Loader
Loader

રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

પર્સનલ એક્સિડેન્ટ ઇન્શ્યોરન્સ પૉલિસી: પર્સનલ ગાર્ડ

અણધાર્યા અકસ્માતો સામે સંપૂર્ણ સુરક્ષા

Personal accident insurance policy by Bajaj Allianz

તમારા અને તમારા પરિવાર માટે વ્યાપક અકસ્માત ઇન્શ્યોરન્સ પ્લાન

તમારા લાભો અનલૉક કરો

બાળકોના શિક્ષણનો લાભ

હૉસ્પિટલ કન્ફાઇનમેન્ટ ભથ્થું

આકસ્મિક ઇજા સામે કવર

બજાજ આલિયાન્ઝ પર્સનલ ગાર્ડ શા માટે પસંદ કરવું જોઈએ?

એક અકસ્માત તમારું જીવન 60 સેકન્ડથી પણ ઓછા સમયમાં કાયમ માટે બદલી શકે છે. તમારી અથવા તમારા પરિવારના કોઈપણ સભ્ય સાથે કોઈપણ સ્થળે અને કોઈપણ સમયે આમ બની શકે છે; અને તમારે તે માટે તૈયાર રહેવાની જરૂર છે. ભવિષ્ય, કે જેમાં જોઈ શકાતું નથી, તેમાં શું રહેલું છે તે આપણે જાણતા નથી પણ તેનો સામનો કરવા માટે આપણે હંમેશા તૈયાર રહી શકીએ છીએ.

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યૉરન્સ આ વાતને સમજે છે અને અમારી પર્સનલ ગાર્ડ વીમા પૉલીસી તમને અણધાર્યા અકસ્માતોને કારણે ઉદ્ભવતી પરિસ્થિતિઓ સામે કવર આપવા માટે બનાવવામાં આવેલ છે. આ હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલીસી તમને અકસ્માત બાદ, તમારું મેડિકલ બિલ ચૂકવીને, બાળકોના ભણતર માટેના લાભ પૂરા પાડીને અને બીજી અન્ય રીતે તમારું જીવન સામાન્ય બનાવવામાં મદદ કરે છે.

અમારી પર્સનલ ગાર્ડ પૉલીસીના માધ્યમથી તમારી આર્થિક સુરક્ષા સલામત હાથોમાં છે, કે જે તમને અને તમારા કુટુંબને અકસ્માતને કારણે થતી શારિરીક ઇજા, વિકલાંગતા કે મૃત્યુના કિસ્સામાં કવર પૂરું પાડે છે.

આ પૉલિસી હેઠળ ઉપલબ્ધ વિવિધ પ્રકારના કવરને સમજવા માટે, અહીં ક્લિક કરો.

Sl / ઉંમર

બેસિક

વિસ્તૃત

વ્યાપક

મૃત્યુ

     

કાયમી સંપૂર્ણ વિકલાંગતા

     

કાયમી આંશિક વિકલાંગતા

     

થોડા સમય માટેની સંપૂર્ણ વિકલાંગતા

     

બાળકોના શિક્ષણ માટેનું બોનસ

     

વીમાકૃત રકમ

     

તબીબી ખર્ચ + હૉસ્પિટલ કન્ફાઇનમેન્ટ

     

પર્સનલ ગાર્ડ હેઠળ અમે ઘણું બધું ઑફર કરીએ છીએ

મુખ્ય સુવિધાઓ

એક પૉલિસી જે નીચેની વિશિષ્ટતાઓ દ્વારા અકસ્માત સામે સુરક્ષા પ્રદાન કરે છે :

  • વ્યાપક કવર

    આ પૉલિસી આની સામે સુરક્ષા પૂરી પાડે છે:

    • મૃત્યુ: અકસ્માતને કારણે મૃત્યુના કિસ્સામાં, વીમાકૃત રકમના 100% તમારા નૉમિનીને ચૂકવવાપાત્ર રહેશે.
    • કાયમી સંપૂર્ણ વિકલાંગતા (પીટીડી): અકસ્માતને કારણે પીટીડીના કિસ્સામાં, વીમાકૃત રકમના 125% વળતર મેળવો.
    • કાયમી આંશિક વિકલાંગતા (પીપીડી): અકસ્માતને કારણે કાયમી આંશિક વિકલાંગતાના કિસ્સામાં, અમે વીમાકૃત રકમની ટકાવારીની ચુકવણી નીચે લાગુ પ્રમાણે કરીશું:

      લાભોના પ્રમાણનું વર્ણન

      વીમાકૃત રકમના % તરીકે વળતર

      ખભાના સાંધા પાસેનો હાથ

      70

      કોણીના સાંધાની ઉપરનો હાથ

      65

      કોણીના સાંધાની નીચેનો હાથ

      60

      કાંડા પાસેનો હાથ

      55

      હાથનો અંગૂઠો

      20

      હાથની પહેલી આંગળી

      10

      કોઈ અન્ય આંગળી

      5

      સાથળના મધ્ય ભાગથી ઉપરનો પગ

      70

      સાથળના મધ્ય ભાગ સુધીનો પગ

      60

      ઢીંચણથી નીચેનો પગ

      50

      પગની પિંડી ના મધ્ય ભાગ (mid-calf) સુધીનો પગ

      45

      એડી પાસેનો પગ

      40

      પગનો અંગૂઠો

      5

      અન્ય કોઈ અંગૂઠો

      2

      આંખ

      50

      એક કાનમાં સાંભળવાની તકલીફ

      30

      બંને કાનમાં સાંભળવાની તકલીફ

      75

      સૂંઘવાની શક્તિ

      10

      સ્વાદ પારખવાની શક્તિ

      5

    • હંગામી સંપૂર્ણ વિકલાંગતા (TTD): TTDના કિસ્સામાં, તમે વીમાકૃત રકમના 1% અથવા દર અઠવાડિયે ₹5,000, જે ઓછું હોય તે, મેળવવા પાત્ર છો.
  • બાળકોના શિક્ષણનો લાભ

    મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં, દરેક આશ્રિત બાળક માટે, 2 સુધી, જો તમારા અકસ્માતની તારીખે તેઓ 19 વર્ષથી નાના હોય, તો ₹5,000 ની એક વખતની ચુકવણી તેમના શિક્ષણની કિંમત માટે ચૂકવવાપાત્ર રહેશે.

  • હૉસ્પિટલ કન્ફાઇનમેન્ટ ભથ્થું

    જો કલેઇમ મૃત્યુ, કાયમી સંપૂર્ણ વિકલાંગતા, કાયમી આંશિક વિકલાંગતા અથવા હંગામી સંપૂર્ણ વિકલાંગતા હેઠળ સ્વીકારવામાં આવે, તો અમે તમને પૉલિસીના સમયગાળા દીઠ, મહત્તમ 30 દિવસ સુધી, હૉસ્પિટલાઇઝેશનના પ્રત્યેક દિવસ માટે ₹ 1,000 ની ચુકવણી કરીશું.

  • આકસ્મિક ઈજાને કારણે ઉદ્ભવતા તબીબી ખર્ચને આવરી લે છે

    જો કલેઇમ મૃત્યુ, કાયમી સંપૂર્ણ વિકલાંગતા, કાયમી આંશિક વિકલાંગતા અથવા હંગામી સંપૂર્ણ વિકલાંગતા હેઠળ સ્વીકારવામાં આવે, તો આકસ્મિક ઇજાને કારણે થયેલ તબીબી ખર્ચની માન્ય ક્લેઇમની રકમના 40% અથવા તબીબી બિલની વાસ્તવિક રકમ, બેમાંથી જે પણ ઓછું હશે તે, તેની અમે ભરપાઈ કરીશું.

અમારા અકસ્માત વીમા પ્લાન વિશે વધુ જાણવા માટે આ વિડિયો જુઓ.

Video

ક્લેઇમની પ્રક્રિયા

અકસ્માતમાં થયેલ કોઈપણ શારીરિક ઈજા/મૃત્યુના કિસ્સામાં કૃપા કરીને નીચે જણાવેલ પ્રક્રિયાને અનુસરો:

  1. તમારે અથવા તમારા વતી ક્લેઇમ કરનાર તમારા સગા વ્હાલાએ 30 દિવસની અંદર અમને લેખિતમાં જાણ કરવાની રહેશે.
  2. તમારે તુરત જ ડોકટરની સલાહ લેવી જોઇએ અને તેઓ જે સલાહ અને સારવાર સૂચવે તેનું પાલન કરવું જોઈએ.
  3. શારીરિક ઈજાની પરિણામી અસરો ઓછી કરવા માટે તમારે યોગ્ય પગલાં લેવા જોઈએ.
  4. તમારે અમારા તબીબી સલાહકારો (જો જરૂરી હોય તો) દ્વારા તમારી તપાસ કરવી આવશ્યક છે.
  5. તમારે અથવા તમારા વતી ક્લેઇમ કરનાર તમારા સગા વ્હાલાએ, ક્લેઇમની ચકાસણી અને ચુકવણી કરવા માટે જરૂરી તમામ ડૉક્યૂમેન્ટ અને માહિતી પ્રદાન કરવી આવશ્યક છે.
  6. તમારી મૃત્યુના કિસ્સામાં જે પ્રિયજન જે તમારા વતી દાવો કરી રહ્યો છે તેમણે અમને લેખિતમાં જાણ કરવાની રહેશે અને અમને 30 દિવસની અંદર પોસ્ટ-મૉર્ટમ રિપોર્ટની નકલ મોકલવાની રહેશે (જો જરૂરી હોય તો).
  7. દાવા ફોર્મ સાથે સબમિટ કરવાના અન્ય સંબંધિત દસ્તાવેજો નીચે મુજબ છે:

મૃત્યુ

  • નૉમિની/કાનૂની વારસદારની સહી સાથેનું, યોગ્ય રીતે ભરેલ ક્લેઇમ ફોર્મ.
  • પોલીસ પંચનામા/પૂછપરછ પંચનામાની, FIR ની, પોસ્ટ-મૉર્ટમ રિપોર્ટની અને મૃત્યુના પ્રમાણપત્રની એક નકલ.
  • શરીરની અંદરના અવયવો (viscera) ના રિપોર્ટની પ્રમાણિત કૉપી (જો તે સચવાયેલ હોય અને જે પોસ્ટ-મૉર્ટમ રિપોર્ટ પર ઉલ્લેખિત છે તેમ વધુ વિશ્લેષણ માટે મોકલવામાં આવેલ હોય તો જ).
  • વીમો લેવામાં આવેલ વ્યક્તિના નૉમિની/કાનૂની વારસદારની NEFT વિગતો અને રદ કરેલ ચેક.
  • તમારા આધાર કાર્ડ, અથવા કોઈ અન્ય સરકારી ફોટો ઓળખપત્ર અને પાન કાર્ડ ની નકલ. જો તમારું ઓળખપત્ર ઇન્શ્યોરન્સ લેતી વખતે અથવા પહેલાના દાવા સમયે પૉલીસી સાથે સંકળાયેલ હોય તો આ ફરજિયાત નથી.

PTD (કાયમી સંપૂર્ણ વિકલાંગતા), PPD (કાયમી આંશિક વિકલાંગતા) અને TTD (હંગામી સંપૂર્ણ વિકલાંગતા)

  • વીમેદાર દ્વારા સહી કરેલ અને યોગ્ય રીતે ભરવામાં આવેલ ક્લેઇમ ફોર્મ.
  • સરકારી હૉસ્પિટલના સિવિલ સર્જન તરફથી વિકલાંગતાની ટકાવારી દર્શાવતી વિકલાંગતા પ્રમાણપત્રની પ્રમાણિત નકલ.
  • વિકલાંગતાને પ્રમાણિત કરતાં એક્સ-રે અને મેડિકલ પરીક્ષણ અહેવાલો.
  • FIR ની પ્રમાણિત કૉપી (જો કોઈ હોય તો).
  • દર્દીની વિકલાંગતાને પ્રમાણિત કરતા, અકસ્માત પહેલાં અને પછીના, ફોટા.
  • વીમો ધરાવતી વ્યક્તિની NEFT વિગતો અને રદ કરેલ ચેક.
  • તમારા આધાર કાર્ડ, અથવા કોઈ અન્ય સરકારી ફોટો ઓળખપત્ર અને પાન કાર્ડ ની નકલ. જો તમારું ઓળખપત્ર ઇન્શ્યોરન્સ લેતી વખતે અથવા પહેલાના દાવા સમયે પૉલીસી સાથે સંકળાયેલ હોય તો આ ફરજિયાત નથી.

બાળકોના શિક્ષણ માટે બોનસ

  • શૈક્ષણિક સંસ્થા તરફથી પ્રમાણપત્ર અથવા શાળા/કૉલેજ તરફથી બોનાફાઇડ પ્રમાણપત્ર.
  • તમારા આધાર કાર્ડ, અથવા કોઈ અન્ય સરકારી ફોટો ઓળખપત્ર અને પાન કાર્ડ ની નકલ. જો તમારું ઓળખપત્ર ઇન્શ્યોરન્સ લેતી વખતે અથવા પહેલાના દાવા સમયે પૉલીસી સાથે સંકળાયેલ હોય તો આ ફરજિયાત નથી.

હૉસ્પિટલ કન્ફાઇનમેન્ટ ભથ્થું/મેડિકલ ખર્ચની ભરપાઈ

  • ડૉક્ટર તરફથી પ્રથમ કન્સલ્ટેશન લેટર.
  • દાવો કરનાર દ્વારા સહી કરેલ, યોગ્ય રીતે ભરવામાં આવેલ દાવા ફોર્મ.
  • હૉસ્પિટલ ડિસ્ચાર્જ કાર્ડ.
  • બિલમાં જણાવેલ દરેક ખર્ચના વિગતવાર વર્ણન સાથેનું હૉસ્પિટલ બિલ. OT શુલ્ક, ડૉક્ટર કન્સલ્ટેશન અને વિઝિટ ખર્ચ, OT ના કન્ઝ્યૂમેબલ, ટ્રાન્સફ્યુઝન, રૂમનું ભાડું વગેરેની વિગતવાર માહિતી સ્પષ્ટપણે આપવાની રહેશે.
  • રેવન્યુ સ્ટેમ્પ સાથેની યોગ્ય રીતે સહી કરેલ પૈસાની રસીદ.
  • લેબોરેટરી અને રોગના નિદાન માટેના બધા અસલ પરીક્ષણ અહેવાલો, જેમ કે એક્સ-રે, ઇસીજી, યુએસજી, એમઆરઆઇ સ્કેન, હિમોગ્રામ, વગેરે.
  • દાવાની પ્રક્રિયા કરવા માટે બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા જરૂરી હોય તેવા અન્ય દસ્તાવેજો.
  • તમારા આધાર કાર્ડ, અથવા કોઈ અન્ય સરકારી ફોટો ઓળખપત્ર અને પાન કાર્ડ ની નકલ. જો તમારું ઓળખપત્ર ઇન્શ્યોરન્સ લેતી વખતે અથવા પહેલાના દાવા સમયે પૉલીસી સાથે સંકળાયેલ હોય તો આ ફરજિયાત નથી.

વારંવાર પૂછાતા પ્રશ્નો

મારે શા માટે પર્સનલ એક્સિડેન્ટ કવર લેવું જોઈએ?

વ્યક્તિગત અકસ્માત પૉલીસી અકસ્માતથી થયેલ મૃત્યુ / ઈજા / વિકલાંગતાના કિસ્સામાં આર્થિક સહાય પૂરી પાડે છે. અનપેક્ષિત તબીબી ખર્ચ નાણાંકીય રીતે એક મોટી પીછેહઠ કરાવી શકે છે. એક વ્યાપક વ્યક્તિગત અકસ્માત ઇન્શ્યોરન્સ તમને કોઈ અણધારી ઘટના પછી પણ આર્થિક રીતે સુરક્ષિત રાખે છે.

મારો ક્લેઇમ હું કેવી રીતે સબમિટ કરી શકું?

જો તમને કોઈ અકસ્માત થાય છે અને તેને કારણે તમારા શરીરના કોઈ ભાગમાં ઈજા થાય છે તો તમે કે તમારા પ્રિયજન જે તમારા વતી દાવો કરી રહ્યા છે તેમણે અમને લેખિતમાં તાત્કાલિક અથવા 14 દિવસમાં જાણ કરવાની રહેશે.

અકસ્માતને કારણે મૃત્યુના કિસ્સામાં, અમને તેની લેખિતમાં તાત્કાલિક જાણ કરવી આવશ્યક છે અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટની એક નકલ અમને 14 દિવસની અંદર મોકલવાની રહેશે.

મારો દાવો કેટલો જલ્દી ચૂકવવામાં આવશે?

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટની પ્રક્રિયાને ઝડપથી કરવામાં વિશ્વાસ રાખે છે. ક્લેઇમ પર પ્રક્રિયા તમામ આવશ્યકતાઓને પૂર્ણ કરવાની તારીખથી સાત કાર્યકારી દિવસમાં કરવામાં આવે છે.

શું પર્સનલ ગાર્ડ પૉલિસી કુદરતી મૃત્યુ અથવા બીમારીને કારણે થતાં મૃત્યુને આવરી લે છે?

ના, પર્સનલ ગાર્ડ પૉલિસી માત્ર અકસ્માત અથવા અકસ્માતમાં થયેલ ઈજાઓને કારણે થતા મૃત્યુને આવરે છે.

પર્સનલ ગાર્ડ પૉલિસી કઈ ઉંમરથી લઈ શકાય છે?

પર્સનલ ગાર્ડ પૉલિસી પસંદ કરવાની પાત્રતા નીચે જણાવ્યા મુજબ છે:

પ્રસ્તાવકર્તા અને જીવનસાથી માટેની પ્રવેશ વય 18 થી 65 વર્ષ વચ્ચે છે.

આશ્રિત બાળકો માટે પ્રવેશની ઉંમર 5 વર્ષથી 21 વર્ષની વચ્ચે છે.

અમારી સેવાઓ દ્વારા સ્મિત ફેલાવી રહ્યા છીએ

આશીષ ઝુનઝુનવાલા

મારું ક્લેઇમ સેટલમેન્ટ, જે 2 દિવસની અંદર મંજૂર થયેલ, તે અંગે હું ખુશ અને સંતુષ્ટ છું...

સુનીતા એમ આહુજા

લૉકડાઉનના સમયમાં ઇન્શ્યોરન્સની કૉપી ખૂબ જ ઝડપથી ડિલિવર કરવામાં આવી. બજાજ આલિયાન્ઝ ટીમનો આભાર

રેની જૉર્જ

હું બજાજ આલિયાન્ઝ વડોદરાની ટીમનો, ખાસ કરીને શ્રી હાર્દિક મકવાણા અને શ્રી આશીષ ગુપ્તાનો આભાર માનું છું...

પર્સનલ ગાર્ડ ઇન્શ્યોરન્સ પૉલિસી પૂર્ણ સુરક્ષા અને મનની શાંતિ આપે છે.

વ્યક્તિગત અકસ્માત સંબંધિત તમામ પરિસ્થિતિઓને કવર કરવા માટે તૈયાર કરેલ પ્લાન.

માત્ર આટલું જ નહીં, તમારા પર્સનલ ગાર્ડ સાથેના અતિરિક્ત ફાયદા આ મુજબ છે

આ પૉલિસી વિવિધ ફાયદાઓની સાથે અકસ્માતોને કારણે થતાં મૃત્યુ, ઈજા અથવા વિકલાંગતા સામે સંપૂર્ણ કવરેજ પ્રદાન કરે છે:
Family discount

ફેમિલી ડિસ્કાઉન્ટ

તમારા પરિવારનો વીમો લો અને 10% ફેમિલી ડિસ્કાઉન્ટ મેળવો.

Hassle-free claim settlement

ઝંઝટ-મુક્ત ક્લેઇમ સેટલમેન્ટ

અમારી ઇન-હાઉસ ક્લેમ સેટલમેન્ટ ટીમ દાવાની પતાવટ સરળતાથી અને ઝડપથી કરે છે. વધુ વાંચો

ઝંઝટ-મુક્ત ક્લેઇમ સેટલમેન્ટ

અમારી ઇન-હાઉસ ક્લેમ સેટલમેન્ટ ટીમ દાવાની પતાવટ સરળતાથી અને ઝડપથી કરે છે.. અમે સમગ્ર ભારતમાં 18,400 થી વધુ નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સુવિધા પણ પ્રદાન કરીએ છીએ. આ હૉસ્પિટલાઇઝેશન કે સારવારની સ્થિતિમાં ઉપયોગી થાય છે, જેમાં અમે બિલની ચુકવણી સીધી નેટવર્ક હૉસ્પિટલને કરીએ છીએ અને તમે સાજા થવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. 

Flexible premium computation

ફ્લેક્સિબલ પ્રીમિયમ ગણતરી

તમારા વ્યવસાય દ્વારા નિર્ધારિત વિવિધ જોખમ સ્તર અનુસાર પ્રીમિયમ અલગ હોય છે વધુ વાંચો

ફ્લેક્સિબલ પ્રીમિયમ ગણતરી

તમારા વ્યવસાય દ્વારા નિર્ધારિત વિવિધ જોખમ સ્તર અનુસાર પ્રીમિયમ અલગ હોય છે

જોખમનું સ્તર I: વહીવટી કાર્યો / સંચાલનને લગતા કાર્યો, એકાઉન્ટન્ટ્સ, ડોકટરો, વકીલો, આર્કિટેક્ટ, શિક્ષકો.

જોખમનું સ્તર II: મૅન્યુઅલ લેબર, ગેરેજ મિકેનિક, મશીન ઑપરેટર પેઇડ ડ્રાઇવર (કાર/ટ્રક/ભારે વાહનો), રોકડ લાવનાર-લઈ જનાર કર્મચારી, બિલ્ડર, કોન્ટ્રાકટર, પશુઓના ડૉક્ટર.

જોખમનું સ્તર III: ભૂગર્ભ ખાણોના કામદારો, ઉચ્ચ તણાવ ધરાવતાં ઇલેક્ટ્રિક સાધનો, જોકી, સર્કસના કલાકારો, મોટા શિકારીઓ, પર્વતારોહકો, પ્રોફેશનલ રિવર રાફટર્સ અને તે પ્રકારના અન્ય વ્યવસાયો.

નોંધ: ઉપર ન જણાવેલ હોય તેવા વ્યવસાયો માટે કૃપા કરીને અમારો સંપર્ક કરો.

વાર્ષિક પ્રીમિયમ દર

તમે તમારી જરૂરિયાતો અનુસાર વિવિધ પ્રીમિયમ વિકલ્પોમાંથી પસંદગી કરી શકો છો:

પ્રીમિયમના દરો નીચે આપવામાં આવેલ છે (%) - પ્રતિ 1,000 રુ./-

કવર

રિસ્ક ક્લાસ

 

I

ii

iii

બેસિક

0.45

0.6

0.9

વિસ્તૃત

1.0

1.25

1.75

વ્યાપક

1.5

2.0

ઉપલબ્ધ નથી

તબીબી ખર્ચ

ઉપરોક્ત પ્રીમિયમના 25%

ઉપરોક્ત પ્રીમિયમના 25%

ઉપરોક્ત પ્રીમિયમના 25%

હૉસ્પિટલ કન્ફાઇનમેન્ટ

₹300 પ્રતિ વ્યક્તિ

₹300 પ્રતિ વ્યક્તિ

₹300 પ્રતિ વ્યક્તિ

Cumulative bonus

સંચિત બોનસ

પ્રત્યેક ક્લેઇમ-મુક્ત વર્ષ માટે 10% નું સંચિત બોનસ, મહત્તમ 50% સુધી મેળવો, અને જો ક્લેઇમ કરેલ હોય તો 10% જેટલું ઓછું કરવામાં આવે છે.

પર્સનલ ગાર્ડ ખરીદતા પહેલાં ધ્યાનમાં લેવા જેવા મહત્વના મુદ્દાઓ

  • પૉલિસીમાં આ સામેલ છે

  • પૉલિસીમાં આ સામેલ નથી

પર્સનલ એક્સિડન્ટ કવર

અકસ્માતને કારણે મૃત્યુ અથવા વિકલાંગતાના કિસ્સામાં કવર પ્રદાન કરે છે.

બાળકોના શિક્ષણનો લાભ

અકસ્માતને કારણે મૃત્યુ અથવા વિકલાંગતાના કિસ્સામાં વધુમાં વધુ 2 આશ્રિત બાળકોને ચિલ્ડ્રન એજ્યુકેશન બેનિફિટ મળી શકે છે.

હૉસ્પિટલ કન્ફાઇનમેન્ટ ભથ્થું

અકસ્માતને કારણે મૃત્યુ અથવા વિકલાંગતાના કિસ્સામાં, હોસ્પિટલમાં પસાર કરેલ પ્રત્યેક દિવસ માટે રોકડ લાભ મળે છે.

અકસ્માતને કારણે તબીબી ખર્ચ

જો મૃત્યુ અથવા વિકલાંગતા હેઠળ દાવાને સ્વીકારવામાં આવે છે, તો તબીબી ખર્ચની ભરપાઈ માન્ય દાવાની રકમના 40% અથવા બિલની રકમ, બેમાંથી જે પણ ઓછી હોય, તે પ્રમાણે કરવામાં આવશે.

1 of 1

આત્મહત્યા, આત્મહત્યાનો પ્રયાસ અથવા પોતે પોતાની જાતને ઈજા પહોંચાડવી અથવા માંદગીના પરિણામે આકસ્મિક શારીરિક ઈજા.

દારૂ અથવા ડ્રગના પ્રભાવ હેઠળ આકસ્મિક ઇજા / મૃત્યુ.

ગુનાહિત ઉદ્દેશથી કરવામાં આવેલ કાયદાના કોઈપણ ઉલ્લંઘનને પરિણામે થતી આકસ્મિક ઇજા / મૃત્યુ.

વિમાન અથવા બલૂનમાં ચઢતાં, ઉતરતા સમયે આકસ્મિક ઇજા / મૃત્યુ...

વધુ વાંચો

યોગ્ય લાઇસન્સ ધરાવતા સ્ટાન્ડર્ડ પ્રકારના કોઈપણ વિમાનમાં દુનિયામાં ક્યાંય પણ પ્રવાસી (ભાડું ચૂકવીને કે અન્યથા) તરીકે નહીં પણ અન્ય રૂપે કોઈપણ બલૂન કે વિમાન પર ચઢતાં, ઉતરતા સમયે કે પ્રવાસ કરતી વખતે, ઉડ્ડયન કે બલૂનિંગમાં વ્યસ્ત રહેવાના પરિણામે થયેલ આકસ્મિક ઈજા/મૃત્યુ.

મોટર રેસીંગ અથવા ટ્રાયલ રન દરમિયાન વાહનના ડ્રાઇવર, સહ-ડ્રાઇવર અથવા પેસેન્જર તરીકે ભાગ લેવાનાં પરિણામે આકસ્મિક ઇજા / મૃત્યુ.

કોઈપણ ઑપરેશન અથવા રોગનિવારક ઉપચાર જે તમે તમારા શરીર પર કરતાં હોવ અથવા કરાવેલ હોય.

નૌકાદળ, લશ્કર અથવા હવાઈ દળના કોઈપણ ઓપરેશનમાં, પછી તે લશ્કરી કવાયત સ્વરૂપે, જે વિરામ અથવા યુદ્ધ વિના કરવામાં આવે છે અથવા દુશ્મન સાથેની વાસ્તવિક લડાઈ, પછી તે વિદેશી હોય કે સ્થાનિક, તેમાં ભાગ લેવો.

કોઈપણ પ્રકારનું પરિણામી નુકસાન અથવા તમારી વાસ્તવિક અથવા કથિત કાનૂની જવાબદારી.

કામેચ્છા સંબંધી અથવા જાતીય રોગો.

HIV અને/અથવા કોઈપણ HIV સંબંધિત બિમારી જેમાં AIDS અને/અથવા કોઈ પણ કારણોસર મ્યુટન્ટ ડેરિવેટિવ્સ અથવા તેના વેરિએશન શામેલ છે.

સગર્ભાવસ્થા, તેને પરિણામે બાળક નો જન્મ, કસુવાવડ, ગર્ભપાત અથવા આમાંથી કોઈ પણ કારણે ઉત્પન્ન થતી જટિલ પરિસ્થિતિઓ.

યુદ્ધ (જાહેર કરેલ કે વણજાહેર), આંતરવિગ્રહ, આક્રમણ,...

વધુ વાંચો

યુદ્ધ (જાહેર કરેલ કે વણજાહેર), આંતરવિગ્રહ, આક્રમણ, દેશના શત્રુઓ દ્વારા કોઈ કૃત્ય, બળવો, ક્રાંતિ, વિદ્રોહ, સત્તા સામે બળવો, લશ્કરી અથવા ઝૂંટવી લેવામાં આવેલ સત્તા, જપ્તી, કેદ કરવું, ધરપકડ, સંયમ અથવા અટકાયત, જપ્તી અથવા રાષ્ટ્રીયકરણ અથવા કોઈપણ સરકાર અથવા જાહેર અથવા સ્થાનિક સત્તાના હુકમ હેઠળ અથવા તેના દ્વારા માંગણી અથવા નુકસાન વગેરેને કારણે ઉદ્ભવતી સારવાર.

ન્યુક્લિયર એનર્જી, કિરણોત્સર્ગને કારણે ઉદ્ભવતી સારવાર.

1 of 1

હેલ્થ ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ ડાઉનલોડ કરો

તમારી પાછલી પૉલિસીની સમયસીમા હજી સુધી સમાપ્ત થઈ નથી?

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

ગ્રાહકના રિવ્યૂ અને રેટિંગ

સરેરાશ રેટિંગ:

4.75

(3,912 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)

Satish Chand Katoch

સતીશ ચંદ કટોચ

વેબ દ્વારા ઝંઝટમુક્ત પૉલિસી લેતી વખતે અમે બધા વિકલ્પ સાથે રિવ્યૂ કરી શકીએ છીએ.

Ashish Mukherjee

આશીષ મુખર્જી

દરેક માટે સૌથી સરળ, કોઈ ઝંઝટ નહીં, કોઈ મૂંઝવણ નહીં. સરસ કામ. સૌભાગ્ય.

Jaykumar Rao

જયકુમાર રાવ

ખૂબ જ યૂઝર ફ્રેન્ડલી. મને 10 મિનિટથી ઓછા સમયમાં મારી પૉલિસી મળી છે.

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

કૉલ બૅક માટે વિનંતી કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય વિકલ્પ પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો
કૃપા કરીને ચેકબૉક્સ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

લિખિત: બજાજ આલિયાન્ઝ - અપડેટેડ: 16 મે 2022

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો