અંગ્રેજી

Claim Assistance
Get In Touch
No Claim Bonus (NCB) in Two Wheeler Insurance
21 ફેબ્રુઆરી, 2023

No Claim Bonus (NCB) in Two-Wheeler Insurance

એનસીબી એટલે નો ક્લેઇમ બોનસ. જો ટૂ-વ્હીલર પૉલિસીધારક પાછલી પૉલિસીના સમયગાળામાં કોઈ ક્લેઇમ રજિસ્ટર ન કરે, તો તે આ લાભ માટે પાત્ર બને છે. ઘણીવાર, આ કારણોસર પૉલિસીધારક ઇન્શ્યોરન્સ કંપનીમાં ક્લેઇમ કરવાના બદલે બાઇકના રિપેરનો ખર્ચ જાતે ઉઠાવવાનો નિર્ણય કરે છે. આવી પરિસ્થિતિમાં, તેઓ એનસીબી માટે પાત્ર બને છે, જે ઇન્શ્યોરન્સની રિન્યુઅલ પ્રીમિયમ રકમ પર મળતી અમુક ટકાની છૂટ છે.

આ ઘટાડો ઇન્શ્યોરન્સ પ્લાનના 'ઓન ડેમેજ પ્રીમિયમ' ઘટક પર લાગુ પડે છે અને સામાન્ય રીતે 20% અને 50% વચ્ચે હોય છે.

એનસીબી શા માટે મહત્વપૂર્ણ છે?

એનસીબી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઓડી પ્રીમિયમ રકમ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ દરમિયાન પ્રીમિયમ પર ક્રમશઃ બચત કરવાની એક સરસ રીત છે, કારણ કે આ બોનસની ટકાવારી સતત ક્લેઇમ-મુક્ત વર્ષો સાથે વધે છે.

બાઇક ઇન્શ્યોરન્સમાં નો ક્લેઇમ બોનસના લાભો

No Claim Bonus (NCB) is one of the most significant benefits offered by bike insurance providers. It is a reward for policyholders who have not made any claims during the previous policy term. The following are some of the benefits of NCB:

1. પ્રીમિયમ પર છૂટ

જે પૉલિસીધારકોનો ડ્રાઇવિંગ રેકોર્ડ સારો હોય અને પાછલી પૉલિસી મુદત દરમિયાન તેમણે કોઈ ક્લેઇમ કર્યો ના હોય, તો તેઓ પ્રીમિયમ પર ઘટાડા માટે પાત્ર બને છે. ક્લેઇમ-મુક્ત વર્ષોની સંખ્યા સાથે મળતી છૂટ વધતી જાય છે.

2. વધુ બચત

એનસીબી પૉલિસીધારકોને પ્રીમિયમના પૈસા બચાવવામાં મદદ કરે છે, જેનો ઉપયોગ તેઓ પોતાની ઈચ્છા અનુસાર કરી શકે છે. આ બચતનો ઉપયોગ તમે તમારી કારના અન્ય ખર્ચ માટે અથવા વિવિધ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો.

3. સરળ રિન્યુઅલ

એનસીબી ધરાવતા પૉલિસીધારકો ફોર્મ ભરવાની અને ડૉક્યૂમેન્ટેશન પ્રદાન કરવાની લાંબી પ્રક્રિયામાંથી પસાર થયા વગર સરળતાથી પોતાની પૉલિસીને રિન્યુ કરી શકે છે.

પ્રીમિયમની ગણતરી પર એનસીબી ડિસ્કાઉન્ટની અસર

No Claim Bonus (NCB) can have a significant impact on the calculation of premiums for bike insurance. NCB is a reward offered to policyholders who have not made any claims during the previous policy term. The percentage of the benefit increases with the number of claim-free years. For example, if a policyholder goes for a consecutive five years without making any claims, they may be eligible for a 50% concession on their premium. These savings can bring down the overall cost of the policy, thus, making it more affordable for policyholders who have a good driving record.

નો ક્લેઇમ બોનસની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?

એનસીબીની ગણતરી નીચેના ટેબલમાં દર્શાવ્યા અનુસાર કરવામાં આવે છે:

ઓડી પ્રીમિયમ પર 20% ઘટાડો

ઇન્શ્યોરન્સના અગાઉના સંપૂર્ણ વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો નથી અથવા બાકી નથી

ઓડી પ્રીમિયમ પર 25% ઘટાડો

ઇન્શ્યોરન્સના સતત 2 વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો નથી અથવા બાકી નથી

ઓડી પ્રીમિયમ પર 35% ઘટાડો

ઇન્શ્યોરન્સના સતત 3 વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો નથી અથવા બાકી નથી

ઓડી પ્રીમિયમ પર 45% ઘટાડો

ઇન્શ્યોરન્સના સતત 4 વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો નથી અથવા બાકી નથી

ઓડી પ્રીમિયમ પર 50% ઘટાડો

ઇન્શ્યોરન્સના સતત 5 વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો નથી અથવા બાકી નથી

એનસીબી વિશેના ટૂ-વ્હીલર પૉલિસીધારકે ધ્યાનમાં રાખવા જેવા કેટલાક મુદ્દાઓ અહીં આપેલ છે:

  1. જો પૉલિસીધારક કોઈ ક્લેઇમ કરે, તો એનસીબી શૂન્ય બની જાય છે.
  2. એનસીબી, એક જ પ્રકારના વાહનમાં બદલાવના કિસ્સામાં, નવા વાહનમાં ટ્રાન્સફર કરી શકાય છે.
  3. એનસીબીની માન્યતા પૉલિસીની સમાપ્તિ તારીખથી 90 દિવસ સુધી હોય છે. તેથી, એનસીબીનો આ લાભ મેળવવા માટે તમારે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીને સમયસર રિન્યુ કરવી જોઈએ.
  4. વર્તમાન વાહનને વેચીને નવું વાહન ખરીદવામાં આવે, તેના ત્રણ વર્ષની અંદર એનસીબીનો ઉપયોગ કરી શકાય છે.
  5. નામ ટ્રાન્સફરના કિસ્સામાં એનસીબી રિકવરી કરી શકાય છે.

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ દરેક બાઇકના માલિક માટે એક મહત્વપૂર્ણ ઇન્વેસ્ટમેન્ટ છે. પસંદ કરો ઑનલાઇન 2-વ્હીલર ઇન્શ્યોરન્સ અને ઝડપી અને ઝંઝટ-મુક્ત પ્રક્રિયાનો આનંદ માણો.

Frequently Asked Questions on No Claim Bonus (NCB)

1. What is a No-Claim Bonus (NCB)?

એનસીબી એ પાછલી પૉલિસી દરમિયાન કોઈ ક્લેઇમ કરેલ ના હોય એવા પૉલિસીધારકોને ઑફર કરવામાં આવતો રિવૉર્ડ છે. તે ખાસ કરીને રસ્તા પર સુરક્ષિત રીતે વાહન ચલાવવા અને સારો ડ્રાઇવિંગ રેકોર્ડ જાળવવા માટેનો એક રિવૉર્ડ છે.

2. નો-ક્લેઇમ બોનસની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?

એનસીબીની ગણતરી ઓન ડેમેજ પ્રીમિયમની ટકાવારી તરીકે કરવામાં આવે છે. આ ટકાવારી ક્લેઇમ-મુક્ત વર્ષો સાથે વધતી જાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ પૉલિસીધારકને એનસીબી લાભ મળે, તો તેમને તેમના ઓન ડેમેજ પ્રીમિયમ પર 20% ની છૂટ મળે છે. જો તેઓ સતત પાંચ પૉલિસી વર્ષો દરમિયાન ક્લેઇમ કરતા નથી, તો આ દર મહત્તમ 50% સુધી વધે છે.

3. શું એનસીબી એક બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીમાંથી બીજી પૉલિસીમાં ટ્રાન્સફર કરી શકાય છે?

હા, એનસીબી એક બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીમાંથી બીજી પૉલિસીમાં ટ્રાન્સફર કરી શકાય છે. પૉલિસીધારકો એનસીબી ડિસ્કાઉન્ટને તેમની નવી પૉલિસીમાં આગળ વધારી શકે છે.

4. જો મેં પાછલી પૉલિસી દરમિયાન કોઈ ક્લેઇમ કર્યો હોય, તો શું હું એનસીબી ક્લેઇમ કરી શકું છું?

ના, એનસીબી માત્ર એવા પૉલિસીધારકો માટે ઉપલબ્ધ છે, જેમણે પાછલી પૉલિસી દરમિયાન કોઈ ક્લેઇમ કર્યો ના હોય.

5. શું હું સેકન્ડ-હેન્ડ બાઇક માટે એનસીબી મેળવી શકું છું?

સેકન્ડ-હેન્ડ બાઇક માટે એનસીબી લાભો મેળવવા, તમારે તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતા પાસેથી એનસીબી રિટેન્શન સર્ટિફિકેટ મેળવવાનું રહેશે.

 

ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 2.3 / 5. વોટની સંખ્યા: 3

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે