રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
જર્મનીની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છો?? તમારે જર્મની માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવાનું ભૂલવું જોઈએ નહીં! તેના વિવિધ રમણીય સ્થળો અને વિશિષ્ટ ઐતિહાસિક મહત્વને કારણે, જર્મની એ વિશ્વના સૌથી વધુ પસંદ કરવામાં આવતા મુસાફરીના સ્થળોમાંથી એક છે. આ દેશમાં વિવિધ સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિ અને દેશોમાંથી આવતા લોકોને આકર્ષતા સંગ્રહાલયોથી લઈને સ્મારકો અને આર્કિટેક્ચરલ અજાયબીઓથી લઈને આર્ટ ગેલેરી જેવી રચનાઓ આવેલ છે.
રજાઓનો આનંદ માણવા જેવા આ સુંદર સ્થળની મુલાકાતને આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે, જર્મનીની મુલાકાત લેવાની યોજના બનાવતી દરેક વ્યક્તિને જર્મની માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાની સલાહ આપવામાં આવે છે.
જર્મનીમાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવાની પ્રક્રિયા સરળ અને ઝંઝટ-મુક્ત છે.
જીવનમાં પ્રત્યેક બાબતની કાળજીપૂર્વક તૈયારી કર્યા બાદ પણ, તમારા આયોજનને બગાડી શકે તેવી પરિસ્થિતિ કોઈ પણ સમયે ઉદ્ભવી શકે છે. તમારા પરદેશમાં વેકેશનના પ્લાનને સુરક્ષિત કરવા માટે તમારે વિશ્વસનીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજ ખરીદવું આવશ્યક છે.
મિત્રો અને સંબંધીઓ સહિત, મુસાફરી કરી રહેલ તમામ વ્યક્તિઓને આવશ્યક સુરક્ષા પ્રદાન કરવા માટે જર્મની માટે પર્યાપ્ત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાની સલાહ આપવામાં આવે છે. જર્મની માટે પૉલિસી પસંદ કરતી વખતે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનમાં હેલ્થ કવરેજ શામેલ હોવાની ખાતરી કરો..
જર્મનીમાં કોઈપણ એરપોર્ટ પર તમારો સામાન ખોવાઈ જાય છે અથવા તે મળવામાં વિલંબ થાય છે, તો યોગ્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૅકેજ ઉપયોગી નિવડે છે. ભારતમાંથી ઉત્તમ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન વડે, તમે તમારા બજેટ અને ઇન્શ્યોરન્સની જરૂરિયાતો પ્રમાણે સુરક્ષા ખરીદી શકો છો અને મુસાફરી દરમિયાન અણધારી ઘટનાઓ સામે આર્થિક રીતે સુરક્ષિત રહી શકો છો.
જર્મની માટે બજાજ આલિયાન્ઝની ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદીને તમે નચિંત થઈને રોમાંચનો અનુભવ કરી શકો છો. અમારા જર્મની ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનમાં નીચે જણાવ્યા મુજબ વિવિધ લાભ પ્રદાન કરવામાં આવે છે:
તમે જર્મનીમાં માત્ર એક મિસ્ડ કૉલ દ્વારા કોઈ પણ સ્થળે ફોનથી ત્વરિત સહાય પ્રાપ્ત કરી શકો છો.
તમે અમારા અનેક વિવિધ પ્લાનમાંથી તમારી જરૂરિયાતોને અનુકૂળ હોય તેવી પૉલિસી પસંદ કરી શકો છો. તે ઉપરાંત, વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકો તેમને અનુરૂપ અનન્ય જરૂરિયાતો અનુસારનું કસ્ટમાઇઝ્ડ કવર ખરીદી શકે છે.
બજાજ આલિયાન્ઝની ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા સરળ અને કાર્યક્ષમ છે, જેના દ્વારા તમારા ક્લેઇમનો ઝડપથી નિકાલ કરવામાં આવે છે.
બજાજ આલિયાન્ઝની ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી વ્યાપક કવરેજ પ્રદાન કરે છે, હૉસ્પિટલાઇઝેશન, તમને ટ્રિપ કૅન્સલેશન, સામાનનું નુકસાન, ટ્રિપ વહેલી પૂરી થઈ જવી, તેવી અનેક સ્થિતિમાં તમને સુરક્ષિત કરે છે.
જો ભારતીય નાગરિકો મધ્ય યુરોપમાં જર્મનીની મુસાફરી કરવા માંગે છે, તો તેઓ નીચે જણાવેલ પ્રકારના ભારતીયો માટેના જર્મન વિઝા માટે અરજી કરી શકે છે:
જર્મની જઈ રહેલા ભારતીય નાગરિકો પહેલેથી જ ઉલ્લેખિત વિઝા કેટેગરીમાંથી કોઈ પણ વિઝા માટે અરજી કરી શકે છે:
તમારી મુલાકાતના કારણો અનુસાર, તમે ભારતીયો માટે જર્મનીના ચોક્કસ વિઝા માટે અરજી કરી શકો છો. આમાં બિઝનેસ વિઝા, ટ્રાન્ઝિટ વિઝા, ટૂરિસ્ટ વિઝા અને તેવા અન્ય વિઝા શામેલ છે. જર્મન વિઝા માટે અરજી કરતાં પહેલાં, તમે કઈ કેટેગરી માટે પાત્ર છો તેની ખાતરી કરવી જરૂરી છે. વિઝા માટે અરજી કરતા પહેલાં તમારે તમારી એપ્લિકેશન માટે તમામ જરૂરી ડૉક્યુમેન્ટ તૈયાર કરવા આવશ્યક છે. પાસપોર્ટ અને વિઝા એપ્લિકેશન માટે ફોટો અને અન્ય વિગતો પણ તૈયાર રાખવી જરૂરી છે.
તમે વિસ્તારમાં જર્મન દૂતાવાસ અથવા કૉન્સ્યુલેટ પર તમારી અરજી ઑનલાઇન સબમિટ કરી શકો છો (નીચે જણાવ્યા મુજબ). દૂતાવાસ અથવા કૉન્સ્યુલેટમાં, તમારી વિઝા એપ્લિકેશનની સમીક્ષા કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો, તમારો ઇન્ટરવ્યૂ માટે સંપર્ક કરવામાં આવશે.
જો તમને ક્યારેય તમારી ટ્રિપમાં મદદની જરૂર હોય તો તમારે સૌ પ્રથમ તમારા દેશના દૂતાવાસનો સંપર્ક કરવો જોઈએ. અહીં વિગતો છે.
ભારતીય દૂતાવાસ, ટિયરગાર્ટન્સ્ટ્રા 17, 10785 બર્લિન, જર્મની
વેબસાઇટ: ભારતીય દૂતાવાસ, બર્લિન, જર્મની
ઇમેઇલ: dcm.berlin@mea.gov.in
ટેલિફોન નંબર: +49 - 30 - 257950
ફેક્સ નંબર: +49 - 30 - 26557000
કાર્યકારી કલાકો: સોમવારથી શુક્રવાર, સવારે 9:00 થી સાંજે 5:30
ડૉક્યુમેન્ટ સબમિટ કરવાનો સમય: સોમવારથી શુક્રવાર, 09:30 AM થી 12:30 PM
ડૉક્યુમેન્ટ મેળવવાનો સમય: સોમવારથી શુક્રવાર, 4:00 PM થી 5:00 PM
કોન્સ્યુલર સર્વિસ ટેલિફોન નંબર: +49 - 30 25795 820
યુરો (€), જે યુરોપિયન યુનિયનની રચના કરતા 27 દેશોમાંથી 19 દેશોનું સત્તાવાર ચલણ છે, તે જર્મનીનું વિનિમય એકમ છે. યુરો (€) અને ભારતીય રાષ્ટ્રીય રૂપિયા (₹) વચ્ચેનો એક્સચેન્જ રેટ દરરોજ અલગ-અલગ હોય છે. તેથી, જર્મનીની મુસાફરી પહેલાં પ્રવર્તમાન એક્સચેન્જ દરનું ધ્યાન રાખવું જરૂરી છે. વધુમાં, મુસાફરી દરમિયાન તમારી પાસે ઉપરોક્ત ચલણમાં પૂરતી રકમ હોવી જરૂરી છે.
જર્મની માટે યોગ્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદ્યા પછી, તમે તે દેશના મુલાકાત લેવા જેવા શ્રેષ્ઠ સ્થળોની મુલાકાત લઈ શકો છો. પ્રાચીન ઇતિહાસ અને વર્તમાન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્વપૂર્ણ હાજરી ધરાવતો જર્મની એક એવો દેશ છે જે તેની આધુનિક આર્કિટેક્ચરલ રચનાઓ તથા ઐતિહાસિક લેન્ડમાર્ક્સ માટે પ્રસિદ્ધ છે.
જો તમે મધ્ય યુરોપના આ દેશમાં મુસાફરી કરી રહ્યાં છો, તો નીચેના સ્થળો તમારી યાદીમાં આગળ હોવા જરૂરી છે:
તમે જર્મનીને મુલાકાત કોઈ પણ હેતુથી લઈ રહ્યા હોવ, પરંતુ તમને સતત કવર કરવામાં આવે તેવો, ભારતથી જર્મની માટેનો શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાનું સુનિશ્ચિત કરો.
જર્મનીની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય વસંતના મહિનાઓમાં, એટલે કે માર્ચ અને મે વચ્ચે હોય છે, તથા પાનખરમાં, એટલે કે ઑક્ટોબર અને નવેમ્બરની વચ્ચે છે. આ બંને સમયગાળા દરમિયાન જર્મનીમાં તાપમાન સામાન્ય રીતે 19 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહે છે. જૂનથી સપ્ટેમ્બરના ઉનાળા સમય દરમિયાન દેશમાં સામાન્ય રીતે ખૂબ મોટી સંખ્યામાં પર્યટકો આવી રહ્યા હોય છે, તે સમયે તમારી જર્મનીની મુસાફરીને શેડ્યૂલ કરવી યોગ્ય નથી. અમારી વેબસાઇટ પર તમે જર્મની માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સની પૉલિસીઓની સરખામણી કરી શકો છો, અને તમારી જરૂરિયાત અનુસારની શ્રેષ્ઠ પૉલિસી ખરીદી શકો છો.
ભારતથી જર્મની માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવીને, હવે તમે જર્મનીની મુલાકાત લઈ શકો છો અને તમારી વિદેશી યાત્રાને ફાઇનાન્શિયલ રીતે સુરક્ષિત કરી શકો છો.
તમે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને જર્મની માટે ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવા માટે પ્રૉડક્ટ સેક્શન હેઠળ આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પસંદ કરી શકો છો. તમને વ્યક્તિગત માહિતી દાખલ કરવાનું તથા તે પછીના પેજ પર તમારી ઇચ્છા મુજબ કવરેજ લેવલ પસંદ કરવાનું કહેવામાં આવશે. યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે તમે જર્મની માટે તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનમાં નીચેના અતિરિક્ત લાભો ઉમેરી શકો છો:
-તબીબી સુરક્ષા
-સામાનની સુરક્ષા
તમે તમારા જર્મની ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન માટે કવરેજ પસંદ કર્યા પછી અને તેની ચુકવણી કર્યા પછી પૉલિસીની ખરીદી પૂર્ણ કરી શકો છો. ઇન્શ્યોરન્સ કવરેજ તરત જ જારી કરવામાં આવશે અને તમારા ઇમેઇલ એકાઉન્ટમાં ડિલિવર કરવામાં આવશે.
જર્મની માટે શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સની કિંમત કેટલાક વેરિએબલના આધારે બદલાઈ શકે છે, જેમ કે જર્મનીમાં રોકાણનો સમયગાળો, તથા પૉલિસી ખરીદતી વખતે તમે પસંદ કરેલી સમ ઇન્શ્યોર્ડ. જો તમે તમારા પરિવાર સાથે જર્મનીની મુલાકાત લેવાની યોજના બનાવો છો, તો મુસાફરી દરમિયાન તે સૌને પૂરતું કવરેજ મળે તે માટે પર્યાપ્ત વીમાકૃત રકમ પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે.
હા, શેન્જન વિઝા માટે અરજી કરવા માટે વર્તમાન મેડિકલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવું જરૂરી છે. તેથી, દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિમાં પોતાને આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે તમારે જર્મની માટે યોગ્ય મેડિકલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવો આવશ્યક છે.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો