રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
EMI Health Insurance by Bajaj Allianz
19 મે, 2021

ઇએમઆઈ પર હેલ્થ ઇન્શ્યોરન્સ

આજના સમયમાં મેડિકલ ઇન્શ્યોરન્સ કવરેજ એક જરૂરિયાત છે. મેડિકલ સારવારના સતત વધી રહેલા ખર્ચને કારણે કોઈપણ નાની મેડિકલ પ્રક્રિયામાં તમારું આકસ્મિક ભંડોળ આસાનીથી વપરાઈ શકે છે. બીજી તરફ, કોઈ મોટી મેડિકલ પ્રક્રિયા માટે તમારે તમારા ખિસ્સામાંથી ખર્ચ કરવો પડી શકે છે, જે તમને દેવું કરવા તરફ દોરી શકે છે. આમ, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તમને આર્થિક સુરક્ષા તેમજ સમયસર મેડિકલ સારવાર મેળવવામાં મદદ મળે છે. જો કે, ભારતમાં દરેક વ્યક્તિ મેડિકલ ઇન્શ્યોરન્સ કવર ધરાવતી નથી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વધુ વ્યાજબી બને તે માટે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (આઇઆરડીએઆઇ) દ્વારા ઇન્શ્યોરન્સ કંપનીઓને પૉલિસીધારકોને વાર્ષિક ચુકવણી ઉપરાંત ચુકવણીના અન્ય વિકલ્પો પ્રદાન કરવા માટે જણાવાયું હતું. આમ, આ અતિરિક્ત ચુકવણી વિકલ્પ તમને ઇએમઆઈ હેલ્થ ઇન્શ્યોરન્સ પસંદ કરવામાં સક્ષમ બનાવે છે અને ઓછા આવક જૂથો માટે ઇન્શ્યોરન્સ વધુ સુલભ બને છે. અન્યથા એવું લાગે છે કે કેટલાક લોકો માટે એકસાથે પ્રીમિયમ ચૂકવવાનો ફાઇનાન્શિયલ બોજ, હવે ઇએમઆઈ પર હેલ્થ ઇન્શ્યોરન્સની ઉપલબ્ધતા સાથે સુવિધાજનક બની ગયું છે.

ઇએમઆઈ પર હેલ્થ ઇન્શ્યોરન્સ સફળ બનવાના કારણો

શહેરી વસ્તીમાં સ્વાસ્થ્ય સંબંધી તકલીફો ઝડપથી વધી રહી છે. કેટલાક જીવનશૈલી સંબંધિત રોગો ગ્રામીણ વિસ્તારોમાં પણ જોવામાં આવી રહ્યા છે, જેની સારવારના મોટા ખર્ચને કારણે કોઈ યોગ્ય સારવાર લેવામાં આવતી નથી. ઇએમઆઈ દ્વારા પ્રીમિયમ ચૂકવવાની સુવિધાને કારણે તમામ આવક વર્ગના લોકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવું પોસાય તેવું બન્યું છે. આ સુવિધાનો લાભ માત્ર કોઈ ચોક્કસ વર્ગને જ નહીં, પરંતુ સામાન્ય રીતે તમામ ઇન્શ્યોરન્સ ખરીદનારને મળે છે. હવે તમારે પ્રીમિયમની પૂરી રકમ એક સાથે ચૂકવવા વિશે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ તેના બદલે તેને સમાન હપ્તાઓમાં, તમારી ઇન્શ્યોરન્સ કંપનીના આધારે માસિક, ત્રિમાસિક અથવા અર્ધ-વાર્ષિક રીતે ચૂકવી શકાય છે. ઑનલાઇન ખરીદવાની સુવિધા અને ઇએમઆઈ દ્વારા હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાની સગવડને કારણે તમે મહામારીના સમયમાં સામાજિક અંતરના નિયમોનું પાલન કરી શકો છો. વધુમાં, ઇએમઆઈ દ્વારા ખરીદવાની આ સુવિધા વડે, ચુકવણીની તારીખો યાદ રાખ્યા વગર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમને તમારા એકાઉન્ટમાંથી ઑટોમેટિક ડેબિટ કરી શકાય છે.

ઇએમઆઈ દ્વારા હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાના ફાયદાઓ

ઇએમઆઈ દ્વારા હેલ્થ ઇન્શ્યોરન્સની ખરીદી સફળ થવાના કારણો તમે હવે જાણો છો, તો ચાલો તેના અન્ય ફાયદાઓ વિશે જાણીએ -

સ્વાસ્થ્ય સંબંધિત વધી રહેલી સમસ્યાઓ:

આધુનિક જીવનશૈલી વધુ બેઠાડું પ્રકારની છે, જેને પરિણામે જીવનશૈલી સંબંધિત વિવિધ રોગો ઉદ્ભવે છે. શારીરિક કસરતનું પ્રમાણ ઓછું થવાને કારણે ઑફિસમાં કામ કરતા લોકોમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગો, ડાયાબિટીસ, વિવિધ તીવ્રતાના કેન્સર અને અંગોની નિષ્ફળતા જેવી ગંભીર બીમારીઓ વધી રહી છે. એક ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવો એ તમારા પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરવાની સૌથી સુરક્ષિત રીત છે. પરંતુ દરેક વ્યક્તિ ઊંચા ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવી શકતી નથી. આમ, ઇએમઆઈ દ્વારા હેલ્થ ઇન્શ્યોરન્સના રૂપમાં પ્રીમિયમને નાની રકમમાં વિભાજિત કરવાનો વિકલ્પ ઘણાં લોકો માટે ફાયદાકારક છે.

સારવારનો વધતો ખર્ચ અને ઊંચી વીમાકૃત રકમ:

તમને સુરક્ષિત કરવા માટે પર્યાપ્ત મેડિકલ ઇન્શ્યોરન્સ કવર હોવું જરૂરી છે. પરંતુ ઊંચી વીમાકૃત રકમ ઊંચા પ્રીમિયમમાં પરિણમે છે. એક સાથે આટલું ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવવું ઘણા પૉલિસીધારકો માટે શક્ય નથી. પરંતુ ઇએમઆઈ દ્વારા હેલ્થ ઇન્શ્યોરન્સની સુવિધા આવા વ્યક્તિઓ માટે વરદાનરૂપ છે. આ જ પ્રીમિયમને જ્યારે નાની રકમમાં વિભાજિત કરવામાં આવે ત્યારે ઘણા લોકો માટે તેની ચુકવણી શક્ય બને છે.

વરિષ્ઠ નાગરિકો માટે લાભદાયક:

વરિષ્ઠ નાગરિકો નિવૃત્તિ બાદ મર્યાદિત ભંડોળ હોવાને કારણે ઊંચું પ્રીમિયમ ધરાવતા હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદી શકતા નથી. પરંતુ આ વરિષ્ઠ નાગરિકોને બીમારી થવાની શક્યતા પણ સૌથી વધુ રહેલી છે અને તેથી, તેમને કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની જરૂર છે. હેલ્થ ઇન્શ્યોરન્સ હવે ઇએમઆઈ દ્વારા પણ ખરીદી શકાતો હોવાને કારણે આવા વરિષ્ઠ નાગરિકો હવે તેમની બચતમાંથી મેડિકલ ઇન્શ્યોરન્સ કવરેજ પસંદ કરી શકે છે. ઇએમઆઈ દ્વારા હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાના આ કેટલાક મુખ્ય લાભો છે. જો તમારે માટે સમગ્ર પ્રીમિયમ એક સાથે ચૂકવવું શક્ય નથી, તો ચૂકવવાની રકમને વિભાજિત કરવાથી તમારા બજેટમાં જરૂરી મેડિકલ કવરેજ મેળવવામાં મદદ મળી શકે છે. તમારા પ્રીમિયમની ગણતરી કરવા માટે, જુઓ ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે