રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144
સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
હોન્ડા, જે ભારતમાં ટૂ-વ્હીલરના સૌથી મોટા ઉત્પાદક છે, તેઓ દેશની સૌથી ઝડપી વિકસતી કંપની પણ છે. તેમનો સૌપ્રથમ ઉત્પાદન પ્લાન્ટ 1999 માં ભારતના હરિયાણામાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. હોન્ડા બાઇક એ બહેતર ક્વૉલિટી ધરાવતી અને વાજબી કિંમત પર બાઇક બનાવવા માટે પ્રખ્યાત છે. આ પ્રકારના કદને કારણે, હોન્ડા એ ભારતમાં વધુ ઉત્પાદન એકમો સ્થાપિત કર્યા છે, જેને લીધે તેમને ભારતીય ટૂ-વ્હીલર ક્ષેત્રમાં તેમની બાઇકની સતત વધતી માંગને પહોંચી વળવામાં મદદ મળી છે.
તમે બજાજ આલિયાન્ઝના કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન સાથે તમારી મનપસંદ હોન્ડા બાઇકનું ઇન્શ્યોરન્સ કરાવી શકો છો. અમે અમારી લાંબા ગાળાની ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ઘણા ઍડ-ઑન પણ ઑફર કરીએ છીએ, જે તમને તમારા સ્ટાન્ડર્ડ પ્લાનના કવરેજને વધારવામાં મદદ કરી શકે છે.
એક્ટિવા 4જી, એક્ટિવા 3જી, શાઇન, યુનિકોર્ન અને ડિયો એ હોન્ડા દ્વારા ઑફર કરવામાં આવતા ટૂ-વ્હીલરના કેટલાક લોકપ્રિય મોડેલ છે.
હોન્ડા એક્ટિવા 4જી – આ હોન્ડા સ્કૂટર એ 2000 માં સૌપ્રથમ લૉન્ચ થયેલ એક્ટિવા નું ચોથું જનરેશન છે. હોન્ડા એક્ટિવા 4જી એ એલોય વ્હીલ, ડ્રમ બ્રેક, સીડીઆઇ ઇગ્નિશન, ઑટોમેટિક ગિયરબૉક્સ ટાઇપ અને ક્લચ અને 7 અદ્ભુત કલરમાં આવે છે.
હોન્ડા એક્ટિવા 3જી – આ ત્રીજી જનરેશનનું હોન્ડા એક્ટિવા એ 6 વિવિધ કલરમાં ઉપલબ્ધ હોય છે. આ 4-સ્ટ્રોક એન્જિન, સીડીઆઇ ઇગ્નિશન, ટ્યુબલેસ ટાયર, ડ્રમ બ્રેક અને સ્પોક વ્હીલ ટાઇપ સાથેનું 110cc નું સ્કૂટર છે.
હોન્ડા શાઇન – આ 125cc ની મોટરસાઇકલ 2006 માં ભારતમાં લૉન્ચ કરવામાં આવી હતી. તે 5.30 સેકંડમાં 0 થી 60 kmph સુધી જઈ શકે છે અને મહત્તમ 100 kmph ની સ્પીડ પ્રાપ્ત કરી શકે છે. સ્પ્લિટ એલોય વ્હીલ, સ્પોર્ટી ટેન્ક શ્રાઉડ, સેલ્ફ-સ્ટાર્ટ, 4-સ્ટ્રોક એન્જિન, ટ્યુબલેસ ટાયર અને ડ્રમ બ્રેક (આગળ અને પાછળ) એ આ બાઇકની કેટલીક મુખ્ય વિશેષતાઓ છે.
હોન્ડા યુનિકોર્ન – આ બાઇકને હોન્ડા દ્વારા ઉત્પાદિત સૌથી વધુ અત્યાધુનિક અને મજબૂત મોટરસાઇકલ માનવામાં આવે છે. તેને વર્ષ 2004 માં લૉન્ચ કરવામાં આવી હતી. ડ્રમ રિઅર બ્રેક અને ડિસ્ક ફ્રન્ટ બ્રેક, 13 લીટર ફ્યૂઅલ ટેન્ક, ડાયમંડ ફ્રેમ ટાઇપ, 101 kmph ની ટોચની સ્પીડ અને 4-સ્ટ્રોક એન્જિન એ આ બાઇકની કેટલીક પ્રમુખ વિશેષતાઓ છે.
હોન્ડા ડિયો – હોન્ડા ડિયો એ ભારતીય રસ્તાઓ પરના સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સ્કૂટરમાંથી એક છે. એલઇડી હેડલેમ્પ, સિગ્નેચર ગોલ્ડ રિમ, સંપૂર્ણપણે ડિજિટલ મીટર, ઇકો સ્પીડ ઇન્ડિકેટર, સ્પોર્ટી ગ્રાફિક્સ અને એચઇટી એન્જિન એ આ હોન્ડા ટૂ-વ્હીલરની કેટલીક સૌથી આકર્ષક વિશેષતાઓ છે.
બજાજ આલિયાન્ઝ સાથે, તમે તમારી હોન્ડા બાઇકને નુકસાનકર્તા અણધારી ઘટનાઓના જેમ કે કુદરતી આપત્તિઓ, ચોરી, ઘરફોડી, અકસ્માતો, રમખાણો, હડતાલ, દુર્ભાવનાપૂર્ણ કાર્ય, થર્ડ પાર્ટી માટે કાનૂની જવાબદારી વગેરેના કિસ્સામાં પોતાને આર્થિક રીતે સુરક્ષિત કરી શકો છો.
બજાજ આલિયાન્ઝનો લોન્ગ ટર્મ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ તમારી હોન્ડા બાઇકને કવર કરવા માટે સૌથી અનુકૂળ છે. આ ટૂ-વ્હીલર માટે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ તમને 1, 2 અથવા 3 વર્ષના સમયગાળા માટે કવર કરી શકે છે. આ હોન્ડા બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા નુકસાન થયેલા વાહનને કવરેજ પ્રદાન કરે છે, અને તમને થર્ડ પાર્ટી માટેની કોઈપણ જવાબદારી (નાણાંકીય અને કાનૂની) માટે પણ કવર પ્રદાન કરે છે.
બજાજ આલિયાન્ઝમાં અમે તમારી હોન્ડા બાઇક માટે થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પણ ઑફર કરીએ છીએ, જે ભારત સરકારના આદેશ મુજબ તમારા વાહનને રસ્તા પર ચલાવવા માટે ફરજિયાત ડૉક્યૂમેન્ટ છે.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો