રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Health Insurance Claim Settlement Ratio
15 એપ્રિલ, 2021

હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટ રેશિયોની સમજૂતી

તમે ઘણી વખત 'ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો' શબ્દ સાંભળ્યો હશે અને લોકો આ નંબરના મહત્વ પર ભાર મૂકે છે. પરંતુ તેનો અર્થ શું છે અને તે શા માટે જરૂરી છે?? ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે, તમને માર્કેટમાં ઉપલબ્ધ અસંખ્ય આકર્ષક પ્લાન મળશે, પરંતુ તેમાંથી એકને પસંદ કરવું મુશ્કેલ હોઈ શકે છે. તમને યોગ્ય હેલ્થ પ્લાન ખરીદવામાં મદદ કરવા માટે ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો એક મહત્વપૂર્ણ નિર્ણાયક પરિબળ છે. તો, ચાલો હેલ્થ ક્લેમ સેટલમેન્ટ રેશિયોને વિગતવાર સમજીએ.   ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો શું છે? ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો અથવા સીએસઆર એ એક એવો રેશિયો છે કે જે તમને ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ચૂકવવામાં આવેલ ક્લેઇમની ટકાવારી જણાવે છે. તેની ગણતરી એક ચોક્કસ નાણાંકીય વર્ષમાં દાખલ કરાયેલ ક્લેઇમની કુલ સંખ્યા સામે ઇન્શ્યોરર દ્વારા સેટલ કરેલ ક્લેઇમની કુલ સંખ્યા લઈને કરવામાં આવે છે. આ મૂલ્યનો ઉપયોગ ભવિષ્યમાં તમારા ક્લેઇમની સેટલ કરવાની સંભાવનાને નિર્ધારિત કરવા માટે કરી શકાય છે અને તેથી, ઉચ્ચ સીએસઆર ધરાવતા ઇન્શ્યોરરને પ્રાધાન્ય આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો 100 ક્લેઇમ ફાઇલ કરવામાં આવે છે, જેમાંથી 80 સેટલ કરવામાં આવે છે, તો સીએસઆર 80% થશે. ત્રણ પ્રકારના હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ રેશિયો હોય છે, જેના વિશે તમારે જાણવું જોઈએ:
  • ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો
  • ક્લેઇમ અસ્વીકાર રેશિયો
  • ક્લેઇમ પેન્ડિંગ રેશિયો
  હવે તમે જાણો છો કે સીએસઆર શું છે, ચાલો હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટ રેશિયોના ફોર્મ્યુલા પર નજર કરીએ,   સીએસઆર = (સેટલ કરેલ ક્લેઇમની કુલ સંખ્યા) / (દાખલ કરેલ ક્લેઇમની કુલ સંખ્યા) + વર્ષની શરૂઆતમાં બાકી રહેલ ક્લેઇમની સંખ્યા - વર્ષના અંતે બાકી રહેલ ક્લેઇમની સંખ્યા   સારો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો કોને ગણવામાં આવે છે? મોટાભાગે 80% કરતાં વધુનો હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ રેશિયો સારો માનવામાં આવે છે પરંતુ સીએસઆર એકમાત્ર નિર્ણાયક પરિબળ ન હોવું જોઈએ. ઉપરાંત, અન્ય ઘણા પાસાઓ પણ છે જે યોગ્ય હેલ્થ પ્લાન મેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી, વિવિધ ઇન્શ્યોરર દ્વારા ઑફર કરવામાં આવતી ગ્રાહક સંબંધિત સર્વિસ અને પ્લાનના નિયમો અને શરતોને હંમેશા જોઈ લેવાની ભલામણ કરવામાં આવે છે. તમે પૉલિસીને ફાઇનલ કરતા પહેલાં તમારા રિસર્ચને ફરીથી કન્ફર્મ કરવા માટે મેડિકલ ઇન્શ્યોરન્સ ખરીદનારા કોઈપણ મિત્રો અથવા સંબંધીઓનો પણ સંપર્ક કરી શકો છો. હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટ રેશિયોનું મૂલ્યાંકન કરતી વખતે, તમને અસ્વીકાર અથવા પેન્ડિંગ રેશિયો જેવા શબ્દો પણ જોવા મળી શકે છે. ચાલો, આ શબ્દોને વધુ સારી રીતે સમજીએ:   ક્લેઇમ અસ્વીકાર રેશિયો આ નંબર તમને ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા નકારવામાં આવેલા ક્લેઇમની ટકાવારી જણાવે છે. ઉદાહરણ તરીકે, જો રેશિયો 30% છે, તો તેનો અર્થ એ છે કે 100 માંથી, માત્ર 30 કેસ નકારવામાં આવ્યા હતા. આ રેશિયોની ગણતરી પૉલિસીધારકો દ્વારા દાખલ કરવામાં આવેલા કુલ ક્લેઇમની સંખ્યા સામે નકારવામાં આવેલા ક્લેઇમની કુલ સંખ્યા લઈને કરી શકાય છે. હવે, ક્લેઇમ નકારવાના કારણોમાં એવા ક્લેઇમ હોય જે બાકાત બાબતો હેઠળ, તમારી પૉલિસીમાં કવર ના થતી, પહેલેથી હોય તેવી બીમારીઓ માટે કરવામાં આવ્યા હોય, ખોટા ક્લેઇમ, ઇન્શ્યોરરને સમયસર જાણ ના કરવી અને અન્ય ઘણા કારણો હોઈ શકે છે. ક્લેઇમ પેન્ડિંગ રેશિયો આવા હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમનો રેશિયો બાકી હોય તેવા ક્લેઇમની સંખ્યાને દર્શાવે છે અને તેમને સ્વીકારવામાં અથવા નકારવામાં આવ્યા નથી. ઉદાહરણ તરીકે, જો ક્લેઇમ બાકી રેશિયો 20% છે, તો 100 ક્લેઇમમાંથી 20 કેસ બાકી છે. આ વેલ્યૂની ગણતરી પૉલિસીધારકો દ્વારા દાખલ કરવામાં આવેલા કુલ ક્લેઇમની સંખ્યા સામે કુલ બાકી ક્લેઇમની સંખ્યા લઈને કરી શકાય છે. કેટલાક ક્લેઇમ શા માટે બાકી છે, તેના ઘણા કારણો હોઈ શકે છે. તેમાંથી કેટલાકમાં હૉસ્પિટલાઇઝેશનના ખર્ચાઓની ચકાસણી ચાલુ હોય અથવા ડૉક્ટરના સર્ટિફિકેટને રજૂ કરવાનું બાકી હોય તે કારણે હોઈ શકે છે.   ક્લેઇમ સેટલમેન્ટ રેશિયોનું મહત્વ પૉલિસીધારકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો મહત્વપૂર્ણ છે, કારણ કે તે તમારા ક્લેઇમના સેટલ થવાની સંભાવનાને દર્શાવે છે. તમે જ્યારે કોઈ પૉલિસી ખરીદો છો, ત્યારે આ ઇન્વેસ્ટમેન્ટનો ઉદ્દેશ તમારા પ્રિયજનોને મેડિકલ ઇમરજન્સીમાંથી સુરક્ષિત કરવાનો હોય છે. પરંતુ જો તમારા જરૂરિયાતના સમયે તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતા ચુકવણી ના કરે, તો ઇન્શ્યોરન્સ લેવાનો સમગ્ર ઉદ્દેશ્ય વ્યર્થ થઈ જાય છે. આ જ કારણે જરૂરિયાતના સમયે ચુકવણી કરવા ઈચ્છુક ઇન્શ્યોરર માટે સીએસઆર એ સારું ઇન્ડિકેટર બની શકે છે. છેલ્લે, અમે ભલામણ કરીએ છીએ કે તમે તમારી પૉલિસીના ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા વિશે જાણી લો, જેથી જરૂરિયાતના સમયે ક્લેઇમના અસ્વીકારની સંભાવના ઘટી જાય અને તમે કાર્યક્ષમ રીતે ક્લેઇમ ફાઇલ કરી શકો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 2 / 5. વોટની સંખ્યા: 4

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે