Loader
Loader

રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

બીએમડબલ્યુ કાર ઇન્શ્યોરન્સ ખરીદો/રિન્યુ કરાવો

Bmw Car Insurance

કાર ઇન્શ્યોરન્સના ક્વોટની વિગતો શેર કરો

વાહનનો નોંધણી નંબર દાખલ કરો
કૃપા કરીને પાન કાર્ડ અનુસાર નામ દાખલ કરો
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય ઇમેઇલ આઇડી દાખલ કરો

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

વૈભવ અને આરામ સાથે સંકળાયેલું એક નામ ; બીએમડબલ્યુ એક એવી બ્રાન્ડ છે, જેને કોઈ પરિચયની જરૂર નથી. વૈશ્વિક સ્તરે સૌથી વધુ વેચાતી કારના ઉત્પાદકોમાંથી એક, BMW એ ભારતમાં 2007 માં તેની કામગીરીની શરૂઆત કરી હતી. BMW કાર એક લક્ઝરી ઇન્વેસ્ટમેન્ટ છે, જેનો અર્થ એ છે કે તેને ઇન્શ્યોર કરવામાં મોડું કરવું એ યોગ્ય નથી. આ સાથે બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સના ઑનલાઇન બીએમડબ્લ્યુ કાર ઇન્શ્યોરન્સ, વડે તમારી કારને માર્ગ પર થતાં દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતો સામે સંપૂર્ણ સુરક્ષા મળી શકે છે.

ભારતમાં બીએમડબલ્યુ ના વિવિધ મોડેલ ઉપલબ્ધ છે. લોકપ્રિય મોડેલોની સૂચિમાં એક્સ1, એક્સ5, એક્સ6, 1-સિરીઝ, 3-સિરીઝ અને 5-સિરીઝનો સમાવેશ થાય છે. લક્ઝરી કાર બ્રાન્ડ હોવાને કારણે, બીએમડબલ્યુ તેમની કારમાં વિશેષતાઓ ઑફર કરવામાં કોઈ કસર છોડતી નથી. આ સુવિધાઓમાં શામેલ છે:

  1. એન્ટી-બ્રેકિંગ સિસ્ટમ
  2. પાવર સ્ટિયરિંગ
  3. આગળ અને પાછળની એરબેગ
  4. ચાઇલ્ડ લૉક
  5. સેન્ટ્રલ લૉકિંગ
  6. પાવર વિન્ડોઝ

આ તથા અન્ય સુવિધાઓને કારણે બીએમડબલ્યુ ની ખરીદી એ ડીલક્સ ખરીદી છે. ફોર-વ્હીલર ઇન્શ્યોરન્સ વડે, તમે તમારી નવી ખરીદીનો ઇન્શ્યોરન્સ લઈ શકો છો અને લાંબા સમય સુધી તે કાર્યરત રહે તે સુનિશ્ચિત કરી શકો છો.

બીએમડબલ્યુ કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાના ફાયદા

ચાલો, જોઈએ કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાના લાભો તમારી એકદમ નવી બીએમડબલ્યુ માટે:

 

તેને કોઈ પણ સ્થળેથી ખરીદો

તમારી કાર માટે ઑનલાઇન મોટર ઇન્શ્યોરન્સ ખરીદવા વિશેની સૌથી સારી વાત એ છે કે તમે કોઈ પણ સ્થળેથી, તમારા મોબાઇલ અથવા તમારા કમ્પ્યુટરનો ઉપયોગ કરીને ખરીદી શકો છો. તમારે માત્ર ઇન્શ્યોરરની વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે અથવા તેમની એપનો ઉપયોગ કરવાનો રહેશે અને થોડા સરળ પગલાંઓમાં જ તે ખરીદી શકાય છે.

 

તમારી ખરીદી પર પૈસા બચાવો

જ્યારે તમે કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો છો, ત્યારે તમે તમારી ખરીદી પર બચત કરી શકો છો. પૉલિસીની ઑનલાઇન ખરીદી સીધી જ ઇન્શ્યોરર પાસેથી કરવામાં આવે છે. અને કોઈ એજન્ટ શામેલ ન હોવાથી, ઑફલાઇન ખરીદીની તુલનામાં તમારી બીએમડબલ્યુ કાર ઇન્શ્યોરન્સની કિંમત ઓછી હોય છે, અને તમારી ખરીદી પર કોઈ અતિરિક્ત શુલ્ક લેવામાં આવતું નથી.

 

તમારી પૉલિસીને તરત રિન્યુ કરો

જો તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીની સમાપ્તિની તારીખ નજીક આવી રહી હોય, તો તમે તેને તમારા ઇન્શ્યોરરની વેબસાઇટ પરથી સરળતાથી ઑનલાઇન રિન્યુ કરાવી શકો છો. માત્ર તમારા ઇન્શ્યોરરની વેબસાઇટની મુલાકાત લો અને થોડા સરળ પગલાંઓમાં તમારી પૉલિસીને રિન્યુ કરાવો. સૌથી સારી વાત એ છે કે, રિન્યુઅલ દરમિયાન તમારી બીએમડબલ્યુ ઇન્શ્યોરન્સની કિંમતમાં ફેરફાર થતો નથી.

બીએમડબલ્યુ કાર ઇન્શ્યોરન્સમાં સમાવિષ્ટ અને બાકાત બાબતો

  • પૉલિસીમાં આ સામેલ છે

  • પૉલિસીમાં આ સામેલ નથી

થર્ડ-પાર્ટી વાહન અને પ્રોપર્ટીને થયેલા નુકસાન

અકસ્માતને કારણે થર્ડ-પાર્ટીને થતી ઈજાઓ અથવા મૃત્યુ

ભૂકંપ અને પૂર જેવી કુદરતી આપત્તિઓને કારણે થયેલા નુકસાન

માનવનિર્મિત આપત્તિઓ જેમ કે રમખાણોને કારણે થયેલા નુકસાન

આગને કારણે કારને થતું નુકસાન/ક્ષતિ

ચોરીને કારણે કારને થતું નુકસાન/ક્ષતિ

1 of 1

સમાપ્ત થયેલ અથવા અમાન્ય લાઇસન્સ સાથે વાહન ચલાવવું

દારૂ અથવા ડ્રગ્સના પ્રભાવ હેઠળ ડ્રાઇવિંગ

ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કારનો ઉપયોગ કરવો

વપરાશને કારણે પહોંચેલો ઘસારો

ઇલેક્ટ્રિકલ અથવા મિકેનિકલ બ્રેકડાઉનને કારણે થતી સમસ્યાઓ

1 of 1

બીએમડબલ્યુ માટે કાર ઇન્શ્યોરન્સ પ્લાનના પ્રકારો

તમારી બીએમડબલ્યુ કાર માટે કાર ઇન્શ્યોરન્સ ખરીદતા સમયે તમે નીચેનામાંથી કોઈ એક પસંદ કરી શકો છો:

થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ

થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ તમારી કાર માટેનો મૂળભૂત ઇન્શ્યોરન્સ છે. તે મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ ફરજિયાત છે. આ પૉલિસી ખાસ કરીને થર્ડ-પાર્ટીને થયેલા નુકસાનને કવર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે (આમાં વાહન અને સંપત્તિનો સમાવેશ થાય છે). વધુમાં, તે થર્ડ-પાર્ટીને થયેલી ઈજાઓ અને મૃત્યુને કવર કરે છે. તમારે પૉલિસીની સાથે વ્યક્તિગત અકસ્માત કવર પણ ખરીદવું જરૂરી છે.

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ તમને એક જ પૉલિસી હેઠળ પોતાને થયેલ નુકસાન તેમજ થર્ડ-પાર્ટીને થયેલ નુકસાન, એમ બંને માટે કવરેજ પ્રદાન કરે છે. પોતાને થયેલ નુકસાનમાં અકસ્માત, કુદરતી અને માનવનિર્મિત આપત્તિઓને કારણે થયેલા નુકસાનનો સમાવેશ થાય છે. આગ અથવા ચોરીને કારણે થયેલ નુકસાન અથવા ક્ષતિને પણ પૉલિસી દ્વારા કવર કરવામાં આવે છે. પૉલિસીના કવરેજને વધારવા માટે તમારી પૉલિસીમાં ઍડ-ઑન ઉમેરવાની પણ જોગવાઈ છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસીની તુલનામાં આ પૉલિસીનો ખર્ચ વધુ હોય છે.

બીએમડબલ્યુ કાર ઇન્શ્યોરન્સ માટે ઍડ-ઑન

તમે તમારા બીએમડબલ્યુ કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સમાં નીચેના ઍડ-ઑન ઉમેરી શકો છો:

 

ઝીરો ડેપ્રિશિયેશન કવર

આ ઍડ-ઑન સાથે, ઇન્શ્યોરર તમને તમારી કારના ઘસારા બાદના મૂલ્યને ધ્યાનમાં લીધા વિના તમારા ક્લેઇમ માટે મહત્તમ મૂલ્યનું વળતર આપે છે.

 

ઇમરજન્સી રોડસાઇડ આસિસ્ટન્સ

જો કાર ચલાવતી વખતે તમારી કાર અચાનક બંધ પડી જાય છે, તો તમે આ ઍડ-ઑનની મદદથી તમારા ઇન્શ્યોરર પાસેથી ઇમરજન્સી સર્વિસનો લાભ લઈ શકો છો.

 

કી અને લૉક રિપ્લેસમેન્ટ કવર

જો તમારી ચાવી આકસ્મિક જ ખોવાઈ જાય છે, તો કી રિપ્લેસમેન્ટ ઍડ-ઑન, હેઠળ, જ્યાં સુધી તમને તમારા ડીલર પાસેથી નવી ચાવી ન મળે ત્યાં સુધી, તમારા ઇન્શ્યોરર દ્વારા તમને વપરાશ માટે કામચલાઉ ધોરણે એક ચાવી પ્રદાન કરવામાં આવશે.

 

એન્જિન પ્રોટેક્શન કવર

આ ઍડ-ઑન તમારી કારના એન્જિનને, તેની યોગ્ય કામગીરીને અવરોધિત કરી શકે તેવી સમસ્યાઓ સામે કવર કરે છે.

બીએમડબલ્યુ કાર ઇન્શ્યોરન્સ કેવી રીતે ખરીદવો?

તમે આ પગલાંઓને અનુસરીને બીએમડબલ્યુ કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદી શકો છો:

  1. તમારા ઇન્શ્યોરરની વેબસાઇટની મુલાકાત લો
  2. તમારી કારની વિગતો અને તમારા નિવાસના શહેરની વિગતો દાખલ કરો
  3. તમારી જરૂરિયાતોને પૂર્ણ કરતા પ્લાન પસંદ કરો
  4. પસંદ કરેલી પૉલિસીના પ્રકારના આધારે તમને ક્વોટ દર્શાવવામાં આવે છે
  5. જો તમે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પસંદ કરો છો, તો તમે તેમાં ઍડ-ઑન ઉમેરીને કસ્ટમાઇઝ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે ઍડ-ઑન ઉમેરવાથી પૉલિસીની કિંમતમાં વધારો થાય છે
  6. વેબસાઇટ પર તમારી પૉલિસીની ઑનલાઇન ચુકવણી કરો

 

આ સરળ પગલાંઓ વડે તમે સરળતાથી પૉલિસી ખરીદી શકો છો. પૉલિસી ખરીદતા પહેલાં, તમે કાર ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીને, તમે જે પૉલિસી ખરીદવા માંગો છો તેની અંદાજિત કિંમત જાણી શકો છો. 

બીએમડબલ્યુ કાર ઇન્શ્યોરન્સ રિન્યુ કરાવો

તમે આ પગલાંઓ વડે તમારા બીએમડબલ્યુ કાર ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યુ કરાવી શકો છો:

  1. તમારા ઇન્શ્યોરરની વેબસાઇટની મુલાકાત લો
  2. તમારી કાર અને તમારી હાલની પૉલિસીની વિગતો દાખલ કરો
  3. પાછલી પૉલિસીની મુદત દરમિયાન તમે ફાઇલ કરેલ હોય તેવા કોઈપણ ક્લેઇમની વિગતો જણાવો
  4. તમે દાખલ કરેલી વિગતોના આધારે તમને ક્વોટ દર્શાવવામાં આવે છે
  5. જો તમે ઇચ્છો તો તમારી પૉલિસીને કસ્ટમાઇઝ કરી શકો છો
  6. નવો ક્વોટ દર્શાવવામાં આવે પછી, તમે વેબસાઇટ પર ઑનલાઇન ચુકવણી કરીને તમારી પૉલિસીને રિન્યુ કરી શકો છો

ક્લેઇમની પ્રક્રિયા

કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ બે પ્રકારના હોય છે: કૅશલેસ ક્લેઇમ અને રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ.

1. કૅશલેસ ક્લેઇમ

કૅશલેસ ક્લેઇમ દાખલ કરવા માટે નીચે જણાવેલ પગલાંઓ અનુસરો:

  • અકસ્માત થયા પછી તમારા ઇન્શ્યોરરને તેમની વેબસાઇટ, એપ અથવા હેલ્પલાઇન નંબર દ્વારા જાણ કરો
  • જો આવશ્યક હોય તો એફઆઇઆર નોંધાવો
  • થયેલા નુકસાન સંબંધિત તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ અને પુરાવા સબમિટ કરો
  • ઇન્શ્યોરર દ્વારા મોકલવામાં આવેલ સર્વેક્ષક દ્વારા તમારા વાહનનું સર્વેક્ષણ કરાવો
  • તમારી કારને નેટવર્ક ગેરેજમાં રિપેર કરાવો, જ્યાં બિલ ઇન્શ્યોરરને મોકલવામાં આવશે, અને સીધી ગેરેજને જ કૅશલેસ ચુકવણી કરવામાં આવશે

 

2. રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ

રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ માટે પણ કૅશલેસ ક્લેઇમના પગલાં 1-4 અનુસરવાના રહેશે. તેનો એકમાત્ર તફાવત એ છે કે તમે તમારી પસંદગીના ગેરેજ પર તમારી કારને રિપેર કરાવી શકો છો. કાર રિપેર થઈ ગયા બાદ અને તમારા દ્વારા ચુકવણી કરવામાં આવે તે પછી, તે ચૂકવેલી રકમ બદલ તમને તમારા ઇન્શ્યોરર દ્વારા વળતર આપવામાં આવશે

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું કાર ઇન્શ્યોરન્સ ફરજિયાત છે?

હા, ખરેખર ભારતમાં દરેક કાર માટે કાર ઇન્શ્યોરન્સ ફરજિયાત છે. મોટર વાહન અધિનિયમ 1988 અનુસાર, ભારતના રસ્તાઓ પર ચાલતી દરેક કારનો ઓછામાં ઓછો થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત છે. જો પૉલિસી ન હોય તો સત્તાવાળાઓ દ્વારા તમને દંડ કરવામાં આવી શકે છે.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે