રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
✓ માનસિક શાંતિ
✓ ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ
✓ કૅશલેસ ક્લેઇમ સર્વિસ
✓ ગેરેજનું વિશાળ નેટવર્ક
✓ ડિજિટલ ઉપલબ્ધતા
✓ વ્યાપક કવરેજ
✓ વિશેષ ઇવી હેલ્પલાઇન
1. વ્યાપક કવરેજ
2. વિવિધ કમર્શિયલ વાહનો માટે કવરેજ
3. ડ્રાઇવર અને મેઇન્ટેનન્સ કર્મચારીઓ માટે સુરક્ષા
ઇવી ઇન્શ્યોરન્સ તમારા વાહન અને તમારા સમય અને આર્થિક સુરક્ષા માટે ફરજિયાત અને આવશ્યક સુરક્ષા છે અને અમારી પાસેથી ખરીદીને નીચે જણાવેલ બાબતોમાં આગળ રહો:
ઇવી કમર્શિયલ ઇન્શ્યોરન્સ પૉલિસી આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે. ઇન્શ્યોરન્સ કંપની પૉલિસીની શરત મુજબ થયેલ નુકસાન અથવા ક્ષતિ માટે ચુકવણી કરવા માટે જવાબદાર છે.
અમારી ખાસ રોડસાઇડ આસિસ્ટન્સ સર્વિસ, જેવી કે સમર્પિત ઇવી હેલ્પલાઇન, આઉટ ઑફ એનર્જી ટોઇંગ, ઓન-સાઇટ ચાર્જિંગ, પિક-અપ અને ડ્રોપ, સામાન્ય રિપેરીંગ, રહેવાની સગવડ અને કાનૂની સહાય – વગેરેના માધ્યમથી અમે તમારા ઇવી માટે કોઇ પણ સ્થળે, કોઇ પણ સમયે તમારી સાથે છીએ.
ગેરેજના અમારા વિશાળ નેટવર્ક દ્વારા તમે અમારી ઇન્ડસ્ટ્રીમાં ઝડપી અને શ્રેષ્ઠ ક્લેઇમ પ્રક્રિયાનો અનુભવ અને સેવાઓનો લાભ મેળવી શકો છો.
મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ, થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત છે. ઇલેક્ટ્રિક કમર્શિયલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદીને તમે કાયદાનું પાલન કરી શકો છો.
વ્યાપક કવરેજ, સર્વિસ, ક્લેઇમની સરળતા, સમર્પિત હેલ્પલાઇન અને તેવા અન્ય ફાયદાઓ ધરાવતાં વિશેષ ઇવી ઇન્શ્યોરન્સ ખરીદીને મનની શાંતિ મેળવો.
જ્યારે તમારા બિઝનેસમાં ઇલેક્ટ્રિક વાહનો શામેલ હોય, ત્યારે તેમના રિપેરીંગની જરૂરિયાત ઉભી થતી જ હોય છે. ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ નીચેની કેટલીક નોંધપાત્ર સુવિધાઓ ધરાવે છે જે તમારે જાણવી જોઈએ:
અહીં બજાજ આલિયાન્ઝની કમર્શિયલ ઇવી પૉલિસીની કેટલીક વિશેષતાઓ જણાવેલ છે:
સુવિધા |
બજાજ આલિયાન્ઝની ઇવી પૉલિસી દ્વારા ઑફર કરવામાં આવતા લાભો |
ખરીદવા માટે ઝડપી પ્રક્રિયા |
3 મિનિટથી ઓછો સમય લાગે છે |
ક્લેઇમની સુવિધા |
કૅશલેસ ક્લેઇમ |
ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો |
98% |
તત્કાળ સેટલમેન્ટ |
કેરિંગલી યોર્સ એપ દ્વારા ઉપલબ્ધ |
ગ્રાહક સહાય |
રાઉન્ડ-ધ-ક્લૉક 24-બાય-7 સપોર્ટ |
કવર કરવામાં આવતા વાહનોના પ્રકાર |
ઇ કેબ્સ, ઇ ટૅક્સી, ઇ કાર્ટ, ઇ રિક્ષા, ઇ ઑટો વગેરે. |
અતિરિક્ત કવરેજ |
વ્યક્તિગત અકસ્માત કવર, થર્ડ-પાર્ટી લાયબિલિટી કવર, વિવિધ ઍડ-ઑન્સ, પોતાના ડ્રાઇવર, પેસેન્જર્સ વગેરે માટે કવરેજ. |
થર્ડ પાર્ટીને થયેલા નુકસાન માટે કવર |
વ્યક્તિગત ઈજાઓ માટે કોઈ મર્યાદા નથી; જો કે, પ્રોપર્ટી અથવા વાહનને થયેલ નુકસાન માટે ₹7.5 લાખ સુધી મર્યાદા છે. |
ચાર્જિંગ સ્ટેશન શોધો
સરકારી ગાઇડલાઇન
આઇઆરડીએઆઇ ગાઇડલાઇન
આઇઆરડીએઆઇ દ્વારા ટીપી રેટ સર્ક્યુલર
જ્યારે ઑફલાઇનને બદલે ઇવી ઇન્શ્યોરન્સ ખરીદો છો તમારા કમર્શિયલ વાહનોમાટે, ત્યારે સમાવેશ અને બાકાત વિશે જાણકારી હોવી જરૂરી છે. કારણ કે તમારા કમર્શિયલ વાહનનો ઉપયોગ ખાનગી કાર અથવા ટૂ-વ્હીલરની તુલનામાં અનેક ગણો વધારે થાય છે, તેથી શું કવર કરવામાં આવે છે અને શું કવર કરવામાં નથી આવતું તેની માહિતી હોવી ખૂબ જરૂરી છે.
અહીં જાણો કે ઇલેક્ટ્રિક કમર્શિયલ વ્હીકલ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ શું કવર કરવામાં આવે છે:
વ્યાવસાયિક સંસ્થાઓ દ્વારા પરંપરાગત ઇંધણવાળા વાહનોના સ્થાને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે પૉલિસીનું પ્રીમિયમ કેવી રીતે વસૂલવામાં આવે છે તે જાણવું મહત્વપૂર્ણ છે.
કોઈ એક નહીં, પરંતુ એક સાથે કામ કરતાં ઘણા પરિબળોની અસર પ્રીમિયમ પર થાય છે.
તમારા વાહન પર લાગુ પડતા આ પરિબળોના મૂલ્યોના આધારે ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર તમને પ્રીમિયમ વિશે અંદાજ મેળવવામાં મદદ કરી શકે છે.
આમ, તમારી સંસ્થાની વિવિધ શાખાઓ દ્વારા એક સરખા પ્રકારના વ્યવસાયિક ઇવીનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
જો કે, દરેક વાહન માટે ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સની કિંમત નીચેના મુજબ અલગ હોઈ શકે છે:
1. કમર્શિયલ વાહનનું ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ
ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ અથવા આઇડીવી એ સંપૂર્ણ નુકસાન અથવા સંપૂર્ણ ક્ષતિની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ચૂકવવામાં આવતી વળતરની રકમ છે.
આ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ઇન્શ્યોરન્સ ધરાવતા વાહન માટે ચૂકવવામાં આવતું મહત્તમ વળતર છે.
ઇન્શ્યોરર દ્વારા અન્ડરરાઇટ કરવામાં આવતા મહત્તમ જોખમને આઇડીવી મર્યાદિત કરે છે, તેથી ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર તેની સીધી અસર થાય છે.
તેથી, આઇડીવી જેટલી વધુ, પ્રીમિયમ તેટલું વધુ હશે, અને આઇડીવી જેટલી ઓછી, પ્રીમિયમ તેટલું ઓછું હશે.
2. વાહનની ઉંમર
ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરતી અન્ય મહત્વની બાબત તમારું વાહન કેટલું જૂનું છે તે છે.
ઇન્શ્યોરન્સ ધરાવતું વાહન કેટલું જૂનું છે તેના અનુસાર તેના રિપેરીંગનો ખર્ચ વધુ હોઇ શકે છે.
આમ, વાહનની ઉંમરના આધારે, રિપેરીંગ માટે ક્લેઇમ કેટલા સમયાંતરે કરવામાં આવી શકે છે તે નિર્ધારીત કરી શકાય છે, જેની એકંદર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર અસર થાય છે ઇન્શ્યોરન્સ પ્રીમિયમ.
વાહનની ઉંમર અને પ્રીમિયમ વચ્ચેના સંબંધને ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર ની મદદથી સમજી શકાય છે.
3. રજિસ્ટ્રેશન ઝોન
તમારી પૉલિસીના પ્રીમિયમ કેવી રીતે બદલાશે તેનો આધાર તમારા કમર્શિયલ ઇવીનું રજિસ્ટ્રેશન લોકેશન પર રહેલો છે.
ભારત બે ઝોનમાં વિભાજિત થયેલું છે.
ઝોન એ માં અમદાવાદ, બેંગલોર, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ, નવી દિલ્હી અને પુણે એમ આઠ મેટ્રો શહેરો શામેલ છે.
ઝોન બી માં બાકીના ભારતનો સમાવેશ થાય છે.
ઘણીવાર ટ્રાફિકથી ભરચક મેટ્રો ઝોનમાં વાહનોને અકસ્માત અને નુકસાનનું જોખમ વધુ હોય છે.
તેથી, આ વિસ્તારોમાં કમર્શિયલ ઇલેક્ટ્રિક વાહનો માટે અન્ડરરાઇટ કરેલ જોખમ વધુ છે.
આમ, ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સની કિંમત વાહનના રજિસ્ટરિંગ લોકેશનના આધારે બદલાય છે.
4. ઍડ-ઑન કવરેજ
ઍડ-ઑન કવર એ પૉલિસીની વૈકલ્પિક સુવિધાઓ છે જે ખરીદી શકાય છે. તેઓ પૉલિસીમાં સમાવિષ્ટ હોતા નથી.
તેથી, યોગ્ય ઍડ-ઑન્સ પસંદ કર્યા બાદ તમારી કમર્શિયલ ઇવી ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રીમિયમને અસર થાય છે.
5. વાહનનો પ્રકાર અને મોડેલ
મોડેલ અને વાહનના પ્રકારના આધારે કમર્શિયલ વાહન માટે અંડરરાઇટ કરેલ જોખમ અલગ હોય છે.
તે જ રીતે, વાહનના મોડેલ અને પ્રકારના આધારે ઇન્શ્યોરન્સ પ્રીમિયમ અલગ હોય છે.
ઉદાહરણ તરીકે, ઇલેક્ટ્રિક ગુડ્સ વાહન, જેમ કે ટેમ્પો અથવા ટ્રકની ઇન્શ્યોરન્સ પૉલિસી એક વિશિષ્ટ પ્રકારનું જોખમ ધરાવે છે.
એક ઇન્શ્યોરન્સ પૉલિસી, કે જે સ્કૂલના બાળકોને લાવવા-લઈ જવાનું કામ કરતી ઇલેક્ટ્રિક વેન માટે છે, તેને બીજી તરફ અલગ પ્રકારનું જોખમ હોય છે. તેથી, તેમનું પ્રીમિયમ પણ અલગ હોઈ શકે છે.
6. વાહનના ઇંધણનો પ્રકાર
વાહનમાં જે પ્રકારનું ઇંધણ વપરાય છે તેના આધારે ઇન્શ્યોરન્સ કંપનીએ વિવિધ જોખમોને કવર કરવા જરૂરી છે.
કમર્શિયલ ઇવી માટે, મોટર અને બૅટરી બે મહત્વપૂર્ણ ઘટકો છે.
તમારી પૉલિસીમાં આ ભાગોના કવરેજ પ્રમાણે ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સની કિંમત તેની ક્ષમતા અને આઉટપુટના આધારે અલગ હશે.
ઘણીવાર ઇવી માટે કમર્શિયલ ઇન્શ્યોરન્સ પૉલિસીનું સ્ટાન્ડર્ડ કવરેજ પૂરતું હોતું નથી. આવા સમયે, ઍડ-ઑનના માધ્યમથી અતિરિક્ત કવરેજ મદદ કરી શકે છે. આ ઍડ-ઑન વધુ અન્ય ઘટનાઓને કવર કરીને પૉલિસીના સ્કોપને નોંધપાત્ર રીતે વધારે છે.
જો કે, આ ઍડ-ઑન વૈકલ્પિક છે અને તેને કારણે વધે છે ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સની કિંમત. આમ, તેઓ એકંદર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરે છે. પરંતુ આ ઍડ-ઑન્સ દ્વારા પ્રદાન કરવામાં આવતું અતિરિક્ત કવરેજ લાંબા ગાળે લાભદાયક છે. તેથી, ઇવી ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરતી વખતે યોગ્ય ઍડ-ઑન્સ પસંદ કરવા મહત્વપૂર્ણ છે.
પસંદ કરવા યોગ્ય કેટલાક વિવિધ ઍડ-ઑન્સ અહીં આપેલ છે:
ઝીરો ડેપ્રિશિયેશન કવર: વાહનના પાર્ટ્સને સમયની સાથે ઘસારો પહોંચે છે. આ ડેપ્રિશિયેશનને કારણે ઇન્શ્યોરન્સ ક્લેઇમના મૂલ્યમાં ઘટાડો થાય છે.
આ ઝીરો-ડેપ્રિશિયેશન ઍડ-ઑન કવર એ ડેપ્રિશિયેશનને કારણે ઘટાડો ન થાય તે સુનિશ્ચિત કરે છે. આને કારણે તમને ક્લેઇમના સમયે વધુ વળતર પ્રાપ્ત થઈ શકે છે.
અકસ્માતની સ્થિતિમાં, રબર અથવા ફાઇબરગ્લાસ જેવા સ્પેર પર ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ડેપ્રિશિયેશનને કવર કરવામાં આવે છે.
આમ, જો તમે તમારી ઇલેક્ટ્રિક વેન ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ઝીરો-ડેપ્રિશિયેશન ઍડ-ઑન પસંદ કરો છો, તો તમને વળતરની વધુ વ્યાપક રકમ પ્રાપ્ત થાય છે અને જે લાંબા ગાળે બચતમાં પરિણમે છે.
24X7 રોડસાઇડ આસિસ્ટન્સ કવર: ખાનગી વાહનોની તુલનામાં લાંબા સમય સુધી કાર્યરત હોવાને કારણે કમર્શિયલ વાહનોનું બ્રેકડાઉન થવાની સંભાવના વધુ છે.
આવા સમયે, રાઉન્ડ-ધ-ક્લૉક રોડસાઇડ સહાયની મળવી એ એક વરદાન છે.
મુસાફરો અથવા માલ અટવાઈ પડે એવી પરિસ્થિતિમાં, તે બિઝનેસને ફાઇનાન્શિયલ નુકસાન પહોંચાડી શકે છે.
તેથી, 24X7 રોડસાઇડ આસિસ્ટન્સ કવર ઉપયોગી બને છે.
કન્ઝ્યુમેબલ્સ કવર: કમર્શિયલ ઇવી ખરીદવું અને તેને જાળવવું એ બે અલગ વસ્તુઓ છે. તમે તમારી બિઝનેસની જરૂરિયાતોના આધારે વાહનની પસંદગી કરી શકો છો.
જો કે, તે ઉત્તમ રીતે કાર્ય કરે તે માટે જરૂરી સ્પેર અને ભાગો બદલવા જરૂરી છે.
કમર્શિયલ વાહનોનો ઉપયોગ સામાન્ય રીતે માલ અને મુસાફરોના વહન માટે થાય છે, તેથી તે બગડી જાય તો બિઝનેસને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.
તેથી, તમારા સ્ટાન્ડર્ડ ઇન્શ્યોરન્સ કવરેજની સાથે કન્ઝ્યુમેબલ્સ કવર ઘટકોના રિપ્લેસમેન્ટના ખર્ચની કાળજી લે છે.
આ ઍડ-ઑનને ઉમેરવાથી ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સની કિંમતમાં થોડો વધારો થઈ શકે છે.
મોટર પ્રોટેક્શન કવર: મોટર એ તમારા કમર્શિયલ ઇવીનું હૃદય છે, તેથી તેને થયેલ કોઈપણ નુકસાનનો અર્થ છે ભારે ફાઇનાન્શિયલ નુકસાન.
રિપેર કરાવવાની જરૂર પડે તેવા સમય માટે નુકસાનને મોટર પ્રોટેક્શન કવર વડે ઇન્શ્યોર કરી શકાય છે.
આ ઍડ-ઑન ખરીદવા માટે તમારે ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સની કિંમત વધુ ચૂકવવી પડી શકે છે.
જો કે, ઍડ-ઑન દ્વારા મોટરને થયેલ નુકસાન અને રિપેર ખર્ચનું વળતર મેળવી શકાય છે, જે લાંબા ગાળે લાભદાયી સાબિત થાય છે.
આવકનું નુકસાન: કેટલીક કમર્શિયલ ઇવી ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં તમારા બિઝનેસમાં ડાઉનટાઇમને કારણે થતા આવકના નુકસાન માટે પણ વળતર આપવામાં આવે છે.
એવા વ્યવસાયમાં કે જ્યાં વાહનો તેમની કામગીરી માટે મહત્વપૂર્ણ છે, તેને માટે તે એક ઉત્તમ ઍડ-ઑન છે.
તમારા કમર્શિયલ ઇવીને વ્યાપક કવરેજ પ્રદાન કરવા માટે યોગ્ય પૉલિસી ખરીદવી જરૂરી છે. પૉલિસી પસંદ કરતી વખતે યાદ રાખવા જેવી કેટલીક બાબતો અહીં જણાવેલ છે:
● પૉલિસી કવરેજ
તમારો બિઝનેસ આર્થિક નુકસાન સામે સુરક્ષિત રહે તે યોગ્ય પૉલિસી કવરેજ સુનિશ્ચિત કરશે.
તેથી, તમારા બિઝનેસ માટે આવશ્યક પૉલિસી પસંદ કરવી મહત્વપૂર્ણ છે, પછી તે થર્ડ-પાર્ટી પૉલિસી હોય કે કોમ્પ્રિહેન્સિવ ઇવી કમર્શિયલ પૉલિસી હોય.
● ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ
યોગ્ય ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ અથવા આઇડીવીનું નિર્ધારણ એ અકસ્માત અને નુકસાનના કિસ્સામાં યોગ્ય વળતર મેળવવાની ખાતરી કરવા માટે મહત્વપૂર્ણ છે.
જ્યારે ઇન્શ્યોરર દ્વારા સંપૂર્ણ નુકસાન અથવા સંપૂર્ણ ક્ષતિ પહોંચી હોવાની પરિસ્થિતિઓ માટે વળતર ચૂકવવામાં આવે છે, ત્યારે તમારા કમર્શિયલ ઇવીની આઇડીવી વડે તમારું આર્થિક નુકસાન મર્યાદિત કરી શકાય છે.
ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટરની જેમ આઇડીવી કૅલ્ક્યૂલેટર પણ ઉપલબ્ધ છે જેનો તમે વધુ સારી સમજ મેળવવા માટે ઉપયોગ કરી શકો છો.
● નો-ક્લેઇમ બોનસ
આ નો-ક્લેઇમ બોનસ ની અસર ધ્યાનમાં રાખવી જરૂરી છે, જે તમને તમારી પૉલિસીનું પ્રીમિયમ યોગ્ય હોય તેની ખાતરી કરવામાં મદદરૂપ થાય છે.
જો તમે તમારી ઇન્શ્યોરન્સ કંપનીઓને સ્વિચ કરી રહ્યા હોવ તો પણ નો-ક્લેઇમ બોનસ વડે તમે તમારી ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સની કિંમત, માટે નીચી કિંમત મેળવી શકો છો.
● ઍડ-ઑન કવર
યોગ્ય ઍડ-ઑન્સ પસંદ કરવાથી મુસાફરી દરમિયાન ઉદ્ભવી શકતાં વિવિધ જોખમોના આધારે પર્યાપ્ત કવરેજ મેળવી શકાય છે.
જો કે, તમારી પૉલિસીના કવરેજમાં ખાસ અગત્યતા ન હોય તેવા ઍડ-ઑન્સને અવગણવાથી ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સની કિંમત નિયંત્રિત કરી શકો છો.
● કૅશલેસ નેટવર્ક ગેરેજ
તમારા કમર્શિયલ ઇવીનું રિપેરીંગ અગાઉથી સંપૂર્ણ રકમ ચૂકવ્યા વિના કરાવી શકો છો.
કૅશલેસ નેટવર્ક ગેરેજની સુવિધા તમને અહીં મદદ કરી શકે છે.
આ સુવિધા વડે તમે સંપૂર્ણ રકમ ચૂકવ્યા વિના તમારા કમર્શિયલ ઇવીનું રિપેરીંગ કરાવી શકો છો. તેના બદલે, ઇન્શ્યોરર દ્વારા સર્વિસ ગેરેજ સાથે તમારા વતી સીધું તમારું બિલ ચૂકવવામાં આવે છે.
● કપાતપાત્ર
તમારા ઇન્શ્યોરન્સ પ્લાનમાં શું શું કપાતપાત્ર છે તે તપાસો. આ મોટર ઇન્શ્યોરન્સમાં કપાતપાત્ર પૉલિસીનું પ્રીમિયમ ઓછું કરવામાં તમારી મદદ કરે છે. પરંતુ, જો કપાતપાત્ર તમારા માટે ઉપયોગી નથી, તો તમે તેમાંથી બહાર નીકળી શકો છો.
તમારી સંસ્થાની વિવિધ શાખાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહનો એક સમાન હોવા છતાં, દરેક વાહનનું પ્રીમિયમ નીચે મુજબ અલગ હોય છે:
✓ ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહનનો પ્રકાર
✓ ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ
✓ ભૌગોલિક ઝોન
✓ ઍડ-ઑન કવરેજ
✓ નો ક્લેઇમ બોનસ
✓ વાહનને થયેલો સમય
✓ વાહનની ક્ષમતા દા.ત. કિલોવૉટ
✓ વાહનની સમ ઇન્શ્યોર્ડ
✓ કમર્શિયલ વાહનનો ક્લાસ
✓ મુસાફરોની સંખ્યાની ક્ષમતા
✓ વાહનનું કુલ વજન
✓ અન્ય
તમારા સ્મિતને સુરક્ષિત કરો, ઇલેક્ટ્રિક વાહન ચલાવો અને ભવિષ્યના પરિવહનને આજે ઇન્શ્યોર કરો
પૉલિસી હેઠળ ઇન્શ્યોર્ડ કમર્શિયલ વાહનોને ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે: મુસાફરોનું પરિવહન કરતા વાહનો, સામાનનું પરિવહન કરતા વાહનો અને અન્ય તથા વિશેષ વાહનો.
મુસાફરોનું પરિવહન કરતા વાહનો એ છે જે મુસાફરોને વિવિધ સ્થળોએ પહોંચાડવાનું કામ કરે છે.
આ પ્રકારના વાહનોમાં બસ, ઇલેક્ટ્રિક ઑટો રિક્શા અથવા ટૅક્સી, ઇલેક્ટ્રિક કાર્ગો વેન અથવા સ્કૂલ વેન અને અન્ય વાહનો શામેલ છે.
રાજ્ય સરકારો ધીમે ધીમે તેમના વાહનોમાં ઇલેક્ટ્રિક વાહનોને સ્થાન આપી રહી છે, ત્યારે આ પ્રકારના વાહનો માટે ઇન્શ્યોરન્સ કવરેજ આવશ્યક છે.
કમર્શિયલ ઇવી પૉલિસી જરૂરી નિયમોનું પાલન કરવામાં મદદ કરે છે, તેમજ તેની સાથે સંલગ્ન લોકોની સુરક્ષાની ખાતરી કરે છે.
વધુમાં, તે મુસાફરોને લઈ જતું વાહન હોવાથી સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી કંપનીની છે. ઉદાહરણ તરીકે, ઇલેક્ટ્રિક વૅન ઇન્શ્યોરન્સ પ્લાનનો ઉપયોગ દ્વારા વાહનના નુકસાનને કવર કરીને વાહનના મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મદદ મળે છે.
સામાનનું પરિવહન કરતા વાહનો લોજિસ્ટિક ચેઇનનો એક આવશ્યક ભાગ છે.
ઇંધણની વધતી કિંમતોને કારણે પરંપરાગત ઇન્ટર્નલ કમ્બશન એન્જિન (આઇસીઇ) વાહનોનું સ્થાન ઇલેક્ટ્રિક ગુડ્ઝ વાહનો લઈ રહ્યા છે.
આ કમર્શિયલ વાહનોનો ઉપયોગ વિવિધ સ્થાનો પર જવા તથા ફેક્ટરીના વિવિધ પરિસરોમાં જવા માટે થાય છે. બંને કિસ્સાઓમાં, વાહનને થતા નુકસાનને કારણે થતા આર્થિક નુકસાન સામે કમર્શિયલ ઇવી ઇન્શ્યોરન્સ પૉલિસી સુરક્ષિત રહેવામાં મદદરૂપ થાય છે. ઇન્શ્યોરન્સ પૉલિસીઓ, જેવી કે ઇલેક્ટ્રિક ટ્રક ઇન્શ્યોરન્સ અથવા ઇલેક્ટ્રિક કાર્ગો વૅન ઇન્શ્યોરન્સ, પરિવહન વ્યવસાયો માટે ખૂબ જ લાભદાયી બની શકે છે.
પરંપરાગત કેબ્સ, ટ્રક્સ, ટેમ્પો અને બસ સિવાય, અમુક વ્યાવસાયિક સંસ્થાઓ દ્વારા વિશેષ વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે.
બાંધકામ, ખેતી અને ખનન માટે ઉપયોગમાં લેવાતા વાહનો વિશેષ વાહનોના કેટલાક ઉદાહરણો છે.
કમર્શિયલ ઇલેક્ટ્રિક વાહન ઇન્શ્યોરન્સ અથવાભારતમાં ઇવી ઇન્શ્યોરન્સ પૉલિસી આ પ્રકારના વિશેષ વાહનો અને તેમને અને તેમના દ્વારા તેમણે અને માલિક-ડ્રાઇવરને થતા નુકસાનને કવર કરે છે.
આ વાહનો માટે જરૂરી મોટા રોકાણને ધ્યાનમાં રાખીને, કમર્શિયલ વાહનો માટે ઇવી ઇન્શ્યોરન્સ પૉલિસી દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનાઓને રોકવા માટે એક સ્માર્ટ પસંદગી છે.
બજાજ આલિયાન્ઝ પર તમે ઇલેક્ટ્રિક કમર્શિયલ ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન પાંચ સરળ પગલાંઓમાં ખરીદી શકો છો:
1. મુલાકાત લો બજાજ આલિયાન્ઝના કમર્શિયલ વ્હીકલ ઇન્શ્યોરન્સ પેજ.
2. ઉત્પાદકની વિગતો, તેના મોડેલ અને મેક અને નોંધણી સ્થાનની વિગતો સાથે જે વાહનનો ઇન્શ્યોરન્સ લેવાનો છે તે વાહનના પ્રકારનો ઉલ્લેખ કરો.
3. વિવિધ વિકલ્પોમાંથી તમારી કવરેજની જરૂરિયાતોના આધારે શ્રેષ્ઠ અને અનુકૂળ હોય તેવી પૉલિસી પસંદ કરો.
4. તમે પસંદ કરેલી પૉલિસીના વિશિષ્ટતાઓના આધારે ઇન્શ્યોરન્સ ક્વોટ બનાવવામાં આવે છે. અહીં, તમે પૉલિસીના પ્રકારના આધારે ઍડ-ઑન્સ પણ પસંદ કરી શકો છો. તે ઉપરાંત, તમે તમારી વ્યવસાયિક ઇવીની આઇડીવીમાં પણ ફેરફાર કરી શકો છો, જેની પ્રીમિયમ પર એકંદર અસર જોઈ શકો છો.
5. આખરમાં, તમે પસંદ કરેલ પૉલિસી અનુસાર ચુકવણી કરો અને તમારા ઇનબૉક્સમાં થોડીક જ સેકન્ડમાં ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ ઑનલાઇન પ્રાપ્ત કરો.
હા, તમારો ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ ઑનલાઇન અને ઑફલાઇન તપાસવો શક્ય છે. તમે ઑફલાઇન પૂછપરછ કરી શકો છો, પરંતુ ઑનલાઇન રીત ઝડપી અને કાર્યક્ષમ છે. પૉલિસીની સ્થિતિ ઑનલાઇન તપાસવા માટેના પાંચ પગલાં અહીં આપેલ છે:
1. આઇઆઇબીના અધિકૃત વેબ-પોર્ટલ પર લૉગ ઇન કરો
2. વેબ પોર્ટલમાં જરૂરી વિગતો દાખલ કરો. આ વિગતોમાં નામ, ઇમેઇલ આઇડી, મોબાઇલ નંબર, ઍડ્રેસ, કમર્શિયલ ઇવીનો રજિસ્ટ્રેશન નંબર વગેરેનો સમાવેશ થાય છે.
3. તમામ વિગતો પ્રદાન કર્યા બાદ અને તેમને ચકાસ્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો.
4. દાખલ કરેલી માહિતી સાથે સંકળાયેલી પૉલિસીની વિગતો દર્શાવવામાં આવશે. તેનો અર્થ એ છે કે તમારી પૉલિસી હજુ પણ સક્રિય છે. જો કે, જો તે સક્રિય ન હોય, તો પાછલી પૉલિસીની વિગતો દર્શાવવામાં આવશે.
5. જો આ પદ્ધતિને અનુસરીને તમને જરૂરી પરિણામો મળતા નથી, તો તમે તમારા ઇલેક્ટ્રિક કમર્શિયલ વ્હીકલ ઇન્શ્યોરન્સમાં ઑનલાઇન એન્જિન અને ચેસિસ નંબરનો ઉપયોગ કરીને ફરીથી શોધી શકો છો.
તમે તમારું ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ રિન્યુઅલ જાતે ઑનલાઇન, અથવા તમારા ઇન્શ્યોરન્સ એજન્ટ અથવા શાખા કાર્યાલયનો સંપર્ક કરીને પણ કરી શકો છો. જ્યારે ઑફલાઇન ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ રિન્યુઅલ માં થોડો વધુ સમય લાગે છે, ત્યારે ઑનલાઇન રિન્યુઅલ ઝડપી અને ઝંઝટ-મુક્ત છે.
1. બજાજ આલિયાન્ઝના કમર્શિયલ ઇવી ઇન્શ્યોરન્સ પેજની મુલાકાત લો.
2. તમારો પૉલિસી નંબર પ્રદાન કરો, જેની મદદથી ઇન્શ્યોરન્સ કંપની તમારી હાલની પૉલિસીની માહિતી મેળવી શકે.
3. હવે, તમે તમારી પૉલિસીને વ્યાપક પ્લાનમાં અપગ્રેડ કરીને તથા યોગ્ય ઍડ-ઑન્સ પસંદ કરીને તમારી પૉલિસીના કવરેજને બદલી શકો છો. આ તબક્કે તમે તમારી પાછલી પૉલિસીમાંથી કોઈપણ બિનજરૂરી ઍડ-ઑન્સ દૂર પણ કરી શકો છો.
4. એકવાર પ્રીમિયમ રકમ પ્રાપ્ત થયા બાદ, ક્લિક કરો ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ રિન્યુઅલ બટન.
5. આ ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સની ઑનલાઇન ચુકવણી પેજ રિન્યુ પર ક્લિક કર્યા બાદ જોવા મળશે. અહીં, તમારી પાસે તમારી ચુકવણી પૂર્ણ કરવા અને તમારી પૉલિસીને રિન્યુ કરવાના અનેક વિકલ્પો છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ અને યુપીઆઇ જેવી રીતો વડે પણ તમે તમારી પૉલિસીને રિન્યુ કરાવી શકો છો.
ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી માત્ર કમર્શિયલ વાહનને જ નહીં, પરંતુ માલિક-ડ્રાઇવરને પણ થયેલ નુકસાન સામે ઉપયોગી છે.
આ નુકસાનમાં અકસ્માત, અથડામણ, કુદરતી આપત્તિઓ અને આગ અને ચોરી જેવી પરિસ્થિતિઓ શામેલ છે.
વ્યાવસાયિક સંસ્થાને તેમની રોજિંદી કામગીરી માટે વિવિધ પ્રકારના કમર્શિયલ વાહનોની જરૂર પડી શકે છે.
1988 ના મોટર વાહન અધિનિયમ અનુસાર આ વાહનો માટે કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત છે.
ઑટો-રિક્શા, કેબ્સ, સ્કૂલ બસો, ટ્રેક્ટર્સ, કમર્શિયલ ટ્રક્સ અને વૅન એ કમર્શિયલ હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા વાહનોના કેટલાક ઉદાહરણો છે, જેમ કે માલ અને મુસાફરોનું પરિવહન.
દેશમાં ઇવી ક્રાંતિ સાથે, કમર્શિયલ વાહનો પણ ઇલેક્ટ્રિક મોટરના વિકલ્પ સાથે ઉપલબ્ધ છે, જેથી ઇલેક્ટ્રિક કમર્શિયલ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી જરૂરી બને છે.
ખાનગી વાહન માટે જે રીતે ઇન્શ્યોરન્સ કવરેજ જરૂરી છે તે રીતે ઇલેક્ટ્રિક વૅન અથવા ઑટોરિક્શા જેવા કમર્શિયલ ઇવી માટે ઇન્શ્યોરન્સ જરૂરી છે.
● કમર્શિયલ ઇવી ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા વાહન અને તેનો ઉપયોગ કરનાર લોકોને થતા નુકસાન અને ખોટ માટે ફાઇનાન્શિયલ કવર પ્રદાન કરીને તમારા બિઝનેસને સુરક્ષિત કરે છે.
એક ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ પૉલિસીની ગેરહાજરીમાં આ ચુકવણીની જવાબદારી વ્યાવસાયિક સંસ્થાની રહે છે.
● જો તમારા વ્યવસાયનો આધાર મુખ્યત્વે વાહનો પર રહેલો હોય, ઉદાહરણ તરીકે, સ્કૂલ વૅન સર્વિસ, તો વૅનને નુકસાન થવાના કિસ્સામાં ઇલેક્ટ્રિક વૅન ઇન્શ્યોરન્સ તમને કવર કરીને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે.
● આખરમાં, દેશમાં રજિસ્ટર્ડ તમામ વાહનો માટે ઓછામાં ઓછું લાયબિલિટી-ઓન્લી કવર હોવું ફરજિયાત છે. જો તમે ઇલેક્ટ્રિક ટૅક્સી ધરાવો છો, તો તમારી પાસે ઓછામાં ઓછો થર્ડ-પાર્ટી ઇલેક્ટ્રિક ટૅક્સી ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે. જો તમારી પાસે વૅન હોય, તો તમારી પાસે હોવું જોઈએ થર્ડ-પાર્ટી ઇલેક્ટ્રિક વૅન ઇન્શ્યોરન્સ કવરેજ. ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ તમારા કમર્શિયલ વાહન દ્વારા થયેલ થર્ડ-પાર્ટીના નુકસાન અને હાનિ સામે તમને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે.
ઘણી ઇન્શ્યોરન્સ કંપનીઓ રોજિંદા વાહનો અને કમર્શિયલ ઇવી માટે પ્રૉડક્ટ લાવી શકે છે. પરંતુ તમારે શા માટે બજાજ આલિયાન્ઝની કમર્શિયલ ઇલેક્ટ્રિક વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવી જોઈએ:
● 24-કલાક સહાય
ઇમરજન્સીની સ્થિતિમાં, કમર્શિયલ ઇલેક્ટ્રિક વાહન પૉલિસી રિપેર માટે ચોવીસે કલાક સહાય પ્રદાન કરે છે. તેમાં રિપેરીંગ તેમજ ટોઇંગ જેવી સુવિધાઓ શામેલ છે.
● કોમ્પ્રિહેન્સિવ કવરેજ
તમારા કમર્શિયલ વાહન માટે એક ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી , જે બજાજ આલિયાન્ઝ પ્રદાન કરે છે, તેમાં બિઝનેસ હાઉસ એ ઈજાઓ અને નુકસાન માટે ફરજિયાત થર્ડ-પાર્ટી કવરેજ તેમજ ઇન્શ્યોરન્સ ધરાવતા વાહન માટે ઓન-ડેમેજ કવરેજનો લાભ લઈ શકે છે. પર્સનલ એક્સિડન્ટ કવર માલિક-ડ્રાઇવર માટે પણ પ્રદાન કરવામાં આવે છે. કમર્શિયલ વાહનો સમર્પિત ડ્રાઇવરો દ્વારા ચલાવવામાં આવે છે, તેથી કોમ્પ્રિહેન્સિવ પૉલિસી હેઠળ ઑલ-રાઉન્ડ કવરેજ ખૂબ જ મદદરૂપ નિવડે છે.
● વિવિધ પ્રકારના કમર્શિયલ વાહનો માટે કવરેજ
બજાજ આલિયાન્ઝની ઇલેક્ટ્રિક કમર્શિયલ પૉલિસી એક કરતાં વધુ પ્રકારના કમર્શિયલ વાહન માટે ઉપલબ્ધ છે. ટૅક્સી તરીકે ઉપયોગમાં લેવામાં આવતી ઇલેક્ટ્રિક કાર, મુસાફરોના પરિવહન માટે ઉપયોગમાં લેવાતી ઇલેક્ટ્રિક ઑટો, અને ઇલેક્ટ્રિક ગુડ્ઝ વાહનો જેમ કે માલ-સામાનની હેરફેર માટે ઉપયોગમાં લેવાતા ટ્રક, વગેરે વિવિધ પ્રકારના વાહનોને આ પૉલિસીમાં કવર કરવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, જો તમારો વ્યવસાય ઇલેક્ટ્રિક વૅન પર નિર્ભર છે, તો તમે પસંદ કરી શકો છો ઇલેક્ટ્રિક વૅન ઇન્શ્યોરન્સ. વધુમાં, જો તમારા વ્યવસાયમાં વિશેષ પ્રકારના કમર્શિયલ ઇવીનો ઉપયોગ કરવામાં આવે છે, તો તમે તેમના માટે પણ ઇન્શ્યોરન્સ કવરેજ મેળવી શકો છો.
● ડ્રાઇવર અને મેઇન્ટેનન્સ કર્મચારીઓ માટે સુરક્ષા
મોટી કંપનીઓમાં કમર્શિયલ વાહનોની જાળવણી માટે અને તેમને ચલાવવા માટે સમર્પિત કર્મચારીઓ હોય છે.
રિપેરીંગની સાથે સાથે, ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી માલિક-ડ્રાઇવરો, અન્ય પેઇડ ડ્રાઇવરો અને મેઇન્ટેનન્સ કર્મચારીઓને થતી ઈજાઓને પણ કવર કરે છે.
ઉપરોક્ત લાભો સિવાય, કેટલીક નોંધપાત્ર સુવિધાઓ આ મુજબ છે:
● વિશેષ ઇવી 24x7 આસિસ્ટન્સ
● ઇવી હેલ્પલાઇન
● વૉલ બૉક્સ ચાર્જર ઇન્સ્ટોલેશન સહાય
● ઑન-સાઇટ ચાર્જિંગ
તમે બે પ્રકારની ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ખરીદી શકો છો:
થર્ડ-પાર્ટી કમર્શિયલ ઇવી પૉલિસીઓ |
કોમ્પ્રિહેન્સિવ કમર્શિયલ ઇવી પૉલિસીઓ |
ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસીઓ એ થર્ડ પર્સનને થતી ઈજાઓ અથવા તેમની સંપત્તિને થતા નુકસાન સામે કવરેજ પ્રદાન કરે છે. તેથી, તેઓ લાયબિલિટી-ઓન્લી પ્લાન્સ તરીકે પણ જાણીતા છે. વધુમાં, દેશમાં રજિસ્ટર્ડ વાહન માટે ઓછામાં ઓછી થર્ડ-પાર્ટી પૉલિસી હોવી જરૂરી છે. આમ, તે તમામ વાહનના માલિકોએ ખરીદવી જરૂરી છે. |
કોમ્પ્રિહેન્સિવ પૉલિસીઓ એવા પ્લાન છે જે ફરજિયાત એવું થર્ડ-પાર્ટી કવરેજ પૂરું પાડવાની સાથે સાથે ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનને થતા નુકસાન સામે પણ સુરક્ષા પ્રદાન કરે છે. આમ, આ પૉલિસીઓ વ્યાપક પ્રકારની હોય છે, જે 360-ડિગ્રી કવરેજ પ્રદાન કરે છે. |
થર્ડ-પાર્ટી પૉલિસી માત્ર કાનૂની જવાબદારીઓ માટે મર્યાદિત કવરેજ પૂરું પાડે છે. |
કોમ્પ્રિહેન્સિવ પૉલિસીઓ ઓછામાં ઓછા ફરજિયાત એવા થર્ડ-પાર્ટી કવરેજ કરતાં વધુ આર્થિક સુવિધા પ્રદાન કરે છે. |
થર્ડ-પાર્ટી પૉલિસીમાં કુદરતી કારણોસર ચોરી અને નુકસાન માટે કવરેજ ઉપલબ્ધ નથી. |
ચોરી અને કુદરતી આપત્તિઓને કારણે કમર્શિયલ ઇવીને થતાં નુકસાનને કારણે થતા આર્થિક નુકસાનને વ્યાપક કમર્શિયલ ઇવી પૉલિસી દ્વારા કવર કરી લેવામાં આવે છે. |
તે કાનૂની જરૂરિયાતનું પાલન કરવામાં મદદ કરે છે, તેથી જો તે તમારી જરૂરિયાતોને અનુરૂપ હોય તો તમારે તે ખરીદવો જરૂરી છે. ક્વોટ મેળવવા માટે અહીં ક્લિક કરો. |
કોમ્પ્રિહેન્સિવ ઇવી ઇન્શ્યોરન્સ તમારા કમર્શિયલ ઇવીને ઑલ-રાઉન્ડ કવરેજ પૂરું પાડે છે. ક્વોટ મેળવવા માટે અહીં ક્લિક કરો. |
જ્યારે તમારા બિઝનેસમાં ઇલેક્ટ્રિક વાહનો શામેલ હોય, ત્યારે તેમના રિપેરીંગની જરૂરિયાત ઉભી થતી જ હોય છે. વાસ્તવમાં, કમર્શિયલ ઇવી ઇન્શ્યોરન્સમાં નીચેની કેટલીક નોંધપાત્ર સુવિધાઓ છે જે તમારે જાણવી જોઈએ:
● ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી સાર્વજનિક વાહકો (બસ, ઑટો, કેબ) તેમજ ખાનગી વાહકો (ટેમ્પો, સામાન લઈ જતા વાહનો) ને કવરેજ પૂરું પાડે છે.
આમાં વિશેષ પ્રકારના સામાનનું પરિવહન કરતા વાહનોનો પણ સમાવેશ થાય છે.
● એક ઇલેક્ટ્રિક કમર્શિયલ વ્હીકલ ઇન્શ્યોરન્સ પ્લાન થર્ડ-પાર્ટીને થયેલી ઈજાઓ અને અકસ્માતોને કારણે ઉદ્ભવતી જવાબદારી સામે કવરેજ પ્રદાન કરે છે.
● ઇલેક્ટ્રિક વાહન પૉલિસી દ્વારા આર્થિક વળતર પ્રદાન કરવામાં આવે છે તેથી પૉલિસીધારકે અનિચ્છનીય ખર્ચ વિશે ચિંતા કરવાની જરૂર નથી.
● એક મજબૂત કમર્શિયલ ઇવી ઇન્શ્યોરન્સ કવર હોવાથી તમે ઉદ્ભવતી જવાબદારીઓને કારણે કોઈપણ આર્થિક તકલીફ અંગે ચિંતામુક્ત રહી શકો છો.
● માત્ર થર્ડ-પાર્ટીની ઈજાઓ જ નહીં, પરંતુ થર્ડ-પાર્ટીની સંપત્તિને થયેલ નુકસાન માટે પણ કવરેજ.
● આ ઉપરાંત, વ્યક્તિગત અકસ્માત કવર ડ્રાઇવર તેમજ માલિકને સુરક્ષા પૂરી પાડે છે.
સુવિધા |
બજાજ આલિયાન્ઝની ઇવી પૉલિસી દ્વારા ઑફર કરવામાં આવતા લાભો |
ખરીદવા માટે ઝડપી પ્રક્રિયા |
3 મિનિટથી ઓછો સમય લાગે છે |
ક્લેઇમની સુવિધા |
કૅશલેસ ક્લેઇમ |
ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો |
98% |
ઑન-ધ-સ્પૉટ સેટલમેન્ટ |
કેરિંગલી યોર્સ એપ પર ઉપલબ્ધ |
ગ્રાહક સહાય |
રાઉન્ડ-ધ-ક્લૉક 24-બાય-7 સપોર્ટ |
કવર કરવામાં આવતા વાહનોના પ્રકાર |
કેબ્સ અને ટૅક્સી, ટ્રક્સ, ખટારો, બસ, ઑટો રિક્શા, સ્કૂલ વૅન વગેરે. |
પૉલિસી પ્રીમિયમ |
વાહનના પ્રકાર અને ઇન્શ્યોરન્સ લેવાના વાહનોની સંખ્યા પર આધારિત છે |
અતિરિક્ત કવરેજ |
વ્યક્તિગત અકસ્માત કવર, થર્ડ-પાર્ટી લાયબિલિટી કવર, ફરજિયાત કપાતપાત્ર, વિશેષ બાકાત વગેરે. |
થર્ડ પાર્ટીને થયેલા નુકસાન માટે કવર |
વ્યક્તિગત ઈજાઓ માટે કોઈ મર્યાદા નથી; જો કે, પ્રોપર્ટી અથવા વાહનને થયેલ નુકસાન માટે ₹7.5 લાખ સુધી મર્યાદા છે |
નાણાંકીય વર્ષ 12 થી રજિસ્ટર્ડ ઇવી
આજ સુધી ઇલેક્ટ્રિક વાહનનું ઉત્પાદન
2030 સુધીમાં અપેક્ષિત ઇવીનું વેચાણ
આશરે ઇલેક્ટ્રિક વાહન ટૂ-વ્હીલર અને 3 વ્હીલર
દેશમાં આવેલી ડિજિટલ ક્રાંતિને કારણે તમે ખરીદી શકો છો ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ ઑનલાઇન. જ્યારે તમે ડિજિટલ ખરીદી કરવાનું પસંદ કરો છો, ત્યારે કેટલાક ડૉક્યૂમેન્ટની સોફ્ટ કૉપી તમારે હાથવગી રાખવાની રહેશે –
● તમારા કમર્શિયલ ઇવીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
● તમારા ઇવીની ટૅક્સની રસીદ
● બેંકની વિગતો
● રૂટ પરમિટ
ઇન્શ્યોરન્સ કંપનીઓ અનુસાર આ ડૉક્યૂમેન્ટ અલગ હોઈ શકે છે. જો કે, પૉલિસીધારકની ઓળખની વિગતોની સાથે વાહનની ઓળખ અને રજિસ્ટ્રેશન વિગતો આવશ્યક છે. પરંપરાગત ઑફલાઇન રીતે કે ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદતી વખતે આ ડૉક્યૂમેન્ટની જરૂર પડી શકે છે.
સફળતાપૂર્વક ક્લેઇમ કરવા માટે દરેક ઇન્શ્યોરન્સ કંપનીની આવશ્યક ડૉક્યૂમેન્ટની ચોક્કસ યાદી હોય છે. જો તમે ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ ઑનલાઇન ક્લેઇમ કરી રહ્યા છો તો પણ આ ક્લેઇમની જરૂર પડી શકે છે. નીચે જણાવેલ ડૉક્યૂમેન્ટ તમારા ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે જરૂરી છે:
યોગ્ય સમયે યોગ્ય પગલાં વડે તમે તમારી ઇન્શ્યોરન્સ કંપની પાસેથી એક સરળ પ્રક્રિયા વડે ક્લેઇમ કરી શકો છો. થયેલ નુકસાન અથવા ક્ષતિ અંગે ઇન્શ્યોરન્સ કંપનીને સમયસર સૂચિત કરવું એ પ્રથમ પગલું છે.
જો તમે એજન્ટ દ્વારા પૉલિસી ખરીદી છે, તો તમે એજન્ટને પણ સૂચિત કરી શકો છો.
તમારા ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ પર જણાવવામાં આવેલ ટોલ-ફ્રી નંબર પર કૉલ કરીને પણ તમે ક્લેઇમ નોંધાવી શકો છો.
તમે ઇન્શ્યોરન્સ કંપનીને ઇમેઇલના માધ્યમથી પણ જાણ કરી શકો છો.
તમે તેના માટે ઑનલાઇન ક્લેઇમ ફોર્મ પણ ભરી શકો છો.
આ પ્રક્રિયા ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવા જેટલી જ સરળ હોઈ શકે છે.
ક્લેઇમ કરતી વખતે, નીચેની વિગતો સચોટ રીતે પ્રદાન કરવી જરૂરી છે:
તમારે શું કરવું જોઈએ |
તમારે શું ન કરવું જોઈએ |
વાહનના અકસ્માતના ફોટા લેવા. ફોટામાં વાહનની ચોક્કસ જગ્યાની આસપાસની જગ્યા જોઈ શકાય તે રીતે ફોટા લો. |
ફોટો લેતા પહેલાં વાહનને ખસેડશો નહીં કારણ કે અકસ્માતના કિસ્સામાં તેને કારણે વધુ નુકસાન થઈ શકે છે. |
કમર્શિયલ ઇવીને કારણે કોઈ વ્યક્તિને ઇજા પહોંચી હોય તે સ્થિતિમાં, તે વ્યક્તિની વિગતો તથા જ્યાં સારવાર કરાવવામાં આવી છે તે હૉસ્પિટલની વિગતની નોંધ કરો. |
થર્ડ-પાર્ટીને નુકસાન અને ઈજા પહોંચી હોય તો અકસ્માતના સ્થળ પરથી જતા રહેવું નહીં. ઉપરાંત, દુર્ઘટના અંગે એફઆઇઆર નોંધાવવા માટે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. |
ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર એ ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા પ્રદાન કરવામાં આવતું એક સરસ સાધન છે.
આ એક નિ:શુલ્ક સુવિધા છે જેની મદદથી તમે તમારા ઇન્શ્યોરન્સ પ્લાનનું અંદાજિત પ્રીમિયમ જાણી શકો છો.
આ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરીને તમે પ્લાન પસંદ કરી શકો છો, યોગ્ય ઍડ-ઑન્સ પસંદ કરી શકો છો, યોગ્ય આઇડીવી નિર્ધારીત કરી શકો છો અને તમારા પ્રીમિયમ પર પડતી એકંદર અસરનું મૂલ્યાંકન કરી શકો છો.
વધુમાં, તમે ઇલેક્ટ્રિક કમર્શિયલ વ્હીકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર નો તમારી જરૂરિયાતોના આધારે પસંદગી કરવા માટે વિવિધ પૉલિસીઓની તુલના કરવા માટે પણ ઉપયોગ કરી શકો છો.
ઇલેક્ટ્રિક કમર્શિયલ થર્ડ-પાર્ટી વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા, ઇન્શ્યોર્ડ કારને કારણે ઘટેલી દુર્ઘટનાની સ્થિતિમાં થર્ડ-પાર્ટીની જવાબદારીઓ સામે કવરેજ પ્રદાન કરવામાં આવે છે.
થર્ડ-પાર્ટીના વાહનો અને સંપત્તિને અથવા વ્યક્તિને થયેલ નુકસાનના કિસ્સામાં, આવી પરિસ્થિતિ દરમિયાન પૉલિસીધારકને આર્થિક જવાબદારીઓ સામે સુરક્ષિત કરે છે.
બીજી તરફ, કોમ્પ્રિહેન્સિવઇલેક્ટ્રિક કમર્શિયલ વ્હીકલ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા થર્ડ-પાર્ટી તરફની જવાબદારીઓ તેમજ પોતાના વાહનને થયેલ નુકસાનને કવર કરવામાં આવે છે.
કોમ્પ્રિહેન્સિવ પ્લાન કુદરતી આપત્તિઓ અને માનવનિર્મિત આપત્તિઓને કારણે થતા નુકસાન સામે સુરક્ષા પ્રદાન કરે છે.
તમે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ ઝીરો-ડેપ્રિશિયેશન ઍડ-ઑન અને કન્ઝ્યુમેબલ્સ કવર જેવા રાઇડર પણ પસંદ કરી શકો છો.
સામાન્ય રીતે, કોમર્શિયલ વાહનોને ટ્રક જેવા માલસામાનનું પરિવહન કરતા વાહનો અથવા ઇલેક્ટ્રિક કાર્ગો વૅન જેવા મુસાફરોનું પરિવહન કરતા વાહનોમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
આ બે પ્રકાર હેઠળ આવતા ન હોય તેવા કમર્શિયલ વાહનોને મિસેલેનિયસ અને વિશેષ વાહનો કહેવામાં આવે છે.
આમાં વ્યવસાય માટે ઉપયોગમાં લેવાતા વાહનો, જેમ કે પિક-અપ ટ્રક, બાંધકામની સાઇટ પર ઉપયોગમાં લેવાતા વાહનો અને વ્યવસાયિક ખેતીના હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા વાહનોનો સમાવેશ થઈ શકે છે.
હા, બજાજ આલિયાન્ઝ કમર્શિયલ ઇલેક્ટ્રિક વાહન ઇન્શ્યોરન્સમાં વિવિધ પ્રકારના ઇલેક્ટ્રિક વાહનોને કવર કરવામાં આવે છે.
તેમાં મિસેલેનિયસ અને વિશેષ વાહનોની કેટેગરી હેઠળ આવતા વાહનો શામેલ છે.
તમારું કમર્શિયલ ઇવી તમારો વ્યવસાય ચલાવવા માટે મહત્વપૂર્ણ છે.
તેથી, યોગ્ય રીતે તૈયાર કરેલ ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી વડે તમે તેને સમગ્ર વર્ષ દરમિયાન યોગ્ય રીતે સાચવી શકો છો.
અકસ્માતની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં તરત સહાય મેળવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. અમારા ટોલ-ફ્રી નંબર છે: - 1800-209-0144 | 1800-209-5858
જો તમને ઈજા અથવા કોઈપણ રીતે નુકસાન થાય છે, તો કૃપા કરીને સૌ પ્રથમ તેની કાળજી લો.
જો શક્ય હોય, તો તમારી ક્લેઇમની પ્રક્રિયાને સરળ બનાવવા માટે અકસ્માતના પુરાવા તરીકે ફોટા લેવાનું સુનિશ્ચિત કરો.
તમે તમારા ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન કેરિંગલી યોર્સ એપ દ્વારા પણ ક્લેઇમ કરી શકો છો.
જો તમે કૅશલેસ રિપેરીંગ કરાવવા માંગો છો, તો તમે નેટવર્ક ગેરેજ પર તમારા કમર્શિયલ ઇવીને રિપેર કરાવી શકો છો.
બજાજ આલિયાન્ઝ સમગ્ર દેશમાં 7200+ ગેરેજનું નેટવર્ક ધરાવે છે.
અહીં, તમે તમારી ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કૅશલેસ સુવિધાનો લાભ લઈ શકો છો.
નેટવર્ક ગેરેજની યાદીમાં સમાવિષ્ટ ન હોય તેવા, તમારી પસંદગીના ગેરેજ પર પણ તમે વાહનનું રિપેરીંગ કરાવી શકો છો.
ત્યાર બાદ તમે વળતર ક્લેઇમ કરી શકો છો અને પૉલિસી અનુસાર તમારે થયેલા ખર્ચ માટે વળતર પ્રાપ્ત કરી શકો છો.
કૅશલેસ ક્લેઇમ એ છે જેમાં બજાજ આલિયાન્ઝ સાથે સંકળાયેલ નેટવર્ક ગેરેજ પર કમર્શિયલ વાહનનું રિપેરીંગ કરવામાં આવે છે.
અહીં, પૉલિસીધારકે મોટો ખર્ચ કે વળતરનો ક્લેઇમ કરવાની જરૂર નથી. તેના બદલે, અમે ગેરેજનો સંપર્ક કરીને ખર્ચની ચૂકવણી કરીએ છીએ.
તમારે માત્ર આઉટ-ઑફ-પૉકેટ ખર્ચ ચૂકવવાનો રહેશે.
બીજી તરફ, જ્યારે નેટવર્ક ગેરેજની સૂચિમાં ન હોય તેવા ગેરેજમાં વાહનનું રિપેરીંગ કરાવવામાં આવે ત્યારે વળતર માટેનો ક્લેઇમ કરવામાં આવે છે.
તમારા રિપેરીંગ માટે બિલની ચૂકવણી કર્યા પછી તમે ક્લેઇમ કરી શકો છો અને પૉલિસીના નિયમો અને શરતો અનુસાર તમને તે રકમનું વળતર ચૂકવવામાં આવશે.
આદર્શ રીતે, તમારી ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ પૉલિસીની મુદત એક વર્ષની હોય છે. જો કે, તમે જે પૉલિસી ખરીદી છે તેના આધારે, મુદત એકથી વધુ વર્ષ માટેની પણ હોઈ શકે છે.
લાંબા ગાળાની વાહન ઇન્શ્યોરન્સ પૉલિસીઓ હેઠળ 3 થી 5 વર્ષનું કવરેજ પણ આપવામાં આવી શકે છે.
સમયગાળો સમાપ્ત થયા પછી, તમે તમારી પસંદગી અનુસાર તમારા ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સનું ઑનલાઇન અથવા ઑફલાઇન રિન્યુઅલ કરાવી શકો છો.
જ્યારે પૉલિસીધારક સાથે સંકળાયેલ જોખમમાં વધારો થાય ત્યારે પૉલિસીધારકના પ્રીમિયમમાં થતા વધારાને લોડિંગ કહે છે.
આ પાછલા વર્ષમાં કરેલા ક્લેઇમને કારણે હોઈ શકે છે, જેના કારણે ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સની કિંમત માં રિન્યુઅલ દરમિયાન વધારો થઈ શકે છે.
તમારું કમર્શિયલ ઇવી વેચતી વખતે તમે તમારી હાલની ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદનારને પણ ટ્રાન્સફર કરી શકો છો.
આ એન્ડોર્સમેન્ટ દ્વારા કરી શકાય છે.
પ્રક્રિયા દરમિયાન સેલ ડીડ, ફોર્મ 29 અને 30, ઇલેક્ટ્રિક વાહન વિક્રેતાના એનઓસી જેવા ડૉક્યૂમેન્ટની જરૂર પડી શકે છે.
તેથી, તમારી ઇલેક્ટ્રિક વૅન વેચવા અને તમારી ઇલેક્ટ્રિક વૅન ઇન્શ્યોરન્સ પૉલિસીને ટ્રાન્સફર કરવા માટે, જે વિક્રેતા પાસેથી વૅન ખરીદેલ હોય, તે વિક્રેતાનું તમારી પાસે એનઓસી હોવું જોઈએ.
તમે તમારી હાલની પૉલિસી કૅન્સલ પણ કરાવી શકો છો. પ્રક્રિયા માટે ઉપર જણાવ્યા મુજબના જ ડૉક્યૂમેન્ટની જરૂર પડી શકે છે.
હા, ઇંધણ સંચાલિત વાહનો અને ઇલેક્ટ્રિક વાહનો માટે પ્લાન અલગ હોય છે. બંને પ્રકારના વાહનો અલગ રીતે કામ કરતાં હોવાથી પ્લાન અલગ હોય છે.
નિયમિત વ્હીકલ ઇન્શ્યોરન્સ પૉલિસીનું કવરેજ અલગ હોય છે, જ્યારે તેની તુલનામાં હોય ઇલેક્ટ્રિક વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી. એક ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી માં ઇલેક્ટ્રિક વાહનો માટે વિશિષ્ટ કવરેજ પાસાઓ હશે, જેની નિયમિત પૉલિસીમાં જરૂર ન હોય અથવા તે ન હોય.
ઉદાહરણ તરીકે, કમર્શિયલ ઇલેક્ટ્રિક વાહનો માટેની ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ચાર્જિંગ, ટોઇંગ સુવિધાઓ, ઑન-સાઇટ ચાર્જિંગ માટે વૉલ-બૉક્સના ઇન્સ્ટોલેશનને કવર કરે છે.
પૉલિસીધારકો કોઈપણ સહાયતા માટે વિશેષ ઇવી હેલ્પલાઇનનો પણ ઉપયોગ કરી શકે છે.
કવરેજના સામાન્ય પાસાઓ, જેમ કે અકસ્માત અને અથડામણ, ચોરી, આગ, કુદરતી આપત્તિઓ વગેરે સામે મળતી સુરક્ષા નિયમિત પૉલિસીની જેવી જ હોઈ શકે છે.
જો કે, ઇલેક્ટ્રિક વાહનના કાર્યોને અનુરૂપ ફેરફારો હોઈ શકે છે.
1988 ના મોટર વાહન અધિનિયમ મુજબ, ભારતના રસ્તાઓ પર ચાલતા વાહન માટે ઓછામાં ઓછી થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી આવશ્યક છે.
જ્યારે ઇન્શ્યોર્ડ કાર અકસ્માતમાં શામેલ હોય ત્યારે થર્ડ-પાર્ટી માટે ઉદ્ભવતી જવાબદારીઓ સામે આ પૉલિસી સુરક્ષા પ્રદાન કરે છે.
તેથી, માત્ર ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ ફરજિયાત છે.
જો તમે તમારા વાહનને ઑલ-અરાઉન્ડ સુરક્ષા આપવા માંગો છો, તો કોમ્પ્રિહેન્સિવ પૉલિસી વધુ યોગ્ય છે.
થર્ડ-પાર્ટીની જવાબદારીઓને કવર કરવા ઉપરાંત તમારા વાહનને નુકસાન પહોંચાડી શકે અને તમારે માટે આર્થિક મુશ્કેલીરૂપ બની શકે તેવી ઘણી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ સામે પણ કવરેજ પ્રદાન કરે છે.
કોમ્પ્રિહેન્સિવ પૉલિસી કાયદા મુજબ વૈકલ્પિક હોઈ શકે છે, પરંતુ તમારા વાહનની સુરક્ષા અને તમારી આર્થિક સુરક્ષા માટે તે ઉપયોગી નિવડી શકે છે.
ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ પૉલિસીનો ખર્ચ નિયમિત પૉલિસી કરતાં વધુ શા માટે હોઈ શકે છે તેના કેટલાક કારણો અહીં જણાવેલ છે:
જો કે, ઊંચા ઇલેક્ટ્રિક વાહન ઇન્શ્યોરન્સ દરનો અર્થ એ નથી કે ઇલેક્ટ્રિક વાહન ખરીદવું અને તેની જાળવણી કરવી ખર્ચાળ છે. ઇંધણની વધતી કિંમતોને કારણે ઇલેક્ટ્રિક વાહન લાંબા ગાળે એક સ્માર્ટ અને કૉસ્ટ-ઇફેક્ટિવ વિકલ્પ હોઈ શકે છે.
હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનો (HEV) ઇલેક્ટ્રિક વાહનની કેટેગરી હેઠળ આવે છે, જેને માટે ઇલેક્ટ્રિક વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની રહે છે.
હાઇબ્રિડ વાહનો મૂળભૂત રીતે તે વાહનો છે જે બૅટરી-સંચાલિત ઊર્જા તેમજ ઇંધણ સંચાલિત એન્જિન વડે ચાલે છે.
ઇલેક્ટ્રિક વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ પ્લગ-ઇન હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનો (પીએચઇવી)નો પણ ઇન્શ્યોરન્સ ખરીદવાનો રહે છે.
હા, પરિવહન કરતા મુસાફરોની સંખ્યા જેવા વિવિધ પરિબળો ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રીમિયમને અસર કરી શકે છે.
આ પાસું મહત્વનું એટલા માટે છે કારણ કે જેમ મુસાફરોની સંખ્યા વધુ તેમ જોખમ વધુ હોઇ શકે છે.
ઉદાહરણ તરીકે, જો અન્ય પરિબળોને ધ્યાનમાં લેવામાં ન આવે તો, ઇલેક્ટ્રિક ઑટોરિક્શા ઇન્શ્યોરન્સ પૉલિસીનું પ્રીમિયમ ઇલેક્ટ્રિક વૅન ઇન્શ્યોરન્સ અથવા બસ કરતાં ઓછું હોઈ શકે છે.
વાહનમાં હોય તે માલને વાહન માટેની ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતા નથી.
વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી માત્ર વાહન અને કેટલાક પાર્ટ્સને થતા નુકસાન સામે કવરેજ પ્રદાન કરે છે.
પૉલિસી અનુસાર માલિક-ડ્રાઇવરને કવરેજ પ્રાપ્ત થઈ શકે છે.
જો કે, વાહનમાં રહેલા માલને થયેલ નુકસાનના કિસ્સામાં ઇન્શ્યોરરને જવાબદાર માનવામાં આવશે નહીં.
ઇમરજન્સીની સ્થિતિમાં અટવાઈ ગયેલા પૉલિસીધારકને રિપેરીંગ માટે ગેરેજ અથવા દુકાન ઉપલબ્ધ ન હોય ત્યારે 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ ઍડ-ઑન પૉલિસીધારકોને મદદરૂપ નિવડે છે.
ઇલેક્ટ્રિક વાહનનું ચાર્જિંગ પૂરું થઈ જાય અથવા તાત્કાલિક રિપેરીંગની જરૂરિયાત ઉદ્ભવે.
આવી પરિસ્થિતિમાં તમે બજાજ આલિયાન્ઝના પ્રતિનિધિ અથવા ગ્રાહક સહાયનો સંપર્ક કરી શકો છો અને વહેલી તકે સહાય મેળવી શકો છો.
ઝીરો-ડેપ્રિશિયેશન ઍડ-ઑન એ ડેપ્રિશિયેશનને ધ્યાનમાં લીધા વિના મહત્તમ ક્લેઇમ મેળવવાની અસરકારક રીત હોઈ શકે છે.
ઇલેક્ટ્રિક વાહનનું મૂલ્ય પસાર થતા પ્રત્યેક વર્ષે ઘટતું રહે છે.
આમ થવાનું કારણ નિયમિત ઘસારાને કારણે થતું ડેપ્રિશિયેશન છે.
જ્યારે તમે તમારી ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ ક્લેઇમ કરો છો, ત્યારે તમને ચૂકવવામાં આવતી રકમ ડેપ્રિશિયેશન બાદ કરીને ચૂકવવામાં આવે છે.
ઝીરો-ડેપ્રિશિયેશન ઍડ-ઑન પૉલિસીધારકને તેમના વાહનને થયેલા નુકસાનની સંપૂર્ણ રકમનો ક્લેઇમ કરવામાં મદદ કરે છે.
હા, અમે સુરક્ષિત પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરીએ છીએ જે તમારી ખાનગી માહિતી ખાનગી રહે તે સુનિશ્ચિત કરે છે. ડિજિટલ માધ્યમથી ઑનલાઇન ચુકવણી દ્વારા જ્યારે તમે ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ ખરીદો ત્યારે તમે એજન્ટને ચૂકવવા પડતા કમિશનનો ખર્ચ ઓછો કરી શકો છો તેમજ સમય અને શક્તિની બચત કરી શકો છો.
જ્યારે તમે કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો છો, તો તેની ખાતરી કરો કે તમારી પાસે પ્રક્રિયાને સરળતાથી પૂર્ણ કરવા માટે નીચેના ડૉક્યૂમેન્ટની સોફ્ટ કૉપી છે -
(18,050 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)
સિબા પ્રસાદ મોહંતી
આ વાહનનો ઉપયોગ અમારા ઝોનલ મેનેજર સર દ્વારા કરવામાં આવ્યો હતો. અમે ટૂંકા સમયમાં જ વાહનને ઉપયોગ કરવા હેતુ તૈયાર કરવા માટે તમારા દ્વારા શરૂ કરાયેલ સમયસર અને ઝડપી ઍક્શનની ખુબજ પ્રશંસા કરીએ છીએ. આ ઍક્શનની બધા દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.
રાહુલ
“પસંદ કરવા માટેના વિકલ્પોની શ્રેણી.”
એક પરફેક્શનિસ્ટ હોવાથી, હું બધામાં બેસ્ટ પસંદ કરું છું. મને મારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી પણ સઘન હોય એવું જોઈતું હતું. ઍડ-ઑન અને વ્યાપક પ્લાન સાથે,...
મીરા
“ઓટીએસ ક્લેઇમ એ એક છૂપા આશીર્વાદ સમાન હતો.”
મને અધરસ્તે આ દુર્ઘટના નડી હતી. રોકડની અછત વચ્ચે, મારા મગજમાં વિચારો ચાલતા હતા કે હું મારા માસિક બજેટને અસર કર્યા વિના મારી કારની સર્વિસ કેવી રીતે કરાવી શકું...
લિખિત: બજાજ આલિયાન્ઝ - અપડેટેડ: 13 ઑક્ટોબર 2023
બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો