રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Exclusions in Health Insurance: List of Diseases Not Covered Under Health Insurance
21 જુલાઈ, 2020

7 બાબત જે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં નથી આવતી

તમારામાંથી મોટાભાગના હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમનો અસ્વીકાર થવા અંગે ચિંતિત રહો છો. આ ગંભીર બાબત હોઇ શકે છે તે અમે સમજીએ છીએ, પરંતુ ખૂબ જ સરળ ટ્રિક વડે હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમનો અસ્વીકાર થતા રોકી શકાય છે.

અને આ ટ્રિક છે - તમારા પૉલિસીના ડૉક્યૂમેન્ટને સંપૂર્ણપણે વાંચવું, જેથી તમે હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ, તમારા દ્વારા પસંદ કરેલ સમાવેશ, લાભો, સુવિધાઓ, એસઆઈ (સમ ઇન્શ્યોર્ડ) અને તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના એક્સકલુઝન વિશે જાણો. તમારી પૉલિસી વિશે આ વિગતો જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેના દ્વારા તમે તમારી ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા સરળ હોવાનું સુનિશ્ચિત કરી શકો છો.

જો તમે તમારી પૉલિસીમાં શામેલ ન હોય તેવી સારવાર માટે ક્લેઇમ કરો છો (જે એક એક્સકલુઝન છે), તો તમારો ક્લેઇમ સીધો જ નકારવામાં આવશે. અને, અમે નથી ઈચ્છતા કે તમારી સાથે આમ થાય. તેથી, હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરતી વખતે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે અહીં તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના કેટલાક સામાન્ય એક્સકલુઝન આપેલ છે જે તમારે જાણવા જોઈએ.

  1. પહેલેથી હોય તેવી બીમારીઓ: તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી શરૂ થયા પછી તરત જ હ્રદય રોગ, કિડનીના રોગ, ડાયાબિટીસ, કેન્સર અને અન્ય પહેલાંથી હાજર બીમારીઓને કવર કરવામાં આવતી નથી. તેમની પ્રતીક્ષા અવધિ નિર્ધારિત હોય છે અને આ પ્રતીક્ષા અવધિ સમાપ્ત થયા પછી તેનું કવરેજ શરૂ થાય છે. પહેલેથી હોય તેવી બીમારીઓ માટેનો પ્રતીક્ષા અવધિ દરેક ઇન્શ્યોરન્સ કંપની માટે અલગ હોય છે અને તે એક વર્ષથી ત્રણ વર્ષ સુધીનો હોઈ શકે છે.
  2. વૈકલ્પિક ઉપચારો : બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ તમને આયુર્વેદિક અને હોમિયોપેથિક હૉસ્પિટલાઇઝેશન માટે કવરેજ પ્રદાન કરીએ છીએ. પરંતુ, અન્ય સારવારો જેમ કે નેચરોપેથી, એક્યુપંક્ચર, મેગ્નેટિક થેરાપી, એક્યુપ્રેશર વગેરે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં કવર કરવામાં આવતી નથી.
  3. કોસ્મેટિક સર્જરી : અકસ્માત અથવા કેન્સર જેવી ગંભીર બીમારીને કારણે થતી વિકૃતિ જેવી કેટલીક ગંભીર ઘટના બાદ તબીબી પ્રોફેશનલ દ્વારા સૂચવવામાં આવેલ ન હોય તો હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ હેઠળ કોસ્મેટિક સર્જરી (પ્લાસ્ટિક સર્જરી), હેર ટ્રાન્સપ્લાન્ટ કવર કરવામાં આવતું નથી.
  4. ડેન્ટલ સર્જરી : હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ તમારા કુદરતી દાંતને થયેલા આકસ્મિક નુકસાનને, હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં, કવર કરે છે. કોઈપણ અન્ય પ્રકારની દાંતની પ્રક્રિયાને સામાન્ય રીતે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાંથી બાકાત રાખવામાં આવે છે.
  5. સ્વયંને પહોંચાડેલ ઈજાઓ: જો તમે કોઈપણ સ્વયંને પહોંચાડેલ ઈજાઓ માટે સારવાર મેળવો છો, તો તેને તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા કવર કરી લેવામાં આવશે નહીં. ઉપરાંત, આત્મહત્યાના પ્રયત્નોને કારણે થયેલી ઈજાઓ, જેને કારણે વ્યક્તિ વિકલાંગ/ઈજાગ્રસ્ત થઈ શકે છે, તેને કોઈપણ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવશે નહીં. વધુમાં, યુદ્ધ દરમિયાન થયેલી ઈજાઓ તમારી પૉલિસીમાંથી બાકાત છે.
  6. અન્ય રોગો અને સારવાર : એચઆઈવી ને લગતી સારવાર, જન્મજાત રોગો, ડ્રગ અને આલ્કોહોલ જેવા કોઈપણ પદાર્થના ઉપયોગ માટેની સારવાર, વ્યસન છોડાવવા માટેની સારવાર, કોઈપણ ફર્ટિલિટી સંબંધિત પ્રક્રિયા, પ્રાયોગિક સારવાર વગેરે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.
  7. ફરજિયાત પ્રતીક્ષા અવધિ : મોટાભાગની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં ફરજિયાત પ્રતીક્ષા અવધિ દરમિયાન, જે એક મહિનાથી ત્રણ મહિના સુધી હોઈ શકે છે, તેમાં વ્યક્તિને આવરી લેવામાં આવતા નથી. જો કે, તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી શરૂ થવાના સમયથી જ આકસ્મિક ઈજાઓ કવર કરવામાં આવે છે.

મુખ્યત્વે, તમને હેલ્થ ઇન્શ્યોરન્સના વિવિધ પ્રકારની પૉલિસીઓ અને તેમની ઑફરને સમજવાની સલાહ આપવામાં આવે છે. વધુમાં, તમે અમારી વેબસાઇટ પર દરેક હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે અમારું વિગતવાર બ્રોશર વાંચી શકો છો, જ્યાં તમે ચોક્કસ એક્સકલુઝન અને સામાન્ય એક્સકલુઝન વિશે પણ જાણી શકો છો. અમે અગાઉ ઉલ્લેખ કર્યો તે અનુસાર, તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના એક્સકલુઝન વિશે માહિતગાર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તમારે ક્લેઇમ કરતી વખતે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 2.8 / 5. વોટની સંખ્યા: 16

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે