Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ સહાયતા 1800-103-5858

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરી પ્રોડક્ટ પસંદ કરો

હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ કૅશલેસ સારવાર

બજાજ આલિયાન્ઝ કૅશલેસ સારવાર વિશે જાણવા જેવી બાબતો

ભારતમાં વધતા તબીબી ખર્ચાઓને કારણે હવે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી જરૂરી છે. કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ સેવાઓ પૉલિસીધારકને પોતાના ખિસ્સામાંથી ચુકવણી કર્યા વિના ઇન્શ્યોરન્સ કંપની દ્વારા સીધા મેડિકલ બિલ સેટલ કરવાની સવલત આપે છે.

કૅશલેસ સારવાર પૉલિસીઓ હૉસ્પિટલાઇઝેશન જેવા કટોકટીના સમયે પૉલિસીધારકને નાણાંકીય રાહત પ્રદાન કરવાના એકમાત્ર હેતુ સાથે તૈયાર કરવામાં આવી છે.

કૅશલેસ સારવાર કેવી રીતે કામ કરે છે?

મોટાભાગની હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ હૉસ્પિટલોની પેનલનું નેટવર્ક ધરાવતી હોય છે, જ્યાં કૅશલેસ મેડિક્લેમ પૉલિસી ધરાવતા વીમાધારક દર્દીઓને સારવાર માટે ચુકવણી કરવાની જરૂર નથી. ઇન્શ્યોરર દ્વારા ખર્ચ સીધા હૉસ્પિટલને ચૂકવવામાં આવે છે.

કૅશલેસ સારવારના પ્રકારો

આયોજિત ક્લેઇમ - આયોજિત ક્લેઇમમાં ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિને હૉસ્પિટલાઇઝેશન અંગે બે-ત્રણ દિવસ અગાઉથી જાણ હોય છે. આ પ્રકારના ક્લેઇમમાં, તેમને નિર્ધારિત સારવાર પહેલાં ઓછામાં ઓછા થોડા દિવસ પહેલાં હૉસ્પિટલમાંથી પ્રિ-ઓથોરાઇઝેશન ફોર્મ લેવા માટે કહેવામાં આવે છે.

ઇમરજન્સી ક્લેઇમ - જ્યારે ઇન્શ્યોર્ડ વ્યક્તિને અચાનક ગંભીર રોગ અથવા પરિસ્થિતિને કારણે તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, ત્યારે તેને ઇમરજન્સી ક્લેઇમ તરીકે ઓળખવામાં આવે છે.

કૅશલેસ સારવારના લાભો

    ✓ મેડિકલ ઇમરજન્સી દરમિયાન સહાય આપે છે

    ✓ રાહતનો સ્ત્રોત

    ✓ વ્યાપક પ્રકારનું કવરેજ પ્રદાન કરે છે

    ✓ પ્રવાસ દરમિયાન તમારા સ્વાસ્થ્ય માટે ટેકારૂપ છે

    ✓ ટૅક્સના લાભો ઑફર કરે છે

કૅશલેસ સારવાર મેળવતા પહેલાં યાદ રાખવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ

    ✓ કૅશલેસ સારવારની સુવિધા માત્ર નેટવર્ક હૉસ્પિટલોમાં જ ઉપલબ્ધ છે.

    ✓ જો કૅશલેસ ક્લેઇમ નકારવામાં આવે, તો હૉસ્પિટલના ખર્ચની ચુકવણી તમારે કરવાની રહેશે અને પછી વળતર માટે અરજી કરવાની રહેશે.

    ✓ ઇન્શ્યોરન્સ કંપની/ટીપીએને સમયસર સૂચના મોકલવી જરૂરી છે.

    ✓ ઇન્શ્યોરન્સ કંપની/થર્ડ પાર્ટી ઍડ્મિનિસ્ટ્રેટર (ટીપીએ) ને જરૂર પડે તો, જરૂરી ડૉક્યૂમેન્ટેશન, ડૉક્ટરના અસલ રિપોર્ટ્સ અને પ્રિસ્ક્રિપ્શન આપવા જરૂરી છે.

    ✓ કૅશલેસ સેટલમેન્ટનો લાભ લેવા માટે હૉસ્પિટલમાં દાખલ થતી વખતે હેલ્થ ઇન્શ્યોરન્સ કાર્ડ પ્રદર્શિત કરવું ફરજિયાત છે.

    ✓ દરેક ઇન્શ્યોરન્સ કંપનીના પોતાના નિયમો અને શરતો હોય છે; તેથી, પૉલિસીના શબ્દોને કાળજીપૂર્વક વાંચવાનું જરૂરી છે.

કૅશલેસ સારવાર હેઠળ આવરી ન લેવામાં આવેલ મુદ્દાઓ

    ✓ સર્વિસ ચાર્જ

    ✓ રજિસ્ટ્રેશન ફી અથવા એડમિશન ફી

    ✓ ઑક્સિજન માસ્ક, સિરીંજ, ડાયપર્સ વગેરે સંબંધિત ખર્ચ.

    ✓ અંગત સ્વચ્છતા માટેની જરૂરી વસ્તુઓ

    ✓ અટેન્ડન્ટની ફી

વધુ જુઓ હેલ્થ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેંસ રજિસ્ટર (NCPR) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા SMSને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ ID દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે