રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144
સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
તમારું સ્વાસ્થ્ય અમૂલ્ય છે તેની કોઈ કિંમત આંકી શકાતી નથી, ત્યારે તેની જાળવણી અને તેની જરૂરિયાત મુજબની સંભાળ માટે કિંમત ચૂકવવી પડતી હોય છે. અમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં અમે તે ખર્ચને આવરી લેવા માંગીએ છીએ, કે જે મેડિકલ ફુગાવાને કારણે સતત વધી રહ્યો છે.
જો તમે વિચારી રહ્યા છો કે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે કેટલો ખર્ચ થાય છે - બીમારી અથવા અકસ્માતના કિસ્સામાં થતા વાસ્તવિક તબીબી ખર્ચનો માત્ર એક ભાગ - તમે અમારા ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટરની મદદથી તરત જવાબ મેળવી શકો છો.
અમારું ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર ઉપયોગ કરવામાં સરળ એવું એક સાધન છે અને આપેલ માહિતીના આધારે તરત જ પ્રીમિયમની રકમની ગણતરી કરે છે. ઝડપી, કાર્યક્ષમ અને વિશ્વસનીય, તે તમને તમારા પોતાના માટે (વ્યક્તિગત) અને પરિવારના સભ્યો માટે પૉલિસીના પ્રીમિયમની ગણતરી કરવામાં મદદ કરે છે.
આ એક સારો પ્રશ્ન છે! કૅલ્ક્યૂલેટર આપવા પાછળનો મૂળભૂત હેતુ તમારા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાનું પ્રથમ પગલું ઝડપી અને સુવિધાજનક બનાવવાનો છે.
તમને માહિતીપૂર્ણ નિર્ણય લેવામાં મદદ કરે છે
અમે જાણીએ છીએ કે તમે કોઈ નોંધપાત્ર ખરીદી કરો તે પહેલાં એક ઝડપી ખર્ચ-લાભનું વિશ્લેષણ કરવું જરૂરી છે, અને અમારું હેલ્થ ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર તમને તેમ કરવામાં મદદ કરશે. તમે તમારી પસંદગીના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના પ્રીમિયમનો ત્વરિત અંદાજ મેળવી શકો છો અને અમારું વ્યાપક હેલ્થ કવર કેટલું વ્યાજબી છે તે જોઈ શકો છો.
જ્યારે તમારી પાસે આંકડાકીય માહિતી હોય, ત્યારે તમે માહિતીપૂર્ણ નિર્ણય લઈ શકો છો અને તેના વિશે આત્મવિશ્વાસ અનુભવી શકો છો.
ઝડપી અને ઝંઝટમુક્ત
કોઈ મહત્વપૂર્ણ નાણાંકીય નિર્ણય લેતા પહેલાં તમારા પાડોશીઓ અને સહ-કર્મચારીઓની સલાહ લેવાના દિવસો હવે ગયા. તેના બદલે, તમે માત્ર અમારી વેબસાઇટ પર લૉગ-ઇન કરીને તમને જરૂરી માહિતી મેળવવા માટે અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરી શકો છો. તે ઝડપી, સચોટ અને ઝંઝટમુક્ત છે.
હવે ઇન્ટરનેટ બ્લૉગ કે 'મૈત્રીપૂર્ણ' સલાહ હેઠળ ખોટા માર્ગદર્શનથી દોરવાઈ જવાની જરૂર નથી. ઉપરાંત, અમારું હોમ ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર તમારી ગણતરીઓ કરવાની ચિંતા દૂર કરે છે.
બજેટ બનાવવામાં મદદ કરે છે
અમે જાણીએ છીએ કે વ્યક્તિગત બજેટ એ રાષ્ટ્રીય બજેટની જેમ જ મહત્વપૂર્ણ હોય છે, કારણ કે તમારા પણ પોતાના લક્ષ્યો અને પડકારો છે જેને માટે તૈયાર રહેવાનું છે. અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર વડે તમે પ્રીમિયમની રકમની તરત જ જાણી શકો છો, જેના વડે તમે તમારું બજેટ બનાવતી વખતે તમારા અને તમારા પરિવાર માટે આવશ્યક એવા હેલ્થ કવરને ધ્યાનમાં રાખી શકો.
જેમ સ્વાસ્થ્ય શારીરિક, માનસિક અને ભાવનાત્મક પ્રકારનું હોય છે, તે જ રીતે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પણ અનેક પરિબળો દ્વારા નિર્ધારિત થાય છે. કેટલાક મહત્વપૂર્ણ પરિબળો નીચે મુજબ છે:
હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી જેટલી વહેલી ખરીદવામાં આવે તેના ફાયદા હોય છે. જ્યારે તમે નાની ઉંમરમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો છો, ત્યારે તમે તંદુરસ્ત અને સ્વસ્થ હો છો. ત્યારે પહેલાંથી હોય તેવી બિમારીઓની સંભાવનાઓ ઓછી હોય છે, જેને કારણે પ્રીમિયમની રકમ ઓછી થાય છે.
યુવાન વયે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાથી પ્રીમિયમ ઓછું હોવાની સાથે સાથે તમે ઉચ્ચ સમ ઇન્શ્યોર્ડ અને અનુકૂળ નિયમો અને શરતોનો લાભ મેળવી શકો છો.
હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે કોઈ તકલીફ વગરની મેડિકલ હિસ્ટ્રી તમારા માટે ફાયદાકારક બાબત છે. સ્વચ્છ ટ્રૅક રેકોર્ડને કારણે પ્રીમિયમની રકમ ઓછી થવાની સાથે સાથે સમગ્ર પ્રક્રિયા પણ ઝડપી બને છે.
બીજી તરફ, જો તમે ગંભીર કે અન્ય બિમારીઓ થઈ હોવાની મેડિકલ હિસ્ટ્રી ધરાવો છો, તો પ્રીમિયમની રકમ વધી શકે છે.
શું તમે ધૂમ્રપાન અને દારૂના સેવનથી દૂર રહેવાનું પસંદ કરો છો? જો એમ હોય, તો તમારા માટે સારા સમાચાર છે. ધૂમ્રપાન કરનાર વ્યક્તિ દ્વારા ચૂકવવામાં આવતું પ્રીમિયમ ધૂમ્રપાન ન કરનાર કરતાં વધુ હોય છે.
એનું કારણ એ છે કે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન આ આદતો ધરાવતા પૉલિસીધારકો માટે વધુ જોખમને આવરી લે છે, કારણ કે તેઓના બીમાર થવાની શક્યતાઓ વધુ છે.
સમ ઇન્શ્યોર્ડ એ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ આપવામાં આવતા કવરની રકમ છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ રકમની ઉપરના તબીબી ખર્ચની જવાબદારી તમારી રહેશે. પ્રીમિયમની રકમ સમ ઇન્શ્યોર્ડ રકમના સીધા પ્રમાણમાં હોય છે. એટલે કે, જેમ સમ ઇન્શ્યોર્ડ વધુ તેમ પ્રીમિયમની રકમ વધુ.
તમે તમારા માટે સ્ટેન્ડઅલોન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી અથવા પરિવારના સભ્યોને આવરી લેતી પૉલિસી લઈ શકો છો. વ્યક્તિગત પૉલિસીના કિસ્સામાં, પ્રીમિયમની રકમ તમારી ઉંમર, વ્યવસાય, આવક, જીવનશૈલીની આદતો અને તબીબી ઇતિહાસ પર આધારિત છે.
બીજી તરફ ફેમિલી ફ્લોટર હેલ્થ ઇન્શ્યોરન્સ, કે જે પરિવારના તમામ સભ્યોને આવરી લે છે, તેનું પ્રીમિયમ આવરી લેવામાં આવેલ સૌથી મોટા સભ્યની ઉંમર પર આધારિત હોય છે.
ખૂબ જ થોડી! તમારે શું જોઈએ છે તે જાણવા માટે અમારે માત્ર કેટલીક મૂળભૂત માહિતીની જરૂર છે, જેથી અમે તેમાં મદદ કરી શકીએ.
● સૌ પ્રથમ તમારે અમને એ જણાવવું પડશે કે તમે કોઈ વ્યક્તિગત પૉલિસી લેવા ઇચ્છો છો કે ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી
● ત્યારબાદ, તમે જે લોકોને આવરી લેવા માંગો છો તે વિશે અમને જણાવો - તમે સ્વયં, જીવનસાથી, બાળકો, માતાપિતા, પૌત્ર-પૌત્રીઓ, કાકી/માસી/ફોઈ, સાસુ-સસરા, વગેરે.
● ત્યારબાદ, ઉંમર પસંદ કરો
● તમારે સમ ઇન્શ્યોર્ડ પસંદ કરવાની રહેશે. અમે 1 લાખથી 50 લાખ સુધીના ઘણા વિકલ્પો પ્રદાન કરીએ છીએ જેથી તમે તમારી જરૂરિયાત અનુસાર શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી શકો
● જો તમે ભારતભરમાં કવર ઈચ્છો છો તો અમને જણાવો
● છેલ્લે, તમારી સંપર્ક માહિતી જેમ કે નામ, ફોન નંબર અને ઇમેઇલ આઇડી ભરો
અને થઈ ગયું! આ રીતે તમારી સામે 1 વર્ષથી 3 વર્ષ સુધીના મુદતના વિકલ્પો સાથે તમારું અંદાજિત પ્રીમિયમ હશે.
લિખિત: બજાજ આલિયાન્ઝ - અપડેટેડ: 02 ફેબ્રુઆરી 2023
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો