Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ સહાયતા 1800-103-5858

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરી પ્રોડક્ટ પસંદ કરો

હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરેલ મેડિકલ ચેક-અપ

શું મારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં મેડિકલ ચેક-અપ કવર કરવામાં આવે છે?

મોટાભાગના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સમાં વાર્ષિક અથવા દ્વિ-વાર્ષિક પ્રિવેન્ટિવ મેડિકલ ચેક-અપની જોગવાઈ કરેલ હોય છે, જેના માટે સામાન્ય રીતે એક ઉપલી મર્યાદા હોય છે, જે પ્રત્યેક હેલ્થ પ્લાન માટે અલગ હોય છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન, સામાન્ય રીતે, ડૉક્ટરની ફી અથવા નિદાન માટેના હેલ્થ ચેક-અપને કવર કરતા નથી, અને તે તમારે પોતાના ખર્ચે કરાવવાના રહે છે. જો કે, દર વર્ષે એકવાર અથવા દર 2 વર્ષે એકવાર હેલ્થ ચેક-અપ માટેની જોગવાઈ હોય છે.

સામાન્ય રીતે કયા મેડિકલ ચેક-અપ કવર કરવામાં આવે છે?

આ રહ્યું મેડિકલ ચેક-અપનું લિસ્ટ, જેને સામાન્ય રીતે હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા કવર કરેલ છે -

1) બ્લડ સુગર - છેલ્લા 12 કલાકમાં તમે કોઈ ખોરાક ન લીધો હોય ત્યારે તમારા બ્લડ સુગરનું લેવલ માપવું. સામાન્ય રીતે તે એક રાત ભૂખ્યા રહ્યાં બાદ સવારે માપવામાં આવે છે.

2) બ્લડ કાઉન્ટ - આ ટેસ્ટ એનીમિયા અને લ્યુકેમિયા સહિત રક્ત સંબંધિત વિકારો અથવા સંક્રમણની વિશાળ શ્રેણીની તપાસમાં મદદ કરે છે.

3) યુરિન ટેસ્ટ - જો બેક્ટેરિયા અને સફેદ રક્ત કોષો તેમાં મળે તો યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનના નિદાનમાં યુરિન ટેસ્ટ મદદ કરી શકે છે. ઉપરાંત, સંભવિત ગંભીર કિડનીના રોગોના સૌથી વહેલા લક્ષણોને મૂત્ર પરીક્ષણમાંથી શોધી શકાય છે.

4) કોલેસ્ટ્રોલ પરીક્ષણ - આ પેઢીના લોકો, કે જેમનામાં શારીરિક પ્રવૃત્તિનો અભાવ છે અને બેઠાડું જીવન છે, તેમના માટે સૌથી મહત્વપૂર્ણ પરીક્ષણોમાંથી એક છે. કોલેસ્ટ્રોલનું અસામાન્ય પ્રમાણ એ હૃદયરોગના લક્ષણ તરીકે લેવામાં આવી શકે છે.

જો કે, પર્યાપ્ત કાળજી સાથે, કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરી શકાય છે અને ફરીથી સામાન્ય બનાવી શકાય છે.

5) ઇસીજી ટેસ્ટ - ઇસીજી ટેસ્ટ તમારા હૃદયના સ્વાસ્થ્યને સૂચવતી વખતે કાગળ પર તમારા હૃદયના ધબકારાની નોંધ કરે છે.

પ્રિવેન્ટિવ મેડિકલ ચેક-અપ્સ તમને તમારા શરીરની સ્થિતિ વિશે જણાવે છે, તેથી જો તમારી હેલ્થ પૉલિસીમાં આવી જોગવાઈ છે, તો તેનો ઉપયોગ સમજદારીપૂર્વક કરો.

 

વધુ જુઓ હેલ્થ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેંસ રજિસ્ટર (NCPR) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા SMSને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ ID દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો