રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

સિંગાપુર માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

Travel Insurance For Singapore

ટ્રાવેલ ઇન્શ્યોરન્સના ક્વોટની વિગતો શેર કરો

કૃપા કરીને નામ દાખલ કરો
કૃપા કરીને મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય ઇમેઇલ આઇડી દાખલ કરો

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

સિંગાપુર એ સૌથી લોકપ્રિય અને અદ્ભુત પ્રવાસન સ્થળોમાંથી એક છે. COVID-19-related કોઈપણ અણધાર્યા ખર્ચ સામે સુરક્ષિત રહેવા માટે, વર્તમાન મહામારીને ધ્યાનમાં રાખીને, તમામ વિદેશી મુલાકાતીઓ પાસે ઓછામાં ઓછી SGD 30,000નું કવરેજ ધરાવતી સિંગાપુર માટે માન્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી સિંગાપુર દ્વારા હવે ફરજિયાત બનાવવામાં આવેલ છે.

ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી વિદેશની મુલાકાત દરમિયાન બનતી અનિશ્ચિત ઘટનાઓ સામે સુરક્ષા પ્રદાન કરે છે.

તમારે ભારતથી સિંગાપુર સુધી ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર શા માટે છે?

ભારતીયોમાં મુસાફરી માટે સિંગાપુર લોકપ્રિય હોવાને કારણે, ભારતના ઘણા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રદાતાઓએ ઑનલાઇન ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી પ્રદાન કરવાનું શરૂ કર્યું છે. તમારી મુસાફરીનું આયોજન કરતી વખતે, તમે તમારી જરૂરિયાત અને બજેટ અનુસાર યોગ્ય પ્લાન ખરીદી શકો છો.

સિંગાપુરની સૌથી તાજેતરની મુસાફરી અંગે આપવામાં આવેલી સલાહ અનુસાર, ભારતમાંથી સિંગાપુર માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑફર કરતી વિવિધ ઇન્શ્યોરન્સ કંપનીઓ ન્યૂનતમ જરૂરિયાતોને પૂર્ણ કરે છે.

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સની સિંગાપુર ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાના ફાયદા શું છે?

ખાણી-પીણી, સંસ્કૃતિ, કુદરતી સૌંદર્ય અને અન્ય આકર્ષણોનો અનુભવ કરવા માટે નવા દેશની મુલાકાત લેતી વખતે, બૅકઅપ પ્લાન હોવાથી તમે ચિંતા-મુક્ત રહી શકો છો. બજાજ આલિયાન્ઝની ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી વડે, તમે કોઈપણ તણાવ વગર મુસાફરી કરી શકો છો.

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સનો ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાના કેટલાક મુખ્ય લાભ અહીં જણાવેલ છે:

 

વ્યાપક કવરેજ

જ્યારે તમે સિંગાપુર માટે બજાજ આલિયાન્ઝનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદો છો, ત્યારે એ પ્લાન દ્વારા ઑફર કરવામાં આવતું વ્યાપક કવરેજ તેનો મુખ્ય લાભ છે. તબીબી કટોકટી, ખોવાયેલ સામાન અથવા ટ્રિપ કૅન્સલેશન, આ સૌ પૉલિસીના સ્કોપ હેઠળ કવર કરવામાં આવે છે.

 

એન્ડ-ટુ-એન્ડ સપોર્ટ

તમારી સમસ્યાને દૂર કરવા માટે ગ્રાહક હેલ્પલાઇન નંબર પર એક કૉલ કરીને તમે તમારી સમસ્યાના નિરાકરણ સુધી સહાય મેળવી શકો છો.

 

તમામ વય જૂથની વ્યક્તિઓ માટે કવરેજ

તમે એકલ મુસાફરી કરી રહ્યા હોવ કે તમારા માતાપિતા સાથે, બજાજ આલિયાન્ઝ તમામ પ્રકારના મુસાફરો માટે પૉલિસીઓ પ્રદાન કરે છે.

 

ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ

ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ એ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સના મુખ્ય યુએસપીમાંથી એક છે. અમે તમારી તકલીફનો વહેલી તકે ઉકેલ લાવવા ઈચ્છીએ છીએ. તેથી, અમારું લક્ષ્ય તમારા ક્લેઇમની રકમ ઝડપથી ચુકવવાનું છે. 

તમારે આ વિશે જાણવું જોઈએ: સિંગાપુરના વિઝા અને પ્રવેશ અંગે માહિતી

સિંગાપુરનો વિઝા એ ઇમિગ્રેશન પાસ નથી. અનેક દેશના નાગરિકો વિઝા વગર સિંગાપુરમાં પ્રવેશ મેળવી શકે છે, પરંતુ ભારતીય નાગરિકો અને ભારતીય પાસપોર્ટ્સ ધરાવતા લોકોએ અગાઉથી વિઝા માટે અરજી કરવી આવશ્યક છે. ભારતીય નાગરિકો નીચે મુજબના કેટલાક વિઝા મેળવી શકે છે:

• વ્યક્તિગત વિઝા

• કલેક્ટિવ ગ્રેટિસ વિઝા

• ફેમિલી વિઝા

તમારા વિસ્તારમાં આવેલ અધિકૃત એજન્ટ અથવા સિંગાપુર ઓવરસીઝ મિશન તમને ભારતીયો માટેના સિંગાપુરના વિઝાની અરજી કરવામાં મદદ કરી શકે છે. તમારા પ્રવાસની તારીખથી ઓછામાં ઓછા 20 દિવસ પહેલાં તમારી વિઝા એપ્લિકેશન સબમિટ કરવાની સલાહ આપવામાં આવે છે.

સિંગાપુર વિઝા માટે અરજીની પ્રક્રિયા

You need the following paperwork when applying for a Singapore visa for Indians be it for travel or business:

• ભરેલી વિઝા એપ્લિકેશન

• પાસપોર્ટ માટે તાજેતરનો કલર ફોટો

• તમારા પાસપોર્ટના બાયોગ્રાફી પેજની એક કૉપી

• વિઝાના પ્રકારના આધારે, અતિરિક્ત ડૉક્યૂમેન્ટની જરૂર પડી શકે છે

ભારતથી સિંગાપુરની મુસાફરી સમયે કયા ટ્રાવેલ ડૉક્યુમેન્ટ જરૂરી છે?

આગમન સમયે, તમારે પોર્ટ ઑફ એન્ટ્રી પર નીચેની શરતો પૂરી કરવી આવશ્યક છે:

• ઓછામાં ઓછા છ મહિનાની માન્યતા ધરાવતો ભારતીય પાસપોર્ટ

• ઇલેક્ટ્રોનિક હેલ્થ ડિક્લેરેશન સાથે SG અરાઇવલ કાર્ડ

• તમારી મુલાકાતના સમગ્ર સમયગાળા દરમિયાન તમારી પાસે પૂરતાં પૈસા હોવાનું પ્રમાણ

• સિંગાપુર માટે માન્ય એન્ટ્રી વિઝા

• કન્ફર્મ રિટર્ન અથવા ટ્રાન્સફર ટિકિટ

• જો જરૂરી હોય તો યલો ફીવરની રસી લીધાનો પુરાવો

• પ્રવેશ માટે પૂર્વ ક્લિયરન્સનું પ્રમાણ

તમે તમારી મુસાફરી સુરક્ષિત કરી શકો છો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદો.

સિંગાપુરમાં મુસાફરી દરમિયાન ધ્યાનમાં રાખવા યોગ્ય સુરક્ષા અને સાવચેતી પગલાં

તુલનાત્મક રીતે ઓછો અપરાધ દર અને અત્યંત વિકસિત રાષ્ટ્ર હોવા છતાં, તમારે હજુ પણ સાવચેતી રાખવી અને તમારી સુરક્ષાની ખાતરી કરવી જરૂરી છે. આવા સમયે, સિંગાપુર માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવો એ એક સ્માર્ટ પસંદગી છે. આ દેશના મુલાકાતીઓ માટે સુરક્ષા અંગેના કેટલાંક સૂચનો અહીં જણાવેલ છે:

  • ડેન્ગ્યુ અને ચિકનગુનિયા એ બે મચ્છરોથી થતા રોગો છે જે સિંગાપુરમાં જોવામાં આવે છે. મચ્છરોને દૂર રાખતું ક્રીમ સાથે રાખો અને મચ્છર ન કરડે તેનું ધ્યાન રાખો.
  • ડેન્ગ્યુ અને અન્ય કીટકોની વૃદ્ધિ રોકવા માટે, દર વર્ષે આ દેશમાં "સિંગાપુર હેઝ" અથવા મોટા જંતુનાશક ધુમ્મસનો અનુભવ થાય છે, જે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આવ સ્થળો વિશે માહિતી મેળવો અને તેની મુલાકાત લેવાનું ટાળો.
  • ખાતરી કરો કે તમે નશામાં અથવા મનોરંજક ડ્રગનું સેવન કરીને ડ્રાઇવિંગ કરતા નથી, કારણ કે સિંગાપુર આ બાબત ખૂબ જ ગંભીર છે.
  • ઇમરજન્સી પરિસ્થિતિમાં ઉદ્ભવતા અનપેક્ષિત ખર્ચની સંભાવનાને ઓછી કરવા માટે સિંગાપુર માટે યોગ્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદો.
  • બહાર જતી વખતે, તમારા પાસપોર્ટની ફિઝિકલ કૉપી લેવાનું ભૂલશો નહીં.

જાણવા જેવી મહત્વની માહિતી: સિંગાપુરમાં ભારતીય દૂતાવાસ

ઈમર્જન્સી કૉન્ટૅક્ટ: 83883171

ઑફિસનો સમય: સોમવારથી શુક્રવાર - 9:00 am થી 5:30 pm

તમે સિંગાપુરમાં નીચેના ઍડ્રેસ પર ભારતીય દૂતાવાસની મુલાકાત લઈ શકો છો અથવા ઉલ્લેખિત નંબરો પર કૉલ કરી શકો છો, જો તમને મદદ જોઈએ જ્યારે તમારી પાસે હોય આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન:

ભારતનું હાઇ કમિશન

31, ગ્રેન્જ રોડ

સિંગાપુર 239702

સિંગાપુરમાં કયા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો આવેલા છે?

નામ

સ્થાન

સિંગાપુર ચાંગી એરપોર્ટ

ચાંગી

કલાંગ એરપોર્ટ (કલાંગ એરોડ્રોમ)

કલાંગ બેસિન

સેલેટર એરપોર્ટ

સેલેટર

પાયા લેબાર એર બેસ

પાયા લેબાર

સિંગાપુરની મુલાકાત લેતી વખતે લઈ જવા માટેનું ચલણ અને ફોરેન એક્સચેન્જ

સિંગાપુર ડોલર એ સિંગાપુરનું અધિકૃત ચલણ છે. ભારતીય રૂપિયામાંથી વિનિમયનો દર જાણવા માટે, રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની અધિકૃત વેબસાઇટ પર સૌથી તાજેતરના એક્સચેન્જ દર વિશે માહિતી મેળવો. સિંગાપુરમાં, તમે મહત્તમ SGD 20,000 સાથે રાખી શકો છો.

સિંગાપુરમાં મુલાકાત લેવા યોગ્ય પ્રવાસન સ્થળો

સૌ પ્રથમ, તમારી સતત સુરક્ષા માટે તમારે સિંગાપુર માટે તમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ભારતથી ખરીદવો આવશ્યક છે. સિંગાપુરના કેટલાક મહત્વના પ્રવાસન સ્થળો નીચે મુજબ છે:

  • જાણીતા ઑપ્યુલન્ટ રિસોર્ટ કૉમ્પ્લેક્સ, મરીના બે સેન્ડ્સમાં વૉટરવે સાથે એક મોટો મૉલ શામેલ છે. કૉમ્પ્લેક્સમાં આર્ટસાયન્સ મ્યુઝિયમ, સ્કાયપાર્ક ઓબ્ઝર્વેશન ડેક અને અદ્ભુત સ્કાઇલાઇન આવેલ છે. ઑબ્ઝર્વેશન ડેક પરથી ડબલ હેલિક્સ બ્રિજ અને ભવ્ય પોર્ટ જોઈ શકાય છે.
  • ગાર્ડન્સ બાય ધ બે ખાતેની આકર્ષક હરિયાળીને કારણે, તે શહેરની ભાગદોડથી દૂર રહેવા માટેનું આદર્શ સ્થળ છે. આ સુંદર આયોજિત ગ્રીન પાર્કને ચૂકશો નહીં. સુપરટ્રી ગ્રોવ, જે તેના પર્યાવરણને અનુકુળ એવા ભવિષ્યના આર્કિટેક્ચર માટે પ્રસિદ્ધ છે, તેની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. અન્ય આકર્ષણોમાં વિશ્વના સૌથી ઊંચા ઇન્ડોર વોટરફોલ અને ક્લાઉડ ફોરેસ્ટ ડોમનો સમાવેશ થાય છે.
  • બોટનિક ગાર્ડન્સ: સિંગાપુરના સમગ્ર કુદરતી વારસાને સુરક્ષિત કરતા આ ગાર્ડન્સના નામની રજૂઆત સિંગાપુરના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ તરીકે કરવામાં આવી હતી. ઘણા આકર્ષણોમાં ઇકો-ગાર્ડન, બોન્સાઈ ગાર્ડન અને નેશનલ ઑર્કિડ ગાર્ડનનો સમાવેશ થાય છે.

સિંગાપુરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય કયો છે?

સિંગાપુરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ફેબ્રુઆરીથી એપ્રિલ અને સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો છે જ્યારે હવામાન આનંદદાયક હોય અને ભેજ ઓછો હોય છે.

આ સમય દરમિયાન ભીડ ઓછી હોય છે અને અનેક ઉત્સવોની ઉજવણી થતી હોય છે. જૂનથી ઓગસ્ટ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ હોય છે, અને સિંગાપુરમાં દરિયાકિનારાનો આનંદ લેવા માટે એક સારો સમય માનવામાં આવે છે.

Frequently Asked Questions

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું સિંગાપુર માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવો જરૂરી છે?

સિંગાપુરની સૌથી તાજેતરની કોવિડ-19 ને લગતી મુસાફરીની ભલામણ મુજબ, સિંગાપુરની મુલાકાત લેતી વખતે ટ્રાવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવો જરૂરી છે. સિંગાપુર માટે તમારી જરૂરિયાત અનુસાર યોગ્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાની સલાહ આપવામાં આવે છે, જે તમને વિવિધ ફ્લાઇટ, લૉજિંગ અથવા તબીબી સમસ્યાઓ સામે સુરક્ષિત કરે છે.

શું મારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા કોવિડ-19 કવર કરવામાં આવશે?

ઘણી ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા, આ વાઇરસનો ચેપ લાગવાથી કોવિડ-19 થવાને કારણે થતા ખર્ચને કવર કરવા માટે કવરેજ પ્રદાન કરવામાં આવી રહ્યું છે. તમારા ઇન્શ્યોરર કોવિડ-19 ને કવર કરે છે કે નહીં તે જાણવા માટે પૉલિસી ડૉક્યૂમેન્ટ કાળજીપૂર્વક વાંચો. 

સિંગાપુર ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો ખર્ચ કેટલો થાય છે?

સિંગાપુર માટેની તમારી ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીની કિંમત વિવિધ પરિબળો પર આધારિત છે. તમારી અને તમારા આશ્રિતની ઉંમર, તમારી મુલાકાતનો સમયગાળો, અને તમારા દ્વારા પસંદ કરવામાં આવતા કોઈ ઍડ-ઑન, વગેરે સામાન્ય પરિબળોના આધારે ખર્ચ નિર્ધારીત થાય છે.

હું સિંગાપુર ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ક્યાંથી મેળવી શકું?

તમારી પસંદગી મુજબ, તમે સિંગાપુર માટે ઑનલાઇન અથવા ઑફલાઇન ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી શકો છો. જો કે, તેને ઑનલાઇન ખરીદવામાં માત્ર થોડી મિનિટ લાગે છે.

લોકપ્રિય દેશો માટે વિઝા ગાઇડ


ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે