અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ સહાયતા 1800-103-5858

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

Mahindra કાર ઇન્શ્યોરન્સ

Mahindra કાર ઇન્શ્યોરન્સ

દેશમાં ઉત્પાદનની દૃષ્ટિએ સૌથી મોટા ઑટોમોબાઇલ ઉત્પાદકોમાંથી એક Mahindra & Mahindra ની સ્થાપના 1945 માં થઈ હતી અને ત્યારથી તેનું મુખ્યાલય મુંબઈમાં સ્થિત છે. Mahindra Group ઔદ્યોગિક સમૂહના એક ભાગ તરીકે Mahindra & Mahindra એ વિશ્વમાં ટ્રૅક્ટરના સૌથી મોટા ઉત્પાદક છે.

હવે કાર્યકારી અધ્યક્ષ આનંદ મહિન્દ્રાના માર્ગદર્શન હેઠળ કંપનીએ તાજેતરમાં વિદેશી માર્કેટ અને નવા ઉદ્યોગોમાં પ્રવેશ કર્યો છે. Kinetic Motors નું અધિગ્રહણ કર્યા પછી, કંપની ટૂ-વ્હીલર સેગમેન્ટમાં હાથ અજમાવી રહી છે અને તેમાં પ્રભાવશાળી કાર્ય કરી રહી છે. 2017 માં, Mahindra & Mahindra એ તુર્કી કૃષિ ઉપકરણ નિર્માતા, Hisarlar ની, ટર્નટેબલ 75.1% હિસ્સેદારી મેળવી હતી, જેથી તુર્કી માર્કેટમાં પ્રવેશ થયો.

મજબૂત બનાવટ હોવા છતાંય, તમારે તમારી કારને સૌથી વધુ વ્યાપક કાર ઇન્શ્યોરન્સ પ્લાન સાથે કવર કરવી જોઈએ, જેથી નુકસાનના કિસ્સામાં તમારા ખિસ્સા ખાલી ન થઈ જાય. બજાજ આલિયાન્ઝ ખાતે, અમે તમને અમારી સંપૂર્ણ Mahindra કાર ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા તે જ કરવામાં મદદ કરીએ છીએ, જે કુદરતી અને માનવ પ્રેરિત બંને પ્રકારની આફતોમાંથી તમારી કારને શ્રેષ્ઠ કવરેજ પ્રદાન કરે છે.

Mahindra દ્વારા ઑફર કરવામાં આવતા ટોચના કાર મોડેલ

 

●        Mahindra Scorpio

આ ડીઝલવાળી 7-સીટર એસયુવી ગાડી સ્કિડિંગને રોકવા માટે એન્ટી-લૉક બ્રેકિંગ સિસ્ટમ અને લૉક-અપ્સ, વિશાળ અને લક્ઝરિયસ ઇન્ટીરિયર્સ અને ડ્યુઅલ ટોન ડેશબોર્ડ જેવી અદ્ભુત વિશેષતાઓ સાથે આવે છે. તેમાં ઑટોમેટિક એસી સેન્સર્સ, પાવર સ્ટિયરિંગ, એલોય વ્હીલ છે અને શહેરના રસ્તાઓ પર 9-16 કિમી/લિટરનું માઇલેજ આપે છે.

●        Mahindra TUV 300

'ટફી'નું લેબલ ધરાવતી, TUV 300 (60 લિટર ઇંધણની ટાંકી સાથે) નામ મુજબ એટલી જ મજબૂત છે. જો કે, માત્ર તેની મજબૂતાઈથી ગેરમાર્ગે દોરાઈ જશો નહીં, કારણકે તે મલ્ટી-ફંક્શનલ સ્ટિયરિંગ વ્હીલ, ફ્રન્ટ ફૉગ લાઇટ અને ટચ સ્ક્રીન સાથે ફિટ કરેલા ખરેખર દમદાર ઇન્ટીરિયર વિશે ગૌરવ પ્રદાન કરે છે. આ ઉપરાંત, તેની એન્ટી-લૉક બ્રેકિંગ સિસ્ટમ, તેના ટ્રાન્સમિશન સાથે, ઑટોમેટિક અને મેન્યુઅલ પ્રકારો બંને, આ 7-સીટરને ભારતીય રસ્તાઓ માટે એક સ્પષ્ટ વિજેતા બનાવે છે.

●        Mahindra XUV 500

XUV 500 ની નવી નક્કોર ગ્રિલ આંખોને ઠારે એવી સરસ છે, અને અમે કહેવામાં જરાપણ અતિશયોક્તિ કરી રહ્યા નથી. ડેશબોર્ડને સોફ્ટ-ટચ લેધર સાથે ડિઝાઇન કરવામાં આવેલ છે જે કોઈ અન્યની તુલનામાં સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવે છે. વિશિષ્ટતાઓને દૃષ્ટિએ, આ ડીઝલ એન્જિનનો જાદુ પેટ્રોલ વેરિયન્ટમાં પણ ઉપલબ્ધ છે. કેટલીક વધુ મહત્વની વિશેષતાઓમાં અનિયમિત રસ્તાઓ પર ચાલતી વખતે કારની બૉડી રોલ થવાની શક્યતાને ઘટાડવા માટે એન્ટિ-રોલ બાર શોક ઍબ્સોર્બર, પાછળની ડિસ્ક બ્રેક, વેન્ટિલેઇટેડ ડિસ્ક પ્રકારની ફ્રન્ટ બ્રેક્સ, એલોય વ્હીલ, ટ્યૂબલેસ ટાયર અને પાવર સ્ટિયરિંગનો સમાવેશ થાય છે.

 

અમારા સ્ટોરમાં તમારા માટે શું છે

 

બજાજ આલિયાન્ઝ ખાતે, અમારી પાસે તમારા માટે તમામ પ્રકાર અને સાઇઝમાં ઉપલબ્ધ હોય તેવા કાર ઇન્શ્યોરન્સ પ્લાન છે. તમે તમારી Mahindra કારને દરેક રીતે કલ્પના કરી શકાય તેમ સુરક્ષિત કરવા ઈચ્છો છો તે માટે અમારી વ્યાપક Mahindra કાર ઇન્શ્યોરન્સ પૉલિસી આદર્શ છે. કુદરતી આપત્તિઓના પરિણામે થતા નુકસાનથી લઈને માનવ પ્રવૃત્તિઓ જેમ કે ચોરી, હુલ્લડ દરમિયાન થયેલા નુકસાન, અથવા હડતાલ, અમારી Mahindra કાર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને કવર કરે છે.

વધુમાં, અમારી Mahindra કાર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને થર્ડ પાર્ટીની જવાબદારીથી પણ સુરક્ષિત કરે છે અને તમારી સુરક્ષા માટે વ્યક્તિગત અકસ્માત કવર પ્રદાન કરે છે.

જો કે, જો તમને લાગે છે કે તમારી કાર માટે વિસ્તૃત કવરેજ હોવું જરૂરી નથી, તો તમે બજાજ આલિયાન્ઝની માત્ર થર્ડ પાર્ટી જવાબદારી પૉલિસી પણ જોઈ શકો છો, અને અમે તમને તે લેવાની ભલામણ કરીએ છીએ કેમ કે તે ફરજિયાત છે.

પરંતુ ધ્યાનમાં રાખો કે Mahindra ની માત્ર થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને માત્ર થર્ડ પાર્ટીના સંબંધમાં ફાઇનાન્શિયલ અને કાનૂની જવાબદારીઓ સામે કવર કરે છે અને તે તમારી કારના નુકસાન અથવા ખોટને કવર કરતી નથી 

તમે કેવી રીતે લાભ મેળવો છો

 

બજાજ આલિયાન્ઝ ખાતે, અમે ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ઑફર કરીએ છીએ, જે માત્ર વિશાળ શ્રેણીના લાભો જ ઑફર કરતી નથી પરંતુ તેઓ તમારી જરૂરિયાતો માટે પણ એટલી વિશિષ્ટ છે કે તમારે ક્યારેય કોઈપણ બાબત માટે બીજાને શોધવાની જરૂર પડશે નહીં. આ જ કારણ છે કે જયારે તમે તમારી મનપસંદ Mahindra કારમાં તમારા પરિવારને લાંબી અને આરામદાયક ડ્રાઇવ પર લઈ જાવ ત્યારે અમે તમને ઇન્શ્યોરન્સનું કામ અમારા પર છોડવા માટે કહીએ છીએ.

● તમને મદદની જરૂર છે? અમને સાદ આપો. અમારો ટોલ ફ્રી નંબર 1800-209-5858 હમેશાં તમારા માટે ઉપલબ્ધ છે, જેથી અમે તમને કોઈપણ સહાયતા, ભલે તે ક્લેઇમ હોય કે સાધારણ સપોર્ટ હોય, તે માટે મદદ કરી શકીએ. અને અમે તેના વિશે ગૌરવ અનુભવીએ છીએ

● કોઈપણ ઝંઝટ વગર, તમારા કૅશલેસ ક્લેઇમને સેટલ કરો. અમારા કોઈ એક નેટવર્ક ગેરેજમાં જાઓ (તે 4000 કરતાં પણ વધુ છે! વિપુલતાની સમસ્યા, અમે કહીએ છીએ) અને મોટા અને નાના તમામ રિપેર કરાવી લો

● તમારા ભરોસાપાત્ર મિત્ર તરીકે અમારી સાથે તમે તમારા ભૂતપૂર્વ ઇન્શ્યોરર સાથેના સંચિત એનસીબીના 50% સુધી ટ્રાન્સફર કરી શકો છો. હરતા-ફરતા બચતની એક ઉત્તમ રીત?

● તમે બજાજ આલિયાન્ઝ સાથે તમારી Mahindra કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને ઑનલાઇન રિન્યુ કરી શકો છો, સાવ નજીવા સમયમાં. માત્ર થોડી મૂળભૂત વિગતો તૈયાર રાખો અને તમે આગળ વધવા માટે તૈયાર હશો

● ઍડ-ઑન જીવન રક્ષક હોઈ શકે છે અને તેઓ તમારી Mahindra કાર ઇન્શ્યોરન્સ પૉલિસીના કવરેજમાં ઉમેરો કરે છે. એન્જિન પ્રોટેક્શન કવર, લૉક અને કી રિપ્લેસમેન્ટ કવર, 24x7 રોડસાઇડ સહાય કવર, કન્ઝ્યુમેબલ ખર્ચ કવર અને ઝીરો ડેપ્રિશિયેશન કવર જેવા ઍડ-ઑન કવરની વ્યાપક શ્રેણીમાંથી પસંદ કરો.

● ડ્રાઇવસ્માર્ટ ટેલિમેટિક્સ સર્વિસ તમને તમારી કારની નાની વિગતો જેમ કે એન્જિનનું પરફોર્મન્સ, બ્રેકિંગ પેટર્ન અને બૅટરી લાઇફનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે. તે તમને તમારા વાહનને શોધવા અને ટ્રૅક કરવામાં, ડ્રાઇવિંગની આદતોનું નિરીક્ષણ કરવામાં અને મહત્વપૂર્ણ અલાર્મ અને નોટિફિકેશન સેટ કરવામાં પણ મદદ કરે છે, જે તમને ઓવર-સ્પીડિંગ અથવા તમારી કારની કોઈપણ અનધિકૃત મૂવમેન્ટ વિષે ઍલર્ટ આપે છે.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે