અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ સહાયતા 1800-103-5858

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

Maruti કાર ઇન્શ્યોરન્સ

Car Insurance

પરિચય

હૅચબૅકથી લઈને ફેમિલી સેડાન સુધી, Maruti ભારતમાં સૌથી વધુ જાણીતી કાર બ્રાન્ડમાંથી એક છે. સર્વ-સ્વીકૃત Maruti 800 થી મનમોહક Swift અને મસ્ક્યુલર Vitara Brezza સુધી, તેમણે કાર્યક્ષમતા, સુંદર દેખાવ, પરફોર્મન્સ અને વ્યાજબીપણાને સંતુલિત કરવાનો પ્રયત્ન કર્યો છે. વિવેકપૂર્ણ ભારતીય ગ્રાહકો માટે, આ સ્પર્ધાત્મક બજારમાં Maruti ની ઑફર હંમેશા ટોચની પસંદગીઓમાં રહી છે.

ઇતિહાસમાં રુચિ ધરાવતા લોકો માટે, Maruti ની વાર્તા ચોક્કસપણે રોમાંચક રહેશે. Maruti Udyog, જાપાની કાર નિર્માતા Suzuki અને ભારત સરકાર વચ્ચેની પાર્ટનરશિપ 1981 માં અસ્તિત્વમાં આવી હતી, જેણે નવી દિલ્હીમાં દુકાન સ્થાપિત કરી હતી.

સ્થાનિક કાર ઉત્પાદનની આંટીઘૂટી શીખ્યા પછી, Maruti એ પ્રથમ ભારતમાં ડિઝાઇન કરેલ અને નિર્મિત ફોર વ્હીલર લોન્ચ કર્યું, Maruti 800. થોડા દશકાઓની અંદર જેમ તેમના ઑર્ડરનું બુકિંગ વધતું ગયું, તેમણે ક્રમશ: વધુ અપડેટ કરેલ મોડેલો રજૂ કર્યા, જેણે ભારતની કાર માટેની ભૂખને પ્રથમ ઉજાગર કરી અને પછી તીવ્ર બનાવી.

દેશના વિવિધ ભાગોમાં ત્રણ મેન્યુફેકચરિંગ પ્લાન્ટમાંથી વિતરિત કરવામાં આવતી, Maruti કાર હાલમાં ભારતીય રસ્તાઓ પર લાખો કિલોમીટર ફરે છે તેમજ હંગેરી અને અન્ય દેશોની માર્કેટમાં સફળતાપૂર્વક એક્સપોર્ટ પણ થાય છે.

Maruti ના ટોચના કાર મોડેલ

Maruti Wagon R

1999 માં તેની શરૂઆત કરીને, આ હૅચબૅક એ તેના સમય કરતા વધુ ઍડવાન્સ ડિઝાઇનનું પ્રતિનિધિત્વ કરે છે. કોમ્પેક્ટ ચેસિસ હોવા છતાં, તેની કેબિનમાં 7 વ્યક્તિઓ માટેની પર્યાપ્ત જગ્યા પ્રદાન કરે છે. વર્ઝનના આધારે 660c થી 1300cc એન્જિન સાથે, Wagon R વ્યાજબી છે, સારી માઇલેજ પ્રદાન કરે છે અને જો પરિસ્થિતિ મુજબ જરૂરત પડે તો કેમ્પિંગ વાહન તરીકે પણ કાર્ય કરી શકે!

વધુ વાંચો

Swift

કૉમ્પેક્ટ છતાં સ્પોર્ટી, Swift તેના 92kw એન્જિન સાથે સ્મૂથ ડ્રાઇવ માટે જાણીતી છે, જે તેને રસ્તાઓ પર શાનદાર બનાવે છે. તેનું સ્ટિયરિંગ અને હેન્ડલિંગ ગુણવત્તા તેમજ ઇંધણની આકર્ષક બચત ચોક્કસપણે તેને અતિરિક્ત પૉઇન્ટ અપાવે છે. તેના Swift Sport અવતારમાં, તેમાં એક સુધારેલ સસ્પેન્શન, બેહતર સીટ અને અપડેટેડ બમ્પર્સ આપવામાં આવ્યા છે. મનમોહક દેખાવ અને શ્રેષ્ઠ પરફોર્મન્સ, બધું આ એક અદ્ભુત મશીનમાં સમાવિષ્ટ છે!

વધુ વાંચો

Dzire

ડીઝલ અને પેટ્રોલ વર્ઝનમાં ઉપલબ્ધ, Maruti Dzire તેના ઑટોમેટિક ટ્રાન્સમિશન (વર્ઝનના આધારે), પાવર સ્ટિયરિંગ અને વિશિષ્ટ Aston Martin પ્રેરિત સુંદર દેખાવ સાથે ખૂબ જ પ્રભાવિત કરે છે. ભારત અને વિદેશમાં, Dzire એ એક લાખથી વધુ યુનિટના વેચાણ સાથે તમામ વેરિએન્ટમાં સફળતા મેળવી છે.

વધુ વાંચો

Vitara Brezza

એક જ નામના વિન્ટેજ મોડેલનું અપડેટેડ અને થોડું નાનું વર્ઝન, Brezza એ એસયુવી બજારમાં Maruti નું આગમન નોંધાવ્યું. ક્રોમ-એજ્ડ ફ્રન્ટ ગ્રિલ અને સ્ક્વેર્ડ એલઇડી હેડલેમ્પ સાથે, તે મજબૂત દેખાવને રજૂ કરે છે. હૂડ હેઠળ એક 1248cc ડીઝલ એન્જિન છે જે તમને શહેરના રસ્તાઓ પર બહેતર 22kmpl પર આગળ વધવાની સુવિધા આપે છે.

વધુ વાંચો

બજાજ આલિયાન્ઝ Maruti કાર ઇન્શ્યોરન્સ શા માટે?

બજાજ આલિયાન્ઝના વિશેષ Maruti કાર ઇન્શ્યોરન્સ પ્લાન પૈસા વસૂલ પ્લાન છે અને તમારી જરૂરિયાતો માટે શ્રેષ્ઠ કવરેજ ઑફર કરે છે. વરસાદ અથવા ઉજાસ, હવે તમારી Maruti કાર કુદરતી આપત્તિઓ તેમજ માનવ-નિર્મિત આપત્તિઓ સામે સુરક્ષિત છે. જ્યારે આપણે પ્રકૃતિના પ્રકોપને ટાળી શકતા નથી અથવા અકસ્માતોને રોકી શકતા નથી, ત્યારે અમારા થર્ડ પાર્ટી લાયબિલિટી અને કોમ્પ્રિહેન્સિવ ફોર વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાન તમારી કારને સાચવે છે અને સુરક્ષિત રાખે છે.

હવે, તમારે કોઈ રવિવારની બપોરે તમારા વિંડશીલ્ડ પર આવીને અથડાતા ક્રિકેટના બૉલ વિશે ચિંતા કરવાની જરૂર નથી. તે કાચને ભાંગી શકે છે પરંતુ તમને કોઈ ગુફામાં વર્ષો ધ્યાન કર્યા વગર તમારી પરમ શાંતિ મળશે. જો કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના થાય અને તમારી કાર થર્ડ પાર્ટીને ઇજા કરે, તો અમારા માત્ર થર્ડ પાર્ટી લાયબિલિટી Maruti કાર ઇન્શ્યોરન્સ પ્લાન સાથે કાનૂની સંકટને સરળતાથી ટાળી શકાય છે.

રોડ ટ્રિપ અને મિની વેકેશન પર, અમારું Maruti કાર ઇન્શ્યોરન્સ તમારા પરિવાર અને મિત્રોના ચહેરા પર સ્મિત અને ઉત્સાહને પણ સુરક્ષિત કરે છે. હવે, તે ચોક્કસપણે એવું કંઈક છે જેની તમે કોઈ કિંમત આંકી શકતા નથી!

તમારા માટે તેમાં શું છે?

જ્યારે તમે એસોર્ટેડ ફ્લેવર મેળવી શકો છો ત્યારે પ્લેન વેનિલા શા માટે લેવું? અમારા ઍડ ઑન પ્લાન Maruti ના તમારા વાહનને કારની ચાવીઓના ગુમ થવાથી લઈને ડેપ્રિશિયેશન સુરક્ષા સુધીની સંભવિત પરિસ્થિતિઓ સામે કસ્ટમાઇઝ્ડ કવરેજ ઑફર કરે છે. તે તમારી કાર સંબંધિત ખર્ચાઓનું નિયંત્રણ તમારા હાથમાં આપે છે, ભલે નિયમિત રિપેર હોય અથવા તો અકસ્માત નુકસાન સંબંધિત ખર્ચ.

જેમ સારી ક્વૉલિટીનું મોટર ઑઇલ તમારી કારના એન્જિનની આવરદા વધારે છે, તેમ અમારું Maruti કાર ઇન્શ્યોરન્સ તમને રસ્તા પરના જોખમો સામે એક વિશિષ્ટ ફાયદો આપે છે. કેવી રીતે તે જુઓ.

  • 24X7 ગ્રાહક સપોર્ટ

    તમારા માટે, અમારા દિલ અને ફોન લાઇન હંમેશા ખુલ્લા છે. કોઈપણ સમયે ટોલ ફ્રી નંબર 1800-209-5858 પર કૉલ કરો અને તમને મૈત્રીપૂર્ણ, ભરોસો આપનાર અવાજ મળશે જે તમને ક્લેઇમ અથવા સામાન્ય સપોર્ટ સંબંધિત પ્રશ્નો માટે મદદ કરશે. 

  • કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટ

    એકવાર માટે, તમે તમારા વૉલેટને ઘરે ભૂલી જવા બદલ પસ્તાશો નહીં! બજાજ આલિયાન્ઝ સાથે, તમે દેશમાં ક્યાંય પણ અમારા નેટવર્ક ગેરેજ પર તમારી કારની સર્વિસ મેળવી શકો છો. અમારા 4000 નેટવર્ક ગેરેજ સાથે, તમારે ગેરેજની શોધમાં વધુ દૂર જવાની જરૂર પડશે નહીં, અમે વચન આપીએ છીએ!

  • એનસીબી

    અમને ગુણાકાર ગમે છે, બાદબાકી નહીં! તમારા બજાજ આલિયાન્ઝ પ્લાનમાં તમે તમારા હાલના એનસીબીના 50% સુધી ટ્રાન્સફર કરી શકો છો અને તમારી કિટ્ટીમાં ઉમેરી શકો છો અને મોટો લાભ લઈ શકો છો.

  • ત્વરિત રિન્યુઅલ

    તમારી Maruti કારની સતત સુરક્ષા થવી જોઈએ. જો કે તમે સંભવત: એક સાથે ઘણા કાર્યો કરતા હોવ, તેથી અમે તમારી Maruti કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને ઑનલાઇન રિન્યુ કરવાનું પહેલાં કરતાં વધુ સરળ બનાવીએ છીએ. રિન્યુ પર ક્લિક કરો, ચુકવણી કરો, થઈ ગયું!

  • અતિરિક્ત કવરેજ

    મનપસંદ સુપરહીરો દ્વારા પહેરવામાં આવેલ ઉપયોગિતા બેલ્ટની જેમ, અમારા ઍડ-ઑન પ્લાન તમને ઇમરજન્સી પરિસ્થિતિમાં ઘણી બધી પસંદગીઓ આપે છે. પૈસાથી ખરીદી શકાય તેવા ઍડ-ઑન કવરના સૌથી સંપૂર્ણ સેટમાંથી સમજદારીપૂર્વક પસંદ કરો!

  • સ્માર્ટ ટેક

    ડ્રાઇવસ્માર્ટ ટેલિમેટિક્સ સર્વિસ, તમારું પોતાનું ડિજિટલ ડાયગ્નોસ્ટિક્સ અને વાહન ટ્રેકિંગ આસિસ્ટન્ટ (એન્જિન, બૅટરી લાઇફ વગેરે), એ ટ્રેન્ડને સમજવા, રિમાઇન્ડર સેટ કરવા, ટ્રાફિક સલામતી અને વાહન સુરક્ષામાં સુધારો કરવા બાબતે તમારું જીવન સરળ બનાવી શકે છે. 

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે