પ્રોડક્ટ
રિન્યુ કરો
ક્લેમ
સપોર્ટ
એક પ્રતિનિધિ બનો
સૂચિત કરેલું
Health Blog
29 માર્ચ 2021
803 Viewed
Contents
ભારતમાં રહેતા વ્યક્તિનો સરેરાશ તબીબી ખર્ચ દર વર્ષે વધી રહ્યો હોવાથી, એવું કહી શકાય છે કે વ્યક્તિનું સરેરાશ સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે. આનો અર્થ એ છે કે આપણને ચેપ લાગવાની શક્યતા આપણાં માતાપિતા કરતાં વધુ છે અને આપણાં માતાપિતાને રોગ થવાની શક્યતા તેમની આગલી પેઢી કરતાં વધુ છે. આવી સમસ્યાઓ સાથે સંકળાયેલા આર્થિક જોખમને ઘટાડવા માટે આપણે હેલ્થ ઇન્શ્યોરન્સ લઈએ છીએ. ઘણીવાર સ્વાસ્થ્ય વીમો કોઈ પૉલિસી એવી વિવિધ જોગવાઈઓ સાથે આવે છે જે આપણી સમજની બહાર હોય છે. આવી એક જોગવાઈ પહેલેથી હોય તેવી બીમારીઓને લગતી હોઈ શકે છે.
આઈઆરડીએઆઈની વ્યાખ્યા પ્રમાણે પહેલેથી હોય તેવી બીમારી એટલે એવી સ્થિતિ, નાની બીમારી, ઇજા કે રોગ, જે ઇન્શ્યોરર દ્વારા ઇશ્યૂ કરવામાં કે રીઇન્સ્ટેટ કરવામાં આવેલ પૉલિસી શરૂ થવા તારીખથી 48 મહિના પહેલા ફિઝિશિયન દ્વારા નિદાન કરવામાં આવેલ હોય અથવા ઇન્શ્યોરર દ્વારા ઇશ્યૂ કરવામાં કે રીઇન્સ્ટેટ કરવામાં આવેલ પૉલિસી શરૂ થવા તારીખથી 48 મહિના પહેલા જેની ફિઝિશિયન દ્વારા કે ફિઝિશિયન પાસે સલાહ કે સારવાર લેવાની ભલામણ કરવામાં આવેલ હોય અથવા લેવામાં આવેલ હોય. સરળ શબ્દોમાં કહીએ તો, પહેલેથી હોય તેવી બીમારી એટલે એવી કોઈ બીમારી જેનું નિદાન તમે પૉલિસી ખરીદો તેના પહેલાના 2 વર્ષની અંદર કરવામાં આવેલ છે. તે લાંબા ગાળે ગંભીર રોગ બની શકે છે.
હેલ્થ ઇન્શ્યોરન્સમાં પહેલેથી હોય તેવી બીમારીઓમાં સામાન્ય રીતે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડ અને કોલેસ્ટ્રોલ જેવા સામાન્ય રોગો શામેલ છે. એ સમજવું જરૂરી છે કે તાવ, વાયરલ ફ્લુ, કફ અને શરદી વગેરે જેવા સામાન્ય રોગો કે જે લાંબે ગાળે ગંભીર બીમારીનું સ્વરૂપ લેવાની કોઈ સંભાવના નથી, તે પહેલેથી હોય તેવી બીમારીઓમાં શામેલ નથી.
હેલ્થ ઇન્શ્યોરન્સમાં પહેલેથી હોય તેવી બીમારી એટલે શું તે જાણ્યા પછી લોકોનો એક સામાન્ય પ્રશ્ન છે કે શું પહેલેથી હોય તેવી બીમારી સંબંધિત તમામ ક્લેઇમને હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજમાંથી બાકાત કરવામાં આવે છે. તેનો જવાબ 'ના' છે’. આવી બીમારીઓ સંબંધિત ક્લેઇમને પ્રતિક્ષા અવધિ પૂર્ણ થયા પછી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા વળતર આપવામાં આવે છે. આ વેટિંગ પીરિયડ એ સમય છે જે દરમિયાન ઇન્શ્યોરન્સ લેનાર પહેલેથી હોય તેવી બીમારી સંબંધિત ક્લેઇમ કરી શકતા નથી. આ સમયગાળો સામાન્ય રીતે 2 થી ચાર વર્ષ સુધીનો હોય છે અને તેનો આધાર કંપની પર પણ રહેલો છે. જો તમે નજીકના ભવિષ્યમાં આ બીમારીને લગતો ક્લેઇમ કરવાની અપેક્ષા રાખો છો તો ઓછી પ્રતીક્ષા અવધિ ધરાવતી પૉલિસીને લેવાની સલાહ આપવામાં આવે છે.
સૌ પ્રથમ, પહેલેથી હોય તેવી બીમારીના અર્થની સમજણ સંભવિત પૉલિસીધારકને આપવી જોઈએ, જેના વડે તેઓ તેમને આવી કોઈ તકલીફ છે કે નહીં તેની તપાસ કરીને નક્કી કરી શકે છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે પહેલેથી હોય તેવી બીમારી માટે વધુ ઉચ્ચ વીમાકૃત રકમ ની ભલામણ કરવામાં આવે છે.
ઇન્શ્યોરન્સ કંપની તમને તમારી તબિયતને લગતી અન્ય તકલીફો વિશે પણ પૂછી શકે છે; અન્ય કંપનીઓ માત્ર છેલ્લા 2 થી 5 વર્ષનો તબીબી ઇતિહાસ પસંદ કરે છે. આનો આધાર પ્રોવાઇડર અને પૉલિસીના નિયમો અને શરતો પર રહેલો છે. તમામ વિગતો ખરેખરી અને સંપૂર્ણપણે જાહેર કરવી એ પૉલિસીધારકના હિતમાં છે.
પહેલેથી હોય તેવી બિમારીઓની ઓળખ માટે તમારે એક મેડિકલ ચેક-અપ જે તમારા સ્વાસ્થ્યની સ્થિતિ નિર્ધારિત કરી શકે છે.
જો તમે નજીકના ભવિષ્યમાં પરિસ્થિતિ વધુ ખરાબ થવાની અપેક્ષા રાખી રહ્યા છો, તો ટૂંકી પ્રતીક્ષા અવધિ ધરાવતી પૉલિસી પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે. આ વ્યક્તિની તબીબી સ્થિતિઓના આધારે વ્યક્તિગત મૂલ્યાંકન છે.
પહેલેથી હોય તેવી બિમારી જાહેર ન કરવાને પરિણામે પૉલિસીનું રિન્યુઅલ નકારવામાં આવી શકે છે અથવા આવા રોગો માટે કરેલા ક્લેઇમનો અસ્વીકાર કરવામાં આવી શકે છે.
હા, સામાન્ય રીતે ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ની રકમ પહેલેથી હોય તેવી બિમારીઓના કિસ્સામાં વધુ હોય છે કારણ કે આવા કિસ્સાઓમાં ક્લેઇમ કરવામાં આવે તેની શક્યતા વધુ હોય છે.
શું પહેલેથી હોય તેવી બીમારીઓ માટે પ્રતીક્ષા અવધિ ઘટાડવાનો કોઈ રસ્તો છે? હા, પ્રીમિયમ ઉપરાંત કેટલીક રકમ ચૂકવ્યા પછી પ્રતીક્ષા અવધિ એક વર્ષ જેટલો ઓછો કરી શકાય છે. શું પહેલેથી હોય તેવી બીમારીની અસર કવરેજની રકમ પર થાય છે? ના, કોઈપણ ઇન્શ્યોરન્સનું કવરેજ વ્યક્તિગત નિર્ણય છે અને પહેલેથી હોય તેવી બીમારીઓ સાથે કોઈ સંબંધ નથી. રમેશનો પ્રશ્ન, "મને હાર્ટ અટૅક આવ્યો હતો અને બાયપાસની જરૂર હતી. આની જાણ મને પૉલિસી લીધાના છ મહિના બાદ થઈ. શું તે પહેલેથી હોય તેવી બીમારી કહેવાશે??” ના, પૉલિસી લીધા પછી તે શરત વિશે જાણ થઈ હોવાથી, તેને કહી શકાતી નથી પહેલાંથી હાજર બીમારી. ધ્યાનાનો પ્રશ્ન, "જો મને પહેલેથી હોય તેવી બીમારી વિશે જાણ હોય, પરંતુ હું તેની જાણ ઇન્શ્યોરન્સ કંપનીને કરતી નથી, અને પછી આ સ્થિતિને કારણે મને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, અને હું તે માટે ક્લેઇમ કરું છું, તો શું થશે?" ઇન્શ્યોરન્સ કંપની પહેલેથી હોય તેવી બીમારી જાહેર નહીં કરવા બદલ ક્લેઇમને નકારી શકે છે.
50 Viewed
5 mins read
08 નવેમ્બર 2024
113 Viewed
5 mins read
07 નવેમ્બર 2024
341 Viewed
5 mins read
17 એપ્રિલ 2025
33 Viewed
5 mins read
17 એપ્રિલ 2025
What makes our insurance unique
With Motor On-The-Spot, Health Direct Click, etc we provide fast claim process , Our sales toll free number:1800-209-0144