Loader
Loader

રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
 • ક્લેઇમ સહાયતા નંબરો

 • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

 • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

 • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

 • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

 • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

 • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

 • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

કોરોના કવચ પૉલિસી

 

કોરોનાવાઇરસ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ
Corona Kavach Policy by Bajaj Allianz

તમારા માટે કોવિડ-19 વિશિષ્ટ હેલ્થ ઇન્શ્યોરન્સ

કૃપા કરીને નામ દાખલ કરો
અમને કૉલ કરો
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

તમારા માટે તેમાં શું છે?

કોવિડ-19 મહામારીને કવર કરી લે છે

પરિવાર માટે વિસ્તૃત કવર. તેમાં સ્વયં, જીવનસાથી, માતાપિતા, સાસુ સસરા અને આશ્રિત બાળકો શામેલ છે.

50,000 થી 5 લાખ સુધીના એકથી વધુ વીમાકૃત રકમના વિકલ્પો

કોરોના કવચ પૉલિસી શું છે?

જેમ નામ સૂચવે છે તેમ કોરોના કવચ પૉલિસી એક સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી છે, જે કોરોનાવાઇરસ સામે હેલ્થ ઇન્શ્યોરન્સની જરૂરિયાત માટે ખાસ કરીને બનાવવામાં આવી છે. આ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્શ્યોરન્સનો ધ્યેય શક્ય હોય તેટલા લોકોને ઇન્શ્યોરન્સની સુરક્ષા હેઠળ કવર કરવાનો છે, જેથી આપણે આ મહામારી સામે એક રાષ્ટ્ર તરીકે લડી શકીએ. આ એક સ્ટાન્ડર્ડ પૉલિસી હોવાથી કોરોના કવચ હેલ્થ ઇન્શ્યોરન્સ માટેનું કવરેજ તેમજ નિયમો અને શરતો વિવિધ કંપનીઓમાં સમાન રહે છે.

અન્ય શબ્દોમાં કહીએ તો, તમે અલગ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ. આ સરળ અને સ્પષ્ટ કોવિડ-19 હેલ્થ ઇન્શ્યોરન્સ સાથે, તમે પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત કરી શકો છો.

કોવિડ-19 આઉટબ્રેક વચ્ચે હેલ્થ ઇન્શ્યોરન્સની જરૂર

કોરોનાવાઇરસના આઉટબ્રેકને કારણે વિશ્વભરમાં ઊભી થયેલ અવ્યવસ્થા અને ભય વિશે વધુ કહેવાની જરૂર નથી. તેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, અને દેશોને થંભાવી દીધા છે. અત્યારે જ્યારે આપણે હજુ પણ આ મહામારી સાથે લડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, ત્યારે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે, કે સારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી જરૂરી છે.

તમે જાણવા માંગો છો કે કોરોનાવાઇરસ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ, અને ખાસ કરીને કોરોના કવચ પૉલિસી, શા માટે મહત્વની છે?? આગળ વાંચો! કોરોનાવાઇરસ આખી દુનિયામાં ઝડપથી ફેલાયો છે અને લાખો લોકોને સંક્રમિત કર્યા છે. લૉક-ડાઉન તેમજ તે સમયે લેવાયેલા પગલાંને કારણે વાઇરસ ચોક્કસ ધીમો પડ્યો છે. પણ આપણે જ્યારે લૉક-ડાઉનમાંથી બહાર આવી રહ્યા છીએ ત્યારે આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે વાઇરસ આપણે ધારીએ છીએ એ કરતાં નજીક છે. 

હવે આપણે સૌ જાણીએ છીએ કે વાઇરસ સાથે સંપર્કમાં આવવાનું ટાળવા માટે આપણે સ્વચ્છતા જાળવવી અને સામાજિક અંતર જાળવવાની જરૂર છે. પરંતુ કોઈ પદ્ધતિ 100% સચોટ નથી. વાસ્તવમાં, CDDEP (US આધારિત સેન્ટર ફોર ડિસીઝ, ડાયનેમિક્સ & ઈકોનોમિક પૉલીસી) દ્વારા એક અહેવાલમાં આગાહી કરવામાં આવી છે કે ભારતમાં દર્દીઓની સંખ્યા સપ્ટેમ્બર 2020 સુધી 55-138 કરોડની રેન્જમાં હોઈ શકે છે. અને ત્યારે કોરોનાવાઇરસ ઇન્શ્યોરન્સ પૉલિસી રોગ સામે લડવા માટે તમારું સૌથી મોટું શસ્ત્ર બની શકે છે.

SARS-COV-2 વાઇરસની અણધારી પ્રકૃતિ અને તેની સામે લડવા માટેના વધતા ખર્ચ સામે, કોરોના કવચ હેલ્થ ઇન્શ્યોરન્સ, જો તમને કોરોના થાય તો, તેવા કિસ્સામાં તમારું અસરકારક હથિયાર બની શકે છે.

કોરોના કવચ પૉલિસીની મુખ્ય વિશેષતાઓ

અમારી વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની સુવિધાઓ એક સમગ્ર હેલ્થ ઇન્શ્યોરન્સ સોલ્યુશન પ્રદાન કરે છે.

અમારી વ્યક્તિગત મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી અને તેની મુખ્ય સુવિધાઓ વિશે વધુ જાણવા માટે વાંચો.

 • Individual & Family Floater options વ્યક્તિગત અને ફેમિલી ફ્લોટર વિકલ્પો

  કોરોના કવચ પૉલિસીમાં તમારી પાસે તમારા પરિવારના દરેક સભ્ય માટે અલગ વીમાકૃત રકમ પસંદ કરવાનો વિકલ્પ છે. જો તમે તમારા સંપૂર્ણ પરિવાર માટે એક જ કવર રાખવા માંગો છો, તો કોરોના કવચ પૉલિસી તે વિકલ્પ પણ આપે છે. 

 • Minimal Waiting Periods ન્યૂનતમ પ્રતીક્ષા અવધિ

  પરંપરાગત હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીથી વિપરીત, કોરોના કવચ કવરમાં લાંબી પ્રતીક્ષા અવધિ નથી. આ કોવિડ-19 હેલ્થ ઇન્શ્યોરન્સમાં પૉલિસી શરૂ થયા પછી માત્ર 15 દિવસની પ્રતીક્ષા અવધિ છે.

 • Multiple Sum insured options વીમાકૃત રકમના અનેક વિકલ્પો

  તમે 50,000 ના ગુણાંકમાં ₹ 50,000 થી ₹ 5 લાખ સુધીના વીમાકૃત રકમના વિવિધ વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો

 • Nominal Sub-limits નોમીનલ સબ-લિમિટ

  કોરોના કવચ પૉલિસીમાં માત્ર થોડી જ અને યોગ્ય સબ-લિમિટ છે, જે ઘટના દીઠ કવર કરી લેવામાં આવેલા દિવસોની સંખ્યા પર મર્યાદાના રૂપમાં છે. આ નંબર સંપૂર્ણપણે કોરોનાવાઇરસના દર્દીઓ દ્વારા સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિ માટે લેવામાં આવેલી સરેરાશ અવધિના આધારે છે, જે લગભગ 15 દિવસ છે. હૉસ્પિટલ કૅશના વૈકલ્પિક કવર પર પણ સબ-લિમિટ છે, જે તમે પસંદ કરેલી વીમાકૃત રકમની ટકાવારીના આધારે છે. 

  આ સિવાય, કોરોના કવચ કવરમાં અન્ય કોઈ સબ-લિમિટ નથી!

 • Extensive Eligibility વ્યાપક પાત્રતા

  કોરોના કવચ કવર કોણ ખરીદી શકે છે? 18 થી 65 વર્ષની ઉંમર વચ્ચે કોઈપણ વ્યક્તિ! જો તમારી સાથે તમે તમારા પરિવારને પણ કવર કરવા માંગો છો, તો કોરોના કવચ હેલ્થ ઇન્શ્યોરન્સમાં કોનો સમાવેશ થાય છે તે અહીં જણાવેલ છે:

  • તમારા જીવનસાથી
  • તમારા માતાપિતા/સાસુ-સસરા
  • તમારા બાળકો (1 દિવસથી 25 વર્ષની વચ્ચે)
 • Cover for Room Rent રૂમના ભાડા માટે કવર

  કોરોના થવાને કારણે તમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો કોરોના કવચ પૉલિસી રૂમના ભાડાના ખર્ચાઓ પણ કવર કરી લે છે.

વિવિધ લાભો સાથે કોરોના કવચ પૉલિસી. વધુ જાણવા માટે વિડિયો જુઓ.

સરળ, ઝંઝટ-મુક્ત અને ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ

કોઈપણ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની સાચી પરીક્ષા ક્લેઇમના સમયે થાય છે. કોરોના કવચ સાથે, ખાસ કરીને, ક્લેઇમ સેટલમેન્ટની સરળતા એ તેને અન્યથી અલગ પાડતું પરિબળ હોઈ શકે છે, અને તે એક કારણ છે કે તમારે બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સમાંથી કોરોના કવચ ખરીદવાનું પસંદ કરવું જોઈએ. અમે તમારા માટે ઑનલાઇન અને ઑફલાઇન બંને વિકલ્પો સાથે સંપૂર્ણપણે સરળ ક્લેઇમની સગવડ પૂરી પાડીએ છીએ. 

તમારી કોરોનાવાઇરસ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના ક્લેઇમના સેટલમેન્ટ માટેના કેટલાક ઝડપી અને સરળ પગલાં વાંચો.

યાદ રાખો, ક્લેઇમનો પ્રકાર કોઈ પણ હોય, અમને, એટલે કે તમારી ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરવાનું ભૂલશો નહીં, જેથી અમે તમને સંપૂર્ણ પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપી શકીએ.

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની સમગ્ર ભારતમાં નેટવર્ક હૉસ્પિટલોનું વિશાળ ટાઇ-અપ ધરાવે છે. આનો અર્થ એ છે કે તમે તમારા માટે કોરોના કવચ હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ આ હૉસ્પિટલોમાં સારવાર લેવા પર કૅશલેસ ક્લેઇમ મેળવી શકો છો. 

તમારી કોરોનાવાઇરસ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કૅશલેસ ક્લેઇમના કિસ્સામાં, તે કેવી રીતે કામ કરે છે તે અહીં જણાવેલ છે:

પગલું 1: સૂચના

તમારે બજાજ આલિયાન્ઝ નેટવર્ક હૉસ્પિટલનો સંપર્ક કરવાનો રહેશે, જે તમારી વિગતોની ચકાસણી કરશે અને અમને અધિકૃતતા માટે આગળ મોકલશે

પગલું 2: અધિકૃતતા

અમને હૉસ્પિટલમાંથી જરૂરી માહિતી પ્રાપ્ત થયા પછી અમે વિગતો ચકાસીશું અને જો તે સ્વીકાર્ય હશે, તો તમારા ક્લેઇમને એક દિવસની અંદર મંજૂર કરીશું. અમને જો કોઈ પ્રશ્ન હશે તો અમે હૉસ્પિટલનો સંપર્ક કરીશું, અને પ્રશ્નોનો સંતોષપૂર્વક જવાબ મળવા પર અમે આગળ કાર્યવાહી કરીને તેમને 7 દિવસની અંદર અધિકૃતતા પત્ર મોકલીશું.

પગલું 3: સારવાર

એકવાર અધિકૃતતા મળ્યા બાદ તમે હૉસ્પિટલમાં દાખલ થાઓ, સારવાર મેળવો અને ઝડપથી સ્વસ્થ થાઓ. ત્યાર બાદ, હૉસ્પિટલ સાથે સંકલન કરીને તમામ જરૂરી એવા દવાના બિલ અને ખર્ચ ચૂકવવાની જવાબદારી અમારી રહેશે!

સરળ છે, ખરું?

જો કોઈ કારણસર બજાજ આલિયાન્ઝ સિવાયની કોઈ હૉસ્પિટલમાં સારવાર લો છો, તો તમારે તમારી કોરોના વાઇરસ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલીસીનો ક્લેઇમ વળતરની પ્રક્રિયા દ્વારા કરવાનો રહેશે. આ કિસ્સામાં, હૉસ્પિટલને તબીબી ખર્ચની ચુકવણી તમારે કરવાની રહેશે, અને ક્લેઇમ મંજૂર થયા પછી, તમે અમારા તરફથી તેના માટે વળતર પ્રાપ્ત કરશો.

તમારી વળતર ક્લેઇમની પ્રક્રિયાને સરળ બનાવવા માટે યાદ રાખવા જેવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો આ મુજબ છે:

 • તમે જે રકમનો ક્લેઇમ કરવા માંગો છો તેના મેડીકલ બિલ અને રસીદો મેળવી લેવાનું અને સાચવીને રાખવાનું ચૂકશો નહીં
 • તમારે યોગ્ય રીતે ભરેલ ક્લેઇમ ફોર્મ સાથે આ બધા બિલ અમને મોકલવાના રહેશે 
 • તમે અમારી કેરિંગલી યોર્સ એપનો ઉપયોગ કરીને આ ડૉક્યૂમેન્ટ ઑનલાઇન અપલોડ કરી શકો છો, અથવા તેમને અમારી ઇન-હાઉસ ક્લેઇમ પ્રોસેસિંગ યુનિટ - HAT (હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ) ને કુરિયર દ્વારા મોકલી શકો છો

એકવાર તમારો ક્લેઇમ પ્રાપ્ત થયા બાદ ડૉક્યૂમેન્ટ અને વિગતોની ચકાસણી કરી, બધું બરાબર છે તેની ખાતરી કરવામાં આવશે. જો કોઈ મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ મોકલવાના બાકી છે, તો ચિંતા ન કરો. અમે તમને જણાવીશું જેથી તમે તે મોકલી શકો, અને અમે તમને 30 દિવસના ગાળામાં ત્રણ રિમાઇન્ડર મોકલીશું. તમે અમને આ સમયની અંદર ખૂટતા ડૉક્યૂમેન્ટ મોકલી શકો છો, અને અમે તે અનુસાર પ્રક્રિયાને આગળ વધારીશું.

ક્લેઇમની પ્રક્રિયા માટે જરૂરી ડૉક્યૂમેન્ટ

તમારા માટે ક્લેઇમની પ્રક્રિયા વધુ સરળ બનાવવા માટે, અમે તમારા માટે જરૂરી ડૉક્યૂમેન્ટનું વ્યાપક લિસ્ટ તૈયાર કર્યું છે:

 

હૉસ્પિટલાઇઝેશનના ક્લેઇમ માટે:

 • સંપૂર્ણપણે ભરેલું અને હસ્તાક્ષરિત ક્લેઇમ ફોર્મ
 • તમારા પાસપોર્ટ/ફોટો ઓળખ પુરાવાની નકલ (જો તમારી પાસે પાસપોર્ટ ન હોય તો)
 • દાખલ થવાની સલાહ આપતું મેડિકલ પ્રેક્ટિશનરનું પ્રિસ્ક્રિપ્શન
 • આઇટમ મુજબ વિવરણ સહિત મૂળ બિલ
 • ચુકવણીની રસીદો
 • અન્ય વિગતો સાથે દર્દીના સંપૂર્ણ તબીબી ઇતિહાસ સહિત ડિસ્ચાર્જ સારાંશ.
 • કોવિડ માટે અધિકૃત નિદાન કેન્દ્રમાંથી તમારા ટેસ્ટ રિપોર્ટ સહિતનો તપાસ રિપોર્ટ
 • જ્યાં લાગુ પડતું હોય ત્યાં ઓપરેશનની માહિતી આપતું OT કે સર્જનની નોંધ કે પ્રમાણપત્ર
 • જ્યાં પણ લાગુ પડે ત્યાં ઇમ્પ્લાન્ટ્સનું સ્ટિકર/બિલ.
 • NEFT ની વિગતો (ક્લેઇમની રકમને બેંક એકાઉન્ટમાં સીધી જમા કરાવી શકાય તે માટે) અને કૅન્સલ્ડ ચેક.
 • AML માર્ગદર્શિકા મુજબ ક્લેઇમની જવાબદારી ₹ 1 લાખથી વધુ હોય તો પ્રસ્તાવકર્તાનો (ઍડ્રેસ સાથેનો ઓળખનો પુરાવો)
 • કાનૂની વારસદાર / ઉત્તરાધિકારનું પ્રમાણપત્ર, જો લાગુ પડતું હોય તો
 • કેટલાક કિસ્સાઓમાં, અમને અન્ય સંબંધિત ડૉક્યુમેન્ટની પણ જરૂર પડી શકે છે, જે વિશે અમે તમને જાણ કરીશું.

   

  ઘરની સારવારના ક્લેઇમ માટે:

 • સંપૂર્ણપણે ભરેલું અને હસ્તાક્ષરિત ક્લેઇમ ફોર્મ
 • તમારા પાસપોર્ટ/ફોટો ઓળખ પુરાવાની નકલ (જો તમારી પાસે પાસપોર્ટ ન હોય તો)
 • દાખલ થવાની સલાહ આપતું મેડિકલ પ્રેક્ટિશનરનું પ્રિસ્ક્રિપ્શન
 • ઘર પર સારવારની સલાહ આપનાર મેડિકલ પ્રેક્ટિશનર તરફથી પ્રમાણપત્ર અથવા હોમ કેર લાભ મેળવવા વિશે તમારી સંમતિ
 • હોમ કેર સારવાર શરૂ કરવાની તારીખ અને પૂર્ણ કરવાની તારીખ દર્શાવતું, મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા આપવામાં આવેલ ડિસ્ચાર્જ પ્રમાણપત્ર
 • દૈનિક દેખરેખ ચાર્ટ (સારવાર કરનાર ડૉક્ટર દ્વારા યોગ્ય રીતે સહી કરેલ સારવારના રેકોર્ડ્સ સહિત)

અમારી સેવાઓ દ્વારા સ્મિત ફેલાવી રહ્યા છીએ

વિક્રમ અનિલ કુમાર

મારી હેલ્થ કેર સુપ્રીમ પૉલિસીના નવીકરણની સુવિધામાં તમે મને જે સહયોગ આપ્યો છે તેનાથી હું ખરેખર આનંદ અનુભવું છું. ખૂબ ખૂબ આભાર.

પૃથ્વી સિંહ મિયાન

લૉકડાઉન દરમિયાન પણ ક્લેઇમ સેટલમેન્ટની સારી સેવા હતી. જેથી હું મહત્તમ ગ્રાહકને બજાજ આલિયાન્ઝ હેલ્થ પૉલિસી વેચી શક્યો

આમાગોંડ વિત્તપ્પા આરાકેરી

બજાજ આલિયાન્ઝ દ્વારા ઉત્કૃષ્ટ સેવા, તકલીફ વિનાની સેવા, ગ્રાહકો માટે મૈત્રીપૂર્ણ સાઇટ, જે સમજવા અને વાપરવા માટે આસાન અને સરળ. ગ્રાહકોને આનંદપૂર્વક સેવા આપવા બદલ ટીમનો આભાર...

બજાજ આલિયાન્ઝ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ હેઠળ આપવામાં આવતા લાભો

જે મહામારીનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર થવા માંગે છે તેને માટે કોવિડ કવચ, બજાજ આલિયાન્ઝનો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખૂબ જ ફાયદાકારક છે. આ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલીસી ખાસ કરીને કોવિડ-19 મહામારીને કવર કરી લેવા માટે બનાવવામાં આવી છે જે તેની અનન્ય બાબત છે. આમ, તમારો નિયમિત હેલ્થ ઇન્શ્યોરન્સ ન કવર કરી લેતો હોય તેવી, કોરોનાના કેસ સાથે સંકળાયેલ તમામ મુખ્ય તબીબી આવશ્યકતાઓ અને ઘટનાઓને પૉલીસીમાં કવર કરી લેવામાં આવશે. 

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

મેડિકલ ઇમરજન્સી તમારે દરવાજે આવીને ઊભી રહે ત્યાં સુધી રાહ ના જુઓ!

કોરોના કવચ પૉલિસી કવરેજ

કોરોના વાઇરસની સારવારમાં દર્દીની સારવાર હૉસ્પિટલમાં કરવામાં આવે છે અથવા તેને હોમ ક્વૉરંટાઇન કરીને ઘરે જ સારવાર આપવામાં આવે છે. કોરોના કવચ પૉલિસી હેઠળ કોરોના વાઇરસની આ બંને પ્રકારની સારવાર કવર કરી લેવામાં આવે છે. કોરોના કવચ કવર હેઠળ શું કવર કરી લેવામાં આવે છે તે વિશે વધુ જાણવા માટે વાંચો:

કોવિડ હૉસ્પિટલાઇઝેશન કવર

કોરોના કવચ હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળનું આ કવર તમને કોરોના વાઇરસની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, તો તે માટે થતાં ખર્ચનું વળતર આપે છે. વધુ વાંચો

કોવિડ હૉસ્પિટલાઇઝેશન કવર

કોરોના કવચ હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળનું આ કવર તમને કોરોના વાઇરસની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, તો તે માટે થતાં ખર્ચનું વળતર આપે છે.. કવર કરી લેવામાં આવેલ વસ્તુઓનું લિસ્ટ:

 • રૂમનું ભાડું, બોર્ડિંગ, સારવાર ખર્ચ (હૉસ્પિટલ દ્વારા પ્રદાન કરવામાં આવેલ)
 • ICU/ICCU (ઇન્ટેન્સિવ કેર યુનિટ/ઇન્ટેન્સિવ કાર્ડિયાક કેર યુનિટ) ખર્ચ, જો તમને તેમાં દાખલ કરવાની જરૂર પડે તો
 • સર્જન, એનેસ્થેટિસ્ટ, મેડિકલ પ્રેક્ટિશનર, કન્સલ્ટન્ટ અથવા સ્પેશલિસ્ટની સેવાઓ મેળવવા માટે સીધા ડૉક્ટર અથવા હૉસ્પિટલને ચૂકવવામાં આવતી ફી
 • એનેસ્થેશિયાનો ખર્ચ, બ્લડ/ઑક્સિજન/ઑપરેશન થિયેટરનો ખર્ચ, તબીબી સાધનોનો ખર્ચ, વેન્ટિલેટરનો ખર્ચ, દવાઓનો ખર્ચ, નિદાન માટેની ઇમેજિંગ પધ્ધતિના ખર્ચ, PPE કિટ/ગ્લવ્સ/માસ્ક અને આવા અન્ય ખર્ચ
 • કોવિડ સંબંધિત હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં, પરિવહન માટે રોડ એમ્બ્યુલન્સ ખર્ચ રૂ. 2000 સુધી

પૉલીસીનો લાભ, ઓછામાં ઓછા 24 કલાક માટે હૉસ્પિટલમાં સતત દાખલ રહેવા પર મળવાપાત્ર બને છે.

હોમ કેર સારવાર ખર્ચ કવર

જો સરકાર દ્વારા અધિકૃત નિદાન કેન્દ્ર દ્વારા તમને કોરોના હોવાનું નિદાન કરવામાં આવે છે, અને તમારે હોસ્પિટલના બદલે તમારા ઘરમાં તેની સારવારનો લાભ લેવાની જરૂર છે, તો કોરોના કવચ પૉલિસી તેને પણ કવર કરી લે છે. વધુ વાંચો

હોમ કેર સારવાર ખર્ચ કવર

જો સરકાર દ્વારા અધિકૃત નિદાન કેન્દ્ર દ્વારા તમને કોરોના હોવાનું નિદાન કરવામાં આવે છે, અને તમારે હોસ્પિટલના બદલે તમારા ઘરમાં તેની સારવારનો લાભ લેવાની જરૂર છે, તો કોરોના કવચ પૉલિસી તેને પણ કવર કરી લે છે. આ કવરનો લાભ કેટલાક નિયમોને આધીન મળી શકે છે:

 • ઘરમાં થતી સારવાર મેડિકલ પ્રેક્ટિશનરની સલાહ પર હોવી જરૂરી છે
 • તબીબી પ્રેક્ટિશનર દ્વારા આરોગ્ય સ્થિતિની દૈનિક દેખરેખ સાથે, ઉપચારની એક સક્રિય લાઇન હોવી જરૂરી છે

જો તમે આ બે શરતોને પૂર્ણ કરો છો અને સારવાર કરનાર ડૉક્ટરની સહી સાથેનો સારવારનો રેકોર્ડ સહિત દૈનિક ચાર્ટ આપી શકો છો, તો તમે કોરોના કવચના કવરનો લાભ મેળવી શકો છો.

આ કોરોના વાઇરસ હેલ્થ ઇન્શ્યોરન્સના હોમ કેર સારવાર ખર્ચ હેઠળ કવર કરવામાં આવતી સુવિધાઓની સૂચિ અહીં આપેલ છે:

 • કરવામાં આવેલ નિદાન પરીક્ષણોના ખર્ચ
 • ડૉક્ટર દ્વારા લખી આપવામાં આવેલ દવાઓનો ખર્ચ
 • મેડિકલ પ્રેક્ટિશનરના કન્સલ્ટેશન શુલ્ક તરીકે ચૂકવવામાં આવેલ ફી
 • મેડિકલ સ્ટાફ સંબંધિત ચૂકવેલ નર્સિંગ ચાર્જ
 • મેડિકલ પ્રક્રિયાઓનો ખર્ચ દવાઓના પેરેન્ટરલ ઍડ્મિનિસ્ટ્રેશન સુધી મર્યાદિત છે
 • પલ્સ ઑક્સિમીટર, ઑક્સિજન સિલિન્ડર અને નેબ્યુલાઇઝરનો ખર્ચ
Individual ayurvedic homeopathic

આયુષ સારવાર કવર

જો નિયમિત હૉસ્પિટલોમાં સારવાર લેવાનું તમારે માટે શક્ય ન હોય, અને તમે આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અથવા હોમિયોપેથીના રૂપમાં કોવિડ-19 ની સારવાર લેવાનું પસંદ કરો, તો કોરોના કવચ કવર તમારી સાથે છે વધુ વાંચો

આયુષ સારવાર કવર

જો નિયમિત હૉસ્પિટલોમાં સારવાર લેવાનું તમારે માટે શક્ય ન હોય, અને તમે આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અથવા હોમિયોપેથીના રૂપમાં કોવિડ-19 ની સારવાર લેવાનું પસંદ કરો છો, તો કોરોના કવચ કવર તમારા માટે ઉપલબ્ધ છે. જો તમે કોરોના થવા પર કોઈપણ આયુષ હૉસ્પિટલમાં દાખલ થવાનું પસંદ કરો છો, તો તમે કોરોના કવચ પૉલિસીના આ સેક્શનનો લાભ લઈ શકો છો.

હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીનું કવર

કોરોના કવચ પૉલિસીના માધ્યમથી અમે, તમારા હૉસ્પિટલાઈઝેશનના સમય પૂરતા જ નહીં, પણ તે પહેલા અને બાદમાં પણ તમારી સાથે છીએ. કોરોના કવચ હેલ્થ ઇન્શ્યોરન્સ 15 દિવસ સુધીના પ્રી-હૉસ્પિટલાઇઝેશન મેડિકલ ખર્ચ અને 30 દિવસ સુધી હૉસ્પિટલાઇઝેશન પછીની સારવારને કવર કરી લે છે.

કોરોના કવચ પૉલિસી હેઠળ અન્ય બિમારી હોવાની સ્થિતિ માટે પણ કવરેજ

જ્યારે કોરોના વાઇરસની વાત આવે છે, ત્યારે તમે કદાચ તેની સાથે સંકળાયેલ 'કોમોર્બિડિટી' શબ્દ સાંભળ્યો હશે. વાસ્તવમાં, આ કોમોર્બિડિટીનું પરિબળ મોટી ઉંમરની વ્યક્તિઓમાં આ રોગને વધુ ભયજનક બનાવે છે, 

તો કોમોર્બિડિટી શું છે? સાદા શબ્દોમાં કહીએ તો, કોમોર્બિડિટી એક જ દર્દીમાં એકથી વધુ બિમારીના અસ્તિત્વને દર્શાવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ તેમજ હૃદયની બિમારી હોય, તો તે કોમોર્બિડિટી ટર્મ હેઠળ આવશે. તે જ રીતે, કોરોના વાઇરસના કિસ્સામાં, કોમોર્બિડિટી એવી પરિસ્થિતિને દર્શાવે છે જ્યાં SARS-COV-2 દ્વારા સંક્રમિત દર્દીને શ્વાસની અથવા હૃદયની બિમારી જેવી બીજી બિમારી પણ હોય છે.

કોમોર્બિડિટી તમારી અપેક્ષા કરતાં વધુ સામાન્ય છે, અને કોરોના વાઇરસની સાથે સાથે આની સારવાર કરવી જરૂરી છે. તેથી કોરોના વાઇરસ સામેનો આ હેલ્થ ઇન્શ્યોરન્સ કોમોર્બિડિટી ને પણ કવર કરી લે છે.

વૈકલ્પિક ઍડ-ઑન કવર

પૉલિસીના બેઝિક કવરેજ ઉપરાંત, કોરોના કવચ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને હૉસ્પિટલ કૅશ માટે ઍડ-ઑન કવર પસંદ કરવાનો વિકલ્પ પણ આપે છે. આ ઍડ-ઑન કવર એક બેનિફિટ કવર છે જે હેઠળ તમને હૉસ્પિટલાઇઝેશનના પ્રત્યેક દિવસ માટે તમારી ઇન્શ્યોરન્સ રકમના 0.5% સુધી મળવાપાત્ર થાય છે.

કારણ કે આ બેનિફિટ ઍડ-ઑન કવર છે, તેથી કોઈ બિલ અથવા રસીદની જરૂર નથી. જો તમારો મૂળ ક્લેઇમ સ્વીકાર્ય હશે તો તમને આ કવર હેઠળ તમારી મળવાપાત્ર રકમ મળશે.

કોરોના કવચ પૉલિસી ખરીદતા પહેલાં નોંધ કરવાના મહત્વપૂર્ણ મુદ્દાઓ

 • પૉલિસીમાં આ સામેલ છે

 • પૉલિસીમાં આ સામેલ નથી

PPE કિટ્સ, ગ્લવ્સ અને ઑક્સિજનના ખર્ચ

જો તમારો ક્લેઇમ કોવિડ હૉસ્પિટલાઇઝેશન ખર્ચ હેઠળ સ્વીકાર્ય છે, તો પીપીઇ કિટ્સ, ગ્લવ્સ અને ઑક્સિજનનો ખર્ચ કોરોના કવચ પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવે છે.

હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીનું કવર

15 દિવસ સુધી પ્રી-હૉસ્પિટલાઇઝેશન તબીબી ખર્ચ અને 30 દિવસ સુધીના હોસ્પિટલાઇઝેશન પછીના સારવારના ખર્ચને કવર કરી લે છે

આયુષ સારવાર કવર

આ પૉલિસીમાં કોવિડ-19 પૉઝિટિવ દર્દીની સારવાર માટે આયુષ હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને પણ કવર કરવામાં આવે છે

1 of 1

જ્યાં કોરોના વાઇરસ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ સંબંધિત લગભગ બધું આ કોરોના કવચ પૉલિસીમાં સ્વીકાર્ય છે, ત્યારે કેટલીક વસ્તુઓનો તેમાં સમાવેશ થયેલ નથી.

વધુ વાંચો

 જ્યાં કોરોના વાઇરસ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ સંબંધિત લગભગ બધું આ કોરોના કવચ પૉલિસીમાં સ્વીકાર્ય છે, ત્યારે કેટલીક વસ્તુઓનો તેમાં સમાવેશ થયેલ નથી. આથી, ક્લેઇમ દાખલ કરતાં પહેલા એકવાર તેમના વિશે જાણી અને વાંચી લો.

કોરોના કવચ હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ સમાવેશ ન થતી વસ્તુઓની યાદી આ મુજબ છે:

પૉલિસીની શરૂઆતની તારીખ પહેલા નિદાન કરવામાં આવેલ કોવિડના સંબંધમાં કોઈપણ ક્લેઇમ.

ડે-કેર સારવાર અને OPD સારવાર પર થયેલા કોઈપણ ખર્ચ

ભારતની ભૌગોલિક મર્યાદાની બહાર નિદાન/સારવાર

સરકાર દ્વારા માન્ય નથી તેવા નિદાન કેન્દ્ર પર કરવામાં આવેલ પરીક્ષણને આ પૉલીસી હેઠળ માન્યતા આપવામાં આવશે નહીં

જો ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ ભારત સરકાર દ્વારા પ્રવાસ માટે પ્રતિબંધ હેઠળ મૂકવામાં આવેલા કોઈપણ દેશમાં મુસાફરી કરે તો આ પૉલિસી હેઠળ કવર કરી લેવાતા તમામ લાભ મળવાપાત્ર રહેશે નહીં

સરકાર દ્વારા માન્ય નથી તેવા નિદાન કેન્દ્ર પર કરવામાં આવેલ પરીક્ષણ

ભારત સરકાર દ્વારા પ્રવાસ માટે પ્રતિબંધ હેઠળ મૂકવામાં આવેલા કોઈપણ દેશમાં મુસાફરી કરવા પર તમે કોઈ પણ ક્લેઇમ કરી શકશો નહીં

1 of 1

હેલ્થ ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ ડાઉનલોડ કરો

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

 

કોરોના કવચ પૉલિસી વર્સેસ સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ

 

તમારી જરૂરિયાત કોરોના કવચ સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી
કવર થયેલ બાબતો માત્ર કોવિડ-19 સારવાર કોવિડ-19 સહિત તમામ બિમારીઓને કવર કરી લે છે
વીમાકૃત રકમ ₹ 50,000 થી 5,00,000 ₹ 50,000 થી 50,00,000
તમારા પરિવાર માટે કવર હા હા
પ્રવેશની મહત્તમ વય મર્યાદા 65 વર્ષો 70 વર્ષ (સિનિયર સિટીઝન પ્લાન માટે)
કોવિડ સામે કવરેજ ફક્ત કોવિડ માટે અન્ય બીમારીઓ સાથે કોવિડને કવર કરી લે છે
લાઇફટાઇમ રિન્યુએબિલિટી લાગુ નથી ઉપલબ્ધ છે
પૉલિસી ટર્મ 3.5/6.5/9.5 મહિના ન્યૂનત્તમ 1 વર્ષથી મહત્તમ 3 વર્ષ સુધી
PPE કિટના ખર્ચ કવર કરેલ છે કવર કરેલ નથી
વેટિંગ પીરિયડ 15 દિવસ ન્યૂનત્તમ 30 દિવસ
પહેલેથી હોય તેવી બીમારી કવર કરેલ નથી ચોક્કસ પ્રતીક્ષા અવધિ પછી કવર કરી લેવામાં આવે છે
પ્રી-પૉલિસી મેડિકલ લાગુ નથી લાગુ
પ્રીમિયમની ચુકવણી એક વખત હપ્તાનો વિકલ્પ ઉપલબ્ધ છે

ચાલો કોરોના કવચ પૉલિસીને સરળ બનાવીએ

કોરોના કવચ પૉલિસી હેઠળ પ્રતીક્ષા અવધિ કેટલી છે?

કોરોના કવચ નીતિ હેઠળ પ્રતીક્ષા અવધિ પૉલિસીની શરૂઆતથી 15 દિવસ છે.

શું PPE કિટ્સ, ગ્લવ્સ, ઑક્સિજનનો ખર્ચ કોરોના કવચ કવર હેઠળ કવર કરી લેવામાં આવે છે?

હા, જો તમારો ક્લેઇમ સ્વીકાર્ય હોય તો આ તમામ ચોક્કસપણે કોરોના કવચ પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવે છે.

કોરોના કવચ કવર કોણ ખરીદી શકે છે?

જો તમારી ઉંમર 18 થી 65 વર્ષની વચ્ચે છે, તો તમે કોરોના કવચ કવર ખરીદી શકો છો!

કોમોર્બિડિટી શું છે?

કોમોર્બિડિટી એક તબીબી શબ્દ છે, અને જ્યારે કોઈ દર્દીને એક કરતાં વધુ બિમારી હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ અને હૃદયની બિમારી એમ બંને હોય તો તે કોમોર્બિડિટીનો કેસ હશે.

શું કોરોના કવચ કવર હેઠળ પહેલાંથી હાજર કોમોર્બિડ પરિસ્થિતિઓ કવર કરી લેવામાં આવે છે?

સ્વાસ્થ્ય સંબંધી માહિતી સાથેનો કોઈપણ પ્રસ્તાવ UW નિર્ણય માટે સંદર્ભિત કરવામાં આવશે.

શું કોવિડ-19 ને કારણે ઘરની સારવારના ખર્ચને કવર કરી લેવામાં આવશે?

હા. જો તમારા ડૉક્ટર તમને કોવિડ-19 માટે ઘરે સારવારની સલાહ આપે, અને તમે, મેડિકલ પ્રેક્ટિસનર દ્વારા સહી કરેલ, પ્રદાન થયેલ સારવારનો દૈનિક દેખરેખ ચાર્ટ આપી શકો, તો તમે કોરોના કવચ કવર હેઠળ કોવિડ-19 માટે ઘરે સારવારના ખર્ચને ચોક્કસ ક્લેઇમ કરી શકો છો.

શું હું આ પૉલિસી હેઠળ મારા પરિવારના સભ્યોને ઉમેરી શકું છું?

હા. કોરોના કવચ પૉલિસીમાં એક ફેમિલી ફ્લોટર વિકલ્પ પણ છે જેના હેઠળ તમે તમારા જીવનસાથી, માતાપિતા, સાસુ-સસરા અને આશ્રિત બાળકોને (25 વર્ષની ઉંમર સુધીના) એક પૉલિસીમાં કવર કરી શકો છો.

કોરોના કવચ કવર હેઠળ સબ-લિમિટ શું છે?

કોરોના કવચ હેલ્થ ઇન્શ્યોરન્સના મૂળ કવર માટે સમય મર્યાદા સિવાય કોઈ મુખ્ય સબ-લિમિટ નથી. હૉસ્પિટલ કૅશ ઍડ-ઑન કવર માટે, સબ-લિમિટ વીમાકૃત રકમના 0.5% છે.

શું હેલ્થકેર વર્કર્સને કોરોના કવચ પૉલિસી હેઠળ છૂટ મળે છે?

હા! હેલ્થકેર વર્કર્સને 5% ની છૂટ મળે છે

શું હું પ્રીમિયમની ચુકવણી હપ્તામાં કરી શકું છું?

ના, કોરોના કવચ પૉલિસી પ્રીમિયમ હપ્તાઓમાં ચૂકવી શકાતું નથી.

મારે કોરોના વાઇરસ ઇન્શ્યોરન્સ કવરની જરૂર શા માટે છે?

કોરોના વાઇરસનો પ્રસાર અભૂતપૂર્વ રહ્યો છે, અને લૉકડાઉનમાં વધુ અને વધુ છૂટ મળવાને કારણે, તમામ સુરક્ષા સાવચેતીઓ હોવા છતાં આ બિમારી થઈ શકે છે. આ રોગની સારવારનો ખર્ચ, જો સારવાર તમારે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે તો, બિમારીની ગંભીરતા અને તમે ક્યાં સારવાર લેવાનું પસંદ કરો છો, તેના આધારે લાખો સુધી પહોંચી શકે છે.. તેથી, તમે કોરોના વાઇરસ ઇન્શ્યોરન્સ કવર મેળવી લો તે જરૂરી છે, કારણ કે તે આવી ઇમરજન્સીની પરિસ્થિતિમાં અમૂલ્ય સાબિત થઈ શકે છે.

મારે કોરોના કવચ પૉલિસી શા માટે ખરીદવી જોઈએ?

કોરોના વાઇરસ સામે કોરોના કવચ પૉલિસી એ સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ છે. એટલે કે વિવિધ કંપનીઓ આ કોરોના વાઇરસ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ સમાન કવરેજ પ્રદાન કરે છે. 

આ કોવિડ-19 હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી કોરોનાની બિમારીને કારણે થતાં હૉસ્પિટલાઇઝેશનને કારણે ઉદ્ભવતી તબીબી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બનાવવામાં આવી છે. અને, જેમ પાણી પહેલા પાળ બાંધવી જોઈએ, તેમ ભવિષ્યમાં આ બિમારી થવાની દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિમાં તમારે આ અનન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને એક સુરક્ષા પગલાં તરીકે મેળવવી જોઈએ.

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

કૉલ બૅક માટે વિનંતી કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય વિકલ્પ પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો
કૃપા કરીને ચેકબૉક્સ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

લિખિત: બજાજ આલિયાન્ઝ - અપડેટેડ: 10th  જાન્યુઆરી 2024

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

 • પસંદ કરો
  કૃપા કરીને પસંદ કરો
 • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો