Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ સહાયતા 1800-103-5858

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરી પ્રોડક્ટ પસંદ કરો

કાર ઇન્શ્યોરન્સ હેઠળ એન્જિન પ્રોટેક્ટર

 

ઑટો ઇન્શ્યોરન્સમાં એન્જિન પ્રોટેક્શન કવર શું છે?

એક એન્જિન પ્રોટેક્ટર પ્લાન લુબ્રિકન્ટના લીકેજ, ગિયરબૉક્સને નુકસાન અને પાણીના પ્રવેશને કારણે એન્જિનને થયેલા નુકસાનને કવર કરે છે.

સ્ટાન્ડર્ડ કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ ને, કામગીરીના વિસ્તારના આધારે અતિરિક્ત કવરેજ સાથે પૂરક તરીકે જોડવું પડી શકે છે. તેથી, યોગ્ય ઍડ-ઑન ઇન્શ્યોરન્સ કવર (ઉદાહરણ તરીકે, એન્જિન પ્રોટેક્શન) પસંદ કરવાથી તમારી કિંમતી સંપત્તિ માટે સુરક્ષા સ્તર વધે છે. 

એન્જિન પ્રોટેક્શન કવરનું મહત્વ

કાર એન્જિન તમારી કારના સૌથી ખર્ચાળ અને મેઇન્ટેનન્સ માંગતા પાર્ટ્સમાંથી એક છે. તેઓ પાણી ભરાવાની સ્થિતિમાં અથવા સતત વધારે ગરમ થવાને કારણે નુકસાન થવાની સંભાવના ધરાવી શકે છે. આવી અનિચ્છનીય પરિસ્થિતિઓમાં, એન્જિન પ્રોટેક્ટર ઍડ-ઑન કવર ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે.

એન્જિન પ્રોટેક્શન કવરમાં સામાન્ય સમાવેશનો

કાર એન્જિન માટે સમર્પિત પ્લાન તરીકે, તે પાણીના પ્રવેશ, ગિયરબૉક્સના નુકસાન, લુબ્રિકન્ટ લીકેજ વગેરે જેવી ઘટનાઓ સામે રક્ષણ આપે છે.

એન્જિન પ્રોટેક્શન કવર દ્વારા કવર કરવામાં આવતા ખર્ચ

તે પિસ્ટન, ક્રેન્કશાફ્ટ, સિલિન્ડર હેડ જેવા ગંભીર એન્જિન પાર્ટ્સના સંપૂર્ણ રિપ્લેસમેન્ટ અથવા રિપેરને કવર કરે છે.

ગિયરબૉક્સ અને શાફ્ટને થયેલા નુકસાનને પણ કવર કરી લેવામાં આવે છે.

તે ગિયરબૉક્સ અને અન્ય મહત્વપૂર્ણ એન્જિન પાર્ટ્સના ઓવરહોલિંગને કારણે થયેલા મજૂરી ખર્ચ/મિકેનિક ફીની ભરપાઈ કરે છે.

તેને કોણે ખરીદવું જોઈએ?

એન્જિન પ્રોટેક્શન ઍડ-ઑન કવર એ સૌથી ઉપયોગી ઍડ-ઑનમાંથી એક છે જે તમારી વ્યાપક કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શામેલ હોવું જોઈએ. તે નીચેના લોકોના સમૂહો માટે વધુ ઉપયોગી હશે જેમ કે:

પ્રોફેશનલ મોટર સ્પોર્ટ્સ ટીમો અથવા વ્યવસાયિક ફ્લીટ માલિકો.

પૂરના જોખમવાળા ઝોનમાં રહેતા લોકો.

લક્ઝરી કાર ધરાવતા લોકો જે કારના ક્ષતિગ્રસ્ત એન્જિનને રિપેર કરવાનો ખર્ચ સામાન્ય કાર કરતાં નોંધપાત્ર રીતે વધારે હશે.

અંતમાં, એન્જિન પ્રોટેક્શન કવર વરસાદ અને અન્ય આપત્તિઓને કારણે થયેલા નુકસાન સામે તમારા એન્જિનને સુરક્ષિત કરશે. જો કે, તેને ખરીદવાનો નિર્ણય લેતા પહેલાં તમારા માટે તેની મૂળભૂત વિશેષતાઓ, સામાન્ય સમાવેશ અને બાકાતને સંપૂર્ણપણે વાંચી લેવું જરૂરી છે.

વધુ જુઓ કાર ઇન્શ્યોરન્સની વિશેષતાઓ.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેંસ રજિસ્ટર (NCPR) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા SMSને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ ID દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે