રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
 • ક્લેઇમ સહાયતા નંબરો

 • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

 • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

 • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

 • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

 • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

 • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

 • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી

તમારા સ્વાસ્થ્યમાં રોકાણ કરો અને સુરક્ષિત રહો

વ્યાપક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન
Port Health Insurance Policy

તમારા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી

કૃપા કરીને નામ દાખલ કરો
/health-insurance-plans/individual-health-insurance-plans/buy-online.html ક્વોટેશન મેળવો
ક્વોટ પુન:પ્રાપ્ત કરો
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો
સબમિટ કરો

તમારા માટે તેમાં શું છે?

કૅશલેસ સારવાર
6500 + નેટવર્ક હૉસ્પિટલો

ઇન-હાઉસ હેલ્થ
ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ

કૅશલેસ રિસ્પોન્સ સમય
60 મિનિટની અંદર

હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી શું છે?

હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી સમજવા માટે આપણે પોર્ટેબલ શબ્દનો અર્થ શું છે તે જાણવું જરૂરી છે. પોર્ટેબલ એટલે એવી વસ્તુ છે જેને સરળતાથી ખસેડી અથવા લઈ જઈ શકાય છે. અહીં ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી એ પૉલિસીધારકને આપવામાં આવતા અધિકારને દર્શાવે છે (ફેમિલી કવર સહિત).

ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ દ્વારા વર્તમાન કંપનીમાંથી નવી ઇન્શ્યોરન્સ કંપની પર સ્વિચ કરવા માટે આ વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે. કોઈ વ્યક્તિ કયા કારણે તેમની ઇન્શ્યોરન્સ કંપની કઈ બદલવા ઈચ્છશે? વિવિધ ઇન્શ્યોરન્સ કંપનીઓ તરફથી વધુ સારી ઑફર સહિત ઘણા કારણોથી વ્યક્તિ ઇન્શ્યોરન્સ પ્રદાતા બદલવાનું વિચારે છે.

તેથી, કોઈપણ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે કોઈપણ વ્યક્તિને અન્ય કંપનીઓ દ્વારા ઑફર કરવામાં આવતા વધુ સારા વિકલ્પોનો લાભ લેવાનો અધિકાર આપવામાં આવે છે. બજારમાં ઘણી ઇન્શ્યોરન્સ કંપનીઓ ઉપલબ્ધ છે, તેથી હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી તમારા માટે શ્રેષ્ઠ ટ્રમ્પ કાર્ડ હોઈ શકે છે.

<

← સ્વાઇપ/સ્ક્રોલ →

>

શા માટે બજાજ આલિયાન્ઝમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પોર્ટ કરવી?

A હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી , તમારા ફાઇનાન્શિયલ ખર્ચને ધ્યાનમાં રાખીને, મેડિકલ ઇમરજન્સી જેવી ગંભીર પરિસ્થિતિઓમાં એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે કાર્ય કરે છે. પરંતુ જ્યારે બજારમાં અનેક ઇન્શ્યોરન્સ કંપનીઓ હાજર હોય, ત્યારે તેમાંથી કોની પસંદગી કરવી તે અંગે ખરીદદાર વિચારમાં પડી જાય છે. બજાજ આલિયાન્ઝ દ્વારા નીચે જણાવેલ લાભો અને કવરેજ પ્લાન ધરાવતી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ આપવામાં આવે છે.

બજાજ આલિયાન્ઝ તરફથી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાના લાભો

 • બજાજ આલિયાન્ઝ 6,000 થી વધુ હૉસ્પિટલો સાથે સહયોગ ધરાવે છે અને તમને કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમની સુવિધા પ્રદાન કરે છે.
 • ક્લેઇમ સેટલમેન્ટ સર્વિસ માટે ફોન પર 24/7 સહાય ઉપલબ્ધ છે.
 • ઇન-હાઉસ હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ (એચએટી) ઝડપી અને વધુ કાર્યક્ષમ ક્લેઇમ સેટલમેન્ટ પૂરું પાડે છે.
 • હેલ્થ સીડીસી લાભ દ્વારા પૉલિસીધારક તેમના એપ-ઇન્શ્યોરન્સ વૉલેટ દ્વારા ક્લેઇમ રજિસ્ટર કરાવી શકે છે.
 • કસ્ટમરને દરેક ક્લેઇમ-મુક્ત વર્ષ માટે 10% સંચિત બોનસ લાભ આપવામાં આવે છે, જે 100% સુધી હોઇ શકે છે.
 • ઇન્શ્યોર્ડ બાળકની સાથે રહેવા માટે દૈનિક રોકડ લાભ આપવામાં આવે છે.
 • બજાજ આલિયાન્ઝની પૉલિસી દ્વારા અંગ દાતાના ખર્ચને ઇન્શ્યોર્ડ રકમ સુધી આવરી લેવામાં આવે છે.
 • હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન ખરીદવા અને રિન્યુ કરવાની પ્રક્રિયા, જે જટિલ પેપરવર્કની જરૂરિયાત દૂર કરીને ઘણો સમય બચાવે છે.
 • તે બેરિયાટ્રિક સર્જરી જેવી જટિલ પ્રક્રિયાઓ માટે કવરેજ લાભ પ્રદાન કરે છે.
 • હેલ્થ ઇન્શ્યોરન્સ નિષ્ણાતો પાસેથી ઇન્શ્યોરર તેમના પ્રશ્નોના અસરકારક અને ઝડપી નિરાકરણ મેળવી શકે છે.
 • આવકવેરા અધિનિયમની કલમ 80D હેઠળ કપાત સાથે રુ.100,000 સુધીનો કર મુક્તિ લાભ પણ પ્રદાન કરવામાં આવે છે. 

બજાજ આલિયાન્ઝ દ્વારા આપવામાં આવતું કવરેજ

 • બજાજ આલિયાન્ઝ તેના ગ્રાહકોને હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચ માટે કવરેજ પ્રદાન કરે છે.
 • પ્રસૂતિ અને નવજાત બાળકના ખર્ચ માટે કવરેજ પ્લાન ઑફર કરવામાં આવે છે.
 • તે હૉસ્પિટલમાં થયેલ ખર્ચ, રૂમનું ભાડું અને બોર્ડિંગ ખર્ચ પણ આવરી લે છે.
 • બજાજ આલિયાન્ઝ તરફથી ખરીદેલી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને આયુર્વેદ, યોગ અને હોમિયોપેથી જેવી વૈકલ્પિક સારવાર માટે કવરેજ પ્રદાન કરે છે.
 • ડૉક્ટરના કન્સલ્ટેશન તેમજ એમ્બ્યુલન્સનો ખર્ચ પણ બજાજ આલિયાન્ઝની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં આવરી લેવામાં આવે છે. 

હેલ્થ પૉલિસીમાં પોર્ટ કરી શકાતી વસ્તુઓની સૂચિ

જ્યારે પણ તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો છો, ત્યારે વિવિધ મુદ્દાઓ તમારે સ્પષ્ટપણે સમજવા જરૂરી છે. તમે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં પોર્ટ કરી શકો છો તે બાબતો વિશે નીચેની સૂચિમાં જણાવેલ છે.

 1. તમે તમારા તમામ વર્તમાન ઇન્શ્યોર્ડ સભ્યોને પોર્ટ કરી શકો છો.
 2. તમે ચોક્કસ રોગો માટેની પ્રતીક્ષા અવધિને પણ પોર્ટ કરી શકો છો.
 3. પ્રતીક્ષા અવધિ, જે પહેલેથી હોય તેવી બીમારીઓ લાગુ પડે છે, તેને પણ પોર્ટિંગ લિસ્ટમાં શામેલ કરી શકાય છે.
 4. હાલની વીમાકૃત રકમ.
 5. જો તમે પ્રસૂતિ લાભની પ્રતીક્ષા અવધિ પસંદ કરેલ હોય, તો તેને પણ પોર્ટ કરી શકાય છે.
 6. તમારું સંચિત બોનસ પણ આ લિસ્ટમાં ઉમેરી શકાય છે.

 

હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી માટે જરૂરી ડૉક્યૂમેન્ટ

હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટીનો લાભ લેવા માટે નીચે જણાવેલ ડૉક્યૂમેન્ટ ઇન્શ્યોરન્સ કંપનીને સબમિટ કરો. જરૂરી ડૉક્યૂમેન્ટ નીચેની સૂચિમાં જણાવેલ છે. 

 1. તમારે પહેલાના પૉલિસી ડૉક્યૂમેન્ટ સબમિટ કરવાના રહેશે. પૉલિસી કેટલા વર્ષથી સતત ચાલી રહી છે તે સબમિટ કરેલી પૉલિસીઓને આધિન રહેશે.
 2. પ્રપોઝલ ફોર્મની પણ આપવાનું રહેશે.
 3.  તમને પહેલા કોઈ ક્લેઇમ કરેલ હોય તો તેની વિગતો સબમિટ કરવા માટે કહેવામાં આવશે.
 4. ઉંમરનો પુરાવો દર્શાવતા ડૉક્યૂમેન્ટ.
 5. તપાસ, ડિસ્ચાર્જ કાર્ડ, રિપોર્ટ્સ, લેટેસ્ટ પ્રિસ્ક્રિપ્શન અને ક્લિનિકલ સ્થિતિ જેવી કોઈ બાબત હોય તો તે જણાવવાની રહેશે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પોર્ટ કરવાના પગલાં

જોકે પૉલિસીધારકને હાલની ઇન્શ્યોરન્સ પૉલિસીને અન્ય ઇન્શ્યોરન્સ કંપનીમાં પોર્ટ કરવાનો અધિકાર છે, પરંતુ તેમ કરવાની પ્રક્રિયા થોડી જટિલ છે. તેથી, બજાજ આલિયાન્ઝની પોર્ટેબિલિટી પ્રક્રિયા તમારા અનુભવને સુવ્યવસ્થિત કરવા અને એક ઇન્શ્યોરન્સ કંપનીમાંથી બીજી કંપનીમાં સરળ ટ્રાન્ઝિશન માટે સરળ બનાવવામાં આવી છે. તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને પોર્ટ કરવા માટે તમારે માત્ર ત્રણ પગલાં અનુસરવાના રહેશે.

પગલું 1 : ઇન્શ્યોર્ડ વ્યક્તિનું નામ અને ઉંમર સહિત હાલની ઇન્શ્યોરન્સ વિગતો સાથે પોર્ટેબિલિટી ફોર્મ ભરો.

પગલું 2 : નવી ઇન્શ્યોરન્સ કંપનીની સંપૂર્ણ વિગતો ધરાવતું પ્રપોઝલ ફોર્મ ભરો.

પગલું 3 : સંબંધિત ડૉક્યૂમેન્ટ સબમિટ કરો.

આઇઆરડીએ મુજબ હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટીના નિયમો

હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી, જે સૌ પ્રથમ તમને તમારી હાલની ઇન્શ્યોરન્સ પૉલિસીને અન્ય ઇન્શ્યોરન્સ કંપનીમાં પોર્ટ કરવાનો અધિકાર આપે છે, તેના કેટલાક નિયમો છે જે અનુસરવા જરૂરી છે.

જોકે હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટીને લગતો કોઈ કાયદો અસ્તિત્વમાં નથી જેના દ્વારા ઇન્શ્યોરન્સ કંપનીઓના સ્વિચિંગને નિયંત્રિત કરવામાં આવેલ હોય, પરંતુ આ નિયમો આઈઆરડીએ દ્વારા લાગુ કરવામાં આવેલ છે. તેથી, ઇન્શ્યોરન્સ પૉલિસીઓ પોર્ટ કરતી વખતે ઇન્શ્યોરન્સ કંપની તેમજ પૉલિસીધારક, બંનેએ આ નિર્ધારિત નિયમોનું પાલન કરવું જરૂરી છે. 

પૉલિસીધારકના અધિકારો

પૉલિસીનો પ્રકાર: પૉલિસીધારક તેમની ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રકારની પૉલિસી પર જ પોર્ટ કરી શકે છે. પોર્ટેબિલિટી પ્રક્રિયા દરમિયાન કવરેજ અથવા પૉલિસીના પ્રકારમાં કોઈ મોટો ફેરફાર કરી શકાતો નથી.

ઇન્શ્યોરન્સ કંપની: એક ઇન્શ્યોરન્સ કંપનીથી બીજી કંપનીમાં સ્વિચ કરતી વખતે, પૉલિસીધારકે લાઇફ ઇન્શ્યોરન્સ કંપની અને જનરલ ઇન્શ્યોરન્સ કંપની વચ્ચેના તફાવતને સમજવો જરૂરી છે.

જો વ્યક્તિ સમાન પ્રકારની ઇન્શ્યોરન્સ કંપની પસંદ કરે તો જ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પોર્ટ કરી શકાય છે. આ વિશે સમજૂતી આપવી એ હાલની અને નવી ઇન્શ્યોરન્સ કંપનીના કર્તવ્ય હેઠળ આવે છે.

વર્તમાન ઇન્શ્યોરન્સ કંપનીનો પ્રતિસાદ: પૉલિસીધારકની પોર્ટેબિલિટી વિનંતીને સ્વીકારવા માટે વર્તમાન ઇન્શ્યોરર ત્રણ દિવસનો સમય લઈ શકે છે.

પોર્ટિંગ ફી: હાલના કે નવા ઇન્શ્યોરર હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પોર્ટ કરવા માટે ફી વસૂલ કરી શકતા નથી. આ હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી માટે આઈઆરડીએ દ્વારા લાગુ પાડવામાં આવેલ નિયમોમાંથી એક છે.

ગ્રેસ પીરિયડ: જ્યારે હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટીની અરજી પર કાર્ય થઈ રહ્યું હોય, ત્યારે પૉલિસીધારકને અતિરિક્ત ગ્રેસ પીરિયડ મેળવવાનો અધિકાર આપવામાં આવે છે.

પૉલિસીધારકને 30 દિવસનો સમયગાળો આપવામાં આવે છે જે દરમિયાન તેમણે પ્રો-રેટા આધારે પ્રીમિયમ ચૂકવવાનું રહે છે. તેથી, જૂની પૉલિસી જેટલા દિવસો માટે ઍક્ટિવ હતી તેટલા દિવસોના આધારે પ્રીમિયમની ગણતરી કરવામાં આવશે.

●     વીમાકૃત રકમ અને કવરેજની મર્યાદા: પૉલિસીધારકને નવી પૉલિસીમાં વીમાકૃત રકમ અને કવરેજની મર્યાદા વધારવાનો અધિકાર છે. પરંતુ આનો સંપૂર્ણ આધાર ઇન્શ્યોરન્સ કંપની અને તેમની મંજૂરી પર રહેલો છે.

પૂર્ણ કરવાની શરતો

ગૅપ: જો પૉલિસી રિન્યુઅલમાં કોઈ ગૅપ હોય, તો તે પૉલિસી અન્ય કંપનીને પોર્ટ કરી શકાતી નથી. હાલની પૉલિસીમાં ગૅપ હોય તો તેના કારણે તમામ પ્રકારની ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા ગ્રાહકને ઉપલબ્ધ કરાવવામાં આવતી સેવાઓ રોકવામાં આવી શકે છે.

તેથી, હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટીના સમયે તમારી પૉલિસીના રિન્યુઅલમાં કોઈ અંતર કે ગૅપ ન હોવો જોઈએ.

ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરવી: પૉલિસીધારકે વર્તમાન ઇન્શ્યોરન્સ કંપનીને લેખિતમાં સ્વિચ વિશે જાણ કરવાની રહેશે. આ સૂચના હાલના ઇન્શ્યોરન્સ પ્લાનના રિન્યુઅલની તારીખથી 45 દિવસ પહેલાં કરવાની રહેશે.

પ્રીમિયમમાં ફેરફારો: ઇન્શ્યોરન્સ કંપની દ્વારા કોઈપણ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનું પ્રીમિયમ અનેક પરિબળોના આધારે નિર્ધારિત કરવામાં આવે છે. તમારી જૂની ઇન્શ્યોરન્સ કંપનીમાંથી સ્વિચ કરતી વખતે તમારે વધારાનું પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે.

જ્યારે નવા ઇન્શ્યોરર દ્વારા સમાન પ્રકારની પૉલિસી માટે અલગ પ્રીમિયમ વસૂલ કરવામાં આવતું હોય તે કિસ્સાઓમાં આમ થાય છે.

પ્રતીક્ષા અવધિ: પ્રતીક્ષા અવધિ લાગુ પડશે કે નહીં તેનો આધાર કવરેજની મર્યાદા પર રહેશે. જો પૉલિસીધારક કવરેજ વધારવા માંગે છે અને તે ઇન્શ્યોરન્સ કંપની દ્વારા મંજૂર કરવામાં આવે છે, તો પૉલિસીધારક દ્વારા નવી ઇન્શ્યોરન્સ કંપનીના નિયમો અને શરતો અનુસાર પ્રતીક્ષા અવધિ પૂરી કરવાની રહેશે.

તમારે હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી વિશે ક્યારે વિચારવું જોઈએ?

જ્યારે તમે તમારી ઇન્શ્યોરન્સ સેવાઓથી સંતુષ્ટ નથી: દિલ્હીના શ્રી કરણ તેમની હાલની ઇન્શ્યોરન્સ કંપની દ્વારા આપવામાં આવી રહેલી સેવાઓથી સંતુષ્ટ ન હતા, તેથી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પોર્ટ કરવા માંગતા હતા. તેથી, તેમની ઉંમરમાં નાની હોવાથી, તેમને બજાજ આલિયાન્ઝ તરફથી વધુ લાભો પ્રાપ્ત થયા અને હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટ કરાવવાનું નક્કી કર્યું. તેવી જ રીતે, મુંબઈના 58 વર્ષીય શ્રી વિશ્વાસને બજાજ આલિયાન્ઝ તરફથી મળતી વધુ સારી સેવાઓ વિશે માહિતી પ્રાપ્ત થતા તેઓએ પણ હેલ્થ પૉલિસી પોર્ટેબિલિટીનો વિકલ્પ પસંદ કર્યો.

જ્યારે તમને અતિરિક્ત કવર મળતું નથી: બેંગલોરના શ્રીમતી લતા, જ્યારે તેમને બજાજ આલિયાન્ઝ દ્વારા પૉલિસીધારકને ઊંચી વીમાકૃત રકમનો વિકલ્પ ઉપલબ્ધ હોવાની જાણ થઈ, ત્યારે તેઓએ હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટીનો વિકલ્પ પસંદ કર્યો.

જ્યારે તમને વધુ સારા વિકલ્પો મળે છે: જ્યારે તમે બે અલગ ઇન્શ્યોરન્સ કંપનીઓની તુલના કરો છો, ત્યારે તમને દરેક કંપનીના વિવિધ લાભો મળે છે. ચંદીગઢના શ્રીમતી અનિતાએ રિન્યુઅલ, રૂમના ભાડા પર મર્યાદા અને પૉલિસીના પ્રીમિયમ વિશે જાણ્યા પછી બજાજ આલિયાન્ઝમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી કરાવવાનું નક્કી કર્યું.

જ્યારે પારદર્શિતાને લગતી કોઈ સમસ્યા ઉદ્ભવે: બજાજ આલિયાન્ઝ દ્વારા પૉલિસીમાં શામેલ ડૉક્યૂમેન્ટની પારદર્શિતાની ખાતરી કરવામાં આવે છે. પુણેના શ્રી કાર્તિકે કંપનીની પારદર્શિતા નીતિ વિશે ઊંડાણપૂર્વક વાંચ્યા બાદ હેલ્થ પૉલિસી પોર્ટેબિલિટી પસંદ કરી.

હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટીના ફાયદાઓ અને ગેરફાયદાઓ

તમે કોઈ ગેજેટ ખરીદો કે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી, તે તમામના કેટલાક ફાયદાઓ અને ગેરફાયદાઓ હોય છે. અને જો તમે હેલ્થ પૉલિસી પોર્ટેબિલિટીના આ ફાયદાઓ અને ગેરફાયદાઓ વિશે વાંચતા નથી તો બાદમાં તમને પસ્તાવો થઈ શકે છે. તેથી, હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી વિશે વિચારતી વખતે તમારે નીચે જણાવેલ ફાયદાઓ અને ગેરફાયદાઓ વિશે માહિતગાર રહેવું જરૂરી છે. 

ફાયદા  ગેરફાયદાઓ
કન્ટિન્યુઇટીનો લાભ: હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટીના સૌથી મોટા લાભોમાંથી એક એ છે કે તમે તમને મળતા કોઈપણ લાભો ગુમાવતા નથી. તમે લાભો નિરંતર માણી શકો છો. રિન્યુઅલ સમયે હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી: હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની પોર્ટેબિલિટીનો એક ગેરફાયદો એ છે કે તમે તેમ પૉલિસીની અવધિ સમાપ્ત થાય તે પહેલા જ કરાવી શકો છો. 
નો ક્લેઇમ બોનસ જળવાઈ રહે છે: હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી બાદ પણ તમે તમારા નવા ઇન્શ્યોરન્સ પૉલિસી પ્રીમિયમમાં સમાવિષ્ટ નો ક્લેઇમ બોનસને જાળવી રાખો છો.  પ્લાનમાં મર્યાદિત ફેરફારો: તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી માટેના પ્લાનને અંતિમ રૂપ આપ્યા પછી તમારા પ્લાનમાં અનેક ફેરફારો કરી શકતા નથી. જો તમે પ્લાનમાં ફેરફારોને કસ્ટમાઇઝ કરવા માંગો છો, તો પ્રીમિયમ અને અન્ય નિયમો અને શરતો પણ તે અનુસાર બદલવામાં આવશે.
પ્રતીક્ષા અવધિ પર કોઈ અસર નહીં: હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પોર્ટ કરતાં સમયે તમારી પૉલિસીની પ્રતીક્ષા અવધિ પર તેની અસર થતી નથી. વ્યાપક કવરેજ માટે વધુ પ્રીમિયમ: જો તમે તમારા પાછલા પ્લાનની તુલનામાં વધુ કવરેજ ઈચ્છો છો, તો તમારે હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી પછી વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે.

તમારી હેલ્થ પૉલિસી પોર્ટેબિલિટીની વિનંતી ક્યારે નકારવામાં આવી શકે છે?

તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી માટેની વિનંતીને ઇન્શ્યોરર દ્વારા ક્યારેક નકારવામાં આવી શકે છે. તેથી તમારે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને પોર્ટ કરવા માટે જરૂરી એવી કેટલીક બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે.

જ્યારે તમે અધૂરી માહિતી પ્રદાન કરો છો: હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટીના સમયે નવા ઇન્શ્યોરન્સ પ્રદાતા સાથે તમારી પારદર્શિતા જરૂરી છે. ઇન્શ્યોર્ડ વ્યક્તિ અને તે સંબંધિત પૂરી માહિતી ન આપવી એ તમારા ક્લેઇમના અસ્વીકારનું કારણ બની શકે છે. તેથી ઇન્શ્યોરરનો વ્યક્તિગત રીતે સંપર્ક કરીને જરૂરી માહિતી પ્રદાન કરવાની સલાહ આપવામાં આવે છે.

ડૉક્યૂમેન્ટ સબમિટ કરવામાં વિલંબ: હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટીની પ્રક્રિયા પૉલિસીધારકે ચોક્કસ સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે. તેથી, તમારે તમારા ડૉક્યૂમેન્ટ સબમિટ કરવામાં વિલંબ કરવો જોઈએ નહીં તેમજ તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પોર્ટ કરવાનું પ્લાન કરો છો તેની જાણ ઇન્શ્યોરરને કરવી જોઈએ.

ક્લેઇમનો ઇતિહાસ પણ મંજૂરીને અસર કરી શકે છે: અગાઉ જો ક્લેઇમ કરવામાં છેતરપિંડી કરવામાં આવેલ હોય તો નકારવાની સંભાવના ઘણી વધી જાય છે. જો આપવામાં આવેલ માહિતીમાં કોઈપણ છેતરપિંડી અથવા ખોટી રીતે રજૂઆત કરવામાં આવી હોય તો ઇન્શ્યોરન્સ કંપની હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી માટેની તમારી વિનંતીને નકારવાનો અધિકાર ધરાવે છે.

તમારી પાછલી પૉલિસીની સમયસીમા હજી સુધી સમાપ્ત થઈ નથી?

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

બજાજ આલિયાન્ઝ શા માટે?

 • ઈન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ સર્વિસ..
 • ક્લેઇમનું ઇન-હાઉસ ઝડપી સેટલમેન્ટ..
 • ક્લિન અન્ડરરાઇટિંગ પ્રથાઓ સાથે કંપનીનું સાતત્યપૂર્ણ પ્રદર્શન.
 • અન્ય બિઝનેસની સાથે હૉસ્પિટલાઇઝેશન કવર, વ્યક્તિગત અકસ્માતના કવર, ટોપ અપ ગંભીર બીમારીઓ, હૉસ્પિટલ કૅશ જેવી વિવિધ પ્રૉડક્ટ્સ.
 • સમગ્ર ભારતમાં કૅશલેસ લાભ પ્રદાન કરે છે.
 • બજારમાં ઈ-ઓપિનિયન પ્રદાન કરતી એકમાત્ર કંપની.

હેલ્થ ઇન્શ્યોરન્સ શા માટે?

સ્વાસ્થ્ય આપણા જીવનનું સૌથી વધુ મહત્વનું પરિબળ છે. તેની ખૂબ કાળજીપૂર્વક સુરક્ષા જરૂરી છે. આપણી વર્તમાન જીવનશૈલીને કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં વધારો કરી શકે છે. તેવી સ્થિતિમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી જરૂરી છે.

video_alt

તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટ કરો તે પહેલાં જાણવા જેવી બાબતો

તબીબી કટોકટી તમારા શરીર, મન અને ખિસ્સા પર પણ પ્રતિકૂળ અસરો કરી શકે છે. જો કોઈ વ્યક્તિ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ધરાવતી નથી, તો તેની સંપૂર્ણ બચત એક જ વારમાં ઓછી થઈ શકે છે. તેથી, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના તમામ લાભો મેળવવા માટે વ્યક્તિએ યોગ્ય કવર ખરીદવું આવશ્યક છે. જો તમે પૉલિસી ખરીદતી વખતે તમારી જરૂરિયાતો, જીવનશૈલી અને કવરેજને ધ્યાનમાં લેતા નથી તો તેની અસર તમારા ક્લેઇમની રકમ પર પડી શકે છે. તેથી, હેલ્થ ઇન્શ્યોરન્સ નવી કંપનીમાં પોર્ટ કરતી વખતે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે.
Drive Smart Benefit Smart Benefit

હાલની પૉલિસીની સમાપ્તિની તારીખ

અવધિ સમાપ્ત થયા પછી તમે તમારી પૉલિસીને પોર્ટ કરી શકતા નથી. તેથી, તમારે રિન્યુઅલની તારીખ વિશે સાવચેત રહેવું પડશે વધુ વાંચો

હાલની પૉલિસીની સમાપ્તિની તારીખ

એકવાર સમાપ્ત થયા પછી તમે તમારી પૉલિસીને પોર્ટ કરી શકતા નથી. તેથી, તમારે તમારી પૉલિસીની રિન્યુઅલ તારીખ વિશે સાવચેત રહેવું પડશે કારણ કે તમે તેને રિન્યુઅલ સમયે જ પોર્ટ કરી શકો છો. વધુમાં, તમારે રિન્યુઅલની તારીખથી 45 દિવસ પહેલાં પોર્ટિંગ વિશે વર્તમાન ઇન્શ્યોરરને જાણ કરવાની રહેશે

રિજેક્શન ટાળવા માટે પ્રામાણિક રહો

તમારે નવા ઇન્શ્યોરન્સ પ્રદાતા સાથે પારદર્શિતા જાળવવી આવશ્યક છે. તમારે તમામ વધુ વાંચો

રિજેક્શન ટાળવા માટે પ્રામાણિક રહો

તમારે નવા ઇન્શ્યોરન્સ પ્રદાતા સાથે પારદર્શિતા જાળવવી આવશ્યક છે. ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા દાવાનો અસ્વીકાર ટાળવા માટે તમારી તમામ મેડિકલ હિસ્ટ્રી અને ક્લેઇમ હિસ્ટ્રી વિશે માહિતી આપવી જરૂરી છે.

સમાન પ્લાન્સ, વિવિધ લાભો

યાદ રાખો કે વિવિધ ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા ઑફર કરવામાં આવતા એકસરખા પ્લાન તમને વિવિધ લાભો પ્રદાનવધુ વાંચો

સમાન પ્લાન્સ, વિવિધ લાભો

યાદ રાખો કે વિવિધ ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા ઑફર કરવામાં આવતા એકસરખા પ્લાન તમને વિવિધ લાભો પ્રદાન કરી શકે છે. તેથી, તમારે લાભો વિશે કોઈ ધારણા કરવાને બદલે વસ્તુઓ ધ્યાનથી વાંચવી જરૂરી છે.

મર્યાદા અને ઉપ-મર્યાદા

હેલ્થ ઇન્શ્યોરન્સના દરેક પ્રકારના કવરેજ પર ક્લેઇમ કરવા પાત્ર રકમ પર ચોક્કસ મર્યાદા હોય છે વધુ વાંચો

મર્યાદા અને ઉપ-મર્યાદા

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના દરેક પ્રકારના કવરેજ પર ક્લેઇમ કરી શકાય તેવી રકમ પર એક ચોક્કસ મર્યાદા હોય છે. ઉદાહરણ તરીકે, રૂમનું દૈનિક ભાડું રુ.3500 સુધી મર્યાદિત હોઇ શકે છે. તેથી, જ્યારે તમે તમારી પૉલિસી પોર્ટ કરો ત્યારે તમારે આવી મર્યાદાઓ જાણવી જરૂરી છે. પૉલિસી પોર્ટ કરતા પહેલાં, મર્યાદા અને ઉપ-મર્યાદા તમારા માટે યોગ્ય હોવાની ખાતરી કરો.

Health Insurance Portability FAQs

હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો

હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટીના શું લાભ છે?

હેલ્થ પૉલિસી પોર્ટેબિલિટીના કેટલાક નીચે જણાવ્યા મુજબના લાભો છે:

 • તમને તમારી જરૂરિયાતો માટે અનુકૂળ પૉલિસીઓ મળે છે.
 • ચૂકવવામાં આવેલ પ્રીમિયમ માટે વધુ સારું વળતર.
 • સમ ઇન્શ્યોર્ડમાં વૃદ્ધિ કરી શકવાની સંભાવના.
 • ઝંઝટ-મુક્ત ક્લેઇમ-સેટલમેન્ટ.
 • તમે કવરેજ કન્ટીન્યુ રાખવાનો આનંદ માણી શકો છો.
 • નો ક્લેઇમ બોનસ આગળ લઈ જઈ શકાય છે.

 

કઈ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓને પોર્ટ કરી શકાય છે?

તમે જનરલ ઇન્શ્યોરન્સ કંપની અથવા વિશેષ હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા આપવામાં આવેલ કોઈપણ વ્યક્તિગત અથવા ફેમિલી પૉલિસીઓ પોર્ટ કરી શકો છો. 

હું મારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને પોર્ટ કરવા માગું છું. તે માટે શું પ્રક્રિયા હોય છે?

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પોર્ટ કરવા માટે તમે આ પગલાંઓને અનુસરી શકો છો:

 •  ઇન્શ્યોર્ડ વ્યક્તિના નામ અને ઉંમર સહિત હાલની ઇન્શ્યોરન્સ વિગતો સાથે પોર્ટેબિલિટી ફોર્મ ભરો.
 •  નવી ઇન્શ્યોરન્સ કંપની માટે સંપૂર્ણ વિગતો ધરાવતું પ્રપોઝલ ફોર્મ ભરો.
 •  સંબંધિત ડૉક્યૂમેન્ટ સબમિટ કરો.

હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી દરમિયાન મારા સંચિત બોનસ અને પ્રતીક્ષા અવધિનું શું થાય છે?

તમે તમારા સંચિત બોનસને આગળ લઈ જઈ શકો છો અને પ્રતીક્ષા અવધિમાં સીમલેસ ઘટાડા સાથે પૉલિસીના લાભો ચાલુ રાખી શકો છો. તેથી, હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટીના સમયે તમારા પ્રતિક્ષા અવધિ અને કન્ટિન્યુઇટી બેનિફિટની ગણતરી કરવામાં આવે છે.

શું કોઈ અતિરિક્ત પોર્ટેબિલિટી શુલ્ક ભરવાનો હોય છે?

ના, હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી માટે કોઈ પોર્ટેબિલિટી શુલ્ક નથી. જોકે કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓમાં આમ હોઇ શકે છે, પરંતુ બજાજ આલિયાન્ઝમાં આવું કોઈ શુલ્ક નહીં હોવાની તમે ખાતરી રાખી શકો છો. 

શું હું ઇન્શ્યોરન્સ કંપની બદલતી વખતે મારી સમ ઇન્શ્યોર્ડમાં ફેરફાર કરી શકું છું?

હા, તમે નવી ઇન્શ્યોરન્સ કંપની સાથે તમારી સમ ઇન્શ્યોર્ડમાં ફેરફાર કરી શકો છો, જો કે, નવા ઇન્શ્યોરરની પસંદગીના આધારે તેનો સ્વીકાર કરવામાં આવશે. 

જો હું હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી કરાવું છું, તો શું મારે કોઈ મેડિકલ ચેક-અપ કરાવવાની જરૂર છે?

તે નવા ઇન્શ્યોરર દ્વારા પ્રદાન કરેલી પૉલિસીના નિયમો પર આધારિત છે. જો તમને તબીબી ઔપચારિકતાઓ માટે સમય આપવામાં આવેલ છે, તો તમારે આપેલ સમયગાળામાં તે કરવાનું રહેશે. 

મારે પોર્ટેબિલિટી માટે ક્યારે અરજી કરવી જોઈએ?

તમારે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની રિન્યુઅલની તારીખના 60 દિવસ પહેલાં અરજી કરવી જોઈએ. આનું કારણ એ છે કે સમાપ્તિની તારીખ પહેલાં પોર્ટિંગ ન કરવું અને હાલના ઇન્શ્યોરન્સ પ્રદાતાને પ્રીમિયમ ચૂકવવામાં નિષ્ફળતા એ તમારી પૉલિસીમાં ગૅપ માનવામાં આવે છે, જેને કારણે પોર્ટેબિલિટીની વિનંતી નકારવામાં આવી શકે છે. 

શું મારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પોર્ટ કરતી વખતે હું કંઈ ગુમાવું છું?

ના, તમે સંચિત બોનસ અને પ્રતીક્ષા અવધિ જેવી વસ્તુઓ ગુમાવતા નથી.

શું હું કોઈપણ સમયે હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટ કરી શકું છું?

ના, માત્ર તમે તમારી વર્તમાન પૉલિસીની સમયસીમા સમાપ્ત થાય તે પહેલાં જ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પોર્ટ કરી શકો છો. તેથી, તમારી હાલની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરવાની તારીખના 45 દિવસ પહેલાં તમારે ઇન્શ્યોરરને જાણ કરવી જરૂરી છે.

મારી હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટીની વિનંતી નકારવામાં આવી હતી. હવે શું કરવું?

ઇન્શ્યોરર દ્વારા તમારી વિનંતીને નકારવાના કારણો જણાવવામાં આવ્યા હોવા જોઈએ. તેથી, તમારે ફોર્મ સબમિશનમાં રહેલી ક્ષતિઓને દૂર કરવા માટે તેમના પર કામ કરવું આવશ્યક છે. તમારે ઇન્શ્યોરરને તમારા વિશે અને વર્તમાન ઇન્શ્યોરન્સ પૉલિસીના તમારા ક્લેઇમ ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી પ્રદાન કરવી જરૂરી છે. જરૂરી ડૉક્યૂમેન્ટ સબમિટ કરવામાં કોઈ વિલંબ થવો જોઈએ નહીં. 

શું બે અલગ ઇન્શ્યોરન્સ કંપનીઓ પાસેથી હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ ખરીદવું યોગ્ય વિકલ્પ છે?

જો તમે વિવિધ ઇન્શ્યોરર પાસેથી એક સરખું કવરેજ ધરાવતા પ્લાન્સ ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો તે યોગ્ય નથી. તેથી, તમારે બે અલગ ઇન્શ્યોરર દ્વારા પ્રદાન કરેલા બંને કવરેજ પ્લાન્સ વચ્ચેના તફાવતને ધ્યાનમાં લેવું જોઈએ અને તમારી જરૂરિયાતોને અનુરૂપ પ્લાન્સ અને કંપનીઓ સાથે આગળ વધવું જોઈએ. અલગ અલગ ઇન્શ્યોરર પાસેથી બે અલગ કવરેજ ખરીદવાથી તમને મોટી તબીબી ઇમરજન્સીમાં મદદ મળી શકે છે.

શું પહેલાની કોઈપણ તબીબી સ્થિતિની અસર પ્રીમિયમ પર પડી શકે છે?

જો કોઈ પ્રતિકૂળ તબીબી ઇતિહાસ હોય, તો આઈઆરડીએને આપવામાં આવેલ પ્રૉડક્ટની માનક માર્ગદર્શિકા મુજબ લોડિંગ લાગુ થઈ શકે છે.

પોર્ટેબિલિટી વિનંતીઓને નકારવાના કારણો

 • માહિતી અધૂરી હોઇ શકે છે.
 • ડૉક્યૂમેન્ટ સબમિટ કરવામાં વિલંબ થયો હોઈ શકે છે અથવા સબમિટ કરેલા ડૉક્યૂમેન્ટમાં કોઈ ભૂલ હોઈ શકે છે.
 • અન્ડરરાઇટિંગ રિજેક્શન - ક્લેઇમ હિસ્ટ્રી, મેડિકલ પ્રોફાઇલિંગ, અગાઉની ઇન્શ્યોરન્સ કંપનીના કવરેજમાં તફાવત અને નવી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પસંદ કરેલ પ્રૉડક્ટને કારણે.
 • પૉલિસી રિન્યુઅલમાં બ્રેક પણ હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી વિનંતીઓને નકારવાનું અન્ય કારણ હોઈ શકે છે.
 • જો ઉંમર માપદંડ કરતાં વધુ હોય.

પોર્ટિંગના બદલે, શું હું મારા વર્તમાન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતા સાથે મારો પ્લાન બદલી શકું છું?

હા, તમે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના રિન્યુઅલ સમયે પ્લાન અને કવરેજમાં ફેરફારો કરી શકો છો. આ ફેરફારો કરવા માટે તમારે હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટ કરવાની જરૂર નથી. 

ગ્રાહકના રિવ્યૂ અને રેટિંગ

સરેરાશ રેટિંગ:

4.75

(3,912 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)

વિક્રમ અનિલ કુમાર

મારી હેલ્થ કેર સુપ્રીમ પૉલિસીના નવીકરણની સુવિધામાં તમે મને જે સહયોગ આપ્યો છે તેનાથી હું ખરેખર આનંદ અનુભવું છું. ખૂબ ખૂબ આભાર. 

પૃથ્વી સિંહ મિયાન

લૉકડાઉન દરમિયાન પણ ક્લેઇમ સેટલમેન્ટની સારી સેવા હતી. જેથી હું મહત્તમ ગ્રાહકને બજાજ આલિયાન્ઝ હેલ્થ પૉલિસી વેચી શક્યો

આમાગોંડ વિત્તપ્પા આરાકેરી

બજાજ આલિયાન્ઝ દ્વારા ઉત્કૃષ્ટ સેવા, તકલીફ વિનાની સેવા, ગ્રાહકો માટે મૈત્રીપૂર્ણ સાઇટ, જે સમજવા અને વાપરવા માટે આસાન અને સરળ. ગ્રાહકોને આનંદપૂર્વક સેવા આપવા બદલ ટીમનો આભાર ...

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

કૉલ બૅક માટે વિનંતી કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય વિકલ્પ પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો
કૃપા કરીને ચેકબૉક્સ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

લિખિત: બજાજ આલિયાન્ઝ - અપડેટેડ: 16 મે 2022

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

 • પસંદ કરો
  કૃપા કરીને પસંદ કરો
 • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે