રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Coinsurane Meaning & Definition | Bajaj Allianz
21 જુલાઈ, 2020

કૉ-ઇન્શ્યોરન્સનો અર્થ અને વ્યાખ્યાની સરળ સમજૂતી

તેઓ મેડિકલ બિલની ચુકવણી કરવાની રાહ જોઈ રહ્યા હતા અને તેમના ભાઈને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાવી રહ્યા હતા. પરંતુ, બિલની રકમ જોતાં જ તેઓ જાણે કે બેભાન જ થઈ ગયા હતા. બિલની રકમ તેમની અપેક્ષા કરતાં ઘણી વધુ હતી.

તેમને વિશ્વાસ હતો કે તેમના ભાઈનો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન મોટાભાગના મેડિકલ ખર્ચને કવર કરવા માટે પૂરતો રહેશે અને માત્ર થોડી જ રકમ (મુખ્યત્વે કપાતપાત્ર) જ તેમણે ચૂકવવાની થશે. પરંતુ તેમણે વધતાં જતાં મેડિકલ અને અન્ય મેડિકલ પ્રક્રિયાઓના ખર્ચને ધ્યાનમાં લીધો ન હતો, જેને પરિણામે બિલની રકમ પર ખૂબ જ અસર થઈ હતી.

અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી, તેમણે તમામ બિલની ચુકવણી કરી અને વળતર તરીકે માત્ર એક નાનો હિસ્સો મેળવવા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કર્યો.

તેમને અને તેમના ભાઈને ખ્યાલ ન હતો કે તેમના દ્વારા તેમની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે પસંદ કરવામાં આવેલ વીમાકૃત રકમ (એસઆઇ) અપૂરતી સાબિત થઈ શકે છે અને આમ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવા છતાં તેમને ખૂબ મોટી રકમ ચૂકવવી પડી હતી. જો એકથી વધુ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવામાં આવી હોત, તો આ પરિસ્થિતિને ટાળી શકાઈ હોત, જેમાં તેમની પ્રથમ પૉલિસીની એસઆઇ સમાપ્ત થયા પછી અન્ય પૉલિસી દ્વારા તેમના ખર્ચ કવર કરી લેવામાં આવ્યા હોત અને તેમણે જાતે ઓછી રકમ ચૂકવવી પડી હોત.

કૉ-ઇન્શ્યોરન્સ એટલે શું?

બે હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા તમારા હૉસ્પિટલના ખર્ચને શેર કરવામાં આવે તેને કૉ-ઇન્શ્યોરન્સ કહેવામાં આવે છે. જ્યારે તમે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો/રિન્યુ કરો છો ત્યારે તમે આ કૉ-ઇન્શ્યોરન્સ પસંદ કરો છો.

ઉદાહરણ તરીકે. જો તમારી પાસે બજાજ આલિયાન્ઝનો વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે, તો તમે કંપની B માંથી અન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી શકો છો, જે તમારી વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની એસઆઇ સમાપ્ત થયા પછી તમને આર્થિક મદદ કરી શકે છે.

કૉ-ઇન્શ્યોરન્સ મને કેવી રીતે મદદરૂપ થાય છે?

એકથી વધુ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ખરીદીને, મર્યાદિત કવરેજ આપતા એક જ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પાછળ મોટી રકમ ખર્ચ કરવાના બદલે તમે ઓછા પ્રીમિયમે વધુ હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ મેળવી શકો છો.

કૉ-ઇન્શ્યોરન્સ, એટલે કે એકથી વધુ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઇન્વેસ્ટ કરવાથી, તમારા પૉલિસી ડૉક્યૂમેન્ટમાં ઉલ્લેખિત નિયમો અને શરતો મુજબ, જો એક કંપની દ્વારા તમારો કોઈ ક્લેઇમ નકારવામાં આવે છે, પરંતુ કોઈ અન્ય કંપની દ્વારા સ્વીકારવામાં આવે છે, તો તમને મદદરૂપ થાય છે. આમ, એક ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ તમારો ક્લેઇમ સ્વીકારવામાં ન આવે તો પણ તમે આર્થિક સુરક્ષા અનુભવી શકો છો, કારણ કે મેડિકલ ખર્ચ બીજી પૉલિસી દ્વારા કવર કરી શકાય છે.

કૉ-ઇન્શ્યોરન્સ કેવી રીતે કામ કરે છે?

જો તમારી પાસે એકથી વધુ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ છે, તો તે તમારા દ્વારા પસંદ કરેલા કૉ-ઇન્શ્યોરન્સના આધારે તે સૌ સારવારની રકમની ભરપાઈ કરી શકે છે. તમને ક્લેઇમની સંપૂર્ણ રકમની એકથી વધુ વખત ભરપાઈ કરવામાં આવશે નહીં, પરંતુ ક્લેઇમની રકમ હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ/પૉલિસીઓમાં વહેંચાઈ જશે અને તે અનુસાર તમને વળતર ચૂકવવામાં આવશે. આનો લાભ કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ સુવિધાનો ઉપયોગ કરીને પણ લઈ શકાય છે.

ચાલો ઉદાહરણની મદદથી કૉ-ઇન્શ્યોરન્સ સમજીએ.

જો તમે બે ઇન્શ્યોરન્સ કંપનીઓ/પૉલિસીઓ A અને B વચ્ચે 70% અને 30% કૉ-ઇન્શ્યોરન્સ પસંદ કરેલ હોય, તો તે જ પ્રમાણમાં કંપનીઓ/પૉલિસીઓ દ્વારા ₹1 લાખના હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમનું વળતર વહેંચી લેવામાં આવશે (એટલે કે કંપની/પૉલિસી A દ્વારા ₹70,000 ની અને કંપની/પૉલિસી B દ્વારા ₹30,000 ની ચુકવણી કરવામાં આવશે).

ધ્યાનમાં રાખો, કે તમારી બંને ઇન્શ્યોરન્સ કંપનીઓ/પૉલિસીઓ દ્વારા તમને સંપૂર્ણ ક્લેઇમની રકમ ચુકવવામાં આવશે નહીં. તે હંમેશા કૉ-ઇન્શ્યોરન્સના આધારે નક્કી કરવામાં આવશે. ઉપરાંત, બંને પૉલિસીની કપાતપાત્ર રકમ તમારે ચુકવવાની રહેશે અને બાકીની ક્લેઇમની રકમની ચુકવણી તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ દ્વારા વહેંચી લેવામાં આવશે. તમારી પૉલિસીનો સૌથી વધુ લાભ લેવા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના લાભો જેમ કે કૉ-ઇન્શ્યોરન્સ, સેક્શન 80 ડી હેઠળની ટૅક્સ કપાત ને સમજવું મહત્વપૂર્ણ છે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે