રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
maximize car insurance coverage with add-ons
24 માર્ચ, 2023

કાર ઇન્શ્યોરન્સમાં ઍડ-ઑન કવરેજ: સંપૂર્ણ માર્ગદર્શિકા

તમે કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન અથવા ઑફલાઇન ખરીદો, તમારી પાસે સર્વશ્રેષ્ઠ કવરેજ હોય તે સુનિશ્ચિત કરવું યોગ્ય છે. તેથી, ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરીને, તમે પૂરતું અને જરૂરી કવરેજ મેળવી રહ્યા છો તે સુનિશ્ચિત કરો, અને તે સાથે, તમારી પાસે યોગ્ય પ્રકારના ઍડ-ઑન હોય તે પણ સુનિશ્ચિત કરો. કાર ઇન્શ્યોરન્સ ઍડ-ઑન એ કોમ્પ્રિહેન્સિવ પૉલિસી સાથે ખરીદી શકાય તેવા કવરના પ્રકારો છે. કેટલાક ઉપલબ્ધ ઍડ-ઑન કાર ઇન્શ્યોરન્સ કવર અહીં જણાવેલ છે.
  • ઝીરો ડેપ્રિશિયેશન કવર

"બમ્પર-ટુ-બમ્પર કવર" તરીકે પણ ઓળખાતું એક ઍડ-ઑન, તમારા વાહન અને તેના પાર્ટ્સના ડેપ્રિશિયેશન સામે સુરક્ષા પ્રદાન કરે છે. જ્યારે તમે ઝીરો ડેપ્રિશિયેશન કવરેજ ખરીદો છો, ત્યારે તેમાં તમે તમારી કાર અથવા તેના નુકસાનગ્રસ્ત ભાગોની કુલ કિંમત જેટલો ક્લેઇમ કરી શકો છો. આમ, તમે તમારી કારના નુકસાન પામેલ પાર્ટ્સ માટે સંપૂર્ણ વળતર મેળવી શકો છો, જેની મદદથી તે પાર્ટ્સ બદલવાનું તમારા માટે આર્થિક રીતે સરળ બને છે. મોટાભાગના ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ દ્વારા પાંચ વર્ષથી વધુ જૂના ન હોય તેવા વાહનો માટે આ કવર આપવામાં આવે છે.
  • કન્ઝ્યુમેબલ્સ કવર

કારમાં બ્રેક ઑઇલ, પાવર સ્ટિયરિંગ ઑઇલ, ગિયરબૉક્સ ઑઇલ, એન્જિન ઑઇલ તેમજ સ્ક્રૂ, નટ્સ અને બોલ્ટ્સ જેવા ભાગોને કન્ઝ્યુમેબલ્સ વસ્તુઓ કહેવામાં આવે છે. જો કારને અકસ્માતમાં નુકસાન થાય, તો તેને રિપેરીંગ માટે ગેરેજમાં લાવવામાં આવે છે. આ રિપેરીંગ દરમિયાન આ કન્ઝ્યુમેબલ્સ બદલવાની જરૂર પડી શકે છે. નિયમિત ઇન્શ્યોરન્સ પૉલિસી, જેમ કે થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ આ કન્ઝ્યુમેબલ્સ કવર કરવામાં ન આવે તેમ બની શકે છે. આમ, કન્ઝ્યુમેબલ્સ કવર અકસ્માત પછી તમારી કાર રિપેર થયા પછી આ કન્ઝ્યુમેબલ્સના ખર્ચને બચાવવામાં મદદ મળશે.
  • રિટર્ન ટુ ઇનવૉઇસ કવર

જો તમારી કાર ચોરાઈ જાય અથવા તેને કોઈ અકસ્માત થાય જેમાં તેને રિપેરીંગ ન કરી શકાય તેવું નુકસાન થાય છે, તો તમારી મૂળભૂત કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી ઉપયોગમાં આવશે નહીં. તમે પ્લાનમાં રિટર્ન ટૂ ઇનવૉઇસ કવર સાથે આને ટાળી શકો છો. જો વાહનનું રિપેરીંગ શક્ય ન હોય તો આ પ્રકારનું કવર તમને તમારા વાહનના સંપૂર્ણ ખર્ચને રિકવર કરવામાં મદદ કરી શકે છે. આ કવર વિના, તમારી કારનું નુકસાન તમારે માટે આર્થિક નુકસાનમાં પરિણમી શકે છે.
  • રોડસાઇડ આસિસ્ટન્સ કવર

કલ્પના કરો કે તમે તમારા પરિવાર સાથે રોડ ટ્રિપ પર જઇ રહ્યા છો. તમે કેટલાક શહેરોની મુલાકાત લેવાની અને તમારા પ્રિયજનો સાથે કેટલોક ગુણવત્તાસભર સમય પસાર કરવાની યોજના બનાવી રહ્યા છો. આ પરિસ્થિતિમાં તમારી કાર કોઈ તકલીફ વિના ચાલતી રહે તે સુનિશ્ચિત કરવું અત્યંત જરૂરી છે. આ મુસાફરી શરૂ કરતા પહેલાં, તમારી કાર સારી સ્થિતિમાં હોય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. તેમ છતાં પણ તમારી મુસાફરી દરમિયાન કોઈ સમસ્યા ઉદ્ભવી શકે છે. ઉદાહરણ તરીકે, તમારું ટાયર પંક્ચર થઈ શકે છે અથવા ઓઇલ લીક થઈ શકે છે. વિદેશી ધરતી પર આ માટે મદદ મેળવવી મુશ્કેલ હોઈ શકે છે. રોડસાઇડ આસિસ્ટન્સ કવર તમને જરૂર પડે ત્યારે આ મદદ મેળવવામાં સહાયભૂત થઈ શકે છે. આ કવરેજના સ્કોપને સમજવા માટે પૉલિસીની શરતો કાળજીપૂર્વક વાંચો.
  • એન્જિન અને ગિયરબૉક્સ પ્રોટેક્શન કવર

તમારા રેગ્યુલર થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સમાં તમારા એન્જિનને થયેલા નુકસાનને કવર કરવામાં આવતું નથી. આ કવર મેળવવા માટે, તમારે આ ઍડ-ઑન અલગથી ખરીદવાનું રહેશે અથવા, તમારા કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સમાં આ કવર શામેલ છે તેની ખાતરી કરો. પરંતુ આ કવર શા માટે જરૂરી છે?? ઘણીવાર, અકસ્માતને કારણે તમારા એન્જિન અને ગિયરબૉક્સને નુકસાન થઈ શકે છે. આ પાર્ટ્સનો ઇન્શ્યોરન્સ ન હોય તો, તમારે તેમના રિપેર અથવા રિપ્લેસમેન્ટ માટે સ્વયં ખર્ચ કરવો પડી શકે છે.
  • દૈનિક કન્વેયન્સ બેનિફિટ

અકસ્માત પછી, તમારી કારને, પહેલા જેવી નહીં તો વધુ સારી સ્થિતિમાં તમને પાછી આપવા માટે રિપેરીંગમાં નોંધપાત્ર સમય લાગી કરી શકે છે. જો કે, જ્યારે તમારી કાર રિપેરીંગમાં હોય, ત્યારે તમારે મુસાફરી માટે પૈસા ખર્ચ કરવા પડે છે, જેના માટે તમે અન્યથા તમારી કારનો ઉપયોગ કર્યો હોત. દૈનિક કન્વેયન્સ બેનિફિટ દ્વારા આ ખર્ચ ચૂકવવામાં આવે છે. તમને કેબ કંપનીઓની સર્વિસનો ઉપયોગ કરવા માટે ભથ્થું ચૂકવવામાં આવશે અથવા કૂપન ઑફર કરવામાં આવશે.
  • ટાયર પ્રોટેક્શન કવર

ટાયર તમારી કારનો અન્ય મહત્વપૂર્ણ ઘટક છે. તેમને નિયમિતપણે ઘસારો પહોંચે છે અને દુર્ઘટના દરમિયાન નુકસાન થઈ શકે છે. જો કે, જ્યારે તમે કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન અથવા ઑફલાઇન ખરીદો ત્યારે તેમના માટે કવરેજ ઑફર કરવામાં આવતું નથી. તેના બદલે, તમારી મૂળ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે તમારે ટાયર પ્રોટેક્શન ઍડ-ઑન ખરીદવું આવશ્યક છે. જો અકસ્માતને કારણે તેમને નુકસાન થયું હોય તો આની મદદથી તમે તમારા ટાયરને સુરક્ષા પૂરી પાડી શકો છો.
  • કી એન્ડ લૉક પ્રોટેક્ટ કવર

ચાવીઓ ખોવાઈ જવી અથવા જ્યાં મૂકી હોય તે જગ્યાએ ભૂલી જવી વગેરે સામાન્ય બાબત છે. મોટાભાગના કિસ્સામાં, થોડી શોધખોળ બાદ તે મળી જતી હોય છે. જો કે, ક્યારેક તે ખોવાઈ પણ જતી હોય છે, જેને કારણે તમારી કારના લૉકને બદલવું પડી શકે છે. તે માટે ખિસ્સામાંથી ચૂકવણી કરવાના બદલે, તમે તેને કી એન્ડ લૉક પ્રોટેક્ટ કવર હેઠળ ક્લેઇમ કરી શકો છો. તમે આ કવર વિશે માહિતી મેળવીને, તમારો કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદતી વખતે તેને તમારા પ્લાનમાં ઉમેરી શકો છો.
  • વ્યક્તિગત સામાન ખોવાઈ જવા સામે કવર

અકસ્માત અથવા ચોરીના કિસ્સામાં, માત્ર કારને જ નુકસાન થઈ શકે છે તેમ નથી. તમારી કારમાં રહેલા તમારા વ્યક્તિગત સામાનને પણ નુકસાન થઈ શકે છે અથવા ખોવાઈ શકે છે. નિયમિત કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ આને કવર કરવામાં આવતું નથી. જો કે, વ્યક્તિગત સામાનના નુકસાનના કવર વડે તમે તમારા નુકસાન માટે વળતર મેળવી શકો છો.
  • પે એઝ યુ ડ્રાઈવ કવર

આ ઇન્શ્યોરન્સમાં આપવામાં આવતું નવું કવર છે. આ કવર વડે તમે તમારી કાર કેટલી ડ્રાઇવ કરી છે તેના આધારે તમારા આગામી ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ રિન્યુઅલના પ્રીમિયમ પર બચત કરી શકો છો. આમ, જો તમારી કારનો ઉપયોગ ઓછો થાય છે, તો તમે તમારી કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસીના રિન્યુઅલ પર વધુ બચત કરી શકો છો.## ધ્યાનમાં રાખો કે ઍડ-ઑનને કારણે તમારા પ્રીમિયમમાં થોડો વધારો થઈ શકે છે. ખાતરી કરો કે તમે ઉપયોગ કરો છો ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર અને તમારા પ્રીમિયમના ખર્ચ વિશે વધુ સારો અંદાજ મેળવો છો. ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો. ## IRDAI દ્વારા માન્ય ઇન્શ્યોરન્સ પ્લાન મુજબ ઇન્શ્યોરર દ્વારા બધી બચત પ્રદાન કરવામાં આવે છે. સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે