Loader
Loader

રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
 • ક્લેઇમ સહાયતા નંબરો

 • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

 • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

 • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

 • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

 • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

 • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

 • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

બજાજ આલિયાન્ઝ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના

એક પ્રશ્ન: તમને શું લાગે છે - તમારા જીવનમાં તકનો ફાળો વધારે છે કે પસંદગીનો? આ પ્રશ્નનો તમારો જવાબ જે પણ હોય, પરંતુ જીવન અનિશ્ચિત છે તે વાત કોઈ નકારી શકતું નથી. જ્યારે તમને અનપેક્ષિત સારા સમાચાર મળે છે, ત્યારે તમને ખૂબ ખુશી થાય છે. પરંતુ ખરાબ સમય તમારી ખુશીઓના મહેલને જમીનદોસ્ત કરી શકે છે. 

સ્વાસ્થ્યની બાબતમાં નસીબ પર છોડવું કે પસંદગી કરવી, એ બહુ મોટો તફાવત સર્જી શકે છે!

ઉદાહરણ તરીકે બીમારી અથવા ઈજા. તે ક્યારે આવી ચડશે તે કોઈપણ કહી શકતું નથી. પરંતુ ઝડપથી વધતા તબીબી ખર્ચ અને પરિણામસ્વરૂપ તણાવને કારણે આર્થિક તાણ અને માનસિક પીડા એ વાસ્તવિકતા છે.

એવી પરિસ્થિતિઓ પણ સર્જાતી હોય છે કે જેની પર તમારું કોઈ નિયંત્રણ નથી હોતું, તેવા સમયે અગાઉથી લીધેલા ઘણા પગલાંઓ તમને તંદુરસ્ત અને સુખી જીવન જીવવામાં મદદ કરી શકે છે. તેઓ તમારા જીવનમાં વર્ષો ઉમેરી શકે છે અને તમને પરિવાર અને મિત્રોનું સન્માન અપાવી શકે છે. પસંદગીની આ જ તો સુંદરતા છે!

જો તમે આજથી જ નિયમિત વ્યાયામ કરો છો અને યોગ્ય આહાર લો છો તો ભવિષ્યમાં તમે ચોક્કસપણે તેના ફાયદા અનુભવી શકશો. છેવટે, તમારા સ્વાસ્થ્યની વર્તમાન સ્થિતિ સફળ અને નિષ્ફળ પ્રયત્નોનું પરિણામ છે. સૌ પ્રથમ તો તમે કેટલાં સ્વસ્થ દેખાઓ છો અને અનુભવો છો તે નક્કી કરો. 

તમારા ડૉક્ટરની સલાહ અનુસાર જીવનશૈલીમાં ફેરફારો કર્યા પછી, હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાનું કે તેને રિન્યુ કરવા અંગે વિચારો. અત્યારે બજારમાં ઘણા હેલ્થ ઇન્શ્યોરન્સ વિકલ્પો ઉપલબ્ધ છે, જેના થકી તમે વધતા તબીબી ખર્ચને સંભાળી શકો છો. તો આગળ વધો, અને તમારી સૌથી અગત્યની ત્રણ જરૂરિયાતો નક્કી કરો, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સની તુલના કરો અને પ્લાનમાં શું આપવામાં આવે છે તેનું મૂલ્યાંકન કરો.

બૅલેન્સ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ઇન્વેસ્ટ કરવાથી તમે લાંબા ગાળે તમને માનસિક શાંતિ આપી શકે તે પ્રકારના સુનિશ્ચિત સારવારના વિકલ્પોની દ્રષ્ટિએ ઘણું વળતર મેળવી શકો છો. તો હવે તમારે ભવિષ્ય માટે જે પ્રકારના કવરેજની જરૂર છે તેના વિશે વ્યવસ્થિત અંદાજ આવી ગયો હશે એમ અમે માનીએ છીએ.

તમને ફ્લેક્સિબિલિટી અને પૂરતું કવરેજ આપે તેવા પ્લાન શોધવાની શરૂઆત કરો. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કરવા માટે રિવ્યૂ વાંચો અને તમે શોર્ટલિસ્ટ કરેલી કંપનીઓને કૉલ કરો. ઇન્શ્યોરન્સ નક્કી કરવામાં કવરેજ અને પૂર્વશરતો એ ધ્યાનમાં લેવા જેવી મુખ્ય બાબતો હોય છે. તમારો નિર્ણય તમારી જરૂરિયાતના આધારે લેવાવો જોઈએ, નહીં કે પ્લાનની કિંમતના આધારે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કેવી રીતે કરવી?

આજની સરખામણીમાં તમે ભવિષ્યમાં તમારા સ્વાસ્થ્યનો વિચાર કરીને સકારાત્મક પરિવર્તન લાવી શકો છો. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની શ્રેષ્ઠ સમીક્ષાઓનો અર્થ એ નથી કે તમે જે લાભો ઈચ્છો છો તે તમને મળશે. 

કલ્પના અને વાસ્તવિકતાને અલગ પાડવી એ એક સુંદર કલા છે, જે તમને યોગ્ય માર્ગે લઈ જઈ શકે છે. જ્યારે તમે વિવિધ ઇન્શ્યોરરના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કરો છો, ત્યારે તેમાં શું ઉપલબ્ધ છે તેની તમને વ્યાપક સમજ મળે છે અને તમે તમારી જરૂરિયાતોને અનુકૂળ શ્રેષ્ઠ પ્લાન ખરીદી શકો છો. સારી પસંદગી કરવાનો સંતોષ એ વધારાનો લાભ છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કેવી રીતે કરવી તે જાણવા માંગો છો? ચાલો શરૂ કરીએ.

 • Your Budget તમારું બજેટ

  શું આ પ્લાન વ્યાજબી છે? મહિનાના અંતે મારી જરૂરિયાત કેટલી છે? જ્યારે તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કરો ત્યારે આ પ્રશ્નોના જવાબ આપવાની જરૂર છે. તમારા વર્તમાન માસિક ખર્ચ, બચતના લક્ષ્યો અને તમે નક્કી કરેલી લાંબા ગાળાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લો, જેનાથી અન્ય ખર્ચ માટે તમારી પાસે રોકડ રકમ ઉપલબ્ધ રહે.

  તમારે માટે હપ્તાઓમાં પ્રીમિયમ ચૂકવવું કે પૂરેપૂરું એકસાથે ચૂકવવું યોગ્ય છે તે નક્કી કરો. પ્રીમિયમ ચુકવણીની તારીખ યાદ રાખવાને બદલે તમે તમારા સેવિંગ એકાઉન્ટમાંથી ઑટોમેટિક રીતે પ્રીમિયમ ચુકવણી ડેબિટ થાય તેમ ગોઠવી શકો છો. બસ થઈ ગયું, વીકેન્ડ પર તમે તમારા પ્રીમિયમની ચુકવણી કરવાને બદલે ક્રિકેટ મૅચનો આનંદ માણી શકો છો.

 • Number of Members Covered કવર કરવામાં આવતા સભ્યોની સંખ્યા

  જ્યારે તમે દિવાલ પરના તમારા ફેમિલીના ફોટા પર નજર કરો છો, ત્યારે તમને સંભવત: સાથે વિતાવેલી યાદગાર પળો તાજી થાય છે. હેલ્થ ઇન્શ્યોરન્સ તમને તમારા પરિવારને સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે જેથી આગામી વર્ષો સુધી તે કિંમતી ક્ષણોને આનંદદાયક બનાવી શકાય.

  જો તમે તમારા પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ કવર ખરીદવા માંગો છો, તો મેડિકલ ઇન્શ્યોરન્સની તુલના આવશ્યક છે. જ્યારે તમે હેલ્થ ઇન્શ્યોરન્સની તુલના કરો છો, ત્યારે તમે તમારા પરિવારના બાળકોથી વૃદ્ધ સુધીના મોટાભાગના સભ્યોને આવરી લેતી પૉલિસી નક્કી કરો છો.

 • Claim Settlement ક્લેઇમ સેટલમેન્ટ

  એક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન જે ઝડપથી ડિલિવર નથી કરતો તેની પાછળ પૈસા ખર્ચવા વ્યર્થ છે, કારણ કે જરૂરના સમયે તે મદદમાં નથી આવતો. તમારો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તમને આવરી લે છે કે નહીં એ બાબતની ચિંતા તમે હૉસ્પિટલ જતા સમયે કરવા નહીં માંગતા હોવ.

  જ્યારે તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કરો છો, ત્યારે તમે પસંદ કરેલ ઇન્શ્યોરરના ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો પર પણ ચોક્કસપણે ધ્યાન આપવું જોઈએ.

 • Coverage કવરેજ

  આ સૌથી મહત્વપૂર્ણ છે. જ્યારે તમે હેલ્થ ઇન્શ્યોરન્સ કવરની તુલના કરો છો, ત્યારે તમને તેમના નફા અને નુકસાનને સમજી શકો છો અને તેમાં આપવામાં આવતા લાભોને આધારે તે ઇન્વેસ્ટ કરવા લાયક છે કે નહીં તે પણ નક્કી કરી શકો છો. છૂટથી લઈને કર લાભ અંગેની વધારાની માહિતી મેળવવાથી તમને લાંબા ગાળા માટે વધુ સારો નિર્ણય લેવામાં મદદ મળી શકે છે.

  જેમ એક છત્ર તમને કમોસમી વરસાદથી બચાવે છે, તેમ તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા ઑફર કરવામાં આવતું કવરેજ તમને હેલ્થ ઇમરજન્સીમાં ફાઇનાન્શિયલ અસ્થિરતા સામે રક્ષણ આપે છે.

હેલ્થ ઇન્શ્યોરન્સની તુલના વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

હું કેવી રીતે ચુકવણી કરી શકું?

તમે તમારો હેલ્થ ઇન્શ્યોરન્સ વિકલ્પ પસંદ કર્યા પછી, તમે બહુવિધ ચુકવણી વિકલ્પોનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકો છો. તમે તમારી સુવિધા અનુસાર ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા ચુકવણી કરવાનું પસંદ કરી શકો છો. 

પ્રીમિયમની રકમ ચૂકવ્યા પછી મને મારી પૉલિસી કેવી રીતે મળશે?

તમને લગભગ તરત જ તમારી પૉલિસી પ્રાપ્ત થશે! ચુકવણી થતાંની સાથે જ અમે પૉલિસી જારી કરીશું અને તમને તમારા પૉલિસી ડૉક્યૂમેન્ટની એક કૉપી ઇમેઇલ કરીશું. 

જો મારી પાસે પહેલેથી જ લાઇફ ઇન્શ્યોરન્સ છે, તો શું મને હેલ્થ ઇન્શ્યોરન્સની જરૂર છે?


કોઈપણ હૉસ્પિટલાઇઝેશન અથવા સારવારના કિસ્સામાં જો તમે બીમાર પડશો અથવા તમને અકસ્માત થાય છે, તો લાઇફ ઇન્શ્યોરન્સ પૉલિસી ઉપયોગી નહીં બને. હેલ્થ ઇન્શ્યોરન્સ મેળવીને, તમે આવી તબીબી કટોકટીના સમયે તમારા માનસિક સ્વાસ્થ્યને સુરક્ષિત કરો છો. તેથી જો તમારી પાસે પહેલેથી જ લાઇફ ઇન્શ્યોરન્સ હોય, તો પણ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી જરૂરી બની જાય છે.

પ્રીમિયમ પર અસર કરતા મુખ્ય પરિબળો કયા છે?

તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રીમિયમને નિર્ધારિત કરતા મુખ્ય પરિબળો નીચે સૂચિબદ્ધ છે-

● વીમાકૃત રકમ

● કવર થનાર સભ્યોની સંખ્યા

● કવર કરેલ સભ્યોની ઉંમર

● પહેલાંથી હાજર બિમારીઓ

● વૈકલ્પિક ઍડ-ઑન કવર

સમજાયું. હું હેલ્થ ઇન્શ્યોરન્સની તુલના કેવી રીતે કરી શકું?

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની ઉદ્દેશ્યપૂર્વક તુલના કરવા માટે અમે આ ચેકલિસ્ટની ભલામણ કરીએ છીએ.  

અમે તેને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના 3C - કવરેજ, ક્લેઇમ સેટલમેન્ટ અને ક્લેઇમ સપોર્ટ કહીએ છીએ. અમે આ યાદીમાં છૂટ, કર લાભના રૂપમાં વ્યાજબીપણું અને છેલ્લે, હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદનારને મળતી અમૂલ્ય શાંતિ પણ ઉમેરીશું!

સૌ પ્રથમ, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની તુલનામાં સરળતા માટે પ્લાનના લાભોને શ્રેણીબદ્ધ કરો. એક્સેલ સ્પ્રેડશીટ (અથવા એક કોરા કાગળ) નો ઉપયોગ કરીને તમે મેડિકલ ઇન્શ્યોરન્સની તુલના સરળતાથી કરી શકો છો.

 • કિંમત વિરુદ્ધ લાભો

  શું મારો પ્લાન તેની કિંમત પ્રમાણે યોગ્ય છે? જ્યારે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કરવાની વાત આવે છે ત્યારે આ પ્રશ્ન થવો યથાયોગ્ય છે! સૌથી સસ્તો ઉપલબ્ધ પ્લાન પસંદ કરવા માટે કોઈપણ લલચાઈ શકે છે. જો કે, તે તમને નિરાશ કરી શકે છે.

  કોઈ પ્લાન વ્યાજબી છે કે નહીં તે નક્કી કરવા માટે પ્લાનમાં શું આવરી લેવામાં આવે છે એ એક આદર્શ માપદંડ છે. તમારે તેના દ્વારા ઑફર કરવામાં આવતા ઍડ-ઑન-કવરને પણ ધ્યાનમાં લેવું આવશ્યક છે.

 • નેટવર્ક હૉસ્પિટલ

  નેટવર્ક હૉસ્પિટલો તે છે જેમણે તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતા સાથે જોડાણ કર્યું છે. તમે આ હૉસ્પિટલોમાં સંપૂર્ણપણે મફતમાં સારવારનો લાભ લઈ શકો છો.

  પૉલિસી પસંદ કરતા પહેલાં, તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતા સાથે સંકળાયેલ નેટવર્ક હૉસ્પિટલોની યાદી તપાસવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નેટવર્ક હૉસ્પિટલો તમારા વિસ્તારમાં સ્થિત છે કે નહીં તે તપાસવું સૌથી મહત્વપૂર્ણ છે.

 • રૂમ ભાડાની મર્યાદા

  હૉસ્પિટલોમાં રૂમના ભાડા અલગ અલગ હોય છે. રૂમના પ્રકાર અને તમે પસંદ કરેલી સુવિધાઓના આધારે, તમારે કદાચ નોંધપાત્ર રકમ ચૂકવવી પડી શકે છે. વાસ્તવમાં, ઇન્શ્યોરર દ્વારા ઑફર કરવામાં આવતા કવરેજની રકમમાં પણ વ્યાપક રીતે ફેર હોઈ શકે છે.

  તેથી, આ મુદ્દા વડે તમે સરળતાથી તુલના કરી શકો છો. જો બધું તમારી અપેક્ષા મુજબ હોય, તો એવી પૉલિસી પસંદ કરો જે રૂમના ભાડા માટે મહત્તમ કવર પ્રદાન કરે છે. તમને એ માટે ક્યારેય પસ્તાવો નહીં થાય!

 • પૉલિસીમાં આ સામેલ નથી

  તમામ નાણાંકીય બાબતોની જેમ, કેટલીક શરતો છે જે હેલ્થ ઇન્શ્યોરન્સ પર પણ લાગુ પડે છે. જરૂરના સમયે માહિતગાર રહી શકો તે માટે, કવરેજ ઉપલબ્ધ ન હોય તેવા પાસાઓ વિશે માહિતી હોવી એક સારી વાત છે.

  હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાંથી સામાન્ય રીતે જે બાકાત હોય છે, તેમાં પહેલાંથી હાજર બીમારીઓ, કૉસ્મેટિક સર્જરી અને વૈકલ્પિક ઉપચારોનો સમાવેશ થાય છે. 

  તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ શું કવર કરવામાં આવતું નથી તે સમજવા માટે પૉલિસી ડૉક્યૂમેન્ટ ઉત્તમ સ્ત્રોત છે. અતિરિક્ત માહિતી માટે, તમે ઇન્શ્યોરરની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અથવા તેમના ગ્રાહક સેવા વિભાગને પણ કૉલ કરી શકો છો.

 • વ્યવસ્થિત રીતે તપાસ કરો

  તમારો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ઑનલાઇન ખરીદવાના ફાયદા છે. તમે બજાજ આલિયાન્ઝના હેલ્થ પ્લાન ઑનલાઇન ખરીદો, ત્યારે તે ઘણા અલગ લાભ પ્રદાન કરે છે. 

  જો કે, તમે તમારો હેલ્થ ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો કે ઑફલાઇન, યોગ્ય પ્રશ્નો પૂછવા એ જરૂરી છે. તમે જે પ્લાન ખરીદો છો તે તમારી જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરે છે કે નહીં તમારા પ્રશ્નોને આધારે નક્કી થશે.

  ઇન્શ્યોરન્સ એ સોલિસિટેશનનો વિષય હોવાથી, તમે જે પ્લાન ખરીદવાનું વિચારી રહ્યાં છો તે વિશે વિચારવું તમારા માટે અનિવાર્ય છે. રિસર્ચ પર તમે જે સમય ખર્ચ કરો છો તે તમને લાંબા ગાળે સારું વળતર આપશે.

 • જરૂરિયાત આધારિત અભિગમ

  એથલીટ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે, સખત તાલીમ અને ફિટનેસ કન્ડિશનિંગમાંથી પસાર થાય છે, જેમાં હજારો કલાકની તાલીમ અને પ્રેક્ટિસનો સમાવેશ થાય છે. તેમની સાથે વ્યવસાયિકોની એક ટીમ હોય છે, જે તેમને તેમની તાલીમ, પોષણ અને રિકવરી માટેની પદ્ધતિ અનુસરવામાં મદદ કરે છે. પરિણામ: સર્વોત્તમ શારીરિક તંદુરસ્તી અને વિજેતાનો એટિટ્યૂડ.

  જો કે તમને વધુ પડતી અપેક્ષાઓ ન હોય, પણ જ્યારે તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સરખાવો છો, ત્યારે તમારી વર્તમાન શારીરિક સ્થિતિ - ઉંમર, તબીબી ઇતિહાસ, સ્વાસ્થ્યની સામાન્ય સ્થિતિ વિશે વિચારો. આખરે, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ તબીબી ઇતિહાસના આધારે અલગ અલગ હોય છે. તમારો પરિવાર, કે જે તમારા પ્રેમ, પ્રેરણા અને સમર્થનનો સ્ત્રોત છે, તેમના સ્વાસ્થ્યની જરૂરિયાતોને પણ ધ્યાનમાં લેવી જરુરી છે. લોકો સમક્ષ તમે કેવા દેખાવ છો તેમાં તેમની એક મુખ્ય ભૂમિકા છે.

તમારા વર્તમાન કવરનું મૂલ્યાંકન કરો અને રિન્યુઅલ પહેલાં હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની તુલના કરો

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની અસરકારક તુલના કરવા માટે મુખ્ય મુદ્દાઓ

હેલ્થ ઇન્શ્યોરન્સ માત્ર તમારા તબીબી ખર્ચની સંભાળ લેવામાં મદદ કરતું નથી, તે તમને ફિટ અને તંદુરસ્ત રહેવામાં પણ ફાળો આપે છે. એક શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માટે તમારે નીચે જણાવેલ વસ્તુઓની જરૂર છે. સૌ પ્રથમ તો તમારી સ્વાસ્થ્ય સંબંધી જરૂરિયાતોનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવું જરૂરી છે. આ પાયાની વાત ધ્યાનમાં રાખીને વ્યાપક કવરેજ, કર લાભો અને ફ્લેક્સિબલ કપાતપાત્ર જેવા પરિબળો ઉમેરો. આ સાથે વ્યાજબી પ્રીમિયમ મેળવો. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કરતી વખતે યાદ રાખવાના પરિબળો અહીં આપેલ છે:
Coverage Offered

પ્રસ્તાવિત કવરેજ

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનું સૌથી મહત્વપૂર્ણ કારણ તેના દ્વારા ઑફર કરવામાં આવતું કવરેજ છે. આખરે, જો મેડિકલ ઇમરજન્સી દરમિયાન તે પર્યાપ્ત કવર પ્રદાન ન કરે, તો તે હેલ્થ ઇન્શ્યોરન્સ શું કામનું? વધુ વાંચો

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કરતી વખતે સૌ પ્રથમ પ્લાન દ્વારા ઑફર કરવામાં આવેલ કવરેજને તપાસો. મોટાભાગની પૉલિસીઓ સમાન મૂળભૂત કવરેજ પ્રદાન કરે છે, પરંતુ સંપૂર્ણ લિમિટ અલગ-અલગ હોય છે. એવી પૉલિસી, કે જે ઘણી બધી સુવિધાઓ પ્રદાન કરે છે પરંતુ જેમાંથી મોટાભાગની બિનજરૂરી હોય છે, તેને ન ખરીદવી એ બહેતર છે.  

Policy Sub-limits

પૉલિસીની સબ-લિમિટ

તમારો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન એમ્બ્યુલન્સ શુલ્ક, હૉસ્પિટલના રૂમનું ભાડું વગેરે જેવા ઘણા લાભો ઑફર કરી શકે છે. એક વ્યાપક વીમાકૃત રકમમાં દરેક ઑફર હેઠળ વ્યક્તિગત સબ-લિમિટ હોય છે. વધુ વાંચો

સરપ્રાઇઝ ટાળવા માટે, તમારે સબલિમિટ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તમારી પૉલિસી હેઠળ ક્લેઇમ કરતી વખતે નિરાશાથી બચવા માટે આની પર ધ્યાન આપવું જરૂરી છે.

No Claim Period

નો ક્લેઇમ સમયગાળો

તેને પ્રતીક્ષા અવધિ પણ કહેવામાં આવે છે, આ ખરીદીની તારીખથી ગણવામાં આવતો સમયગાળો છે, જેમાં અમુક રોગો કવર કરવામાં આવતા નથી. વિવિધ પૉલિસીઓમાં વિવિધ રોગો માટે અલગ-અલગ પ્રતીક્ષા અવધિ હોય છે. વધુ વાંચો

આમ, ખરીદતા પહેલાં કોઈ ચોક્કસ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની પ્રતીક્ષા અવધિ જાણવી હંમેશા પ્રશંસનીય છે. 

Cashless Claim Facility

કૅશલેસ ક્લેઇમની સુવિધા

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા આપવામાં આવતી શ્રેષ્ઠ સુવિધા, કૅશલેસ ક્લેઇમ વડે તબીબી સારવાર લગભગ નિ:શુલ્ક શક્ય બને છે. આમ કહેવું અતિશયોક્તિ લાગી શકે છે, પરંતુ આનો અર્થ એ છે કે આ અદ્ભુત સુવિધા તમારી સારવાર માટે રોકડ કૅશની જરૂરિયાતને દૂર કરે છે. વધુ વાંચો

આ સુવિધા ઇન્શ્યોરર દ્વારા ઘણી સંલગ્ન હૉસ્પિટલોમાં પ્રદાન કરવામાં આવે છે. જેને નેટવર્ક હૉસ્પિટલો પણ કહેવામાં આવે છે, અને તે તમારા રહેઠાણની આસપાસ હોય તેનું તમારે ધ્યાન રાખવું જોઈએ.

Entry Age

પ્રવેશની ઉંમર

જો તમે તમારા પરિવાર માટે વ્યાપક કવર ખરીદવા માંગો છો, તો આનું ધ્યાન રાખો. પરિવારના સભ્યો - બાળકો, માતાપિતા અથવા સાસુ-સસરા માટે પ્રવેશની ઉંમર સ્પષ્ટપણે વ્યાખ્યાયિત હોવી જોઈએ. તમારે તમારા બાળકો માટે ઉંમરની મર્યાદા પણ તપાસી લેવી જોઈએ.

Exclusions

પૉલિસીમાં આ સામેલ નથી

“માફ કરશો! અમે આ બિમારીને કવર કરતા નથી”. સાંભળીને તમને આંચકો લાગી શકે છે, પરંતુ જો તમને હૉસ્પિટલાઇઝેશન દરમિયાન એવી બિમારીનું નિદાન કરવામાં આવેલ હોય, કે જેને પૉલિસીની શરતો હેઠળ બાકાત કરવામાં આવેલ છે અથવા તેનો સમાવેશ કરવામાં આવેલ નથી, તો તમને તે કવરેજ મળશે નહીં. વધુ વાંચો

અમારી સલાહ: બારીક પ્રિન્ટને કાળજીપૂર્વક વાંચો અને બાદમાં આશ્ચર્ય ન થાય તે માટે આવરી લેવામાં ન આવેલી બીમારીઓ વિશે માહિતગાર રહો.

Add-on Benefits

ઍડ-ઑનના લાભો

એકસ્ટ્રા ઘી વાળા પરોઠા તમને પસંદ છે? ઍડ-ઑન લાભો પણ એ જ રીતે કામ કરે છે. તેઓ તમારા સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ કવર હેઠળ મળતા લાભોને વધારે છે. જેમ કફલિંક્સ અને પૉકેટ સ્ક્વેર તમારા સારી રીતે તૈયાર કરેલ સૂટને વધારે શોભાવે છે, તેમ ઍડ-ઑન તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના સ્કોપ, કવરેજ અને લાભોમાં વૃદ્ધિ કરે છે.

Renewability

રિન્યુએબિલિટી

જેમ જેમ સરેરાશ ઉંમરમાં વધારો થાય છે, તેમ તમારે આજીવન રિન્યુઅલ સુવિધાવાળા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનનો વિકલ્પ પસંદ કરવો જોઈએ. આ તમને વિવિધ બીમારીઓ સામે સતત કવરેજ આપી શકે છે અને તમને જીવન માટે ખૂબ જ જરૂરી મેડિકલ કવર જાળવી રાખવામાં મદદ કરી શકે છે.

Cost effectiveness

વ્યાજબીપણું

સરવાળે તો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની વાત આવે ત્યારે વ્યાજબી પ્રીમિયમ એક મુખ્ય મુદ્દો હોય છે. જ્યારે સસ્તા દરે વધુ સારા વિકલ્પો ઉપલબ્ધ હોય, ત્યારે તમે સ્પષ્ટપણે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ કવર માટે વધુ ચૂકવવા નહીં ઇચ્છો. વધુ વાંચો

તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માટે તમારે જે રકમ ચૂકવવી પડશે તે તમને આપવામાં આવતા લાભો અનુસાર અને યોગ્ય હોવા જોઈએ. 

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

કૉલ બૅક માટે વિનંતી કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય વિકલ્પ પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો
કૃપા કરીને ચેકબૉક્સ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

હેલ્થ ઇન્શ્યોરન્સની તુલના કરવા માટેની ટિપ: લાંબા ગાળાના, ફેમિલી પ્લાન અતિરિક્ત છૂટ આપી શકે છે

બજાજ આલિયાન્ઝ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

કોઈપણ નાણાંકીય ઇમરજન્સી માટે આર્થિક રીતે તૈયાર રહો

બજાજ આલિયાન્ઝનું લક્ષ્ય તેના ગ્રાહકો સાથે જીવનપર્યંતના સંબંધો બનાવવાનું છે. અમારા પ્લાનને વ્યક્તિઓ, પરિવારો અને સમુદાયોને તેમના સ્વાસ્થ્યને ટકાઉ અને પોકેટ ફ્રેન્ડલી રીતે સંચાલિત કરવામાં મદદ કરવા માટે તૈયાર કરવામાં આવેલ છે. સમગ્ર ભારતમાં, હજારો ગ્રાહકો તેમના સ્વાસ્થ્યની ગુણવત્તામાં સુધારો કરવા માટે અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ સોલ્યુશન પર આધાર રાખે છે.

અમારું લક્ષ્ય તમારા માટે સ્વાસ્થ્યની કાળજીની ચિંતાઓ ઘટાડવાનો અને જીવનમાં સફળ થવામાં તમારી મદદ કરવાનો છે. આ માટે અમે વર્લ્ડ-ક્લાસ હેલ્થ ઇન્શ્યોરન્સ સોલ્યુશન ઑફર કરીએ છીએ જે સરેરાશ ગ્રાહકને નાણાંકીય સ્થિરતા અને મનની શાંતિ પ્રદાન કરે છે.

અમે પારદર્શિતામાં વિશ્વાસ કરીએ છીએ અને અમારી વેબસાઇટ પર વ્યાપક રીતે તમામ માહિતીનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરીએ છીએ. પરંતુ જો તમને હજુ પણ પ્રશ્નો હોય, તો અમારું ચૅટબોટ, બોઇંગ, તમારા કોઈપણ પ્રશ્નોના જવાબ આપવા માટે તમારી સેવામાં હાજર છે. જ્યારે તમને અમારી જરૂર પડે ત્યારે અમે તમને ક્યારેય નિરાશ નહીં કરીએ. અમારું 6000 થી વધુ હૉસ્પિટલોનું નેટવર્ક સમગ્ર ભારતમાં ફેલાયેલું છે જ્યાં તમે સંપૂર્ણપણે કૅશલેસ રીતે સારવાર મેળવી શકો છો.

A long life deserves ongoing હેલ્થ ઇન્શ્યોરન્સ રિન્યુઅલ. પ્રીમિયમ રકમના બદલે અમારી પૉલિસી દ્વારા ઑફર કરવામાં આવતા લાભો બેજોડ છે.

અમારી વિવિધ પૉલિસીઓ વચ્ચેની સંક્ષિપ્ત તુલના અહીં આપેલ છે. એક નજર નાખો!

વિશેષતા

વ્યક્તિગત હેલ્થ

ફેમિલી હેલ્થ

બેજિક એક્સ્ટ્રા કેર પ્લસ

 

પૉલિસીની મુદતના વિકલ્પો 1, 2 અને 3 વર્ષ

 

1, 2 અને 3 વર્ષ

 

1 વર્ષ

 

પ્રવેશની ઉંમર

3 મહિનાથી 65 વર્ષ

3 મહિનાથી 65 વર્ષ

3 મહિનાથી 80 વર્ષ

કોને કવર કરી શકાય છે?

પોતાને, જીવનસાથી, આશ્રિત બાળકો અને વિસ્તૃત પરિવાર

પોતાને, જીવનસાથી, આશ્રિત બાળકો. વિસ્તૃત પરિવાર માટે અલગ પૉલિસી

પોતાને જીવનસાથી, આશ્રિત બાળકો, આશ્રિત માતાપિતાને કવર કરી શકાય છે

રિન્યુઅલની ઉંમર

લાઇફટાઇમ રિન્યુઅલના વિકલ્પો

લાઇફટાઇમ રિન્યુઅલના વિકલ્પો

લાઇફટાઇમ રિન્યુઅલના વિકલ્પો

વીમાકૃત રકમના વિકલ્પો

1.5 - 50 લાખ

1.5 - 50 લાખ

3 - 50 લાખ

પહેલેથી હાજર બિમારીઓ માટે પ્રતીક્ષા અવધિ

36 મહિના

36 મહિના

12 મહિના

મુખ્ય ફાયદા
એમ્બ્યુલન્સ કવર

 

 

 

અંગદાતા સંબંધી ખર્ચ

 

 

 

વીમાકૃત રકમનું પુનઃસ્થાપન

 

 

 

પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ

 

 

 

આયુર્વેદિક/હોમિયોપેથિક હૉસ્પિટલાઇઝેશન ખર્ચ

 

 

 

પ્રસૂતિ ખર્ચ/નવજાત બાળકનું કવર

 

 

 

બેરિયાટ્રિક સર્જરી કવર

 

 

 

એર એમ્બ્યુલન્સ કવર

 

 

 


વિશેષતા

 

બેજિક હેલ્થ ગાર્ડ

 

બેજિક એક્સ્ટ્રા કેર પ્લસ

 

 

હેલ્થ ગાર્ડ સિલ્વર

 

હેલ્થ ગાર્ડ ગોલ્ડ

 

એક્સ્ટ્રા કેર પ્લસ

 

રૂમનું ભાડું

 

પ્રતિ દિન વીમાકૃત રકમના 1%

 

વાસ્તવિકતા પ્રમાણે

વાસ્તવિકતા પ્રમાણે

ICU શુલ્ક

 

વાસ્તવિકતા પ્રમાણે

વાસ્તવિકતા પ્રમાણે

વાસ્તવિકતા પ્રમાણે

હૉસ્પિટલાઇઝેશન પહેલા

 

60 દિવસ

60 દિવસ

60 દિવસ

હૉસ્પિટલાઇઝેશન પછી

 

90 દિવસ

90 દિવસ

90 દિવસ

ડે કેયર સારવાર

 

તમામ ડે કેરની વ્યાખ્યા હેઠળ

તમામ ડે કેરની વ્યાખ્યા હેઠળ

તમામ ડે કેરની વ્યાખ્યા હેઠળ

અંગ દાતા

 

વીમાકૃત રકમ સુધી

વીમાકૃત રકમ સુધી

એમ્બ્યુલન્સ કવર

 

પ્રતિ પૉલિસી વર્ષ 20000/- સુધી

₹3000/- પ્રતિ માન્ય હૉસ્પિટલાઇઝેશન ક્લેઇમ

એર એમ્બ્યુલન્સ

 

ઉપલબ્ધ નથી

વૈકલ્પિક કવર

સ્વાસ્થ્યપ્રાપ્તિનો લાભ:

 

10 દિવસ હૉસ્પિટલાઇઝેશન, ₹5000 પ્રતિ પૉલિસી વર્ષ

10 દિવસ હૉસ્પિટલાઇઝેશન, ₹7500 પ્રતિ પૉલિસી વર્ષ

ઉપલબ્ધ નથી

વીમાકૃત બાળક (12 વર્ષ સુધીના) સાથે રહેવા માટે દૈનિક રોકડ લાભ

 

પ્રતિ દિવસ ₹500, વધુમાં વધુ 10 દિવસ સુધી

 

ઉપલબ્ધ નથી

વીમાકૃત રકમ પુન:સ્થાપના લાભ

 

પૉલિસીના સમયગાળા દરમિયાન એકવાર, સમાન પ્રકારની બીમારી માટે પણ

ઉપલબ્ધ નથી

પ્રસૂતિ ખર્ચ

 

ઉપલબ્ધ નથી

₹35000 સુધી. 6 વર્ષની પ્રતીક્ષા અવધિ પછી

1 વર્ષની પ્રતીક્ષા અવધિ પછી કવર થાય છે

નવજાત બાળકના ખર્ચ

 

ઉપલબ્ધ નથી

પ્રસૂતિ માટેની વીમાકૃત રકમમાં

ઉપલબ્ધ નથી

બેરિયાટ્રિક સર્જરી કવર

 

ઉપલબ્ધ નથી

વીમાકૃત રકમના 50%, મહત્તમ ₹5 લાખ સુધી

ઉપલબ્ધ નથી

પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ

 

દરેક 3 વર્ષ, વીમાકૃત રકમના 1%, મહત્તમ ₹2000/-, ક્લેઇમને ધ્યાનમાં લીધા વિના

દરેક 3 વર્ષ, વીમાકૃત રકમના 1%, મહત્તમ ₹5000/-, ક્લેઇમને ધ્યાનમાં લીધા વિના

હા, ક્લેઇમ હિસ્ટ્રીને ધ્યાનમાં લીધા વિના દરેક 3 વર્ષે, મહત્તમ ₹2000/-

આયુર્વેદિક અને હોમિયોપેથિક હૉસ્પિટલાઇઝેશન કવર

 

ઉપલબ્ધ નથી

20000 સુધી, તમામ મંજૂર આયુર્વેદિક હૉસ્પિટલોમાં ઉપલબ્ધ

ઉપલબ્ધ નથી

ઉપરોક્ત ટેબલ અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની કેટલીક અનન્ય વિશેષતાઓને હાઇલાઇટ કરે છે. ઉદાહરણ તરીકે, અમારા લગભગ બધા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હૉસ્પિટલાઇઝેશન દરમ્યાનના રૂમના ભાડાના ખર્ચની ભરપાઈ કરે છે.

તેવી જ રીતે, અમે તમને માત્ર તમારા હૉસ્પિટલમાં રહેવા માટે જ નહીં પરંતુ હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછી પણ કવર પ્રદાન કરીએ છીએ. તમે આ વિવિધ વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરવાનું નક્કી કરો તે પહેલાં પૉલિસી ડૉક્યૂમેન્ટનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને તમારા માટે સૌથી યોગ્ય હોય તે પસંદ કરો.

લિખિત: બજાજ આલિયાન્ઝ - અપડેટેડ: 25th એપ્રિલ 2024

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

 • પસંદ કરો
  કૃપા કરીને પસંદ કરો
 • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો