રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Benefits of a Preventive Health Checkup
23 સપ્ટેમ્બર , 2022

હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ પ્રિવેન્ટિવ ચેકઅપ - મહત્વ અને ફાયદાઓ

આજના સમયમાં લાંબો સમય બેસી રહીને કામ કરવાની પદ્ધતિ અને ખાણી-પીણીની બિનઆરોગ્યપ્રદ રીતોને કારણે રોગો થતા અટકાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને તેની સાથે સાથે યોગ્ય સારવાર માટે સમયસર નિદાન પણ જરૂરી છે. તેથી, મેડિકલ પ્રોફેશનલ દ્વારા, મેડિકલ જટિલતાઓને ટાળવા માટે રોગોના વહેલી તકે નિદાન માટે માટે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપના મહત્વ પર વધુ ભાર આપવામાં આવે છે. પ્રિવેન્ટિવ ચેકઅપ સુવિધાનો હેતુ બીમારીનું વહેલું નિદાન કરીને બીમારીના જોખમને ઘટાડવાનો છે. તેથી, જ્યારે વહેલી તકે નિદાન કરવામાં આવે ત્યારે કોઈપણ રોગની સારવાર વધુ પ્રભાવી રીતે કરી શકાય છે. આ ઉપરાંત, વહેલા નિદાન દ્વારા સારવારનો ખર્ચ વાજબી સ્તર સુધી મર્યાદિત કરી શકાય છે, કારણ કે ઘણી સારવાર સર્જરી અને ઓપરેશનને બદલે માત્ર દવાઓથી કરી શકાય છે. પરંતુ તેની સાથે, મહત્વપૂર્ણ છે કે મેડિકલ ઇન્શ્યોરન્સ કવર ખરીદવામાં આવે. જેમાં પ્રિવેન્ટિવ ચેકઅપનો સમાવેશ કરવામાં આવેલ હોય.

પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપના આવશ્યક પરિબળો

કોઈપણ બીમારીના વહેલા નિદાનને કારણે બીમારીની સારવાર ઓછા ખર્ચે કરવી સરળ બને છે. આમ, કોમ્પ્રિહેન્સિવ પ્રિવેન્ટિવ ચેકઅપ કવર ખરીદતી વખતે, તેના મહત્વપૂર્ણ પરિબળોને યાદ રાખવા જરૂરી છે, જેમાંથી કેટલાક નીચે જણાવેલ છે -

• જીવલેણ બીમારીઓના વહેલી તકે નિદાનની સુવિધા.

• વહેલું નિદાન સક્ષમ બનાવતી મહત્વની પરિસ્થિતિઓનું સમયાંતરે ધ્યાન રાખવાની સુવિધા.

• સમયસર નિદાન માટે લેટેસ્ટ મેડિકલ ટેક્નોલોજીનો ઉપયોગ.

• મેડિકલ પ્રોફેશનલ દ્વારા ફૉલો-અપ.

 *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ કવર ખરીદવાનું કોણે વિચારવું જોઈએ?

આદર્શ રીતે 30 વર્ષથી વધુની ઉંમરના દરેક વ્યક્તિએ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ પસંદ કરવું આવશ્યક છે. તમારી ઉંમર વધવાની સાથે જીવનશૈલીને કારણે અથવા પરિવારની તબીબી હિસ્ટ્રીને કારણે વિવિધ શારીરિક તકલીફો થવાની શરૂઆત થાય છે. તમારા ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપના ઉપયોગ દ્વારા તમામ ઇન્શ્યોર્ડ લાભાર્થીઓ માટે ચેકઅપ સુવિધા મેળવવામાં મદદ મળે છે. વધુમાં, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હૃદયની બીમારીઓ અને સ્થૂળતા ધરાવતી વ્યક્તિઓએ સ્વાસ્થ્યની પરિસ્થિતિમાં ફેરફારથી બચવા અને તાત્કાલિક તબીબી સહાયની જરૂર હોય તેવી સંભવિત પરિસ્થિતિઓથી બચવા માટે વાર્ષિક ધોરણે સમયાંતરે તપાસ કરાવવી આવશ્યક છે. * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

પ્રિવેન્ટિવ ચેકઅપ સુવિધા હેઠળ હેલ્થ ઇન્શ્યોરન્સના લાભો

હેલ્થ ઇન્શ્યોરન્સના લાભો પ્રિવેન્ટિવ ચેકઅપ સુવિધાઓની અવગણના કરવી મુશ્કેલ છે******. તેમાંથી કેટલાક અહીં છે:

• સાવચેતી અને આરોગ્યનું સમયસર મૂલ્યાંકન

પ્રિવેન્ટિવ ચેકઅપ સુવિધાનો મુખ્ય લાભ એ છે કે તેના વડે તમે તમને થઈ શકે તેવી સ્વાસ્થ્યને લગતી તકલીફો વિશે જાણી શકો છો. તેથી, બીમારીથી બચવા માટે તમે તમારી જીવનશૈલી તેમજ ખાણી-પીણીની ટેવમાં જરૂરી ફેરફાર કરી શકો છો. *

• સમય પહેલાં બીમારીનું નિદાન

પ્રિવેન્ટિવ ચેકઅપ સુવિધા સાથે, મેડિકલ પ્રોફેશનલ વહેલી તકે જરૂરી સારવાર શરૂ કરી શકે છે. મોટાભાગના કિસ્સાઓમાં, વહેલા નિદાન સમયે મેળવેલ સારવાર બીમારીની વધુ પ્રભાવી સારવાર કરવામાં મદદ કરે છે, જે તમને મોડા નિદાનને કારણે ઉદ્ભવતી જટિલતાઓને રોકવામાં મદદ કરે છે. *

• મેડિકલ ખર્ચ ઓછો થાય છે

તમારા સ્વાસ્થ્ય વિશે માહિતગાર રહેવાથી, તમે મેડિકલ સારવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા કવર કરવામાં આવતા ખર્ચ ઉપરાંતના ખર્ચથી બચી શકો છો. *

• લાંબા ગાળાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવું

તમારું સ્વાસ્થ્ય તપાસતા રહેવાથી સ્વાસ્થ્ય લાંબા સમય સુધી જાળવી શકાય છે. *

• તમારા ઇન્કમ ટૅક્સ રિટર્નમાં કપાત

તમારા ટૅક્સ રિટર્નમાં માત્ર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કપાતપાત્ર નથી, પરંતુ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ માટેની ચુકવણીઓ પણ કપાતપાત્ર છે. સેક્શન 80D હેઠળ તમે તમારા ટૅક્સ રિટર્નમાં પાત્ર છો તે રકમમાં ₹5,000 સુધીની કપાત સબ-લિમિટ તરીકે ઉપલબ્ધ છે. યાદ રાખો કે કર લાભ કર કાયદામાં ફેરફારને આધિન છે. * *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને ખરીદતાં પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે