રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Day Care Procedures List, Benefits In Health Insurance
21 જુલાઈ, 2020

ડે કેર પ્રક્રિયાઓની સૂચિ, લાભો અને બાકાત બાબતો

તકનીકી પ્રગતિને કારણે હવે ઘણી સર્જરી (જટિલ અને સરળ) એક દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે છે અને દર્દીઓને 24 કલાકની અંદર હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી શકાય છે. આવી મેડિકલ પ્રક્રિયાઓ, જેના માટે તમારે 24 કલાકથી વધુ સમય માટે હૉસ્પિટલમાં રહેવાની જરૂર નથી, તેમને ડે કેર પ્રક્રિયાઓ કહેવામાં આવે છે.

સામાન્ય રીતે નીચેની પ્રક્રિયાઓ ડે કેર પ્રક્રિયાઓની શ્રેણીમાં આવે છે:

  • મોતિયો
  • રેડિયોથેરેપી
  • કીમોથેરેપી
  • સેપ્ટોપ્લાસ્ટી
  • ડાયાલિસિસ
  • એન્જિયોગ્રાફી
  • ટૉન્સિલેક્ટોમી
  • લિથોટ્રિપ્સી
  • હાઇડ્રોસેલ
  • પાઇલ્સ/ફિસ્ટુલા
  • પ્રોસ્ટેટ
  • સાઇનસાઇટિસ
  • લિવર ઍસ્પિરેશન
  • કોલોનોસ્કોપી
  • એપેન્ડેક્ટોમી

અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ સેવાઓ આપવા માટે, અમે બજાજ આલિયાન્ઝમાં અમારા વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે મોટાભાગની ડે કેર પ્રક્રિયાઓ માટે કવરેજ પ્રદાન કરીએ છીએ.

ડે કેર પ્રક્રિયાઓ વિશે એક વ્યાપક મિથક એ છે કે તેઓના કવરેજ માટે ઉપલબ્ધ નથી કોઈપણ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન . તમારામાંથી મોટાભાગના માને છે કે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી માત્ર લાંબા સમય માટેના હૉસ્પિટલાઇઝેશનને જ આવરી લે છે, પરંતુ દર વખતે આમ નથી હોતું. મેડિકલ પ્રક્રિયાઓમાં સુધારા સાથે, સારવારમાં લાગતા સમયમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અને તેથી, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં પણ આ ટૂંકા ગાળાની હૉસ્પિટલાઇઝેશન પ્રક્રિયાઓનો સમાવેશ કરવા માટે ફેરફાર કરવામાં આવેલ છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ડે કેર પ્રક્રિયાઓનો સમાવેશ કરવાના લાભો

હેલ્થ ઇન્શ્યોરન્સમાં ડે કેર પ્રક્રિયાઓના સમાવેશથી થતા લાભો નીચે મુજબ છે:

  • માનસિક શાંતિ: જો એક દિવસ માટે પણ હૉસ્પિટલમાં દાખલ થવું પડે તો તેનાથી તણાવ અનુભવાય છે. અને સારવારનો મોટો ખર્ચ ચોક્કસપણે તેમાં ઉમેરો કરી શકે છે. પરંતુ, તમારી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા તમારા ડે કેર ખર્ચની કાળજી લેવામાં આવશે તે જાણીને તમને આ તણાવમાંથી રાહત મળી શકે છે અને તમે જરૂરી એવી મનની શાંતિ મેળવી શકો છો.
  • કૅશલેસ સર્વિસ: જો તમને અથવા તમારા પરિવારના સભ્યની સર્જરી (ડે કેર પ્રક્રિયા) વિશે અગાઉથી જાણતા હોવ, તો તમે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીમાં તપાસ કરી શકો છો અને કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ  ક્લેઇમ સેટલમેન્ટનો લાભ, તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં લિસ્ટ કરેલ ડે કેર પ્રક્રિયાઓ માટે, મેળવી શકો છો.
  • ટૅક્સ સેવિંગનો લાભ: ભારતમાં, તમને તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનું પ્રીમિયમ ચૂકવવા પર ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80 D હેઠળ ટૅક્સમાં છૂટનો લાભ મળે છે. આમ, એક પૉલિસી જે તમને અને તમારા પરિવારને ડે કેર પ્રક્રિયાઓ માટે કવર કરે છે તે તમને ટૅક્સમાં અતિરિક્ત બચત કરાવી શકે છે.
  • શ્રેષ્ઠ મેડિકલ કેર: તમે નેટવર્ક હૉસ્પિટલોમાં ડે કેર પ્રક્રિયાઓ માટે સારવાર મેળવી શકો છો, જ્યાં તમને કૅશલેસ સર્વિસના અતિરિક્ત લાભ સાથે શ્રેષ્ઠ મેડિકલ કેર મળે છે. હૉસ્પિટલાઇઝેશન ટૂંકા સમયગાળા માટે હોય તો પણ નેટવર્ક હૉસ્પિટલમાં તમે અને તમારા પરિવારના સભ્યો ક્વૉલિટી સારવાર મેળવી શકો છો.
  • હેલ્થ સીડીસી લાભ: હેલ્થ સીડીસી (ક્લિક બાય ડાયરેક્ટ ક્લેઇમ) એ બજાજ આલિયાન્ઝ દ્વારા અમારી ઇન્શ્યોરન્સ વૉલેટ એપમાં પ્રદાન કરવામાં આવતી એક અનન્ય સુવિધા છે, જેના વડે તમે ₹20,000 સુધીનો ક્લેઇમ ઝડપી અને સુવિધાજનક રીતે કરી શકો છો અને સેટલ કરી શકો છો.

ડે કેર પ્રક્રિયાઓમાંથી બાકાત

ઓપીડી (આઉટ-પેશન્ટ ડીપાર્ટમેન્ટ) સારવાર જેમ કે ડેન્ટલ ક્લીન-અપ ડે કેર પ્રક્રિયાઓ હેઠળ આવરી લેવામાં આવતી નથી, તથા તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા તેના માટે તમને વળતર આપવામાં આવશે નહીં. મોટાભાગના પ્લાન ઓપીડી સિવાયની ડે કેર પ્રક્રિયાઓને કવર કરે છે તેથી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં બાકાત બાબતો બ્રાઉઝ કરવું મહત્વપૂર્ણ છે જેથી કવર ન કરવામાં આવતી સારવાર માટે તમે ક્લેઇમ ફાઇલ ન કરો.

તમે પૉલિસીના શબ્દોને કાળજીપૂર્વક વાંચો અને તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કઈ ડે કેર પ્રક્રિયાઓ કવર કરવામાં આવે છે તે સમજો. કૃપા કરીને તમારા ઇન્શ્યોર સાથે સમાવિષ્ટ અને બાકાત બાબતો વિશે ચર્ચા કરો જેથી તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ ડે કેર પ્રક્રિયાઓ માટે ક્લેઇમ તમે કોઈ મુશ્કેલી વગર કરી શકો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

  • ડાઈ સૉફ્ટવેર - 25 માર્ચ 2021, રાતના 10:33 કલાકે

    આભાર, આ વિશે વાતચીત કરવા બદલ તમે પ્રશંસાને પાત્ર છો, આ મારા માટે ખૂબ જ મહત્વની પોસ્ટ હતી. આભાર.

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે