રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ

Comprehensive Insurance

કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ

ડ્રાઇવિંગ એ મુક્તતાની અનુભૂતિ પ્રદાન કરે છે. તે જ સમયે, તે એક મોટી જવાબદારી છે કારણ કે તમે વાહન પર નિયંત્રણ ધરાવો છો, જે અન્ય લોકોને અથવા તેમની સંપત્તિને નુકસાન અથવા હાનિ પહોંચાડી શકે છે. આ ઉપરાંત, તેમની આસપાસના અન્ય વાહનો વિશે જાગૃત હોવું સમજદારીભર્યું છે. તેથી પણ વધુ, સુરક્ષિત અને જવાબદારીપૂર્વક વાહન ચલાવવું એ મહત્વપૂર્ણ છે. 

ભારતમાં, થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ કાયદાકીય રીતે ફરજિયાત છે. મુસીબત સૂચના આપીને આવતી નથી. જો તમે વાહનના માલિક હોવ, તો સુનિશ્ચિત કરો કે તમે યોગ્ય કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરો છો. ચાલો, આપણે કોમ્પ્રિહેન્સિવ મોટર વાહન ઇન્શ્યોરન્સને સમજીએ. 

કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ શું છે?

અકસ્માતના કિસ્સામાં ઇન્શ્યોરન્સ પૉલિસી ઇન્શ્યોરન્સ ધારકને વાહનના આકસ્મિક નુકસાન માટે આર્થિક સહાય પ્રદાન કરે છે. કોઈપણ સંપત્તિના નુકસાન અથવા શારીરિક ઈજા માટે થર્ડ પાર્ટી કવર પણ પ્રદાન કરવામાં આવશે.

કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સ ધરાવવું માત્ર પોતાના વાહનના નુકસાન માટે જ નહીં પરંતુ દુર્ઘટનામાં સામેલ થર્ડ પાર્ટીની જવાબદારી માટે પણ સુરક્ષાની ખાતરી આપે છે. મૃત્યુના કિસ્સામાં ઇન્શ્યોરર સરળતાથી ક્લેઇમને વળતર રૂપે સેટલ કરી શકે છે. અકસ્માતને કારણે મૃત્યુના કિસ્સામાં, નૉમિનીને મોટર એક્સિડેન્ટ કેસ ટ્રિબ્યુનલ (એમએસીટી) દ્વારા નુકસાનની ભરપાઈ કરવામાં આવશે.

 

કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સમાં શું કવર કરવામાં આવે છે?


ભારતમાં, થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ એ ફરજિયાત છે પરંતુ સંપૂર્ણ કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ ધરાવવું એ ફરજિયાત નથી. તેમાં જરૂરિયાત મુજબ પ્લાન પસંદ કરવાનું વાહનના માલિક પર નિર્ભર કરે છે. આદર્શ રીતે, યોગ્ય ઇન્શ્યોરન્સ કવરેજ પસંદ કરવાની અને પોતાને આર્થિક રીતે સુરક્ષિત કરવાની ભલામણ કરવામાં આવે છે.

રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે, વાહનનો અકસ્માત થવાની શક્યતા હોય છે. તેમાં ક્યારેક ઘણું મોટું નુકસાન થઈ શકે છે. ઘણીવાર થયેલા નુકસાન માટેનો રિપેરિંગ ખર્ચ ખિસ્સાને પરવડી ન શકે અને તેને લીધે આર્થિક ભારણ વધી શકે છે. તેથી, કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સના વિકલ્પને અવગણવું ના જોઈએ

અહીં કોમ્પ્રિહેન્સિવ કવરેજની વિશેષતાઓનું લિસ્ટ આપેલ છે:

  • થર્ડ-પાર્ટી કવર

    એ નોંધ લેવું મહત્વપૂર્ણ છે કે કોમ્પ્રિહેન્સિવ વાહન ઇન્શ્યોરન્સ એ થર્ડ-પાર્ટીની જવાબદારીને પણ કવર કરે છે. થર્ડ પાર્ટી કવર હોવાથી થર્ડ પાર્ટી અથવા તેમની સંપત્તિને થયેલા નુકસાન સામે સુરક્ષા પ્રદાન કરે છે

  • કુદરતી આફતોને કારણે નુકસાન

    જો કુદરતી આફતને કારણે કોઈપણ નુકસાન અથવા હાનિ પહોંચે, તો તેના માટે કવર પ્રદાન કરવામાં આવે છે. આફતોમાં સામાન્ય રીતે તોફાનો, પૂર વગેરેનો સમાવેશ થાય છે. આ કવર અલગ-અલગ ઇન્શ્યોરર માટે અલગ-અલગ હોઈ શકે છે

  • પર્સનલ એક્સિડન્ટ કવર

    કાયમી વિકલાંગતા અથવા કોઈ વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં, વાહનના માલિક અથવા ડ્રાઇવર થર્ડ પાર્ટીને વળતર પ્રદાન કરે છે

  • ઍડ-ઑન કવરેજ

    કોઈપણ વ્યક્તિ બેઝ પૉલિસીમાં ઍડ-ઑન ઉમેરીને વર્તમાન મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીની સુરક્ષા વધારી શકે છે. તમે કન્ઝ્યુમેબલ્સ કવર, ઝીરો ડેપ્રિશિયેશન કવર વગેરે જેવા ઍડ-ઑન લાભોનો સમાવેશ કરવાનું વિચારી શકો છો.

તમારી પાસે જે પણ વાહન હોય, તમારે કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવી વધુ યોગ્ય છે. પૂરતા પ્રમાણમાં કવરેજ મેળવીને તમે મનની શાંતિ પામી શકો છો અને આર્થિક જવાબદારીઓ વિશે નિશ્ચિંત થઈ શકો છો.

*આ સંપૂર્ણ લિસ્ટ નથી. કૃપા કરીને મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીની નિયમાવલી કાળજીપૂર્વક વાંચો. સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાના ફાયદાઓ શું છે?

કોઈપણ નાણાંકીય જવાબદારીઓથી બચવા, તમને ઇન્શ્યોરન્સમાં કોમ્પ્રિહેન્સિવ કવરેજ પસંદ કરવાની ભલામણ કરવામાં આવે છે. તેના ફાયદાઓને સમજવા માટે નીચે જુઓ:

  • ઓન ડેમેજ કવર

     કોમ્પ્રિહેન્સિવ કવર હોવાનો અર્થ એ છે કે વાહનને કોઈ અપ્રિય ઘટનાને કારણે થતા નુકસાન માટે સંપૂર્ણપણે કવર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ પરિસ્થિતિમાં, તમારી કાર કોઈ વૃક્ષ સાથે અથડાઈ જાય, તો વાહનને થયેલા નુકસાન માટે રિપેરની જરૂર પડશે. કોમ્પ્રિહેન્સિવ કવર હોવાથી તમે ક્યારેય પણ નાણાંકીય કારણોસર રખડી પડશો નહીં.

  • સુવિધાજનક

    તમે સરળતાથી ઑનલાઇન ઇન્શ્યોરન્સમાં કોમ્પ્રિહેન્સિવ કવરેજનો લાભ લઈ શકો છો. બજાજ આલિયાન્ઝ જીઆઇસી તરફથી મોટર ઇન્શ્યોરન્સ ખરીદવું સરળ અને ઝડપી છે. તમારી જરૂરિયાતોને અનુરૂપ પ્લાન પસંદ કરો. ખરીદી પૂર્ણ થયા પછી, પૉલિસી સંબંધિત ડૉક્યૂમેન્ટ મેઇલ દ્વારા તમારી સાથે શેર કરવામાં આવશે

  • નેટવર્ક ગેરેજ

    નેટવર્ક ગેરેજ એવા સર્વિસ સ્ટેશન છે, જ્યાં તમે તમારા વાહન માટે કોઈપણ નાણાં ચૂકવ્યા વગર સર્વિસનો લાભ લઈ શકો છો. રિપેરિંગ ખર્ચ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા સીધો સેટલ કરવામાં આવશે. અમારી પાસે સમગ્ર ભારતમાં 6500+ થી વધુ ગેરેજ ધરાવતું મજબૂત નેટવર્ક છે. 

  • ક્લેઇમ સેટલમેન્ટ

    અમારો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો 98% છે, જે આ ઉદ્યોગમાં શ્રેષ્ઠ છે*. આ સાથે, અમે 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ પણ પ્રદાન કરીએ છીએ. તમે અમારી મોટર ઑન-ધ-સ્પૉટ સર્વિસનો પણ લાભ લઈ શકો છો, જે કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરવાની અને સેટલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. કોઈપણ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ક્લેઇમ કે જે ₹20,000 થી ઓછાનો હોય અને કાર માટે ₹30,000 સુધીનો ક્લેઇમ અમારી કેરિંગલી યોર્સ મોબાઇલ એપ દ્વારા 20 મિનિટ* ની અંદર સેટલ કરવામાં આવે છે.

કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ દ્વારા શું કવર કરવામાં આવતું નથી?


હવે, હવે આપણે જાણીએ કે કોમ્પ્રિહેન્સિવ કવરેજ હેઠળ શું બાકાત રાખવામાં આવ્યું છે:

  • ઘસારો

    જો વાહનને સામાન્ય ઘસારાને કારણે અથવા તેની આવરદાને કારણે નુકસાન થયું હોય, તો પરિણામી નુકસાનને કવર કરવામાં આવતું નથી.

  • દારૂનો પ્રભાવ

    જો કોઈ દુર્ઘટના થઈ હોય અને તે સમયે ડ્રાઇવર દારૂ અથવા અન્ય કોઈ અન્ય નશીલા પદાર્થના પ્રભાવ હેઠળ હોવાનું જણાય, તો કોઈ ક્લેઇમ પ્રદાન કરવામાં આવશે નહીં. ડ્રાઇવિંગ એ સામાજિક જવાબદારી છે અને સુરક્ષિત રીતે ડ્રાઇવિંગ કરવું એ ફરજ છે.

  • ગેરકાયદેસર ડ્રાઇવિંગ

    જો તમને ભારતમાં માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ડ્રાઇવિંગ કરતા હોવ, તો કોમ્પ્રિહેન્સિવ વાહન ઇન્શ્યોરન્સ સમાપ્ત થઈ જશે.

  • યુદ્ધ જેવી પરિસ્થિતિઓ

    જો યુદ્ધ જેવી પરિસ્થિતિઓ જેમ કે પરમાણુ હુમલા, વિદ્રોહ અને તેવી અન્ય પરિસ્થિતિઓ જે અનિયંત્રિત હોય, તેના કારણે ઇન્શ્યોર્ડ વાહનને નુકસાન અથવા હાનિ પહોંચે.

*આ સંપૂર્ણ લિસ્ટ નથી. કૃપા કરીને મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીની નિયમાવલી કાળજીપૂર્વક વાંચો. સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

 

કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી પૉલિસીઓ વચ્ચે શું તફાવત છે?

 

નીચે આપેલ ટેબલ કોમ્પ્રિહેન્સિવ કવરેજ અને થર્ડ-પાર્ટી પૉલિસી વચ્ચેનો તફાવત દર્શાવે છે:

 

માપદંડ કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ

કવરેજ

તે ઇન્શ્યોર્ડ વાહનને અને કોઈપણ શારીરિક ઈજા અથવા સંપત્તિના નુકસાન જેવી થર્ડ પાર્ટીની જવાબદારી માટે કવરેજ પ્રદાન કરે છે

માત્ર થર્ડ-પાર્ટીની સંપત્તિના નુકસાન અથવા શારીરિક ઈજાને કારણે ઉદ્ભવતી કોઈપણ જવાબદારી માટે કવર ઑફર કરવામાં આવે છે

પ્રીમિયમ

આમાં પ્રીમિયમ દરેક ઇન્શ્યોરર મુજબ અલગ-અલગ હોય છે. મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને વિવિધ પરિબળો જેમ કે વાહનના નિર્માણ અને મોડેલ, વાહનની આવરદા, ભૌગોલિક સ્થાન, ઍડ-ઑન વગેરે અસર કરે છે.

થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પ્રીમિયમ IRDAI દ્વારા નક્કી કરવામાં આવે છે

સીએનજી કિટ કવર

તેનો લાભ ઍડ-ઑન તરીકે લઈ શકાય છે

ઉપલબ્ધ નથી

ડેપ્રિશિયેશન પ્રોટેક્શન, અને એન્જિન પ્રોટેક્શન

કોમ્પ્રિહેન્સિવ ઑટો કવરેજમાં આ બંને શામેલ છે

આ શામેલ નથી

*આ દરેક ઇન્શ્યોરર માટે અલગ હોઈ શકે છે. સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું મને જૂની કાર પર કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સની જરૂર છે?

સમય સાથે કારનું મૂલ્ય ઘટે છે. તેથી, જો તમને લાગે કે કારનો તેની કિંમત મુજબ ભરપૂર ઉપયોગ થઈ ગયો છે, તો તમે કોમ્પ્રિહેન્સિવ કવરેજને ના લેવાનો વિકલ્પ વિચારી શકો છો. જો કે, ઇન્શ્યોરન્સ ના લેવો એ કોઈ બુદ્ધિપૂર્વકનો નિર્ણય નથી, કારણ કે અનિશ્ચિતતા કોઈપણ સમયે ત્રાટકી શકે છે. વધુમાં, જૂના વાહનને કારણે અકસ્માત અથવા અથડામણ થવાની સંભાવનાઓ હોય છે. અથવા તેને લીધે થર્ડ-પાર્ટીની સંપત્તિને નુકસાન પહોંચી શકે છે. કોઈપણ અંતિમ નિર્ણય કરતા પહેલાં, તમે કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી ન હોવાના લાભ અને ગેરલાભને ધ્યાનમાં લો.

શું કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ ચોરીને કવર કરે છે?

મોટર વાહનો માટે ચોરી એ સૌથી સામાન્ય જોખમોમાંથી એક છે. કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી એ પૉલિસીધારકને કોઈપણ જોખમ, તોડફોડ અથવા માનવ-સર્જિત પ્રવૃત્તિઓ સામે સુરક્ષિત રહેવામાં મદદ કરશે. આ ઉપરાંત, ARAI દ્વારા પ્રમાણિત એન્ટી-થેફ્ટ ડિવાઇસને ઇન્સ્ટોલ કરવાથી વાજબી મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં લાભ મેળવી શકાય છે.

મને કેટલી રકમનો કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સની જરૂર છે?

તમે કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી નક્કી કરો તે પહેલાં, તમારે જરૂરિયાત અંગે વિશ્લેષણ કરવું મહત્વપૂર્ણ છે. એકવાર તમે જરૂરિયાતો જાણી લો પછી એક પ્લાન પસંદ કરો, જે યોગ્ય રીતે તેને પરિપૂર્ણ કરતો હોય અને તમારા ખિસ્સા પર ભારે ના હોય. 

શું તમે માત્ર કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ લઈ શકો છો?

ભારતમાં, થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ કાયદાકીય રીતે ફરજિયાત છે. જો કે, હંમેશા વ્યાપક મોટર વ્હીકલ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવાની ભલામણ કરવામાં આવે છે. કોમ્પ્રિહેન્સિવ પ્લાન હોવાથી કોઈપણ થર્ડ-પાર્ટીની જવાબદારી માટે પણ કવરેજ મળશે. 

શું તમે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ વગર ડ્રાઇવ કરી શકો છો?

મોટર વાહન અધિનિયમ, 2019 મુજબ, યોગ્ય ઇન્શ્યોરન્સ પૉલિસી વગર ભારતના રસ્તાઓ પર ડ્રાઇવ કરવું ગેરકાયદેસર છે. ભારત સરકારે ભારતના રસ્તાઓ પર ચાલતા તમામ મોટર વાહનો માટે થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ ફરજિયાત કરવાનો આદેશ કરેલ છે.

કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સનો ખર્ચ કેટલો થાય છે?

કોમ્પ્રિહેન્સિવ કવરેજ ધરાવવું અત્યંત ફાયદાકારક છે કારણ કે તે પોતાનું નુકસાન અને થર્ડ-પાર્ટી કવર બંને પ્રદાન કરે છે. સર્વોત્તમ સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ છે અને પ્રીમિયમ દરેક ઇન્શ્યોરર માટે અલગ-અલગ હોય છે. 

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે