અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ સહાયતા 1800-103-5858

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

TVS બાઇક ઇન્શ્યોરન્સ

TVS બાઇક ઇન્શ્યોરન્સ

TVS Motor Company Limited એ ભારતની 3rd સૌથી મોટી ટૂ-વ્હીલર ઉત્પાદક કંપની છે. TVS Motors વિવિધ મોડેલની મોટરસાઇકલ, સ્કૂટર અને મોપેડની વિશાળ શ્રેણીનું ઉત્પાદન કરે છે. TVS ના દાવા અનુસાર તેઓ 33 મિલિયનથી વધુ ગ્રાહકો ધરાવે છે. TVS દ્વારા બનાવવામાં આવેલી બાઇક ગ્રાહકોને અનુકૂળ સુવિધાઓ જેમ કે હેન્ડલ કરવામાં સરળ, વ્યાજબી કિંમતે ગુણવત્તાયુક્ત બાઇક અને ઇનોવેટિવ અને ટેકનોલોજી આધારિત બાઇક ડિઝાઇન માટે પ્રસિદ્ધ છે.

TVS Motors નો હેતુ તેના ગ્રાહકો સાથે પરસ્પર વિશ્વાસની ભાવના અને લાંબા ગાળાનો સંબંધ સ્થાપિત કરવાનો છે. બજાજ આલિયાન્ઝની ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી વડે તમે તમારી TVS બાઇક સાથે ચોક્કસપણે લાંબા ગાળાનો સંબંધ સ્થાપિત કરી શકો છો. કુદરતી આપત્તિઓ, ચોરી, ઘરફોડી અને અકસ્માત જેવી ઘટનાઓ, કે જેને કારણે તમારા TVS ટૂ-વ્હીલરને નુકસાન થઈ શકે છે, તેવા કિસ્સામાં આ પૉલિસી તમને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે.

TVS ના ટોચના બાઇક મોડેલ

TVS બાઇકના ટોચના મોડેલો Sports, Star City +, Apache, Jupiter અને Wego છે.

TVS Sports : TVS Sports મોટરસાઇકલ પ્રતિ લિટરે 95 કિમી. નું શ્રેષ્ઠ માઇલેજ પ્રદાન કરે છે. આ 100 cc મોટરસાઇકલમાં 10 લિટરની ઈંધણ ક્ષમતા ધરાવતી સૌથી મોટી ટાંકી છે. ઇલેક્ટ્રિક સ્ટાર્ટ, સ્પોર્ટી ટેઇલ અને હેડ લેમ્પ, 5 સ્ટેજ ઍડજસ્ટેબલ શૉક ઍબ્સોર્બર્સ અને આરામદાયક સીટ TVS Sports બાઇકની સૌથી આકર્ષક વિશેષતાઓ છે.

TVS Star City + : TVS ની આ મોટરસાઇકલમાં તમે શ્રેષ્ઠ માઇલેજ-પાવર બૅલેન્સ મેળવી શકો છો. મલ્ટી-ફંક્શનલ ડિસ્પ્લે કન્સોલ, સર્વિસ-રિમાઇન્ડર ઇન્ડિકેટર, ઑલ ગિયર ઇલેક્ટ્રિક સ્ટાર્ટ, 110 cc એન્જિન, સ્ટાઇલિશ મિરર, એલ્યુમિનિયમ ગ્રેબ રેલ એ આ TVS બાઇકની કેટલીક સૌથી વધુ પ્રશંસા પ્રાપ્ત વિશેષતાઓ છે.

TVS Apache : TVS Apache એ ભારતની સૌથી વધુ પ્રસંશા પામેલ બાઇકમાંની એક છે. TVS Apache RR 310 આ શ્રેણીની નવીનતમ મોડેલ બાઇક છે. આ મોટરસાઇકલનું પ્રથમ મોડેલ - TVS Apache RTR 160 હજુ પણ લોકો પસંદ કરે છે. બીસ્ટ-પ્રેરિત હેડલેમ્પ, LED ટેઇલ લેમ્પ, અદ્ભુત એરોડાયનામિક્સ, રેસ-પ્રેરિત ડિસ્પ્લે અને ડિસ્ક બ્રેક આ બાઇકની કેટલીક મુખ્ય વિશેષતાઓ છે.

TVS Jupiter : TVS Jupiter એ TVS દ્વારા ડિઝાઇન કરેલ ઉચ્ચ પરફોર્મન્સ ધરાવતું સ્કૂટર છે, જેમાં 110 cc નું કાર્યક્ષમ એન્જિન છે. પગ મૂકવા માટે વધુ જગ્યા, વધુ માઇલેજ, CVT-i ટેકનોલોજી, ટ્યુબલેસ ટાયર અને 8 અદ્ભુત રંગોમાં ઉપલબ્ધતા એ બાઇકની કેટલીક શ્રેષ્ઠ વખણાયેલ વિશેષતાઓ છે.

TVS Wego : TVS Wego એ 110 cc એન્જિન, 70 kmpl માઇલેજ, 8 bhp મહત્તમ પાવર, સારી સંતુલિત બૉડી, ઉચ્ચ રિજિડિટી, સ્ટાઇલિશ હેડલેમ્પ, વ્યવસ્થિત ગાદી ધરાવતી સીટ અને સ્પોર્ટી લુક જેવી સુવિધાઓ ધરાવતું એક પાવર-પૅક સ્કૂટર છે.

TVS બાઇક ઇન્શ્યોરન્સના પ્રકારો

બજાજ આલિયાન્ઝ નીચેના બે પ્રકારના TVS બાઇક ઇન્શ્યોરન્સ પ્રદાન કરે છે:

  • થર્ડ પાર્ટી લાયબિલિટી ઓનલી ઇન્શ્યોરન્સ : ભારતમાં, થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ ખરીદવું ફરજિયાત છે, જે તમારી TVS બાઇકને કારણે થર્ડ પાર્ટી (લોકો/સંપત્તિ)ને થયેલા કોઈપણ નુકસાન/હાનિ સામે તમને કવરેજ પ્રદાન કરે છે. આ ઇન્શ્યોરન્સ પ્લાન તમને થર્ડ પાર્ટી માટેની કોઈપણ કાનૂની જવાબદારી સામે કવર કરે છે.
  • લોન્ગ ટર્મ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ : આ એક વ્યાપક TVS બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન છે, જે થર્ડ પાર્ટીને કવર કરવાની સાથે સાથે કોઈપણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં તમને અને તમારી TVS બાઇકને પણ આવરી લે છે. બજાજ આલિયાન્ઝના TVS બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન 1, 2 અથવા 3 વર્ષના સમયગાળા માટે પસંદ કરી શકાય છે.

TVS બાઇક ઇન્શ્યોરન્સના લાભો

બજાજ આલિયાન્ઝના TVS બાઇક ઇન્શ્યોરન્સના કેટલાક લાભો નીચે મુજબ છે:

  • બજાજ આલિયાન્ઝની લાંબા ગાળાની TVS બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી, તમે 3 વર્ષ માટે ખરીદી શકો છો અને લાંબા સમય સુધી ચિંતા-મુક્ત થઈને કવરેજ મેળવી શકો છો.
  • આ ઇન્શ્યોરન્સ પૉલિસી વડે તમે સમગ્ર ભારતમાં 4000 નેટવર્ક ગેરેજ પર કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટ સુવિધા મેળવી શકો છો.
  • તમારી બેઝ પૉલિસીનું કવરેજ વધારવા માટે તમે નીચે જણાવેલામાંથી ઍડ-ઑન પસંદ કરી શકો છો:
    • ઍક્સેસરીઝના નુકસાનનું કવર
    • ઝીરો અથવા શૂન્ય ડેપ્રિશિયેશન કવર
    • પિલિયન રાઇડર્સ માટે વ્યક્તિગત અકસ્માત કવર
  • TVS બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાના ઝડપી અને સરળ પગલાં ખરીદીના અનુભવને આકર્ષક બનાવે છે.
  • તમારી TVS બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ, ક્લેઇમ સંબંધી સહાય ફોન દ્વારા 24*7 ઉપલબ્ધ છે.
  • જો તમે તમારી લાંબા ગાળાની TVS બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીનો ઉપયોગ કરીને ક્લેઇમ રજિસ્ટર કરો છો, તો તમારું એનસીબી ઓછું થાય છે, પરંતુ શૂન્ય થતું નથી.
  • તમે કોઈપણ અન્ય ઇન્શ્યોરન્સ પ્રદાતા પાસેથી તમારા એનસીબીના 50% સુધી બજાજ આલિયાન્ઝની TVS બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ટ્રાન્સફર કરી શકો છો.
  • પૉલિસીને ઝંઝટ-મુક્ત રીતે રિન્યુ કરવાનો અનુભવ એ બજાજ આલિયાન્ઝની તમારી TVS બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીનો વધુ એક લાભ છે.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે