Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858
સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
નવવિવાહિત કપલ રવિ અને રીટા તેમના હનીમૂન માટે યુએસએ જવા માટે બધી રીતે તૈયાર હતા. બંને ટ્રાવેલ ઇન્શ્યોરન્સના મહત્વને જાણતા હતા અને તેમણે તે મેળવી લીધું હતું. જો કે, ત્યાં પહોંચવા પર, તેમને જાણ કરવામાં આવી કે તેમનો સામાન શિકાગો એરપોર્ટ પર અટવાઈ ગયો છે અને તે તેઓને બીજા દિવસે મળશે.
તે યુગલની સમસ્યા ત્યારે વધી ગઈ જ્યારે તેમને જાણવા મળ્યું કે તેમની પૉલિસી ચેક-ઇન કરેલ સામાનના વિલંબ માટે કવરેજ ઑફર કરતી નથી અને તેમને થયેલ નુકસાન માટે વળતર આપવામાં આવશે નહીં. સસ્તું ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાથી તેમણે થોડા પૈસા બચાવ્યા પરંતુ જ્યારે સુવિધા લેવાની વાત આવી ત્યારે ઘણું બધું ઈચ્છિત બાકી રહી ગયું!
સસ્તા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑફર દ્વારા પ્રભાવિત, રવિ અને રીટાએ તેના ઝીણા અક્ષરવાળી પ્રિન્ટ વાંચી ન હતી જેમાં કવરેજની વિગતો જણાવવામાં આવી હતી. આ કપલની વાર્તા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવાના મહત્વને હાઇલાઇટ કરે છે જે વિદેશમાં તમારી મુસાફરી દરમિયાન કોઈપણ સમયે આવી શકે તેવી ખરાબ ઘટનાઓ સામે વ્યાપક કવરેજ પ્રદાન કરે છે.
1 થી 3 ના સ્કેલ પર, જ્યારે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાની વાત આવે છે ત્યારે તમે સૌથી મહત્વપૂર્ણ પરિબળ તરીકે કોને રેટિંગ આપો છો? અમે તેને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાના 3C કહીએ છીએ- કવરેજ, ગ્રાહક સહાય અને ક્લેઇમ સેટલમેન્ટ!
અમે સમજીએ છીએ કે તમને તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન પર સારી ડીલ ગમે છે . જો કે, તમારા બ્રાઉઝરમાં 'સસ્તા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન' ટાઇપ કરવાના બદલે, અમારી સલાહ છે તેમની કિંમતની અસરકારકતાના આધારે પ્લાનનું મૂલ્યાંકન કેવી રીતે કરવું, તેને સમજવા પર થોડીક મિનિટ વિતાવો.
સસ્તા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ઘણીવાર માત્ર મૂળભૂત કવરેજ પ્રદાન કરે છે, જે કદાચ તમારી જરૂરિયાતોને સંપૂર્ણપણે પૂરી ન પણ કરી શકે, ખાસ કરીને વિદેશમાં જ્યાં તમારી સાથે બાળકો અને પાસે સામાન હોય!
તેથી, એવી પૉલિસી પસંદ કરવી જરૂરી છે, જે 360-ડિગ્રી સુરક્ષા પ્રદાન કરે. સસ્તા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદીને જરૂરી કવરના છેડા ટૂંકા કરવા તમને વિવિધ પ્રવાસના જોખમો સામે અસુરક્ષિત બનાવી શકે છે.
તે આપણી સામે એક પ્રશ્ન ઊભો કરે છે: હું મારી જરૂરિયાતો માટે સૌથી શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન કેવી રીતે પસંદ કરું? અલબત્ત, પ્રીમિયમ તમારા માટે લિસ્ટમાં ટોચ પર હોઈ શકે છે. આખરે, કોને સસ્તું ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ના જોઈતું હોય? જો કે, રવિ અને રીટાની મુસીબત દર્શાવે છે કે તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માટે કેટલી ચુકવણી કરો છો તે સિવાય તેને પસંદ કરવાના અનેક કારણો હોય છે.
વધુ જાણવા માટે વાંચો.
બધા ઇન્શ્યોરન્સ પ્લાન એક સમાન રીતે બનાવવામાં આવ્યા હોતા નથી. સસ્તા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ધ્યાન આકર્ષિત કરતા હોય છે, પરંતુ જ્યારે ખરીદીનો નિર્ણય લેવાની વાત આવે, ત્યારે પ્લાન દ્વારા ઑફર કરવામાં આવતા કવરેજને સમજવા માટે પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચવી આવશ્યક છે. ઉદાહરણ તરીકે, કેટલાક પ્લાન ચોરી, સામાનની નુકસાની અથવા ફ્લાઇટમાં વિલંબ સામે કવરેજ પ્રદાન કરતા હોય, પણ કદાચ તેઓ સામાનના વિલંબથી પહોંચવા માટે કવરેજ ઑફર કરતા ના હોય.
તેથી, જેમ તમે દવા અથવા ખાદ્ય વસ્તુ ખરીદતા પહેલાં તેની સમાપ્તિની તારીખ તપાસો છો, તેમ જ પૉલિસીમાં તે ઘટનાઓ અને પરિસ્થિતિઓને સમજવા માટે વાંચો જેના હેઠળ તમને કવરેજ મળશે નહીં.
શું તમે કોઈ કારના માત્ર દેખાવ અથવા એન્જિનની ક્ષમતાના આધારે તેને ખરીદો છો? જ્યારે દેખાવ અને એન્જિનની ક્ષમતા મહત્વપૂર્ણ છે, પણ તે બધું જ નથી. તેવી જ રીતે, ઑનલાઇન અથવા ઑફલાઇન સસ્તા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે, ઈજાઓ, મૃત્યુ અથવા તબીબી ઇમરજન્સીના કિસ્સામાં ઑફર કરેલ કવરેજથી આગળનું જોવું મહત્વપૂર્ણ છે.
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી એ સમજદારીભર્યું છે જે વિલંબિત ફ્લાઇટ, પાસપોર્ટ અને આવશ્યક ડૉક્યૂમેન્ટ ખોવાઇ જવા, ટ્રિપ કૅન્સલેશન અને ઇમરજન્સી કૅશ લાભ જેવી સ્થિતિમાં થયેલ નુકસાન સામે વળતર આપે છે. સરળ શબ્દોમાં, સસ્તા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હંમેશા સારી ડીલ હોતા નથી!
ઉદાહરણ તરીકે, ઇમરજન્સી કૅશ ઍડવાન્સ અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનની એક અભિન્ન સુવિધા છે જ્યાં અમે તમને સામાનની ચોરી અને ઘરફોડીના કિસ્સામાં તાત્કાલિક કૅશ ઑફર કરીએ છીએ.
કલ્પના કરો કે તમે આવશ્યક ડૉક્યૂમેન્ટ ખોવાઈ જવાને કારણે તમારા પ્રિયજનો સાથે વિદેશમાં ફસાઈ ગયા છો. ચાલો, પરિસ્થિતિને થોડી બદલીને જોઈએ. કલ્પના કરો કે આવી પરિસ્થિતિમાં તમને માર્ગદર્શન આપવા માટે તમારી સાથે કોઈ મિત્ર છે. શું આ કલ્પના પહેલા કરતાં વધુ આરામદાયક નથી?
જ્યારે તમે વ્યાજબી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીનો મેળવો છો, ત્યારે ખાતરી કરો કે વિશ્વના કોઈપણ ખૂણેથી 24X7 ક્લેઇમ સપોર્ટ ઉપલબ્ધ હોય. આ સુવિધા તમને ઇમરજન્સી પરિસ્થિતિને સકારાત્મક અનુભવ બનાવવામાં મદદરૂપ થશે.
ઉદાહરણ તરીકે, અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે, તમે +91-124-6174720 પર મિસ્ડ કૉલ આપીને દુનિયાના કોઈપણ સ્થળેથી અમારો સંપર્ક કરી શકો છો. જરૂરિયાતના સમયે, તમને હંમેશા એક મૈત્રીપૂર્ણ, આત્મવિશ્વાસથી ભરેલો અવાજ સાંભળવા મળશે, જેના પર તમે હંમેશા ભરોસો કરી શકો છો.
જો તમે ભારે વિશ્લેષણ કરી મૂંઝાઈ ગયા છો, તો આ એકદમ યોગ્ય ઉપચાર છે!
કોઈપણ ઇન્શ્યોરન્સ પૉલિસીની કદાચ સૌથી આવશ્યક બાબત ક્લેઇમ સેટલમેન્ટ હોય છે. દેશના અગ્રણી ઇન્શ્યોરરમાંથી એક તરીકે, બજાજ આલિયાન્ઝ તમારા ક્લેઇમને ઝડપી અને કાર્યક્ષમ રીતે ડિલિવર કરવાનો પ્રયત્ન કરે છે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનની ઑનલાઇન તુલના કરતી વખતે, તેની પ્રક્રિયા કેટલી સરળ અથવા અવરોધ રહિત છે એ અને તેના જરૂરી ડૉક્યૂમેન્ટને તપાસો.
તમામ બાબતોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકતા, જો સસ્તા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનનો મૂળભૂત આધાર પૈસા બચાવવાનો છે, તો બજાજ આલિયાન્ઝમાં ક્લેઇમની પ્રક્રિયા તમારી અન્ય કિંમતી ચીજવસ્તુને બચાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે -સમય!
બજાજ આલિયાન્ઝમાં, અમે સંપૂર્ણ ક્લેઇમની યાત્રાને એક સુગમ અનુભૂતિ બનાવવામાં વિશ્વાસ રાખીએ છીએ. અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે, તમે travel@bajajallianz.co.in પર ઇમેઇલ મોકલીને અથવા અમારા ટોલ-ફ્રી નંબર 1800-209-5858 પર કૉલ કરીને તમારો ક્લેઇમ રજિસ્ટર કરી શકો છો. ટૂંકમાં કહીએ તો ઝડપી, કાર્યક્ષમ અને અવરોધ રહિત.
બચત - સસ્તા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનના આકર્ષણનું એક કારણ છે. તમારા વૉલેટના ઉપયોગ માટે ઘણી પ્રાથમિકતાઓ હરિફાઈમાં હોય છે. તમે તમારા પૈસા દ્વારા સૌથી મોટો લાભ મેળવવા ઈચ્છો એ સ્વાભાવિક છે. જો કે, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાના કેટલાક મૂળભૂત પાસાઓની સારી સમજ વિના, તમે તમારા વૉલેટ પર કુઠારાઘાત કરી શકો છો.
હિંમત હારશો નહીં! તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર બચત કરવી એ તમે કલ્પના કરતા હો એટલી પણ મુશ્કેલ નથી. આ સરળ યુક્તિઓ સાથે તમે સરળતાથી તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમને ઘટાડી શકો છો:
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ સામાન્ય રીતે ત્રણ વિસ્તૃત કવર ઑફર કરે છે - મૂળભૂત, ઍડવાન્સ અને વ્યાપક. દરેક પ્રકાર સાથે લાભો વધતા જાય છે અને તે સાથે પ્રીમિયમ પણ. તમને સૌથી આરામદાયક હોય તે કવરનું લેવલ પસંદ કરવું મહત્વપૂર્ણ છે.
ઉદાહરણ તરીકે, જ્યારે ત્રણેય કવર તમને મેડિકલ ઇમરજન્સી અથવા ટ્રિપ કૅન્સલેશન સામે કવરેજ પ્રદાન કરી શકે છે, ત્યારે તે તમામ સામાનના આગમનમાં વિલંબની સ્થિતિમાં વળતર ઑફર કરી શકતા નથી. તેથી, તમને સૌથી આરામદાયક હોય તે કવરનું લેવલ પસંદ કરવું મહત્વપૂર્ણ છે.
જો કોઈ વ્યાપક કવરેજ તમને મનની શાંતિ આપે છે, તો તેને પસંદ કરો અથવા અન્યથા ચોક્કસ ખરાબ પરિસ્થિતિઓમાં મૂળભૂત કવર પ્રદાન કરતી પૉલિસી પર જાઓ.
જેમ વધુ પડતા સામાનને ફેરવવો દુષ્કર બની જાય છે, તેમ જ તમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ઍડ-ઑનનો ઢગલો કરવાથી પ્રીમિયમ નોંધપાત્ર રીતે વધી શકે છે. તમારે જે ઍડ-ઑનની જરૂર નથી તેને ટાળવું, એ પ્રીમિયમને ઘટાડવાની અસરકારક રીત છે.
ઉદાહરણ તરીકે, જો તમે એક એવા સ્થળની મુલાકાત લઈ રહ્યા છો જ્યાં એડવેન્ચર સ્પોર્ટ્સનું કોઈ કામ નથી, તો તમારી ટ્રાવેલ પૉલિસી સાથે એડવેન્ચર સ્પોર્ટ્સ કવર હોવું એ કોઈ હેતુ પૂર્ણ કરતું નથી. તેવી જ રીતે, જો તમે જો કોઈ મોંઘી વસ્તુઓ સાથે લઈ જઈ રહ્યાં નથી તો હાઇ-વેલ્યૂ પર્સનલ આઇટમ કવર વધુ મદદરૂપ થશે નહીં.
ડિજિટલ યુગમાં, જ્યારે તમે સોયથી લઈને ફર્નીચર સુધી બધું જ ઑનલાઇન ખરીદો છો, તો તમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી શા માટે નહીં? વાસ્તવમાં, ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાથી તમને માત્ર તમારા ઘરમાં આરામથી ખરીદવાની તક મળતી નથી, પરંતુ ઇન્શ્યોરરને વિતરણ ખર્ચ પર બચત થવાથી છે તે ડિસ્કાઉન્ટનો પણ લાભ આપે છે.
થોડા વર્ષ પહેલાં, તમારે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવા માટે કદાચ તમારા ઇન્શ્યોરરની ઑફિસમાં કતારમાં ઉભું રહેવું પડતું હતું. આજે, તેમાં માત્ર મૂળભૂત માપદંડ પસંદ કરવાની જરૂર હોય છે- ખર્ચ, કવરેજ, કંપની વગેરે અને બસ! પસંદ કરવા માટે સસ્તા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વિકલ્પોની શ્રેણી તમારી પાસે તૈયાર છે!
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવું એ બધા માટે એક લાભકારી ઉકેલ છે. એક ગ્રાહક તરીકે, તમે સ્પર્ધાત્મક કિંમતની પ્રૉડક્ટને (સસ્તા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વાંચો!) અને ટોચની રેટિંગ ધરાવતા ઇન્શ્યોરન્સ પ્રદાતાઓમાંથી એકને પસંદ કરી શકો છો. સો વાતની એક વાત!
તમે કોઈપણ સંભવિત ઑફર વિશે જાણવા માટે ઇન્શ્યોરર તરફથી ન્યૂઝલેટર માટે સાઇન અપ પણ કરી શકો છો. તે જ સમયે, ડિસ્કાઉન્ટેડ પૉલિસી તમારા માટે યોગ્ય છે કે નહીં તે નિર્ણય લેવા માટે તેની વિશેષતાઓ તપાસો.
શું તમે વારંવાર પ્રવાસ કરનાર પ્રવાસી છો, જેમને કામધંધા માટે વખતોવખત દૂરના દેશોની મુસાફરી કરવી પડે છે? જો હા, તો મલ્ટી-ટ્રિપ પૉલિસી એ પ્રીમિયમને ઘટાડવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે. આવી પૉલિસી માત્ર એક ટ્રિપ જ નહીં, પરંતુ એક વર્ષમાં હાથ ધરેલી તમામ ટ્રિપને કવર કરે છે.
મલ્ટિપલ એન્ટ્રી વિઝાની જેમ જ, જ્યારે સસ્તા ટ્રાવેલ ઇન્શ્યોરન્સની વાત આવે ત્યારે તે તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. જો તમે કોર્પોરેટ મુસાફર હો તો તે તમારા માસિક બિઝનેસ ખર્ચને વાજબી ઠરાવવું સરળ બનાવે છે.
તેથી, દરેક વખતે અલગ પૉલિસી ખરીદવાના બદલે, મલ્ટી-ટ્રિપ પૉલિસીને ધ્યાનમાં લો જે તમારા ખિસ્સા પરના ભારને મોટે ભાગે ઓછો કરે છે. પ્રવાસની શુભકામનાઓ!
સામાન નુકસાન હેઠળ, તમને સ્ટોર કરેલા ચેક-ઇન સામાન પર આધારિત સામાનના કાયમી નુકસાન માટે વળતર આપવામાં આવે છે. વધુ વાંચો
સામાન નુકસાન હેઠળ, તમને સ્ટોર કરેલા ચેક-ઇન સામાન પર આધારિત સામાનના કાયમી નુકસાન માટે વળતર આપવામાં આવે છે. સામાન વગર અસહાય બનો ત્યારે તમે હારી ગયા તેમ અને નિરાશાજનક લાગણી અનુભવી શકો છો, પરંતુ સામાન કવર તમને જરૂરી ખર્ચ પહોંચાડવાની મંજૂરી આપે છે અને તેઓને પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવશે.
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજમાં, સામાનમાં વિલંબ માટે વળતર આપવામાં આવે છે વધુ વાંચો
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજમાં, સામાનમાં વિલંબ સામાનમાં કપડાં, શૌચ સામગ્રીઓ, અન્ય આવશ્યક સામાન જેવી વસ્તુઓ માટે વળતર આપવામાં આવે છે. જરૂર હોય ત્યારે, સામાનમાં વિલંબ તણાવપૂર્ણ હોઈ શકે છે અને કેટલીક વાર અંતે સામાન ખોવાઈ જાય છે. .
ફ્લાઇટમાં વિલંબ અને નવી ફ્લાઇટ ફરીથી બુક કરવાની સ્થિતિમાં, ઇન્શ્યોરન્સ કંપની દ્વારા અણધાર્યા અતિરિક્ત ખર્ચની ભરપાઈ કરવામાં આવે છે અથવા જો શક્ય હોય તો ફ્લાઇટ બુક કરવામાં આવે છે વધુ વાંચો
ફ્લાઇટ વિલંબ અને નવી ફ્લાઇટની ફરીથી બુકિંગ કરવાની સ્થિતિમાં, જો શક્ય હોય તો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા બુક કરાવવામાં આવે છે અથવા અનિયંત્રિત વધારાના ખર્ચનું વળતર આપવામાં આવે છે અથવા બુક કરવામાં આવે છે. કેટલીક પરિસ્થિતિઓમાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કંપની તમારા માટે નવી ફ્લાઇટ બુક કરવાની ઑફર કરી શકે છે, જો વિલંબ થયો હોય તો, પરંતુ તમારે ઇન્શ્યોરરને તરત જ જાણ કરવી જોઈએ.
વિવિધ કારણોથી ટ્રિપ કૅન્સલેશન અથવા કર્ટેલમેન્ટ થઈ શકે છે. વધુ વાંચો
વિવિધ કારણોથી ટ્રિપ કૅન્સલેશન અથવા કર્ટેલમેન્ટ થઈ શકે છે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, તમે ખાતરી રાખી શકો છો કે તમારા ટિકિટના ખર્ચને કવર કરી લેવામાં આવશે અને તમે રકમની ભરપાઈ મેળવી શકો છો. જ્યારે તમે બુક કરેલી ટિકિટ બિન-રિફંડેબલ હોય ત્યારે આવું કવર વધુ મહત્વપૂર્ણ બની જાય છે.
તોફાનો, વિરોધ, હડતાલ, કુદરતી આપત્તિઓ, પરિવારમાં મૃત્યુ, ખરાબ હવામાન અને તેના જેવું. કોઈપણ પ્રકારની ઇમરજન્સીની પરિસ્થિતિથી ટ્રિપ કૅન્સલેશન અથવા કર્ટેલમેન્ટ થઈ શકે છે. પરંતુ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે તમે ટિકિટના ખર્ચ માટે વળતર મેળવી શકો છો.
એવી પરિસ્થિતિઓમાં, જ્યાં ટ્રાવેલર દ્વારા પહેલેથી જ બુક કરેલી હોટલ અથવા ફ્લાઇટ સીટ ત્યાં પહોંચતા ઉપલબ્ધ નથી. વધુ વાંચો
એવી પરિસ્થિતિઓમાં, જ્યાં ટ્રાવેલર દ્વારા પહેલેથી જ બુક કરેલી હોટલ અથવા ફ્લાઇટ સીટ ત્યાં પહોંચતા ઉપલબ્ધ નથી. આવા કિસ્સાઓમાં, ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિને પ્રી-બુક કરેલ હોટલ રૂમ અથવા એરલાઇન બુકિંગ માટે ભરપાઈ કરવામાં આવે છે, જો ત્યાં પહોંચતા પસંદગીનું રહેઠાણ ઉપલબ્ધ નથી. જો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ પસંદ કરવામાં આવે તો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજનો ક્લેઇમ કરી શકાય છે.
એક બેગ ચોરાઈ જાય અને તમારો પાસપોર્ટ ગુમાવવાની સ્થિતિમાં, તમને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવે છે. વધુ વાંચો
એક બેગ ચોરાઈ જાય અને તમારો પાસપોર્ટ ગુમાવવાની સ્થિતિમાં, તમને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવે છે. વીમાકૃત રકમની લિમિટ સુધી, ઇન્શ્યોરન્સ કંપની દ્વારા નવો પાસપોર્ટ મેળવવાના શુલ્ક પ્રદાન કરવામાં આવે છે.
ખાસ કિસ્સાઓમાં, જો તમારૂ વિમાન મુસાફરી દરમિયાન હાઇજેક થવામાં આવે છે, તો પૉલિસીનું આ કવર હોવાથી ભાવનાત્મક મુશ્કેલી માટે તમને વળતર આપી શકે છે. વધુ વાંચો
ખાસ કિસ્સાઓમાં, જો તમારૂ વિમાન મુસાફરી દરમિયાન હાઇજેક થવામાં આવે છે, તો પૉલિસીનું આ કવર હોવાથી ભાવનાત્મક મુશ્કેલી માટે તમને વળતર આપી શકે છે. આ પ્રકારની પૉલિસી કવરને સામાન્ય રીતે પૉલિસીધારક દ્વારા પસંદ કરવામાં આવતી નથી પરંતુ જ્યારે અજ્ઞાત ગંતવ્યોમાં મુસાફરી કરતી વખતે આ કવરને ખૂબ જ મદદ કરી શકે છે.
ક્રેડિટ કાર્ડ ચોરી એ તે કવર છે જે વિદેશમાં મુસાફરી કરતી વખતે જરૂર હોવું જોઈએ. વધુ વાંચો
ક્રેડિટ કાર્ડની ચોરી એ તે કવર છે જે વિદેશમાં મુસાફરી કરતી વખતે જરૂર હોવું જોઈએ. જો અને જ્યારે તમારું ક્રેડિટ કાર્ડ ચોરાઈ જાય અથવા ખોવાઈ જાય, તો તરત જ તમારા ઇન્શ્યોરરને જાણ કરો. ઇન્શ્યોરન્સ પ્રદાતાને જાણ કરવાથી તમને ઇમરજન્સી કૅશ ઍડવાન્સમાં પ્રાપ્ત કરવા માટે પાત્ર બનાવે છે. તેની વિગતો કન્સલ્ટિંગ એજન્ટ દ્વારા તમને પ્રદાન કરવામાં આવશે અથવા માહિતી લાભાર્થી સાથે યોગ્ય રીતે શેર કરવામાં આવશે.
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજના આ પોઇન્ટ હેઠળ, જો તમે વેકેશન અથવા બિઝનેસ ટ્રિપ પર બહાર હોવ તો વધુ વાંચો
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજના આ પોઇન્ટ હેઠળ, જો તમે વેકેશન અથવા બિઝનેસ ટ્રિપ પર બહાર છો અને તમારા ઘરમાં ચોરી થાય છે, તો તમારા ઇન્શ્યોરર તે ચોરી દ્વારા થયેલા નુકસાન અને ખોટ માટે ચુકવણી કરશે. જો કે, તમને પ્રાપ્ત થયેલી રકમ તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી અને કવરની મર્યાદા પર આધારિત છે
વ્યક્તિગત જવાબદારીની કલમ તમને શારીરિક ઈજા માટે તમારી સામે કરેલા ક્લેઇમમાં કવર કરે છે, વધુ વાંચો
વ્યક્તિગત જવાબદારીની કલમ તમને શારીરિક ઈજા, સંપત્તિનું નુકસાન અથવા ટ્રિપ દરમિયાન અન્ય વ્યક્તિને નુકસાન માટે તમારી સામે કરેલા ક્લેઇમને કવર કરે છે. જ્યારે તમારા ઘરની સુરક્ષાથી દૂર હોય, ત્યારે અજ્ઞાત જગ્યાએ કોઈ પરિસ્થિતિને સેટલ કરવું મુશ્કેલ બને છે. વ્યક્તિગત જવાબદારીનું કવર તમને આવી અનિચ્છનીય અને અપ્રત્યક્ષ પરિસ્થિતિઓથી સુરક્ષિત કરે છે.
ટ્રિપ દરમિયાન થયેલી વ્યક્તિગત ઈજાઓ સામે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા વળતર આપવામાં આવે છે અથવા ખર્ચ વહન કરવામાં આવે છે વધુ વાંચો
યાત્રા દરમિયાન થયેલી વ્યક્તિગત ઇજાઓને વળતર આપવામાં આવે છે અથવા ખર્ચાઓ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ખર્ચ કરવામાં આવે છે. દવાઓ અથવા દારૂના પ્રભાવ હેઠળ થયેલી ઈજાઓ કવર કરી લેવામાં આવતી નથી.
સ્ટૂડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ, ઘણા ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ તમારે ચૂકવવા પડતા ખર્ચ અને લાગત કિંમતોને કવર કરે છે વધુ વાંચો
સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ, ઘણા ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ વિદેશમાં તમારા અભ્યાસ માટે ચૂકવવામાં આવતા ખર્ચ અને કિંમતને કવર કરી લે છે. ઇન્શ્યોરન્સ કંપનીઓ ઇન્શ્યોર્ડ દ્વારા સંસ્થાઓને ઍડવાન્સ ચૂકવવામાં આવેલ ટ્યુશન ફીની ઇન્શ્યોર્ડને વળતર આપે છે.
રેગ્યુલર ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઇમરજન્સી તબીબી સ્થળાંતરને કવર કરે છે.. વધુ વાંચો
રેગ્યુલર ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઇમરજન્સી તબીબી સ્થળાંતરને કવર કરે છે.. તેમાં ગૃહ દેશમાં પરત લાવવા માટે એરલિફ્ટ અથવા તબીબી રીતે ઉપકરણથી સુસજ્જ ફ્લાઇટ માટે થયેલ ખર્ચનો સમાવેશ થાય છે.
આકસ્મિક મૃત્યુ કવર ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન્સનું સૌથી મહત્વપૂર્ણ પાસું છે. વધુ વાંચો
આકસ્મિક મૃત્યુ કવર ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન્સનું સૌથી મહત્વપૂર્ણ પાસું છે. વિદેશમાં મુસાફરી કરનાર પૉલિસીધારકના કોઈપણ વ્યક્તિ અથવા પરિવારના મેમ્બરને તેમની ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં આ આકસ્મિક મૃત્યુની કલમ ઉમેરવી જોઈએ. આ કવરમાં, આકસ્મિક મૃત્યુના કિસ્સામાં, મુસાફરી કરતી વખતે, મૃતકના પરિવારને વીમાકૃત રકમની લિમિટ સુધી વળતર આપવામાં આવે છે.
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
સોનલ ગોપુજ્કર
શ્રેષ્ઠ પ્રક્રિયા! ઉપયોગમાં ખૂબ જ સરળ અને ત્વરિત પરિણામ
ઉષાબેન પિપલિઆ
ખૂબ જ ઝડપી અને પ્રોફેશનલ સર્વિસ. બજાજ આલિયાન્ઝની ગ્રાહક સર્વિસ ટીમથી ખુશ.
કે.વી.રંગારેડ્ડી
સારી અને કસ્ટમાઇઝ કરેલ વેબસાઇટ. બજાજ આલિયાન્ઝની વેબસાઇટ પરનો અનુભવ ગમ્યો.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો