રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ

વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ હેલ્થ ઇન્શ્યોરન્સ

Health insurance policy for senior citizens

તમારી જીંદગીના પાછલા વર્ષોમાં સુરક્ષિત રહો

તમારા લાભો અનલૉક કરો

કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટ

18,400+ નેટવર્ક હૉસ્પિટલો ઉપલબ્ધ*

હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચને કવર કરે છે

બજાજ આલિયાન્ઝ સિલ્વર હેલ્થ પ્લાન શા માટે?

સારવારના વધતાં ખર્ચને કારણે ખાનગી હેલ્થ કેર વધુને વધુ મોંઘું થઈ રહ્યું છે, જે આપણને સીધું જ મોટા તબીબી ખર્ચ તરફ લઈ જાય છે. તમારા જીવનની સમગ્ર બચત માત્ર એક મેડિકલ ઇમર્જન્સી/ગંભીર બીમારી પર ખર્ચ થઈ શકે છે. વધુમાં, જ્યારે તમારે વધુ મોંઘી સારવારની જરૂર પડે, ત્યારે ઉંમરની સાથે હેલ્થ કેરનો ખર્ચ પણ વધે છે. પરંતુ પોસાય તેવો ઇન્શ્યોરન્સ માત્ર યુવાનો માટે જ નથી.

અમારો સિલ્વર હેલ્થ પ્લાન એ વરિષ્ઠ નાગરિકો માટેની એક વિશિષ્ટ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી છે, જે તેમને સ્વાસ્થ્ય સંભાળના ખર્ચ સામે સુરક્ષા પ્રદાન કરે છે. હવે તમે હેલ્થ કેર સંબંધિત કોઈપણ ફાઇનાન્શિયલ ચિંતા કર્યા વિના, તમે નિવૃત્ત હો કે નહીં, તમારા સોનેરી વર્ષ ગાળી શકો છો.
અમારા સિલ્વર હેલ્થ પ્લાન વરિષ્ઠ નાગરિકો માટેની એક કોમ્પ્રિહેન્સિવ મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી છે, જે ગંભીર બીમારીઓ, હૉસ્પિટલાઇઝેશન, મેડિકલ ચેક-અપ અને વધુ.
વરિષ્ઠ નાગરિકો માટેની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં રોકાણ કરો અને તમારા માતાપિતાને અને પોતાને અણધારી નાણાંકીય અગવડથી બચાવો.

સિલ્વર હેલ્થ પ્લાન હેઠળ અમે ઘણું બધું ઑફર કરીએ છીએ

મુખ્ય સુવિધાઓ

એક મેડિક્લેમ પૉલિસી જે વરિષ્ઠ નાગરિકો માટે વિશાળ શ્રેણીની સુવિધાઓ સાથે સંપૂર્ણ હેલ્થ ઇન્શ્યોરન્સ ઉકેલો પ્રદાન કરે છે:

  • પહેલાંથી હાજર બીમારી કવર

    આ પૉલિસી લાગુ પડયા પછી 1 વર્ષ સુધી પહેલાંથી હોય તેવી બીમારીઓને આવરી લે છે.

  • સહ-ચુકવણીની માફી

    તમે સહ-ચુકવણીની માફી નો વિકલ્પ પસંદ કરી શકો છો. સહ-ચુકવણી એક સ્વૈચ્છિક રકમ (%) છે જેની ચૂકવણી તમે કુલ મેડિકલેમમાંથી કરવાનું પસંદ કરી શકો છો, જ્યારે બાકીની રકમ અમારા દ્વારા ચૂકવવામાં આવે છે.

  • સંચિત બોનસ

    દરેક દાવા-મુક્ત વર્ષ માટે, તમારી વળતરની મર્યાદા સુધી 10% સંચિત બોનસ મેળવો, મહત્તમ 50% સુધી.

  • હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછી

    હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચને અનુક્રમે 60 અને 90 દિવસ સુધી આવરી લે છે.

  • મોટી ઉંમરની વ્યક્તિઓ માટે પ્રવેશ

    આ પૉલિસી 70 વર્ષની ઉંમર સુધીના સભ્યોને આવરી લે છે.

  • એમ્બ્યુલન્સ કવર

    આ પૉલિસીમાં ₹ 1,000 સુધીના એમ્બ્યુલન્સના ખર્ચને આવરી લેવામાં આવે છે.

  • નિઃશુલ્ક હેલ્થ ચેક-અપ

    સતત ચાર દાવા-મુક્ત વર્ષોના અંતે અમારા નિયુક્ત તબીબી કેન્દ્રો પર મફત આરોગ્ય તપાસનો લાભ લો.

જીવનના પાછળના તબક્કાઓ માટે હેલ્થ કેર સુરક્ષા. વધુ જાણવા માટે આ વિડિઓ જુઓ.

Video

સરળ, ઝંઝટ-મુક્ત અને ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ

ક્લેઇમ બાય ડાયરેક્ટ ક્લિક (CDC)

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ has introduced an app based claim submission process known as “Health Claim by Direct Click” (CDC) This facility allows you to register and submit claim documents through the app itself for claims up to Rs 20,000.

તમારે શું કરવાનું રહેશે?:

  • ઇન્શ્યોરન્સ વૉલેટ એપમાં તમારી પૉલિસી અને કાર્ડ નંબર રજિસ્ટર કરો.
  • એપમાં તમારી પૉલિસી અને હેલ્થ કાર્ડ નંબર રજિસ્ટર કરો.
  • ક્લેઇમ રજિસ્ટર કરો.
  • ક્લેઇમ ફોર્મ ભરો અને હૉસ્પિટલ સંબંધિત ડૉક્યૂમેન્ટની વ્યવસ્થા કરો.
  • એપ મેનુનો ઉપયોગ કરીને ડૉક્યૂમેન્ટ અપલોડ કરો.
  • આગળની પ્રક્રિયા માટે ક્લેઇમ સબમિટ કરો.
  • થોડા કલાકોની અંદર કન્ફર્મેશન મેળવો.

કૅશલેસ ક્લેઇમની પ્રક્રિયા (માત્ર નેટવર્ક હૉસ્પિટલમાં સારવાર પર લાગુ):

નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સુવિધા વર્ષભર, સેવામાં કોઈપણ દખલગીરી વિના 24x7 ઉપલબ્ધ છે. પરંતુ કૅશલેસ સેટલમેન્ટ પ્રદાન કરનાર હૉસ્પિટલો કોઈપણ સૂચના વિના તેમની પૉલિસી બદલવા માટે જવાબદાર છે. તેથી, તમારે દાખલ થતા પહેલાં હૉસ્પિટલનું લિસ્ટ તપાસવું જોઈએ. અપડેટ કરેલી લિસ્ટ અમારી વેબસાઇટ પર અને અમારા કૉલ સેન્ટર સાથે ઉપલબ્ધ છે. કૅશલેસ સુવિધા મેળવતી વખતે ઓળખના સરકારી પુરાવા સાથે બજાજ આલિયાન્ઝ હેલ્થ કાર્ડ ફરજિયાત છે.

કૅશલેસ ક્લેઇમ પસંદ કરતી વખતે, નીચે આપેલા પગલાંઓને અનુસરો:

  • હૉસ્પિટલના ઇન્શ્યોરન્સ ડેસ્ક પરથી સારવાર કરનાર ડૉક્ટર/હૉસ્પિટલ દ્વારા ભરેલ અને હસ્તાક્ષર કરેલ અને તમારા દ્વારા અથવા તમારા પરિવારના સભ્ય દ્વારા હસ્તાક્ષર કરેલ પ્રી-ઑથોરાઇઝેશન વિનંતી ફોર્મ મેળવો.
  • નેટવર્ક હૉસ્પિટલ, હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ (એચએટી) ને વિનંતી ફેક્સ કરશે.
  • એચએટી ડૉક્ટર પ્રી-ઑથોરાઇઝેશન વિનંતી ફોર્મની ચકાસણી કરશે અને પૉલિસીની માર્ગદર્શિકા મુજબ, કૅશલેસ સગવડની ઉપલબ્ધતા નક્કી કરશે.
  • યોજના અને તેના લાભો અનુસાર 3 કલાકની અંદર અધિકૃતતા પત્ર (એએલ)/નામંજૂરીનો પત્ર/વધારાની જરૂરિયાત અંગેનો પત્ર જારી કરવામાં આવે છે.
  • હૉસ્પિટલમાંથી રજા આપવાના સમયે હૉસ્પિટલ છેલ્લું બિલ અને રજા આપ્યાની વિગતો એચએટીને જણાવશે અને તેમના મૂલ્યાંકનના આધારે, અંતિમ સેટલમેન્ટની પ્રક્રિયા કરવામાં આવશે.

નોંધ કરવાના મહત્વપૂર્ણ બિંદુઓ

  • પૂર્વનિર્ધારિત હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં, દાખલ થવા માટે નેટવર્ક હૉસ્પિટલની પ્રક્રિયા મુજબ તમારો પ્રવેશ અગાઉથી નોંધાવો/રિઝર્વ કરો.
  • નેટવર્ક હૉસ્પિટલમાં બેડની ઉપલબ્ધતાને આધારે દાખલ કરવામાં આવશે.
  • કૅશલેસ સુવિધા હંમેશા તમારી પૉલિસીના નિયમો અને શરતોને આધિન રહેશે.
  • પૉલિસીમાં નીચેની બાબતોને આવરી લેવામાં આવી નથી : ટેલિફોન સંબંધીઓ માટે ખાદ્ય અને પીણાં પ્રસાધન-વસ્તુઓ
  • ઇન-રૂમ રેન્ટ નર્સિંગ શુલ્ક સામેલ છે. જોકે, જો ઉચ્ચ રૂમનો ઉપયોગ કરવામાં આવે તો તમારા દ્વારા વધારાના ખર્ચ ઉઠાવવામાં આવશે.
  • જો સારવાર પૉલિસીના નિયમો અને શરતો અનુસાર આવરી લેવામાં આવતી નથી, તો તમારો કૅશલેસ કે વળતર- તે દાવો નકારવામાં આવશે.
  • અપર્યાપ્ત તબીબી માહિતીના કિસ્સામાં, કૅશલેસ દાવા માટે પ્રી-ઓથોરાઈઝેશન નો અસ્વીકાર થઈ શકે છે.
  • કૅશલેસ સુવિધા નકારવાનો અર્થ એ સારવારનો ઇન્કાર કરવો એમ નથી અને તમને જરૂરી તબીબી સારવાર મેળવવાથી અથવા હૉસ્પિટલાઇઝેશન થી કોઈપણ રીતે અટકાવતું નથી.

હૉસ્પિટલાઇઝેશન પહેલાના / પછીના ખર્ચનું વળતર

હૉસ્પિટલમાં દાખલ થતાં પહેલાનો અને હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદનો સુસંગત તબીબી ખર્ચ પૉલીસી અનુસાર ભરપાઈ કરી આપવામાં આવશે. આવી સેવાઓના પ્રિસ્ક્રિપ્શન અને બીલ/રસીદો બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સને યોગ્ય રીતે સહી કરેલ દાવા ફોર્મ સાથે સબમિટ કરવાની રહેશે.

રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમની પ્રક્રિયા

  • હૉસ્પિટલાઇઝેશન વિશે BAGIC HAT ટીમને જાણ કરો. તમારા ક્લેઇમને ઑનલાઇન રજિસ્ટર કરવા માટે અહીં ક્લિક કરો તમારો દાવો ઑફલાઇન નોંધવા માટે કૃપા કરીને અમારા ટોલ-ફ્રી નંબર પર અમને કૉલ કરો: 1800-209-5858.
  • હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ 30 દિવસની અંદર તમારે અથવા કુટંબના સભ્યે, નીચે જણાવેલ દસ્તાવેજો HAT ને મોકલવાના રહેશે: મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઈડી સાથે યોગ્ય રીતે ભરેલ અને સહી કરેલ દાવા ફોર્મ. હૉસ્પિટલનું અસલ બિલ અને ચૂકવણીની અસલ રસીદ. તપાસ અહેવાલ. ડિસ્ચાર્જ કાર્ડ. પ્રિસ્ક્રિપ્શન્સ. દવાઓ અને સર્જિકલ વસ્તુઓના બીલ. હૉસ્પિટલમાં દાખલ થતા પૂર્વેના ખર્ચની વિગતો (જો કોઈ હોય તો). દાખલ દર્દીના કાગળો, જો જરૂરી હોય તો.
  • આગળની પ્રક્રિયા બધાં દસ્તાવેજો HAT ને મોકલવાના રહેશે, અને ચકાસણીના આધારે, અંતિમ સેટલમેન્ટ 10 કાર્યકારી દિવસોમાં કરવામાં આવશે.
  • હૉસ્પિટલમાં દાખલ થયા પછીના દાવાના દસ્તાવેજો હૉસ્પિટલમાંથી રજા મળ્યા તારીખથી 90 દિવસની અંદર મોકલવાના રહેશે.

વળતરના દાવા માટે જરૂરી દસ્તાવેજો

  • હૉસ્પિટલની ચુકવણીની યોગ્ય રીતે સહી-સિક્કા કરેલ પ્રી-નંબર્ડ અસલ રસીદ.
  • મૂળ પ્રિસ્ક્રિપ્શન અને દવાઓનું બિલ.
  • ડૉક્ટરની મુલાકાતના મૂળ પેપર (જો કોઈ હોય તો).
  • તપાસ અને નિદાનના અસલ અહેવાલો સાથે હોસ્પિટલની અંદર અને બહારની તપાસના અસલ બિલ અને ચુકવણીની રસીદ.
  • જો તમે અથવા તમારા પરિવારના કોઈ સભ્યએ કેશલેસ ક્લેઇમ લીધો છે પરંતુ તેનો ઉપયોગ કર્યો નથી, તો તેમ જણાવતો હૉસ્પિટલનો એક પત્ર.
  • ઘટનાની વિગતોના ઉલ્લેખ સાથેનો સારવાર કરનાર ડૉક્ટરનો પત્ર (અકસ્માતના કિસ્સામાં).
  • લેટરહેડ પર હૉસ્પિટલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને હૉસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર.
  • IFSC કોડ અને ઇન્શ્યોરન્સ ધારકનું નામ ધરાવતો કૅન્સલ કરેલ ચેક.
  • હૉસ્પિટલમાં દાખલ કર્યા તારીખ થી રજા આપ્યાની તારીખ સુધીના, વિસ્તૃત તબીબી ઇતિહાસ અને તાપમાન, નાડી અને શ્વસન ચાર્ટ સહિતની ડૉકટરની નોંધ સાથેના હૉસ્પિટલ દ્વારા ખરાઈ કરેલ ઇન્ડોર કેસ પેપર.
  • એક્સ-રે (ફ્રેક્ચરના કિસ્સામાં).
  • સારવાર કરી રહેલ ડૉક્ટર દ્વારા પ્રસૂતિને લગતો ઇતિહાસ (પ્રસૂતિના કિસ્સાઓમાં).
  • FIR ની નકલ (અકસ્માતના કિસ્સામાં).
  • કેટલાક વિશેષ કિસ્સાઓ માટે આવશ્યકતા. મોતિયાના ઑપરેશનના કિસ્સામાં - બિલની નકલ સાથે લેન્સ સ્ટિકર. સર્જરીના કિસ્સામાં - બિલની નકલ સાથે ઇમ્પ્લાન્ટ સ્ટિકર. હૃદય સંબંધિત સારવારના કિસ્સામાં - બિલની નકલ સાથે સ્ટેન્ટ સ્ટિકર.

તમામ અસલ દસ્તાવેજો નીચેના સરનામા પર સબમિટ કરવાના રહેશે:

હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ

બજાજ આલિયાન્ઝ હાઉસ, એરપોર્ટ રોડ, યેરવડા, પુણે-411006.

પરબીડિયા પર તમારો પૉલિસી નંબર, હેલ્થ કાર્ડ નંબર અને મોબાઇલ નંબર સ્પષ્ટપણે લખો.

નોંધ: તમારા રેકોર્ડ્સ માટે દસ્તાવેજો અને કુરિયર રેફરન્સ નંબરની ફોટોકૉપી રાખો.

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સના HAT ને હૉસ્પિટલાઇઝેશન અંગે જાણ કરો. a) તમારા ક્લેઇમને ઑનલાઇન રજિસ્ટર કરવા માટે અહીં ક્લિક કરો b)

ચાલો, હેલ્થ ઇન્શ્યોરન્સને સરળ બનાવીએ

વરિષ્ઠ નાગરિક હેલ્થ ઇન્શ્યોરન્સ યોજના શું છે?

નિવૃત્તિ વર્ષો તેમની સાથે તકલીફો અને કસોટી સાથે લાવે છે. આ એ વર્ષો છે જેમાં તમારે તબીબી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો આ સમયે કોઈ મોટી તબીબી કટોકટીની સ્થિતિ સર્જાય છે, તો તમે તે માટે તૈયાર નહીં હોવ એટલું જ નહીં, પણ મોટી આર્થિક તકલીફમાં પણ આવી શકો છો. આ સ્થિતિમાંથી બચવા માટે એવો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરો જે, તમારે જ્યારે તેની સૌથી વધુ જરૂર હોય ત્યારે તમારી સાથે હોય. 

અમારો સિલ્વર હેલ્થ પ્લાન વરિષ્ઠ નાગરિકો માટેનો ખાસ હેલ્થ ઇન્શ્યોરન્સ છે. આ પ્લાન હૉસ્પિટલાઇઝેશનના ખર્ચ, તબીબી સારવારનો ખર્ચ, અકસ્માત, ગંભીર બીમારીઓ અને તેવી અન્ય સ્થિતિઓ સામે સંપૂર્ણ કવરેજ પ્રદાન કરે છે.

અમારી સેવાઓ દ્વારા સ્મિત ફેલાવી રહ્યા છીએ

આશીષ ઝુનઝુનવાલા

મારું ક્લેઇમ સેટલમેન્ટ, જે 2 દિવસની અંદર મંજૂર થયેલ, તે અંગે હું ખુશ અને સંતુષ્ટ છું...

સુનીતા એમ આહુજા

લૉકડાઉનના સમયમાં ઇન્શ્યોરન્સની કૉપી ખૂબ જ ઝડપથી ડિલિવર કરવામાં આવી. બજાજ આલિયાન્ઝ ટીમનો આભાર

રેની જૉર્જ

હું બજાજ આલિયાન્ઝ વડોદરાની ટીમનો, ખાસ કરીને શ્રી હાર્દિક મકવાણા અને શ્રી આશીષ ગુપ્તાનો આભાર માનું છું...

તમારા જીવનના સોનેરી વર્ષો માટે અનુકૂળ ઇન્શ્યોરન્સ પ્લાન્સ

Individual Cover

તમારી દરેક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એકથી વધુ સુવિધાઓ અને લાભો.

એટલું જ નહીં, તમારા સીનિયર હેલ્થ પ્લાન સાથેના અતિરિક્ત લાભો આ પ્રમાણે છે

વિવિધ લાભો સાથેના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને મોટા તબીબી બિલથી સુરક્ષિત કરવા માટે બનાવાયેલ છે:
Silver Health Cashless Facility

કૅશલેસ સુવિધા

ભારતમાં 18,400 + થી વધુ હૉસ્પિટલો* પર કૅશલેસ સુવિધાનો લાભ લો.

Hospital Cash Tax

હૉસ્પિટલ કૅશ ટૅક્સ

ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80D હેઠળ ઇન્કમ ટૅક્સના લાભ મેળવો.* વધુ વાંચો

ટૅક્સની બચત

ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80D હેઠળ ઇન્કમ ટૅક્સના લાભ મેળવો.*

*તમારા માતાપિતા માટે વરિષ્ઠ હેલ્થ પ્લાન પસંદ કરવા પર, તમે તમારા કર સામે કપાત તરીકે વાર્ષિક ₹25,000 મેળવી શકો છો (જો તમે 60 વર્ષથી વધુ ન હોય). જો તમે તમારા માતાપિતા કે જેઓ વરિષ્ઠ નાગરિક (ઉંમર 60 અથવા તેનાથી વધુ) હોય, તેમના માટે પ્રીમિયમ ચૂકવો, તો ટૅક્સ હેતુ હેલ્થ ઇન્શ્યોરન્સનો મહત્તમ લાભ ₹50,000 છે. જો તમારી ઉંમર 60 વર્ષથી ઓછી હોય અને તમારા માતાપિતા વરિષ્ઠ નાગરિક હોય તો, એક કરદાતા તરીકે તમે સેક્શન 80D હેઠળ કુલ ₹75,000 સુધીનો મહત્તમ ટૅક્સ લાભ મેળવી શકો છો. જો તમારી ઉંમર 60 વર્ષથી વધુ હોય અને તમે તમારા માતાપિતા માટે મેડિકલ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ચૂકવો, તો સેક્શન 80D હેઠળ મહત્તમ ટૅક્સ લાભ ₹1 લાખ છે.

Quick claim

ઝંઝટ-મુક્ત ક્લેઇમ સેટલમેન્ટ

અમારી ઇન-હાઉસ ક્લેઇમ સેટલમેન્ટ ટીમ ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા ઝડપી, સરળ અને આસાન બનાવે છે. વધુ વાંચો

અમારી ઇન-હાઉસ ક્લેઇમ સેટલમેન્ટ ટીમ ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયાને ઝડપી, સરળ અને આસાન બનાવે છે. ઉપરાંત, અમે સમગ્ર ભારતમાં 18,400 + થી વધુ નેટવર્ક હૉસ્પિટલોમાં* કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટ પ્રદાન કરીએ છીએ. આ હૉસ્પિટલાઇઝેશન કે સારવારની સ્થિતિમાં ઉપયોગી થાય છે, જેમાં અમે બિલની ચુકવણી સીધી નેટવર્ક હૉસ્પિટલને કરીએ છીએ અને તમે સાજા થવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. 

Silver Health Family Discount

ફેમિલી ડિસ્કાઉન્ટ

આ પૉલિસી હેઠળ આવરી લેવામાં આવેલા તમારા પરિવારના પ્રત્યેક સભ્ય દીઠ 5% ફેમીલી ડિસ્કાઉન્ટ મેળવો.

Silverhealth Innovative packages

કસ્ટમાઇઝ્ડ પ્લાન્સ

આ પૉલિસી ખાસ કરીને તમારી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કસ્ટમાઇઝ કરેલા નવીન પૅકેજો ઑફર કરે છે.

વરિષ્ઠ નાગરિકો માટે સિલ્વર હેલ્થ પ્લાન ખરીદતા પહેલાં નોંધ કરવાના મહત્વપૂર્ણ મુદ્દાઓ

  • પૉલિસીમાં આ સામેલ છે

  • પૉલિસીમાં આ સામેલ નથી

હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચ

હૉસ્પિટલાઇઝેશનના ખર્ચ અને હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચના 3% જેટલી રકમને આવરી લે છે.

એમ્બ્યુલન્સ ખર્ચ

₹1,000 ની મર્યાદાને આધિન, આકસ્મિક સ્થિતિમાં એમ્બ્યુલન્સના ખર્ચને આવરી લે છે.

પહેલાંથી હાજર બીમારી કવર

પૉલિસી જારી કર્યા પછી 1 વર્ષ બાદ પહેલેથી હોય તેવી બીમારીઓને આવરી લે છે.

1 of 1

પૉલિસી શરૂ થવાના પ્રથમ 30 દિવસો દરમિયાન લાગુ પડેલ કોઈપણ રોગ.
સારણગાંઠ, હરસ, મોતિયો, બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરટ્રોફી અને હિસ્ટરેક્ટોમી જેવા રોગો 1 વર્ષની પ્રતીક્ષા અવધિ સુધી આવરી લેવામાં આવશે નહીં.

નૉન-એલોપેથિક દવાઓ.

AIDS અને સંબંધિત વિકારોથી ઉદ્ભવતા તમામ ખર્ચ.
કોસ્મેટિક, એસ્થેટિક અથવા સંબંધિત સારવાર.

માદક દ્રવ્યો અને આલ્કોહોલના ઉપયોગને કારણે ઉદ્ભવતા કોઈપણ રોગ અથવા બીમારી.

જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં (અકસ્માત સિવાય) પ્રતીક્ષા અવધિ ચાર વર્ષની રહેશે.
કોઈપણ માનસિક બીમારી અથવા મનોરોગની સારવાર.

1 of 1

હેલ્થ ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ ડાઉનલોડ કરો

શું તમારી પહેલાની પૉલિસી ટૂંક સમયમાં સમાપ્ત થઈ રહી છે?

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

ગ્રાહકના રિવ્યૂ અને રેટિંગ

સરેરાશ રેટિંગ:

4.75

(3,912 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)

Satish Chand Katoch

સતીશ ચંદ કટોચ

વેબ દ્વારા ઝંઝટમુક્ત પૉલિસી લેતી વખતે અમે બધા વિકલ્પ સાથે રિવ્યૂ કરી શકીએ છીએ.

Ashish Mukherjee

આશીષ મુખર્જી

દરેક માટે સૌથી સરળ, કોઈ ઝંઝટ નહીં, કોઈ મૂંઝવણ નહીં. સરસ કામ. સૌભાગ્ય.

Jaykumar Rao

જયકુમાર રાવ

ખૂબ જ યૂઝર ફ્રેન્ડલી. મને 10 મિનિટથી ઓછા સમયમાં મારી પૉલિસી મળી છે.

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

કૉલ બૅક માટે વિનંતી કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય વિકલ્પ પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો
કૃપા કરીને ચેકબૉક્સ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

 લિખિત: બજાજ આલિયાન્ઝ - અપડેટેડ : 22nd એપ્રિલ 2024

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો