Loader
Loader

રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
 • ક્લેઇમ સહાયતા નંબરો

 • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

 • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

 • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

 • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

 • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

 • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

 • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

ટોયોટા ફોર્ચ્યુનર કાર ઇન્શ્યોરન્સ ખરીદો/રિન્યુ કરો

Toyota Fortuner Car Insurance

કાર ઇન્શ્યોરન્સના ક્વોટની વિગતો શેર કરો

કૃપા કરીને નામ દાખલ કરો
કૃપા કરીને મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય ઇમેઇલ આઇડી દાખલ કરો

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

જો તમે એવી કાર ખરીદવા માંગો છો જે એડવેન્ચર અને સ્પોર્ટ માટે બનાવવામાં આવી છે, તો ટોયોટા ફોર્ચ્યુનર જ એ કાર છે. ટોયોટા ફોર્ચ્યુનર એ ભારતમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ એસયુવીમાંથી એક છે, જે માટે ટોયોટા ફોર્ચ્યુનર એ પરફેક્ટ એસયુવી ખરીદવા ઇચ્છતા સાહસિકો માટે યોગ્ય છે. તેની સુવિધાઓમાં સમાવેશ થાય છે:

1. ફોર-વ્હીલ ડ્રાઇવ

2. આગળ અને પાછળની એરબેગ

3. એલોય વ્હીલ્સ

4. ફોગ લાઈટ

5. ઑટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ

6. ડ્રાઇવિંગના વિવિધ પ્રકાર

કારની ગુણવત્તા અને ઑફર કરવામાં આવતી વિશેષતાઓ ટોયોટા ફોર્ચ્યુનર પ્રીમિયમ સેગમેન્ટમાં આવતી કાર છે. આ પ્રકારનું હાઇ-એન્ડ રોકાણ કર્યા બાદ તે રોકાણને સુરક્ષિત કરવું પણ જરૂરી છે. તમે ફોર-વ્હીલર ઇન્શ્યોરન્સ તમારી નવી ટોયોટા ફોર્ચ્યુનર માટે, તમારી કારને ઑલ-રાઉન્ડ આર્થિક કવરેજની સુરક્ષા પ્રાપ્ત થાય છે અને તે લાંબો સમય કાર્યરત રહે તે સુનિશ્ચિત કરે છે. 

 

ટોયોટા ફોર્ચ્યુનર કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાના લાભ

ઓછામાં ઓછું થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ કવરેજ હોવું એ ભારતમાં તમામ કાર માટે કાયદાકીય જરૂરિયાત છે. જો કે, કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાથી વધારાની સુરક્ષા માટે અતિરિક્ત પ્રકારના કવરેજ મળી શકે છે.

ટોયોટા ફોર્ચ્યુનર મોટર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાના કેટલાક ફાયદા નીચે જણાવેલ છે:

 

1. ત્વરિત ઍક્સેસ

કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાથી તમારા પૉલિસી ડૉક્યૂમેન્ટ ત્વરિત ઉપલબ્ધ થાય છે. આ પ્રક્રિયા સરળ છે, અને ઑનલાઇન કૅલ્ક્યૂલેટરની સહાયથી, તમે તમારી ટોયોટા ફોર્ચ્યુનરની ઇન્શ્યોરન્સ કિંમત નિર્ધારિત કરી શકો છો. જો તમારી પાસે તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ ઉપલબ્ધ હોય, તો તમે થોડી જ ક્લિકમાં પૉલિસી ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી અને પૂર્ણ કરી શકો છો.

 

2. સુવિધાજનક 

તમે થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો કે કોમ્પ્રિહેન્સિવ પૉલિસી, તે ઑનલાઇન ખરીદવી સરળ છે. વધુમાં, તમારે ઇન્શ્યોરન્સ પ્રદાતાની ઑફિસની મુલાકાત લેવાની જરૂર નથી, અને કોઈ પણ સ્થળેથી ખરીદીની પ્રક્રિયા શરૂ અને પૂર્ણ કરી શકો છો. ઑનલાઇન રિન્યુઅલ સુવિધાજનક વિકલ્પ પણ છે, કારણ કે ફોર-વ્હીલર ઇન્શ્યોરન્સને નિયમિતપણે રિન્યુ કરાવવાની જરૂર પડે છે.

 

3. રિન્યુઅલની સરળતા 

તમારી પૉલિસી, પછી તે થર્ડ-પાર્ટી હોય કે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પ્લાન હોય, તેને નિયમિતપણે રિન્યુ કરાવવી જરૂરી છે. રિન્યુઅલની પ્રક્રિયા ઑનલાઇન માધ્યમ વડે સરળ છે, અને તેને નિયમિતપણે રિન્યુ કરાવવી જરૂરી છે.

 

 

ટોયોટા ફોર્ચ્યુનર માટે ઇન્શ્યોરન્સના પ્રકારો

તમે તમારા ટોયોટા ફોર્ચ્યુનર માટે મુખ્ય બે પ્રકારની કાર ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાંથી પસંદ કરી શકો છો:

થર્ડ-પાર્ટી લાયબિલિટી કવરેજ

આ ભારતમાં તમામ વાહનો માટે કાયદા દ્વારા જરૂરી ન્યૂનતમ ઇન્શ્યોરન્સ કવરેજ છે. તે તમારી કાર સાથે સંકળાયેલ અકસ્માતની સ્થિતિમાં થર્ડ-પાર્ટી પ્રોપર્ટી અથવા વ્યક્તિઓને થયેલા નુકસાન અને ક્ષતિને કવર કરે છે. થર્ડ-પાર્ટી લાયબિલિટી કવરેજ હેઠળ, અકસ્માતમાં તમારી પોતાની કારને થયેલ નુકસાન અથવા ઈજાઓને કવર કરવામાં આવતી નથી. તે સામાન્ય રીતે ઉપલબ્ધ સૌથી સસ્તો કાર ઇન્શ્યોરન્સ છે.

કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ કવરેજ

આ એક વધુ કોમ્પ્રિહેન્સિવ અને મોંઘી ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે બહોળું કવરેજ પ્રદાન કરે છે. તે અકસ્માતની સ્થિતિમાં થર્ડ-પાર્ટી લાયબિલિટી અને તમારી કારને થયેલ નુકસાન, તેમજ ચોરી, આગ, કુદરતી આપત્તિઓ અને અન્ય પ્રકારના નુકસાનને કવર કરે છે. તેમાં ચાલક અને મુસાફરો માટે પર્સનલ એક્સિડન્ટ કવર આપવામાં આવે છે. કોમ્પ્રિહેન્સિવ કવરેજ મનની શાંતિ પ્રદાન કરે છે, પરંતુ તે માટે વધુ કિંમત ચુકવવી પડે છે.

તમારી ટોયોટા ફોર્ચ્યુનર માટે થર્ડ-પાર્ટી લાયાબિલિટી અને કોમ્પ્રિહેન્સિવ કવરેજમાંથી પસંદગી કરતી વખતે, તમારું બજેટ, ડ્રાઇવિંગની આદતો અને જોખમના સ્તરને ધ્યાનમાં લેવું મહત્વપૂર્ણ છે. જો તમારી કાર નવી અથવા મોંઘી છે, અથવા જો તમે વારંવાર હાઇ-રિસ્ક વિસ્તારોમાં ડ્રાઇવ કરો છો, તો કોમ્પ્રિહેન્સિવ કવરેજ તમારા માટે એક વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. પરંતુ, જો તમારી પાસે જૂની અથવા ઓછી મૂલ્યવાન કાર છે, અને તમે સૌથી સસ્તો ઇન્શ્યોરન્સ શોધી રહ્યા છો, તો થર્ડ-પાર્ટી લાયબિલિટી કવરેજ પૂરતું નિવડી શકે છે.

ટોયોટા ફોર્ચ્યુનર કાર ઇન્શ્યોરન્સ - સમાવિષ્ટ અને બાકાત બાબતો

 • પૉલિસીમાં આ સામેલ છે

 • પૉલિસીમાં આ સામેલ નથી

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ એક પ્રકારની પૉલિસી છે જે કવર કરે છે 

વધુ વાંચો

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ એક પ્રકારની પૉલિસી છે જે માત્ર થર્ડ પાર્ટીને થયેલા નુકસાન અથવા ઈજાઓને જ નહીં પરંતુ ઇન્શ્યોરન્સ ધરાવતા વાહન અને ડ્રાઇવર દ્વારા થયેલા નુકસાન અને ખોટને પણ કવર કરે છે. કેટલીક સામાન્ય સમાવિષ્ટ બાબતો કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પ્લાન થર્ડ-પાર્ટી લાયબિલિટી કવરેજ છે, જે થર્ડ પાર્ટીને થયેલા નુકસાનને કારણે ઉદ્ભવતી કાનૂની જવાબદારી, વ્યક્તિગત અકસ્માત કવર, જે અકસ્માતના કિસ્સામાં ડ્રાઇવર અથવા મુસાફરોને થયેલી શારીરિક ઈજા અથવા મૃત્યુને કવર કરે છે, અને પોતાને થયેલા નુકસાનના કવરના કિસ્સામાં આર્થિક સહાય પ્રદાન કરે છે, જે અકસ્માત, ચોરી, આગ અથવા કુદરતી આપત્તિઓને કારણે ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનને થયેલા નુકસાનને કવર કરે છે. વધુમાં, કોમ્પ્રિહેન્સિવ પ્લાનમાં વ્યક્તિ તેમની જરૂરિયાતો મુજબ પસંદ કરી શકે તેવા અન્ય કવરેજ ઑફર કરવામાં આવી શકે છે.

 

1 of 1

જો કે, કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કેટલીક બાબતોને કવર કરવામાં આવતી નથી જેની

વધુ વાંચો

જો કે, કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કેટલીક બાબતોને કવર કરવામાં આવતી નથી જેની નોંધ કરવી જરૂરી છે. આ બાકાતમાં એવી દુર્ઘટનાઓ શામેલ છે જે માન્ય લાઇસન્સ વિના વાહનચાલક દ્વારા વાહન ચલાવવાને કારણે થઈ હોય, આલ્કોહોલ અથવા નશીલા પદાર્થોના પ્રભાવ હેઠળ વાહન ચલાવવાને કારણે થઈ હોય, યુદ્ધની સ્થિતિ અથવા પરમાણુ રેડિયેશનને કારણે કારને થયેલું નુકસાન હોય, કારની ખરીદીને સમય થયેલ હોય અને ભૌગોલિક વિસ્તારની બહાર થતા અકસ્માતોને કારણે થતાં નુકસાનને બાકાત રાખવામાં આવે છે. તેથી, ક્લેઇમ સેટલમેન્ટ સમયે કોઈપણ મૂંઝવણ અથવા વિવાદોને ટાળવા માટે પૉલિસીના નિયમો અને શરતોને કાળજીપૂર્વક વાંચવા અને સમજવા જરૂરી છે.

1 of 1

ટોયોટા ફોર્ચ્યુનર કાર ઇન્શ્યોરન્સ ઍડ-ઑન

ઍડ-ઑન ખરીદીને તમે તમારી પૉલિસી હેઠળ મળતા કવરેજમાં વૃદ્ધિ કરી શકો છો, જોકે તેને કારણે ટોયોટા ફોર્ચ્યુનરના ઇન્શ્યોરન્સની કિંમતમાં પણ વધારો થઈ શકે છે. તેથી, તમારા ટોયોટા ફોર્ચ્યુનરના ઇન્શ્યોરન્સ પ્રીમિયમને તમારા બજેટમાં રાખવા માટે જરૂરી હોય તેવા જ ઍડ-ઑન પસંદ કરવાની ભલામણ કરવામાં આવે છે.

નીચેનામાંથી કેટલાક ઍડ-ઑન તમે પસંદ કરી શકો છો:

 

 • પેસેન્જર પર્સનલ એક્સિડન્ટ કવર

આ ઍડ-ઑન દ્વારા, ઇન્શ્યોર્ડ કારમાં મુસાફરી કરનાર મુસાફરોના આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં તબીબી ખર્ચ અને વળતર ચુકવવામાં આવે છે.

 

 • કી રિપ્લેસમેન્ટ કવર  

કી રિપ્લેસમેન્ટ ઍડ-ઑન કારની ખોવાયેલી અથવા ચોરાયેલી ચાવીઓ બદલવાના ખર્ચને આવરી લેવામાં આવે છે, જેમાં તાળા બનાવનારનો ખર્ચ અથવા કીલેસ એન્ટ્રી સિસ્ટમને બદલવા માટેના ખર્ચનો સમાવેશ થાય છે.

 

 • 24X7 રોડસાઇડ આસિસ્ટન્સ કવર 

આ ઍડ-ઑન કારના બ્રેકડાઉન અથવા રસ્તા પર ઉદ્ભવતી અન્ય ઇમરજન્સી, જેમ કે ફ્લેટ ટાયર, ડેડ બૅટરી અથવા ટોઇંગ સર્વિસ, તેના કિસ્સામાં સહાય પ્રદાન કરે છે.

 

 • એન્જિન પ્રોટેક્શન કવર

આ ઍડ-ઑન દ્વારા, એન્જિનમાં પાણી ભરાઈ જવું, લુબ્રિકેટિંગ ઑઇલનું લીકેજ અથવા હાઇડ્રોસ્ટેટિક લૉક દ્વારા થયેલા નુકસાનને કારણે ઇન્શ્યોર્ડ કારના એન્જિનને રિપેર અથવા રિપ્લેસ કરવાના ખર્ચને કવર કરવામાં આવે છે.

 

 • આઉટસ્ટેશન ઇમરજન્સી કવર

ઇન્શ્યોર્ડ કાર તેના સામાન્ય ભૌગોલિક વિસ્તારની બહાર હોય ત્યારે થતા બ્રેકડાઉન અથવા અકસ્માતની પરિસ્થિતિમાં આ ઍડ-ઑન ઇમરજન્સી પરિસ્થિતિઓ માટે સહાય અને કવરેજ પ્રદાન કરે છે.

 

ટોયોટા ફોર્ચ્યુનર કાર ઇન્શ્યોરન્સ કેવી રીતે ખરીદવો?

તમારા ટોયોટા ફોર્ચ્યુનર માટે કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદતા પહેલાં, ઇન્શ્યોરન્સની અંદાજિત કિંમત જાણવા માટે તમને કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર નો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.

અંદાજિત કિંમત જાણ્યા બાદ તમે ઇન્શ્યોરન્સ પ્રદાતાની અધિકૃત વેબસાઇટ અથવા એપ પરથી ઑનલાઇન પૉલિસી ખરીદવા માટે આગળ વધી શકો છો. પ્રક્રિયા શરૂ કરતા પહેલાં તમારી પાસે કારનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને ઓળખની વિગતો જેવા તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ તૈયાર રાખો.

સાઇટ પર ઉલ્લેખિત પગલાંઓને અનુસરો અને ઉપલબ્ધ ચુકવણી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઑનલાઇન ચુકવણી કરો. ધ્યાનમાં રાખો કે તમે પસંદ કરેલા ઍડ-ઑનના આધારે ઇન્શ્યોરન્સની કિંમત અલગ અલગ હોઈ શકે છે.

 

 

ટોયોટા ફોર્ચ્યુનર ઇન્શ્યોરન્સ રિન્યુ કરાવો

તમારા ટોયોટા ફોર્ચ્યુનર ની તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરતા પહેલાં ઇન્શ્યોરન્સની કિંમત ઑનલાઇન તપાસવાની સલાહ આપવામાં આવે છે. તમારી પૉલિસીને ઑનલાઇન રિન્યુ કરવાની પ્રક્રિયા ઝડપી અને સુવિધાજનક છે. પૉલિસી રિન્યુઅલ સમયે તમે નીચે જણાવેલ સામાન્ય પગલાંઓને અનુસરી શકો છો:

 • તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાની વેબસાઇટ અથવા મોબાઇલ એપ પર જાઓ અને રિન્યુઅલ સેક્શન પર નેવિગેટ કરો.
 • પૉલિસી નંબર અને સમાપ્તિની તારીખ જેવી જરૂરી વિગતો દાખલ કરો અને રિન્યુઅલ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે દર્શાવવામાં આવતી સૂચનાને અનુસરો.
 • પૉલિસીની વિગતો અને પ્રીમિયમ રકમની સમીક્ષા કરો અને પુષ્ટિ કરો.
 • નેટ બેન્કિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા ડિજિટલ વૉલેટ જેવા ઉપલબ્ધ વિકલ્પોનો ઉપયોગ કરીને ઑનલાઇન ચુકવણી કરો.
 • સફળતાપૂર્વક ચુકવણી બાદ, રિન્યુ કરાવેલ પૉલિસીની પુષ્ટિ કરતો ઇમેઇલ અથવા એસએમએસ પ્રાપ્ત થશે.

કવરેજમાં કોઈપણ ગેપ ન પડે તે સુનિશ્ચિત કરવા માટે, સમાપ્તિની તારીખથી થોડા દિવસ પહેલાં તમારી પૉલિસીને રિન્યુ કરાવો, અને રિન્યુઅલ પ્રક્રિયાની સરળતા માટે તમારી પાછલી પૉલિસીની વિગતો તૈયાર રાખો.

ક્લેઇમની પ્રક્રિયા

કાર ઇન્શ્યોરન્સ હેઠળ ક્લેઇમ કરવા માટે તમારી પાસે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે, જેમ કે વ્યક્તિગત રીતે ઇન્શ્યોરન્સ પ્રદાતાની ઑફિસની મુલાકાત લેવી, ઇન્શ્યોરન્સ એજન્ટની સલાહ લેવી, અથવા ઑનલાઇન અથવા ફોન પર ક્લેઇમ કરવો. સામાન્ય રીતે, ઑનલાઇન અથવા ફોન પર ક્લેઇમ કરવું ઝડપી અને વધુ સુવિધાજનક છે.

ક્લેઇમ કરવા માટે, તમારે શક્ય તેટલી વહેલી તકે તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાને જાણ કરવી જરૂરી છે અને તમારો પૉલિસી નંબર, વાહન રજિસ્ટ્રેશન નંબર, લોકેશન અને અકસ્માતનો સમય જેવી આવશ્યક વિગતો અને ઘટનાનું સંક્ષિપ્તમાં વર્ણન કરવાનું રહેશે. જો થર્ડ-પાર્ટી શામેલ હોય, તો તમારે પોલીસને જાણ કરવી આવશ્યક છે અને એફઆઇઆર નોંધાવવી જરૂરી છે. તમારા ક્લેઇમને સપોર્ટ કરવા માટે તમારે ક્ષતિગ્રસ્ત વાહન અને સંબંધિત વિગતોના ફોટા પણ લેવા જરૂરી છે.

તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા નુકસાનનું નિરીક્ષણ કરવા અને ક્લેઇમની રકમનું મૂલ્યાંકન કરવા માટે સર્વેક્ષકની વ્યવસ્થા કરવામાં આવી શકે છે. જો મંજૂર કરવામાં આવે છે, તો થયેલ ખર્ચ માટે તેમના દ્વારા ચુકવણી કરવામાં આવશે અથવા ક્ષતિગ્રસ્ત ભાગોના રિપેરીંગ અથવા રિપ્લેસમેન્ટની વ્યવસ્થા કરવામાં આવશે.

ક્લેઇમ કરતા પહેલાં, તમારી ટોયોટા ફોર્ચ્યુનર ના કાર ઇન્શ્યોરન્સ પૉલિસીના નિયમો અને શરતો અને ક્લેઇમની પ્રક્રિયા વાંચવી અને સમજવી જરૂરી છે. ક્લેઇમ કરતી વખતે પૉલિસી ડૉક્યૂમેન્ટ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને એફઆઈઆરની એક કૉપી જેવા તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ તૈયાર રાખો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

કાર ઇન્શ્યોરન્સ શું છે, અને તે શા માટે મહત્વપૂર્ણ છે?

કાર ઇન્શ્યોરન્સ એક પ્રકારની ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે અકસ્માત, ચોરી અને તમારી કારને અન્ય અણધારી ઘટનાઓને કારણે થતા નુકસાન સામે આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે. તે એટલા માટે જરૂરી છે કારણ કે તે અકસ્માતના કિસ્સામાં તમારી કાર અથવા અન્યને થયેલા નુકસાન અથવા ઈજાઓના ખર્ચને કવર કરી શકે છે.

કેટલા વિવિધ પ્રકારની કાર ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ઉપલબ્ધ છે?

મુખ્યત્વે બે પ્રકારની કાર ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ઉપલબ્ધ છે: થર્ડ-પાર્ટી લાયબિલિટી કવરેજ અને કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ કવરેજ. થર્ડ-પાર્ટી લાયબિલિટી કવરેજ દ્વારા અકસ્માતમાં થર્ડ પાર્ટીને થયેલા નુકસાન અથવા ઈજાઓને કવર કરવામાં આવે છે, જ્યારે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ કવરેજ તમારી કારને થયેલ નુકસાન અને વ્યક્તિગત ઇજા સામે સુરક્ષા સહિત વ્યાપક કવરેજ પ્રદાન કરવામાં આવે છે.

કાર ઇન્શ્યોરન્સની કિંમત પર કયા પરિબળોની અસર થાય છે?

કાર ઇન્શ્યોરન્સની કિંમતને કવરેજનો પ્રકાર, કારને ખરીદી તેને કેટલો સમય થયો તે, મોક અને મોડેલ, ડ્રાઇવરની ઉંમર અને ડ્રાઇવિંગ રેકોર્ડ, ભૌગોલિક સ્થાન અને પસંદ કરેલા ઍડ-ઑન જેવા અનેક પરિબળો અસર કરી શકે છે.

ઍડ-ઑન એટલે શું, અને તેમને શા માટે ધ્યાનમાં લેવા જરૂરી છે?

ઍડ-ઑન એ અતિરિક્ત કવરેજ માટે કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઉમેરી શકાય તેવી અતિરિક્ત વિશેષતાઓ છે. તેના દ્વારા રોડસાઇડ સહાય, એન્જિનની સુરક્ષા અને વ્યક્તિગત અકસ્માત કવર જેવી વસ્તુઓને કવર કરવામાં આવે છે દરેક વ્યક્તિએ તેમની વ્યક્તિગત જરૂરિયાતોના આધારે તેમને ધ્યાનમાં લેવી જોઈએ.

 

કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ કેવી રીતે ફાઇલ કરવો?

કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરવા માટે, ઘટના વિશે શક્ય તેટલી વહેલી તકે તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાને જાણ કરો, પૉલિસી નંબર અને રજિસ્ટ્રેશન નંબર જેવી જરૂરી વિગતો પ્રદાન કરો, નુકસાનના ફોટો લો, જરૂરી હોય તો એફઆઈઆર ફાઇલ કરો અને તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ તૈયાર રાખો. તમે વ્યક્તિગત રીતે, કૉલ દ્વારા અથવા ઑનલાઇન ક્લેઇમ કરી શકો છો.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

 • પસંદ કરો
  કૃપા કરીને પસંદ કરો
 • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે