રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ: એક્સ્ટ્રા કેર પ્લસ પૉલિસી

ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી

ઍડ-ઑન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન
Extra care plus top up health insurance policy

અતિરિક્ત કવરેજ માટે ટૉપ-અપ હેલ્થ પ્રોટેક્શન

કૃપા કરીને નામ દાખલ કરો
/health-insurance-plans/top-up-health-insurance/buy-online.html ક્વોટેશન મેળવો
ક્વોટ પુન:પ્રાપ્ત કરો
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો
સબમિટ કરો

તમારા માટે તેમાં શું છે?

 હેલ્થ પ્રાઇમ રાઇડર સાથે 09 પ્લાન/વિકલ્પોનું કવર

Sum Insured Index Sum Insured

વીમાકૃત રકમના ₹ 3 લાખથી ₹ 50 લાખ સુધીના વિકલ્પો. 

નિઃશુલ્ક હેલ્થ ચેક-અપ

Maternity Expenses

મેટરનિટી કવર

બજાજ આલિયાન્ઝ એક્સ્ટ્રા કેર પ્લસ પૉલિસી શા માટે પસંદ કરવી?

કશુંક વધારાનું બધાને પસંદ પડે છે; પછી તે આપણી મદદે કોઈ આવ્યું હોય તેમ હોય, કે પરીક્ષા પૂર્ણ કરવા માટે વધારાનો સમય, તે હંમેશા ઉપયોગમાં આવે છે. અમારો એક્સ્ટ્રા કેર પ્લસ પ્લાન, એક ટૉપ-અપ હેલ્થ કવર, તમારી હાલની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને એક ઍડ-ઑન કવર પ્રદાન કરે છે. તમારી વીમાકૃત રકમનો પૂરો ઉપયોગ થઈ ગયા બાદ તે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને માટે ‘સ્ટેપની’ ની જેમ વર્તે છે. અમારો એક્સ્ટ્રા કેર પ્લસ પ્લાન તમારી હાલની હેલ્થ કવરની જરૂરિયાતો માટે ટૉપ-અપ હેલ્થ પ્રોટેક્શન છે.

તમારે કયા કારણોસર સુરક્ષાના આ વધારાના બફરની જરૂર પડી શકે?. માની લો કે કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને પરિણામે તમારે હૉસ્પિટલમાં દાખલ થવું પડે છે. તમારી બેસિક હેલ્થ પૉલિસી માત્ર મર્યાદિત વીમાકૃત રકમને કવર કરી લે છે, જેને કારણે ખરી જરૂરિયાતના સમયે તમારે નાણાંની વ્યવસ્થા કરવી પડી શકે છે.

પણ તમારો મૂળભૂત મેડિકલ ઇન્શ્યોરન્સ કવર સંપૂર્ણ વપરાઈ ગયા બાદ એક્સ્ટ્રા કેર પ્લસ તમારી મદદે આવશે. તેની મદદથી તમે હૉસ્પિટલાઇઝેશનને કારણે થયેલ વધારાનો ખર્ચ ચૂકવી શકો છો અને તમારા દ્વારા પસંદ કરવામાં આવેલ કુલ કપાતપાત્ર રકમની ઉપરના ખર્ચને ચૂકવી શકો છો. તેથી આ ટૉપ-અપ પ્લાન એક શાણપણભર્યું રોકાણ છે.

ઉપરાંત, વધતા ફુગાવા સાથે મૂળભૂત હેલ્થ ઇન્શ્યોરન્સ કવર પૂરતું ન થઈ શકે તે પણ ધ્યાનમાં લેવાની જરૂર છે. વળી મોટી રકમનો વીમો મોંઘો પણ હોઈ શકે છે. તેથી, વધતા આરોગ્યસંભાળ ખર્ચને પહોંચી વળવા માટે વધુ વિસ્તૃત હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ માટે આ પૉલિસી યોગ્ય છે. અને એની સારામાં સારી વાત? આ પૉલીસી ખરીદવા માટે તમારી પાસે બેઝિક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હોવો પણ જરૂરી નથી!

એક્સ્ટ્રા કેર પ્લસ પૉલિસી હેઠળ અમે ઘણું બધું ઑફર કરીએ છીએ

મુખ્ય સુવિધાઓ

અમે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ અને અમારી પાસે વર્ષોનો અનુભવ અને વૈશ્વિક જ્ઞાન છે. દુર્ભાગ્યવશ, જો હૉસ્પિટલાઈઝેશનની જરૂર પડે તો તેવા સંજોગોમાં એક સલામત ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની અમે ખાતરી કરીએ છીએ. અમારી એક્સ્ટ્રા કેર પ્લસ પૉલિસીની મુખ્ય વિશેષતાઓ અહીં આપેલ છે:

  • ટૉપઅપ સ્વાસ્થ્ય વીમો

    એક્સ્ટ્રા કેર પ્લસ પૉલિસી હેઠળ ઉપલબ્ધ વીમાકૃત રકમની વિશાળ શ્રેણીમાંથી અને કુલ એકંદર કપાતપાત્ર વિકલ્પોમાંથી પસંદ કરો.

  • પહેલેથી હોય તેવી બિમારીઓ માટે કવર

    તમારી પ્રથમ એક્સ્ટ્રા કેર પ્લસ પૉલિસીથી 12 મહિના પછી પહેલેથી હોય તેવી બિમારીઓ કવર કરી લેવામાં આવશે.

  • મેટરનિટી કવર

    માતૃત્વ સંબંધિત જટિલતાઓ સહિતના પ્રસૂતિ ખર્ચ નિયમો અને શરતોને આધિન પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવે છે.

    વીમાકૃત રકમ: ₹ 10 લાખ, પસંદ કરેલ એકંદર કુલ એકંદર કપાતપાત્ર: ₹ 2 લાખ

    ક્લેઇમની વિગતો

    હૉસ્પિટલાઇઝેશનની તારીખ

    ક્લેઇમની કુલ રકમ 
    (₹ માં)

    કપાતપાત્રનો ઉપયોગ
    (₹ માં)

    કપાતપાત્ર બૅલેન્સ 
    (₹ માં)

    વીમાકૃત દ્વારા ચૂકવવાપાત્ર 
    (જો હોય તો) (₹ માં)

    એક્સ્ટ્રા કેર પ્લસ પૉલિસી હેઠળ ચૂકવવાપાત્ર (₹ માં)

    ક્લેઇમ 1

    10-Aug-2017

    1.5 લાખ

    1.5 લાખ

    50,000

    1.5 લાખ

    0

    ક્લેઇમ 2

    10-Sep-2017

    3 લાખ

    50,000

    0

    50,000

    2.5 લાખ

    ક્લેઇમ 3

    10-Oct-2017

    7.5 લાખ

    0

    0

    0

    7.5 લાખ

  • હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીનું કવર

    આ પૉલિસીમાં હૉસ્પિટલાઇઝેશન પહેલાનાં 60 દિવસ અને હૉસ્પિટલાઇઝેશન પછીના 90 દિવસનો મેડિકલ ખર્ચ કવર કરી લેવામાં આવે છે.

  • ઇમરજન્સી એમ્બ્યુલન્સ કવર

    દરેક ક્લેઇમ દીઠ ₹ 3,000 સુધીનું ઇમરજન્સી એમ્બ્યુલન્સ કવર મેળવો. તમે એર એમ્બ્યુલન્સ કવર પણ ઍડ-ઑન તરીકે પસંદ કરી શકો છો.

  • સંપૂર્ણ પરિવાર માટે ફ્લોટર કવર

    એક જ પૉલિસી હેઠળ તમારા જીવનસાથી, આશ્રિત બાળકો અને માતાપિતાને કવર કરે છે.

  • 80 વર્ષ સુધી પ્રવેશ

    વધારવામાં આવેલ વય મર્યાદા હેઠળ પૉલિસી 80 વર્ષની ઉંમર સુધીના સભ્યોને કવર કરી શકે છે.

  • 55 વર્ષ સુધી કોઈ પ્રી-પૉલિસી ચેક-અપ નથી

    આ પૉલિસીમાં માત્ર 55 વર્ષથી વધુની ઉંમરના સભ્યોએ પ્રી-પૉલિસી હેલ્થ ચેક-અપ કરાવવાનું રહેશે.

  • ડે-કેર પ્રક્રિયાઓનું કવર

    આ પૉલિસીમાં યાદીમાં જણાવેલ દિવસ દરમિયાનની સંભાળની પ્રક્રિયાઓ અથવા શસ્ત્રક્રિયાઓ ના સારવાર દરમિયાન થયેલા તબીબી ખર્ચને આવરી લેવામાં આવે છે.

અમારા ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ વિશે વધુ જાણવા માટે, આ વિડિયો જુઓ:.

Video

એક્સ્ટ્રા કેર પ્લસ પૉલિસી તમારા દ્વારા પસંદ કરવામાં આવેલ કુલ એકંદર કપાતપાત્ર રકમની ઉપર થતા હૉસ્પિટલાઇઝેશનના ખર્ચની ચુકવણી કરે છે. આ કેવી રીતે કામ કરે છે તે ઉદાહરણ દ્વારા સમજીએ:

ઉદાહરણ જુઓ

વીમાકૃત રકમ: 10 લાખ, પસંદ કરેલ કુલ એકંદર કપાતપાત્ર રકમ: 2 લાખ

ક્લેઇમની વિગતો હૉસ્પિટલાઇઝેશનની તારીખ ક્લેઇમની કુલ રકમ
(₹ માં)
કપાતપાત્રનો ઉપયોગ
(₹ માં)
કપાતપાત્ર બૅલેન્સ
(₹ માં)
વીમાકૃત દ્વારા ચૂકવવાપાત્ર
(જો હોય તો) (₹ માં)
એક્સ્ટ્રા હેઠળ ચૂકવવાપાત્ર
ચૂકવવાપાત્ર (₹ માં)
ક્લેઇમ 1 10-Aug-2017 1,50,000 1,50,000 50,000   0
ક્લેઇમ 2 10-Sep-2017 3,00,000 50,000 0 1,50,000 2,50,000
ક્લેઇમ 3 10-Oct-2017 7,50,000 0 0 50,000 7,50,000

મફત તબીબી તપાસ એ એક વધારાનો ફાયદો છે જેના માટે કુલ એકંદર કપાતપાત્ર લાગુ નથી પડતું. તમે સળંગ 3 વર્ષ માટે એક્સ્ટ્રા કેર પ્લસ પૉલિસી ધરાવો છો, તો તે દરેક વર્ષના અંતે અમે મફત મેડિકલ ચેક-અપનો ખર્ચ ચૂકવીશું:

  1. એક સભ્યને કવર કરતી પૉલિસી માટે ₹ 1000 સુધીના મેડિકલ ચેક-અપ ખર્ચની વાસ્તવિક રકમ.
  2. એક જ પૉલિસી હેઠળ એક કરતા વધુ સભ્યોને કવર કરતી પૉલિસીઓ માટે મેડિકલ ચેક-અપના ખર્ચની વાસ્તવિક રકમ ₹ 2000 સુધી છે.

**જો વ્યક્તિની ઉંમર 60 વર્ષ વધુ નથી, તો પોતાના માટે, પતિ કે પત્ની, બાળકો અને માતાપિતા માટે ચૂકવવામાં આવતા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર વાર્ષિક ₹ 25,000 સુધીની કપાત મેળવી શકાય છે. જો કોઈ વ્યક્તિ પોતાના 60 કે તેથી મોટી ઉંમરના વરિષ્ઠ નાગરિક એવા માતાપિતા માટે પ્રીમિયમ ચૂકવે છે, તો મહત્તમ મર્યાદા ₹ 30,000 ની રહેશે. આ રીતે જો કરદાતા ની ઉંમર 60 વર્ષથી ઓછી અને માતાપિતાની ઉંમર 60 વર્ષથી વધુ હોય તો તે કલમ 80D હેઠળ વેરામાં કુલ ₹ 55,000 નો લાભ મેળવી શકે છે. આમ, એ કરદાતાઓ કે જેઓ 60 કે તેથી વધુ વયના છે અને તેમના માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવી રહ્યા છે તેમને કલમ 80D હેઠળ મહત્તમ કુલ ₹ 60,000 કર લાભ મળી શકે છે.

*હેલ્થ CDC એ બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ વૉલેટ એપમાં એક સુવિધા છે જેનાથી તમે એપ દ્વારા ₹ 20000 સુધીનો ક્લેઇમ દાખલ કરી શકો છો. ક્લેઇમ દાખલ કરવાની આ સૌથી સરળ રીત છે

સરળ, ઝંઝટ-મુક્ત અને ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ

કૅશલેસ ક્લેઇમની પ્રક્રિયા (માત્ર નેટવર્ક હૉસ્પિટલમાં સારવાર પર લાગુ)

નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સુવિધા વર્ષભર અને 24x7 કોઈ પણ વિક્ષેપ વગર ઉપલબ્ધ છે. હૉસ્પિટલમાં દાખલ થતા પહેલાં તમારે હૉસ્પિટલનું લિસ્ટ તપાસવું જોઈએ. કૅશલેસ સેટલમેન્ટ પ્રદાન કરનાર હૉસ્પિટલો કોઈ સૂચના વિના તેમની પૉલિસી બદલવા માટે જવાબદાર છે. અપડેટ કરેલી લિસ્ટ અમારી વેબસાઇટ પર અને અમારા કૉલ સેન્ટર સાથે ઉપલબ્ધ છે. કૅશલેસ સુવિધા મેળવતી વખતે ઓળખના સરકારી પુરાવા સાથે બજાજ આલિયાન્ઝ હેલ્થ કાર્ડ ફરજિયાત છે.

જ્યારે તમે કૅશલેસ દાવાઓ પસંદ કરો છો, ત્યારે પ્રક્રિયા નીચે મુજબ છે:

  • હૉસ્પિટલના ઇન્શ્યોરન્સ ડેસ્ક પરથી પ્રી-ઑથોરાઇઝેશન વિનંતી ફોર્મ મેળવો.
  • તેને ભરો અને હસ્તાક્ષર કરો અને તેમાં સારવાર કરનાર ડૉક્ટર/હૉસ્પિટલના પણ હસ્તાક્ષર મેળવો.
  • નેટવર્ક હૉસ્પિટલ દ્વારા વિનંતી ફોર્મ HAT ને ફેક્સ કરવામાં આવશે.
  • HAT ડૉક્ટરો પ્રી-ઑથોરાઇઝેશન વિનંતી ફોર્મની ચકાસણી કરશે અને પૉલિસીની માર્ગદર્શિકા મુજબ, કૅશલેસ સગવડની ઉપલબ્ધતા નક્કી કરશે.
  • પ્લાન અને તેના ફાયદાઓના આધારે 3 કલાકની અંદર અધિકૃતતા પત્ર/નામંજૂરીનો પત્ર/અતિરિક્ત જરૂરિયાત અંગેનો પત્ર જારી કરવામાં આવે છે.
  • હૉસ્પિટલમાંથી રજા આપવાના સમયે હૉસ્પિટલ છેલ્લું બિલ અને રજા આપ્યાની વિગતો એચએટીને જણાવશે અને તેમના મૂલ્યાંકનના આધારે, અંતિમ સેટલમેન્ટની પ્રક્રિયા કરવામાં આવશે.

નોંધ કરવાના મહત્વપૂર્ણ બિંદુઓ:

  • પૂર્વનિર્ધારિત હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં, દાખલ થવા માટે નેટવર્ક હૉસ્પિટલની પ્રક્રિયા મુજબ તમારો પ્રવેશ અગાઉથી નોંધાવો/રિઝર્વ કરો.
  • નેટવર્ક હૉસ્પિટલમાં બેડની ઉપલબ્ધતાને આધારે દાખલ કરવામાં આવશે.
  • કૅશલેસ સુવિધા હંમેશા તમારી પૉલિસીના નિયમો અને શરતોને આધિન રહેશે.
  • પૉલિસીમાં નીચેની બાબતોનો સમાવેશ થતો નથી: ટેલિફોન ખર્ચ સંબંધીઓ માટે ખાદ્ય પદાર્થો અને પીણાં વ્યક્તિગત સંભાળ માટે જરૂરી વસ્તુઓ ઉપરોક્ત સેવાઓના ખર્ચની જવાબદારી તમારી રહેશે અને હૉસ્પિટલમાંથી રજા મેળવતા પહેલા સીધી હોસ્પિટલને ચુકવણી કરવાની રહેશે.
  • ઇન-રૂમ રેન્ટ નર્સિંગ શુલ્ક સામેલ છે. જોકે, જો ઉચ્ચ રૂમનો ઉપયોગ કરવામાં આવે તો તમારા દ્વારા વધારાના ખર્ચ ઉઠાવવામાં આવશે.
  • જો સારવાર પૉલિસીના નિયમો અને શરતો અનુસાર આવરી લેવામાં આવતી નથી, તો તમારો કૅશલેસ કે વળતર- તે દાવો નકારવામાં આવશે.
  • અપર્યાપ્ત તબીબી માહિતીના કિસ્સામાં, કૅશલેસ દાવા માટે પ્રી-ઓથોરાઈઝેશન નો અસ્વીકાર થઈ શકે છે.
  • કૅશલેસ સુવિધા નકારવાનો અર્થ એ સારવારનો ઇન્કાર કરવો એમ નથી અને તમને જરૂરી તબીબી સારવાર મેળવવાથી અથવા હૉસ્પિટલાઇઝેશન થી કોઈપણ રીતે અટકાવતું નથી.

હૉસ્પિટલાઇઝેશન પહેલાના / પછીના ખર્ચનું વળતર

હૉસ્પિટલમાં દાખલ થતાં પહેલાનો અને હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદનો સુસંગત તબીબી ખર્ચ પૉલીસી અનુસાર ભરપાઈ કરી આપવામાં આવશે. આવી સેવાઓના પ્રિસ્ક્રિપ્શન અને બીલ/રસીદો બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સને યોગ્ય રીતે સહી કરેલ દાવા ફોર્મ સાથે સબમિટ કરવાની રહેશે.

રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમની પ્રક્રિયા

  • બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સના HAT ને હૉસ્પિટલાઇઝેશન અંગે જાણ કરો. તમારા ક્લેઇમને ઑનલાઇન રજિસ્ટર કરવા માટે અહીં ક્લિક કરો તમારો દાવો ઑફલાઇન નોંધવા માટે કૃપા કરીને અમારા ટોલ-ફ્રી નંબર પર અમને કૉલ કરો: 1800-209-5858.
  • હૉસ્પિટલમાંથી રજા મળ્યાના 30 દિવસમાં તમારે નીચે જણાવેલા ડોક્યુમેન્ટ્સ HAT ને સબમિટ કરવાના રહેશે: મોબાઇલ નંબર અને ઇમેઇલ ID સહિતનું યોગ્ય રીતે ભરેલ અને સહી કરેલ ક્લેઇમ ફોર્મ. હૉસ્પિટલનું અસલ બિલ અને ચુકવણીની રસીદ. તપાસ અહેવાલ ડિસ્ચાર્જ કાર્ડ પ્રિસ્ક્રિપ્શન દવાઓ અને તબીબી સાધનોના બિલ હૉસ્પિટલાઈઝેશન પહેલાના ખર્ચની વિગતો (જો હોય તો) ઇન-પેશન્ટ ડીપાર્ટમેન્ટ (IPD) પેપર્સ, જો જરૂર પડે તો.
  • વધુ પ્રક્રિયા માટે અને મૂલ્યાંકનના આધારે, અંતિમ સેટલમેન્ટ 10 કાર્યકારી દિવસોમાં કરવામાં આવશે.
  • હૉસ્પિટલમાં દાખલ થયા પછીના દાવાના દસ્તાવેજો હૉસ્પિટલમાંથી રજા મળ્યા તારીખથી 90 દિવસની અંદર મોકલવાના રહેશે.

વળતરના દાવા માટે જરૂરી દસ્તાવેજો

  • હૉસ્પિટલની ચુકવણીની યોગ્ય રીતે સહી-સિક્કા કરેલ પ્રી-નંબર્ડ અસલ રસીદ.
  • મૂળ પ્રિસ્ક્રિપ્શન અને દવાઓનું બિલ.
  • ડૉક્ટરની મુલાકાતના મૂળ પેપર (જો કોઈ હોય તો).
  • તપાસ અને નિદાનના અસલ અહેવાલો સાથે હોસ્પિટલની અંદર અને બહારની તપાસના અસલ બિલ અને ચુકવણીની રસીદ.
  • જો તમે કૅશલેસ ક્લેઇમની સુવિધા લીધી હોય પરંતુ તેનો ઉપયોગ કર્યો ના હોય, તો તેમ જણાવતો હૉસ્પિટલમાં દ્વારા આપવામાં આવેલ પત્ર.
  • ઘટનાની વિગતોના ઉલ્લેખ સાથેનો સારવાર કરનાર ડૉક્ટરનો પત્ર (અકસ્માતના કિસ્સામાં).
  • લેટરહેડ પર હૉસ્પિટલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને હૉસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર.
  • IFSC કોડ અને ઇન્શ્યોરન્સ ધારકનું નામ ધરાવતો કૅન્સલ કરેલ ચેક.
  • હૉસ્પિટલમાં દાખલ કર્યા તારીખ થી રજા આપ્યાની તારીખ સુધીના, વિસ્તૃત તબીબી ઇતિહાસ અને તાપમાન, નાડી અને શ્વસન ચાર્ટ સહિતની ડૉકટરની નોંધ સાથેના હૉસ્પિટલ દ્વારા ખરાઈ કરેલ ઇન્ડોર કેસ પેપર.
  • એક્સ-રે ફિલ્મ (ફ્રેક્ચરના કિસ્સામાં).
  • સારવાર કરતાં ડૉક્ટર દ્વારા પ્રસૂતિનો લગતો ઇતિહાસ (માતૃત્વના કિસ્સામાં).
  • FIRની નકલ (અકસ્માતના કિસ્સામાં).
  • કેટલાક વિશેષ કિસ્સાઓમાં બીજી અન્ય જરૂરિયાતો: મોતિયાના ઑપરેશન ના કિસ્સામાં બિલની નકલ સાથે લેન્સ સ્ટિકર. સર્જરીના કિસ્સામાં, બિલની નકલ સાથે ઇમ્પ્લાન્ટ સ્ટિકર. હૃદય સંબંધિત સારવારના કિસ્સામાં બિલની નકલ સાથે સ્ટેન્ટ સ્ટિકર.

ક્લેઇમના તમામ અસલ ડૉક્યૂમેન્ટ નીચેના ઍડ્રેસ પર સબમિટ કરવાના રહેશે:

હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ

બજાજ આલિયાન્ઝ હાઉસ, એરપોર્ટ રોડ, યેરવડા, પુણે-411006

પરબીડિયા પર તમારો પૉલિસી નંબર, હેલ્થ કાર્ડ નંબર અને મોબાઇલ નંબર સ્પષ્ટપણે લખો.

નોંધ: તમારા રેકોર્ડ્સ માટે ડૉક્યૂમેન્ટ અને કુરિયર રેફરન્સ નંબરની ફોટોકૉપી રાખો.

ચાલો, હેલ્થ ઇન્શ્યોરન્સને સરળ બનાવીએ

ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી શું છે?

ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તે લોકો માટે એક અતિરિક્ત કવરેજ છે જેઓ પહેલેથી જ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન અથવા મેડિક્લેમ પૉલિસી દ્વારા ઇન્શ્યોરન્સ ધરાવે છે. તેમ છતાં, જો તમે પ્રાથમિક મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા વીમાકૃત ન હોય તો પણ અમારી એક્સ્ટ્રા કેર પ્લસ પૉલિસી પસંદ કરી શકો છો.

જો મારી પાસે પહેલેથી જ મેડિક્લેમ/હેલ્થ ઇન્શ્યોરન્સ કવર હોય તો શું મારે ટૉપ-અપ હેલ્થ પૉલિસીની જરૂર છે?

આપણને જે વસ્તુ વધારે પ્રિય હોય તેની વધારે કાળજી રાખવી એ માનવ સ્વભાવ છે; નાજુક વસ્તુને બબલ રૅપમાં રાખવી, બેબી-પ્રુફીંગ હોમ્સ વગેરે... તો પછી તમારા સ્વાસ્થ્ય માટે વધારાની સંભાળ શા માટે નહીં?

તમે એમ માનતા હશો કે તમારું હાલનુ હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ તમારી આરોગ્ય સંબંધિત બધી આવશ્યકતાઓ માટે પૂરતું છે, પણ જો તે તમારા તબીબી ખર્ચને કવર કરી લેવામાં સક્ષમ ન હોય ત્યારે શું? તમારું હાલનુ કવરેજ નાની બિમારીઓના ખર્ચ ચૂકવવા માટે પૂરતું હોઈ શકે છે પરંતુ મોટી મેડિકલ ઇમરજન્સીની સ્થિતિમાં તે પૂરતું ન પણ હોઈ શકે. અમારી એક્સ્ટ્રા કેર પ્લસ પૉલિસી એક ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ છે જે તમારા વધારાના મેડિકલ ખર્ચને કવર કરીને તમારી બચતને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ શું શું કવર કરી લેવામાં આવે છે?

બજાજ આલિયાન્ઝની એક્સ્ટ્રા કેર પ્લસ પૉલિસી હેઠળ નીચે જણાવ્યા પ્રમાણે કવર કરી લેવામાં આવે છે:

  • ઇન-પેશન્ટ હૉસ્પિટલાઇઝેશન કવર.
  • હૉસ્પિટલાઇઝેશનના 60 દિવસ પહેલાં અથવા હૉસ્પિટલાઇઝેશનના 90 દિવસ પછીના પ્રી અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશન ખર્ચ.
  • અંગદાતા સંબંધી ખર્ચ.
  • ઇમરજન્સી રોડ એમ્બ્યુલન્સ કવર.
  • તમામ ડે-કેર સારવારના ખર્ચને કવર કરે છે.

શું આ પૉલિસી માટે ચૂકવેલ પ્રીમિયમ પર ટેક્સમાં બચતનો લાભ મળે છે?

હા, એક્સ્ટ્રા કેર પ્લસ ટૉપ-અપ પ્લાન માટે ચૂકવેલ પ્રીમિયમ ઇન્કમ ટૅક્સ અધિનિયમના સેક્શન 80D હેઠળ કર મુક્ત છે.

હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ શું છે?

હેલ્થ એડમિનિસ્ટ્રેશન ટીમમાં ડોકટરો અને પેરામેડિક્સનો સમાવેશ થાય છે, જે હેલ્થ અન્ડરરાઇટિંગ અને દાવાની પતાવટની જવાબદારી સંભાળે છે. તે આરોગ્યસંભાળ સંબંધિત સેવાઓ માટે તમામ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલીસી ધારકોને એક જ જગ્યાએથી સહાય પ્રદાન કરે છે. આ ઇન-હાઉસ ટીમ હેલ્થ ઇન્શ્યોરન્સ ગ્રાહકો સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કરે છે અને સંપર્કના એક જ સ્થાન તરીકે ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ સુનિશ્ચિત કરે છે. 

અમારી સેવાઓ દ્વારા સ્મિત ફેલાવી રહ્યા છીએ

આશીષ ઝુનઝુનવાલા

મારું ક્લેઇમ સેટલમેન્ટ, જે 2 દિવસની અંદર મંજૂર થયેલ, તે અંગે હું ખુશ અને સંતુષ્ટ છું...

સુનીતા એમ આહુજા

લૉકડાઉનના સમયમાં ઇન્શ્યોરન્સની કૉપી ખૂબ જ ઝડપથી ડિલિવર કરવામાં આવી. બજાજ આલિયાન્ઝ ટીમનો આભાર

રેની જૉર્જ

હું બજાજ આલિયાન્ઝ વડોદરાની ટીમનો, ખાસ કરીને શ્રી હાર્દિક મકવાણા અને શ્રી આશીષ ગુપ્તાનો આભાર માનું છું...

અમારા ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ સાથે અતિરિક્ત સંભાળ અને સુરક્ષા!

ક્વોટેશન મેળવો
individual-one-roof

55 વર્ષની ઉંમર સુધીની કોઈ મેડિકલ ટેસ્ટની જરૂર નથી.

એટલું જ નહીં, તમારી એક્સ્ટ્રા કેર પ્લસ પૉલિસીના અતિરિક્ત લાભો આ મુજબ છે

અમે અન્ય લાભો સાથે વ્યાપક તબીબી કવરેજ પ્રદાન કરીએ છીએ:
Tax saving

ટૅક્સની બચત

આવકવેરા અધિનિયમની કલમ 80D હેઠળ ટેક્સમાં રુ. 1 લાખ સુધીની બચત.* વધુ વાંચો

ટૅક્સની બચત

આવકવેરા અધિનિયમની કલમ 80D હેઠળ ટેક્સમાં રુ. 1 લાખ સુધીની બચત.*

*તમારા માટે, તમારી જીવનસાથી, બાળકો અને માતા-પિતા માટે એક્સ્ટ્રા કેર પ્લસ પૉલિસી પસંદ કરવા પર, તમે તમારા કર સામે કપાત તરીકે વાર્ષિક ₹25,000 મેળવી શકો છો (જો તમે 60 વર્ષથી વધુની ઉંમરના નથી). જો તમે તમારા માતાપિતા કે જેઓ વરિષ્ઠ નાગરિક (ઉંમર 60 અથવા તેનાથી વધુ) હોય, તેમના માટે પ્રીમિયમ ચૂકવો, તો ટૅક્સ હેતુ હેલ્થ ઇન્શ્યોરન્સનો મહત્તમ લાભ ₹50,000 છે. જો તમારી ઉંમર 60 વર્ષથી ઓછી હોય અને તમારા માતાપિતા વરિષ્ઠ નાગરિક હોય તો, એક કરદાતા તરીકે તમે સેક્શન 80D હેઠળ કુલ ₹75,000 સુધીનો મહત્તમ ટૅક્સ લાભ મેળવી શકો છો. જો તમારી ઉંમર 60 વર્ષથી વધુ હોય અને તમે તમારા માતાપિતા માટે મેડિકલ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ચૂકવો, તો સેક્શન 80D હેઠળ મહત્તમ ટૅક્સ લાભ ₹1 લાખ છે.

Hassle-free claim settlement

ઝંઝટ-મુક્ત ક્લેઇમ સેટલમેન્ટ

અમારી પાસે ઇન-હાઉસ ક્લેઇમ સેટલમેન્ટ ટીમ છે, જે ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા ઝડપી, સરળ અને આસાન બનાવે છે... વધુ વાંચો

ઝંઝટ-મુક્ત ક્લેઇમ સેટલમેન્ટ

અમારી પાસે ઇન-હાઉસ ક્લેઇમ સેટલમેન્ટ ટીમ છે, જે ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા ઝડપી, સરળ અને આસાન બનાવે છે. તદુપરાંત, અમે સમગ્ર ભારતમાં 8,600+ થી વધુ નેટવર્ક હૉસ્પિટલમાં કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટ પ્રદાન કરીએ છીએ. આ હૉસ્પિટલાઇઝેશન કે સારવારની સ્થિતિમાં ઉપયોગી થાય છે, જેમાં અમે બિલની ચુકવણી સીધી નેટવર્ક હૉસ્પિટલને કરીએ છીએ અને તમે સાજા થવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. 

Renewability

રિન્યુએબિલિટી

તમે તમારી એક્સ્ટ્રા કેર પ્લસ પૉલિસીને જીવનપર્યંત માટે રિન્યુ કરી શકો છો.

Portability benefit

પોર્ટેબિલિટીનો લાભ

જો તમે કોઈપણ ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ ઇન્શ્યોરન્સ ધરાવતા હોવ, તો તમે અમારી એક્સ્ટ્રા કેર પ્લસ પૉલિસી પર સ્વિચ કરી શકો છો... વધુ વાંચો

પોર્ટેબિલિટીનો લાભ

જો તમે કોઈપણ ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ ઇન્શ્યોરન્સ ધરાવતા હોવ, તો તમે અમારી એક્સ્ટ્રા કેર પ્લસ પૉલિસી પર (પ્રતીક્ષા અવધિ બાદ) તમારા સંચિત લાભો સાથે સ્વિચ કરી શકો છો અને પૉલિસીના ઉપલબ્ધ લાભોનો આનંદ માણી શકો છો.

Preventive health check-up

પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ

સતત 3 વર્ષની અવધિ, કે જે દરમિયાન તમારી એક્સ્ટ્રા કેર પ્લસ પૉલિસી સક્રિય છે, તેના અંતે નિ:શુલ્ક પ્રિવેન્ટીવ હેલ્થ ચેક-અપ.

એક્સ્ટ્રા કેર પ્લસ પૉલિસી ખરીદતા પહેલાં નોંધ કરવા જેવા મહત્વના મુદ્દાઓ

  • પૉલિસીમાં આ સામેલ છે

  • પૉલિસીમાં આ સામેલ નથી

પહેલેથી હોય તેવી બિમારીઓ માટે કવર

પૉલિસી જારી કરવાની તારીખથી 12 મહિના પછી પહેલેથી હોય તેવા રોગો કવર કરી લેવામાં આવે છે.

નિઃશુલ્ક હેલ્થ ચેક-અપ

પૉલિસી રિન્યુઅલ દરમિયાન ફ્રી હેલ્થ ચેક-અપ ઉપલબ્ધ.

માતૃત્વ ખર્ચ કવર

જટિલતાઓ સહિતના માતૃત્વ ખર્ચને કવર કરી લે છે.

1 of 1

પસંદ કરેલ અને પૉલિસીમાં ઉલ્લેખ કર્યા મુજબ, કુલ કપાતપાત્ર રકમની મર્યાદામાં આવતી ક્લેઇમ રકમ માટે અમે જવાબદાર નથી.

પહેલેથી હોય તેવી તબીબી સ્થિતિ, બિમારી અથવા ઈજા, જે તમારા પ્રપોઝલ ફોર્મ પર જાહેર કરવામાં આવેલ છે અને આમના દ્વારા સ્વીકારવામાં આવેલ છે...

વધુ વાંચો

અમારી સાથે પહેલી એક્સ્ટ્રા કેર પ્લસ પોલિસીની શરૂઆતની તારીખ બાદ 12 મહિનાના સતત કવરેજ સુધી, પહેલેથી હોય તેવી તબીબી સ્થિતિ, બિમારી અથવા ઈજા, જે તમારા પ્રપોઝલ ફોર્મ પર જાહેર કરવામાં આવેલ છે અને અમારા દ્વારા સ્વીકારવામાં આવેલ છે. વીમાકૃત રકમ વધારવાના કિસ્સામાં, જો એક્સ્ટ્રા કેર પ્લસ પૉલિસી કોઈ બ્રેક વિના રિન્યુ કરવામાં આવી છે, તો આ છૂટ નવેસરથી, વળતરની મર્યાદા જેટલી વધારવામાં આવી છે તે રકમ સુધી લાગુ પડશે.

કોઈપણ રોગ/બીમારીના સંદર્ભમાં તમને થયેલ કોઈ પણ રોગ અને/અથવા તબીબી ખર્ચ...

વધુ વાંચો

કોઈપણ રોગ / બિમારીના સંદર્ભમાં પૉલીસી શરૂ થવાના 30 દિવસની અંદર, આકસ્મિક ઈજાઓ સિવાય, તમને થયેલ કોઈ પણ રોગ અને/અથવા તબીબી ખર્ચ.

આ પૉલિસી હેઠળ, અમારી સાથેની પ્રથમ પૉલિસીની શરૂઆતની તારીખથી પ્રથમ...

વધુ વાંચો

આ પૉલિસી હેઠળ, અમારી સાથેની પ્રથમ પૉલિસીની શરૂઆતની તારીખથી પ્રથમ 12 મહિનાની અંદર માતૃત્વ ખર્ચ સંબંધિત કોઈપણ ચુકવણી કરવાની જવાબદારી અમારી રહેશે નહીં. જો કે, એક્સ્ટ્રા કેર પ્લસના સતત રિન્યુઅલના કિસ્સામાં 12 મહિનાની પ્રતીક્ષા અવધિ લાગુ પડશે નહીં.

નવજાત બાળકને કારણે થયેલા કોઈપણ તબીબી ખર્ચ.

દાંતની સારવાર અથવા કોઈપણ પ્રકારની શસ્ત્રક્રિયા માટે કરવામાં આવતો ખર્ચ, સિવાય કે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોય તો, અને તમારા કુદરતી દાંતને આકસ્મિક ઇજા થવાને પરિણામે.

યુદ્ધ, આક્રમણ, વિદેશી શત્રુઓના કાર્યો, લડાઈને કારણે થયેલી કોઈપણ ઈજાઓ અથવા તબીબી ખર્ચ...

વધુ વાંચો

યુદ્ધ, આક્રમણ, વિદેશી શત્રુઓના કાર્યો, લડાઈ (યુદ્ધ જાહેર કરવામાં આવ્યું હોય કે નહીં), આંતરવિગ્રહ, અશાંતિ, બળવો, ક્રાંતિ, હુલ્લડ, લશ્કરી અથવા છીનવી લીધેલ સત્તા અથવા જપ્તી અથવા રાષ્ટ્રીયકરણ અથવા કોઈપણ સરકાર અથવા જાહેર, સ્થાનિક સત્તાના હુકમ દ્વારા અથવા તેના હુકમ હેઠળ અથવા તેની માંગણી અથવા નુકસાનને કારણે કોઈ ઈજા અથવા તબીબી ખર્ચ.

1 of 1

હેલ્થ ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ ડાઉનલોડ કરો

તમારી પાછલી પૉલિસી હજી સુધી સમાપ્ત થઈ નથી?

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

ગ્રાહકના રિવ્યૂ અને રેટિંગ

સરેરાશ રેટિંગ:

4.75

(3,912 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)

Juber Khan

રમા અનિલ માટે

તમારી વેબસાઇટ પર ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનું રિન્યુઅલ શ્રેષ્ઠ, વપરાશકર્તા માટે સુગમ અને સરળ છે.

Juber Khan

સુરેશ કાડૂ

બજાજ આલિયાન્ઝના પ્રતિનિધિએ અત્યંત સહયોગ પ્રદાન કર્યો છે અને તેને બિરદાવવા માંગું છું. ધન્યવાદ.

Juber Khan

અજય બિંદ્રા

બજાજ આલિયાન્ઝના પ્રતિનિધિએ પૉલિસીના લાભોને ખૂબ જ સારી રીતે વિસ્તારથી સમજાવ્યા છે. તે વાતચીતમાં કુશળ છે અને ખૂબ સારી રીતે સમજાવ્યું છે.

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

કૉલ બૅક માટે વિનંતી કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય વિકલ્પ પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો
કૃપા કરીને ચેકબૉક્સ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

લિખિત: બજાજ આલિયાન્ઝ - અપડેટેડ: 16 મે 2022

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો