રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

હોન્ડા કાર ઇન્શ્યોરન્સ ખરીદો/રિન્યુ કરો

Honda Car Insurance

કાર ઇન્શ્યોરન્સના ક્વોટની વિગતો શેર કરો

કૃપા કરીને નામ દાખલ કરો
કૃપા કરીને મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય ઇમેઇલ આઇડી દાખલ કરો

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

હોન્ડા એક ઑટોમોબાઇલ ઉત્પાદન કંપની છે, જે જાપાનના ટોક્યોમાં સ્થિત છે. 1946 માં સોઇચિરો હોન્ડા દ્વારા સ્થાપિત, હોન્ડા એ 1948 થી કારના ઉત્પાદનના બિઝનેસમાં છે. યુરોપ અને ઉત્તર અમેરિકામાં લોકપ્રિયતા મેળવ્યા પછી, હોન્ડા એ 1995 માં ભારતીય કાર બજારમાં પ્રવેશ કર્યો. ત્યારથી, તે સિટી, સિવિક, એકોર્ડ, સીઆર-વી, જાઝ, અને અમેઝ જેવા તેના આઇકોનિક મોડેલ સાથે લોકોના દિલ જીતી રહી છે. હોન્ડા કાર એ લક્ઝરી અને આરામનો પર્યાય બની ગયા છે અને તે વિવિધ વિશેષતા ધરાવે છે, જેમ કે:

  1. પાવર સ્ટિયરિંગ અને વિન્ડો
  2. ક્રૂઝ કંટ્રોલ
  3. એન્ટી-બ્રેકિંગ સિસ્ટમ
  4. એલોય વ્હીલ્સ
  5. રીઅર પાર્કિંગ સેન્સર અને કેમેરા

આ વિશેષતાઓ તમારા સમગ્ર ડ્રાઇવિંગ અનુભવમાં વધારો કરે છે, તેથી, સુનિશ્ચિત કરો કે તમે કાર ખરીદો ત્યારે એક હોન્ડા કાર ઇન્શ્યોરન્સ પૉલિસી પણ ખરીદો. અકસ્માત અથવા અન્ય પરિબળોને કારણે થતા નુકસાન અને ક્ષતિથી તમને અને તમારી કારને સંપૂર્ણ નાણાંકીય સુરક્ષા પ્રદાન કરીને, આ ઇન્શ્યોરન્સ પૉલિસી તમારી કાર અને બચતને સુરક્ષિત રાખે છે. 

હોન્ડા કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન ખરીદવાના લાભો

મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ ભારતીય રસ્તાઓ પર ચાલતી દરેક કાર પાસે ફરજિયાતપણે હોવો જોઈએ ઓછામાં ઓછો એક થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ . જો કે, તમે ઈચ્છો તો તેને કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે વધારી શકાય છે. કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદીને, તમે આ લાભો મેળવી શકો છો:

 

કોઈ ડૉક્યૂમેન્ટેશન નહીં:

હોન્ડા કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન ખરીદવા માટે કોઈ ડૉક્યૂમેન્ટની જરૂર નથી. ઑનલાઇન વિગતો સબમિટ કરવા અને ઇલેક્ટ્રોનિક રીતે સબમિટ કરવા માટે, તમારે માત્ર તમારી કારનો રજિસ્ટ્રેશન નંબર, એન્જિન નંબર, ચેસિસની વિગતો, વ્યક્તિગત વિગતો વગેરે દાખલ કરવાની રહેશે.

 

પૉલિસી ઝડપી અને સરળતાથી જારી કરવી:

જ્યારે તમે હોન્ડા કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો છો, ત્યારે તમે સમય અને શક્તિ બચાવો છો કારણ કે આ પૉલિસી ચુકવણી પછી તરત જ જારી કરવામાં આવે છે. સંપૂર્ણ પ્રક્રિયામાં થોડી મિનિટો જ લાગશે.

 

વિવિધ પ્લાનની તુલના કરવી અને ઇન્શ્યોરરની સમીક્ષા કરવી સરળ છે:

અમારા ઑનલાઇન ટૂલ, જેમ કે કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર, સાથે, તમે વિવિધ પ્લાનની તુલના કરી શકો છો અને અમુક સેકંડમાં જ ક્વોટ જનરેટ કરી શકો છો. ઇન્ટરનેટ પર સરળતાથી ઉપલબ્ધ ભરપૂર માહિતીને કારણે ઇન્શ્યોરરની પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતા નિર્ધારિત કરવી સરળ છે.

હોન્ડા કાર ઇન્શ્યોરન્સમાં કવર કરવામાં આવેલ તેમજ બાકાત બાબતો

  • પૉલિસીમાં આ સામેલ છે

  • પૉલિસીમાં આ સામેલ નથી

થર્ડ પાર્ટી જવાબદારી, જેમાં સમાવિષ્ટ છે શારીરિક ઈજા અથવા વિકલાંગતા, વાહન અથવા મિલકતના નુકસાન અને મૃત્યુ

વાહનનું સંપૂર્ણ નુકસાન

કુદરતી આપત્તિઓને કારણે નુકસાન (ભૂકંપ, પૂર, ભૂસ્ખલન, ઝંઝાવાત વગેરે)

માનવ-નિર્મિત આપત્તિઓને કારણે નુકસાન

આગ અને/અથવા ચોરીને કારણે થયેલ નુકસાન

1 of 1

માન્ય લાઇસન્સ વગર ડ્રાઇવિંગ કરવા સહિતના ડ્રાઇવિંગના નિયમોના ઉલ્લંઘન દ્વારા થતા નુકસાન

વાહનનો સામાન્ય ઘસારો

ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ વિક્ષેપ

યુદ્ધ, પરમાણુ કાર્યવાહી અને વિદ્રોહ દ્વારા થયેલ નુકસાન

વાહનના વ્યવસાયિક ઉપયોગને લીધે થયેલ નુકસાન

દારૂ અથવા અન્ય નશીલા પદાર્થોના પ્રભાવ હેઠળ ડ્રાઇવિંગ દ્વારા થયેલ નુકસાન અથવા હાનિ.

 

વધુ વાંચો

સમાવેશ અને બાકાત બાબતોની વિગતવાર સૂચિ માટે, કૃપા કરીને તમારા હોન્ડા કાર ઇન્શ્યોરન્સ પૉલિસીના ડૉક્યૂમેન્ટને વાંચો.

1 of 1

હોન્ડા માટે કાર ઇન્શ્યોરન્સ પ્લાનના પ્રકારો

બે પ્રકારના કાર ઇન્શ્યોરન્સ પ્લાન છે, જે તમારી હોન્ડા કાર માટે ઉપયોગી હોઈ શકે છે. તે અહીં આપેલ છે:

થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ

થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ હાલના કાયદા હેઠળ ફરજિયાત છે અને તેનો હેતુ અકસ્માતને કારણે ઉદ્ભવતી થર્ડ-પાર્ટી જવાબદારીઓ સામે પૉલિસીધારકને સુરક્ષિત કરવાનો છે. તે થર્ડ પાર્ટીને ઈજા, મૃત્યુ અથવા તેમના વાહન/સંપત્તિને નુકસાનના કિસ્સામાં વળતર પ્રદાન કરે છે.

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ કે જે તમારી હોન્ડા માટે ખરીદો છો, તે માત્ર થર્ડ-પાર્ટીની જવાબદારી જ નહીં, પરંતુ કુદરતી આપત્તિઓ, માનવ-સર્જિત અકસ્માતો, આગ અને ચોરીમાં પણ કવર કરે છે. આ પ્લાનમાં પ્રદાન કરેલ વ્યાપક કવરેજને કારણે, હોન્ડા કાર ઇન્શ્યોરન્સની કિંમત વધુ હશે.

હોન્ડા કાર ઇન્શ્યોરન્સ માટે ઍડ-ઑન

હોન્ડા ફોર-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ, તમે કારની એકંદર સુરક્ષા વધારવા માટે ઉપલબ્ધ ઍડ-ઑનમાંથી નીચેના ઍડ-ઑન પસંદ કરી શકો છો:

આ તમામ ઍડ-ઑન હોન્ડા કાર ઇન્શ્યોરન્સની કિંમતમાં વધારો કરી શકે છે, પરંતુ તેઓ લાંબા ગાળે ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

હોન્ડા કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન કેવી રીતે ખરીદવો?

હોન્ડા કાર ઇન્શ્યોરન્સ ખરીદવાની પ્રક્રિયા નીચે મુજબ છે:

  1. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટની મુલાકાત લો અને "પૉલિસી ઑનલાઇન ખરીદો" ટૅબ પર બ્રાઉઝ કરો.
  2. તમારા હોન્ડા વાહન સંબંધિત વિગતો (ઉત્પાદનની તારીખ, મેક અને મોડેલ, રજિસ્ટ્રેશનનું શહેર વગેરે) દાખલ કરો.
  3. તમારી પરિસ્થિતિઓના આધારે થર્ડ-પાર્ટી અથવા કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પસંદ કરો.
  4. હોન્ડા કાર ઇન્શ્યોરન્સની કિંમતોને ધ્યાનમાં રાખો અને કોમ્પ્રિહેન્સિવ પ્લાન ખરીદતી વખતે તમારે ઍડ-ઑનની જરૂર છે કે નહીં તે વિચારો.
  5. ઑનલાઇન પોર્ટલ પર પ્રીમિયમ ચૂકવો અને સીધા જ તમારા ઇનબૉક્સમાં અપડેટ કરેલી પૉલિસી મેળવો.

હોન્ડા કાર ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યુ કરો

અહીં આપેલ તમામ પગલાં વડે તમે રિન્યુ કરી શકો છો તમારી હોન્ડા મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી:

  • બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ વેબસાઇટની મુલાકાત લો અને "ઑનલાઇન પૉલિસી રિન્યુ કરો" ટૅબમાં જાઓ.
  • જરૂરી વિગતો (પૉલિસીની વિગતો અને વાહન રજિસ્ટ્રેશન નંબર) દાખલ કરો.
  • જો તમને જોઈએ તો તમારું ક્લેઇમ ન થયેલ બોનસ જુઓ.
  • તમારા પ્લાનના કવરેજને રિવ્યૂ કરો; નવા ઍડ-ઑન પસંદ કરો અથવા તમારા હોન્ડા ઇન્શ્યોરન્સની કિંમતને ઍડજસ્ટ કરવા અમુક ઍડ-ઑન હટાવો.
  • ઉપરોક્ત વિગતો જોયા અને કન્ફર્મ કર્યા પછી, તમારા પ્લાનનો ક્વોટ મેળવવા માટે તે વિગતો દાખલ કરો.
  • સુરક્ષિત ઑનલાઇન ચુકવણી પોર્ટલ દ્વારા ચુકવણી કરો.
  • ચુકવણી પછી થોડી મિનિટોમાં જ ઇમેઇલ દ્વારા પૉલિસી પ્રાપ્ત કરો.

હોન્ડા કાર ઇન્શ્યોરન્સ માટે ક્લેઇમની પ્રક્રિયા

તમારા વાહનને નુકસાન થવાની સ્થિતિમાં, તમે તમારી હોન્ડા ફોર-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ક્લેઇમ કરવા માટે શું કરી શકો છો તે અહીં આપેલ છે:

  • ઇન્શ્યોરરને નુકસાનની જાણ કરો અને તમારો ક્લેઇમ રજિસ્ટર કરો
  • જો તમે કૅશ રહિત ક્લેઇમ કરતા હોવ, તો ઇન્શ્યોરન્સ નિરીક્ષક તેને રિપેર માટે નેટવર્ક ગેરેજ પર લઈ જતા પહેલાં નુકસાનનું નિરીક્ષણ કરી શકે છે
  • ઑનલાઇન ગેરેજ ઇન્શ્યોરરને રિપેર વિશે સૂચિત કરે છે અને ચુકવણી બંને પક્ષો વચ્ચે સીધા સેટલ કરવામાં આવે છે
  • જો તમે વળતર માટે ક્લેઇમ કરતા હોવ, તો તમે ક્ષતિગ્રસ્ત વાહનને રિપેરિંગ માટે દુકાનમાં લઈ જાઓ અને રિપેરિંગના ખર્ચની ચુકવણી કરો. ત્યારબાદ, તમે ઇન્શ્યોરન્સ કંપની સાથે જરૂરી માહિતી શેર કરી શકો છો. એકવાર ક્લેઇમ મંજૂર થયા પછી, તમને રિફંડ આપવામાં આવશે
  • આમાં પોતાના ખિસ્સામાંથી થતા ખર્ચ વિશે જાણકારી રાખો

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું કાર ઇન્શ્યોરન્સ પૉલિસી મારી હોન્ડા કારમાં મેં કરાવેલા ફેરફારોને કવર કરે છે?

મોટાભાગના કિસ્સાઓમાં, કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ નવા કરાવેલા ફેરફારોને કવર કરવામાં આવતા નથી. તમે આ ફેરફારો વિશે તમારા ઇન્શ્યોરરને જાણ કરી શકો છો અને તેમને પૂછી શકો છો કે હોન્ડા ઇન્શ્યોરન્સની વધુ કિંમત ચૂકવીને તે ફેરફારોને ઇન્શ્યોર કરી શકાય છે કે નહીં. 

હું મારા હોન્ડા કાર ઇન્શ્યોરન્સ પ્લાનના કવરેજ વિશે કેવી રીતે નિર્ણય લઈ શકું?

તમારે કયા પ્રકારના કવરેજની જરૂર છે તે સમજવા માટે, તમારી કારના સંભાવિત જોખમો વિશે જાણવું આવશ્યક છે. ઉદાહરણ તરીકે, જો તમે પૂરની સંભાવના ધરાવતા વિસ્તારમાં રહેતા હોવ, તો કોમ્પ્રિહેન્સિવ કવરેજ લેવું સલાહભર્યું છે. 

શું હું થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ઍડ-ઑન ખરીદી શકું છું?

ના, તમે થર્ડ-પાર્ટી કવરેજ સાથે ઍડ-ઑન પસંદ કરી શકતા નથી. ઍડ-ઑન માત્ર કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે જ ખરીદી શકાય છે. 

શું કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર દ્વારા જનરેટ થયેલ ક્વોટ અંતિમ ક્વોટ છે?

કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર દ્વારા આપવામાં આવેલ ક્વોટ માત્ર એક અંદાજ છે. તે તમને તમારો અંતિમ ક્વોટ શું હોઈ શકે તેનો ખ્યાલ આપે છે, જે અનેક વિષયવસ્તુના પરિબળોના આધારે નિર્ધારિત થાય છે. જો કે, કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર એ હોન્ડા કાર ઇન્શ્યોરન્સની કિંમતનો અંદાજ મેળવવા માટે એક ઉપયોગી સાધન છે. 

શું ઑનલાઇન હોન્ડા કાર ઇન્શ્યોરન્સ પૉલિસી માન્ય છે?

હા, તમારી હોન્ડા કાર માટેની ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ઑફલાઇન ખરીદેલ પૉલિસી સમાન માન્ય છે. 

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો