રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144
સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
અમારા વિશે
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ એ વિશ્વના અગ્રણી ઇન્શ્યોરર આલિયાન્ઝ એસઇ અને બજાજ ફિનસર્વ લિમિટેડ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. આ કંપનીને ભારતમાં જનરલ ઇન્શ્યોરન્સ ક્ષેત્રે બિઝનેસ કરવા માટે 2 મે 2001 ના રોજ આઇઆરડીએ તરફથી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પ્રાપ્ત થયેલ છે. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ, આજે, 1100 થી વધુ નગરો અને શહેરોમાં ઑફિસ સાથે ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા પ્રાઇવેટ ઇન્શ્યોરરમાંના એક છે. કંપની સતત તેના ગ્રાહકો સુધી પહોંચવા માટે તેની કામગીરીનો વિસ્તાર કરી રહી છે.
કંપનીએ તાજેતરમાં જ પોતાની બ્રાન્ડ ઓળખ બદલીને 'કેરિંગલી યોર્સ' કરી છે, જેથી પોતાને ભારતીય ગ્રાહકોના મનમાં એક એવી બ્રાન્ડ તરીકે સ્થાપિત કરી શકાય જે ગ્રાહકોની સુરક્ષા કરે છે અને તેમની સૌથી કિંમતી સંપત્તિ - તેમના સ્વાસ્થ્ય, ઘર અને સામગ્રી, વાહનો, બિઝનેસ વગેરે અંગેની આર્થિક ચિંતાઓની કાળજી રાખે છે. આ સાથે, કંપની માત્ર તેની સર્વિસને આગલા લેવલ પર જ લઈ જવાનું લક્ષ્ય રાખતી નથી, પરંતુ દરેક ટચપૉઇન્ટ પર શ્રેષ્ઠ ગ્રાહક અનુભવ પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે અને ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટને કોઈના ઉપર થોપવાને બદલે તેઓ જાતે જ ખરીદે તેવી સ્થિતિ નિર્માણ કરે છે.
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ એ દેશના સમગ્ર ડેમોગ્રાફિક અને કોર્પોરેટ સેક્ટરના વ્યક્તિઓને ઇન્શ્યોરન્સ સિવાયની પોતાની વિશાળ શ્રેણીના પ્રૉડક્ટ અને સર્વિસ પ્રદાન કરે છે. કંપની માત્ર ગ્રાહકોને ઘરબેઠાં ઇન્શ્યોરન્સ સોલ્યુશન જ પ્રદાન કરતી નથી, પરંતુ પોતાની ઍડવાન્સ ડિજિટલ અને મોબાઇલ એપ્લિકેશન સાથે ઇન્શ્યોરન્સની પહોંચમાં પણ સુધારો કરી રહી છે. આજે પોતાની ડિજિટલ ઑફિસના માધ્યમથી તે સમગ્ર ભારતમાં 1000 થી વધુ નવા ટાયર 2 અને 3 નગરો સુધી પહોંચ ધરાવે છે. કંપનીનું મુખ્ય ફોકસ ગ્રાહક પ્રાથમિકતા પર છે અને તેનો હેતુ ગ્રાહક માટે શ્રેષ્ઠ અને કેરિંગ અનુભવ સાથે શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરવાનો છે. આજે કંપની ગ્રાહકો સાથેના સંબંધોને, તેમને ઘણી બધી ડિજિટાઇઝ્ડ ગ્રાહક-કેન્દ્રિત પહેલ પ્રદાન કરીને, ઇન્શ્યોરન્સથી આગળ લઈ જઈ રહી છે.
નાણાંકીય વર્ષ 2023-24 ના Q1 માં ₹ 3,834 કરોડની આવક સાથે કંપનીએ મજબૂત નાણાંકીય પરિણામો નોંધાવ્યા છે. કંપનીએ ₹ 415 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સે આ સમયગાળા માટે 100.7% નો સ્વસ્થ સંયુક્ત રેશિયો અને 388% નો સોલ્વન્સી રેશિયો પણ રિપોર્ટ કર્યો છે.
અમારા ફાઇનાન્શિયલ સારાંશ વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને અહીં ક્લિક કરો.
અમારા વાર્ષિક રિપોર્ટ માટે, કૃપા કરીને અહીં ક્લિક કરો.
જનરલ ઇન્શ્યોરન્સમાં શ્રેષ્ઠતામાં વર્ષો સુધી અગ્રેસર રહેવા વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.
તમે અમારા પર જે વિશ્વાસ દર્શાવ્યો છે, તેને અમે અમારી સફળતાની ચાવી માનીએ છીએ. સંસ્થાની ઓપરેશન રિસ્ક મેનેજમેન્ટ પ્રક્રિયા આઇએસઓ 9001:2015 પ્રમાણિત છે, જે જોખમને સક્રિય રીતે મેનેજ કરવા અને આખરે ગ્રાહકોની અપેક્ષાઓની પૂર્તિ કરવા અને તેના કરતા વધુ ડિલિવર કરવાના અમારા ક્વૉલિટીના ઉદ્દેશ્યને દર્શાવે છે. તમારા અનુભવની ક્વૉલિટી બહેતર કરવા અને તેને શક્ય તેટલી અવરોધ-મુક્ત બનાવવા માટે, કંપનીએ પ્રાથમિક સક્ષમકર્તા તરીકે ડિજિટલાઇઝેશનને અપનાવ્યું છે અને તે પોતાની સર્વિસ ઑફરિંગના ઑટોમેશન અને ડિજિટલાઇઝેશન પર સતત કામ કરી રહી છે.
અમારી વર્લ્ડ ક્લાસ સિસ્ટમ અને પ્રક્રિયાઓ અમારા ગ્રાહકો અને પાર્ટનર, બંનેને મોબાઇલ એપ્લિકેશન અને સમર્પિત પોર્ટલના માધ્યમથી રિયલ-ટાઇમ સોલ્યુશન ઑફર કરે છે. યુનિક ફાર્મ ઇકોસિસ્ટમ જેવી કંપની દ્વારા વિવિધ ઉદ્યોગમાં સૌપ્રથમ પહેલ ની રજૂઆત; આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-સંચાલિત ચેટબોટ, એપ આધારિત ઇન્સ્ટન્ટ મોટર ક્લેઇમ સેટલમેન્ટ, ઇમેજ આધારિત ક્લેઇમ સેટલમેન્ટ, બ્લોકચેન ટેક્નોલોજી દ્વારા પ્રો-ઍક્ટિવ ક્લેઇમ ટ્રાવેલ ક્લેઇમ સેટલમેન્ટ, કેશલેસ ક્લેઇમ સેટલમેન્ટ, વેલનેસ એપ અને પોર્ટલ, ડિજિટલ ઑફિસ અને મોબાઇલ એપ્લિકેશન જેમ કે ઈઝી ટેબ અને કેરિંગલી યોર્સ એપ દ્વારા ઉદ્યોગમાં બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. અમે અમારી ટેલિમેટિક્સ આધારિત ઑફરિંગ દ્વારા ઉપયોગ આધારિત ઇન્શ્યોરન્સનો પાયો નાખનાર દેશની સૌપ્રથમ ઇન્શ્યોરન્સ કંપની છીએ, ડ્રાઇવ સ્માર્ટ, વ્યક્તિઓની સુરક્ષા માટે સાયબર ઇન્શ્યોરન્સ રજૂ કરી છે અને વ્યાપક રિટેલ પેટ ડોગ ઇન્શ્યોરન્સ ની શરૂઆત.
કંપનીને આઇડીસી ફાઇનાન્શિયલ ઇનસાઇટ્સ ઇનોવેશન એવૉર્ડ દ્વારા ભારતમાં શ્રેષ્ઠ ઇન્શ્યોરર 2020 તરીકે સન્માનિત કરવામાં આવી છે. સીએક્સ એશિયા એક્સલન્સ એવૉર્ડ દ્વારા કંપનીને શ્રેષ્ઠ ગ્રાહક અનુભવ 2020 અને શ્રેષ્ઠ બ્રાન્ડ અનુભવ 2020 પ્રદાન કરવા બદલ માન્યતા આપવામાં આવી છે. ભૂતકાળમાં, ઇન્ડિયા ઇન્શ્યોરન્સ સમિટ એન્ડ એવૉર્ડની 3જા એડિશન દ્વારા કંપનીને વર્ષ 2020 ની શ્રેષ્ઠ જનરલ ઇન્શ્યોરન્સ કંપની તરીકે માન્યતા આપવામાં આવી છે, જ્યારે આઇડીસી ફાઇનાન્શિયલ ઇન્સાઇટ્સ એશિયા પેસિફિક દ્વારા કંપનીને એશિયા પેસિફિક ક્ષેત્રમાં શ્રેષ્ઠ ઇન્શ્યોરર માં લિસ્ટ કરવામાં આવી છે. કંપનીએ નોન-લાઇફ ઇન્શ્યોરર કેટેગરી માટે પ્રતિષ્ઠિત આઉટલુક મની એવૉર્ડ 2020 ખાતે ગોલ્ડ એવૉર્ડ પણ જીત્યો છે. આ ઉપરાંત, કંપનીને આઉટલુક ટ્રાવેલરનો શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ નો એવૉર્ડ અને મની ટુડે તરફથી વર્ષના શ્રેષ્ઠ મોટર ઇન્શ્યોરન્સ પ્રોવાઇડર એવૉર્ડ પણ મળ્યો છે. કંપનીએ વિશિષ્ટ મૂલ્યના સર્જનની કેટેગરી હેઠળ પ્રતિષ્ઠિત પોર્ટર પ્રાઇઝ એવૉર્ડ 2019 પણ જીત્યો છે અને ઇન્શ્યોરન્સ એશિયા એવૉર્ડ 2019 માં તેને વર્ષના ડોમેસ્ટિક જનરલ ઇન્શ્યોરર – ભારત તરીકે માન્યતા આપવામાં આવી હતી; વર્ષની જનરલ ઇન્શ્યોરન્સ કંપની, અને 4થી વાર્ષિક ઇન્શ્યોરન્સ સમિટ અને એવૉર્ડમાં વર્ષના ગ્રાહક સેવા પ્રદાતા. સંસ્થાએ 2017 અને 2018 માં બે વખત એશિયા ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એવૉર્ડમાં પ્રતિષ્ઠિત ડિજિટલ ઇન્શ્યોરર એવૉર્ડ જીત્યો છે.
અમારા કર્મચારીઓ અમારા બ્રાન્ડ વિઝનને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરનાર પ્રેરક બળ છે. અમારા ગ્રાહકો દ્વારા બજાજ આલિયાન્ઝને પોતાની પસંદગીના ઇન્શ્યોરન્સ પ્રદાતા તરીકે પસંદ કરવાનું કારણ તેઓ જ છે. સર્વ-સમાવેશી, વિકાસ-લક્ષી કાર્યકારી વાતાવરણ પ્રદાન કરવા માટે, બજાજ આલિયાન્ઝે સમગ્ર ઉદ્યોગમાંથી હ્યુમન કેપિટલ મેનેજમેન્ટની શ્રેષ્ઠ પ્રથાઓને બેન્ચમાર્ક કરી છે અને તેમને અમારા ઓપરેશન્સમાં એકીકૃત કરી છે.
આ અમારા કર્મચારીઓને, મૂલ્ય પ્રદાન કરતા અને તમારી અપેક્ષાઓની પૂર્તિ કરતા, નવીન પ્રોડક્ટ વિકસિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. યોગ્યતા અને નવીનતાને પ્રોત્સાહિત કરતા અમારા હાઇ પરફોર્મન્સ કલ્ચરના કારણે અમારા કર્મચારીઓ ગ્રાહકોના પક્ષધર બને છે અને તમારી તમામ જરૂરિયાતોને તેમના દરેક કાર્યના કેન્દ્રમાં રાખે છે. આ અભિગમે અમારા ગ્રાહકો તેમજ કર્મચારીઓ બંને સાથે જે જોડાણ બનાવવામાં મદદ કરી છે, તેનો અમને ગર્વ છે!
પ્રશંસાઓની વર્ષા ચાલુ જ છે! બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સને 2018 માં અને 2016 માં બે વાર એઓન બેસ્ટ એમ્પ્લોયર્સ તરીકે માન્યતા આપવામાં આવી હતી, જેમાં કર્મચારીઓને અનુકૂળ પૉલિસીઓ દ્વારા ટ્રાન્સપેરેન્ટ કલ્ચર અને સ્વસ્થ કાર્ય વાતાવરણને પ્રોત્સાહન આપવામાં કંપનીની શ્રેષ્ઠતાને હાઇલાઇટ કરવામાં આવી હતી. સન્માનિત ગ્રેટ પ્લેસ ટુ વર્ક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંસ્થાને ભારતમાં 2018 માં બીએફએસઆઇ ક્ષેત્રે કામ કરવા માટે ટોચના 15 સર્વોત્તમ કાર્યસ્થળો માં સન્માનિત કરવામાં આવી હતી.
બજાજ આલિયાન્ઝ જીઆઇસી દ્વારા જીતેલ એવૉર્ડ વિશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો