલ કરી શકો છો અને તમારા જનરલ ઇન્શ્યોરન્સની સ્થિતિ જાણવા માટે ક્લેઇમ સંદર્ભ નંબર પ્રદાન કરી શકો છો.

PS – અમે કોઈપણ રોડસાઇડ સહાયતા માટે અમારા ટોલ ફ્રી નંબર 1800-103-5858 પર પણ ઉપલબ્ધ છીએ, 24x7 આ સર્વિસ અમારા ગ્રાહકો માટે છે જેમણે તેમની કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં આ સુવિધાને પસંદ કરી છે.

તમારા વાહનને રિપેર માટે મોકલો:

કોઈપણ વધુ નુકસાન ટાળવા માટે, અમે તમને તમારા વાહનને અકસ્માત સ્પૉટ/બ્રેકડાઉન પૉઇન્ટથી ગેરેજમાં ખસેડવાની અથવા ખેંચીને લઈ જવાની સલાહ આપીએ છીએ.

ચોરીના કિસ્સામાં, પોલીસ વિભાગમાં લેખિતમાં ફરિયાદ દાખલ કરો અને અમને અમારા ટોલ ફ્રી નંબર પર સૂચિત કરો. જો તમારું વાહન 90 દિવસની અંદર મળે નહીં, તો પોલીસને એક નોન-ટ્રેસેબલ રિપોર્ટ જારી કરવા માટે કહો (એક બાંયધરી કે તેઓ હજી સુધી તમારા વાહનને શોધી શક્યા નથી) અને તે રિપોર્ટ અમને આપો.

પછી તમે આરામથી બેસી શકો છો અને બાકીની કાળજી અમને લેવા દો.

સર્વેક્ષણ અને ક્લેઇમ સેટલમેન્ટ:

તમારા જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રકૃતિના આધારે, તમારી પસંદગીના ગેરેજ/ડીલરને ડૉક્યૂમેન્ટની કૉપી સબમિટ કરો અને તેમને ઓરિજિનલ્સ સાથે સરખાવી દો.

શું નુકસાન ખૂબ ગંભીર નથી? માત્ર એક વિન્ડશીલ્ડ તૂટી છે અથવા બમ્પર ઢીલું થઈ ગયું છે? તે કિસ્સામાં, અમારી સલાહ છે કે તમે અમારી મોટર ઓટીએસ (ઑન-ધ-સ્પૉટ) સર્વિસને આ હાથમાં લેવા દો.

ઇન્શ્યોરન્સ ખરીદવાથી, પૉલિસી રિન્યુઅલ ઍલર્ટ મેળવવાથી માંડીને જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સૂચિત કરવા સુધી, બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ વૉલેટ, અમારી મોબાઇલ એપ, તમારી બધી ઇન્શ્યોરન્સ સંબંધિત જરૂરિયાતો માટે વન-સ્ટૉપ ઇઝી એપ છે.

અમે તમારા વાહનને તમારી પસંદગીના નેટવર્ક ગેરેજ પર રિપેર કરીશું, તેને તમારા ઘરે ડિલિવર કરીશું અને ગેરેજની સીધી ચુકવણી કરીશું. તમારે માત્ર સ્વૈચ્છિક અતિરિક્ત રકમ (પૉલિસીમાં ઉલ્લેખિત મુજબ) અને સર્વેક્ષક દ્વારા જાણ કરેલ ડેપ્રિશિયેશન મૂલ્યની ચુકવણી કરવાની રહેશે.

બજાજ આલિયાન્ઝ મોટર ઇન્શ્યોરન્સ સાથે, તમે માત્ર તમારા વાહનને સુરક્ષિત કરતા નથી, પરંતુ રોડસાઇડ સહાય, એન્જિન પ્રોટેક્ટર, કી અને લૉક રિપ્લેસમેન્ટ જેવા અન્ય ઍડ-ઑનનો લાભ પણ મેળવી શકો છો.

ક્લેઇમ ફોર્મ:

કૃપા કરીને નીચે આપેલ ક્લેઇમ ફોર્મ ડાઉનલોડ કરો.

  • ઇન્શ્યોરન્સ લેનાર દ્વારા યોગ્ય રીતે ભરેલું અને હસ્તાક્ષર કરેલું ક્લેઇમ ફોર્મ
  • ઇન્શ્યોરન્સ પૉલિસીનો પુરાવો / કવરનોટની કૉપી
  • રજિસ્ટ્રેશન બુકની કૉપી, ટૅક્સની રસીદ
  • તે સમયે વાહન ચલાવતા વ્યક્તિના મોટર ડ્રાઇવિંગ લાઇસન્સની કૉપી
  • પોલીસનું પંચનામું/FIR (થર્ડ પાર્ટીની સંપત્તિના નુકસાન/મૃત્યુ / શારીરિક ઈજાના કિસ્સામાં)
  • જ્યાં વાહન રિપેર કરવાનું છે તે રિપેર કરનાર પાસેથી રિપેર માટેનો અંદાજ
  • રિપેર થયા પછી તેનું બિલ અને ચુકવણીની રસીદ
  • રેવન્યૂ સ્ટેમ્પ પર હસ્તાક્ષર કરેલ ક્લેઇમ ડિસ્ચાર્જ-તેમજ-સંતુષ્ટિ વાઉચર
  • ઇન્શ્યોરન્સ લેનાર દ્વારા યોગ્ય રીતે ભરેલું અને હસ્તાક્ષર કરેલું ક્લેઇમ ફોર્મ
  • મૂળ પૉલિસી ડૉક્યૂમેન્ટ
  • મૂળ રજિસ્ટ્રેશન બૂક/સર્ટિફિકેટ અને ટૅક્સ ચુકવણીની રસીદ
  • પાછલી ઇન્શ્યોરન્સની વિગતો - પૉલિસી નંબર, ઇન્શ્યોર કરનાર ઑફિસ/કંપની, ઇન્શ્યોરન્સનો સમયગાળો
  • ચાવીઓના તમામ સેટ/સર્વિસ બુકલેટ/ વોરંટી કાર્ડ
  • પોલીસનું પંચનામું/FIR અને અંતિમ તપાસની રિપોર્ટ
  • RTO ને ચોરી અને વાહનને "નોન-યૂઝ" બનાવવા માટે સૂચિત કરનાર પત્રની સ્વીકૃતિની કૉપી"
  • ઇન્શ્યોરન્સ લેનાર દ્વારા હસ્તાક્ષર કરેલ ફોર્મ 28, 29 અને 30
  • પ્રતિસ્થાપન પત્ર
  • તમારા અને ફાઇનાન્સર તરફથી સહમત ક્લેઇમ સેટલમેન્ટ વેલ્યૂ અંગે સંમતિ
  • જો ક્લેઇમ તમારી તરફેણમાં સેટલ થશે તો ફાઇનાન્સરનું NOC
  • ખાલી અને તારીખ વિનાનું "વકાલતનામું""
  • રેવન્યૂ સ્ટેમ્પમાં હસ્તાક્ષર કરેલ ક્લેઇમ ડિસ્ચાર્જ વાઉચર
LET’S SIMPLIFY MOTOR INSURANCE

ચાલો મોટર ઇન્શ્યોરન્સને સરળ બનાવીએ

મોટર/વાહન ઇન્શ્યોરન્સ શું છે?

મોટર/વાહન ઇન્શ્યોરન્સ એક ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે તમારા વાહનને ભૌતિક નુકસાન અને તમને શારીરિક ઈજા/મૃત્યુ અને થર્ડ-પાર્ટીની જવાબદારી સામે ફાઇનાન્શિયલ રીતે સુરક્ષિત કરે છે. તમે જ્યારે પણ રસ્તા પર નીકળો, ત્યારે તે તમારા મનની શાંતિ સુનિશ્ચિત કરે છે. 

મારે મોટર ઇન્શ્યોરન્સ શા માટે ખરીદવું જોઈએ?

મોટર ઇન્શ્યોરન્સ લેવું મહત્વપૂર્ણ છે કારણ કે તે તમને એવી અટક્યાત ભરેલી પરિસ્થિતિથી બચાવે છે જ્યાં તમારે મોટાભાગના ખર્ચાઓ કરવા પડતા હોય છે. તે તમને તમારા બજેટ અને લક્ષ્યો સાથે તમારા ટ્રેક પર રહેવામાં મદદ કરે છે, કારણ કે કોઈ દુર્ઘટનાના કિસ્સામાં ઇન્શ્યોરન્સ ક્લેઇમ દ્વારા ખર્ચને આવરી લેવામાં આવે છે.

વધુમાં, તે તમને કાનૂની મુશ્કેલીઓમાં પડવાથી પણ સુરક્ષિત કરે છે કારણ કે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ ભારતમાં વૈધાનિક આવશ્યકતા છે. 

મોટર ઇન્શ્યોરન્સ મેળવવા માટે પાત્રતાના માપદંડ શું છે?

તમારી પાસે તમારે નામે રજિસ્ટર કરેલ કોઈ વાહન, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC), એક માન્ય ડ્રાઇવરનું લાઇસન્સ અને પોલ્યુશન અંડર કંટ્રોલ (PUC) ના સર્ટિફિકેટની જરૂર છે. 

મોટર ઇન્શ્યોરન્સ શું કવર કરે છે?

અમારું મોટર ઇન્શ્યોરન્સ કવર કરે છે:

તમારા વાહનની નુકસાની

ભલે તે કુદરતી અથવા માનવ-નિર્મિત આપત્તિઓને કારણે હોય, અમે તમારી સાથે જ છીએ અને તમારા વાહન અથવા તેની ઍક્સેસરીઝને થયેલા કોઈપણ નુકસાન અથવા ખોટને કવર કરીએ છીએ.

 

થર્ડ-પાર્ટીની કાનૂની જવાબદારી

તમે એક જવાબદાર વ્યક્તિ છો તે અમે જાણીએ છીએ અને તેનો આદર કરીએ છીએ. તેથી, અમારી પૉલિસી તમારા વાહનમાં બેસનાર વ્યક્તિઓ તેમજ પેઇડ ડ્રાઇવર સહિત થર્ડ પાર્ટીની મૃત્યુ અથવા ઈજાના ક્લેઇમ માટે ક્ષતિપૂર્તિ ચૂકવવાની કાનૂની જવાબદારીને કવર કરે છે.

 

પર્સનલ એક્સિડન્ટ કવર

તમારા વાહનની સુરક્ષાનો કોઈ અર્થ નથી કે જો તમારી સુરક્ષાનું ધ્યાન ન રાખ્યું હોય. તેથી, અમે રૂ. 750[1] ના પ્રીમિયમમાં વાહનના માલિક-ડ્રાઇવર માટે રૂ.15 લાખ સુધીનું ફરજિયાત વ્યક્તિગત અકસ્માત કવર પ્રદાન કરીએ છીએ. આ ઉપરાંત, તમે તમારા સહ-યાત્રીઓ માટે પણ અતિરિક્ત કવરેજ પસંદ કરી શકો છો.

 

શું અમે વાહનમાં બેસનાર વ્યક્તિઓ માટે PA કવર માટે અન્ય પૉઇન્ટ ઉમેરી શકીએ છીએ

મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું શામેલ નથી?

અમે સંપૂર્ણ પારદર્શિતામાં વિશ્વાસ કરીએ છીએ અને અહીં આપ્યું છે જે અમારી પૉલિસીમાં કવર કરવામાં આવશે નહીં.

  • ઘસારો અને ડેપ્રિશિયેશન
  • યાંત્રિક અથવા ઈલેક્ટ્રિકલ બ્રેકડાઉન
  • જો પસંદ કરેલ હોય, તો સ્વૈચ્છિક વધારાની રકમ
  • માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ડ્રાઇવિંગ કરવું
  • નુકસાનના સમયે દારૂ અથવા દવાઓના પ્રભાવ હેઠળ કોઈ વ્યક્તિ દ્વારા વાહન ચલાવવામાં આવે છે
  • તમારી વ્યક્તિગત સંપત્તિને નુકસાન
  • તમારા પેઇડ ડ્રાઇવર માટે તમારી કાનૂની જવાબદારીની સુરક્ષા
  • પૉલિસી નિયમાવલી અનુસાર કોઈપણ અન્ય બાકાત

મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમ કેવી રીતે ફાઇલ કરવું?

સૌપ્રથમ, તમારો ક્લેઇમ રજિસ્ટર કરવા માટે અમારા ટોલ-ફ્રી નંબર 1800-209-5858 પર કૉલ કરો અથવા ઑનલાઇન અમારી મુલાકાત લો. ત્યારબાદ, અકસ્માતના કિસ્સામાં, અમારી ટોઇંગ સુવિધા અને ચોવીસ કલાકની રોડ સહાયતા સર્વિસ નો લાભ લઇને, તમારા વાહનને ગેરેજ પર લઈ જાઓ.

અંતિમ પગલું સર્વેક્ષણ અને ક્લેઇમ સેટલમેન્ટનું છે. અમારી મોટર ઑન-ધ-સ્પૉટ સર્વિસ સાથે, તમે સ્વ-સર્વેક્ષણ કરી શકો છો અને અમારી મોબાઇલ એપ, ઇન્શ્યોરન્સ વૉલેટની મદદથી તમારા ₹20,000 સુધીના ક્લેઇમને તરત અને ઝંઝટ-મુક્ત રીતે રજિસ્ટર કરી શકો છો.જો તમારો ક્લેઇમ ₹20 હજારથી ઓછાનો હોય, તો તમે અમારી મોબાઇલ એપ, ઇન્શ્યોરન્સ વૉલેટની મદદથી સ્વ-સર્વેક્ષણ કરી શકો છો.

નો ક્લેઇમ બોનસ શું છે અને તે મને કેવી રીતે લાભ આપે છે?

અમે માનીએ છીએ કે સારી આદતોને પુરસ્કાર આપવો જોઈએ અને નો ક્લેઇમ બોનસ એ તમને સારા ડ્રાઇવર બનવા હેતુ પુરસ્કાર આપવાની અમારી રીત છે. જો તમે પાછલા પૉલિસી વર્ષમાં કોઈ ક્લેઇમ કરતાં નથી તો તે તમને અમારી ભેટ છે અને તેનો લાભ સમય જતાં એકત્રિત કરવામાં આવે છે.

નો ક્લેઇમ બોનસ હોવાથી તમને પોતાની નુકસાનીના પ્રીમિયમ પર 20-50% સુધીની છૂટ મળી શકે છે. 

જો મારે પૉલિસીમાં ફેરફારો / એન્ડોર્સમેન્ટ કરવું હોય તો શું થશે?

જો તમે તમારી પૉલિસીમાં ફેરફારો કરવા માંગતા હોવ, તો એન્ડોર્સમેન્ટ એકમાત્ર માર્ગ છે. તે પૉલિસીમાં કરેલ સંમત ફેરફારનું લેખિત પ્રમાણ છે. પૉલિસી જારી કરતી વખતે અતિરિક્ત લાભ અથવા કવર પ્રદાન કરવા માટે તેને જારી કરી શકાય છે.

પાછળથી એન્ડોર્સમેન્ટ કરવા માટે, ઉદાહરણ તરીકે ઍડ્રેસ અથવા વાહનમાં બદલાવને રેકોર્ડ કરવા માટે, તમે અમારો સંપર્ક કરી શકો છો. 

હું મારા વાહનના ઇન્શ્યોરન્સ પ્રીમિયમને કેવી રીતે ઘટાડી શકું?

જો તમે ક્લેઇમ-રહિત રેકોર્ડ જાળવો, તો તમે નો ક્લેઇમ બોનસ મેળવી શકો છો, જેનાથી તમને પોતાની નુકસાનીના પ્રીમિયમ પર 50% સુધીની છૂટ મળી શકે છે.

તમારા પ્રીમિયમને ઘટાડવાનો અન્ય માર્ગ એ 'સ્વૈચ્છિક વધારા' ના વિકલ્પની પસંદગી કરવી છે, જેમાં તમે દરેક ક્લેઇમ માટે ચોક્કસ રકમ ચૂકવો છો. 

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો