રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

યામાહા બાઇક ઇન્શ્યોરન્સ ખરીદો/રિન્યુ કરાવો

Yamaha Bike Insurance

બાઇક ઇન્શ્યોરન્સના ક્વોટ માટે વિગતો શેર કરો

કૃપા કરીને નામ દાખલ કરો
કૃપા કરીને મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય ઇમેઇલ આઇડી દાખલ કરો

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

યામાહા એ જાપાનમાં આવેલી ટૂ-વ્હીલર બનાવતી કંપની છે. 1955 માં સ્થપાયેલ યામાહા એ મોટો જીપી જેવી આંતરરાષ્ટ્રીય રેસિંગ સ્પર્ધાઓમાં ઝંપલાવતા પહેલાં પ્રાદેશિક ખેલાડી તરીકે શરૂઆત કરી હતી. આનાથી તેઓ પોતાને વૈશ્વિક સ્તરે સ્થાપિત કરી શક્યા હતા. યામાહા એ 1985 માં ભારતીય બજારમાં પ્રવેશ કર્યો અને તે દિવસથી તેઓ સફળતાની સીડીઓ ચઢી રહ્યા છે. 

ઝડપ અને આરામ સાથે સંકળાયેલ એક બ્રાન્ડ તરીકે, યામાહા બાઇક વિવિધ સુવિધાઓ ધરાવે છે, જેમ કે:

  • ટ્રેક્શન કંટ્રોલ
  • ફોન માટે બ્લૂટૂથ કનેક્ટિવિટી
  • પિલિયન રાઇડર માટે ફૂટરેસ્ટ
  • ડિજિટલ ડિસ્પ્લે
  • વાઇડ-ગ્રિપ ટાયર

યામાહા બાઇકની કિંમત વ્યાજબી હોઈ શકે છે, પરંતુ અકસ્માત પછી તેને રિપેર કરાવવું મોંઘું હોઈ શકે છે. યામાહા બાઇક ઇન્શ્યોરન્સ હોવાથી તમારે બદલે પૉલિસી દ્વારા તેની ચુકવણી કરવામાં આવે છે. માત્ર બાઇક જ નહીં કે જેને પૉલિસી દ્વારા કવર કરવામાં આવે છે, પરંતુ તમને પૉલિસીધારક તરીકે પણ આર્થિક રીતે કવર કરવામાં આવે છે. 

તમારી યામાહા બાઇક માટે ઍડ-ઑન કવર

 

ભારતમાં યામાહા બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીઓ સાથે વિવિધ ઍડ-ઑન કવર ઉપલબ્ધ છે. કેટલાક સામાન્ય ઍડ-ઑનમાં શામેલ છે:

  • ઝીરો ડેપ્રિશિયેશન કવર 

    આ ઍડ-ઑન કવર હેઠળ, બદલવામાં આવેલ પાર્ટ્સના મૂલ્ય પર ડેપ્રિશિયેશન માટે કોઈપણ કપાત વિના ક્લેઇમની સંપૂર્ણ રકમ ચૂકવવામાં આવે છે.
  • રોડસાઇડ આસિસ્ટન્સ કવર 

    આ ઍડ-ઑન કવર દ્વારા રસ્તા પર બ્રેકડાઉન અથવા અકસ્માતના કિસ્સામાં સહાય પ્રદાન કરવામાં આવે છે.
  • પિલિયન રાઇડર માટે પર્સનલ એક્સિડેન્ટ કવર

    અકસ્માતમાં પિલિયન રાઇડરને થયેલી કોઈપણ ઈજા માટેના તબીબી ખર્ચને આ ઍડ-ઑન હેઠળ કવર કરવામાં આવે છે.
  • એન્જિન પ્રોટેક્ટ કવર 

    આ ઍડ-ઑન કવર પાણી ભરાઈ જવાને કારણે અથવા ઑઈલ લીકને કારણે થયેલા નુકસાન સામે તમારી યામાહા બાઇકના એન્જિનને સુરક્ષિત કરે છે.
  • કન્ઝ્યુમેબલ્સ કવર 

    આ ઍડ-ઑન કવર રિપેર દરમિયાન રિપ્લેસમેન્ટની જરૂર હોય તેવા નટ્સ અને બોલ્ટ્સ, એન્જિન ઑઇલ વગેરે જેવા કન્ઝ્યુમેબલ્સ પર થયેલા ખર્ચ માટે કવરેજ પ્રદાન કરે છે.
  • એનસીબી પ્રોટેક્ટ કવર 

    આ ઍડ-ઑન કવર ખરીદવાથી, જો તમે પૉલિસીના સમયગાળા દરમિયાન ક્લેઇમ કરો છો તો પણ તમારું નો ક્લેઇમ બોનસ (એનસીબી) સુરક્ષિત રહે છે.
  • કી પ્રોટેક્ટ કવર: 

    આ ઍડ-ઑન તમારી યામાહા બાઇકની ચાવી ખોવાઈ જાય અથવા તેને ક્ષતિ થાય તે કિસ્સામાં, તેને રિપેર અથવા બદલવા માટે થયેલા ખર્ચને કવર કરે છે.

નોંધ કરો કે ઍડ-ઑનની ઉપલબ્ધતા અને કિંમત ઇન્શ્યોરન્સ પ્રદાતા અને તમે પસંદ કરેલી વિશિષ્ટ પૉલિસીના આધારે અલગ હોઈ શકે છે.

યામાહા ઇન્શ્યોરન્સમાં સમાવિષ્ટ અને બાકાત બાબતો

  • પૉલિસીમાં આ સામેલ છે

  • પૉલિસીમાં આ સામેલ નથી

તમારી યામાહા ઇન્શ્યોરન્સ પૉલિસીમાં થર્ડ-પાર્ટીના વાહનો અને સંપત્તિને થયેલા નુકસાન, અકસ્માતના પરિણામે થર્ડ-પાર્ટીને થયેલી ઈજાઓ, પૂર અને ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓને કારણે થયેલા નુકસાન, હુલ્લડ જેવી માનવસર્જિત આપત્તિઓને કારણે થયેલા નુકસાન અને આગ અથવા ચોરીને કારણે તમારી બાઇકને નુકસાન અથવા ક્ષતિ માટે કવરેજનો સમાવેશ થાય છે. 

1 of 1

જો કે, કેટલીક બાબતો બાકાત રાખવામાં આવી છે, જેમ કે સમાપ્ત થયેલ અથવા અમાન્ય લાઇસન્સ સાથે ડ્રાઇવિંગ, દારૂ અથવા ડ્રગ્સના પ્રભાવ હેઠળ ડ્રાઇવિંગ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે બાઇકનો ઉપયોગ, ઉપયોગને કારણે નિયમિત ઘસારો અને ઇલેક્ટ્રિકલ અથવા મિકેનિકલ બ્રેકડાઉનને કારણે થતી સમસ્યાઓ.

1 of 1

યામાહા બાઇક માટેની ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રકારો

જો તમે એકદમ નવું યામાહા બાઇક ખરીદવા માંગો છો, તો તમારા માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. એફઝી, આર15, રે-ઝી અને ફસિનો એ યામાહા ના કેટલાક મોડલ છે.

જ્યારે તમારી યામાહા બાઇકને ઇન્શ્યોર કરવાની વાત આવે છે, ત્યારે મુખ્યત્વે બે પ્રકારની ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ઉપલબ્ધ છે - થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ અને કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ.

યામાહા માટે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ:

આ સૌથી મૂળભૂત અને કાયદાના પાલન માટે ફરજિયાત પ્રકારની ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે તમારી પાસે ભારતના માર્ગો પર તમારી યામાહા બાઇકને ચલાવવા માટે જરૂરી છે. યામાહા નો થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ અકસ્માતના કિસ્સામાં થર્ડ-પાર્ટીના વાહનો, સંપત્તિ અથવા વ્યક્તિને થયેલા નુકસાન અથવા ઈજાઓને કવર કરે છે. આનો અર્થ એ છે કે જો તમે આકસ્મિક રીતે અન્ય વાહન અથવા વ્યક્તિ સાથે અથડાવ છો, તો તમારી થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા અકસ્માતમાં શામેલ થર્ડ-પાર્ટીને થયેલ નુકસાન અથવા તબીબી ખર્ચને કવર કરવામાં આવશે..

યામાહા માટે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ:

A કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ યામાહા માટેની પૉલિસી એક વધુ વ્યાપક અને ઓલ-ઇન્ક્લુઝિવ પૉલિસી છે જે થર્ડ-પાર્ટીના નુકસાન તેમજ તમારી પોતાની બાઇકના નુકસાનને કવર કરે છે. થર્ડ-પાર્ટીના નુકસાનને કવર કરવા ઉપરાંત, એક કોમ્પ્રિહેન્સિવ યામાહા ઇન્શ્યોરન્સ પૉલિસી પ્રાકૃતિક આપત્તિઓ જેમ કે પૂર, ભૂકંપ વગેરેને કારણે થયેલા નુકસાન અને ચોરી, હુલ્લડ વગેરે જેવી માનવ-નિર્મિત આપત્તિઓને પણ કવર કરે છે. તે યામાહા બાઇકના ચાલકને પણ વ્યક્તિગત અકસ્માત કવર પ્રદાન કરે છે.

ટૂંકમાં કહીએ તો, થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ એ યામાહા માટે મૂળભૂત અને ફરજિયાત ઇન્શ્યોરન્સ પૉલિસી છે, જે ભારતના માર્ગો પર કાનૂની રીતે બાઇક ચલાવવા માટે જરૂરી છે, પરંતુ કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી તમારી યામાહા બાઇકને અનેક વિવિધ જોખમો અને નુકસાન સામે વધુ સારી કવરેજ અને સુરક્ષા પ્રદાન કરે છે.

યામાહા ટૂ-વ્હીલર માટે બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન કેવી રીતે ખરીદવો?

યામાહા બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાની પ્રક્રિયા સરળ અને સુવિધાજનક છે. આ પગલાંઓને અનુસરો:

 

1. ઇન્શ્યોરન્સ પ્લાન વિશે સંશોધન કરો અને તુલના કરો:

વિવિધ ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા ઑફર કરવામાં આવતા વિવિધ ઇન્શ્યોરન્સ પ્લાનને વિગતવાર જાણો અને તેની તુલના કરો. તમારે જરૂરી હોય તેવું કવરેજ પ્રદાન કરતા પ્લાન શોધો અને દરેક પ્લાનના પ્રીમિયમ અને સુવિધાઓની તુલના કરો.

2. ઇન્શ્યોરન્સ કંપની પસંદ કરો:

પ્લાનની તુલના કર્યા બાદ વાજબી પ્રીમિયમ પર શ્રેષ્ઠ કવરેજ પ્રદાન કરતી ઇન્શ્યોરન્સ કંપની પસંદ કરો.

3. ઇન્શ્યોરરની વેબસાઇટની મુલાકાત લો:

તમે પસંદ કરેલી ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટની મુલાકાત લો.

4. તમારા બાઇકની વિગતો દાખલ કરો:

તમારા યામાહા ટૂ-વ્હીલરનું મેક અને મોડેલ, ઉત્પાદનનું વર્ષ, રજિસ્ટ્રેશન નંબર અને તમારી વ્યક્તિગત વિગતો જેમ કે નામ, ઍડ્રેસ અને સંપર્ક નંબર જેવી તમારી બાઇકની વિગતો ભરો.

5. કવરેજ પસંદ કરો:

તમારી યામાહા બાઇક માટેના કવરેજનો પ્રકાર પસંદ કરો. તમે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ અથવા કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પસંદ કરી શકો છો.

6. ઍડ-ઑન કવરેજ:

ઉપલબ્ધ ઍડ-ઑન કવર ચેક કરો અને તમારે જરૂરી ઍડ-ઑન પસંદ કરો. કેટલાક લોકપ્રિય ઍડ-ઑન કવરમાં ઝીરો ડેપ્રિશિયેશન, પર્સનલ એક્સિડન્ટ કવર, પિલિયન રાઇડર કવર, વગેરેનો સમાવેશ થાય છે. તમારી યામાહા ઇન્શ્યોરન્સ પૉલિસીની કિંમત તમે પસંદ કરેલા ઍડ-ઑન્સની સંખ્યા પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે.

7. ચુકવણી કરો:

સુરક્ષિત પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરીને ઇન્શ્યોરન્સ પૉલિસી માટે ઑનલાઇન ચુકવણી કરો.

8. પૉલિસી જારી કરવી:

ચુકવણી સફળ થયા પછી તમારી યામાહા બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી જારી કરવામાં આવશે અને તમારા રજિસ્ટર્ડ ઇમેઇલ આઇડી પર મોકલવામાં આવશે.

 

જો તમે યામાહા ઇન્શ્યોરન્સ પૉલિસીની કિંમત જાણવા માંગો છો, તો તમારી પૉલિસી માટે અંદાજિત ક્વોટ મેળવવા માટે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર નો ઉપયોગ કરી શકો છો. 

યામાહા ઇન્શ્યોરન્સ ઑનલાઇન કેવી રીતે રિન્યુ કરવો?

યામાહા ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યુ કરવું એ સુવિધાજનક અને ઝંઝટ-મુક્ત પ્રક્રિયા છે. યામાહા ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યુ કરવાના પગલાં અહીં આપેલ છે:

1. તમારી વર્તમાન યામાહા ઇન્શ્યોરન્સ પૉલિસી જે કંપનીની હોય તે ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટ પર જાઓ.

2. વેબસાઇટના "રિન્યુઅલ" સેક્શન પર જાઓ.

3. તમારી યામાહા બાઇકની જરૂરી વિગતો દાખલ કરો, જેમ કે રજિસ્ટ્રેશન નંબર અને તમારી વર્તમાન પૉલિસીની સમાપ્તિની તારીખ.

4. તમે જે પ્રકારની યામાહા ઇન્શ્યોરન્સ પૉલિસી રિન્યુ કરવા માંગો છો, તે પ્રકાર પસંદ કરો.

5. પૉલિસીની વિગતોની સમીક્ષા કરો અને કોઈપણ ફેરફારોની જરૂર છે કે નહીં તે તપાસો.

6. તમે તમારી પૉલિસીમાં જે ઍડ-ઑન કવર શામેલ કરવા માંગો છો તે પસંદ કરો.

7. સુરક્ષિત પેમેન્ટ ગેટવે દ્વારા તમારી રિન્યુ કરેલી પૉલિસીનું પ્રીમિયમ ઑનલાઇન ચૂકવો.

8. સફળતાપૂર્વક ચુકવણી કર્યા બાદ, તમને તમારી યામાહા ઇન્શ્યોરન્સ પૉલિસીના રિન્યુઅલની સ્વીકૃતિ મોકલવામાં આવશે.

 

કોઈપણ દંડ અથવા ક્લેઇમના સમયે સમસ્યાઓને ટાળવા માટે તમારી યામાહા ઇન્શ્યોરન્સ પૉલિસીની સમાપ્તિની તારીખ પહેલાં તેને રિન્યુ કરાવો.

જ્યારે તમે રિન્યુઅલ દરમિયાન તમારી પૉલિસીને કસ્ટમાઇઝ કરો છો, ત્યારે તમે યામાહા ઇન્શ્યોરન્સના રિન્યુઅલની કિંમતમાં તફાવત જોઈ શકો છો. આ ઍડ-ઑનના સમાવેશ અથવા બાકાતને કારણે હોઈ શકે છે. 

યામાહા ઇન્શ્યોરન્સ ક્લેઇમ કેવી રીતે ફાઇલ કરવો?

પૉલિસીના પ્રકારના આધારે, તમે તમારા યામાહા બાઇક ઇન્શ્યોરન્સ માટે રિઇમ્બર્સમેન્ટ અથવા કૅશલેસ ક્લેઇમ ફાઇલ કરી શકો છો. તમે અહીં આપેલ પગલાંઓને અનુસરી શકો છો:

 

1. તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાનો સંપર્ક કરો:

તમારી બાઇકના અકસ્માત અથવા તેને નુકસાન થવાના કિસ્સામાં, તરત જ તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાને જાણ કરો. તમે કસ્ટમર કેર નંબર પર કૉલ કરીને અથવા તમારા ઇન્શ્યોરરની વેબસાઇટની મુલાકાત લઈને જાણ કરી શકો છો.

 

2. જરૂરી વિગતો પ્રદાન કરો:

તમારે તમારી બાઇકના અકસ્માત અથવા થયેલ નુકસાન, પૉલિસી નંબર, રજિસ્ટ્રેશન નંબર અને અન્ય સંબંધિત વિગતો આપવાની રહેશે.

 

3. કૅશલેસ ક્લેઇમ માટે:

જો તમે કૅશલેસ ક્લેઇમ પસંદ કરો છો, તો તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા તમને નેટવર્ક ગેરેજ યાદી આપવામાં આવશે, જ્યાં તમે કોઈપણ ચુકવણી કર્યા વિના તમારી બાઇકને રિપેર કરાવી શકો છો. ઇન્શ્યોરર દ્વારા રિપેરીંગના બિલની ચુકવણી સીધી ગેરેજને જ કરવામાં આવશે.

 

4. રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ માટે:

જો તમે રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ પસંદ કરો છો, તો તમારે તમારી બાઇકને તમારી પસંદગીના ગેરેજ પર રિપેર કરાવવાનું રહેશે અને રિપેરીંગનું બિલ ચૂકવવાનું રહેશે. ત્યારબાદ તમે અન્ય સંબંધિત ડૉક્યૂમેન્ટ સાથે તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાને બિલ સબમિટ કરી શકો છો.

 

5. બાઇકનું સર્વેક્ષણ:

કેટલાક કિસ્સાઓમાં, ક્લેઇમની પ્રક્રિયા કરતા પહેલાં બાઇકના સર્વેક્ષણની જરૂર પડી શકે છે. ઇન્શ્યોરન્સ કંપની દ્વારા નિયુક્ત કરવામાં આવેલ સર્વેક્ષક દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરીને રિપોર્ટ પ્રદાન કરવામાં આવશે.

 

6 ક્લેઇમ સેટલમેન્ટ:

ક્લેઇમ મંજૂર થયા પછી, ઇન્શ્યોરર દ્વારા ક્લેઇમની રકમ રિઇમ્બર્સમેન્ટ દ્વારા અથવા ગેરેજને સીધી ચુકવણી (કૅશલેસ ક્લેઇમના કિસ્સામાં) દ્વારા સેટલ કરવામાં આવશે.

 

યાદ રાખો કે રિઇમ્બર્સમેન્ટ અથવા કૅશલેસ ક્લેઇમ દાખલ કરવાની પ્રક્રિયા ઇન્શ્યોરન્સ પ્રદાતા અને પૉલિસીના પ્રકારના આધારે અલગ હોઈ શકે છે. ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં પૉલિસી ડૉક્યૂમેન્ટ સંપૂર્ણપણે વાંચવાની અને ક્લેઇમની પ્રક્રિયા સમજવાની સલાહ આપવામાં આવે છે.

યામાહા બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે જરૂરી ડૉક્યૂમેન્ટ

ભારતમાં યામાહા બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરવા માટે સામાન્ય રીતે જરૂરી ડૉક્યૂમેન્ટ નીચે મુજબ છે:

 

· ઇન્શ્યોરન્સ પૉલિસીની કૉપી

· બાઇકના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની કૉપી

· વાહન ચાલકના ડ્રાઇવિંગ લાઇસન્સની કૉપી

· એફઆઇઆર (ચોરી અથવા થર્ડ-પાર્ટીને નુકસાન થયાના કિસ્સામાં)

· મેડિકલ સર્ટિફિકેટ (ચાલક અથવા પિલિયનને ઈજાના કિસ્સામાં)

· રિપેરીંગના બિલ અને ચુકવણીની રસીદ (રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમના કિસ્સામાં)

· કૅશલેસ ક્લેઇમ ફોર્મ (કૅશલેસ ક્લેઇમના કિસ્સામાં)

· ક્લેઇમની પ્રક્રિયા કરવા માટે ઇન્શ્યોરન્સ કંપનીને જરૂર હોય તેવા અન્ય કોઈપણ ડૉક્યૂમેન્ટ

 

એ નોંધ કરવી જરૂરી છે કે દાખલ કરવામાં આવતા ક્લેઇમના પ્રકાર અને ઇન્શ્યોરન્સ કંપનીની વિશિષ્ટ જરૂરિયાતોના આધારે ચોક્કસપણે જરૂરી ડૉક્યૂમેન્ટ અલગ હોઈ શકે છે. ક્લેઇમ સેટલમેન્ટની સરળ અને ઝંઝટ-મુક્ત પ્રક્રિયા માટે તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ સબમિટ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે હંમેશા ઇન્શ્યોરરનો સંપર્ક કરવાની અથવા પૉલિસી ડૉક્યૂમેન્ટનો સંદર્ભ લેવાની ભલામણ કરવામાં આવે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રીમિયમને કયા પરિબળો અસર કરે છે?

બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીનું પ્રીમિયમ બાઇકના મેક અને મોડેલ, બાઇકના ઉત્પાદનને થયેલ સમય, વપરાશનો હેતુ, બાઇકની એન્જિન ક્ષમતા, રજિસ્ટ્રેશનનું સ્થળ અને ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રકાર જેવા કેટલાક પરિબળો પર આધારિત છે.

શું હું મારી બાઇક વેચતા સમયે મારી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી શકું છું?

હા, જો તમે તમારી બાઇક વેચો છો તો તમારી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી શકો છો. જો કે, તમારે ટ્રાન્સફર વિશે ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરવાની અને ટ્રાન્સફર માટે જરૂરી ડૉક્યૂમેન્ટ સબમિટ કરવાના રહેશે.

બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલ કરવામાં કેટલો સમય લાગે છે?

બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલ કરવા માટે લાગતો સમય ક્લેઇમની જટિલતા અને ઇન્શ્યોરન્સ કંપનીની પ્રક્રિયાઓના આધારે અલગ અલગ હોય છે. જો કે, મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓનો હેતુ તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ પ્રાપ્ત થયાના 30 દિવસની અંદર ક્લેઇમ સેટલ કરવાનો હોય છે.

બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ દાખલ કરવા માટે કયા ડૉક્યૂમેન્ટની જરૂર પડે છે?

બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવા માટે જરૂરી ડૉક્યૂમેન્ટમાં ક્લેઇમ ફોર્મ, બાઇકના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની કૉપી, ડ્રાઇવિંગ લાઇસન્સ, ઇન્શ્યોરન્સ પૉલિસી ડૉક્યૂમેન્ટ, ચોરી અથવા થર્ડ-પાર્ટીના નુકસાનના કિસ્સામાં એફઆઇઆરની કૉપી અને રિપેરીંગના બિલ અને રસીદનો સમાવેશ થાય છે.

શું હું મારી ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા કવર કરવામાં આવેલ ભૌગોલિક વિસ્તારની બહાર થયેલા નુકસાન માટે ક્લેઇમ કરી શકું છું?

ના, સામાન્ય રીતે તમે તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા કવર કરવામાં આવતા ભૌગોલિક વિસ્તારની બહાર થયેલા નુકસાન માટે ક્લેઇમ કરી શકતા નથી. ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ચોક્કસ ભૌગોલિક સીમાઓમાં ચોક્કસ જોખમોને કવર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, અને આ સીમાઓ સામાન્ય રીતે પૉલિસીમાં ઉલ્લેખિત હોય છે.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે